________________
કર્મવિપાક
આવે છે. વાસ્તવિક ત્રસ નથી, તેથી જ તેઓની ગતિ તે ગતિમાત્ર છે. પરંતુ દુઃખથી બચવાની અને સુખની પ્રાપ્તિ પૂર્વકની બુદ્ધિવાળી ગતિ નથી, માટે જ વાસ્તવિક સ્થાવર છે.
પ્રશ્ન :- પત્થર પણ ઢાળ મળે તો ગતિ કરે છે. પાણી પણ ઢાળ મળે તો ગતિ કરે છે તથા ઝાડ પણ વાયુ મળે તો શાખા-પ્રશાખા હાલે છે. તો પૃથ્વી-પાણી-વનસ્પતિને ત્રસ (ગતિત્રસ) કેમ ન કહ્યા ?
૧૯૫
ઉત્તર ઃ- આ ત્રણે ઢાળ- અથવા પવનનો સહારો મળે તો તેના વેગથી ગતિ કરે છે સ્વયં પોતે ગતિ કરતા નથી. જ્યારે અગ્નિ અને વાયુ તો ભક્ષ્ય મળતાં કોઇની સહાય વિના સ્વયં ગતિ કરે છે માટે તેઉ-વાયુ આ બે જ ગતિત્રસ છે. શેષ ત્રણ સ્થાવર છે. વાસ્તવિક પાંચે સ્થાવર છે.
જે કર્મના ઉદયથી જીવ સ્થૂલ બને, બાદર પરિણામ વાળો બને, જેનું એક શરીર અથવા શરીરોનો સમુદાય ભેગો થયો છતો ચક્ષુથી દેખી શકાય તે બાદર નામકર્મ કહેવાય છે. સૂક્ષ્મ જીવોનાં અસંખ્ય શરીરો ભેગાં મળે તો પણ ચક્ષુગોચર બનતાં નથી. બાદર નામકર્મના ઉદયવાળા જીવોમાં કદાચ એક જીવનું શરીર ભલે ચક્ષુગોચર ન થાય, પરંતુ સમૂહ થયે છતે અવશ્ય ચક્ષુગોચરને યોગ્ય થાય છે. તે બાદર નામકર્મ કહેવાય છે.
આ કર્મના ઉદયથી જીવ પોતે બાદર પરિણામમાં પરિણામ પામે છે. તેથી તેનું શરીર દૃશ્ય બને છે. બાદર નામકર્મનો વિપાકોદય જીવમાં ફળ આપે છે. આ પ્રકૃતિ જીવવિપાકી છે. એટલે જીવને બાદ૨૫ણે પરિણમાવે છે. તેથી તેને મળેલું શરીર દૃશ્ય બને છે. કદાચ શરીર ન હોય તો પણ આ કર્મના ઉદયથી જીવ બાદર ભાવવાળો પિરણામ પામે છે. જેમકે વિગ્રહગતિમાં ઔદારિકાદિ શરીર નથી. છતાં જીવને બાદર નામકર્મનો ઉદય હોય છે. માટે જીવનું બાદરપણું સમજવું, શરીરનું નહીં. જીવ બાદર બનતો હોવાથી તેનું શરીર પણ બાદર કહેવાય છે. જેમ ક્રોધનો ઉદય=આવેશ-ગુસ્સો જીવમાં જ થાય છે. છતાં અન્યોન્ય સંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org