________________
૧૬૮
પ્રથમ કર્મગ્રંથ
છે. તેથી આ ત્રણ પર્યાપ્તિમાં વિસર્જન અધિક છે. વળી જેમ દડાને ફેંકતાં દડાનું અવલંબન (આધાર) લેવો પડે છે. તેને ફેંકવામાં વીર્યોત્પત્તિ માટે તેનો સહારો લેવો પડે છે તેમ શ્વાસ આદિના પુદ્ગલોના વિસર્જનમાં તેનું જ અવલંબન લેવું પડે છે.
(૫) ભાષાને યોગ્ય ભાષાવર્ગણાનાં જે પુગલો છે તેને ગ્રહણ કરી, ભાષા રૂપે પરિણાવી, તેનું જ અવલંબન લઈને ભાષા રૂપે જે શક્તિથી મુકાય છે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે.
(૬) મનને યોગ્ય મનોવર્ગણાનાં જે પુદ્ગલો છે તે પુદ્ગલોને ગ્રહણ કરી મન રૂપે પરિણમાવી, તેનું જ અવલંબન લઈને જે શક્તિથી મનરૂપે વિસર્જન કરાય છે તે શક્તિનું નામ મન:પર્યામિ કહેવાય છે.
આ છ પર્યાપ્તિઓમાં આહાર-શરીર-અને ઇન્દ્રિય આ ત્રણ પર્યાપ્તિઓ પરસ્પર સંબંધવાળી છે. કારણ કે ગ્રહણ કરેલા આહારમાંથી જ શરીર બને છે. શરીરમાંથી જ ઇન્દ્રિયો બને છે. પરંતુ શ્વાસ-ભાષા અને મન તે તે શ્વાસ-ભાષા-અને મનોવર્ગણાના પુદ્ગલોમાંથી બનતી હોવાથી સ્વતંત્ર છે.
કાળ- મનુષ્ય-તિર્યંચોને ઔદારિક શરીર આશ્રયી પહેલી આહાર પર્યાપ્તિ ૧ સમયે થાય છે. શેષ પાંચે પર્યાયિઓ એકેક અંતર્મુહૂર્ત, એકેક અંતર્મુહૂર્ત એમ પાંચ અંતર્મુહૂર્ત પૂર્ણ થાય છે. તો પણ અંતર્મુહૂર્ત નાનાંમોટાં અસંખ્ય ભેટવાળાં હોવાથી છ એ પર્યાતિનો ભેગો કાળ અંતર્મુહૂર્ત જ કહેવાય છે. દેવ-નારકી, મનુષ્યના વૈક્રિય-આહારક શરીરમાં તથા તિર્યંચના વૈક્રિય શરીરમાં પહેલી પર્યામિ એક સમયે, બીજી શરીર પર્યામિ અંતર્મુહૂર્ત, અને બાકીની ચારેય પર્યાયિઓ એકેક સમયે પૂર્ણ થાય છે. સિદ્ધાન્તકારના મતે દેવોની પાંચમી-છઠ્ઠી બને પર્યાપ્તિ ન સમયમાં સાથે પૂર્ણ થાય છે. છતાં દરેક જીવોને પોતાની સર્વ પર્યાયિઓ પૂર્ણ કરવાનો કાળ અંતર્મુહૂર્ત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org