________________
૨૪૬
પ્રથમ કર્મગ્રંથ
ગેરસમજ ભરેલી જાણવી. મલિનતા ઉભી કરવી વગેરે રૂપે પોતાની અસર દેખાડીને કર્મ જે આપે છે એને કાંઈ ગુણ પ્રગટાવનાર “ક્ષય' તરીકે કહી શકાય નહીં ને તેથી એનો “ક્ષયોપશમ” માં અન્તર્ભાવ હોઈ શકે નહીં. નહીંતર તો પહેલે ગુણઠાણે રહેલા જીવને, મિથ્યાત્વનો ઉપશમ તો છે જ નહીં, ને ઉદય પ્રાપ્ત દલિકોનો અનુભવીને વિનાશ કરવાનું તો ચાલુ જ છે, એથી એને માત્ર ““ક્ષય” હોવાથી ક્ષાયિક ભાવનો ગુણ માનવાની આપત્તિ આવે.
વેદક સમ્યક્ત્વ :- ક્ષાયિક સમ્યક્ત્વ પામતાં પહેલાં સમ્યક્ત્વ મોહનીયના ચરમ ગ્રાસને વેદતા જીવને વેદક સમ્યકત્વ કહેવાય છે. આ એક પ્રકારનું ક્ષાયોપશમિક સમ્યકત્વ જ છે. છતાં વિશેષ વિવક્ષા કરીને એને અલગ પાડવામાં આવ્યું છે.
(૨૩) ક્ષાયિક સમ્યક્ત્વ - દર્શનત્રિક અને અનંતાનુબંધી ચતુષ્ક એમ દર્શન સપ્તકનો સંપૂર્ણ ક્ષય થવાથી પ્રગટતું સમ્યકત્વ એ ક્ષાયિક સમ્યકત્વ છે. આ સમ્યત્વ અપૌલિક છે. ૪ થી ૧૪ ગુણઠાણે તેમજ સિદ્ધાવસ્થામાં હોય છે, તેથી સાદિ અનંત છે. આ સમ્યકત્વ પામનારે જો પરભવાયુ કે જિનનામ બાંધ્યું ન હોય તો અવશ્ય એ જ ભવમાં મોક્ષે જાય છે. આ સમ્યકત્વ પ્રથમ સંઘયણવાળા જિનકાલીન મનુષ્યને જ પ્રાપ્ત થાય છે.
સાયિક સમ્યકત્વ. મનુષ્ય ભવમાં જ મળે છે એનો અર્થ ક્ષાયિક સમ્યક્ત્વ પામવાની પ્રક્રિયા ને કરણો મનુષ્ય ભવમાં જ થાય છે એમ કરવો. બધાં કરણી પૂર્ણ થયા બાદ જીવ “કૃતકરણ' કહેવાય છે, પણ હજુ સમ્યકત્વ મોહનીયનું થોડું દલિક સત્તામાં હોય છે તેને ક્રમશઃ ભોગવીને ક્ષીણ કરવાનું હોય છે. આ અવસ્થામાં મૃત્યુ પામીને જીવ ચારેય ગતિમાં જઈ શકે છે, ને ત્યાં જઇને અવશિષ્ટ સમ્યકત્વ મોહનીયને ખપાવી ક્ષાયિક સમ્યકત્વ પામે છે. એટલે આ દૃષ્ટિએ ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ ચારે ગતિમાં થઈ શકે છે.
સાયિક સમ્યક્ત્વ પામવા પૂર્વે જો જીવે મનુષ્ય કે તિર્યંચ આયુ બાંધી દીધું હોય તો તેણે નિયમા યુગલિક મનુષ્ય-તિર્યંચનું જ બાંધેલું હોય છે. શેષ મનુષ્યતિર્યંચનું નહીં. તેથી એ અવશ્ય યુગલિકમાં જ જાય છે ને ત્યાંથી દેવ ભવ કરી મનુષ્યમાં આવી મોક્ષે જાય છે. આમ (૧) મનુષ્ય, (૨) મનુષ્ય (કે તિર્યંચ) (૩) દેવ ને (૪) મનુષ્ય એમ એના ચાર ભવ થાય છે.
(૨૪) જળરેખા વગેરે ઉપમાઓનો અર્થ નીચે મુજબ જાણવો. પાણીમાં લાકડી ફેરવવામાં આવે તો જેવી રેખા દોરાય છે એ લાકડી ખસતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org