________________
કર્મવિપાક
વિગેરે, રૂ=આ પ્રમાણે, વિ=બીજી પણ, વિમા=સંજ્ઞાઓ, તથાસંતે આદિ પ્રકૃતિઓની સંખ્યા વડે, પચવીરિં=પ્રકૃતિઓ દ્વારા.
ગાથાર્થ :- વર્ણ ચતુષ્ક, અગુરુલઘુચતુષ્ક, ત્રસાદિ હિક, ત્રિક, ચતુષ્ક, અને ષક વિગેરે આ પ્રમાણે બીજી સંજ્ઞાઓ પણ તે તે કર્મને આદિમાં મૂકીને તેટલી સંખ્યા વાળી પ્રકૃતિઓ વડે કરવી. ૨૯.
વિવેચન :- ઉપરની ગાથામાં સમજાવ્યું તે જ પ્રમાણે વર્ણચતુષ્ક વિગેરે સંજ્ઞાઓ કહેલા કર્મને આદિમાં ગણીને સમજી લેવી. જેમ કેવર્ણચતુષ્ક-વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ.
અગુરુલઘુચતુષ્ક = અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત અને ઉચ્છવાસ, આ સંજ્ઞામાં કહેલી ૪ પ્રકૃતિઓ ૨૫મી ગાથામાં કહેલા ક્રમ પ્રમાણે નથી. તેમાં પૂર્વાચાર્યોની આવા પ્રકારની રૂઢિ કારણ છે. જો કે ક્રમને અનુસારે અગુરુલઘુ, તીર્થકર, નિર્માણ, અને ઉપઘાત એમ જ ચાર આવવી જોઈએ, પરંતુ પૂર્વાચાર્યો “અગુરુલઘુચતુષ્ક”માં ઉપરોક્ત ગણતા આવ્યા છે. માટે તે જ લેવી.
ત્રસદ્ધિક – ત્રસ અને સ્થાવર. ત્રસત્રિક - ત્રસ-બાદર-અને પર્યાપ્ત. ત્રણચતુષ્ક – ત્રસ-બાદર-પર્યાપ્ત-અને પ્રત્યેક. ત્રસષક - ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ.
આ વિગેરે બીજી સંજ્ઞાઓ પણ ગાથામાં ન લખી હોય તો પણ તે તે પ્રકૃતિને આદિમાં ગણીને સ્વયં સમજી લેવી.
જ્યાનર્વિત્રિક – થીણદ્વિત્રિક. આ સંજ્ઞા પણ અગુરુલઘુચતુષ્કની જેમ રૂઢ છે. પરંતુ ગાથાના ક્રમ પ્રમાણે નથી. નિદ્રાનિદ્રા, પ્રચલામચલા અને ત્યાનધિને થીણદ્વિત્રિક કહેવાય છે. જેમાં ગાથા ૧૧ - ૧૨ માં કહેલો ક્રમ જળવાતો નથી. છતાં પણ પૂર્વાચાર્યોની રૂઢિથી આ સંજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org