________________
૧૬૬
પ્રથમ કર્મગ્રંથ
હોવાથી શરીર પણ લાલચોળ બને છે. તપી જાય છે અને પરિશ્રમિત બની જાય છે. પરંતુ વાસ્તવિક આવેશ જીવમાં જ છે. તેમ અહીં બાદર પરિણામ જીવનો સમજવો.
જે કર્મના ઉદયથી જીવ પોત-પોતાના ભવને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી શકે તે પર્યાપ્ત નામકર્મ એકેન્દ્રિયને ૪, વિકસેન્દ્રિય તથા અસંજ્ઞીને ૫, અને સંજ્ઞી પંચેન્દ્રિયને ૬, પર્યાપ્તિ હોય છે. જે કર્મના ઉદયથી તે પર્યાપ્તિઓ પૂર્ણ કરી શકે તે પર્યાપ્ત નામકર્મ અને પૂર્ણ ન કરી શકે તે અપર્યાપ્તનામકર્મ. તેના બે ભેદ છે, એક ભેદ લબ્ધિની અપેક્ષાએ, અને બીજો ભેદ કરણની અપેક્ષાએ. આ પ્રસંગ સમજવા માટે પ્રથમ પર્યાપ્તિઓનું સ્વરૂપ કંઈક સમજીએ.
પુદ્ગલોના ઉપચયથી આહાર- શરીર અને ઇન્દ્રિયોને યોગ્ય પુગલોને ગ્રહણ કરવાની, તથા તે તે રૂપે પરિણમાવવાની આત્મામાં પ્રગટ થતી જે શક્તિવિશેષ તે પર્યાપ્તિ, તથા શ્વાસ-ભાષા અને મનને યોગ્ય પગલોને ગ્રહણ કરવાની, તે તે રૂપે પરિણાવવાની, અને તેનું જ અવલંબન લઈને છોડવાની શક્તિ વિશેષ તે પર્યાપ્તિ કહેવાય છે.
પર્યાપ્તિ એ એક જાતની આત્માની શક્તિવિશેષ છે. તે પુગલોના સહારાથી ઉત્પન્ન થાય છે. અને આહારાદિનાં પુદ્ગલોનું ગ્રહણ અને પરિણમન કરે છે. તથા શ્વાસોચ્છવાસાદિનું ગ્રહણ-પરિણમન અને અવલંબન લઈને વિસર્જન કરે છે. આ આહારાદિના ગ્રહણ-પરિણમન-અવલંબન અને વિસર્જનમાં વપરાતી શક્તિવિશેષ તે જ પર્યાપ્તિ છે. તેના છ ભેદ છે.
(૧) ઉત્પત્તિસ્થાનમાં રહેલા આહારને યોગ્ય પગલોને જે શક્તિથી ગ્રહણ કરી, તેને આહાર રૂપે પરિણમાવે, અને શરીર બનાવવાને યોગ્યઅયોગ્ય રૂપે પૃથફ કરે તે શક્તિનું નામ આહારપર્યાપ્તિ.
(૨) યોગ્ય પુદ્ગલોમાંથી હાડકાં – માંસ-લોહી-વીર્ય-આદિ રૂપે સાત ધાતુઓનું શરીર જે શક્તિથી બનાવે, તે શક્તિનું નામ શરીરપર્યાપ્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org