________________
૧૬૪
પ્રથમ કર્મગ્રંથ
પબિન્દિ = પંચેન્દ્રિય, તા= ત્રસનામકર્મના ઉદયથી, વાયરમો = બાદર નામકર્મના ઉદયથી, વાયરી = બાદર, નીયા = જીવો, ચૂના = પૂલ, નિયનિય = પોત પોતાની, પmત્તિનુકા = પર્યાપ્તિઓથી યુક્ત, તદ્ધિ રહિં = લબ્ધિ અને કરણ વડે.
" ગાથાર્થ - ત્રસ નામકર્મના ઉદયથી જીવ બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય થાય છે. બાદર નામકર્મના ઉદયથી જીવો બાદર એટલે સ્થૂલ થાય છે. પર્યાપ્ત નામકર્મના ઉદયથી જીવો પોતપોતાની પર્યાપ્તિઓથી યુક્ત થાય છે. અને તે લબ્ધિ તથા કરણ વડે બે પ્રકારના છે. ૪૯.
વિવેચન :- પ્રયોજનના વશથી પોતાની ઇચ્છા પ્રમાણે એકસ્થાનથી બીજે સ્થાને જઈ શકે, ઇચ્છા મુજબ ગમનાગમન કરી શકે તે ત્રસ કહેવાય છે. બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-અને પંચેન્દ્રિય જીવો ત્રસ કહેવાય છે કારણ કે આ ચાર પ્રકારના જીવો સ્વેચ્છાનુસાર ગમનાગમન કરે છે. આવા પ્રકારનું બેઈન્દ્રિયાદિના ભવવાળું ત્રસપણે જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે તે ત્રસનામકર્મ કહેવાય છે.
પ્રશ્ન- તત્ત્વાર્થ સૂત્રમાં તો તેઉકાય-વાયુકાયને પણ ત્રસ કહેવામાં આવે છે. સૂત્ર-૨-૧૪, તો શું તેઓને પણ ત્રસનામકર્મનો ઉદય હોય?
ઉત્તર :- ના, તેઉકાય-વાયુકાયને સ્થાવર નામકર્મનો જ ઉદય હોય છે. ત્રસનામકર્મનો ઉદય હોતો નથી, અગ્નિ એક ઘરથી બીજા ઘર ઉપર, અને એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર ગમન કરે છે. તથા વાયુ સ્વયં જગતમાં વાય છે. ગમન કરે છે. માટે ગમન શક્તિ યુક્ત હોવાથી ગતિત્રસ કહેવામાં આવ્યા છે. એટલે કે ગતિથી જાણે ત્રસ જેવા છે. નદીના કાંઠામાં શીતળતા અને પવિત્રતા હોવાથી લક્ષણાથી જેમ નદીનો ઉપચાર કરાય છે. પરંતુ તે વાસ્તવિક નદી નથી; ત્યાં જળપ્રવાહ નથી. તેમ તેઉકાય-વાયુકાયમાં ગતિધર્મને આશ્રયી ત્રસત્વનો આરોપ કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org