________________
કર્મવિપાક
૨૪૩
સાસ્વાદન સમ્યકત્વ - ઉપશમ સમ્યકત્વી જીવને દર્શન મોહનીય ઉપશાંત રહેવાના કાળમાં છેલ્લે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલો કાલ બાકી હોય ત્યારે કોઈક જીવને અનંતાનુબંધી કષાયોનો ઉદય થઈ જાય છે. આ વખતે મિથ્યાત્વ અને મિશ્ર મોહનો ઉદય ન હોવાથી સમ્યક્ત્વ ગુણ અવરાયેલો હોતો નથી, છતાં અનંતાનુબંધીનો ઉદય હોવાથી સમ્યકત્વ ગુણનો સ્પષ્ટ અનુભવ પણ હોતો નથી. તેથી સમ્યકત્વના કંઈક આસ્વાદવાળું હોવાથી આ સાસ્વાદનસમ્યકત્વ કહેવાય છે. આ પણ અપૌગલિક છે. આનો કાળ જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા હોય છે. આમાં અનંતાનુબંધીનો જે ઉદય હોય છે એ અવશ્ય મિથ્યાત્વના ઉદયને ખેંચી લાવનારો હોવાથી જીવ અહીંથી અવશ્ય પહેલે ગુણઠાણે જ જાય છે. આ સમ્યકત્વ બીજે ગુણઠાણે હોય છે, ને ચોથેથી પડતાં જ આવે છે.
લાયોપથમિક સમ્યક્ત્વ :- ઉદય પ્રાપ્ત નિષેકમાં રહેલાં મિથ્યાત્વ-મિશ્રના દલિકોમાંના રસને હણીને સખ્યત્વ મોહનીય તુલ્ય કરી દેવો (જેથી એ સખ્યત્વ ગુણને હણી ન શકે) એ ક્ષય અને ઉદય ન પામેલા એ બેના દલિકો મિથ્યાત્વ કે મિશ્ર મોહનીય તરીકે (અધિક રસવાળા તરીકે) ઉદીરણા-અપવર્તના દ્વારા ઉદયમાં ન આવી જાય એવી રીતે દબાવી રાખવા એ ઉપશમ. આ ક્ષય અને ઉપશમથી થયેલો પરિણામ એ ક્ષયોપશમ દર્શન મોહિનીયના ક્ષયોપશમથી પ્રકટ થયેલું સમ્યકત્વ ક્ષાયોપથમિક સમ્યકત્વ કહેવાય છે. આનો જઘન્ય કાળ અંતર્મુહૂર્તને ઉત્કૃષ્ટ કાળ સાધિક ૬૬ સાગરોપમ હોય છે. આમાં સમ્યકત્વ મોહનીયનો ઉદય હોવાથી આ પૌગલિક છે. એ ૪ થી ૭ ગુણઠાણે હોય છે.
આ ક્ષાયોપથમિક સમ્યકત્વને જરા વિસ્તારથી સમજીએ. ક્ષયોપશમના બે અંશો છે. ક્ષય અને ઉપશમ.
આપણે કલ્પના કરીએ કે ૧ થી ૧૦,૦૦૦ પાવર સુધીના રસવાળાં દલિકો દેશઘાતી રસવાળાં છે ને સમ્યકત્વ મોહનીય કહેવાય છે. આ દલિકો એક ઠાણિયો ને મંદ બે ઠાણિયો રસ ધરાવતાં હોય છે. ૧૦૦૦૧ પાવરથી ૨૫000 પાવર સુધીના રસવાળાં દલિકો મિશ્રમોહનીય કહેવાય. એ મધ્યમ બે છાણિયો રસ ધરાવે છે ને સર્વઘાતી હોય છે. ૨૫૦૦૧ થી એક લાખ પાવર સુધીના રસવાળાં દલિકો મિથ્યાત્વ મોહનીય કહેવાય છે. આ ઉત્કૃષ્ટ તરફનો બે ઠાણિયો રસ તથા ત્રણ-ચાર ઠાણિયો રસ ધરાવે છે, સર્વઘાતી હોય છે, મિથ્યાત્વ ગુણઠાણે રહેલો જીવ દર્શન મોહનીય કર્મનો બંધ કરે છે. પણ ત્યારે ૨૫000 થી ઓછો રસ બંધાતો નથી. એટલે કે દર્શન મોહનીય રૂપે જે દલિકો બંધાય છે. એમાં ૨૫000 થી અધિક પાવરવાળો રસ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org