________________
પ્રસ્તાવના
,
છે
શકે
ભારતીય દર્શનોમાં પૂર્વે થયેલા સંત પુરુષોએ પોતપોતાના શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન રીતે કર્મવાદ સમજાવેલો છે.
કર્મ” જેવું કોઈ અદશ્ય કારણ છે કે જે જગતના સર્વજીવોની સુખી-દુઃખી, રોગી-નિરોગી, રાજા-રંક, આદિ અવસ્થાઓના સર્જનમાં પ્રબળ હેતુ છે. વિચિત્રતાનું જ્યારે બાહ્ય કોઇ કારણ દૃષ્ટિગોચર થતું નથી, યુક્તિ-સંગત બનતું નથી ત્યારે આ માનવી અંતે શબ્દાત્તરથી (ઈશ્વર-ભાગ્ય-નસીબ-લક ઇત્યાદિ શબ્દોથી પણ) કર્મને સ્વીકારે જ છે.
“આત્મા” એક ચેતનાવંત દ્રવ્ય છે. તે સ્વતઃ શુદ્ધ, બુદ્ધ, નિર્મળ, સ્ફટિકની તુલ્ય, સ્વતંત્ર એક પદાર્થ છે. તેની બે પ્રકારની અવસ્થા છે. એક કર્મ સાથે વીંટળાયેલી કે જે અવસ્થાને અશુદ્ધાવસ્થા કહેવાય છે અને બીજી કર્મ રહિત અવસ્થા કે જેને શુદ્ધાવસ્થા કહેવાય છે. અનાદિ-કાલીન આ સંસારમાં સર્વે જીવો અશુદ્ધાવસ્થાવાળા છે. તેથી આત્મા અને કર્મનો સંયોગ અનાદિનો છે. “કર્મ” એ પુદ્ગલ દ્રવ્ય છે. આત્માથી પરદ્રવ્ય " છે. નિર્જીવ દ્રવ્ય છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળું રૂપી દ્રવ્ય છે પરંતુ અતિશય સૂક્ષ્મ હોવાથી ચક્ષુથી અગોચર છે. આ જીવ જ્યારે સ્નાનાદિ કરવા વડે પાણીથી ભીનો થયેલો હોય છે અથવા તૈલાદિની માલીસ વડે શરીર સ્નિગ્ધ હોય છે ત્યારે હવામાં ઉડતી ધૂળ (રજકણ) તેને ચોંટી જાય છે અને મેલ બને છે. એ જ ન્યાયે આ આત્મા સ્વતઃ શુદ્ધ બુદ્ધ હોવા છતાં પૂર્વબદ્ધકર્મના ઉદયથી જ્યારે જ્યારે યોગ અને કષાયોની વૃત્તિઓથી મલીન બને છે ત્યારે ત્યારે તેને હવામાં (લોકાકાશમાં) રહેલી કાર્મણવર્ગણા ચોંટી જાય છે અને તે જ કર્મ કહેવાય છે. તેને જ આત્માની અશુદ્ધાવસ્થા કહેવાય છે.
ન
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org