________________
કર્મવિપાક
૧૬૭
આહાર પર્યાપ્તિ ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વ જીવોને થાય છે. પરંતુ તે આહારમાંથી શરીર બનાવતાં અંતર્મુહૂર્ત કાળ લાગે છે. માટે આહાર પર્યાપ્તિનો કાળ ૧ સમય, પરંતુ શરીરપર્યાપ્તિનો કાળ અંતર્મુહૂર્ત સમજવો, સાતધાતુમય શરીરની રચના ફક્ત ઔદારિક શરીરમાં સમજવી. કારણ કે તે જ શરીરમાં સાત ધાતુ હોય છે. તેમજ વૈક્રિય શરીર રૂપે અને આહારક શરીર રૂપે રચના થવી તે પણ શરીરપર્યાપ્તિ સમજવી. જેમ ખોરાક-પાણી લેવાથી જીવમાં શક્તિ વધે છે. તેમ પુદ્ગલોના સહારાથી આહાર-અને શરીરની ગ્રહણ તથા પરિણમનની શક્તિ જીવમાં પ્રગટ થાય છે.
(૩) શરીર રૂપે બનેલા પુદ્ગલોમાં આંખ-કાન-નાક-જીભ આદિ ઇન્દ્રિયો બનાવવાની પુદ્ગલોની મદદથી આત્મામાં ઉત્પન થયેલી શક્તિવિશેષ તે ઇન્દ્રિયપર્યાપ્તિ. આ ત્રણ પર્યાપ્તિઓમાંની પ્રથમ આહાર પર્યાપ્તિમાં માત્ર પુગલોનું ગ્રહણ તથા પરિણમન જ છે. અને શરીર તથા ઇન્દ્રિય પર્યાપ્તિમાં પુદ્ગલોનું પરિણમન માત્ર જ છે. પરંતુ અવલંબન લઈને વિસર્જન કરવાનું નથી અને હવે પછીની ત્રણ પર્યાપ્તિમાં અવલંબન લઈને વિસર્જન પણ કરવાનું હોય છે.
આ ત્રણ પર્યાયિઓ તમામ જીવો (પર્યાપ્તા કે અપર્યાપ્તા સર્વ જીવો) પૂર્ણ કરે છે. કારણ કે ત્રણ પૂર્ણ કર્યા પછી જ પરભવનું આયુષ્ય બંધાય છે. અને પરભવનું આયુષ્ય બાંધ્યા પછી જ (અબાધાકાળના અંતર્મુહૂર્ત બાદ જો મૃત્યુ થાય છે. તેથી ૧ શ્વાસોચ્છવાસમાં સાધિક ૧૭ ભવ કરનારા અને જલ્દી જલ્દી જન્મ-મરણ કરનારા જીવો પણ આ ત્રણ પર્યાપ્તિઓ તો પૂર્ણ કરે જ છે.
(૪) શ્વાસોચ્છવાસને યોગ્ય પુદ્ગલોને જે શક્તિથી ગ્રહણ કરી, શ્વાસ-ઉચ્છવાસ રૂપે પરિણમાવી, તેનું જ અવલંબન લઈને વિસર્જન કરાય તે શક્તિને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. શ્વાસ-ઉચ્છવાસનાં પુદ્ગલોને ગ્રહણ કરી પકડી રાખવાનાં હોતાં નથી. છોડી જ દેવાનાં હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org