________________
૩૪
પ્રથમ કર્મગ્રંથ
કાર્ય યાદ આવે છે. વૃદ્ધાવસ્થામાં બાલ્ય અને યુવાવસ્થાનું કાર્ય યાદ આવે છે. તથા આ જન્મમાં ગયા જન્મનું સ્મરણ થાય છે તે સર્વે આ સ્મૃતિમાં સમજવું. જાતિસ્મરણ જ્ઞાન પણ ધારણાના ત્રીજા ભેદમાં જ અંતર્ગત સમજવું. તે ઉત્કૃષ્ટથી ભૂતકાળના સંખ્યાતા ભવને પણ જાણી શકે છે.
અવિસ્મૃતિ અને સ્મૃતિકાલે અર્થબોધ હોવાથી તે બંને જ્ઞાનાત્મક છે. પરંતુ વાસના સંસ્કાર માત્ર સ્વરૂપ છે. અર્થબોધ સ્વરૂપ નથી માટે જ્ઞાનાત્મક નથી, તથાપિ સ્મૃતિરૂપ જ્ઞાનનું કારણ અને અવિસ્મૃતિરૂપ જ્ઞાનનું કાર્ય હોવાથી બન્ને બાજુથી ઉપચાર કરીને વાસનાને પણ જ્ઞાન કહેલ છે. તથા અવિસ્મૃતિ આદિ ત્રણ ભેદો હોવા છતાં ધારણા માત્ર રૂપે સામાન્ય ગણવામાં આવે છે અને આ ધારણા પાંચ ઇન્દ્રિયો અને મનથી થાય છે માટે છ પ્રકારે થાય છે.
વ્યંજનાવગ્રહના ૪, અર્થાવગ્રહના ૬, ઈહાના ૬, અપાયના ૬, અને ધારણાના ૬, એમ મળીને શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ૨૮ ભેદો થાય છે. તેમાં અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનની ૪ બુદ્ધિ ઉમેરીએ તો ૩૨ ભેદો થાય છે.
પ્રશ્ન- અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનની ચાર બુદ્ધિના અર્થો શું?
ઉત્તર-પૂર્વના શ્રુતના સંસ્કારના આલંબન વિના સ્વપ્રજ્ઞાથી જે બોધ થાય તે અશ્રુતનિશ્રિત કહેવાય છે. તેના પેટા ભેદ સ્વરૂપ ચાર પ્રકારની બુદ્ધિના અર્થો આ પ્રમાણે છે -
' (૧) ઔત્યાતિકી= અકસ્માત બુદ્ધિ ઉત્પન્ન થાય તે, હાજરજવાબી, પ્રશ્નને અનુરૂપ સત્ય અથવા કલ્પિત પરંતુ યથોચિત ઉત્તર યાદ આવી જાય છે. કોઈ સાધુમહાત્માને સૂર્યને જ દેવ માનનારા પુરુષે પ્રશ્ન કર્યો કે તમે જૈનો જે ભગવાન મોક્ષે ગયા છે, ક્યારે પણ આવવાના નથી અને કશું આપવાના નથી, તેવી વ્યક્તિને ભગવાન માનો અને જે પ્રતિદિન ઉગે છે, આથમે છે, પ્રકાશ આપે છે, આરોગ્ય આપે છે. દરરોજ આવે જ છે, નિદ્રામાંથી જાગૃત કરે છે, તે સૂર્યને તમે ભગવાન ન માનો તે કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org