________________
કરણોનું વર્ણન છે. આ ગ્રંથની ટીકાનો ગુજરાતી અનુવાદ પંડિત શ્રી હીરાલાલ દેવચંદજીએ કરેલો છે તથા પંડિતજી શ્રી પુખરાજજી અમીચંદજીભાઈએ (અમારા વિદ્યાગુરુએ) પુનઃ તેનું સંપાદન કરી સાર સંગ્રહ કરેલ છે. પ્રાચીન કર્મગ્રંથ ષક
દેવેન્દ્રસૂરિજીના બનાવેલા કર્મગ્રંથો સરળ અને અર્વાચીન છે. તેથી તેની અપેક્ષાએ પૂર્વે રચાયેલા કર્મગ્રંથોને “પ્રાચીન કર્મગ્રંથોમાં કહેવાયું છે. એવા છે કર્મગ્રંથો છે. તે ભિન્ન ભિન્ન કર્તાના બનાવેલા છે. નામો પ્રાચીન અને અર્વાચીનનાં સમાન છે. (૧) કર્મવિપાક
આ પ્રથમ કર્મગ્રંથના કર્તા ગર્ગષિમુનિ છે. તે ૧૬૮ શ્લોક પ્રમાણ છે. ઉદિત કર્મોના વિપાકનું (ફળનું) વર્ણન કરેલ હોવાથી નામ કર્મવિપાક રાખેલ છે. આ કર્મગ્રંથની રચના વિક્રમની ૧૦ મી સદીમાં થઈ છે. તે ગ્રંથ ઉપર (૧) પરમાનંદ સૂરિજી કૃત ટીકા, (૨) ઉદય પ્રભસૂરિજી કૃત ટિપ્પણક અને (૩) અજ્ઞાતકર્તૃક ટીકા છે. આ ટીકાઓ અને ટિપ્પણક પ્રાય: વિક્રમની બારમી-તેરમી સદીમાં થયેલ છે. (૨) કર્મસ્તવ
આ બીજા કર્મગ્રંથના કર્તાનું નામ અનુપલબ્ધ છે. તે પ૭ શ્લોક પ્રમાણ છે. તેના ઉપર બે ભાગ્યો અને બે સંસ્કૃત ટીકાઓ છે. બન્ને ભાષ્યોના કર્તા અજ્ઞાત છે. પરંતુ બન્ને ટીકાઓના કર્તા અનુક્રમે (૧) ગોવિન્દાચાર્ય અને (૨) ઉદયપ્રભસૂરિજી છે. આ બીજા કર્મગ્રંથનું “બન્યોદય-સયુક્ત સ્તવ'' એવું બીજા નામ પણ છે. (૩) બન્ધસ્વામિત્વ
આ ગ્રંથના કર્તાનું નામ પણ અનુપલબ્ધ છે. આ ગ્રંથ ૫૪ શ્લોક પ્રમાણ છે. આ ગ્રંથ ઉપર એક સંસ્કૃત ટીકા છે. જે ટીકાના કર્તા પૂ. શ્રી હરિભદ્રસૂરિજી છે. આ હરિભદ્રસૂરિજી બૃહદ્ગચ્છના શ્રી માનદેવસૂરિજીના શિષ્ય હતા. તેથી યાકિની મહત્તરાર્નુથી અન્ય છે. આ ટીકાની રચના વિ. સં. ૧૧૭૨ મા વર્ષમાં,-વિક્રમની ૧૨ મી સદીમાં થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org