SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક આ પ્રમાણે કર્મ સંબંધી કેટલીક પ્રાથમિક આવશ્યક વિચારણા કરીને હવે આપણે કર્મવિપાક” નામના પ્રથમ કર્મગ્રંથના અર્થ શરૂ કરીએ सिरि-वीर-जिणं वंदिअ, कम्मविवागं समासओ वुच्छं। વરીફની , ને મનg“વન" છે (श्री-वीर-जिनं वन्दित्वा कर्मविपाकंसमासतः वक्ष्यामि । જિયતે નીવેન ફેમિ:, યેન તો મળ્યો “') શબ્દાર્થ - પિરિવીનાં શ્રી વીર જિનેશ્વરને, વંબિ-વંદન કરીને, —વિવાાં કર્મવિપાકને, સમાગો સંક્ષેપમાં, વુઍ=કહીશ, અથવા વર્ણવીશ, વીરડુ નીપ-જીવ વડે જે કરાય, દેહં મિથ્યાત્વાદિ હેતુઓ વડે, એi = જે કારણથી, તો તે કારણથી, એમ કહેવાય છે, “કર્મ” ગાથાર્થ- શ્રી વીર જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરીને સંક્ષેપથી કર્મવિપાક” નામના પ્રથમ કર્મગ્રંથને હું કહીશ. જીવ વડે (મિથ્યાત્વાદિ) હેતુઓ દ્વારા જે કારણથી કરાય છે તે કારણથી તેને કર્મ કહેવાય છે. ૧. વિવેચન- આ ગ્રંથના કર્તા પૂજ્ય દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબ છે. આત્માએ બાંધેલ કર્મો ઉદયમાં આવે ત્યારે શું શું ફળ આપે ? તે વિષય આ ગ્રંથમાં સમજાવાશે. તેથી આ ગ્રંથનું નામ “કર્મવિપાક” રાખેલ છે. =બાંધેલા કર્મોનો વિપાત્રફળ શું હોય તેનું વર્ણન. કોઈ પણ ગ્રંથનો પ્રારંભ કરીએ ત્યારે પ્રારંભમાં જ નીચે મુજબ ચાર વસ્તુઓ અવશ્ય હોય જ છે, તેને “અનુબંધચતુષ્ટય” કહેવાય છે. (૧) મંગળાચરણ, (૨) વિષય (અભિધેય), (૩) સંબંધ, (૪) પ્રયોજન. (૧) મંગળાચરણ - ઉપકારી પરમાત્માને નમસ્કાર કરવો તે, પ્રારંભેલા ગ્રંથમાં કોઈ વિઘ્નો આવે નહીં અને સંભવિત વિદ્ગોનો પણ વિધ્વંસ થઈ જાય તેટલા માટે મંગળાચરણ કરવામાં આવે છે. અહીં સિવિરનિ એ પ્રથમ પદમાં મંગળાચરણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy