________________
કર્મવિપાક
પ્રશ્ન- ઉપચારથી બીજો અર્થાવગ્રહ કયો ?
ઉત્તર- આ નૈૠયિક અર્થાવગ્રહ પછી ઈહા થશે, ઈહા પછી અપાય થશે, અને અપાયમાં જે નિર્ણય થયો તેના જ વિશેષ સૂક્ષ્મ ધર્મોને જાણવાની જિજ્ઞાસા થાય તો અપાય પછી પુનઃ ઈહા થાય છે. ત્યારે તે અપાયને (વાસ્તવિક અપાય હોવા છતાં) ઉપચારથી અર્થાવગ્રહ કહેવાય છે. કારણકે જેની પછી ઈહા આવે, અર્થાત્ ઈહાની પૂર્વે જે હોય તે અર્થાવગ્રહ કહેવાય છે. આ રીતે અપાયને જે અર્થાવગ્રહ કહેવાય તે વ્યાવહારિક અથવા ઔપચારિક અર્થાવગ્રહ કહેવાય છે. તે પૂર્વની ઈહાની અપેક્ષાએ અપાય સ્વરૂપ છે. માટે વાસ્તવિક અર્થાવગ્રહ નથી, તેનો કાળ અન્તર્મુહૂર્ત છે, અને વ્યંજનાવગ્રહના અત્તે થનારો આ અર્થાવગ્રહ તે નૈૠયિક અર્થાવગ્રહ છે. તેનો કાળ માત્ર ૧ સમયનો જ છે. આ નૈૠયિક અર્થાવગ્રહ પાંચ ઈન્દ્રિયો અને મન એમ છ થી થતો હોવાથી છ પ્રકારનો છે.
ઈહા “આ શું હશે” એવો જે વિચારવિશેષ કરવો તે ઈહા કહેવાય છે. અર્થાવગ્રહમાં ‘આ કંઈક છે” એવો બોધ થયા પછી આ શું હશે ? શું શબ્દ હશે કે રૂપાદિ હશે ? શું પુરુષનો અવાજ હશે કે સ્ત્રીનો અવાજ હશે ? શું ચૈત્રનો શબ્દ હશે કે મૈત્રનો શબ્દ હશે ? ઈત્યાદિ જે વિચારણા વિશેષ કરવી તે ઈહા કહેવાય છે. આ વિચારણા અન્વયધર્મથી પણ થાય છે અને વ્યતિરેકધર્મથી પણ થાય છે. અન્વય એટલે હોવું અને વ્યતિરેક એટલે ન હોવું.
૩૧
===
Jain Education International
જ્યાં વિષય જાણવાની તમન્ના થઈ છે. અને શંકા થઈ છે કે જે આ જણાય છે તે શું છે ? ત્યાં જે વસ્તુ સંભવી શકે તેના વિદ્યમાન ધર્મોને જાણીને તે વસ્તુના હોવાપણાના નિર્ણય તરફ આગળ વધવું તે અન્વયથી ઈહા કહેવાય છે. અને ત્યાં જે વસ્તુ સંભવતી નથી તેના ધર્મોના નાસ્તિપણાથી તે વસ્તુ નથી એવા નિર્ણય તરફ ઢળતો જે વિચારવિશેષ તે વ્યતિરેકથી ઈહા કહેવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org