SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૬૩ પ્રશ્ન- ઉપરોક્ત ચર્ચા સમજતાં અવધિજ્ઞાન ક્ષેત્રથી સ્વામીથી, અને વિષયથી મન:પર્યવજ્ઞાન કરતાં વધારે મોટું છે તો તેનો નંબર મન:પર્યવજ્ઞાન પછી હોવો જોઇએ ? ત્રીજો નંબર શા માટે? ઉત્તર : ક્ષેત્રાદિ ત્રણમાં અવધિજ્ઞાન અધિક હોવા છતાં પણ વિશુદ્ધિની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાન જ અધિક છે. તે ચારેમાં વિશુદ્ધિ-એ જ પ્રધાન છે. જેમ તાંબા-પિત્તળનાં વાસણો ઝવેરાતના દાગીનાથી ક્ષેત્રાદિ ત્રણેમાં અધિક છે તો પણ વિશુદ્ધિમાં ઝવેરાતના દાગીના જ અધિક છે. અહીં વિશુદ્ધિ એટલે કિંમત અર્થ સમજવો, તેવી રીતે મન:પર્યવજ્ઞાન વિશુદ્ધિમાં નિર્મળતામાં) અધિક છે. પ્રશ્ન-મન:પર્યવજ્ઞાનનાં બીજાં પર્યાયવાચી નામો છે? ઉત્તર- હા, મન:પર્યવ, મન પર્યય અને મન:પર્યાય એમ ત્રણ નામો છે. પર ઉપસર્ગપૂર્વક મર્ ધાતુથી પ્રથમ નામ છે. રિ ઉપસર્ગપૂર્વક મર્યું ધાતુથી બીજું નામ છે અને પરિ ઉપસર્ગપૂર્વકર્ધાતુથી ત્રીજાં નામ છે. વકિવિરાળ = હવે કેવલજ્ઞાન સમજાવે છે. તે એક જ પ્રકારનું છે. સર્વદ્રવ્ય- સર્વક્ષેત્ર- સર્વકાળ અને સર્વ ભાવોને જાણવાવાળું આ જ્ઞાન છે. શાસ્ત્રોમાં આ કેવળજ્ઞાનને શુદ્ધ, સકલ, અસાધારણ, અનંત, નિર્ચાઘાત, અને એક પણ કહેવાય છે તેનાં પ્રયોજનો આ પ્રમાણે છે. (૧) સંપૂર્ણપણે આવરણનો વિલય થવાથી જ થાય છે. માટે શુદ્ધ છે. (૨) પ્રથમથી જ સંપૂર્ણપણે પ્રગટ થાય છે માટે સકલ છે. (૩) તેના સમાન બીજું કોઈ જ્ઞાન ન હોવાથી અસાધારણ-અદ્વિતીય છે (૪) અનંતય વિષયોને જાણે છે માટે, તથા અનંતકાળ સુધી રહેવાવાળું છે માટે અનંત છે. (૫) લોક-અલોકમાં સર્વત્ર શેય પદાર્થોને જોવામાં આ જ્ઞાન કોઈ પણ પ્રકારના વ્યાઘાતને (અલનાને) પામતું નથી માટે નિર્વાઘાત છે. (૬) કેવલજ્ઞાન વખતે મત્યાદિજ્ઞાનો નથી માટે એક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy