SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક અપાય- અને ઈહા એમ જ્ઞાનધારા ત્યાં સુધી ચાલે છે કે જ્યાં સુધી આત્માની વિશેષધર્મો જાણવાની જિજ્ઞાસા જીવંત હોય. આ અપાય પણ છએ ઈન્દ્રિયોથી થાય છે માટે છ પ્રકા૨નો છે. ધારણા – નિર્ણય કરેલા અર્થને ધારી રાખવું. યાદ રાખવું. હૈયામાં સ્થિર કરવું તે ધારણા. કરેલા નિર્ણયને જો હૈયામાં દૃઢીભૂત કરવામાં ન આવે તો કાલાન્તરે યાદ ન આવે, ભૂલી જવાય, માટે, સ્થિર કરવું તે ધારણા. તેના ત્રણ પેટાભેદો છે. (૧) અવિસ્મૃતિ, (૨) વાસના, (૩) સ્મૃતિ. ૩૩ = (૧) અવિચ્યુતિ અપાયકાલે વસ્તુતત્ત્વનો જે નિર્ણય કર્યો, તે નિષ્કૃત થયેલા વસ્તુતત્ત્વને તે જ કાળે અન્તર્મુહૂર્ત સુધી ધારાવાહી જ્ઞાનપણે યાદ રાખવો, ચિત્તને તેમાં જ સ્થિર કરવું, ઉપયોગને તે વિષયથી અન્યત્ર ન લઈ જવો તે અવિચ્યુતિ કહેવાય છે, જેમ કે કોઈ એક ગાથા કંઠસ્થ કરી, તે અપાય થયો, ત્યારબાદ સતત અન્તર્મુહૂર્ત સુધી તેને જ ગોખ્યા કરવી, ચિત્ત તે કંઠસ્થ ગાથાના રટનમાં જ પરોવવું તે અવિચ્યુતિ કહેવાય છે. અર્થાત્ પ્રથમ વાર થયેલો નિર્ણય અપાય છે અને પછી એ જ નિર્ણયને ત્યારે જ વારંવાર દોહરાવાય એ અવિચ્યુતિ છે. આ અવિચ્યુતિના કારણે ગાથા હૈયામાં જામી જાય છે. અને કાળાન્તરે યાદ કરતાં તુરત જ સ્મરણમાં આવે છે. આ અવિચ્યુતિનો કાળ અંતર્મુહૂર્ત છે. (૨) વાસના - અવિચ્યુતિ ધારણા દ્વારા હૈયામાં ગાથાના જે સંસ્કાર જામ્યા છે કે જે સંસ્કાર ભાવિમાં સ્મરણનું કારણ બનશે. તે જામેલા સંસ્કારને જ વાસના કહેવાય છે. આ વાસના અવિચ્યુતિથી ઉત્પન્ન થાય છે. અને સ્મૃતિનું કારણ બને છે. વાસનાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત વર્ષનો જાણવો. (૩) સ્મૃતિ - અવિસ્મૃતિ અને વાસનાથી હૈયામાં દૃઢ થયેલા, સ્થિરીભૂત બનેલા વિષયને કાળાન્તરે યાદ કરવો, સંસ્કારના કા૨ણે તેની યાદી થવી તે સ્મૃતિ કહેવાય છે. કેટલાક જીવોને યુવાવસ્થામાં બાલ્યાવસ્થાનું 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy