Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/004915/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્માનંદ પ્રકાશ માસિકના ગ્રાહકોને ૨૫-૨૬ મી ભેટ P COO જૈન નરરત્ન ભામાશાહ. ( જેમાં ઇતિહાસ પ્રસિદ્ધ દેશ, સમાજ અને શાસન સેવાનું આદર્શો અને અનુપમ ચરિત્ર આવેલ છે. ) वदे मातरम् પ્રસિદ્ધ કર્યાં, શ્રી જૈન આત્માનંદ સભા. C ભાવનગર. Page #2 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી આત્માનંદ પ્રકાશના ગ્રાહકોને રપ-ર૬ મી ભેટ કરFFFFFFFFFFFFFFFER FREEFણા જૈન નરેનભામાશાહ (જેમાં ઇતિહાસ પ્રસિદ્ધ દેશસમાજ અને શાસન સેવાનું આદર્શ અને અનુપમ ચરિત્ર આવેલ છે.) પ્રસિદ્ધ કર્તા, શ્રી જૈન આત્માનંદ સભા. ભાવનગર, વીર સં. ૨૪૫૪ વિ સં. ૧૯૮૪ આત્મ સં. ૩૩ કિંમત રૂા ૨-૦-૦ 55555555THEREFFFFFERE ' ' , Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધ કર્તા, શ્રી જૈન આત્માનંદ સભા. ભાવનગર. ભાવનગર ધી આન≠ પ્રિ. પ્રેસમાં શાહ ગુલાબચંદ લલ્લુભાઇએ છાપ્યું. Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત. Please શ્રી આત્માન ંદ પ્રકાશ માસિકના ગ્રાહુને આ પચીશમા તથા છવીશમા વર્ષની શ્રી આદર્શ જૈનરત્ન ભામાશાહ એ” નામની બુક ભેટ તિરકે આપતાં અમેને આનંદ થાય છે. દરવર્ષે વિવિધ વિષયા, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, ચારિત્ર, કથાનુયાગ અને આચાર વગેરેનાં પુસ્તકા અમારા ગ્રાહકોને ઉદાર ભાવનાથી ભેટ આપવામાં આવે છે અને તેવાં અને તેટલાં કદના પુસ્તકે આ માસિક સિવાય અન્ય કાઈ ન આપતા હેાવાથી તેવા આનંદ થાય તે સહજ છે. જૈન સમાજમાં હાલના સમયે ઇતિહાસના અભ્યાસ, ગ્રંથ પ્રકાશન અને ઇતિહાસિક કથાઓના આદર કેટલેક અ ંશે વૃદ્ધિગત થતા જોવામાં આવે છે. ઇતિહાસ એ દેશ કે સમાજનુ પ્રથમ દરજજેનું સાહિત્ય અને એક દર્પણુ છે, તેથી તેમજ આખા દેશમાં અને તમામ પ્રજામાં દેશ સેવાનેાજ હાલ પવન ફુંકાય છે, યથાશિકત સેવા અનેક મનુષ્યા કરે છે, તેવા સમયમાં આવા ઇતિહાસિક ગ્રંથના અભ્યાસ કરવાથી આપણે આપણા પૂર્વજો કરતાં કયા કયા વિષયમાં, વમાન સમયમાં કેટલા પાછળ હૅઠેલા છીયે તે જાણી શકીએ, તે માટેજ આવા એક જૈન ઇતિહાસિક ગ્રંથની પસંદગી સમાચિતધારી છે. જૈન ધર્મ અને દેશ સેવાને કાંઇ સંબંધ નથી એવુ`. મિથ્યાવઢનારાઓને માટે આ ગ્રંથના નાયક જૈન કુલભૂષણ ભામાશાહનું ચરિત્ર એક સચોટ ઉત્તરરૂપ છે. પૂર્વકાળમાં જૈનીઆએ દેશ, સમાજ અને ધર્મની સેવામાં કેવા અગ્રભાગ મજાન્યેા છે તેનુ' ઇતિહાહિક ચરિત્ર તેમજ એક ખરેખરા દેશ અને સમાજ સેવક નરરત્નનુ ચિત્ર આલેખી ભારતવર્ષના જૈન સમાજ પાસે Page #5 -------------------------------------------------------------------------- ________________ મુકવું, તે કર્તવ્ય ગણું આ જૈન વીરનરનું ચરિત્ર અમારા માનવંતા ગ્રાહકોને આ વખતે અર્પણ કરીએ છીયે. કથાનાયક જેનનરવીર ભામાશાહનો જ્વલંત દેશ પ્રેમ અને શ્રી હીરવિજયસૂરીશ્વરની અહાનીશ ધગતી–જાજ્વલ્યમાન શાસનદાઝ એ બંને આદર્શો સમકાલીન સાથોસાથ ઉભા રહી, દેશ અને ધર્મપ્રેમના પ્રકાશ આપણા જીવનના માર્ગમાં કેવી રીતે રેડી રહ્યા છે, કે જેના વાંચન મનનથી જૈન સમાજની કોઈપણ વ્યકિત પિતાના જીવનમાં તે ઉતારી, અસંખ્ય પુણ્યરાશી એકઠી થયે મળેલ મનુષ્ય જન્મને તે રીતે ધન્ય કરી શકે અને દેશ સેવા અને શાસન સેવાવડે આપણે સમાજ, માતૃભૂમિ અને જૈન ધર્મ ઉન્નતિ પામે તેવા હેતુથી જ આટલે માટે ગ્રંથ અમારા સુજ્ઞ ગ્રાહકોને ભેટ આપી કૃતાર્થ થઈએ છીએ. આ ગ્રંથ સુપ્રસિદ્ધ જૈન પત્રના અધિપતિ રા. ર. શેઠ દેવચંદભાઈ દામજી કુંડલાકર છાપતા હતા. દરમ્યાન અમારા વાંચવામાં આવતાં આ સમાચીત ગ્રંથ આત્માનંદ પ્રકાશ માસિકના ગ્રાહકેને ભેટ આપવાની ઈચ્છા જણાવતાં, તેઓએ ઘણી ખુશી સાથે તેને સ્વીકાર કરી, બને તેટલા ઓછા ચાર્જે તે ગ્રંથ અને સુપ્રત કર્યો જે માટે તેમને આભાર માનવામાં આવે છે. આવા જેન કુલભુષણ નરરત્ન ભામાશાહ જેવા વીરપુરૂષનું ઈતિહાસિક ચરિત્ર આ સભાના ઓનરરી સેક્રેટરી બંધુ હરજીવનદાસ દીપચંદના જાણવામાં આવતાં તેમાં યથાશકિત જેન સાહિત્યના ઉત્તેજના અને જૈન બંધુઓ તે પ્રકારે પણ વાંચન મનનથી કંઈ લાભ મેળવે તે હેતુથી આ ગ્રંથમાં સહાય આપી મળેલી લક્ષમીનું સાર્થક કર્યું છે જે માટે તેઓશ્રીને પણ આભાર માનવામાં આવે છે. આત્માનંદ ભુવન. ) વીર સંવત ૨૪૫૪. આત્મસંવત ૩૩.. પ્રસિદ્ધકત્ત. * ચેષ્ટ શકલ અષ્ટમી. Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ perpe=33=>>GP&@ DX3=>>D C>=>> શેઠ હરજીવનદાસ દીપચંદ—ભાવનગર. અનાજ તથા રૂકના વેપારી અને શ્રી જૈન આત્માનંદ સભાના ઓનરરી સેક્રેટરી. ==>D&>gle આનંદ પ્રેસ – ભાવનગર. - &>>>pp== Page #8 -------------------------------------------------------------------------- ________________ અપણપત્રિકા સગુણાલંકૃત શ્રીયુત— શેઠ હરજીવનદાસ દીપચંદ, ભાવનગર. બાલ્યાવસ્થાથી પિતા પાસે વ્યવહારિક તેમજ વ્યાપારી અનુભવ મેળવી, યેાગ્યવયે સ્વશક્તિ અને સાંસારિક વ્યાપારમાં અભ્યુદય પ્રાપ્ત થતાં, અન્ય અન્ય પ્રસંગે તીર્થયાત્રા, અઠ્ઠાઇ મહાત્સવ, કેળવણીને ઉત્તેજનાદિ ધકાĆમાં વ્યય કરી ઉપાજૅન કરેલી લક્ષ્મીનું તેમજ ધર્મ ભાવનાથી વાસિત હૃદયવડે દેવ, ગુરૂ, ધર્મની ભકિત કરવા સાથે, આ સભાનુ માનનીય પદ સ્વીકારી તે વડે ધર્મસેવા કરી મનુષ્ય જન્મનુ સાક કરો છે; વળી જ્ઞાનાહારના કાર્યને વારંવાર ઉત્તેજન આપી જ્ઞાનની ભક્તિમાં પણ પ્રયત્નશીલ રહેા છે, વગેરે ગુણાથી આકર્ષાઇ સમાજ સેવાના ઉત્તમ દૃષ્ટાંત દ ક આ ગ્રંથ આપને અર્પણ કરીયે છીયે. . પ્રકાશક, MATH Page #9 -------------------------------------------------------------------------- ________________ ......................... ||C|||||||||||||||0|||||||||||Q -------.. C જ્ઞાનભકતના અભિાષિ અને જૈન સાહિત્ય ઉપર પ્રેમ ધરાવનાર શેઠ હરજીવનદાસ દીપચંદ કે જેએ આ સભાના સેક્રેટરી છે, તેમણે પેાતાના પૂજ્ય પિતાશ્રી શેષ દીપચંદ ગાંડાભાઇના સ્મરણાર્થે, આ સભાના ધારા મુજબ સીરીઝ ( ગ્રંથમાળા ) પ્રકટ કરવા માટે એક હજાર રૂપૈયાની રકમ સભાને આપવાની જે ઉદારતા બતાવી છે, તે માટે ખાસ આભાર માનવામાં આવે છે. સ્વકમાઇડે ઉપાર્જન કરેલ લક્ષ્મીના વ્યય ધર્મ પ્રેમ સિવાય આવા ઉત્તમ કાર્યોમાં થઇ શકતા નથી, જેથી તેમનું અનુકરણ કરવા ધર્મપ્રેમી સ કાઇને નમ્ર સૂચના કરીએ છીએ. સ. ૧૯૮૪ આત્મ સ. ૩૩ અશાડ શુ. ૫ ખાસ આભાર. D||g||||D||||2||||2||||2||D|||2||||2 પ્રકાશક. .................. Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. ૧૧ ૫૮ ૮૫ પ્રકરણ- વિષય. બ્રા સ્નેહ બીજું પ્રેમ પરિણામ ત્રીજું ઇતિહાસ.... . ચોથું કર્તવ્યની દિશા. પાંચમું આકસ્મિક ઘટના. .. શાહજાદીની ઈચ્છા.... સાતમું છુટકા. • આઠમું પ્રેમ કે કર્તવ્ય. ... નવમું નૌરોજને હેતુ. દશમું કાવ્યકોવિદ પૃથિવીરાજ. અગ્યારમું મેવાડની માનિની. ... બારમું ભેદ ખુલ્લે થયો. ... તેરમું ભાગ્યોદય.... ... ચૌદમું વ્રતનો પ્રભાવ. ... પંદરમું જંગલમાં મંગલ. ... સોળમું ક્ષાત્રવટ. .. . સતરમું કર્મસિંહની માંદગી.... અઢારમું આચાર્ય શ્રીહીરવિજયસૂરિ. ઓગણીશમું વિજય શાથી મળે છે? વિશમું ચંપાદેવી. ... એકવીસમું કષ્ટને અવધિ. ... બાવીશમું ધાર્મિક ઐકય. • ત્રેવીસમું સૂરીશ્વર અને સમ્રાટ. ચોવીશમું નેહ સ્વીકાર. .... પચીશમું ભામાશાહની સ્વદેશ ભક્તિ. છવીશમું શાહજાદો સલીમ. ... સતાવીશમું ધર્મનું સ્વરૂપ. - અાવીશમું સ્થિત્યંતર. ઓગણત્રીસમું પ્રેમી યુગલ. ત્રિીશકું આનદૈત્સવ. ... ૧૦૫ ૧૧૫ • ૧૨૪ .૧૩૫ . ૧૪૫ ૧૫૩ ૧૫૯ ૧૭૦ ... ૧૯૧ ••• ૨૧૫ - રર૬ ૨૩૭ ૨૪૭ ૦, ૨૫ - ૨૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ DIONONONCHO શ્રી આત્માનંદ પ્રકાશ માસિમે આપેલી ભેટો. નામ. વર્ષ. ૧-૨ શ્રી નવતત્ત્વના સુંદર ખેાધ, ૩ શ્રી જીવ વિચાર વૃતિ. ૪ શ્રી જૈન ધર્મી વિષયક પ્રશ્નોતર. ૫ શ્રી દંડક વિચાર વૃત્તિ. ૬ શ્રી નયમા દક. છ શ્રી મેાક્ષપદ સેાપાન. ૮ શ્રી જૈન તત્ત્વસાર. ૯ શ્રી શ્રાવક કલ્પતરૂ. ૧૦ શ્રી ધ્યાન વિચાર. ૧૧ શ્રી જંબુસ્વામી ચરિત્ર. ૧૨ શ્રી જૈન ગ્રંથ ગાઇડ. ૧૩ શ્રી ચપકમાળા ચરિત્ર. ૧૪ શ્રી અનુયાગાર સૂત્ર વિષય. ભાષાન્તર સાથે (..) (જુદી જુદી હકીકતાને સંગ્રહ) ( ભાષાન્તર સાથે ) સાત નયનું સ્વરૂપ ) ( ચૌદ ગુણસ્થાનનું સ્વરૂપ ) ( તત્વજ્ઞાનના અપૂર્વ ગ્રંથ ) (શ્રાવકના ભારનૃત્તનું સ્વરૂપ) ( ચાર ધ્યાનનું સ્વરૂપ ) ( અપૂર્વ ચરિત્ર ) (ત્રી ગ્રંથ માદક ભામીચા) ( સતિ ચરિત્ર ) ( ભાષાન્તર સાથે ) ૧૫ શ્રી ગુરૂગુણમાળા અને સમયસાર પ્રકરણ. ૧૬ શ્રી જ્ઞાનામૃત કાવ્યજ. ૧૭ શ્રી દેવ ભકિતમાળા. (») ( અપૂર્વ અધ્યાત્મ ગ્રંથ ) (દેવ ભકિતનુ ં સ્વરૂપ ) ( ઉપદેશ સાથે આદ, કથા ) ૧૮ શ્રી ઉપદેશ સપ્તતિકા. ૧૯ સએધ સાતિકા. ૨૦ સુમુખ નૃપાદિ ધર્મપ્રભાવાની ૨૧-૨૨ શ્રી આદર્શ જૈન સ્ત્રીરો. ૨૩-૨૪ શ્રી ધર્માં રત્ન પ્રકરણ. ( ભાવ શ્રાવક તથા સાધુનું સ્વરૂપ ) ૨૫–૨૬ જૈન નરરત્ન ભામાશાહ. ( સચિત્ર ) ( ઐતિહાસિક નવલકથા ) ( તત્ત્વજ્ઞાનના ગ્રંથ ) કથા. (અપૂ કથાઓ) ( સતિ ચરિત્રા ) 2000 wodo we ra Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન નરરત્ન— ભામાશાહ. પ્રકરણ ૧ લું. ભ્રાતૃસ્નેહ. उत्सवे व्यसने चैव दुर्भिक्षे शत्रुविग्रहे । राजद्वारे स्मशाने च यः तिष्ठति सः बान्धवः । વિક્રમ સંવત્ ૧૬૩૨ ના પવિત્ર શ્રાવણ માસના શુકલ સપ્તમીના દિવસ, ( જુલાઇ ઇ. સ. ૧૫૭૬ ) મેવાડના ઇતિહાસમાં સાનેરી અક્ષરાથી કાતરાયેલે અને યાદ રાખવા ચેાગ્ય ગણાય છે. આ દિવસને પવિત્ર ગણા કે અપવિત્ર ગણા અથવા તે તેને શુભ કહા કે અશુભ કહેા; પરંતુ તે દિવસે મેવાડના સુપુત્રાએ સ્વદેશ અને સ્વતંત્રતાના રક્ષણ માટે હલ્દીઘાટના ચાળીસ કેસના ચારસ પ્રદેશમાં પેાતાનુ ઉમદા લેાહી રેડયું હતુ. મેવાડના વીરકેશરી રાણા પ્રતાપસિ ંહૈ, તેના શૂરવીર સરદારાએ અને તેના નિમકહલાલ સૈનિકાએ સમરક્ષેત્રમાં તે દિવસે જે અસીમ સાહસ અને અતુલ શા દર્શાવ્યુ હતુ, તે ખરેખર અસાધારણ હતુ. એક આનુ Page #13 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. અસંખ્ય અને વિશાળ મોગલ સૈન્ય હતું અને તેની સામી બાજુએ માત્ર બાવીશ હજાર રાજપુતા હતા, પરંતુ એ બાવીશ હજાર રાજપુતેએ જનની જન્મભૂમિને માટે પિતાનાં પ્રિય પ્રાણની સહેજ પણ દરકાર કર્યા વિના, જે અસાધારણ વીરત્વ બતાવ્યું હતું, તેનું યથાર્થ વર્ણન કરવાને આ યુદ્ધ લેખિની અસમર્થ છે. હલ્દીઘાટના પ્રદેશમાં એક બાજુ પ્રતાપી પ્રતાપસિંહ અને બીજી બાજુએ રણકુશલ મોગલ સેનાપતિ માનસિંહ હતા. ઉભય રાજપુત હતા, બળવાન હતા અને બુદ્ધિસંપન્ન હતા, પરંતુ સ્વદેશની સ્વતંત્રતા માટે લડનાર પ્રતાપસિંહ કયાં અને ચેડાભને ખાતર મેગલ શહેનશાહ અકબરનો ગુલામ થનાર માનસિંહ કયાં? એકે સ્વદેશના રક્ષણ માટે પ્રાણાન્ત કષ્ટ સહન કરી મેવાડને પુનરૂદ્ધાર કર્યો અને બીજાએ પિતાના દેશને પરતંત્ર કરવા માટે જ યુદ્ધ કર્યું શું વિધી પ્રકૃતિના આ બે પુરૂષોની તુલના હોઈ શકે ખરી કે? અમે જે સમયની ઘટનાને ઉલ્લેખ કરવાને પ્રસંગ અત્રે હાથમાં લીધે છે, તે સમયે પ્રસિદ્ધ હલ્દીઘાટનાં યુદ્ધને જ દિવસ હતે. મેવાડને રાણા પ્રતાપસિંહ પિતાના બહાદૂર બાવીશ હજાર રાજપુત વીર સાથે મોગલેની અગણિત સેના સામે બહાદૂરીથી લડી રહ્યો હતો અને મેગલ સેનાપતિ માનસિંહ પિતાના દેશની પાયમાલી પિતાનાજ હસ્તે કરી રહ્યો હતે. એક તરફથી હર હર મહાદેવ અને બીજી તરફથી અલ્લાહો અકબરના ભીષણ અને ગગન ભેદી અવાજે કાનને ફાડી નાંખતા હતા. શ્રા અને મરણીયા થયેલા રાજપુતે ભૂખ્યા સિંહની જેમ મુસલમાને ઉપર તુટી પડયા હતા મેગલ સૈનિકો પણ બહાદૂરીથી લડી રહ્યા હતા, તરવાર, ભાલાઓ અને તીરે સામ સામે ઉછળી રહ્યા હતાં અને તેથી સૈનિકના માથાં ધડથી જુદાં થતાં વાર લાગતી નહોતી. હલદીઘાટને પ્રદેશ લોહીથી તરબોળ થઈ ગયું હતું. આ સમયે રાણે પ્રતાપસિંહ રાજા માનસિંહને પિતાના બાહુબળને અનુભવ કરાવવાને તલપાપડ થઈ રહ્યો હતો અને તેથી તે તેને ખોળી કહાડવાને પોતાના સૈન્યના મેખરે આવીને ઘુમતે હતે; પરંતુ માનસિંહ મોગલ સૈન્યની છેક પછવાડે હાવાથી પિતાની ઇચ્છા પૂર્ણ કરવાનું પ્રતાપથી બની શકયું Page #14 -------------------------------------------------------------------------- ________________ ભાતૃત નહિ. ક્રોધાંધ થઇને તથા વિકાળ સ્વરૂને ધારણ કરીને એક ગાંડા મનુષ્યની જેમ પાતાની તલવારને ચલાવતા ત ઘુમવા લામ. પ્રા પના અમાનુષી શાને જોઈ મોગલ સરદારા અને સૈનિકો કેવળ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. જનની જન્મભૂમિના ઉદ્ધારને માટે પેાતાના પ્રાણની પણ પરવા રાખ્યા વિના એક સરખા આવેશથી લડનાર પ્રતાપસિંહના અપૂર્વ ખળને જોઈ શત્રુઓ આશ્ચય મુગ્ધ થાય તે તેમાં શું નવાઇ ? ત્રણસે વર્ષ ઉપરાંત ખનેલી ઉપર્યુકત ઘટનાનું ચિત્ર આળેખતાં અત્યારે પણ અમારા મુખમાંથી ધન્યવાદના શબ્દો નીકળી પડે છે અને આખામાંથી સ્નેહાશ્રુની ધારાએ અચાનક ટે છે, તેા પછી તે ઘટનાને સાક્ષાત્ પેાતાની આંખેાથી જોનારા શું શત્રુઓ કે શુ' મિત્રા આશ્ચર્ય ને પામે, એ સ્વાભાવિક છે. મેવાડના મહારાણા પ્રતાપસિંહ સૈન્યની માખરે રહીને લડતાં હાવાથી તેમના શરીર ઉપર અનેક જખમી થયા હતા. પ્રતાપસિહના અસામાન્ય માહુબલને જોઇને મેગલ સરદ્વારા તથા સર્વ સૈનિકે તેનાજ પ્રથમ નાશ કરવાના વિચાર કરી તેની આસપાસ ઘેરો ઘાલીને લડતાહતા અને પ્રતાપસિંહને જીવતાંજ પકડી લેવાના અથવા તા તેમના નાશ કરવાના પ્રયાસમાં પડ્યા હતા. આ સમયે પ્રતાપી વીર પ્રતાપસિં’હુની સ્થિતિ બહુ કફ઼ાડી થઇ પડી હતી. અસંખ્ય મેગલ સૈન્ય સામે પેાતાનુ મુઠ્ઠીભર સૈન્ય પરાજય પામતુ જતુ હતુ અને પેાતાને વિજય પ્રાપ્ત થવા બહુ મુશ્કેલ છે, એમ જાણતાં છતાં પ્રતાપે સમરક્ષેત્રમાંથી એક ડગલું પણ પાછા હઠવાનું ઉચિત માન્યું નહિ. તે તે એક સરખા આવેશથી અને ઉત્સાહથી મેાગલા સામે લડી રહ્યા હતા. મહારાણા પ્રતાપસિંહની વિકટ સ્થિતિ જોઇ સમસ્ત રાજપૂતા તેમના રક્ષણને માટે પ્રમળ પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે મોગલ સૈન્ય તેમના વિનાશ કરવાને માટે આતુર થઇ રહ્યું હતું. થોડા વધારે વખત જો આ પ્રમાણે ચાલ્યા કરે તે રાજપુતાની સ` આશા નષ્ટ થવાના અને મેવાડના સૂર્ય અસ્ત પામવાના અવસર આવી પહોંચે તેમ હતુ. પ્રતાપસિંહની પાસે અને તેની છાયાની પેઠે ઉભા રહીને યુદ્ધ કરનાશ સરદારા આ વસ્તુસ્થિતિ સમજી ગયા અને તેથી તેઓ ગમે તે Page #15 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. ઉપાયે પેાતાના મહારાણાને બચાવવાના નિશ્ચય ઉપર તુરત આવી ગયા. એક ક્ષણના પણ વિલંબ કર્યા વિના, એ ત્રણ સરદારી પ્રતાપ સિ'હુની નજીકમાં આવી પહેાંચ્યા. એક સરદારે ધીમેથી કહ્યુ, ' મહારાણા ! ” રણમદને લઈ ઉન્મત થયેલા પ્રતાપસિ ંહે જાણે કાંઈ સાંભન્યુ જ ન હેાય તેમ પૂર્વની પેઠેજ લડવાનું શરૂ શખ્યું, એટલે તે સરદાર જરા જોરથી ખાલી ઉચે, “ મહારાણા ܕ પ્રતાપસિંહે આ વખતે તે સરદાર પ્રતિ જોઈને મંદ સ્મિતથી પૂછ્યું, “ કેમ ઝલાપતિ ! શુ ખબર છે ? ’' "> 'તે સરદાર કે જેનુ' નામ ઝાલારાજ માનસિંહ હતુ, તેણે વિનયથી કહ્યું . 66 મહારાણા મેવાડપતિ ! સાવધ થાઓ. આપણા સૈન્યમાં માટી ખુવારી થઈ ગઈ છે અને શત્રુસૈન્ય જોર ઉપર આવી ગયું છે; માટે આ વખતે આપણને વિજય મળે તેમ જણાતુ નથી. આપ હવે સ હેસ કરવાનું મૂકી દે; કેમકે ન કરે નારાયણ ને કદાચ અવળે। મનાવ અની જાય, તે મેવાડના પુનરૂદ્ધારની સર્વ મા શાના નાશ થશે. આપ જો આ યુદ્ધમાં ખચશે, તે ભવિષ્યમાં ચેાગ્ય અવસરે શત્રુઓને આપણેા હાથ ખતાવી શકશું અને પરમાત્માની કૃપા હશે, તા મેવાડની સ્વતંત્રતા પુન: મેળવવા ભાગ્યશાળી થશું.” પ્રતાપસિંહના મુખ્ય પ્રધાન ભામાશાહે કહ્યું. “ મહારાણા ! આલારાજ કહે છે, તે અક્ષરશ: સત્ય છે. આપ જો સાહસ કરીને પ્રાણનુ જોખમ અત્યારેજ વ્હારી લેશેા, તે ભવિષ્યમાં પ્રિય દેશ મેવાડની શું સ્થિતિ થશે, તેના આપ જરા વિચાર કરી જુઓ 31 પ્રતાપસિહે આશ્ચર્ય પામતાં કહ્યુ, “ ઝાલારાજ ! ભામા શાહુ ! તમે બન્ને કેમ આમ નિરૂત્સાહ થઇ ગયા છે ? પ્રાણાંત કષ્ટો સહન કરવા છતાં શું આપણને વિજય મળી શકશે નહિ ? ભગવાનની આપણા ઉપર અવકૃપા હશે અને આપણા પરાજય નિશ્ચિત થઇ ગયા હશે, તેા પછી આ ક્ષણભંગુર દેહને માટે માટલી મુધી ચિ'તા શી ? હતો ના કાવ્યતિ સ્વર્ગ નિત્યા થા મોન્યને મશ્ચિમ એ સૂત્રને તમે કેમ ભૂલી જાવ છે ? ” Page #16 -------------------------------------------------------------------------- ________________ ભાતૃસ્નેહ. “ મેવાડપતિ ! અમે ક્ષત્રિયાના એ ઉમદા સૂત્રને સહેજ પણ ભુલી ગયા નથી; પરંતુ જયની જરા પણ આશા રહેલી નથી અને વિશેષમાં કુમાર અમરસિ’હુ પણ ઘાયલ થયેલ છે; તેમ છતાં વિ ક પ્રાણ ગુમાવવા, એ શું ચાગ્ય છે ? અમારા સર્વરના રચાર એવા છે કે, જે આ યુદ્ધમાંથી આપને બચાવી શકીએ, તેા કાળાં તરે પણ મેવાડને પુન: સ્વત ંત્ર કરી શકશું. માટે મહારાણા ! કૃપા કરીને મસારી વિનંતિના સ્વીકાર કરો અને રણભૂમિના સત્વર ત્યાગ કરા ” ઝાલાપતિ માનસિ ંહ વિનતિના રૂપમાં કહ્યું. “ મહારાણા ! આપને માપના પ્રાણની કાંઈ ક્રમ્મત ન હાય તા ભલે; પરંતુ મેવાડના ઉજ્જવલ ભવિષ્યના વિચાર કરી તથા અમારા ઉપર દયા લાવી આલારાજની વિનંતિના સ્વીકાર કરો. ” મંત્રી ભામાશાહે પણ વિનંતિ કરી. t પ્રતાપસિંહે ઘડીભર વિચાર કરીને ઉત્તેજીત સ્વરથી કહ્યુ મારા પ્રિય સરદારા ! તમારી વિનતિ વ્યાજબી હશે, એમ હું માનું છું અને તેના જે હું સ્વીકાર નહિં કરૂં', તેા તમને દુ:ખ થશે, એ પણ હું જાણું છું; તેમ છતાં હું તમારી વિનતિના સ્વીકાર કરી શકતા નથી, તમે મને યુદ્ધક્ષેત્રને ત્યાગી જવાનુ સૂચવેા છે, પણ તેથી શુ ખાપારાવળના વંશજોને શિરે કલંક નહિ ચાંટે કે ? શુ પ્રતાપસિંહ પેાતાના સરદારા અને સૈનિકને યુદ્ધમાં મૃત્યુના મુખમાં છેાડી, દેશ પ્રત્યે એવફા થઇને રણક્ષેત્રમાંથી ચાલ્યા જશે કે ? ” • મહારાણાને આગ્રહથી સમજાવવાના આ સમય નથી, એમ વિચારી ઝાલારાજ માનસિ હૈ પ્રતાપસિહુના સેવક પાસેથી રાજછત્ર લઈ લીધું અને તેને પેાતાના એક અનુચરને આપી તેને 1તાના શિરે ધરી રાખવાની આજ્ઞા ફરમાવી. એ રીતે કૃત્રિમ મેવાડપતિ બનીને મસિહુ પેાતાના શૂરા સૈનિક સાથે યવન સેનામાં ઘુસી ગયા અને વીરતાપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા. મત્રી ભામાશાહે મહારાણાને એક વખત ફરીથી સમરક્ષેત્ર ત્યાગી જવાની આગ્રહથી વિનતિ કરી. પ્રતાપસિંહુ આ સર્વ ઘટના જોઇને આશ્ચ પામ્યા. તેણે વિચાર કર્યો કે જ્યારે જયની એક પશુ આશા રહી નથી, ત્યારે નાહક પ્રાણ ગુમાવવા અને મેવાડને સદાને માટે પરત Page #17 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. ત્રતાની બેડીમાં જકડી નાંખવું, એ ઉચિત નથી. ભગવાન એકલિંગછની કૃપા હશે તે ભવિષ્યમાં મેવાડને સ્વતંત્ર કરવાને પુનઃ પ્રયત્ન કરીશ. માટે હાલ તે ઝાલારાજની વિનતિને સ્વીકાર કરે, એજ ગ્યા છે. સાથુનયને અનિચ્છાએ પણ પ્રતાપસિંહે સમરભૂમિને ત્યાગ કરવા પોતાના પ્રિય ઘોડા ચેતકને બીજી દિશામાં ફેરવી એડી મારી. ચેતક સ્વામીની ઈચ્છા સમજી જઈને સમરક્ષેત્રને ત્યાગ કરી દેડવા લાગે. પ્રતાપસિંહના ચાલ્યા જવા પછી વિરવર ઝાલારાજ માનસિંહે રણભૂમિમાં શત્રુઓ સાથે લડતાં કેવી રીતે પ્રાણનું બલિદાન આપયું તેમજ બાવીશ હજાર રાજપૂતેમાંથી કેટલા હજાર રાજપૂ તેને યુદ્ધમાં ઘાણ નીકળી ગયે, એ ઈતિહાસના વાંચક સારી રીતે જાણતા હોવાથી અમે તે વિષે વિસ્તૃત વિવેચન કરવાનું સાહસ કરતા નથી, પરંતુ અત્રે માત્ર એટલું જ કહીને આ શેકમય પણ ગરવ પૂર્ણ ઘટના ઉપર પડદે નાંખવા માગીએ છીએ કે હદીઘા ટના પ્રસ્તુત યુદ્ધમાં ચાર હજાર રાજપૂત વીરેના પ્રાણનું બલિદાન અપાયું હતું અને મેગલ સૈન્યના સેનાપતિ રાજા માનસિંહના ગળામાં વિજયમાળા આરે પાણી હતી. પ્રતાપસિંહ ઝાલાજની વિનતિને સ્વીકાર કરી સમરક્ષેત્રને ત્યાગ કરવા પિતાના અશ્વ ચેતકને એડી મારી, એટલે તે નિમકહલાલ અશ્વરાજ કમલમેર તરફ જોરથી દડવા લાગ્યું. પ્રતાપ સિંહના શરીરે જેમ અનેક જખમો થયા હતા, તેમ તેના સ્વામી ભક્ત ચેતકને પણ અનેક જખમે થયા હોવાથી તે બરાબર દેડી શકતે નહેાતે, પરંતુ પિતાના સ્વામીની ઇચ્છાને જાણે તેને બચાવ કરવાની ખાતર તે પિતાના સમસ્ત બળને એકત્ર કરીને દેડ્યો જતો હતો. પ્રતાપસિંહના નાશી જવાની ખબર કેઈ પણ મેગલ સરદારો કે સેનિકને પડી હતીપરંતુ એક મોગલ સરદાર કે જે યુદ્ધ થતું હતું ત્યાંથી જરા દૂર ઉભે હતે તેણે રણક્ષેત્રમાંથી કેઈને નાશી જતાં જોઈને પોતાના બે ઘોડેસ્વારેને તેની તપાસ કર વાને તેની પાછળ દેડાવ્યા. પ્રતાપસિંહે થેડે દૂર ગયા પછી અશ્વને ધીમે ધીમે ચલાવવા માંડયે, પરંતુ એટલામાં ઘડાની ખરીઓના Page #18 -------------------------------------------------------------------------- ________________ ભાતૃસ્નેહ અવાજ સાંભળતાં તેણે પાછળ જોયુ, તા એ માગઢ સ્વારી પેાતાના તરફ આવતા હતા. એ જોઇને પ્રતાપે ચેતકને પાછે જોરથી ઢોડાવવા માંડયા. અશ્વરાજ ચેતક પવનવેગે ચાલ્યા જતા હતા, એટલામાં માગમાં એક નદી આડી આવી. પ્રતાપસિહુ અશ્વની લગામ જા ખેચી, પરંતુ સ્વામીભક્ત અશ્વ તેના કખજે રહી શકયા નહિ અને તેણે એકજ કુદકે નદીને પેલે પાર પાતાના સ્વામીને મૂકી દીધા, પાછળ ચાલ્યા આવતા બન્ને માગલસ્વારા નદી પાસે આવીને અટકી ગયા. તેમણે પેાતાના અશ્વોને નદીને પેલે પાર જવા ઘણી એડીએ મારી, પરંતુ તે નદી પાર કરવાને અશકત હોઈ તેમની મહેનત વૃથા ગઇ. નદીને પાર કર્યો પછી પ્રતાપસિંહુ અશ્વને ધીમે ધીમે ચલાવતા આગળ વધતા હતા, ત્યારે માતૃભાષામાં પેાતાને કાઇ એલાવતુ' હાય, એમ તેને જ ણાયું. તેણે તુરત જ પાછળ ફરીને જોયું તેા એક ઘેાડેસ્વાર જોરથી પેાતાના તરફ ઘેાડા દોડાવતા આવતા હતા. પ્રતાપસિંહ વિચાર કર્યો કે પ્રથમ એ મેાગલ જેવા જણાતા ઘેાડેસ્વારો આવતા હતા તેને બદલે હમણાં આ એકજ ઘેાડેસ્કારને જોઉં છું અને વળી તે મને માતૃભાષામાં ખેલાવે છે, તેનુ શું કારણ હશે ? તે વધાર ઘેાડેસ્વાર કાણુ હશે ? શુ તે શત્રુ હશે કે મિત્ર હશે ? ભલે, ગમે તે હાય, મને તેની શી દરકાર છે ? એમ વિચાર કરી તેણે પાતાની કમ્મરે લટકતી તલવાર ઉપર હાથ નાંખ્યા કે તુરતજ પેલા ઘેાડેસ્વાર તેની સન્મુખ આવી પહોંચ્યા. પ્રતાપસિં હુ એ ઘેાડેસ્વારને જોઇ આશ્ચ યમાં ડુબી ગયા અને તેના મુખ ઉપર ક્રોધની છાયા સ્પષ્ટ જણાવા લાગી. તે આવનાર ઘેાડેસ્વાર પ્રતાપસિંહના નાના ભાઈ શકતસિદ્ધ હતા. આ બંને ભાઈઓને માલ્યાવસ્થાથી આહેરિયા નામક મહાત્સવ ઉજવતાં દુશ્મનાવટ બંધાણી હતી. પ્રતાપસિહે પેાતાના ભાઈ શક્તસિંહને મેવાડના ત્યાગ કરી જવાની તે સમયે આજ્ઞા કરેલી હાવાથી તે માગલ શહેનશાહ અકબરને શરણે ગયા હતા. બાદશાહે તેને પોતાના સૈન્યમાં સારા ડાા આપ્યા હતા. બાદશાહ અકબ મની કુટીલ રાજનીતિથી અનેક કુલાંગાર રાજપુતા તેના પક્ષમાં ભળી ગયા હતા અને દેશના શત્રુ ખની બેઠા હતા. શક્તસિ Page #19 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. પિતાના બંધુ ઉપ૨નું વેર વાળવાની ખાતર આ યુદ્ધમાં ભાગ લેવાને આવ્યું હતું, પરંતુ તેણે જ્યારે પોતાના જ્યેષ્ટ બંધુને ઘાયલ થઈને લડાઈના મેદાનમાંથી નાશી જતો જોયે, ત્યારે તેનું હદય બ્રાતુનેહથી કેમળ બની ગયું અને પિતાના જ્યેષ્ટ બ્રાતાની દેશદાઝ અને તેની સ્વદેશભકિત જોઈને તેની આંખમાંથી અશ્રુ ઓની ધારા વહેવા લાગી. પોતાના બંધુને આવા દુઃખના સમયમાં અવશ્ય સહાય કરવી જોઈએ. એમ વિચારી શક્તસિંહ તુરતજ ઘોડેસ્વાર થઈ પ્રતાપસિંહ જે દિશા તરફ ગયે હતું, તે તરફ રવાના થયે. શેડે દૂર જતા મેગલ ઘેડેસ્વારને પિતાના બંધુ પાછળ દેડયા જતા જોઈને તે તુરત તેમની પાસે પિતાને ઘડે દેડાવી ગયે અને તેમની સાથે યુદ્ધ કરીને તેમને બંનેને પરલેક પોંચાડી દીધા. શકતસિંહ જે કે પોતાને લઘુ બંધ હતા, પણ તે મેવા ડને શત્રુ બનીને મેગલોનાં શરણે ગયા હતા અને તેના પક્ષમાં રહીને ખુદ જન્મભૂમિને પરતંત્ર કરવાને માટે જ આ યુદ્ધમાં આવ્યા હતેતેથી પ્રતાપસિંહ તેને જોઈને શુદ્ધ થયે. તેણે પોતાની તલવારને મ્યાનમાંથી અહીં બહાર ખેંચતાં કહ્યું. “કેણ શકતસિંહ? આવી રીતે મને એકલે નાશી જતા જોઈને શું તું મારા પ્રાણ લેવાને આવ્યો છે કે ? ભલે, ચલાવ તારી તલવારને.” શકતસિંહ ગળદુ કંઠે કહ્યું. “મોટા ભાઈ ! હું આપના પ્રાણ લેવાને નથી આવ્યું, પરંતુ મેં કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત લેવાને આવ્યો છું.” એમ કહીને તે ઘડા ઉપરથી નીચે ઉતરી ગયા અને પ્રતાપ સિંહને વિનયથી નમસ્કાર કરીને સામે ઉભે રહો. પ્રતાપસિંહ શકતસિંહનું આ વર્તન જોઈને વિચાર કરવા લાગ્યો કે શું આમાં મોગલનું કાંઈ કપટ તે નહિ હેય ને? પ્રતાપસિંહે કાંઈ ઉત્તર આપે નહિ, એટલે શક્તસિંહે કહ્યું. “મેવાડપતિ! શું વિચાર કરે છે? આપના કુળક્લક ભાઈને અને મેવાડના શત્રુને તલવારથી આપ પ્રાયશ્ચિત્ત આપતાં કેમ અચકાઓ છો?” - પ્રતાપસિંહે વિચાર નિદ્રામાંથી જાગ્રત થઈને કહ્યું. “દેશ Page #20 -------------------------------------------------------------------------- ________________ ભ્રાતૃસ્નેહ. હું દ્રોહી શક્તસિહુ ! અહી તું મારા પ્રાણ લેવાને માન્યા નથી, તે પછી અહી આવવાની તારી શી મતલબ છે, તે હું સમજી શકતા નથી. તારે જો પૂર્વીનુ વેર વાળવું હોય તે તલવારને મ્યાનમાંથી બહાર કહાડ, શું જોઇ રહ્યો છે ? ’ “ ડિલ ભ્રાતા ! મારી અહીં આવવાની મતલબ મેં કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત લેવાનીજ છે. મધુના, સ્વાતિના, સ્વદેશના અને સ્વધર્મના ત્યાગ કરી મેગલાના શરણે જઇને મેં જે પાપકર્મ કર્યું. છે-જે ક્રોડ કર્યા છે-જે વિશ્વાસઘાત કર્યાં છે, તેનુ આપના હસ્તેથી પ્રાયશ્ચિત્ત લેવાને માટેજ હું આપની સન્મુખ આવીને ઉત્તા છું. માટે આપની પુનિત તલવારને આપના આ લઘુ મોં ઉપર ચલાવી તેને સ્વર્ગ ના અધિકારી બનાવા, ભાઇ ! શા માટે દ્વીલ કરી છે? ' શસિ ડે આંખેામાં મલ્લુ લાવીને કહ્યું શક્તસિંહના ઉપર્યું કત વચના સાંભળી પ્રતાપસિહ તેના આગમનનું કારણ સમજી ગયા. તેના શેકગ્રસ્ત મ્હાડા ઉપર હર્ષોંની છાયા છવાઈ ગઈ. તેણે આનંદ પામતાં પામતાં કહ્યું. શક્તસિંહ ! શું મારી ધારણા ખરી છે ? શુ' તને તે કરેલ પાપના પશ્ચાત્તાપ થાય છે ? ” ભાઈ “ હા, વડિલ બન્ધુ ! આપના અને જન્મભૂમિ મેવાડના કરેલ વિશ્વાસઘાત અને દ્રોના મને હવે સંપૂર્ણ પશ્ચાત્તાપ થાય છે. સ્વદેશના રક્ષણ માટે અને જાતિભાઇએની સ્વતંત્રતા જાળવવા માટે આપે તથા રાજપૂત વીરાએ સમરક્ષેત્રમાં જે વીરત્વ ખતાવી આપ્યું છે, તે જોઇને વેરથી ઉન્મત બનેલું મારૂ મન શાંત થઇ ગયુ છે-મારા મિથ્યા ગર્વ ગળી ગયા છે અને તેથી આપની માં યાચવા અને તેનું પ્રાયશ્ચિત્ત મેળવવા હું આપની પાછળ દોડી આન્યા છું. આપને જો મારા વિશ્વાસ ન આવતા ડાય તે માટે કહેવુ જોઇએ કે માપની પછવાડે લાગેલા બન્ને માગલ સ્વારાના મે નાશ કરી નાંખ્યા છે અને તે શા માટે ? માપના પ્રાણ મચા વવા માટેજ. શું હજી પણ આપને મારા વિશ્વાસ આવતા નથી ?” શતસિહે લખાણુ ખુલાસા કરતાં પૂછ્યું, ન 66 Page #21 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. પિતાના બંધના ઉપરના ખરા જીગરના શબ્દો સાંભળી પ્રતાપસિંહને સંતોષ થયો. તેણે હર્ષાતિરેકથી ઉત્તર આપે. “વહાલા ભાઈ ! જો કે આજના યુદ્ધમાં મેવાડીઓને પરાજય થયો છે અને તેથી મારું મન અતિશય ખિન્ન થઈ ગયું હતું, પરંતુ તારા હૃદયમાં સ્વદેશપ્રેમ જાગૃત થયેલ જોઈ મને અતીવ આનંદ થાય છે અને હવે મને લાગે છે કે આપણે બંને ભાઈઓ હાથમાં હાથ મીલાવી, મેવાડની સ્વતંત્રતા સાચવવા માટે અને તેના પુનરુદ્ધાર માટે અવિશ્રાંત પરિશ્રમ કરી ભગવાન એકલિંગજીની કૃપાથી વિજયને વરવા ભાગ્યશાલી થઈશું.” - તુરતજ શકિતસિંહ અને પ્રતાપસિંહ ઘોડાઓ ઉપરથી નીચે ઉતરી ગયા અને અન્ય અન્યને સપ્રેમ ભેટી પડયા કેટલીક વારે પ્રતાપસિંહે પોતાના લઘુ ભાઈને પોતાના આલિંગનમાંથી છુટે કર્યો. પ્રતાપસિંહને હજુ દૂર જવાનું હોવાથી તેણે પોતાના ઘોડા તરફ નજર ફેરવી તે તે નિમકહલાલ અશ્વ ભૂમિ ઉપર પડેલો તેના જેવામાં આવ્યો. અને બધુઓએ તેની પાસે જઈને જોયું, તે યુદ્ધમાં અનેક જખમો થયેલા હોવાથી અને આખો દિવસ મુસાફરી કરવાથી તેના પ્રાણ પરલેક સિધાવી ગયા હતા. આ હદય વિદારક ઘટના જોઈને પ્રતાપસિંહના હૃદયમાં અત્યંત તીવ્ર શેક છવાઈ ગયે અને તેનાં નેત્રમાંથી અશ્રુને પ્રવાહ વહન થવા લાગે. વડિલ બંધુને રૂદન કરતાં જોઈને શક્તસિંહે આશ્વાસન આપતાં કહ્યું. “મેવાડેશ્વર ! આપના જેવા વીર પુરૂષને દુઃખથી નિરાશ થવાનું કાંઈ કારણ નથી. આપ મારી જોડે થે અને અત્રેથી નિર્વિને મેગ્ય સ્થળે પહોંચી જાઓ. હું આપને તુરતજ આવીને મળીશ.” એમ કહીને શક્તસિંહે પિતાને ઘોડે પ્રતાપસિંહને આપો. પ્રતાપસિંહે પોતાના ભાઈના ઘેડા ઉપર સ્વાર થઈને ધીમે ધીમે આગળ વધવાનું શરૂ કર્યું, એટલે શક્તસિંહ પણ તેને વિનયથી નમન કરી મેગલ છાવણ તરફ રવાના થયો. છેડે સમય મોગલ છાવણમાં રહ્યા પછી શક્તસિંહ પિતાના Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ પારણામ. ii ભાઈને જઈ મન્યે. પ્રતાપસિદ્ધ પેાતાના અધુના આગમની અત્યંત ખુશી થયા. તેઓ બન્ને એકસ ંપથી રહી ભવિષ્યમાં મેવાડને શી રીતે ઉદ્ધાર કરવા, એ વિષે હંમેશાં વિચાર કરતા અને એ રીતે દુ:ખમાં દિવસેા ગાળતા હતા. --- પ્રકરણ ૨ જી. પ્રેમ-પરિણામ. હિન્દુસ્થાનના સમસ્ત એશ્વર્યંયુક્ત આગ્રા શહેરનાં ગગનસુમિત આવાસેાનાં શિખરા, સધ્યા સમયના ઝાંખા પ્રકાશમાં શાલી રહ્યાં હતાં. માગલ શહેનશાહ અકબરે આગ્રાને પાતાની રાજધાનીનુ શહેર બનાવેલુ' હાવાથી હિન્દુસ્થાનના સમસ્ત એશ્વર્યે તે શહેરમાં આવીને નિવાસ કર્યાં હતા. અમે જે સમયની આ નવલકથા લખીએ છીએ, તે સમયે સકળ હિન્દુસ્થાનમાં આગ્રા એ એક અલૈકિક શહેર હતુ. શહેનશાહ અકખર, જો કે પેાતાના જીવનને ઘણું સમય ફત્તેહપુર સીક્રીમાં ગાળતા હતા; તે પણ આગ્રા એ રાજ ધાનીનું શહેર હાવાથી તેને કેટલાક સમય ત્યાં પણ રહેવું પડતુ હતુ. અને તેથી તેણે આગ્રાની શાભા વધારવા ખાસ લક્ષ્ય આપ્યુ હતું. શાહુ અકબરના સમયમાં મેાગલ રાજ્ય પૂ` વિકાસને પામેલું હતુ. આગ્રાના દુ માં ગગનમંડલ સાથે વાતચિત કરી રહેલા અસંખ્ય મહેલા, બંગલાઓ અને આવાસા હતા. તેમાં વિવિધ સ્થળે આવેલાં બજાર, દુકાન, મિનારા, આરસ-પત્થરનાં આવાસા, મસ્જીદે, હિન્દુ દેવાલયા અને ખુદ બાદશાહ અને તેના પરિવારને વસવાનાં મહાલયની એટલી બધી વિપુલતા હતી કે જેનું વર્ણ ન કરવાને માટે એક સ્વતંત્ર પુસ્તકજ લખવુ પડે. આગ્રાના અભેદ્ય કિલ્લાની પાસે થઈને કાલિન્દી યમુના નદી મહત્ત્વ અને ગૈારવ દર્શાવતી વહેતી હતી. કિલ્લાની ચારે દિશાએ માટા મોટા દરવાજાએ આવેલા હતા અને એ પ્રત્યેક દરવાજા ઉપર ખાદશાહી નાખતા સવાર સાંજ વાગતી હતી. Page #23 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. સંધ્યાના સાનેરી આછા પ્રકાશમાં આગ્રાના મૃત્યુચ્ચ મહાલયેનાં શિખરે સુવર્ણ સરખાં દ્વીપતાં હતાં. જાણે સમસ્ત આગ્રા નગર સુવર્ણ થી જડેલુ હાય, એમ જોનારને શંકા થતી હતી. સધ્યા સમયના એ અદ્ભૂત દૃશ્યને અનેક કવિઓએ-અનેક લેખ કાએ જુદી જુદી શૈલીએ અત્યાર માગમચ વારવાર આળેખી બતાવેલ છે; પરંતુ આશ્ચર્યની વાર્તા એ છે કે જ્યારે જ્યારે તેને નિહાળવાના અને તેનું યથાર્થ વર્ણન કરવાના પ્રસંગ આવે છે, ત્યારે ત્યારે નવીનતાનું જ ભાન થાય છે. નવીનતા એ પ્રકૃતિના સામાન્ય નિયમજ છે અને તેથી પ્રકૃતિના એ અમાનુષી સાંય ને માનુષી લેખિની તાદશ્ય ભાવે આળેખી ન શકે એ સ્વાભાવિક છે. પશ્ચિમમાં સૂર્યાસ્ત સમયે સેાનેરી રંગની જે છટા દેખાય છે, તેમાં પશુ નવીનતા અને વિચિત્રતા જોવામાં આવે છે. જગના સર્વ જીવાને સ્વક વ્યમાં પ્રોત્સાહન અર્પનાર ભાસ્કર જ્યારે અસ્તાચળ ઉપર પ્રયાણ કરે છે, ત્યારે પશ્ચિમાકાશમાં જે ચિત્રવિચિત્ર ફ્યા નજરે પડે છે, તેનું વર્ણન કરવું અશકય છે. થાડાજ સમયમાં સૂર્યના અસ્ત થઇ ગયા. આગ્રા નગરના જાહેર માર્ગો ઉપરની લેા કાની લીડ ધીમે ધીમે ઓછી થતી જતી હતી. આ વખતે એક સુÀાલિત મહેલની બારીમાંથી યાવનાવસ્થાએ પહોંચેલી એક ખાળા સૃષ્ટિ-સોંદર્યનું નિરીક્ષણ કરી રહી હતી. તે માળાનુ સાંદ` વણુ નાતિત હતું. તેનું સુગાળ સુંદર મુખ અને તેની સુડોળ સરળ નાસિકા એવી તેા મનહર હતી કે જેમનું યથાર્થ ચિત્ર આળેખવાને લેખક જ્યારે અશકત છે, ત્યારે તેનાં અન્ય અવર્ણનીય અવયવાનુ ચિત્ર આળેખવાના મિથ્યા પ્રયાસ શા માટે કરવા જોઇએ ? હું. ઢામાં એટલુ જ કહેવુ ખસ થશે કે તે બાળા પરમ સુંદરી હતી. ૧૨ સૂર્યના અસ્ત થઈ ગયેલા હેાવાથી અંધકારનું જોર ધીમે ધીમે વધતુ જતુ હતું; તેથી તે ખાળા જયાં ઉભી હતી, ત્યાં એક દાસી આવીને દીપક પ્રગટાવી ગઈ. દીપકના પ્રકાશથી આખા ઓરડા પ્રકાશમાન થઈ ગયા હતા. પરંતુ તેનું તે ખાળાને કશું પણ ભાન નહતું. તે તે। જેમની તેમ માનપણે ઉભી હતી. તેનું સુંદર મુખ ચિંતાયુકત વિચારોથી કરમાઈ ગયુ હતુ અને તેની બન્ને ચક્ષુ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ પરિણામ. એમાંથી ક્ષણે ક્ષણે અશ્રુઓ સરી પડતાં હતાં. અમાશ વાંચક - હાશયેનાં હૃદયમાં એવો પ્રશ્ન ઉપસ્થિત થશે કે આવા ગગનચું બિત મહાલયમાં વસનારી આ અપૂર્વરૂપ લાવણયસંપન્ન બાળાને શું દુઃખ હશે? અમને પિતાને પણ એજ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પતુ સંસારસાગરની અવનવી ઘટનાઓને જ્યારે અમે વિચાર કરીએ છીએ, ત્યારે અમારા એ પ્રશ્નનું આપ આપનિરાકરણ થઈ જાય છે. તે સુંદરી બાળા આવી સ્થિતિમાં કેટલે સમય પસાર કરત એ અમે કહી શકતા નથી, પરંતુ તે સમયે એક યુવકે આવી તેને બેલાવી કે તુરતજ તે સાવધ થઈ ગઈ અને તે આવનાર યુવક સામે જેવા લાગી. તે આવનાર યુવકની અવસ્થા વીશેક વર્ષની હતી. તેને તેજસ્વી અને મૃદુતાભર્યો ચહેરે દીપકના પ્રકાશથી અતિ આકર્ષક લાગતું હતું. તે યુવકના વસ્ત્રો સાદાં હતાં, પરંતુ તેના શરીરને બાંધે એ તે મજબુત અને સુંદર હતું કે તેને જેનારાં પુરૂષ અને સ્ત્રીઓ આશ્ચર્ય પામતાં હતાં અને તેના તરફ સ્નેહભાવ દર્શાવવાને લલચાતાં હતાં. તે યુવક પિતાની સામે ઉભેલી બાળાને ઉદાસ અને નિસ્તેજ જોઈને ખીન્ન થતાં બે. ચંપા! હંમેશાં હું જ્યારે જયારે તે મારી પાસે આવું છું, ત્યારે ત્યારે તમારું સુંદર મુખ હસતું જોઉં છું પણ અત્યારે તમને આ શું થયું છે? તમે ઉદાસ કેમ જણાએ છે?” તે બાળા કે જેનું નામ ચંપા હતું, તે નિરૂત્તર રહી. તે અનિમેષ નેત્રે યુવક સામે જોઈ રહી હતી. ચંપાને નિરૂત્તર રહેલી જોઈને તે યુવકે ફરીથી પૂછયું. “ચંપા ! તમને મારા ઉપર કાંઈ રીસ ચડી છે, કે તમારી તબિયત અસ્વસ્થ છે? જે સત્ય વાત હોય તે મને તુરત કહે, કેમકે તમને ચિંતાતુર જઈને મારું અંતઃકરણ દુઃખાય છે.” યુવકના આજ વતાયુક્ત શબ્દ સાંભળી ચંપાનું મુખ્ય વિશેષ ઉદાસ થયું. તેણે ધીમે પણ ઉંડે નિઃશ્વાસ નાખે અને તેનાં બને વિશાળ લેશનમાંથી અશ્રુરૂપ મુકતાફળ ઉભરાવા લાગ્યાં. Page #25 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. તે યુવકે મંદસ્વરે કહ્યું. “ચંપા! તમે કેમ રડે છે? આગ્રાના એક શ્રીમંત ગૃહસ્થની તમે અતિ વહાલી કન્યા હોવા છતાં તમને શું દુખ છે તે હું સમજી શકતા નથી. તમારા દુઃખનું કારણ શું તમારા આ બાળસનેહીથી પણ ગુમ છે? તેને શું કહી શકાય તેમ નથી?” ચંપા હજુ પણ નિરૂત્તરજ રહી. તેનાંનયનેમાંથી અશુઓની અવિરલ ધારાઓ વહેતી હતી. યુવક, ચંપાને આવી રીતે રડતી જોઈને તેની પાસે ગયા અને તેના કામળ કરને ગ્રહણ કરી બોલ્યો. “ચંપા! તમારી ઉદાસિનતાનું–તમારા દુઃખનું કારણ મને ન કહે તે તમને મારા સમ છે.” ચંપાએ આને સાફ કરતાં કરતાં મૃદુ સ્વરે કહ્યું. “વિજયી વિજયે કહ્યું. “કેમ?” “શું તમને પિતાશ્રીએ કાંઈ કહ્યું નથી?” ચંપાએ પૂછયું. “નહિ, મને તમારા પિતાશ્રીએ કાંઈ કહ્યું નથી. આજ મધ્યાહ્ન પછી તે મને મળ્યા જ નથી.” વિજયે ઉત્તર આપે. “ ત્યારે તમે મધ્યાહ પછી મહેલમાં નહોતા, વિજય?” ચંપાએ ફરીથી પૂછયું. “ના.”વિજયે ઉત્તર આપે. “અત્યારે પિતાશ્રી ક્યાં છે, તેની તમને ખબર છે?” ચંપાએ પ્રમ કર્યો. તે હું જાણતું નથી, ચંપા! કેમકે હું બહારથી હજુ ચાલેજ આવું છું. "વિજયે જવાબ આપે. ચંપા ક્ષણવાર વિચારમાં પડી ગઈ. ઘડીભર વિચાર કર્યા પછી તેણે કહ્યું. “ત્યારે હવે મારી ચિંતાનું કારણ તમને મારે મહેડેથી જ કહેવું પડશે. વિજય ! પિતાશ્રીએ તમને મળવાનીઅરે! તમારી સાથે વાતચિત કરવાની પણ મને હવેથી મના કરી છે, તેની તમને ખબર નથી?” ના, તે સંબંધી મને કશી પણ ખબર નથી, પરંતુ તમારા પિતાશ્રીની એ આજ્ઞા વિષે તમે શું વિચાર કર્યો?” વિયે ખિન્નતાથી પૂછ્યું. Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ પરિણામ “એજ કે મારે પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે વર્તવું.” ચંપાએ ઉત્તર આપે. જે એમ છે, તે પછી અત્યારસુધી તમે મારા પ્રત્યે જે પ્રેમ રાખતાં હતાં, તે કૃત્રિમ હત–મિથ્યા હતા, એમજ ને?” વિજયે સહેજ કુટી ચડાવીને પૂછ્યું. તેણે અભિમાનથી તુરતજ ચંપાના કમળ કરને છેડી દીધો. વિજયના એ પ્રશ્નથી ચંપાને દુઃખ થયું. તેની આંખોમાંથી ફરીને આંસુ નીકળવા લાગ્યાં. તેણે નમ્ર સ્વરે કહ્યું. “વિજય! તમારા પ્રત્યે મારે પ્રેમ કે શુદ્ધ અને નિર્મળ છે, તે મારું મન જ જાણે છે. મારા હૃદયમાં રહેલા એ પ્રેમને હું શી રીતે તમને દર્શાવું? તમારા અંત:કરણને જ પૂછી જુઓ કે હું તમને કેટલા બધા પ્રેમથી ચાહું છું.” મારા અંતઃકરણને પૂછવાની કશી આવશ્યકતા નથી, ચંપા! તમે જે તમારા પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તે ભલે, મને તેની દરકાર નથી. હું આ ક્ષણેજ તમારા આવાસને ત્યાગ કરીને ચાલ્યો જાઉં છું. એક શ્રીમંત ગૃહસ્થની પુત્રી ઉપર પ્રેમ કરવામાં મેં ગંભીર ભૂલ કરી છે અને તેથી તેનું પરિણામ મારે ભેગવવું જ જોઈએ.”વિજયે અભિ. માનથી કહ્યું. ચંપા પાષાણુની મૂર્તિ સદશસ્થિર થઈ ગઈ. તેણે એક દીર્ઘ નિઃશ્વાસ મૂકીને કહ્યું. “વિજય! તમે મને અન્યાય કરે છે. પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે મારે વર્તવું જોઈએ, પરંતુ એથી તમારે એમ સમજી લેવાનું નથી કે હું તમને ચાહીશ નહિ. તમને અર્પણ કરેલું મારું હૃદય કાળાંતરે પણ કોઈનું થશે નહિ, એ ચોક્કસ માનજે. પિતાશ્રીની આજ્ઞાને તિરસ્કાર કરવાનું મારામાં અત્યારે તે સાહસ નથી, પરંતુ હું તેમને વિનવીશ-કાલાવાલા કરીશ અને આપનું ઉભયનું લગ્ન થાય એ પ્રયાસ પણ કરીશ; માટે વિજય! ભલા થઈને તમે શેડો સમય અહીંજ રહે. પરમાત્મા મહાવીરની કૃપાથી સર્વ સારૂં જ થશે.” Page #27 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહવિજયે કહ્યું. “ચંપા! તમે મટા શ્રીમંતની પુત્રી છે અને હું ગરીબ તેમજ નિરાધાર છું. તમારા પિતાશ્રી કદિ પણ આપણું ઉભયનું એક બીજા સાથે લગ્ન કરે એ સંભવિત નથી; તેથી એવી અપમાનકારક અવસ્થામાં હું અહીં રહેવાને ઈચ્છતું નથી. તમારા હૃદયમાં જે મારે માટે ખરે પ્રેમ હોય, તે આપણું શ્રેય થાય, એ પ્રયાસ તમે કરજે, હું અત્યારેજ આ આવાસને અને તમારો ત્યાગ કરીને ચાલ્યો જાઉં છું. જે પરમાત્માની કૃપાથી આપણું લગ્ન થવાનું જ હશે, તે પછી કોઈ પણ ઉપાયે આપણે સમાગમ થશેજ. અહીંથી ગયા પછી મારી ઉન્નતિ કર વાને હું અવિશ્રાંત પરિશ્રમ કરીશ અને જે તેમ કરી શકો, તે આજથી લગભગ બાર માસ પછી અત્રે તમને મળવા આવીશ. તે સમયે જે તમારા પિતાશ્રીના વિચારો ફેરવાયા હશે તે ઠીક, નહિં તે પછી કોઈ એક નિર્જન સ્થળે ચાલ્યા જઈશ અને ત્યાંજ આ દુઃખી જીવનને પૂર્ણ કરીશ.” ચંપાએ વ્યાકુળતાથી કહ્યું. “તમને મારા ઉપર ક્રોધ થયે જણાય છે, વિજય! પરંતુ તમે જ વિચાર કરો કે આવી વિકટ સ્થિતિમાં મારે શું કરવું ? તેમ છતાં તમે જે કહેતા હે, તે હું તમારી સાથે આવવાને તૈયાર છું. તમારી આજ્ઞાને માન આપવા હું તૈયાર છું.” નહિ નહિ, ચંપા! એમ કરવાની આવશ્યક્તા નથી. મારી સાથે આવવાનું કાંઈ પણ કારણ નથી, હું તમને કહી ગયા તેમ અત્યારે તે હું જાઉં છું, પરંતુ આજથી બરાબર એક વર્ષ પછી તમને મળીશ. દરમ્યાન તમે તમારા પિતાશ્રીના વિચારોને આપણને અનુકૂળ કરવાનો પ્રયત્ન કરજે.” વિજયે કહ્યું. ચંપાના સુંદર ગુલાબી મુખ ઉપર આ સમયે ચિંતાની છાયા છવાઈ ગઈ. તેના કેમળ હૃદયને વિજયના શબ્દોથી સખ્ત આઘાત થયે. | ચંપાને નિરૂત્તર રહેલી જોઈ વિજયે કહ્યું. “ઠીક ત્યારે ચંપા! હવે હું જાઉં છું.” Page #28 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસ ચંપા અનિમિષ નયનેએ વિજયના સુંદર મુખ તરફ જોઇ રહી. વિજય ત્યાંથી તુરતજ ચાલે ગયે. એારડાની બહાર તે નીકળ્યો એટલે એક નેકરે તેના હાથમાં બંધ કરેલું એક પરબી. ડિયું આપ્યું. વિજયે તે લઈ લીધું અને તેને પોતાના વસ્ત્રોમાં છુપાવી મહાલયનો ત્યાગ કરી ગયે, તે કયાં ગયે. એ તે અમે અત્યારે કહી શક્તા નથી, પરંતુ આગ્રાના રાજમાર્ગે થઈને તે કયાંઈક અદશ્ય થઈ ગયે, એટલું જ માત્ર અમે અત્યારે જાણીએ છીએ. વિજયના ચાલ્યા જવા પછી ચંપા ગહન વિચારમાં પડી ગઈ. અત્યારના બનાવથી તેનું હૃદય ખીન્ન થઈ ગયું હતું અને તેનું સમસ્ત શરીર પ્રસ્વેદથી રેબઝેબ થઈ ગયું હતું. વિજયનાં આજનાં વર્તનથી તેને હદયને સખ્ત આઘાત થયે હતે. તે બારી પાસેથી ધીમે ધીમે એારડાના મધ્યભાગ સુધી આવી તે ખરી; પરંતુ તેનું મરતક ચકર ચકર ફરવા લાગ્યું, તેની આંખેએ અંધારાં આવી ગયાં અને તે મૂચ્છ ખાઈને જમીન ઉપર ઢળી પડી. પ્રકરણ ૩ જુ. ઇતિહાસ. “ Historical novels gives us brilliant pictures of history wich from their vividness inake a far deeper impression than the duller pages of historical text books. » -M. MACMILLAN. પ્રસ્તુત એતિહાસિક નવલકથાને સમય, તેમાં ભાગ લેતાં પાત્ર અને તેમાં બનતી ઘટનાઓને ભેદ સમજવાને માટે અમે અત્રે ઈતિહાસને છેડે ઘણે પરિચય કરાવીએ, તે તે અસ્થાને ગણાશે નહિ. અમે જાણીએ છીએ કે ઈતિહાસની નિરસ ઘટનાઓને વાંચવાને શ્રમ વાંચકે લેતા નથી, પરંતુ નવલકથાના પ્રવાહમાં Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮. ભાગ્યવિધાયક ભામાશાહ. કાંઈ પણ ટાળે અથવા ગેરસમજ ન થાય; એ ખાતર આવશ્ય કીય ઈતિહાસનું વૃત્તાંત આળેખવાની જરૂર છે અને તેથી જ અમે પ્રસ્તુત નવલકથાને લગતાં કેટલાક ઐતિહાસિક બનાવેનું વર્ણન કરવાને ઉચિત વિચાર્યું છે. આ નવલકથાનું જે નામ રાખવામાં આવ્યું છે તે અને તેનું પ્રથમ પ્રકરણ જે દષ્ટિએ લખાયું છે, તે જોઈને વાંચકે એટલી તે કલ્પના કરી શકશે કે આ નવલકથા મેવાડ અને મેગલ ઇતિહા. સને અનુલક્ષીને લખાયેલી છે. વીરભૂમિ મેવાડના સૂર્ય સદશ મહારાણા પ્રતાપસિંહ અને મહાન ઐશ્વર્ય સંપન્ન મેગલ સલ્તનતના રાજ્યકાર્ય કુશળ શહેનશાહ અકબરને ઉજવળ ઇતિહાસ ઘણું વાંચકોએ વાંચેલે હશે, એટલે તે સંબંધી અમે અત્રે વિસ્તૃત વિવેચન કરી તેમને કંટાળો આપવા ઈચ્છતા નથી. અમે તે અત્રે પ્રસ્તુત નવલકથાનો સમય અને ઇતિહાસનું આવશ્યકીય વિવેચન કરી સંતેષને પકડશું. જે સમયે હિન્દુ મુસલમાનની કેટલેક અંશે ઐક્યતા સાધનાર મહત્વાકાંક્ષી શહેનશાહ અકબર દિલ્હીના રાજસિંહાસને હતું, તે સમયે વીરચિત સદ્દગુણેથી ઉભરાઈ જતી ભૂમિ મેવાડમાં રાણા નો રાજય અમલ હતું. રાણુ ઉદયસિંહ બેંતાળીસ વર્ષની ઉમ્મરે મરણ પામ્યો, તે પછી તેને સર્વથી મોટે પુત્ર અને ઝાલેરના સેનીગરા રાજાની બહેનને કુંવર પ્રતાપસિંહ મેવાડની ગાદીએ બેઠે. જે વખતે પ્રતાપસિંહ ગાદીએ આવ્યો, તે વખતે મેવાડની મૂળ રાજધાની ચિડ અકબરે જીતી લીધી હતી, ધન ધાન્ય સર્વ નાશ પામ્યું હતું, સગા સંબંધીઓમાંથી ઘણું તે મૃત્યુ પામ્યા હતા અને જે થોડા ઘણા બચ્યા હતા, તેમાંના કેટલાક તે મેગલેના પક્ષમાં ભળી ગયા હતા. પ્રતાપસિંહને કનિષ્ઠ બંધુ શક્તસિંહ અને સગરજી તથા તેને પુત્ર કે જેણે મુસલમાન ધર્મ અંગીકાર કરી પોતાનું નામ મહોબ્બતખાં રાખ્યું હતું તે ત્રણે અકબરને જઈને મળ્યા હતા અને તેઓએ જ તેને ચિત્તોડ જીતવામાં સહાય કરી હતી. શકિતસિંહ હદીઘાટના યુદ્ધ પછી પોતાના જ્યેષ્ટ બંધુના પક્ષમાં જઈને રહ્યો હતો, પરંતુ સગરજી અને મહોબતખાં Page #30 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ. તો છેવટ સુધી મેગલને વફાદાર રહીને મેવાડને ધ્વસ કરવામાં આગળ પડયા હતા. બાદશાહ અલ્લાહદિન તથા બહાદૂરશાહે ચિત્તોડ ઉપર પ્રથમ ચડાઈ કરી હતી, પરંતુ તેમણે ચિત્તોડને નાશ કર્યો નહોતે. શહેનશાહ અકબરે તે ચિત્તોડ જીતી લઈ, તેનાં માહાલ, દેવાલ અને મંદિરે સર્વને નાશ કરી, તેને સ્મશાનવત્ બનાવી દીધું હતું. ચિત્તોડ જીતવામાં દેશદ્રોહી સગરજીએ બાદશાહ અકબરને સારી સહાય કરેલી હોવાથી તેણે તેને ચિત્તોડની રાજગાદી આપવાની ઉદારતા દર્શાવી હતી ઈ. સ. ૧૫૭૨ માં ગેગુન્ડાના કિલ્લામાં ઉદયસિંહજીએ જ્યારે દેહને ત્યાગ કર્યો અને પ્રતાપસિંહ મેવાડને મહારાણે થયે, ત્યારે મેવાડની આ સ્થિતિ હતી. પ્રતાપસિંહમાં એક ખરા ક્ષત્રિયને સર્વ ગુણેને વાસ હતો. તેણે પિતાના પૂર્વજોના વીરવયુકત ચરિત્રનું શ્રવણ અને મનન કરેલું હતું બાપારાવળનાં વંશનું તેનામાં અભિમાન હતું અને તેથી તેણે મેવાડની રાજધાની ચિતેડને પુન: મેળવવાનો વિચાર કર્યો. ચિત્તોડને પુનઃ જીતી તથા મોગલોને પરાજય કરી, મેવાડની મહત્તા વધારવાનો પ્રતાપસિંહે નિશ્ચય કરેલું હોવાથી તેણે તે સંબંધી ઉપાય જવાનો પ્રયાસ કરવા માંડ્યો. પ્રતાપસિંહના હૃદયમાં એક એવા શુભ વિચારે જન્મ લીધે હતો કે તેથી તેનું ચિત્ત સદેવ મેવાડની સ્વતંત્રતા સાચવવા અને તેની મહત્તા વધારવાના પ્રયાસોમાં મશગુલ રહેતું હતું. વિશેષમાં તેણે એ પણ સંકલ્પ કર્યો હતો. કે ગમે તે ભેગે અને ગમે તે ઉપાયે મેવાડને ઉદ્ધાર કરે અને બાપારાવળના સૂર્યવંશની કીર્તિને સમસ્ત ભારતવર્ષમાં વિજ્યધ્વજ ફરકાવો. પ્રતાપસિંહના ઘણાખરા સંબંધીઓ તે જો કે મેલેના પક્ષમાં ભળી ગયા હતા, તે પણ કેટલાક મુખ્ય મુખ્ય સ્વદેશભકત સરદારે પ્રતાપસિંહને વળગી રહ્યા હતા. મેવાડ વંશ પરં. પરાને મંત્રી ભામાશાહ, ચંદાવત કૃષ્ણ, સલું બરા સરદાર દેવલવરને રાજા, ઝાલાપતિ માનસિંહ અને વીર જયમલને પુત્ર રણવીરસિંહ. એ સર્વ મહારાણા પ્રતાપના ખાસ અંગત અને આત્મીય સરદારો હતા અને તેઓ પોતાના મહારાણુ અને Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભાગ્યવિધાયક ભામાશાહ. પેાતાની જન્મભૂમિને માટે પ્રાણ અપવાને પણ તૈયાર હતા. પ્રતાપે પાતાની રાજધાની કામલમેરમાં સ્થાપી પેાતાના પ્રમળ પ્રતિસ્પર્ધિ બાદશાહ અકખર સાથે યુદ્ધ કરવાની તૈયારી કરવા માંડી. આ વખતે રાજસ્થાનનાં મોટાંમોટાં રાજ્ય મેગલેાની તાબેદારી સ્વીકારી તેમના સરદ્વારા બની બેઠા હતા અને મારવાડ, અખર આદિ દેશના રાજાએ તા પેાતાની પુત્રીએ મોગલ બાદશાહને આપી પણુ ચુકયા હતા. મારવાડના રાજા ઉદયસિ’હૈ, બીકાનેરના રાજા રાયસિંહું, અખરના રાજા માનસિંહુ તથા મુદિના રાજા, એ સર્વે રાજસ્થાનના મોટા મોટા રાજાએ માગલ શાહેનશાહુ અકમરની રાજનીતિથી ગૈાવરશૂન્ય બનીને તેના પક્ષમાં ભળ્યા હતા. સમસ્ત રાજસ્થાનમાં માત્ર મેવાડના મહારાણા પ્રતાપ સ્વત ંત્રતા ભાગવતા હતા અને તેણે ગમે તે ભાગે પેતાની સ્વતંત્રતા સાચવી રાખવાના નિશ્ચય કર્યો હતા. વીરશિરામણી પ્રતાપસિંહૈ, પેાતાની વ્હેન કે દીકરી માગલ બાદશાહને આપવાની વાત તેા ખાજુએ રહી; પરં તુ તેને નમવાની અને તેની તાબેદારી કરવાની પણ ના પાડી હતી. પ્રતાપે ધીમે ધીમે સૈન્ય એકત્ર કરવાની શરૂઆત કરી વખત મળ્યે માગલા સામે બાથ ભીડવાને તૈયારી કરવા માંડી હતી. વળી તેણે એવી સખ્ત પ્રતિજ્ઞા પણ કરી કે જ્યાં સુધી ચિત્તોડને જીતી લેવામાં ન આવે, ત્યાં સુધી સઘળા મેાજશાખના ત્યાગ કરી બ્રહ્મચર્ય પા ળવુ, ઘાસની શય્યામાં શયન કરવું, દાઢીના વાળ વધારવા અને પાંદડામાં લેાજન કરવું તેણે પેાતાના તમામ આત્મીય મનુષ્યને પણ આ પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવાની ફરજ પાડી હતી. પ્રાતઃસ્મરણીય વીરવર પ્રતાપસિ`હું જે અતિ કઠેર પ્રતિજ્ઞા લીધી હતી તેથી સમરત મેવાડ શૂન્ય બની ગયું હતું. પાંચ વર્ષ આ પ્રમાણે ચાલ્યું', પર’તુ એથી મેગલાને જીતી શકાય તેમ નહાતુ, અનુભવી મંત્રી ભામાશાહ અને અન્ય સરદારાની સહાયથી પ્રતા સિહ પોતાના રાજ્યમાં સુધારે। કર્યા, સૈન્યના મુખ્ય મુખ્ય સરદારાને જાગીશ આપવા માંડી, રાજધાની કામલમેરને મજબુત બનાવ્યુ તથા બીજા પહાડી કિલ્લા જે તેના કમમાાં હતા, તેને પણ મજબુત બનાવ્યા. આ સમયે દિલ્હી અને યુરોપ વચ્ચે વ્યાપાર ચાલતા હતા. Page #32 -------------------------------------------------------------------------- ________________ છતહાસ. તેને માર્ગ મેવાડમાં થઈને સુરત અને બીજા બંદર મારફત હો; તે પ્રતાપે લુંટ ચલાવ્યાથી બંધ પડે, આવી રીતે પ્રતાપસિંહ પિતાની દઢ પ્રતિજ્ઞા મુજબ મેવાડનું રાજ્ય ચલાવતું હતું. તે સમયમાં મેગલ સેનાપતિ અંબરનો રાજા માનસિંહ જ્યારે દક્ષિણમાં જીત મેળવીને દિલ્હી પાછા ફરતું હતું, ત્યારે પ્રતાપસિંહે તેને પિતાની મુલાકાત લેવાને માટે બોલાવ્યા. માનસિંહ રાણા પ્રતાપ નું આમંત્રણ સ્વીકારી તેની રાજધાની કે મલમેરમાં આવ્યું. ઉદયસાગર સરોવરના તટે તેના માટે તંબુ નંખાવી તેને પ્રતાપસિંહે ઉતારો આવે અને તેના માટે જમવાની તૈયારી કરાવી. પ્રતાપ સિંહ પોતાના કુમાર અમરસિંહને માનસિંહનું સ્વાગત કરવાનું કહી ત્યાંથી ચાલ્યા ગયા. માનસિંહ જમવા બેઠે; પરંતુ રાણાને નહિ જોતાં તેણે અમરસિંહને રાણુની ગેરહાજરીનું કારણ પૂછયું અમરસિંહે તેને આડે અવળે ઉત્તર આપે, પરંતુ એથી માન. સિંહના મનનું સમાધાન થયું નહિ. તે રાણાની ગેરહાજરીનું કારણ સમજી ગયે અને જમ્યા વિના પાટલા ઉપરથી ઉઠી ઉભે થઈ ગયે. થોડા સમય પછી પ્રતાપસિંહ આવી પહોંચે. બને પ્રતિસ્પર્થિઓ વચ્ચે કેટલાક સમય ગરમાગરમ તકરાર ચાલી. છેવટે માનસિંહ કોધે ભરાઈ, પિતાને થયેલ અપમાનને બદલે લેવાનું કહી એકદમ ચાલ્યો ગયો. પ્રતાપસિંહે તેની સહેજ પણ દરકાર કરી નહિ. માનસિંહે આથા જઈને અકબરને પિતાના અપમાનની વાત કરી, જે સાંભળીને તે ગુસ્સે થયે. તેણે તરતજ માનસિંહને પ્રચંડ સૈન્ય લઈને પ્રતાપને કબજે કરવાને કર્યો. પ્રતાપસિંહ પાસે આ વખતે બાવિશ હજાર રાજપુત સૈનિકે હતા અને તેને લઈને મોગલ સૈન્ય સામે થવાને હલ્દીઘાટના મેદાનમાં તૈયાર થઈને ઉભે. આ સ્થળે મેગલ અને રાજપુત સૈન્ય વચ્ચે મહાન યુદ્ધ થયું. પ્રતાપસિંહે તથા તેના સરદારો અને સૈનિકોએ આ યુદ્ધમાં કેવું અપ્રતીમ શૌર્ય દર્શાવ્યું હતું, તે વાંચકે જાણતાં હેવાથી અત્રે વિશેષ વર્ણન કરતા નથી. આ યુદ્ધમાં પ્રતાપસિંહના ઘણા સરદાર અને આત્મીય મનુષ્ય તથા ચાર હજાર સૈનિકને ઘાણ નીકળી ગયે હતે. પ્રતાપસિંહ પોતાના મંત્રી અને સરદારોની Page #33 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. સલાહથી રણભૂમિને ત્યાગ કરી ગયા પછી આ યુદ્ધનો અંત આ . ઈતિહાસનાં પૃષ્ઠો ઉપર હલદીઘાટનાં યુદ્ધની જે હકીકત લખાયેલી છે, તે વાંચતાં આપણને આશ્ચર્ય થાય છે અને પ્રતાપી પ્ર. તાપસિંહના શાર્યને માટે આપણું મુખમાંથી ધન્યવાદના શબ્દો નીકળી પડે છે. હલ્દીઘાટના યુદ્ધ પછી મેવાડની જે દુર્દશા થઈ ગઈ હતી તથા પ્રતાપસિંહને જે દુઃખ અનુભવવાં પડયાં હતાં, તે સં. બધી આપણે આગળ ઉપર જોઈ લેશું. હવે શહેનશાહ અકબરને સમય અને તેને લગતા ઈતિહાસનું થોડું ઘણું નિરીક્ષણ કરીએ. શહેનશાહ અકબરને જન્મ ઈ.સ. ૧૫૪ર ના માહે અકર્યોબર તા. ૧૫ મીએ હુમાયુની બેગમ હમિદા બાનુના પેટે અમર કેટમાં થયો હતો. ઈ.સ. ૧૫૫૬ ના જાન્યુઆરી માસમાં હુમાયુનું મૃત્યુ થયું, ત્યારે અકબર પંજાબમાં હતે. અકબર તેના પિતાના મૃત્યુની ખબર અમૃતસરની પાસે કલાનુર સ્થાનમાં સાંભળતાં દિલ્હી આવ્યું અને કેટલાક દિવસ શોક પાળ્યા પછી તે રાજસિં. હાસને બેઠો. અકબર રાજગાદી ઉપર આવ્યા, ત્યારે તેની અવસ્થા નાની હતી, તેથી રાજ્યને બધે કારભાર પ્રધાનમંત્રી ખાનખાના બહેરામખાં ચલાવતા હતા. બહેરામખાં ક્રૂર અને ઘાતકી સ્વભાવને હોવાથી અકબરને તેની સાથે બન્યું નહિ. બહેરામખાંએ રાજમદને વશ થઈ તદીબેગ નામક સરદારના બનને હાથ કાપી નાંખ્યા હતા અને સૂરવંશના પઠાણ બાદશાહ આદિલશાહના અત્યંત શૂર વીર વણિક સેનાપતિ હેમુ (વિક્રમાદિત્ય)નું મસ્તક, પાણીપતના યુદ્ધમાં તે કેદ પકડાયા પછી, અકબરની નામરજી છતાં કાપી ના ખ્યું હતું. તેના આવા ઘાતકી કાર્યોથી રાજા અને પ્રજા તેના ઉપર અપ્રસન્ન થઈ ગયાં અને તેથી તેણે પંજાબમાં જઈને અકબર સામે બળ જગાડ, પરંતુ અકબરે તેની આગલી રાજ્ય સેવાની કદર કરી તેને કાંઈ પણ દંડ નહિ આપતાં મકકે ચાલ્યા જવાની રજા આપી. બહેરામખાં મકકે જવાને તૈયાર થયે; પરંતુ માર્ગમાં મુબારકમાં નામક પઠાણે તેનું ખુન કર્યું. બહેન રામખાંના મૃત્યુ પછી અકબર સ્વતંત્ર થયે હતે. માત્ર અઢાર Page #34 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ વર્ષની તરૂણ અવસ્થામાં અકબરના હાથમાં મોગલ સલ્તનતની લગામ આવી હતી, પરંતુ સ્વાભાવિક બુદ્ધિબળ અને કેળવણીમાં તે અસાધારણ હતું અને તેથી જ તે પિતાનું નામ હિન્દુ-મુસલમાનમાં અમર કરી ગયા છે. શહેનશાહ અકબર જેમ બુદ્ધિબળમાં ચડીઆતે હતું, તેમ યુદ્ધ કાર્યમાં પણ કુશળ હતા. તે સ્વભાવે મીઠ અને અંગે શૈરવણે હતે. વિશેષમાં તેનામાં હિંમત એટલી બધી હતી કે રાજસ્થાનના મોટાં મોટાં રાજ્યને બળથી અને કળથી તાબે કરી તેમની પુત્રીઓને પિતાના જમાનામાં લાવવાને અને એ રીતે સમસ્ત હિન્દુસ્થાનમાં પોતાને અધિકાર જમાવવાને તે શક્તિવાન થયો હતે. અકબરે રાજ્યગાદીને સ્વતંત્ર અધિકાર પોતાના હાથમાં લીધો કે તુરત જ તેણે સર્વત્ર સુવ્યવસ્થા કરી દીધી, લશ્કરી અમલદારેને વશ કરી લીધા અને બાદશાહીના જે જે પ્રાંત બીજા કબજે કરી બેઠા હતા, તે જીતી લીધા. અકબરે પ્રથમ પિતાના પિતાનું વેર વાળવા મારવાડના રાઠોડ પતિને તાબે કરવા મારવાડ ઉપર હુમલો કરી સુવિખ્યાત મેડતાને કિલ્લો જીતી લીધે. અકબરની પ્રચંડ સેના અને તેના બાહુબળને જેઈ અંબરરાજ બિહારીમલ્લ અને તેનો પુત્ર ભગવાનદાસ તેના તાબે થઈ ગયા. ભગવાનદાસે પિતાની બહેનને વિવાહ અકબર સાથે કરી રાજપૂત કુળને કલંકિત કર્યું હતું. અકબરે ધીમે ધીમે સઘળાં રાજપૂત રાજ્યોને પોતાને તાબે કરી લીધાં હતાં. મારવાડના રાજા માલદેવે છેવટે હાર પામી પોતાની કન્યા અકબરને આપી હતી અને તેના પેટે શાહજાદા સલિમને જન્મ થયો હતો. અકબર રાજસ્થાનમાં ઘણું ખરાં રાજ્યને પોતાને કબજે કરવા શકિતવાન થયો હતોપરંતુ મેવાડના મહારાણા વીરવર પ્રતાપસિંહને તે વશ કરી શકે નહોતો. તેણે ગમે તે ઉપાયે પ્રતાપસિંહને નમાવવાનો નિશ્ચય કર્યો હતો અને તેથી તેણે ઈ. સ. ૧૫૬૮ માં મેવાડની રાજધાની ચિત્તોડ ઉપર હુમલો કરી તે જીતી લીધી હતી; ભગવાનદાસને પુત્ર માનસિંહ અકબરને મુખ્ય સેનાપતિ થઈ પડ્યો હતો. તેણે પિતાની પ્લેનને શાહજાદા સલીમ સાથે ઇ. સ. ૧૫૮૮ માં પરણાવી હતી. Page #35 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. પરંતુ પ્રતાપસિંહને તે કબજે કરી શકે નહે. ઈ. સ. ૧૫૭૬ માં ફરીને મેવાડ ઉપર ચડાઈ લઈને તેણે સેનાપતિ માનસિંહને મેક હતું. આ વખતે હદીઘાટના મેદાનમાં મેગલ અને રાજ પુત સૈનિકે વચ્ચે મહા ભયંકર યુદ્ધ થયું હતું અને તેનું શું પરિણામ આવ્યું તે આપણે વાંચી ગયા છીએ. એટલે તે સંબંધી નવેસરથી વિવેચન કરવાની અગત્ય નથી. ટુંકામાં એટલું કહેવું બસ થશે કે એ યુદ્ધમાં રાજપુતેનો પરાજય અને મોગલોને વિજય થયો હતે; પરંતુ તેઓ તેમને નમાવી શકયા નહોતા. બાદશાહ અકબરને ઘણું ઈતિહાસકારો “ઉદાર અને હિન્દુમુસલમાન પ્રતિ સમાન દષ્ટિ રાખવાવાળો” હતા, એમ કહે છે અને કેટલાકે તેને “કપટકળામાં નિપૂણ અને વિષયી ગણે છે.” વસ્તુતઃ અકબર કે હતું, એ વિષે વિવેચનમાં ઉતરવાનુ નવલકથાકાર તરીકે અમે પસંદ કરતા નથીતેમ છતાં શહેનશાહ અકબરના ગુણ-દેષ સાધારણ રીતે આ નવલકથામાં આળેખાયલા જોવામાં આવશે અને તેથી વાંચકે તેના વિષે ઈછાંનુકૂળ કપના પણ કરી શકશે. અકબર ગમે તે કપટી અને વિષયી હોય તે પણ તેણે જે રીતે મેગલ બાદશાહી ચલાવી છે, તે રીતથી તે પિતાનું નામ અમર કરી ગયા છે અને વિશેષમાં એક ઉદાર રાજકર્તા તરીકેની ગણનામાં પિતાનું નામ મૂકતે ગમે છે. તેણે પ્રજાની પ્રીતિ મેળવ વાની ખાતર કે પિતાની રાજગાદીની જડ ઉંડી ઉતારવાની ખાતર હિન્દુ અને મુસલમાન પ્રજાને સમાન ન્યાય આપવાને પ્રયાસ કર્યો હતું, તેમજ જૈનાચાર્ય શ્રીમાન હીરવિજયસૂરિના પરિચય અને ઉપદેશથી જીવહિંસાને અટકાવ તથા જાત્રાળુ અને જજીઆવેરાની માણીના ઠરાવ બહાર પાડયા હતા. દિલ્હીના સિંહાસને ગીજનવી, ઘેરી, ગુલામ, પઠાણ, તુર્ક અને ખીલજી વંશના જે જે બાદશાહ થઈ ગયા હતા તથા મંગલવંશના બીજા જે બાદશાહે થયા, તે કરતાં અકબરશાહ ઘણેજ ઉદાર અને નીતિપ્રિય બાદશાહ હતું, એમ તે નિર્વિવાદ કહેવું પડે છે. અકબર બાદશાહ મહત્વાકાંક્ષી હતે અને તેથી તેણે સમસ્ત હિન્દુસ્થાનને જીતી લેવાનો પ્રયાસ કર્યો હતે, એ જાણીતી વાત Page #36 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્યની દિશા. ૫ છે. વળી તેણે રાજપુતેના દિલ જીતી લેવાની ખાતર તેમની સાથે કન્યા લેવા-દેવાને વ્યવહાર શરૂ કર્યો હતો અને સમસ્ત હિન્દુજાતિને પ્રેમ મેળવવાની ખાતર તે સર્વ ધર્મના આચાર્યોની સભા ભતે અને તેમની ધાર્મિક વાતે સાંભળતું હતું. આમ કરવાને રાજકીય દષ્ટિએ તેને ગમે તે હેતુ હેય; પરંતુ તેના એ ઉદારમતવાદથી હિન્દુઓ તેના પક્ષપાતી બન્યા હતા અને તેને દિલોજાનથી સહાય કરવાને તત્પર રહેતા હતા. શહેનશાહ અકબરના આવા ઉદાર મતવાદથી માત્ર મેવાડનો ટેકીલે રાણે પ્રતાપસિંહ ભેળવાયે નહોતો અને તેણે અકબરના જીવતોડ પ્રયત્ન સામે થઈને પણ પિતાની અખંડ કીર્તિ જાળવી રાખી હતી. પ્રકરણ ૪ થું. કર્તવ્યની દિશા. વર્ષારૂતુની પૂર્ણાહુતિ થઈ ગઈ હતી. વર્ષાદ પુષ્કળ પડેલ હોવાથી આરાવલી પર્વતને પ્રદેશ લીલાછમ બની ગયે હતે. પર્વ તેના માર્ગો, નદીઓ, નાળાઓ, ખીણે વિગેરે જળથી ઉભરાઈ ગયાં હતાં. ચોતરફ પ્રકૃતિનું સુંદર દશ્ય નજરે પડતું હતું. કેમલિમેરથી થોડે દૂર આવેલું એક વિશાળ સરોવર જળતરથી હસી રહ્યું હતું. સરોવરની ચોતરફ મોટાં મોટાં વૃક્ષેનાં ઝુંડ ને કુંડ આવી રહેલાં હતાં, તેમાં આમ્રવૃક્ષો ઉપર બેસીને કાળી કોયલે પંચમ સ્વરથી આલાપ કરી રહી હતી. અન્ય પક્ષીઓ સરોવરના સુશીતલ સ્વચ્છ જળમાં સ્નાન કરી રહ્યાં હતાં. સરોવરની ચારે દિશામાં દિવાલની પેઠે પર્વતમાળા આવેલી હતી અને તેની સુંદર નયનમનહર ખીણમાં પશુઓ આનંદથી લીલું સુકેમળ ઘાસ ચરી રહ્યાં હતાં. કાર્તિક માસ ચાલતા હતા, પ્રભાતને સમય હતું, સૂર્યનારાયણને ઉદય થયાને થોડા જ સમય થયેલ હોવાથી તેનાં Page #37 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ રક્ત કિરણને સોનેરી પ્રકાશ સરોવરના જળ ઉપર પડતે હતા અને તેથી જળતરંગોની રમણીયતામાં એર વૃદ્ધિ થતી હતી. આ સમયે અને આ સ્થળે એક ભવ્ય મુખાકૃતિવાળા વૃદ્ધ પુરૂષ સરેવરના તટે ઉભે ઉભે વિચાર શૂન્યતાથી પ્રકૃતિનું સુંદર દશ્ય જોઈ રહ્યો હતો. તે શરીરે ઉંચે અને ઘઉંવણી હતા. તેનાં ચક્ષુ અને ભ્રમરને રંગ કૃષ્ણવણી હતા. તેની બને ભ્રમરો અન્યઅન્યની સાથે જોડાઈ ગઈ હતી. તે જે કે વૃદ્ધાવસ્થાએ પહોંચેલે જણાતું હતું અને તેના માથાના વાળ સફેદ થઈ જવાની તૈયારીમાં હતા તેમ છતાં તેના શરીરને બાંધે મજબુત હતા. તેની શારીરિક શકિત અતુલ હતી. તેના બને બાહ જાનુ પર્યત લાંબા હતાં. તેનું મુખમંડલતેજથી ભરપૂર હતું અને તેની કાળી આંખમાં વિલક્ષણ પ્રકારને ચમત્કાર હતે. આ ગેરવશાલી પુરૂષ તે અન્ય કોઈ નહિ, પણ મેવાડના મહારાણા પ્રતાપસિંહને વંશપરંપરાનો મુખ્ય મંત્રી ભામાશાહ હતો. હિન્દુસ્થાનની આ પવિત્ર ભૂમિ ઉપર પ્રાચીન સમયમાં ઘણું મહાન પુરૂ થઈ ગયા છે, એ ઇતિહાસના વાંચનથી આપણે સારી રીતે જાણી શકીએ છીએ. આ પુણ્યમયી ભારતભૂમિ ઉપર જે જે મહાન અને પ્રતાપી પુરૂ ષે ઉત્પન્ન થઈ ગયા છે, તેમનાં યથાર્થ ચરિત્રે તે આપણે સંપૂર્ણ ઐતિહાસિક જ્ઞાનના અભાવથી જાણું શકતા નથી, પરંતુ તેમનાં શેડાં ઘણું ઉપલબ્ધ થતાં ચરિત્ર વર્ણ નાત્મક ઈતિહાસથી આપણે તેમના ઉત્તમ ગુણે અને પપકારી સ્વભાવની કલ્પના કરી શકીએ છીએ. અમે જે સમયની પ્રસ્તુત ઐતિહાસિક નવલકથા લખીએ છીએ, તે સમયે અને તેની પૂર્વે રાજસ્થાનમાં ઘણું શ્રીમંત અને ગેરવશાળી જૈનધમી કુટુંબોને નિવાસ હતું, જૈનધર્મ અને જૈન સમાજની તે વખતે આ પૂર્વે જાહોજલાલી હતી મારવાડ, મેવાડ અને ગુજરાત એ ત્રણે દેશ જેનેના નિવાસસ્થાન તરીકે જાણીતા થયેલા છે, અને જેને ના મુખ્ય તીર્થસ્થળો-આબુ, પાલીતાણ અને ગીરનાર પણ એ દેશે માંજ આવેલાં છે. રાજસ્થાનમાં અને ગુજરાતમાં તે વખતે મુલકી, વસુલાતી અને રાજપ્રકરણ ખાતામાં જૈન શ્રાવકોને જ મોટા મોટા હોવા Page #38 -------------------------------------------------------------------------- ________________ કત વ્યની દિશા. આપવામાં આવતા હતા, પ્રસંગોપાત તેઓ યુદ્ધમાં પણ ભાગ લેતા હતા. વિમળ, મુંજાલ, ઉદયન, વસ્તુપાળ તથા તેજ પાળ જેવા ચુસ્ત જૈન ધમીઓએ યુદ્ધ કાર્યમાં જે અપ્રતિમ શૌર્ય દર્શાવ્યું છે, તેનું વર્ણન વાંચીને આપણને આશ્ચર્ય થયા સિવાય રહેતું નથી. મેવાડના રાણાના પૂર્વ પુરૂની રાજ્યધાની વલ્લભીપુરને જ્યારે દેવ કેપથી નાશ થયે, ત્યારે ઘણું જૈન કુટુંબે મેવાડમાં આવ્યાં હતાં, મેવાડના રાણાઓએ તેમને સારે આશ્રય આપ્યો હતો અને તેથી તેઓ તેમના ખરેખરા સ્વામીભકત થઈને રહ્યાં હતાં. રાજસ્થાન નના રાજાઓ જૈનધર્મ પ્રત્યે માનની દષ્ટિથી જોતા હતા. ચિત્તડમાં પાર્વનાથને અર્પણ કરેલ સ્થંભ સીતેર ફુટ ઉંચે છે અને તે ઘણું જ મહેનતથી કતરેલો છે, હિન્દુસ્થાનના શિલાલેખમાં આ શિલાલેખ ઘણે પ્રતિષ્ઠિત છે. માત્ર મેવાડમાં જ નહિ, પણ આખા પશ્ચિમ હિન્દુસ્થાનમાં પવિત્ર કારીગરના ઉમદા ખંડેર જૈનધર્મના છે. ઘણું પ્રાચીન શહેરોમાં જૈન ધર્મના ઉત્તમ શીલાલેખે હજુ પણ જોવામાં આવે છે અને તેથી પૂર્વ સમયમાં તેને અભ્યદય કે અને કેટલું હતું, તેની આપણે ખાતરી કરી શકીએ છીએ. વળી મેવાડના રાણાઓએ જૈનમંદિરોના હકના સંબંધમાં જે જે હુકમ બહાર પાડેલા છે, તે જોતાં જૈનેની તે સમયે અપૂર્વ ઉન્નત સ્થિતિ હશે, એમ આપણને જણાય છે. એક મેવાડના મહારાણા પ્રતાપસિંહના મુખ્ય મંત્રી ભામાશાહનું નામ મેવાડના ઉદ્ધારર્તા તરીકે જાણીતું થયેલું છે અને હજુ પણ ઘેર ઘેર તેના ગુણાનુવાદ ગવાય છે. તે જાતિએ કાવડીઆ ઓસવાળ હતું. તેના પૂર્વ પુરૂષે ઘણા સમયથી મેવાડના મુખ્ય મંત્રીનું પદ ભગવતા આવ્યા હતા. ભામાશાહ મહાન શૂરવીર, ઉદાર અને મુસદ્દા હતા અને તેણે મેવાડના રક્ષણને માટે જે અમૂલ્ય સહાય કરી હતી, તે જોતાં તેની સ્વામીભક્તિનો આપણને ખ્યાલ આવે છે. આવા એક ઉત્તમ પુરૂષનું યથાર્થ ચરિત્ર આપણે જાણી શકતાં નથી, એ દીલગીરીને વિષય છે. * વિશેષ જાણવા માટે જુઓ ટોડ રાજસ્થાન ભાગ ૧ લે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશા હું. હલ્દીઘાટનાં યુદ્ધમાં પરાજય પામ્યા પછી રાણા પ્રતાપ પા તાના માત્મીય મનુષ્ય સાથે કામલમેરના કિલ્લામાં રહેતા હતા. હલદીઘાટનું યુદ્ધ વર્ષારૂતુની શરૂઆતમાં થયેલુ હાવાથી અને ત્યારપછી પુષ્કળ વર્ષાદ પડવાથી માગલે ત્યાં ટકી શક્યા નહાતા, તેઓ છાવણી ઉઠાવીને ત્યાંથી ચાલ્યા ગયા હતા અને તેથી પ્રતાપસિ હને કાંઇક વિશ્રાંતિ મળી હતી; પરંતુ ભવિષ્યમાં તે વર્ષારૂતુ બંધ પડતાં ફ્રીથી ચડી આવશે, એમ તેને ખાતરી હાવાથી તેણે શત્રુઓ સામે થવાની તૈયારી કરી રાખી હતી. હલ્દીઘાટના યુદ્ધમાં પરાજીત થવાથી પ્રતાપસિંહૈં તથા તેના સર્વ સરદારા ચિંતાતુર બની ગયા હતા; પરંતુ વૃદ્ધ મંત્રી ભામાશાહ તેમને સર્વ ને આશ્વા સન આપીને શાંત કરતા હતા. પોતાના દેશની અને પેાતાના સ્વામીની દુર્દશા જોઇને તેના હૃદયમાં અસહ્ય વેદના થતી હતી. તેાપણુ તેનામાં ધીરજ અને સહનશીળતા હતી અને તેથી તે સર્વને વાર વાર આશ્વાસન તથા ભવિષ્યમાં શી રીતે ખચાવ કરવા, એ વિષે સૂચના માપતા હતા. આજે પ્રાત:કાળમાં વ્હેલા ઉઠીને મનને શાંત કરવાના હેતુથી સરેાવરના તટ ઉપર આવીને તે તેનું કુદરતી સાંદ જોતા હતા. અકમર જેવા પ્રમળ શત્રુને શી રીતે જીતવા તથા પેાતાના દેશના અને સ્વામીના ગારવને શી રીતે સાચવી રાખવું, એ વિચાર તેના હૃદયમાં ઘેાળાતા હતા. ભામાશાહ વિચારનિદ્રામાં થી જાગૃત થઈને કિલ્લા તરફ વળવાની તૈયારી કરતા હતા. એટલામાં શ્વેત વસ્ત્રધારી એક મુનિ જમીન ઉપર દ્રષ્ટી સ્થાપી કિલ્લા તરફ્ ચા લ્યા જતા તેના જોવામાં આવ્યા. તે તુરતજ મુનિ પાસે જઇ પહેાંમ્યા અને તેમને કિતભાવથી વંદન કર્યું. મુનિએ સહેજ સ્મિતથી ‘ધર્મ લાભ’ આવ્યેા. ભામાશાહે મુનિના તેજસ્વી મુખ સામે જો અને વિનયથી પૂછ્યું. “ મહારાજ ! આપ આવા કટોકટીના સમયે કયાં પધારા છે ? ” ૨૮ શાંતમૂર્તિ મુનિએ સ્વાભાવિકપણે ઉત્તર આપ્યા. “મંત્રીશ્વ ૨! અમારા જેવા સંસારત્યાગી સાધુએએ, સમય ગમે તેવા હાય, તેની દરકાર કર્યો વિના ઉપદેશને વાસ્તે-જગતના હિતને માટે સૂવુ જોઇએ અને તેથી હું અત્યારે કામલમેર તરફ્ જાઉં છું. ,, Page #40 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્યની દિશા. “આપનું કથન સત્ય છે, મહારાજ! પણ જે સમયે શત્રુઓ દેશમાં ત્રાસ વર્તાવી રહ્યા છે, તે સમયે પ્રત્યેક મનુષ્ય પોતાના જાનમાલનું પણ રક્ષણ કરવું જોઈએ ને !” ભામાશાએ કહ્યું. “મંત્રીશ્વર ! જાનમાલની દરકારનો ત્યાગ કરીને જેણે સંયમવૃત્ત ગ્રહણ કરેલું છે, તેણે શા માટે તેના રક્ષણની ચિંતા કરવી જોઈએ? મુનિએ પૂછયું. મહારાજ! આપને તે બાબતની ચિંતા ન હોય, એ સ્વાભાવિક છે પરંતુ અમારા જેવા સંસારી મનુષ્યને તો ચિંતા કર્યા સિવાય બીજો ઉપાય નથી.” ભામાશાએ ઉત્તર આપે. ભામાશાહના ઉત્તરથી મુનિની પ્રશાંત મુખમુદ્રા ઉપર ગંભીરતાની છાયા છવાઈ ગઈ અને તેમની પ્રેમમયી ચક્ષુઓમાંથી વિલક્ષણ પ્રકારના તેજને પ્રવાહ નીકળવા લાગ્યા. તેમણે ભામાશાહ પ્રતિ પોતાની તીક્ષણ દષ્ટિ સ્થાપીને કહ્યું. “ભામાશાહ! મેવાડના મહારાણાના મંત્રી અને પવિત્ર જૈન ધર્મના અનુયાયી પુરૂષના મુખમાંથી નિરાશાજનક વચને નીકળતાં સાંભળી મને ગ્લાની થાય છે. શું આવી રીતે નિરાશા અને ચિંતામાં રહીને તમે તમારા દેશને, તમારા ધર્મને અને તમારા આશ્રયે પડેલા મનુષ્યને ઉદ્ધાર કરવા માગે છે? ચિંતા અને નિરાશા તે ઉન્નતિમાં મહાન વિષ્ન સમા ન છે, એ શું તમે નથી જાણતા?” “ જાણું છું, કૃપાસાગર! કે ચિંતા અને નિરાશા ઉન્નતિ સાધવામાં વિનરૂપ બને છે, પરંતુ જાણ્યા પ્રમાણે આચારમાં મૂકી શકવા જેટલી મારામાં શકિત નથી.” ભામાશાએ કહ્યું. મુનિએ શાંતિથી કહ્યું. “એ તમારી નિર્બળતા છે અને જ્યાંસુધી તમે તેને ત્યાગ નહિ કરો, ત્યાં સુધી વિજય મેળવી શકશો નહિ. એકાદ વખતના પરાજયથી તમે આવી રીતે નિરૂત્સાહી બની બેસશે, તે પછી ભવિષ્યમાં આવનારી અનેકવિપત્તિઓ સામે તમે શી રીતે ટકી શકશે ? જાણ્યા પ્રમાણે આચારમાં મૂકવાની તમારામાં જ્યારે શકિત નથી ત્યારે તમે તમારું, તમારા ધર્મનું, તમારા સમાજનું અને છેવટે તમારા આત્માનું શી રીતે કલ્યાણ કરી શકશો?” Page #41 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. દેશના, ધર્મના અને સમાજના કલ્યાણને માટે તે કઈ આપ જેવા મહાન પુરૂષની આવશ્યકતા છે. મારા જેવા પામર મનુવ્યથી શું થઈ શકે એમ છે?” ભામાશાએ પૂછયું. મંત્રીશ્વર ! તમે પામર નથી, પણ એક વીર પુરૂષ છે. સં. સારમાં પ્રત્યેક મનુષ્ય પામરતામાં સડવાને ઉત્પન્ન થયેલ નથી, પરંતુ વીરતાથી પોતાનું અને પોતાના બંધુઓનું પરમ કલ્યાણ ક. રવાને માટે જન્મેલ છે. જ્યાં સુધી અજ્ઞાનને લઈ તે પિતાની ખરી શક્તિને સમજાતું નથી, ત્યાં સુધી જ તે પિતાને પામર ગણે છે; ૫ રંતુ એક વખત જે તેના સમજવામાં આવે કે પિતે પામર નથી, પણ વીર છે અજ્ઞાન નથી, પણ જ્ઞાનવાન છે, નિર્બળ નથી, પણ સબળ છે અને નિસત્વ નથી, પણ સત્વયુક્ત છે, તે પછી તેના દુ:ખ માત્રને નાશ થાય છે અને તે પરમ સુખને વરવા ભાગ્યશાળી થાય છે. ભામાશાહ! આ તમારા પંચભૂત શરીરમાં જે આમા વિ. લસી રહ્યો છે, તેની એટલી તે અગાધ શક્તિ છે કે જે તે ધારે તે ત્રણ ભુવનને સ્વામી પણ બની શકે છે, માટે નિરાશા અને ચિંતાને ત્યાગ કરી તમારા કર્તવ્યને દ્રઢતાથી વળગી રહે. પરમાત્મા ની કૃપાથી તમને અવશ્ય વિજય મળશે જ, ” મુનિ એટલા શબ્દો કહી રહ્યા કે તુરતજ ત્યાં એક ઘડેસ્વાર આવી પહોંચ્યા. તેણે ઘોડા ઉપરથી નીચે ઉતરી મુનિને વંદન કરતાં કહ્યું. “મહારાજ ! આ પનું કહેવું યથાર્થ છે. આપને દરેક શબ્દ મેં સાંભળ્યો છે અને તેથી મારામાં નવજીવનને સંચાર થયો છે. હવેથી અમે સર્વ ગ્લાનિ, સર્વ ચિંતા અને સર્વ નિરાશાને ત્યાગ કરી પરમ ઉત્સાહ અને દ્રઢતાથી સ્વકર્તવ્યમાં જોડાઈ રહીશું અને આપની અને પરમ પ્રભુની કૃપાથી વિજયને વરીશું.” મુનિએ તેને કોઈ પણ ઉત્તર આપે નહિ, પણ તેમણે સ. હેજ સ્મિત હાસ્ય કર્યું. ભામાશાએ કહ્યું “મહારાજ ! આપના ઉપદેશથી મારામાં પણ નવજીવનને ઉદ્દભવ થયો છે અને તેથી એક સરખા આગ્રહથી કર્તવ્યમાં જોડાઈ રહેવાની હું આપ પૂજ્ય સન્મુખ પ્રતિજ્ઞા લઉં છું.” Page #42 -------------------------------------------------------------------------- ________________ x © R>D HRA, hiYi>}{hut // પ્રતાપે કહ્યું—“ મહારાજ ! આપનું કહેવું યથાર્થ છે. આપના દરેક શબ્દ મે સાંભળ્યેા છે, અને તેથી મારામાં નવજીવનનેા સંચાર થયા છે. ’ Page #43 -------------------------------------------------------------------------- ________________ Page #44 -------------------------------------------------------------------------- ________________ ઓકેગલમાં :: મહારાણા ! મુનિએ ઘેાડેસ્વાર થઈને આવેલ પુરૂષ પ્ર ત્યે જોઈને કહ્યું. “ તમારી અને તમારા મંત્રીશ્વરની દ્રઢતા જોઇને મને હવે આનદ થાય છે. જો કે સ’સરતા મે' ત્યાગ કર્યો છે એટલે તેમાં અનતા મનાવાપ્રતિ અમારે ઉપેક્ષા અરવી જોઇએ, તે પશુ સંસાર વાસીઓનાં આત્મહિત તરફ પણ લક્ષ્ય રાખવાની અમારી ફરજ છે અને તેથીજ મેં તમને તમારા કબ્યની ખરી દિશા દર્શાવી છે. જે ભૂમિમાં મારા જન્મ થયા છે, જે ભૂમિના અન્ન-પાણીથી મારા આ સ્થળ દેહ પાષાયા છે અને જે ભૂમિના સુશીતલ છાયામાં વસી ને મેં મારૂ સ્માટલુ જીવન વ્યતીત કર્યું છે, તેના કાણુને માટે મારાથી બનતા પ્રયાસ કરવા એ મારી ક્જ છે, મેં તમન જે ઉ. પદેશ આપ્યા છે, તેના મ એવા નથી કે તમારે મારા કથ્વી, તમારે તમારા શત્રુઓને નાહક હૅશન કરવા અને તમારે તેમના જાનમાલ લુંટી લેવાં, મેં તા તમને તમારા કત્તવ્યમાં જોડાવાના એટલે કે તમારા દેશનું; તમારા ધર્મનું અને તમારા ખંધુઓનુ રક્ષણ કરવાનાજ ઉપદેશ આપેલા છે અને તમે જો તમારા કત્ત વ્યને વિચારી વર્તન કરશે, તે તમે સ્વપરનુ કયાણ કરવા ભાગ્યશાળી થઇ શકશે. પરમાત્મા મહાવીર સનું કલ્યાણુ કરા. "" * એ પ્રમાણે કહી તે મુનિ ત્યાંથી તુરતજ રવાના થઇ ગયા. મ હારાણા પ્રતાપસિંહૈ તથા મંત્રી ભામાશાહ તેમના ઉપદેશથી આ શ્ચર્યમાં એટલા તે લીન થઈ ગયા હતા કે, મુનિ કયારે ચાલ્યા ગયા. તેની તેમને ખબર પડી નહિ. પ્રકરણ ૫ સુ. આકસ્મિક ઘટના. ચંપાના મહાલયને ત્યાગ કરી વિજય આગ્રાના રાજમાગે થઈને કયાંઇક ચાલ્યેા ગયા, એ આપણેં બીજા પ્રકરણમાં વાંચી ગયા છીએ. વિજય જ્યારે મહાલયમાંથી બહાર નીકળ્યો ત્યારે રાત્રિના આઠ વાગી ગયા હતા. આકાશમાં અગણિત તારા ઉગ્યા હતા. પર ંતુ Page #45 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. ચંદ્રના રૂપેરી પ્રકાશ આગળ તેઓ બિલકુલ ઝાંખા જણાતા હતા. આગ્રાના રાજમાર્ગો અને અમીર-ઉમરગવાનાં ઉચ મકાને અસંખ્ય ઉજ્વલ દીપકેથી પ્રકાશી રહ્યા હતાં. કોઈ કે મકાનમાંથી સિ. તાર–સારંગીના સૂર સાથે કિકિંઠી રમણીઓનાં કર્ણપ્રિય ગાયને સંભળાતાં હતાં. વિશાળ .જમાર્ગ ઉપર વિવિધ પ્રકારના વાહનમાં બેસીને અમીર ઉમરાવી આવ-જા કરી રહ્યા હતા. બળદગાડીએ, પાલખીઓ, ડોળાસા, સુખપાલે, રો વગેરેની આવ-જાથી ધમાલ મચી રહી હતી. માર્ગની બંને બાજુએ અનેક પ્રકારની ચીજોની દુકાને આવેલી હતી. દુકાનદારે એ કયવિક્રયની વસ્તુઓને પિતાની કાને માં એવી તો સરસ રીતે ગોઠવેલી હતી કે ગ્રાહકોનાં દિલ તે હેનને તુરત લલચાતાં હતાં. રસ્તા ઉપર પાનની દુકાને તે પાર નહોતે અને તેમાં બેસીને રૂપસુંદર યુવતિએ પાન વેચતી હોવાથી કામીજનેને ત્યાં અચ્છી રીતે જમાવ થયેલ હતું. ટુંકામાં કહીએ તે આગ્રા નગરની અત્યારની શોભા અલૈકિક હતી અને પ્રેક્ષકોને ઇંદ્રપુરીનું ભાન કરાવતી હતી. વિજય, આ સઘળા પ્રકારને ઉદાસિન ભાવે જેતે જેતે આગળ ને આગળ ચાલ્યા જતા હતા, તે ક્યાં જતું હતું, તે તે પિતે પણ જાણ નહોતે. એટલે આપણે તે ક્યાંથી જાણી શકીયે ! છેવટે તે યમુના નદીના તટ પ્રદેશ ઉપર આવી પહશે. સુશીતલ હવાને ઉપલેગ લેવા આવેલાં આગ્રાના વિલાસી નગરજને આ વખતે પોતાના વાહનમાં બેસીને પાછાં ફરતાં હતાં. પૂર્ણિમાની રાત્રિ હોવાથી રજનીનાથ સંપૂર્ણ કળાથી ખીલી રહ્યો હતા. યમુનાનું કૃષ્ણવર્ણ જલ ચંદ્રના ધવલ પ્રકાશથી સફેદ દૂધ જેવું જણાતું હતું. ઠંડો અને સુવાસિત પવન ધીમે ધીમે વાતે હતું, તેના ક્ષણવારના સેવનથી વિજયનું ઉશ્કેરાયેલું દિલ કાંઈક શાંત થયું. તે ચંદ્ર-જડિત આકાશ અને મંદમંદ વહેતી પ્રગલ્યા યમુના તરફ જોઈને નિસાસો નાંખતે બે -“ પ્રભુ! પરમાત્મા ! મેં એવું તે શું પાપ કર્યું હશે, કે જેથી આમ અચાનક પ્રેમમયી ચંપાનો ત્યાગ કરવાની મને ફરજ પડી. આ પ્રશ્ન મારા મનમાં એક સરખી રીતે ઘોળાયા કરે છે, પરંતુ તેને ઉત્તર મન પાસેથી Page #46 -------------------------------------------------------------------------- ________________ આકસ્મિક ઘટના. મળતો નથી, એનું શું કારણ? મેં એવું શું અઘટિત કાર્ય કર્યું છે કે જેથી પિતા તુલ્ય થાનસિંહે ચંપાને મારી સાથે વાત કરવાની પણ મના કરેલી છે? કે જાણે આમ કરવાને તેમને હેતુ શું હશે, તેની ખબર પડતી નથી, પરંતુ ચંપાને તિરસ્કાર કરવામાં મેં શું સાહસ કર્યું નથી ? તેની તે સમયની દુઃખી અને કાતર મુખમુદ્રા હજુ પણ મારી આંખ સામે તર્યા કરે છે અને મને આર્જવતાથી વિનવતી હાયની, એમ જણાય છે. ખરેખર વિજય ! ગરીબ બિચારી ચંપાને તિરસ્કાર કરવામાં તે મહાન ભૂલ કરી છે! તેણે તે મને ત્યાં રહેવાને વિનતિ કરી હતી, પરંતુ હું જ સાહસ કરી તેને ત્યજીને ચાલ્યા આવ્યો છું. ઠીક, ચાલ્યા તે આવ્ય; પરંતુ હવે ત્યાં જઈ શકાય ખરૂં ? એક વર્ષ પહેલાં તો નહિં જ. બરાબર એક વર્ષે તેને મળીશ અને પછી? પછી ભવિધ્યમાં જે નિર્માણ થયું હશે, તે સહન કરીશ. હા, ઠીક યાદ આવ્યું. મહાલયને ત્યાગ કરતી વખતે દાસીએ એક પરબીડીઉં મને આપ્યું હતું, તે ફેડીને વાંચવાનું તે હું તદ્દન વીસરી ગયું હતું. અત્યારે વાંચું તે ખરે કે તેમાં શું લખેલું છે ?” એમ કહીને તેણે પરબીડીઉં હાથમાં લઈ ફોડ્યું અને અંદરથી પત્ર કહાડીને ચંદ્રના ઉજવલ પ્રકાશમાં તે વાંચવા લાગ્યા: વિજય! અત્યાર સુધી મેં તને મારા એક પુત્ર તરીકે ગણુને તારું પાલણપષણ કર્યું હતું અને તને કઈ વાતે દુઃખન થાય, એ પ્રમાણે કરવાની મેં કાળજી રાખી હતી, પરંતુ તારા હિતની ખાતર તેમ કરવાનું હવે હું ઉચિત માનતા નથી. ચંપા અને તું હવે ઉમ્મર લાયક થયેલાં હોવાથી તમને બન્નેને વધુ વખત એકત્ર રાખવાં, એ ઠીક કહેવાય નહિ, એમ વિચારી મેં ચંપાને તારી સાથે મળવાની અને વાતચિત કરવાની મના કરેલી છે. આવી રીતે તારી સાથે સખ્ત થવાનું એ કારણ છે કે ચંપા અને તે અન્ય અન્યને ચાહતાં શીખ્યાં છે. અલબત, હું તને એક પુત્ર સમાન ચાહતે હતા, પરંતુ તારા જેવા ધનહીન અને આશ્રયહીન યુવકની સાથે ચંપાનો વિવાહ કરવાને હું તૈયાર નથી અને Page #47 -------------------------------------------------------------------------- ________________ , ર તે ભાગ્યવિધાયક ભામાશાહ. તેથી જ મારે તને નિરૂપાયે ચંપાની દ્રષ્ટિથી દૂર કરે પડ્યો છે, તેમ છતાં ભવિષ્યમાં તું તારા બાહુબળથી તારી ઉન્નતિ કરીશ તે મારી વહાલી પુત્રી ચંપાને વિવાહ તારી સાથે અવશ્ય કરવાને ચુકીશ નહિ. ભાગ્યેગે જે તું તારી ઉન્નતિ કરી શકય હોય તે તું મને તુરત મળજે. હું તારી રાહ જોઈશ; પરંતુ હાલ તે મારે તારા હિતની ખાતર તારી સાથે સખ્ત થવું પડયું છે, તે ખાતર દિલગીર થઈશ નહિ. શાસનદેવ તને દરેક કાર્યમાં સહાયતા આપે, એવી મારી તને આશીષ છે. લીથાનસિંહ વિજયે એક વાર નહિ, પણ બે-ત્રણ વાર ઉપર્યુક્ત પત્રને ધ્યાનપૂર્વક વાંચે અને ત્યારપછી તેને પિતાના પહેરેલાં વસ્ત્રોમાં સાચવીને જેમને તેમ પાછો મૂકી દીધું. તેણે ફરીથી નિ:શ્વાસ નાખીને મન સાથે વિચાર કર્યો: “ ન્યાયની દષ્ટિએ જોતાં થાનસિંહ શેઠનું લખવું ગેરવાજબી નથી. તેમણે મને જે હેતુએ ચંપાની દષ્ટિથી દૂર કર્યો છે, તે કહાડી નાંખવા જેવો તે નથી. ચંપા આગ્રા નગરના એક શ્રીમંત અને અકબર બાદશાહના અત્યંત માનનીય શાહુકારની પુત્રી છે, ત્યારે હું એક ધન, જન અને આશ્રયહીન યુવક છું; તેથી વ્યવહારની દષ્ટિએ અમારું ઉભયનું લગ્ન થવું અસંભવિત છે. આ સ્થિતિમાં મારે માટે એકજ માર્ગ રહેલો છે કે જે ચં. પાની સાથે લગ્ન સંબંધથી મારે જોડાવું હોય, તે મારે તેને લાય. ક થવાનો પ્રયાસ કરે. ઠીક છે, જેઉં છું કે ભવિષ્યમાં શું શું નિર્માણ થયેલું છે, પરંતુ નિર્મળ આકાશપટ ઉપરથી ચંદ્રદેવ પૃથિવી ઉપર અમૃતધારા વષવી રહ્યા છે, શ્યામસલીલા યમુના પિતાના વિશાળ પટ ઉપર ચંદ્રના પ્રતિબિંબને ધારણ કરી રહેલી છે, સુશીતલ અને મધુર પવનની શાંત લહેરીએ શરીરને અપૂર્વ સુખનું ભાન કરાવી રહી છે અને સમસ્ત પૃથિવી રજની પતિના રૂપેરી અજવાળામાં નિમગ્ન થઈ રહેલી છે તેમ છતાં જીવને આરામ નથી, તેનું શું કારણ? પ્રકૃતિનાં એ સર્વ સુંદર કર્યો, પ્રાણપ્યારી ચંપાના સહવાસ વિના દિલને આરામ આપી શક્તા નથી. પ્રિયજન ના સમાગમ વિના આ રઢિયાળી રાત્રી પણ અકારી અને અપ્રિય લાગે છે.” Page #48 -------------------------------------------------------------------------- ________________ આકસ્મિક ઘટના. વિજય એ પ્રમાણે પોતાના મન સાથે વિચાર કરીને નગર તરફ આવવાને પાછા ફર્યો. બરાબર તેજ વખતે પાછળથી કેઈએ હાક મારી: “વિજયકુમાર !” વિજય પિતાનું નામ સાંભળીને ઉભું રહે અને તેણે પાછળ ફરીને જોયું તે સામાન્ય વસ્ત્રોથી આચ્છાદિત થયેલી એક મુસલમાન સ્ત્રી તેની સન્મુખ ઉભેલી હતી. વિજયે તે સ્ત્રી તરફ ધ્યાનપૂર્વક જઈને કહ્યું. “તમે કોણ છો અને શા હેતુથી મને બોલાવે છે ?” - તે મુસલમાન સ્ત્રીએ તેના પ્રશ્નને જવાબ નહિ આપતાં સામે પ્રશ્ન કર્યો –“તમારું નામ વિજયકુમાર કે ? ” “હા, પણ તેનું શું કામ છે?” વિજયે પૂછયું. “આપને શાહજાદી સાહેબા બોલાવે છે.” મુસલમાન સ્ત્રીએ જવાબ આપે. કોણ શાહજાદી સાહેબા?” વિજયે ફરીને પૂછયું. શાહજાદી આરામબેગમ સાહેબ”તે સ્ત્રીએ ઉત્તર આપે. શું શાહજાદી આરામબેગમ સાહેબા મને બેલાવે છે? અને તે શા કારણથી?” વિજયે આશ્ચર્યચક્તિ થઈને પ્રશ્ન કર્યો.. “હા, તેજ આપને બોલાવે છે, પરંતુ શા કારણથી, તે હું જાણતી નથી.”તે સ્ત્રીએ કહ્યું. ઠીક, ચાલે, હું આવવાને તૈયાર છું” એમ કહી વિજય તે મુસલમાન સ્ત્રી તરફ જોયું એટલે તેણે તેને પોતાની પાછળ ચાલ્યા આવવાની ઈશારત કરી. આગળ તે મુસલમાન સ્ત્રી અને તેની પા. છળ વિજય, એ રીતે તેઓ રાજમાર્ગ વટાવી ચાર પાંચ વાર આડી અવળી ગલીમાં થઈને એક સુંદર મકાન પાસે આવી પહોંચ્યા. મુખ્ય દરવાજેથી તેઓ અંદર નહિ જતાં પાછળના એક નાના બારણાને ઉઘાડી તેમણે તે મકાનમાં પ્રવેશ કર્યો. ત્યારપછી બગીચે વટાવી બે ત્રણ ઓરડામાં થઈને તે સ્ત્રી વિજયને એક સુંદર એરડા પાસે લાવી અને તેને તેમાં પ્રવેશ કરવાનું કહીને તે ત્યાંથી અદશ્ય થઈ ગઈ. વિજય ક્ષણવાર ત્યાં ઉભો રહ્યો અને પછી તેણે ઓરડામાં પ્રવેશ કર્યો. અસંખ્ય દીપકોની રોશનીવાળા તે ઓરડામાં પ્રવેશ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ભાગ્યવિધાયક ભામાશા. કરતાંજ વિજય મ`ત્રમુગ્ધ થઇ ગયા. વાચકા!વિજયે ત્યાં શું જોયુ, તે તમે જાણવા આતુર છે ? તે એક પત્થરના સરસ નકશીદાર એરડા હતા અને તેની વચમાં સ ંગેમરમના સુ ંદર રંગીન થાંભલા આ ગાઠવેલા હતા. આરડામાં ભેાંતળીએ રંગબેરંગી આરસના ચાસલા જડી દીધેલાં હતાં. પ્રત્યેક થાંભલાની આસપાસ સુગંધી દીપકા ખળી રહ્યા હતા. ગેલા, ચમેલી, માલતી, ચંપા, ચુલામા≠િ પુષ્પા ની મીઠી સુગ ંધ આખા એરડામાં પ્રસરી રહેલી હતી. આરડાની મધ્યમાં લટકાવેલાં સેનાચાંદીનાં પાંજરામાં પાપટ, મેના, કાયલ અને બુલબુલ કલરવ કરી રહ્યાં હતાં. એરડામાં ચાતરફ વિવિધ પ્રકારના રંગાવાળાં મખમલથી જડેલાં અને ઝરીકામથી ભરેલાં અનેક સુંદર માસના ગેટવેલાં હતાં, તેમાં એક અતિ મનેાહર - સન ઉપર એક નવજુવાન પરમ રૂપનિધાન સુંદરી બેઠેલી હતી. વિજયે તેને ઓળખી, તે શાહજાદી આશમબેગમ હતી. વિજયે શાહજાદીને વિનયથી મસ્તક નમાવી પ્રણામ કર્યાં. શાહજાદી જે આસન ઉપર બેઠી હતી, તેની પાછળ એ તાતારી સ્ત્રીઓ તેને ૫ ખાવતી પવન નાંખતી ઉભેલી હતી. વિજય શાહજાદીના અત્યંત લાવણ્યચુકત વદન તરફ નિહાળી નમનતાઇથી કહ્યું. શાહજાદી સાહેબા ! આ સેવકને આપેજ યાદ કર્યો છે કે શું ? (6 "" શાહજાદીએ ક્ષણવાર વિજયના સામે જોઇ મીઠા અને મધુર સ્વરે કહ્યું “ હા. ” મેજ તમને યાદ કર્યો છે વિજયકુમાર ! જાણે મીઠા મેાહક સરાદથી ખુલબુલજ મેલતુ હાય, એવા ખ્યાલ વિજયના મગજમાં ઉત્પન્ન થયા. તે શાહજાદી તરફ કાંઇ પણ માલ્યા વિના અર્થસૂચક દૃષ્ટિએ જોઈ રહ્યો. ,, “ વિજય ! સામેના આસન ઉપર બેસે. મુંઝાવાનુ કશુ પણ કારણ નથી. શાહજાદીએ મંદ સ્મિતપૂર્વક કહ્યું. સ્મિત રતાંની સાથે તેની ખુબસુરતીની ઝલક જોઇ વિજય. આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા હતા. તેણે કહ્યુ, “ નહિ જી હુ' 'હીજ ઉભું; પરંતુ આ બાદશાહી જનાનામાં મારા જેવા સાધારણ મનુષ્યના પ્રવેશ થવા Page #50 -------------------------------------------------------------------------- ________________ આકસ્મિક ઘટના. અસંભવ હોવા છતાં મને અહીં બેલાવવાનું આપને શું પ્રજન છે, શાહજાદી સાહેબા ! તેના આ પ્રશથી શાહજાદી હસી પડી. આહા ! તે હાસ્યમાં કેટલી મધુરતા હતી ? કેટલું સોંદર્ય હતું? કેટલું લાવણ્ય હતું ? આસમાની રંગની રત્નજડિત ઓઢણમાં છુપાયેલું શાહજાદીનું ગેરવર્ણય બદન અને તેની મહકતાનું વર્ણન આ કલમથી થઈ શકે તેમ નથી ! વિજય એ રૂપના રાશિને અનિમિષ નયને જેતે ફરીને બોલ્યો. “શાહજાદી સાહેબા ! ગુસ્તાખી માફ કરે; પરંતુ સેવકને અહીં શા અર્થે લાવ્યા છે, તે કેમ કહેતાં નથી ? ” વિજય ! રાત ઘણું વહી ગઈ છે, માટે અત્યારે તે આરામ કરે. સવારે જે કહેવાનું છે તે કહીશ.” શાહજાદીએ ગંભીરતાથી કહ્યું. “જેવી આપની ઈચ્છા મને જવાની રજા છે? વિજયે કહ્યું. નહિં, તમારા આરામને માટે સર્વ વ્યવસ્થા આ મકાનમાંજ થશે; માટે તમારે કયાંઈ જવાની જરૂર નથી.” શાહજાદીએ કહ્યું. વિજયે આશ્ચર્યયુક્ત સ્વરે પૂછયું બાદશાહી જમાનામાં મારા જેવા પુરૂષે રાતવાસો રહી શકાય ખરો ?” મુંઝાવાનું કશું કારણ નથી. આ મકાનના ગુપ્ત આવાસમાં તે માટેની સર્વ ગોઠવણ થશે.” શાહજાદીએ એમ કહીને પોતાની એક બાંદીને બેલાવી. બાંદી દેડતી આવી પહોંચી અને વિનયથી શિર ઝુકાવી ઉભી રહી. શાહજાદીએ બાંદીને કહ્યું. “જલિયા ! આમના માટે પેલા ગુસ ઓરડામાં આરામની સર્વ વ્યવસ્થા કરી મને ખબર આપ.” બાંદી તુરતજ કુર્નિસ બજાવી ત્યાંથી ચાલી ગઈ અને પળવારમાં પાછી આવીને ફરમાન મુજબ સર્વ વ્યવસ્થા કર્યાની ખબર આપી. તે સાંભળી શાહજાદીએ વિજયને સત્તાવાહક સ્વરે કહ્યું આ બાંદી સાથે જાઓ અને તે બતાવે એ જગ્યાએ આરામ કરે. સવારમાં હું તમને મળીશ.” બાદીએ વિજય સામે જોઈને કહ્યું જનાબ ! ચાલે !” Page #51 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ વિજય શાહજાદીને નમીને કાંઈ પણ મેલ્યા ચાલ્યા વિના તે માંદીની પાછળ પાછળ ગયેા. કેટલાક ઓરડાઓ દિવાનખાનાએ અને પરશાળામાં થઇને માંદી વિજયને એક એરડામાં લઇ ગઇ. આ ઓરડામાં દ્વીપકના અભાવે ગાઢ અંધકાર છવાઇ ગયેલા હતા. બાંદ્રાએ પોતાની પાસેની અત્તીને સતેજ કરી અને પછી દિવાલમાંની એક ખીંટીને ખાવી એટલે તુરતજ દિવાલના થાડા ભાગ એક બાજુ ખસી ગયા અને એક અત્યંત મનાતુર આરડા વિજયની દષ્ટિએ પડ્યો. ખીએ તેના તરફ્ દષ્ટિ કરીને કહ્યું. “ જનામ ! મા એરડા આપના આરામને માટે તૈયાર રાખ્યા છે; માટે અંદર પધારા. ” વિજય તે દિવાલને વટાવી અંદર ગયા કે તુરતજ એક ધીમા અવાજ સાથે ખસી ગયેલા દિવાલના ભાગ પુન: પૂર્વવત્ સ્થિતિમાં આવી ગયા. *** પ્રકરણ ૬ કું. શાહજાદીની ઇચ્છા. ,, “ ઇશ્ક કયા શએ હ્રય કીસી કામિલસે. પૃછા ચાહિયે, કિસ તરહ જાતા હુય દિલ, બેદિલસે પૂછા ચાહ્લિયે; કયા તડનૈમે મજા હય, કત્લ હા જ્યારેકે હાથ, ઉસ્કી લહેજતકુ કીસી બિસ્મીલસે પૂછા ચાહિયે, ” વિજયે એ આરડામાં પ્રવેશીને જોયુ તે તેની ચારે બાજુએ ઉંચી પત્થરની દિવાલા હતી; જવા આવવાને માટે એક પણ દ્વાર નહાતુ. પ્રકાશ અને પવનને માટે દિવાલેામાં મેાટા માટા એ જાળિયાં મૂકેલાં હતાં; પર તુ તે એટલા તે ઊંચાં હતાં કે બહારથી કે અ ંદરથી તે દ્વારા કંઇપણ જોઇ શકાય તેમ નહાતુ. થાક તથા ચિંતાને દૂર કરવાના અને મીઠી નિદ્રા અનુભવવાનાં સઘળા સાધના, એ એર ડામાં જોવામા આવતાં હતાં. એરડાની મધ્યમાં એક મેાટા દ્વીપક ખળી રહ્યો હતા. એક બાજુએ ગાદી તકિયા અને બેસવાનાં સુંદર Page #52 -------------------------------------------------------------------------- ________________ શાહજાદીની ઈ. આસનો હતાં. શાની પાસે એક સ્વચ્છ જળથી ભરેલું પિત્તળનું વાસણ હતું અને તે ઉપર “હિન્દના ઉપગમાં આવે તેવું શુદ્ધ જળ” એમ લખેલી એક કાગળની પટી ચડેલી હતી. આ બધે પ્રકાર અને વિજ્ય વિચારસાગરમાં ગાથાં ખાવા લાગ્યારાતના સમયે લાવી આવા એકાંત ઓરડામાં રાખવાનું શાહજાદીને શું પ્રજન હશે તથા તેની શી ઈચ્છા હશે, તે તેના સમજવામાં આવ્યું નહી. તે શાહજાદીને ઓળખતે હતે અને શાહજાદી તેને ઓળખતી હતી; કેમકે શાહજાદી પિતાની અત્યંત પ્રિય સખી ચંપાના આવાસે વખતે વખતે આવતી હતી અને તેથી વિજય અને તેને મેળાપ કોઈ કોઈ વાર ત્યાં થતું હતું. વિજયે આ પ્રકારનો ભેદ ઉકેલવાને ઘણે પ્રયાસ કર્યો, પરંતુ જયારે તેનાથી કાંઈ સમજાયું નહિં. ત્યારે તે થાકીને શમ્યા ઉપર પડ્યો. રાત ઘણું વહી ગયેલી હોવાથી અને દિવાલમાં ગોઠવેલાં જાળિયામાંથી શીતળ પવનની લહરીઓ આવતી હતી તેથી વિજય થેડી ક્ષણમાં નિદ્રાધીન થઈ ગયે. બાંદીની સાથે વિજય ચાલ્યા ગયે, ત્યારપછી શાહજાદી આસન ઉપરથી ઉઠીને ઓરડામાં આમતેમ ફરવા લાગી. તેણે બને તાતારિણીઓને એરડામાંથી ચાલ્યા જવાની આજ્ઞા કરી એટલે તેઓ તુરતજ ત્યાંથી અન્યત્ર ચાલી ગઈ. શાહજાદી આરામબેગમ શહેનશાહ અકબરની અત્યંત પ્રિયકર કન્યા હતી. તેનું વય બહુ બહુ તે પંદર સેળ વર્ષનું હતું. તે અત્યંત ગુણ વતી, વિવેકી અને મધુરભાષિણી હતી અને તેથી શહેનશાહ અકબર તેને બહુજ સ્નેહથી ચાહતા હતા. બાદશાહે તેને પોતાના રંગમહેલના એક સુંદર અને વિશાળ મકાનને તેના નિવાસસ્થાન તરીકે આપેલું હતું. આ મકાન એવું તે સુંદર અને દર્શનીય હતું કે તેનું વર્ણન કરવાની અમે હિંમત કરી શકતા નથી. ટૂંકામાં અમે એટલું જ કહીએ છીએ કે શાહજાદી આરામબેગમને રહેવાનું મકાન એક નાના સરખા બિસ્તિ સમાન હતું અને અમારા એટલા કથનથીજ વાચકેએ તેની કલ્પના કરી લેવી. મધરાતને સમય થવા આવ્યું હતું. આકાશમાં નિશાનાથ સંપર્ણ કળાથી ખીલી રહ્યા હતા અને તેના રૂપેરી પ્રકાશમાં આગ્રા Page #53 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. શહેર નાન કરતું હતું. શાહજાદી આરામબેગમ આ સમયે એર ડાની બારી દ્વારા યમુનાના શ્યામ જળ ઉપર પડતાં ચંદ્ર-કિરણને અનિમિષ નયને જોઈ રહી હતી. જળતરંગોને જોઈ તેના હૃદયમાં અનેક પ્રકારના વિચારતરંશે ઉદ્દભવતા હતા. તેણે જોયું કે સર્વત્ર નિસ્તબ્ધતાનું સામ્રાજ્ય પથરાઈ ગયું હતું. ઠંડે અને મૃદુ પવન વહેતું હતું, પરંતુ પ્રકૃતિનું આ સુંદર દશ્ય તે બહુવાર જોઈ શકી નહી. બારીને એકદમ બંધ કરીને તે પાછી એક સુંદર અને સુંવાળા આસન ઉપર આવીને બેઠી. સામે દિવાલમાં જડી લીધેલા દર્પણમાં તેનું પ્રતિબિંબ પડતું હતું, તે તરફ શાહજાદીની નજર ગઈ. તેણે તેમાં પોતાની મનમોહિની મૂતિને બરાબર ધ્યાનપૂર્વક નિહાળીને એક નિશ્વાસ નાખ્યો. તેણે આસન ઉપરથી પુનઃ ઉઠીને એરડામાં આમતેમ ફરતાં ફરતાં પોતાના મન સાથે કહ્યું. “યા ખુદા!યા પરવર દેગારી મારા નાજુક દિલમાં આ શું થાય છે? મીઠી નિદ્રાએ આજે મારો કેમ ત્યાગ કર્યો છે? ચંદ્રની શીતળતાથી મને કેમ આરામ થતા નથી? દિલને આજે ચેન કેમ પડતું નથી? ખરેખર વિજયના રૂપ-ગુણે મારા મન ઉપર જાદુઈ અસર કરી છે અને તેથીજ મારી આ સ્થિતિ થયેલી છે. જેની મને હારિણી મૂર્તિને આજે કેટલાએ દિવસો થયાં હૃદયમાં મેં સ્થાન આપ્યું છે તેને મારા સન્મુખ આ મહેલમાં જઈને મારૂં સમસ્ત શરીર અને મન ઉત્તેજીત થઈ ગયા છે. હાય ! શા માટે મારું દિલ વિજય પ્રતિ દેડે છે? તેના તરફ જીગર શા માટે બળી રહ્યું છે? હે ખુદા ! આ હું શું કરું છું ? એક હિન્દુને હું મારું શરીર–મારૂં જીગર અર્પવા શા માટે તૈયાર થઈ છું?” શાહજાદીએ આ પ્રમાણે અનેક વિચાર કર્યા, પરંતુ તેના દિલને આરામ થયે નહિ. વિચારમાં ને વિચારમાં પ્રભાતકાળ થવા આવ્યું. કિલ્લાના દરવાજા ઉપરથી પ્રાત:કાળની નહબ તેનો શોર કર્ણાચર થતું હતું. આ વખતે શાહજાદીની બાંદી જુલિયાએ ઓરડામાં પ્રવેશ કરીને જોયું તે શાહજાદી એારડામાં હજુ પણ આમતેમ આંટા મારતી હતી. તે નમનતાઈથી કુરનિસ બજાવીને શાહજાદીની આજ્ઞાની રાહ જોતી ઉભી રહી. Page #54 -------------------------------------------------------------------------- ________________ શાહજાદીની પા. શાહજાદીએ બાંદીની સામે તિક્ષ્ણ દ્રષ્ટિથી જોયું અને પછી કહ્યું. “શું પ્રાત:કાળ થઈ ગયા છે ? ,, “ જી હા, જીઆને પ્રાત:કાળની નહુમ્મતા પણ વાગી રહી છે, ” ખાંદીએ જવાબ આપ્યો. “ ઠીક છે, પેલા હિન્દુ યુવક ઉઠ્યો છે કે નહિ ? તે જોઈ મને ખબર આપ. ” શાહજાદીએ આજ્ઞા કરી. ખાંદી તુરતજ નમીને ચાલી ગઇ અને થાડીજ ક્ષણુમાં પાછી માવીને તેણે કહ્યું. “ શાહજાદી સાહેબા ! તે શય્યામાં હજી આરામ કરે છે.” શાહજાદીએ "" “ જી હા, શાહજાદી સાહેબા ! બાંદીએ જવાબ આપ્યા. “ઠીક જા, હુમાં તારૂ કામ નથી.” શાહજાદી એમ કહીને હુમામખાનામાં ગઇ અને પરિશ્રમને દૂર કરવાને માટે શીતળ સુગ ધી જળથી તેણે સ્નાન કર્યું. સ્નાન કર્યાં ખાદ સુંદર વસ્ત્રોને પરિધાન કરી તે પેાતાના ઓરડામાંથી બહાર નીકળી અને વિજય જે ગુપ્ત આવાસમાં હતા, ત્યાં જવા લાગી. તેણે ત્યાં જઇને દિવાલમાંની એક ખીંટીને દબાવી એટલે દિવાલના ઘેાડા ભાગ એક માજી ખસી ગયા અને ગુપ્ત એરડામાં તે ગઇ કે તુરતજ દિવાલના ભાગ પુન: ખીજા ભાગ સાથે જોડાઇ ગયા. શાહજાદીએ આરડામાં પ્રવેશીને જોયુ તે વિજય શય્યા ઉપ૨ હજુ પણ આરામથી ઉંઘતા હતા. એરડામાંના દીપક બુઝાઇ ગયા હતા, પરંતુ જાળિયામાંથી માફ તામના આછે પ્રકાશ આવતા હતા અને તેથી અંધકારના લય થઈ ગયા હતા. શાહજાદી વિજયની શય્યા પાસે જઇ તેનું પ્રભાતકાળના માછા પ્રકાશમાં ઝળહળી રહેલું મુખમંડલ અનિમેષ નયનાએ જોઇ રહી. તેણે ઘણીવાર સુધી વિજયના રૂપને જોયા કર્યું; પરંતુ તેને તૃપ્તિ થઇ નહિ. તે પુનઃ પુન: તેના પ્રતિ જોતી પાતાના મન સાથે ખેલી: “ અહા ! કેવું સુ ંદર રૂપ ? શું વિજય મનુષ્ય } “ શું હજી તે આરામ કરે છે, આશ્ચર્ય ચકિત થઈને પૂછ્યું. બુલિયા ? "" Page #55 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાયા, છે કે બિહિતને ફિરતે? મને લાગે છે કે મનુષ્યમાં આવું રૂપ ન હેય! ચોક્કસ, વિજય એક ફિરસ્તો છે; નહિ તે આવું દેવદુર્લભ રૂપ તેનામાં હોઈ શકે ખરું કે ? કેવું નયનમને હર આ મુખ? કેવાં વિશાળ આ નેત્રો ? મુખ ઉપર કેવી આ સરળતા ? હાય, ખુદા! આ રૂપને હજારો બલકે લાખો વખત જોવામાં આવે, તેપણ દિલને તૃપ્તિ થાય એમ નથી.” હદયની તીવ્ર–અતિ તીવ્ર ઉત્તેજનાને રેકી નહિ શકવાથી શાહજાદીએ પિતાનો કેમળ મૃદુ હાથ વિજયના ઉજવલ કપાળ ઉપર ધીમેથી મૂક્યો. વિજયના નિદ્રિત દેહને સ્પર્શ કરતાં શાહજાદીનું સમસ્ત અંગ ધ્રુજી ઉઠયું. તેણે તુરતજ પિતાને હાથ વિજયના કપાળ ઉપરથી લઈ લીધે; પરંતુ થોડી ક્ષણના અતિ કેમળ સ્પર્શથી વિજયની નિદ્રા પલાયન થઈ ગઈ. તે એકદમ જાગી ઉઠયે અને શય્યા ઉપરથી ઉઠીને ઉભે થતાં જ તેની દ્રષ્ટિ શાહજાદી ઉપર પડી. પિતાની સન્મુખ શાહજાદીને ઉભેલી જોતાં તે આશ્ચર્યચક્તિ થઈ ગયે અને તેના અનુપમ લાવણ્યને એકી નજરે જોઈ રહ્યો. શાહજાદી પણ તેના દેવદુર્લભ રૂપને આડી નજરે નિહાળી રહી હતી. છેવટે તેણે કહ્યું. “વિજય ! ” “ફરમાન, શાહજાદી સાહેબા !” વિજયે સલામ કરીને ઉત્તર આપે. ફરમાન કાંઈએ નથી, પરંતુ રાત્રીના વખતે ગઈ કાલે તમે કયાં જતા હતા ?” શાહજાદીએ પૂછયું. એ જાણીને આપ શું કરશો?” વિજયે સામે પ્રશ્ન કર્યો. શું એ પૂછવાને મને અધિકાર નથી?” શાહજાદીએ પુન: “આપ દિલ્લીશ્વર શહેનશાહ અકબરના પુત્રી છે, આપને અધિકાર મહાન છે.” વિજયે કહ્યું. એ અધિકારની હું વાત કરતી નથી. હું તે તમારી સાથેની ઓળખાણને લીધે એ હકીકત જાણવા માગું છું.” શાહજાદીએ કહ્યું વિજયે પિતાના આશ્રયદાતા થાનસિંહ શેઠને આદેશ શાહ Page #56 -------------------------------------------------------------------------- ________________ શાહજાદીની ઈચ્છા. જાદીને કહી સંભળાવ્યો, તે સાંભળીને શાહજાદીએ આશ્ચર્ય પામતાં પૂછયું. થાનસિંહ શેઠે તમને તેમના મહાલયને ત્યાગ કરી અન્યત્ર ચાલ્યા જવાની આજ્ઞા કરી, તે શામાટે, એ તમે જાણે છે?” તેમની કન્યા ચંપા અને હું અને અન્યને ચાહતાં હતાં, તેથી તેમણે મને એવી આજ્ઞા કરી છે.” વિજયે ઉત્તર આપે. પણ તેથી તમને એવી આજ્ઞા કરવાનું પ્રયોજન શું છે? એ હું સમજી શકતી નથી.” શાહજાદીએ ઈન્તજારીથી કહ્યું. પ્રયજન એ કે હું ગરીબ અને નિ:સહાય છું અને તેથી તે પિતાની પુત્રીનું લગ્ન મારી સાથે કરવા ખુશી નથી.”વિજયે કહ્યું. તમે નિર્ધન અને નિ:સહાય છે, એ ખરી વાત; પરંતુ તમાશ જે સંદર યુવક આ દીન દુનિયામાં ભાગ્યે જ બીજે કંઈ હશે.” શાહજાદીએ કહ્યું. | વિજય નીચું જોઈ ગયે, તેણે કંઈ પણ ઉત્તર આપે નહિ. “ઠીક, પણ હવે તમે કયાં જવા ધારે છે ?” શાહજાદીએ પૂછયું. એ વિષે મેં કશો પણ નિશ્ચય કર્યો નથી.” વિજયે ઉત્તર આપે. જુઓ વિજય !શાહજાદીએ તેના સામે ધ્યાનપૂર્વક જોઈને કહ્યું. “મારી સખી ચંપાના કથનથી હું જાણી શકી છું કે તમે એક સર્વગુણસંપન્ન યુવક છે અને તેથી મારી તમને એવી સ લાહ છે કે તમે શહેનશાહને મળે અને તમારી હકીકત જણાવો. તે ગુણગ્રાહક હેઈને તમને અવશ્ય પિતાની સેવામાં રાખી લેશે.” શાહજાદી સાહેબા ! આપની એ સલાહ માટે આપને હું અહેસાનમંદ છું, પરંતુ જે આ દીનદુનિયાને માલિક છે અને જેના દર્શન થવા પણ મારા જેવા નાચીજ આદમીને સર્વથા અશકય છે, તે ભારતના સામ્રાટ શિરોમણિને શી રીતે મળી શકાય? વિજયે પૂછયું. તમારૂં કથન રાસ્ત છે, વિજય ! પણ બાબાને દરબાર હરકેઈ અદાર મનુષ્યને માટે સદૈવ ખુલે છે, તે શું તમે નથી જાણતા? શાહજાદીએ સામે પ્રશ્ન કર્યો. Page #57 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. “હું જાણું છું, શાહજાદી સાહેબા ! કે આપના બાબા બહુ જ દિલાવર દિલના છે, પરંતુ મારા જેવા એક અદના મનુષ્યની તાત્કાલિક કદર થવી મુશ્કેલ છે.” વિજયે સહેજ ગંભીરતાથી કહ્યું. તે માટે તમે ફિકર ન કરે. હું સ્વયં બાબાને આપને માટે અર્જ કરીશ.” શાહજાદીએ કહ્યું. - વિજયે પ્રફુલ્લ મુખમુદ્રાએ કહ્યું. “શાહજાદી સાહેબા ! આપ ઈન્સાન નથી, પણ બિસ્તિના ફિરસ્તા છે, આપના અહેશાનને બદલે મારાથી શી રીતે વળાશે ?” ઈન્સાને ઈન્સાનને સહાય કરવી, એ અહેસાન નથી, પરંતુ ફરજ છે અને તેથી તેનો બદલો વાળવાની તમારે શા માટે ચિંતા રાખવી જોઈએ?” શાહજાદીએ કહ્યું. “શાહજાદી સાહેબ! વાર્થથી ભરેલી આ આલમમાં આપ રહેમની એક સાચી અને જીવતી જાગતી મૂર્તિ છે, પરંતુ આ સેવકને અહિં લાવવાની આપની શી ઈચ્છા છે, તે કેમ કહેતાં નથી?” વિજયે કૃતજ્ઞતાથી પૂછયું. એ કહેવાને માટે તે હું તમારી પાસે આવેલી જ છું.” શાહજાદીએ કહ્યું. “ફરમાવે, તાબેદાર સાંભળવાને તૈયાર છે.” વિજયે કહ્યું. “ વિજય!” શાહજાદીએ ક્ષણવાર વિચારીને કહ્યું. “તમે ચંપાને ખરા જીગરથી ચાહે છે ?” “અલબત્ત અને તે પણ મને તેવાજ જીગરથી ચાહે છે.” વિજયે ઉત્તર આપે. પણ થાનસિંહ શેઠ તે પિતાની પુત્રીની શાદી તમારા જેવા નિર્ધન અને આશ્રયહિન યુવકની સાથે કરવાને તૈયાર નથી, તેનું કેમ?” શાહજાદીએ ભાર દઈને પૂછ્યું. હા એ વાત ખરી છે, પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે જે હું મારા ભાગ્યને ઉદય કરી શકો, તે તે પોતાની પુત્રી ચંપા. નું લગ્ન મારી સાથે કરશે.” વિજયે જવાબમાં કહ્યું. પણ તમારા ભાગ્યના ઉદયની રાહ તે ક્યાં સુધી જોશે?” શાહજાદીએ પુન: પૂછ્યું. Page #58 -------------------------------------------------------------------------- ________________ શાહજાદીની પ્રા. પ “ એકાદ વર્ષ તે તેઓ રાહ જોશે, એમ મારી માન્યતા છે. ’’ વિજચે જવાબ આપ્યા. હું અને તેટલા સમયમાં તમે તમારા ભાગ્યાય ન કરી શકયા તે ? ” શાહજાદીએ એક તીક્ષ્ણ દ્રષ્ટિપાત સાથે એ પ્રશ્ન પૂછો. વિજયે કેટલેાક સમય માન ધારણ કર્યું. તેણે શાહબુદીના એ પ્રશ્નના કશા પણ ઉત્તર ભાગ્યેા નહિ, તેના મુખ ઉપર ચિતાની સ્પષ્ટ છાયા જણાવા લાગી, “ કેમ ઉત્તર આપતા નથી, વિજય !” શાહજાદીએ ફરીથી પ્રશ્ન કર્યા. “શાહજાદી સાહેબા ! અવિનય માફ કરજો; પરંતુ આપ આપની ઇચ્છા જણુાવતાં નથી અને મને અન્ય પ્રશ્ન પૂછે છે, એનુ શું કારણ ? ગુલામીની હાલતમાં મારે અહીં ક્યાં સુધી રહેવાનુ છે ? ” વિજયે ગંભીરતાથી સામે પ્રશ્ન કર્યો. “ ભારત સમ્રાટ અકખરશાહની સ્મૃતિ પ્રિય શાહેજાદીની મીઠી મહેાખ્ખતભરી છાયામાં રહેવાને શુ તમે ગુલામી હાલત ગણા છે ? ” શાહજાદીએ પૂછ્યું. “ જ્યાં સુધી આપ કાંઇ વ્યાજખી કારણુ ન જણાવેા, ત્યાં સુધી મારે એમજ માનવુ જોઇએ. ” વિજયે નિશ્ચયાત્મક ભાવે જવાબ આપ્યું. ,, “ મારી ઇચ્છા ખુરી નથી; પર ંતુ તમને સુખી કરવાની છે અને તેટલાજ માટે મેં તમને અહીં ખેલાવી મગાવ્યા છે. શાહ જાદીએ શાંતિથી કહ્યુ. “ તા પછી આપ આપની ઇચ્છા જણાવવામાં વિલંબ શા માટે કરે છે ? ” વિજયે પૂછ્યું. ?? 66 “ વિજય ! ” શાહજાદીએ વિજયના સુંદર મુખ પ્રતિ એક વખત સ્થિરભાવથી જોઈ લીધા પછી કહ્યું. હું તમને ચાહું છું, હા તમને ખરા જીગરથી-દિલેાજાનીથી ચાહું છું અને તે માજથી નહિ; પર ંતુ જ્યારથી મેં તમને થાનસિહુ શેઠના મહાલયમાં પ્રથમવાર જોયા છે, ત્યારથી જ મારૂં દિલ તમારા પ્રતિ આકર્ષાયું Page #59 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. છે. ગઈ કાલે રાત્રિએ તમે યમુનાના તટ પ્રદેશ ઉપર ફરતા હતા, તે વિષે મારી બાંદી જુલિયાએ મને કહેતાં મેં તમને અહીં મારી ખાહેશ જણાવવાની ખાતર બેલાવ્યા છે.” - શાહજાદી ઉપરના શબદે ભાગ્યે જ બોલી રહી હશે એટલામાં તે દિવાલને ભાગ અચાનક દૂર ખસી ગયે અને “ભારત સમ્રાટની શાહજાદી કયા દાનેશમંદ અને દિલેર પુરૂષને ચાહે છે?” એ પ્રશ્નની સાથે ખુદ શહેનશાહ અકબરે એ ઓરડામાં પ્રવેશ કર્યો. ખુદ બાદશાહ અકબરને જેઈ શાહજાદી તથા વિજય જમી. નપર બેસી ગયા. શાહજાદી પિતાના બાબાના કદમ પર પડી અને વિજય બાદશાહના તેજથી અંજાઈ જઈ નીચે દ્રષ્ટી રાખી જમીન ખેતરવા લાગે. પ્રકરણ ૭ મું. ટકા. પિતાના અત્યંત ગુપ્ત અને એકાંત ખંડમાં બાદશાહ અકબર સુંદર અને સુસજિજત સિંહાસન ઉપર બેઠેલે હતે. સામે તેની શાહજાદી અને વિજય થરથર ધ્રુજતાં ઉભેલાં હતાં. શાહજાદીની બાંદી જુલિયા પણ શિર ઝુકાવી એક બાજુ ઉભેલી હતી. બાદશાહે કેટલેક સમય વિચાર કરી કરડા સ્વરે કહ્યું. “વિજય ! મારી શાહજાદીના મહેલમાં તું કયાંથી આવ્યું? જે હકિકત બની હોય, તે સાચેસાચી કહેજે જુઠું બેલીશતે સખ્ત સજા થશે એ યાદ રાખજે.” વિજયે શાંતિથી કહ્યું. “જહાંપનાહ! હું શાહજાદીના મહે લમાં શી રીતે આવ્યું, તે કહી શકતે નથી, પરંતુ મારી હકિકત એટલી જ છે કે હું, શાહજાદી અને આ બદી સર્વ બે ગુન્હા છીએ.” બાદશાહે કઠોરતાથી કહ્યું. “તું હકિક્ત છુપાવે છે, એ જ તારા ગુન્હાની સાબિતી છે. આ “જહાંપનાહ પિતાને મને ગત કલ્પના કરવા મુખત્યાર છે.” વિજયે નરમાશથી કહ્યું. Page #60 -------------------------------------------------------------------------- ________________ છુટકારો “ઠીક છે, જ્યારે તું ખરી બીનાને છુપાવે છે ત્યારે તને ગુન્હેગાર ગણું ઘટિત સજા કરવામાં આવશે–તારે જાન લેવામાં આવશે. ” એમ કહી બાદશાહે શાહજાદી તરફ ગંભીરતાથી જોતાં પૂછયું. “હું પણ તારે શું કહેવું છે?” શાહજાદી આરામબેગમ જે પિતાની આંખેમાંથી અત્યાર સુધી ચોધાર આંસુ વરસાવી રહી હતી, તેણે બાદશાહને નમીને ઉત્તર આપે. “મારા બાબા ! આ વિજય ખરેખર બેગુહા છે. હું જ એકલી ગુન્હેગાર છું; માટે એના ઉપર રહેમ લાવી એને મારી બક્ષો અને મને જે સજા કરવી હોય તે કરે.” બાદશાહે દ્રઢતાથી કહ્યું. “એમ ! તે એક અજાણ્યા યુવકને તારા મહેલમાં લાવવાનું સાહસ કર્યું છે ? અને તે શું કારણથી ?” શાહજાદીએ બાદશાહના કદમ ઉપર પડીને નમ્રતાથી કહ્યું. કારણ એજ છે કે હું એમને ચાહું છું–મારા ખરા જીગરથી ચાહું છું.” એક અર્થહિન અને આશ્રયહિન હિન્દુ યુવકને શું તું ચાહે છે?” બાદશાહે આશ્ચર્યચકિત થઈને પૂછયું. “હા, બાબા!” શાહજાદીએ જવાબ આપે. “ત્યારે આ બિનામાં તુજ ખરેખરી ગુન્હેગાર છે. ઠીક છે; પરંતુ વિજયને તદ્દન માફી આપવામાં આવશે નહિ.” એમ કહી બાદશાહે તુરત બુમ મારી “કાસમ !” ડીવારમાં એક હષ્ટપુષ્ટ હબસી હાથમાં નગ્ન તરવાર લઈને બાદશાહ સમ્મુખ આવી તસ્લીમ કરીને ઉભે રહ્યો. તેના તરફ જોઈને બાદશાહે કહ્યું. “કાસમ ! આ હિન્દુ યુવકને અને આ બાંદીને કેદખાનામાં લઈ જા.” જહાંપનાહને જે હુકમ.” એમ કહી કાસમ તે બન્નેને આગળ કરી ખંડમાંથી બહાર નીકળી ગયે. તેમને જતાં જોઈને શાહજાદીએ રડતાં રડતાં કહ્યું. “હાલા બાબા ! રહેમ કરે, રહેમ કરે, વિજય તદન બેગુન્હા છે. તેને શા માટે કેદ કરે છે ?” Page #61 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. ચૂપ કર, શાહજાદી ! મારા હુકમની વચ્ચે પડવાનુ તને કશું પણ પ્રયેાજન નથી. હાલ તું તારા આવાસે જા; તારા ગુન્હાની સજાના વિચાર કરવામાં આવશે.” અકબરે ક્રોધથી કહ્યું. શાહજાદી બાદશાહના કદમા ઉપર ફરીને પડી અને અ ગુજારવા લાગી; પરંતુ કઠાર હૃદયી શહેનશાહ તેની દરકાર નહિ કરતાં એ એકાંત ખંડના ત્યાગ કરી એકદમ ચાલ્યા ગયા. કાસમ અને બીજા ચાર હથિયારબંધ પહેરેગીરા મળી વિજય તથા જુલિયાને કેદખાનામાં લઇ ગયા અને બન્નેને જૂદી જૂરી કેાટડીમાં પૂરી તથા કેદખાનાના ઉપરીને માદાના હૂકમ કહી સંભળાવી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. વિજયને જે કાટડીમાં કેદ કરવામાં આવ્યે હતા, તે એક લયકર અંધકારમય કેાટડી હતી. ત્યાં રોશની કે હવાના સહેજ પશુ સંચાર થઈ શકે તેમ નહાતુ, કાટડીને ચારે તરફ કાળા ૫ત્થરની ઊંચી દિવાલેા હતી અને તેથી તેની ભયંકરતામાં એર વૃદ્ધિ થતી હતી. વિજયે આ ભયાનક કેદખાનાને જોઇ તથા પેાતાના ભવિષ્યના વિચાર કરીને એક હાય મારી અને ત્યાં પાથરેલી એક ફાટીતૂટી ચટ્ટાઇ ઉપર તે માથે હાથ ટેકવીને બેઠે. ગઇ કાલે સાંજે થાનસિંહ શેઠના આવાસેથી નિકળ્યા બાદ તેણે અત્યારસુધી કાંઇ પણ ખાધુ' નહાતું અને ખાવાની ઇચ્છા પણ નહેાતી; પરંતુ ભૂખથી તેના શરીરમાં જરા પણ તાકાત નહેાતી, ચિંતા અને દુ:ખથી તેને ચિત્તભ્રમ જેવુ' થઇ ગયું હતું અને તેથી તે વારવાર ઢાડીને કોટડીના બારણા પાસે જતા; પરંતુ તેને મજબૂતાઈથી બંધ કરેલાં જોઈને તે નિરાશ થઈને પાછા ફરતા હતા. ક્ષણમાં તે પેાતાની પ્રિયતમા ચંપાના નામને પૂકારતા હતા અને ક્ષણમાં પરમાત્મા મહાવીરની દયાને યાચતા હતા. આવી સ્થિતિમાં તેણે એ આખા દિવસ પસાર કર્યો. સંધ્યા સમય થયા એટલે એક પહેરેગીરે કેટ ડીનું દ્વાર ધીમેથી ઉઘાયુ, તેના એક હાથમાં ફાનસ હતુ અને બીજા હાથમાં એક થાળ હતા. તેણે સદરહુ થાળને વિજયની સ ન્મુખ મૂકતાં કહ્યું, “તમારા માટે લેાજનની વસ્તુએ હું આ થાળમાં લાવ્યો છું. બાદશાહ નામવરના ખાસ ફ્માનથી હિન્દુના Page #62 -------------------------------------------------------------------------- ________________ છૂટકાર.. હાથે એ વસ્તુઓ તૈયાર કરાયેલી છે અને તેને લાવનાર પણ હું હિન્દુ પહેરેગીર છું; માટે તે ખાવાને કઈ પણ પ્રકારની અડચણ નથી. પીવાનું પાણું પણ શુદ્ધ જ લાવવામાં આવેલું છે.” વિજયે ક્ષણવાર વિચાર કરીને કહ્યું. “બાદશાહ નામવરને અને તમારો હું એ માટે ઉપકાર માનું છું; પરંતુ એ ખાવાની મારી ઈચ્છા નથી.” તે જેવી તમારી ઈચ્છા. જેમ તમે હિન્દુ છે,તેમ હું પણ હિન્દુ છું. પેટના અથે યવન બાદશાહની નોકરી કરું છું, પરંતુ એક હિન્દુ તરીકેના ગુણેનો અને સ્વભાવને મેં ત્યાગ કર્યો નથી અને તેથી જ તમને કહું છું કે કાંઈ ખાઈ લે તે સારું કેમકે ભૂ ખ્યા પેટે શત્રિ પસાર કરવી મહા મુશ્કેલ થઈ પડશે.” પહેરેગીરે નરમાશથી કહ્યું. વિજય તેને ઉત્તર આપવા જતો હતો એટલામાં બીજે મુસલમાન પહેરેગીર ત્યાં આવી પહોંચતાં, પ્રથમ આવેલ હિન્દુ પહેરેગીર વિજય તરફ કરૂણાયુક્ત દષ્ટિએ જેતે તે મુસલમાન પહેરેગીર સાથે કેટરીનું દ્વાર બંધ કરીને ચાલ્યા ગયે. પહેરેગીરના જવા પછી વિજયે ભેજન તરફ નજર કરી, પરંતુ તેને ખાવાને ભાવ થયે નહિ એટલે તેણે તે થાળને તથા પાણીના પાત્રને દૂર હડસેલી મૂક્યાં. પુનઃ તે વિચારમાં પડ અને ચિંતામાં દિવાના જે બની ગયે. રાત્રિના અંધકારમાં કેદખાનું ભયાનક લાગતું હતું અને તેથી તેણે પોતાની બન્ને આંખો બંધ કરી દીધી તથા તે લાંબે થઈને ચટાઈ ઉપર પડે. કેટલાક સમય તે એવી જ અવસ્થામાં ચટાઈ ઉપર પડી રહે, પરંતુ તેને નિદ્રા આવી નહિ. એટલે તે ઉઠીને ઉભે થેયે અને એકચિત્તે પરમાત્માનું પવિત્ર નામ સ્મરણ કરવા લાગ્યા, ભકત મનુષ્ય કહે છે કે એક ચિત્તે પરમેશ્વરની પ્રાર્થના કરનાર મનુષ્યની તે મન:કામના અવશ્ય પરિપૂર્ણ કરે છે, તેવી રીતે વિજયની પ્રાર્થના તેણે સાંભળી કે નહિ, તે અમે કહી શકતા નથી, પરંતુ તે જ ક્ષણે એ ભયંકર અંધારામાં એકદમ પ્રકાશ દેખા. વિજયે પોતાની આંખે ખેલીને જોયું તે હાથમાં Page #63 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. ફાનસ લઈને એક મનુષ્ય માથાથી પગ સુધી ઢંકાઈને કેટડીનું દ્વાર ઉઘાડીને અંદર ચાલ્યું આવતું હતું. વિજય આ દશ્ય જોઈને અચબાથી આવનાર વ્યક્તિ તરફ એક દ્રષ્ટિએ જોઈ રહ્યો. આવનાર મનુષ્ય વિજય સામે જોઈને કહ્યું. “તમને આ ભયંકર કેદખાના માંથી છુટકારો જોઈતું હોય, તે ચાલે મારી સાથે.” “પરંતુ તમે મને છુટકારો આપનાર કોણ છે, તે જાણ્યા સિવાય તમારી સાથે હું શી રીતે આવી શકું? અહીંથી છુટકારો આપીને તમે મારી જાન લેવા તે ઈચ્છતા નથીને?” વિજયે શંકા યુકત પ્રશ્ન કર્યો. તમે પુરૂષ છે કે એરત?” આવનારે પૂછયું. પુરૂષ.” વિજયે ટટ્ટાર થઈને જવાબ આપે.” “તે પછી ડરે છે શા માટે? જે અહીંથી છુટવું હોય તે ચાલે અને નહિ તે પડયા રહે.” તે મનુષ્ય કહ્યું. ઠીક, ચાલે. હું તમારી સાથે આવવાને તૈયાર છું. હું ડરતે નથી, પરંતુ મને છૂટે કરવાનું તમને શું પ્રયજન છે, એ હું જાણવા માગું છું.”વિજયે તૈયાર થઈને કહ્યું. “એટલે ખુલાસે કરવાને હાલ સમય નથી. જે આવવું હોય તે મારી પછવાડે ચાલ્યા આવો.” એમ કહી તે આવનાર મનુષ્ય પાછો વળે એટલે વિજયે પણ કાંઈ બેલ્યા ચાલ્યા વિના તેનું અનુકરણ કર્યું. ક્ષણવારમાં તેઓ કેદખાનામાંથી બહાર નીકળી ગયા અને રાજમા થઈને કયાંઈક અદશ્ય થઈ ગયા, તેઓ કયાં ગયા અને પછી તેમનું શું થયું, તે હાલ અમે કહી શકતા નથી. આગળ જતાં તે ભેદ ખુલ્લો થશે એટલે વાચક મહાશયે સ્વયં સમજી શકશે. Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ કે કર્તવ્ય. પ્રકરણ ૮ મું. પ્રેમ કે કર્તવ્ય. મહારાણા પ્રતાપસિંહ અને મંત્રીશ્વર ભામાશા, રાજમહેલના બાગમાં રાજ્યપ્રકરણ વિષે વાર્તાલાપ કરતા બેઠા હતા. મધ્યા ને સમય હોવાથી સૂર્ય જે કે પૂર દમામથી પ્રકાશીત હતુંતે પણ તેઓ જ્યાં બેઠા હતા, ત્યાં વૃક્ષોની ઘટાને લઈ તેનાં કારણેને પ્રવેશ થઈ શકતે નહેાતે અને તેથી મહારાણુ તથા મંત્રીશ્વર આરામથી બેઠા બેઠા અનેક પ્રકારના વિચાર કરતા હતા. પ્રતાપસિંહે શાંત ચિત્તે કહ્યું, “ મંત્રીશ્વરમાં અત્યાર સુધી વષરૂતુને લઈ શત્રુઓ આપણા ઉપર ન હુમલે લાવી શક્યા નથી; પરંતુ હવે તે રૂતુ પૂરી થઈ છે અને તેથી તેઓ આપણને અહીં પણ સુખે બેસવા દે, એમ મને લાગતું નથી.” “મહારાણાની ધારણું સત્ય છે; ” ભામાશાહે કહ્યું. “કારણ કે અકબર જાત્રાના બહાને અજમેરમાં આવ્યું છે અને તેણે શાહબાજખાને મેગલ સેનાપતિ બનાવીને આ કિલ્લાને ઘેરો નાખવાને માટે હુકમ આપે છે.” ખરું છે. રણવીરસિંહ ખબર લાવ્યો છે કે મેગલ સેના પતિ શાહબાજ ખાં બડો ચાલક અને શૂરવીર અમલદાર છે અને તેની સાથે બીજા ત્રણ ચાર મોટા અમલદારે પણ આવનારા છે.” પ્રતાપસિંહે કહ્યું. રણવીરસિંહે મને એ સર્વ ખબર આપ્યા છે અને વિશેષમાં તે એમ પણ કહેતું હતું કે આબુ પ્રદેશને અધિપતિ દેવરાજ શત્રુપક્ષમાં ભળી ગયો છે અને આ હુમલામાં તે પણ સાથે આવનાર છે.” ભામાશાહે વિશેષ ખબર આપ્યા. મેગલનું ભાગ્ય અત્યારે ચડિયાતું છે, એક પછી એક એમ ઘણા હિન્દુ રાજાએ તેને મળી ગયા છે અને તેથી તેમની દરેક સ્થળે જીત થતી જાય છે. બંગાળાના પઠાણે ઉપર પણ તેમણે Page #65 -------------------------------------------------------------------------- ________________ પર ભાવિધાયક ભામાથાદ. હમણાં મહાન્ વિજય મેળવ્યે હાવાથી તેઓ જોર ઉપર આવતા જાય છે, ” પ્રતાપસિહે કહ્યુ . “ મહારાણા ! ” ભામાશાહે કહેવા માંડયુ, સમય એવા આવ્યા છે કે દરેક સ ંયેાગે! માપણી વિરૂદ્ધ ઉત્પન્ન થતા જાય છે અને તેથી મેગલ ખાદશાહ અકબરની સામે આપણે એકલા હાથે ટકી રહેવુ, એ માટી મુશ્કેલીવાળુ છે; પરંતુ આપણા થાડા ઘણા સૈનિકા કે જે બચવા પામ્યા છે, તેઓમાં અને માસપાસના ભીલેા માં સ્વદેશ પ્રત્યેના પ્રેમ એવા તા સજ્જડતાથી રહેલા છે કે તે આપણે વિજય જ થશે એ નિર્વિવાદ છે. ” “મારી માન્યતા પણ એવી જ છે.” પ્રતાપસિહે આંખેાના ભવાં ચડાવીને કહ્યું. “ આપણને માટી મુશ્કેલી અને સંકટોમાંથી પસાર થવું પડશે; પરંતુ મેં જે પ્રતિજ્ઞા કરી છે. આપણી આ પ્રિય મેવાડ ભૂમિના ઉદ્ધાર કરવાની જે ધારણા બાંધી છે. તેને હું ગમે તે ભેાગે વળગી રહેવાને તૈયાર અને હૃઢ નિશ્ચયી બન્યા છું અને પેલા તમારા મુનિવરના ઉચ્ચ ઉપદેશથી તે મારી કરેલી પ્રતિજ્ઞાને વિશેષ પુષ્ટી અને પેાષણ મળેલાં છે. મંત્રીશ્વર! એ મુનિવરના ઉપ દેશથી અને તેમના શાંત, ભવ્ય અને તેજપૂણૅ વદનથી મારા હૃદયમાં એવી તેા ઉંડી અસર થઇ છે કે જેનુ વર્ણ ન કરવાને હું કેવળ અસમર્થ છું. 66 “મહારાણા!’” ભામાશાએ પ્રસન્ન મુદ્રાથી કહ્યુ, એ મુનિવર તેા એક સામાન્ય અને સાધારણ સાધુ હતા; પરંતુ જૈન ધર્મના મહાન્ પ્રભાવશાળી આચાર્ય શ્રી હીરવિજયસૂરિ કે જે હાલમાં ગુજરાત દેશની ભૂમિને પેાતાની ચરણરજથી પવિત્ર કરી રહેલા છે. તેમના ઉપદેશને જો આપ સાંભળે તે આપને અતિશય આનદ થાય તેમ છે. તે આચાર્ય એવા તા સમ વિદ્વાન છે અને તેમનું જ્ઞાન એટલું તા વિશાળ છે કે જેની પ્રશ’સા કાઇ પણ રીતે કરવા હું સમર્થ નથી.’ પ્રતાપસિંહે આતુરતાથી પૂછ્યું “ શુ એવા પાપકારી આચાર્યના દર્શનના અને તેમના ઉપદેશના આપણે લાભ મેળવી શકીએ તેમ નથી ?” Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ કે વ્ય. ૧૩ હાલના કટોકટીના સમયમાં તેમ ખનવુ અશકય છે; પરંતુ દેશમાં શાંતિનુ પુન: સ્થાપન થતાં આપણે તેવા લાભ મેળવવા પ્રયાસ કરશું.” ભામાશાહે ઉત્તર આધ્યે. " 66 પણ તે દરમ્યાન આચાર્ય મહારાજને એક વિનતિપત્ર લખી અનુકૂળ વખતે આપણા દેશમાં આવવાનું આમંત્રણ કરીએ તાકાંઇ હરકત છે?” પ્રતાપે પુન: જીજ્ઞાસાથી પુછ્યુ. (6 હરકત તા કાંઇ નથી, પર ંતુ આવા યુદ્ધના સમયે તેમને આ તરફ આવવાનું આમંત્રણ કરવુ' ઉચિત નથી. આગળ ઉપર શાંતિ ફેલાતાં આપની ઇચ્છા મુજમ કરશું.” ભામાશાહે જવામ આપ્યા. “તમારી વાત ખરી છે; કેમકે અત્યારે માગલાના ત્રાસ આ તરફ એટલા બધા થઈ પડયા છે કે તેમના જેવા સાધુપુરૂષથી અહિયાં સુખેથી માવી શકાય તેમ નથી. ” પ્રતાપસિહ ઉભા થતાં થતાં કહ્યું. ભામાશાહ પણ ઉચે અને તેએ બન્ને રાજમહેલ તરફ ચાલવા લાગ્યા. પ્રતાપસિ’હૈ ચાલતાં ચાલતાં કહ્યું “ કિલ્લાના રક્ષણની અને નજીકના સમયમાં આવનારા શત્રુના હુમલાની સામે થવાની સ પ્રકારની ગાઠવણ તા થઇ ગઇ છે ને?” “જી હા. કિલ્લાના રક્ષણના ભાર કુમાર અમરિસંહ અને કર્મ સિંહને સુપ્રત કરેલા છે અને બીજા સૈન્ય સહિત જરૂર પડયે મદદ કરવાનું કાર્ય રણવીર્રાસ'હું અને ચ ંદાવત્ સરદારને સોંપવામાં આવ્યું છે.” ભામાશાહે કરેલી ગાઠવણ કહી બતાવી. “બહુ સારૂં. હવે આપણે સૈન્યની તૈયારી કેવા પ્રકારની છે તે જોવાની જરૂર છે.” પ્રતાપસિંહે કહ્યુ. “ ભલે પધારે. ” એમ કહી ભામાશા અને પ્રતાપસિંહ સૈન્યની તપાસ કરવાને ચાલ્યા. ભાગમાં થઈને માગળ જતા હતા, એટલામાં કોઇના વાર્તાલાપ થતા સાંભળીને પ્રતાપસિ’હુ ઉભા રહ્યા અને ભામાશાહ તે Page #67 -------------------------------------------------------------------------- ________________ પ ભાગ્યવિધાયક ભામાશાહ તરા તેણે અર્થસૂચક દ્રષ્ટિથી જોયું. ભાષાશાહ તેનેા ભાવાર્થ સમજી ગયા અને તે પણ ઉભા રહ્યો. તે ઉશય ખાગમાં ત્રણ ચાર મોટાં મોટાં વૃક્ષોની ઘટાની પેલી બાજુએ થતાં વાર્તાલાપને સાંભળવા લાગ્યા, “અત્યારે અરસપરસ મળવા હળવાના અને પ્રેમના સંભાષણ્ણા કરવાના સમય નથી, એ શુ' તમે નથી જાણુતા કૅસિંહુ?” એક તરૂણીના અવાજ સંભળાયા. આ અવાજ સાંભળીને ભામાશાહ પ્રતાપસિંહને કાંઇ કહેવા જતા હતા; પરંતુ તેણે આંગળીની ઇશારતથી ચુપ રહેવાનુ અને સર્વ વાત સ્રાંભળવાનું સમજાવ્યું અને તેથી તે ચૂપ રહી સાંભળવા લાગ્યા. “હું તે જાણું છું, કુસુમ ! પણ અહીં આવવાના અને આ રીતે તમને મળવાના મારા હેતુ સમજ્યા વિના તમે મારા તિરસ્કાર કરી છે. એ ઠીક કહેવાય કે ? ” કર્મસિ ંહે પૂછ્યું. te k હા, એ ઠીક તા નથી; પરંતુ જે સમયે કર્ત્તવ્યમાં જ રાત દિવસ મશગુલ રહેવું જોઈએ, તે સમયે માવી રીતે નિરૂપયેાગી વાત કરવામાં આનંદ માનવાને તૈયાર થવુ, એ વ્યાજબી નથી. મહારાણાની આજ્ઞાને તેા તમે ભૂલી ગયા નથી ને ?” કુસુમે હ્યુ. મહારાણાની આજ્ઞા, એ મારે મન ખુદ પરમાત્માની આજ્ઞા છે અને તેથી હું તેને ભૂલી જાઉં, એ તદન અસભવનીય છે. મારે અહીં આવવાના અને તમને મળવાના આશય જૂદો જ છે. તમે જાણતા હશે। કે મોગલ સેનાપતિ શાહુમાજમાં પ્રખળ સૈન્ય સાથે આ કિલ્લાને ઘેરવાને ચાલ્યા આવે છે અને ? સમય જાય છે, તેમાં મેગલા સાથે મહાન્ યુદ્ધ થશે. કાણુ જાણે છે કે આ યુદ્ધનુ શુ પરિણામ આવશે ? કિલ્લાના રક્ષણના ભાર કુમાર અમરિસંહ અને મારા ઉપર મૂકાયેલા હેાવાથી આવતી કાલથી મારે કુમારની સાથે શતદ્દિવસ કિલ્લા ઉપર જ રહેવાનું છે અને તેથી એક વખત તમારા ચંદ્ર સમાન ઉજ્જવળ વનકમળનું દન કરી લેવા અને તેમાંથી ઝરતા અમૃતનું પાન કરવાને માટે જ તમારી પાસે આવ્યે છુ. Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ કે કર્તવ્ય આ સ્થિતિમાં તમે મારે તીરસ્કાર કરે છે, કુસુમ?” કર્મસિંહે પિતાના આવવાને હેતુ કહી બતાવતાં આર્જવતાથી કુસુમને પૂછ્યું. કસમે કાંઈક દિલગીરી ભરેલા અવાજે કહ્યું. “કર્મસિંહ! જેને મેં મારા હૃદયમંદિરમાં સદાને માટે સ્થાન આપેલું છે, તેને હું તીરસ્કાર કરૂં, એ કેવળ અસંભવનીય છે, પરંતુ જે સમયે સ્વદેશ, સ્વધર્મ અને સ્વઈજજતને સઘળો આધાર આપણાં એકનિષ્ઠ કર્તવ્ય ઉપર રહેલો હોય, તે સમયે એ અત્યંત અગત્યનાં કર્તવ્યને ઘડીભર પણ વિસારી દેવાં અને વિકારને વશ થઈ પ્રેમીઓની સાથે પ્રેમસંભાષણમાં જોડાવું, એ તમારા જેવા એક ખરા સ્વદેશ સેવકને કંઈ પણ રીતે ઉચિત નથી.” તે પછી તમે, આપણા ઉભયની વચ્ચે જે શુદ્ધ પ્રેમ બંધાયો છે, તે કરતાં પણ સ્વદેશ અને સ્વધર્મ પ્રતિના પ્રેમને વિશેષ આદરને પાત્ર ગણે છે. ખરુંને?” કર્મસિંહે આશ્ચર્યયુક્ત સ્વરે પૂછયું. “અલબત,” કસુમે ઝટ ઉત્તર આપે અને તેની કમળ સમાન ચક્ષુઓમાંથી તેજની ધારા છુટવા લાગી. “એમાં જરા પણ શક નથી. તમારા પ્રત્યે પ્રેમ છે કે શુદ્ધ અને નિર્મળ છે, પરંતુ તે માત્ર વ્યક્તિગત છે, જ્યારે સ્વદેશ અને સ્વધર્મ પ્રત્યેનો પ્રેમ સમષ્ટિને છે અને તેથી તે વિશેષ આદરને પાત્ર છે.” સુમ તમારા આજના વર્તન ઉપરથી જણાય છે કે તમે મને પહેલાંની જેમ ચાહતા નથી.” કર્મસિંહે ગંભીરતાથી કહ્યું. “ તમારી માન્યતા ભૂલભરેલી છે, કર્મસિંહ !” કસુમે દ્રઢતાથી કહ્યું. “હું તમને પહેલાં જેવા પ્રેમથી ચાહતી હતી, હાલ પણ તેવા જ બકે તેથી પણ વધારે પ્રેમથી ચાહું છું, પરંતુ હાલના અગ્ય વખતે મારો એ પ્રેમ બતાવી તમને મેહમુગ્ધ કરવાની અને એ રીતે સ્વકર્તવ્યથી તમને ચુત કરવાની મારી ઈચ્છા નથી અને તેથી જ મેં તમને અત્યારે બરાબર માન આપ્યું નથી.” ઠીક, કુસુમ ! ત્યારે હવે હું રજા લઉં છું. પરમાત્માની કૃપાથી ફરીથી ગ્ય અવસરે તમને મળીશ.” કર્મસિંહે એટલું Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ભાગ્યવિધાયક ભામાશાહ. કહી કુસુમના રૂપનિધાન વદન કમળનું અવલોકન કર્યું અને તે જવાને ઉત્સુક થયો. - “ઉભા રહે, કર્મસિંહ!” તેને નિસ્તેજ વદને ચા જેતે જોઈને કુસુમે શાંતિથી કહ્યું. “આજના મારા વર્તનથી તમને ખોટું લાગ્યું જણાય છે, પરંતુ તમે જે શાંત ચિત્તે વિચાર કરશે, તો તમને સ્પષ્ટ જણાશે કે મેં જે કાંઈ કર્યું છે તે અયુક્ત નથી. તમે જાણે છે, કર્મસિંહ! કે આપણું પ્રિય દેશ મેવાડના, આપણું પ્રાણપ્રિય ધર્મના અને આપણું અત્યંત હાલી ઈજ્જત-આબરૂના રક્ષણને બધે આધાર ભવિષ્યમાં થનાર યુદ્ધ ઉપર અવલંબીને રહે છે. પરમાત્મા મહાવીર અને ભગવાન એકલિંગજીની કૃપાથી આપણે વિજય થશે, એમ મારી માન્યતા છે, પરંતુ મેવાડના દુર્ભાગ્યે જે આપણે પરાજય થયે, તે મહારાણુની અને આપણી શું સ્થિતિ થશે? તથા આપણાં દેશ, ધર્મ અને આબરૂની કેવી અધોગતિ થશે ? તેની કલ્પના પણ અત્યારથી થઈ શકતી નથી અને તેથી આવા કટોકટીના સમયે પ્રેમીજન્ય વાર્તાલાપ કરી હૃદયને વિકારી બનાવીને ખરા કર્તવ્યથી ચલિત થવું, એ ઉચિત નથી. આ હેતુથી તમારે જે જોઈએ તે સત્કાર મેં કર્યો નહોતે, પરંતુ એથી તમારા તરફનો મારો જે અખંડ પ્રેમ છે, તેમાં જરા પણ ન્યુનતા થઈ છે એમ માનવાનું કોઈ પણ પ્રયોજન નથી. કર્મસિંહ! સ્પષ્ટીકરણની ખાતર મારે એટલે ખુલાસો કરે પડયે છે અને હું આશા રાખું છું કે એથી તમારા મનનું સમાધાન થઈ ગયું હશે. હવે જાઓ; પરમાત્મા મહાવીર અને ભગવાન એકલિં. ગજી તમને સુયશ અપાવે, એવી મારી અંત:કરણની ઈચ્છા છે.” - કર્મસિંહ, કુસુમનું આ સંભાષણ સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયો અને તેથી તે પોતાની થયેલી ભૂલને પશ્ચાત્તાપ જાહેર કરવાને આતુર થઈ રહ્યો હતે; પરંતુ કુસુમ એટલું બેલીને તથા કમસિંહ પ્રતિ એક સનેહભરેલી દ્રષ્ટિ ફેંકીને તુરતજ ત્યાંથી ચાલી ગઈ. કર્મસિંહ વીજળીના વેગે ચાલી જતી એ માનિનીને તે દેખાય ત્યાં સુધી જોઈ રહ્યો. તેને કુસુમને બોલાવી પોતાની ભૂલની ક્ષમા માગવાનું ઘણું મન થયું, પરંતુ તેના મુખમાંથી એક શબ્દ પણ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ કે કથ્ય. સહ બહાર નીકળી શકયે નઢુિ. થાડી વાર વિચારગ્રસ્ત અવસ્થામાં ઉભા રહ્યા બાદ તે ઉત્સાહિત વદને અને દ્રઢ પગલે પાછો ફર્યો અને ત્યરાથી સ્વસ્થાનકે જવા નીકળ્યે; પર ંતુ વૃક્ષાની ઘટામાંથી બહાર નીકળતાંજ તે સ્તબ્ધ થઇ ગયા અને જાણે તેના પગ કાઇએ ખેાઢી દીધા હાય, તેમ તે ત્યાં ને ત્યાં જ ઉભો રહી ગયા. “ અત્યારે આમ કયાં ગયા હતા, કૅસિંહૈં ? ” મહારાણા એ તેની સામે તીક્ષ્ણ દ્રષ્ટિએ જોઇને કરડા સ્વરે પૂછ્યું. કસિંહની મગદૂર નહેાતી કે તે મહારાણાને એ પ્રશ્નના ખરા ઉત્તર આપી શકે. તે નીચું મુખ રાખીને જેમના તેમ ઉભા રહ્યો. “ કેમ ઉત્તર આપતા નથો ? ” મહારાણાએ પુન: ભાર ઃઇને પૂછ્યું. (4 કુપાળુ મહારાણા ! ” કૅસિદ્ધ નિરૂપાયે મેલ્યા. તેના “ મારી પગ ધ્રૂજતા હતા અને તેનુ મુખ નિસ્તેજ બની ગયું હતું. ગભીર ભૂલ થઇ છે; મને ક્ષમા કરે. ’ “ તમારી ભૂલની તમને ક્ષમા આપવી કે નહિ, તેના નિય પાછળથી થશે; પરંતુ તારા મહારાણાની આજ્ઞાના અમલ તુ આવી રીતેજ કરે છે ને ? ” પ્રતાપસિહે કાંઇક શાંતિથી કહ્યું'. "" સિંહે દ્રઢતાને ધારણ કરોને નિ યતાથી જવામ માપ્યા. કૃપાનાથ ! આપની માજ્ઞાના અમલ કરવામાં અવશ્ય મારી ભૂલ તા થયેલી છે; પરંતુ તે ક્ષમા ન આપી શકાય એવી ગભીર નથી. ’ “ ઠીક, અત્યારે તે તું તારા કત્તબ્ધ ઉપર ચાલ્યા જા; તારી ભૂલના નિર્ણય પાછળથી કરવામાં આવશે. ” એમ કહી પ્રતાપસિંહુ ભામાશાહને લઇ આગળ ચાલ્યા એટલે કર્મસિંહ તેમને નમન કરીને ત્યાંથી કિલ્લા ઉપર ચાર્લ્સે ગયા. કે સિંહના ચાલ્યા જવા પછી મહારાણાએ કહ્યું. “ ભામા શાહ ! કુસુમના વિચાર જાણીને હું બહુ ખુશી થયા છું અને આવી સ્વદેશપ્રેમી અને સદ્ગુણી પુત્રીના પિતા તમને ધન્યવાદ આપુ છું. હાવા માટે હું "" ' Page #71 -------------------------------------------------------------------------- ________________ સ૮ ભાગ્યવિધાયક ભામાશાહ. - “મહારાણુંઆપની શુભ લાગણીને માટે આપને હું ઉપકાર માનું છું પરંતુ મારી પુત્રી કુસુમ સદ્દગુણી અને સ્વદેશપ્રેમી હાય, તે તેનું સઘળું માન મહારાણી શ્રીમતી પદ્યાવતી દેવીને જ ઘટે છે, કેમકે તેમણે તેને પોતાની જ પુત્રીની જેમ હંમેશાં પિતાની પાસે રાખીને કેળવી છે અને તે આપ પણ કયાં નથી જાણતા?” ભામાશાહે કૃતજ્ઞતા દર્શાવતાં કહ્યું. ખરું છે,” મહારાણાએ કહ્યું. “ દેવી પદ્માવતી તેના ઉપર પોતાના પેટની પુત્રી જેટલું વહાલ રાખે છે, પરંતુ મંત્રીશ્વર! કર્મસિંહ અને કુસુમ અરસપરસ એકબીજાને ચાહે છે, એવું તેમ ના અત્યારના વાર્તાલાપથી મને જણાયું છે, તે શું સત્ય છે ?” હા, તે સત્ય છે. કર્મસિંહ અમારી જ્ઞાતિને એક લાયક, બુદ્ધિવાન, ઉચ્ચ કુળનો અને પરાક્રમી યુવક છે અને આપણે લીધે. લી પ્રતિજ્ઞા સંપૂર્ણ થયા બાદ તેમનું ઉભયનું લગ્ન કરી નાંખવાનો મેં નિશ્ચય પણ કરેલો છે.” ભામાશાહે કહ્યું. કર્મસિંહના કૌશલ્યને હલદીઘાટના યુદ્ધમાં જેવાને પ્રસંગ મને મ હતું અને તેથી તમે જે નિશ્ચય કરેલ છે, તે ઉત્તમ છે, પણ હવે આપણે કિલ્લા ઉપરની ગોઠવણ એક વખત જોઈ લઈએ તે કેમ?”પ્રતાપસિંહે ભામાશાહના નિશ્ચયને સંમતિ આપતાં પૂછયું. “મારે વિચાર પણ એજ છે.” એમ કહી ભામાશાહ તથા પ્રતાપસિંહ કિલ્લા ઉપર ગયા. ઝઝ* * પ્રકરણ ૯ મું. નરેજને હેતુ. આંખોમેં હય તસબીર સુરતકી દિલરૂબાકી, દિલમેં અદા ખુબી હય, ઉસ નાંજની અદાકી.” “આજ સુધી ઘણું નવજવાન સુંદરીઓને નિહાળી છે, પરંતુ આ સમયના નૈરોજના બજારમાં જે જીન્નતની હુરીને આ Page #72 -------------------------------------------------------------------------- ________________ નોરાજતે હેતુ. પ ચશ્માએ જોઇ છે, તેની તુલનામાં તેમાંથી એક પણ સુંદરી ઉતરી શકે તેમ નથી, સમસ્ત હિન્દુસ્થાનમાં તેના જેવી ખીજી ક્રાઈ પણ સુંદરી નથી, એમ મેં અત્યારસુધી તેના પૂર્વ રૂપનુ જે વણું ન સાંભન્યું હતુ, તે તેને નજરે જોવાથી મક્ષરશ: સત્ય જણાયુ છે. જ્યારથી એ યેાવનવતી મદમાતી પરીના રૂપલાવણ્યનું મેં પાન કર્યું છે, હાય ! ત્યારથી મને એવા તા બેહદ નીસા ચડયા છે અને જીગરમાં એવે તા કારી જખમ થયા છે કે યા પરવરફ્રેંગાર શી વાત કહું ? સમજ નથી પડતી કે ખુદાતાલાએ હિન્દુ અને તેમાં પશુ રજપૂત જાતિની આરતાને આવુ એનમૂન રૂપ કેમ આપ્યુ’હશે ? અમ્બરરાજ બિહારીમદ્યની કન્યા, જોધપુર નરેશ માલદેવની કન્યા જોધાબાઇ અને અહેરામખાંની વિધવા સલીમા ઇત્યાદિ અત્યંત રૂપશાલી તરૂણીઓ મારી પ્રિયતમા બેગમાં છે, પરંતુ લીલાદેવીના મનાહારી સાં ની આગળ તેમનુ અલૈાકિક સૌંદર્ય પણ કાંઈ બિસાતમાં નથી. લીલાદેવી એ ખરેખર સાંદ ની પૂતળી અને લાવણ્યના ભંડાર જ છે. અહા ! એ પરીના હસીન રૂપના મારે શા વખાણુ કરવા ? તે દિવસે નારાજના મજારમાં જોયેલી હિન્દુ અને મુસલમાનનાં ઉચ્ચ કુટુંબાની એકેએક સ્ત્રી સ્વરૂપવાન હતી; તેમ છતાં પણ ખધા હીરાએમાંથો જેમ કેાહીનૂર હીરા જૂદાજ પડી જાય છે, તેમ એ દૈન્રિપ્યમાન નાજુક પરી લીલાદેવી બધી સ્ત્રીઓમાંથી જૂદી પડી જતી હતી, તેના નાજુક ખન્ને હાથેા કમળ ડને શરમાવે તેવા હતા, તેની ་તપંક્તિ દાડમની કળીએ કરતાં પશુ શ્રેષ્ટ હતી, તેનું મુખ લાવણ્યના ભડાર સદેશ હતું, તેની આંખેા આગળ ખંજન પક્ષીની આંખેા તુચ્છ હતી; તેને કટીભાગ અત્યંત પાતળા હતા, તેના નિત ંબ પ્રદેશ ઘણા ભરેલા અને સ્થૂળ હતા અને તેના મીઠા મધુર સ્વર કાયલ અને ખુલબુલના સ્વરને પણ ભૂલાવી દે તેવા હતા. ટુકામાં કહું તેા તેના શરીરના બધા અવયવો અત્યંત મનહર અને આક Öક હતા. આવી ત્રિલેાક સુંદર, મેહિની અને લલિત લલનાને જોઇને કયા પુરૂષ પાતાનુ ભાન ન ભૂલી જાય ? ખરેખર પૃથિવી રાજ ! તું મહાન ભાગ્યશાલી છે કે તને આવી અનુપમ પ્રિયતમા Page #73 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. મળેલી છે! લીલાદેવી! જીન્નતની હુરી! તું પૃથિવીરાજ જેવા સામાન્ય ખંડિયા રાજાની રાણી થઈ, તે કરતાં સમસ્ત ભારતવર્ષના મોગલ સમ્રાટની અતિ પ્રિય સામ્રાજ્ઞી થઈ હતી તે કેવું સારૂં થાત? ઠીક છે ...” ભારતસમ્રાટ અકબર ઉપર પ્રમાણે વિચાર કરતે, રાજ્યમહાલયના પિતાના અત્યંત સુસજિજત એરડામાં વિરામાસન ઉપર બેઠો હતે, આ ઓરડે ઘણેજ મને રંજક હતું. તેના જોયતળીએ વિવિધ રંગના આરસપહાણ જડી દીધેલા હતા. સ્થળે સ્થળે ગુલાબ, મગરે, કેતકી, જાઈ, જુઈ અને બોરસલી ઈત્યાદિ અનેક પ્રકારનાં કુલનાં છેડનાં કુંડાઓ ગોઠવી દીધાં હતાં. ઓરડાની દિવાલે ઉપર જૂદા જૂદા રંગથી સુંદર રમણીઓનાં ચિત્ર ચિતરેલાં હતાં અને ઓરડાની વચ્ચે ગોઠવેલા સંગેમરમરના સ્થાના મથાળે સોનેરી પાંજરામાં પૂરાયેલા પક્ષીઓ મધુર કલરવ કરી રહ્યાં હતાં. દુકામાં કહીએ તે તેમાં બિછાવેલા ગાલીચા ઉંચી સાટીનના તકીઆ, વિવિધ આસને, તખ્તા અને ચિત્રો વિગેરેથી એ ઓરડો ઘણે દબદબાભલે લાગતું હતું. શહેનશાહ અકબરે આ વખતે ઘણું જ ઉંચી જાતના અને અત્યંત મૂલ્યવાન વસ્ત્ર પરિધાન કરેલાં હતાં અને તેથી તે એક દેવ સમાન શોભતા હતા, પરંતુ તેની મુખમુદ્રા ચિન્તાગ્રસ્ત હતી. સુવર્ણ જડિત વિરામાસન પર તે આડે પડ પડયે વિચારસાગરમાં ડુબી ગયો હતે. ક્ષણવાર પછી બાદશાહ આસન પરથી ઉઠીને ઉભો થયો અને ઓરડામાં આમતેમ ફરતાં ફરતાં તેણે હાક મારી કાસમ !” અકબરને માનીતે અને વિશ્વાસુ હબસી ગુલામ કાસમ તરતજ હાજર થયે અને જમીન સાથે મસ્તક લગાવીને સલામ ભરી સામે અદબથી ઉભો રહ્યો. બાદશાહે સત્તાવાહક સ્વરે કહ્યું. “અમીનાને તુરત મારી હજુર મોકલ.” કાસમ નમીને તુરતજ ચાલે ગયે અને ડીવારમાં જ Page #74 -------------------------------------------------------------------------- ________________ નીરજનો હેતુ બાંદી અમીના આવીને હાજર થઈ અને બાદશાહને કુનિસ બજા. વીને, સામે મસ્તક નમાવી ઉભી રહી. બાદશાહે તેને કહ્યું. “અમીના!” અમીનાએ નમ્રતાથી કહ્યું. “ફરમાન સરકાર.” અહી નજીક આવ.બાદશાહે તેને પોતાની પાસે બોલાવી. - તે તેની નજીક આવી એટલે અકબરે તેના કાનમાં કંઈક ગુપ્ત વાત કહી. અમીના તે સાંભળીને ફરીથી મુનિસ બજાવીને ચાલી ગઈ. અમીનાના ગયા પછી અકબર પુન: વિચારમગ્ન સ્થિતિમાં વિરામાસન ઉપર આડે પડયે. એટલામાં કાસમે હાજર થઈ નમીને કહ્યું. “જહાંપનાહ! બુંદેલખંડના રાજા ઉપર ચડાઈ લઈ જનાર સેનાપતિ આવી પહોંચ્યા છે અને તે આ૫ હજુર આવવાની આજ્ઞા માગે છે.” બાદશાહે વિચારનિદ્રામાંથી જાગૃત થઈને કહ્યું. “સેનાપતિને કહે કે હમણાં આશાયેશ લે અને ફરમાન થાય ત્યારે હાજર થજે.” ખુદાવંદને જે હુકમ.” એમ કહીને કાસમ ચાલે ગયે. અકબર અમીનાની આતુરતાથી રાહ જોતે હતું તેથી તે વારંવાર એરડાના દ્વાર તરફ નજર ફેરવતા હતા. બે ત્રણ કલાક થયા પણ અમીના આવી નહિ એટલે અકબરે પુનઃ કાસમને બોલાવ્ય; પરંતુ એટલામાં અમીના આવી પહોંચી અને બાદશાહને નમીને અદબથી સામે ઉભી રહી. કાસમ બાદશાહના ઈશારાથી બહાર ચાલ્યા ગયા. ત્યારબાદ અકબરે અમીનાને પૂછ્યું. “શું કરી આવી, અમીના ?” જહાંપનાહ! આપના ફરમાન મુજબ બધી ગોઠવણ થઈ ગઈ છે.” અમીનાએ ઉત્તર આપે. શું લીલાદેવીને ભેળવીને તું લઈ આવી?” અકબરે આશ્ચર્ય યુક્ત અવાજે પૂછ્યું. Page #75 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ હા સરકાર અને તેને આપે કહેલા ઓરડામાં બેસાડીને હું આપને ખબર આપવાનેજ આવી છું.” અમીનાએ ઉત્તર આપે. અમીના! તું ઘણી ચતુર છે, તેને બદલે તને મળશે. ચાલ, મને ત્યાં લઈ જા.” અકબરે પ્રસન્નતાથી કહ્યું. પધારે, જહાંપનાહ!” અમીન એમ કહીને આગળ ચાલી. બાદશાહ તેની પછવાડે પછવાડે ગયે. થેડી ક્ષણમાં અમીના એક ઓરડા પાસે આવીને અટકી અને બાદશાહને બહાર ઉભા રહેવાની અરજ કરી પિતે અંદર ગઈ. તેને અંદર આવતી જોઈને એક અનુપમ લાવણયસંપન્ન તરૂણીએ તેને આતુર નયને પૂછયું. “બાંદી ! જોધબા કેમ હજુ આવ્યા નહિ?” - “રાણી સાહેબા ! તે વસ્ત્રો પહેરી રહ્યા છે અને જે સમય જાય છે તેમાં તુરતજ આવી પહોંચશે.” અમીનાએ નમ્રતાથી જવાબ આપે. “ હા, પણ તું જા અને ઉતાવળ કરાવ; કેમકે સાંજ પહેલાં મારે મારા મકાને પાછા ફરવું જ જોઈએ.” તે તરૂણુએ આતુરતા દર્શાવતાં કહ્યું. ઠીક ત્યારે, હું જઉં છું અને બેગમ સાહેબાને ઉતાવળ કરાવું છું.” એમ કહી અમીના ઓરડામાંથી બહાર આવી અને બાદશાહને અંદર જવાની ઈશારત કરી ત્યાંથી અન્યત્ર ચાલી ગઈ. અકબરે ઓરડામાં પ્રવેશી તેનાં દ્વાર બંધ કર્યા. દ્વારના ખડખડાટથી અંદર આસન ઉપર બેઠેલી તરૂણીએ દ્વાર તરફ પિતાની નજર ફેરવી તે જોધબાને બદલે કોઈએક તરૂણ પુરૂષને જોઈ તે આસન ઉપરથી ઝડપથી ઉભી થઈ ગઈ અને પહેરેલા વસને ઘુંઘટ તાણને અવળા મુખે ઉભી રહી. બાદશાહ અકબર આ નવીન તરૂણીનાં સવગને જોઈ ચકિત થઈ ગયો. તે હવશ થઈને તેની પાસે ગયો અને મધુર સ્વરે છે. લીલાદેવી ! સુંદરી શામાટે શરમાઓ છે? શા માટે તમારા ચંદ્ર સમાન મુખને ઘુંઘટમાં છુપાવે છે?” Page #76 -------------------------------------------------------------------------- ________________ નીરજને હેતુ લીલાદેવી તેના આ શબ્દો સાંભળી ભયાતુર સ્વરે બોલી. “ તમે કોણ છે ? અને શા માટે અહીં આવ્યા છો? જોધબા કયાં છે?” “સુંદરી ! શું તમે મને ઓળખતા નથી? હું જેધબાને પતિ મુંજ તમને અને બોલાવ્યા છે. નહિ કે જે ધબાએ.” અકબરે સહેજ હસીને કહ્યું. શું તમે શહેનશાહ અકબર? ખોટી વાત! તે તે મહાન ધર્માત્મા પુરૂષ છે, તે કદિ પણ પરસ્ત્રીને આવી રીતે દગાથી બેલાવે નહિ!” લીલાદેવીએ દ્રઢતાથી કહ્યું. લીલાદેવી! સમસ્ત હિન્દુસ્થાન અને ધર્માત્મા કહે છે, તે વાત ખોટી નથી. બીજી બધી બાબતમાં મારું વર્તન તેવું જ છે, પરંતુ રૂપવતી તરૂણીના નેત્રકટાક્ષ આગળ હું ગુલામ છું; તેમના બેનમુન રૂપને હું પૂજારી છું અને તેમના હસન લાવણ્યને હું દાસ છું.” અકબરે કહ્યું. ત્યારે તમે ધર્માત્મા નહિ, પણ પાપાત્મા છે; પુરૂષ નહિ પણ પિશાચ છે.” લીલાદેવીએ ક્રોધથી કહ્યું. “તમારા કટુ શબ્દ પણ મને અત્યારે અમૃત સમાન મધુર લાગે છે, કેમકે જ્યારથી મેં તમને નોરેજના બજારમાં જોયા છે, ત્યારથી હું તમારા રૂપ ઉપર આશક થયે છું, સુંદરી !”અકબરે હસીને કહ્યું. જહાંપનાહ!” લીલાદેવીએ ગંભીરતાથી કહ્યું. “તમારા જેવા મોટા પુરૂષને આવું અઘટિત વર્તન કરવું એ ઉચિત નથી. હું કેણ છું? પરસ્ત્રી અને વળી તમારા મિત્રની પત્ની તેના પ્રત્યે તમે કુદષ્ટિ કરે છે, એ કેવી વાત?” “ખારી દિલબરઅકબરે લીલાદેવીને કેમળ કર પકડતાં કહ્યું. “ઉચિત શું અને અનુચિત શું, એ હું જાણતા નથી. હું તે તમને ખરા જીગરથી ચાહું છું અને તેથી પ્રિયા ! તમને વિનતિ કરીને કહું છું કે મારી ઈચ્છા પરિપૂર્ણ કરે.” પરપુરૂષના સ્પર્શથી સતી લીલાદેવીએ માંચ અનુભવ્યો. Page #77 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. તેનું સમસ્ત શરીર ક્રોધથી પી ઉઠયું. તેણે તિરસ્કારથી એકદમ બાદશાહના હાથને તરછોડી નાંખતાં કહ્યું “એક સતી સ્ત્રીના સતીત્વનું ખંડન કરવા જતાં કેવું વિપરિત પરિણામ આવે છે, એની તમને ખબર જણાતી નથી, શહેનશાહ! નહિ તે તમે આવું સાહસ કરી શક્ત નહિ. તમે સમગ્ર હિન્દુસ્થાનના બાદશાહ છે. હું એક સામાન્ય રાજાની રાણી છું, પરંતુ તમે જે અવિચારી પગલું ભરશો તે યાદ રાખજો કે તમારું અપમાન થશે.” દિલરૂબા!” જન્નતની પરી ! તમારા જેવી રૂપનિધાન તરૂણીથી અપમાનિત થવું, એ પણ ભાગ્યની વાત છે. માટે આડી અવળી વાતને જવા દઈ મારી ઈચ્છાને આધિન થાઓ. હું તમને સમસ્ત ભારતની સામ્રાજ્ઞી બનાવીશ.” અકબરે હસીને કહ્યું, “બાદશાહ ! લીલાદેવીએ ક્રોધથી કહ્યું. અત્યાર સુધી હું પ્રજાપાલક જાણી તમારું માન સાચવતી હતી, પરંતુ હવે તમારે એ અધિકાર રહ્યો નથી. ધિક્કાર છે તમને, ધિક્કાર છે તમારી મેટાઈને અને ધિક્કાર છે તમારી રાજગાદીને! હજુ પણ તમને કહું છું કે તમે જોમ આવ્યા છે, તેમ પાછા ચાલ્યા જાઓ. તમારા અત્યારના આ દુષ્ટ વ્યવહારની વાત હું ગુપ્ત રાખીશ અને તેથી મારી અને તમારી ઉલયની આબરૂ સચવાશે.” અકબરે ખડખડાટ હસીને કહ્યું. “પ્રાણેશ્વરી ! રૂપ આગળ આબરૂનો સવાલ તુચ્છ છે. આબરૂ કરતાં રૂપસુંદરીને હું વધુ પસંદ કરું છું, માટે એ વાત જવા દે પ્રિયા? અને મારા બળતા હદયને તથા શરીરને તમારા સુખકર સમાગમથી શાંત થવા દે. - બાદશાહના અતિ નિંદ્ય વચને સાંભળી લીલાદેવી એકદમ તિરસ્કારથી બેલી ઉઠી. “ નરાધમ ! ચંડાળ ! જીભ સંભાળીને વાત કરે. હું રાજા રાયસિંહની પત્ની જેવી ભેળી નથી કે તમારા વચનથી લેભાઈ જઈ તમારી માગણીને સ્વીકાર કરૂં? આ તે પૃથિવિરાજ સિંહની સિંહણ છે, તેને સ્પર્શ કરવાથી યાદ રાખજો કે તમારા પ્રાણ ખાચત જોખમમાં આવી પડશે. બાદશાહ ! માટે મને અહીંથી સુખરૂપ જવા દે.” Page #78 -------------------------------------------------------------------------- ________________ નૌરોજનો હેતુ “સુંદરી !” અકબરે દીનતાથી કહ્યું. “હવે જવાની વાત શા માટે કરે છે? ક્યાંસુધી શરમમાં રહેશે? હવે હદ થઈ છે! આવાં સ્ત્રીચરિત્ર તો મેં કોઈ સ્ત્રીનાં જોયાં નથી. માટે ઘુઘંટને હવે દૂર કરીને આ રૂપના તૃષાતુરને તમારા અનુપમ અને બેનમૂન રૂપનું પાન કરવા દે. હિન્દુસ્થાનને બાદશાહ ઉઠીને તમારી પાસે પ્રેમની ભિક્ષા માગે છે. શું તમે તેને નિરાશ કરશે?” શયતાન !” લીલાદેવીએ ઉત્તેજક સ્વરે કહ્યું. “ મહાન ઐશ્વર્યશાલી બાદશાહ થઈને તું એક સતિ નારીના સતિત્વનું ખં, ડન કરવા તૈયાર થયું છે, પરંતુ હું પરમાત્માના સોગન ખાઈને કહું છું કે પ્રાણાંતે પણ તારી ઈચ્છા પૂર્ણ થવાની નથી મને જવા છે હું તને પ્રાર્થના કરું છું કે મને સુખરૂપ જવા દે, નહિ તે પરિ ણામ સારૂં નહિ આવે !” “સુંદરી ! શા માટે હઠ કરે છે? તને ખબર છે કે હું કેણું છું? આખા હિન્દુસ્થાનને બાદશાહ તારી આગળ હજાર વાર માથું નમાવવા તૈયાર છે, જેનું નામ સાંભળતાં શત્રુઓ ભયાતુર થઈ જાય છે, તે તારા પ્યારનો ગુલામ બનવા આતુર છે અને જેના બાહુબ ળથી રાજસ્થાન જે અટંકી દેશ પાયમાલ થયે છે, તે તને પિતાની સામ્રાજ્ઞી બનાવવા માગે છે, તેનું શું તું અપમાન કરે છે? શા માટે ભાવિ સુખને તિલાંજલી આપે છે? જેમ એક ભોગી ભ્રમરે પ્રેમની ખાતર પોતાના પ્રિય કમળની અંદર મરવાને માટે તૈયાર થાય છે, તેમ હું તારા રૂપની આગળ મારા પ્રાણની પણ દરકાર કર્યા વિના મરવાને તૈયાર છું. માટે મારી વિનતિને સ્વીકાર કર. હું તને મારા ખરા જીગરથી ચાહું છું અને તેથી જો તું મારી ઈરછાને આધિન થઈશ તો તને પરમ સુખી બનાવીશ. ” અકબર એમ કહીને લીલાદેવીની અત્યંત નજીક ગયે અને તેને કમળ કર પકડીને તેને આલિંગન આપવા તૈયાર થયે. લીલાદેવી તેની દુષ્ટ ઈચ્છા કળી ગઈ અને ભયથી તેનું અંગ ધ્રુજવા લાગ્યું, પરંતુ પરમાત્માના પવિત્ર નામનું સ્મરણ કરીને તે બે-ત્રણ પગલાં પાછળ હઠી અને પિતાના વસ્ત્રોમાં છુપાવી Page #79 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. રાખેલી કટારી કહાડીને બોલી, “નરપિશાચ! અહીથી પાછા ચાલે જા, નહી તે તારું કે મારું એકનું જીવન અત્યારે સમાપ્ત થશે.” - અકબર લીલાદેવીના આ સાહસથી, જરા ભય પામે અને ક્ષવાર ચિત્રવત્ સ્થિતિમાં ઉભે રહ્યો. લીલાદેવીએ આ વખતે પિતાના મુખ ઉપરથી ઘુંઘટ કહાડી નાંખ્યા હતા. તેનું મુખ લાલચોળ થઈ ગયું હતું અને તેની આંખોમાંથી અગ્ની વરસતો હતો, તેમ છતાં તે એટલી તો સુંદર અને મેહક લાગતી હતી કે અકબર પુન: મેહવશ થઈ તેની પાસે ગયે અને તેને હાથેથી પકડી પિતાના તરફ ખેંચી. સતી લીલાદેવીના અંગમાં આ વખતે સતિત્વના પ્રભાવે દેવે બળ પ્રેર્યું અને તેથી તે એક જબરો ઉછાળો મારી તેના હાથમાંથી છુટી ગઈ. લીલાદેવીએ તેના હાથમાંથી છુટતાંજ પિતાના ઉદરમાં કટારી જોરથી બેસી દીધી. સતિને અમર આત્મા તેના દેહમાંથી પ્રયાણ કરી ગયા અને શબ ત્યાં પડયું રહ્યું. અકબર આ અણચિંતવ્યા બનાવથી કેવળ મંત્રમુગ્ધ થઈ ગયા અને હવે શું કરવું, એના વિચારમાં પડી ગયે. તે ઓરડામાંથી એકદમ બહાર આવ્યો અને કાસમને બોલાવી તેને કાનમાં કાંઈક ગુમ વાર્તા કહીને પિતાના ખાનગી ખંડમાં ચાલે ગયે. આ સમયે રાત્રિનો અંધકાર વ્યાપી ગયે હતો અને તેથી રાજ્યમહાલય અસંખ્ય દીપમાળાથી શોભી રહ્યો હતો. કાસમ, લીલાદેવીનું શબ પડેલું હતું તે ઓરડામાં ગયે અને તેને એક માનામાં મૂકી જોઈએને સમજાવીને સ્થાને રવાના કરી દીધો. મકરણ ૧૦ મું. કાવ્યકોવિદ પૃથિવીરાજ. પ્રાચિન સમયમાં ગુજરાત અને રાજસ્થાનની ઉન્નતિ કરવામાં અને તેના નૈરવને વધારવામાં જેનીઓએ અગ્રભાગ લીધે છે, એમ તે સમયના ઈતિહાસના વચનથી આપણે સારી રીતે જાણું શકીએ છીએ ગુજરાતમાં ચાંપ, વીર, વિમળ ઉદયન, મુંજાલ Page #80 -------------------------------------------------------------------------- ________________ કાવ્યકોવિદ પૃથિવીરાજ અને વસ્તુપાળે તથા રાજસ્થાનમાં વત્સરાજ, જયમલ, ભંડારમલ, ભામાશાહ, રતનસિંહ, ધનરાજ અને અમરચંદે જ્ઞાતિ, સમાજ, દેશ અને ધર્મના અભ્યદયાથે જે મહાન કાર્યો કર્યા છે, તે અત્યંત પ્રશંસનીય અને શિક્ષાપ્રદ છે; પરંતુ ઈતિહાસમાં આવા સમર્થ પુરૂષની એટલી ટુંકી હકીક્ત લખેલી છે કે તેથી તેમનાં સંપૂર્ણ જીવનવૃત્તાંતને જાણી શકાય તેમ નથી; તે પણ તેમના સંબંધને જેટલે ઈતિહાસ ઉપલબ્ધ છે, તેટલાથી તેમનાં ઉચ્ચ જીવનને અને તેમના ઉત્તમ કાર્યોને આપણે વિચાર કરી શકીએ છીએ. મોટાં મેટાં રાજ્ય સ્થાપવા અને તેને ઉદ્ધાર કરવાનાં સાહસે જેનીઓએ કરેલાં છે અને તેમાં તેઓ ફલિભૂત પણ થયેલા છે, એ ઈતિહાસના જાણકારો સારી રીતે જાણે છે. ઈતિહાસ પ્રસિદ્ધ બીકાનેરનું રાજ્ય પણ તેના મૂળ પુરૂષ બીકાએ તેના મંત્રી વત્સરાજની સહાય અને કાર્યકુશળતાથી સ્થાપ્યું હતું. મહારાજ જે ધારાવને પુત્ર બીકે અને વીર જૈસલજીને પુત્ર વત્સરાજ-એ ઉભયે જંગલના શંકલાઓ ઉપર માત્ર ત્રણ માણસે લઈને હુમલો કર્યો હતો અને તેમને હરાવીને તેમના પ્રદેશને કબજે કરી લીધું હતું. ત્યારબાદ વિજયી બીકાએ ભટ્ટીઓના તાબાને ભાર પ્રદેશ સર કરીને સંવત ૧૫૪૫ (ઈ. સ. ૧૪૯૮) ના વૈશાખ માસની અજવાળી પાંચમે તેણે બીકાનેર વસાવ્યું. વત્સરાજ પણ પિતાના કુટુંબ સહિત આ નવી સ્થપાયેલી રાજ્યધાનીમાં આવીને રહેવા લાગે અને તેણે મંત્રીપદેથી બીકાનેરને આબાદ બનાવ્યું. તેણે વત્સસાર નામક એક ગામ પણ વસાવ્યું હતું. વત્સરાજ ઘણજ ધર્માત્મા પુરૂષ હતું. તેણે જૈન ધર્મની પ્રભાવના માટે બહુજ ઉદ્યોગ કર્યો હતો અને તેણે તીર્થાધિરાજ શત્રુંજય તીર્થની યાત્રા પણ કરી હતી. મહારાજ બીકાથી લઈ ઉત્તરોત્તર રાજા રાજસિંહના અમલ સુધી વત્સરાજના વંશજોએ રાજ્યના મંત્રી અને સલાહકાર તરીકે સેવા બજાવી હતી. વસરાજના વંશમાં ઘણું અનુભવી અને વિદ્વાન પુરૂષે ઉત્પન્ન થયા હતા અને તેમણે દરેકે રાજ્યકાર્ય જ નહિ; કિન્તુ યુદ્ધકાર્યમાં પણ ભાગ લઈ પિતાની બહાદુરી બતાવી આપી હતી. વસરાજના વંશજો પૈકી વરસિંહ Page #81 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. અને નરસિંહ ઉભય ભાઈઓએ લેદીની સાથેના યુદ્ધમાં અતીવ પરાક્રમ કરેલું હતું. મેગલ શહેનશાહ અકબરના સમયમાં બીકાનેરની ગાદી એ રાવ કલ્યાણસિંહનો માટે કુવર રાયસિંહ હતો અને તેને મંત્રી કરમચંદ વત્સરાજને વંશજ હતો. મંત્રી કરમચંદ ઘણે જ વિદ્વાન અને બુદ્ધિસંપન્ન હતા તથા વ્યવહારિક જ્ઞાનમાં પણ ઘણે કુશળ હતું. રાજા રાયસિંહે અન્ય રાજપૂત રાજાઓની પેઠે શહેન શાહ અકબરની તાબેદારી સ્વીકારી હતી અને તેના પુત્ર સલીમને પોતાની કન્યા પણ આપી હતી. બાદશાહે તેના બદલામાં રાયસિંહને ચાર હજારી સેનાપતિની પદવી આપી હતી. રાજા રાયસિંહને ના ભાઈ પૃથિવીરાજ બહુ વિદ્વાન અને કાવ્યકેવિદ હતા તથા રાયસિંહ કરતાં ઘણેજ બાહોશ અને વીર પુરૂષ હતું, તેથી - હેનશાહ અકબરે તેને પિતાને મિત્ર બનાવીને પિતાના દરબારમાં નજરકેદ જેવી સ્થિતિમાં રાખ્યા હતા. પૃથિવીરાજ બાદશાહની કપટકળાને સારી રીતે જાણતો હતો અને પોતાના ભાઈએ તેની તાબેદારી સ્વીકારી, તે માટે તે નારાજ હતું, પરંતુ બાદશાહે તેને નજરકેદ રાખેલો હોવાથી તે કશું કરી શકે તેમ નહોતું. પૃથિવી. રાજ જેમ એક વીર પુરૂષ હતું, તેમ તે કવિ પણ હતા. તેણે સંસ્કૃત અને પ્રાકૃત બને ભાષામાં ઉત્તમ કવિતાએ કરેલી છે. વિશેષમાં તે મારવાડી ભાષાની કવિતા કરવામાં ઘણે જ નિપુણ હતા. તેણે પૃથિવીરાજ વેલ” તથા “રૂકિમણી લતા વિગેરે ઈશ્વર ભકિતપરાયણ ગ્રથો પણ લખેલા છે. આ કાવ્યકોવિદ પૃથિવીરાજને લીલાદેવી (લાલ-લાલબા) નામે સતી સ્ત્રી હતી. કર્નલ ટેડ કહે છે કે તે શિશેદિયાની પુત્રી હતી, પરંતુ વાસ્તવિક રીતે એમ હોવું સંભવતું નથી.* લીલાદેવી અને ચંપાવત (ચાંપા) એ ઉભય મહીડા * કર્નલ ટોડ રાજસ્થાનમાં લીલાદેવીને ( બ) શકિતસિંહની પુત્રી તરીકે ઓળખાવી છે; પરંતુ પ્રતાપપ્રતિજ્ઞા નાટકના કર્તા કવિ નથુરામ સુંદરજી શુક્લ એજ નાટકની પ્રસ્તાવનામાં આ સંબંધમાં મેવાડી કવિના મુખથી સાંભળેલી વાત ઉપર લખ્યા પ્રમાણે કહે છે, આમાંથી કઈ વાત ખરી માનવી, એ અમે ઇતિહાસવેત્તાઓને સેપીએ છીએ, પરંતુ અમને રા. નથુરામે સાંભવેલી વાત ઠીક જણાતાં તેને અનુલક્ષીને પ્રસંગનું આળેખન કર્યું છે, કર્નલ Page #82 -------------------------------------------------------------------------- ________________ કાળકાવિદ પૃથિવીરાજ. ૬૯ રાજપૂત હરરાજની પુત્રીઓ હતી; તેમાંથી પ્રથમ લીલાદેવીને પૃથિવીરાજ પરણ્યા હતા અને તેના અકાળ મૃત્યુ પછી ચંપાવતી સાથે તેનુ લગ્ન થયું હતુ. પૃથિવીરાજ અને લીલાદેવીને મપૂર્વ પ્રેમ હતા અને તેથી પૃથ્વિીરાજને બાદશાહના ક્માન મુજબ માગલ–ાજ્યધાનીમાં રહેવાનુ થતાં લીલાદેવી પણ મીકાનેરથી તેની સાથે આવીને રહી હતી. લીલાદેવી નવજુવાન અને અપૂર્વ રૂપલાવણ્યસ’પન્ન તરૂણી હાવાથી તેના રૂપની ખ્યાતિ સર્વત્ર પ્ર સરી ગઇ હતી. વિશેષમાં તે એક પતિપ્રાયા અને સતી સ્ત્રી હતી અને પેાતાના પતિ પૃથિવીરાજને ઇશ્વરતુલ્ય માનનારી હતી; તેથી તે અન્ય પુરૂષનું મુખ પણ ભાગ્યેજ જોતી હતી. પૃથિવીરાજ નજરકેદીની સ્થિતિમાં હાવા છતાં પણ લીલાદેવી જેવી સદ્ગુણી અને સાધવી સ્ત્રીના પ્રેમ અને સહવાસથી પોતાને સુખી માનતા હતા. અકબરે જોકે તેને નજરકેદમાં રાખેલેા હતેા; તે પણ તે તેનું માન સારી રીતે સાચવતા અને તેને કોઇ પણ પ્રકારની શંકા કરવાનું' પ્રયેાજન આપતા નહાતા. એકજ માતપિતાના ખન્ને સહેાદર ખંધુઓમાં જેમ કોઇ કોઇ સમયે આસમાન જમીનના તફાવત હાય છે, તેમ પૃથિવીરાજ અને તેના વડિલ અંધુ રાયસિંહમાં પણ તેટલેજ તફાવત હતા. રાયસિંહુ બીકાનેરના સ્વતંત્ર રાજા હતા; તે પણ તેણે શહેનશાહ અકબરથી ડરી જઇને તેની ગુલામગીરી સ્વીકારવા ઉપરાંત પોતાની પુત્રી પણ શાહજાદા સલીમને આપી હતી. રાયસિંહુમાં પૃથિવીરાજ જેવા ઉત્તમ ગુણ્ણાના સવ થા અભાવ હતા. તે ઘણુંાજ દુરાગ્રહી અને ક્રોધી હતા તથા તેને પેાતાની પ્રશંસા બહુજ પ્રિય હતી. વિશેષમાં તે એવા ઉડાઉ હતા કે તેણે રાજ્યના સઘળા ખાના ખુશામતખાર ભાટ-ચારણાને આપી દેવામાં ઉડાવી દીધા હતા. ટાડના ગ્રંથ જો કે સર્વોમાન્ય ગણાય છે; તેા પણ તેણે કેટલીક ભૂલા કરેલી છે, એમ સત્ર સ્વીકારાય છે અને તેથી પૃથિવીરાજની સ્ત્રી ખરી રીતે કાણુ હતી એ સબંધમાં તેણે ભૂલ કરી હશે, એમ અમારા અશ્વિન મત છે. રા. નથુરામે જણાવેલી વાત ઉપરથી અમે આ ઘટના વર્ણવેલી છે અને તેથી અમે તેમના આભારી છીએ. લેખક. Page #83 -------------------------------------------------------------------------- ________________ Co ભાગ્યવિધાયક ભામાશાહ. મંત્રી કરમચંદ તેને બહુ સમજાવે છે પરંતુ તે તેનું કથન બીલકુલ લયપર લેતે નહિ. કરમચંદે બીકાનેરનું ભવિષ્ય ભયંકર જાણીને રાયસિંહને ઠેકાણે લાવવા ઘણે પ્રયાસ કર્યો, પરંતુ તેનું પરિણામ બહુજ ખરાબ આવ્યું. રાયસિહે પિતાના સ્વામીભક્ત મંત્રીનું સખ્ત રીતે અપમાન કર્યું અને તેના ઉપર રાજ્યદ્રોહનું તહોમત મૂકયું; તેથી વ્યવહારકુશળ કરમચંદ, એકદમ બીકાનેરનો ત્યાગ કરી પોતાના કુટુંબ સહિત દિલ્હી ચા આવ્યા અને પૃથિવીરાજને મળી તેને સઘળી વાતથી વાકેફ કર્યો. પૃથિવીરાજ પિતાના બંધુ રાયસિંહને સ્વભાવ જાણતા હતા; તેથી તેને સમજાવીને પિતાની પાસે રાખી લીધે. બાદશાહ અકબરે કરમચંદ ની કુશળતાની પરીક્ષા કરી તેને પિતાના દરબારમાં સારા સન્માન પૂર્વક નિયત કર્યો હતે,* - બાદશાહ અકબરના રાજ્ય અમલમાં તેની ઈચ્છાનુસાર ને રોજના દિવસે મહિલામેળ ભરવામાં આવતું હતું. આ સંબંધમાં લખતાં અબુલફજલ આઈન-ઈ-અકબરીમાં કહે છે કે દરેક મહિને નાના ઉત્સવના દિવસથી નવમા દિવસને બાદશાહ અકબરે ખુશરેજ (નૈરોજ-આનંદને દિવસ) નામ આપેલું હતું. તે દિવસે ઉચ્ચ કુળની કુલિન કામિનીએ રાજ્યમહાલયના જનાનખાનાના ચેકમાં | # બાબુ ઉમરાવસિંહ ટાંક, બી. એ એલ, એલ. બી. “Some Disti. nguished Jains” નામક પિતાના પુસ્તકમાં આ સંબંધમાં લખે છે કે કરમચંદ શહેનશાહ અકબરને શરણે ગયો જાણી તેના ઉપર વેર લેવાની સખ્ત પ્રતિજ્ઞા રાયસિંહે કરી હતી, પરંતુ તેનાથી એ પ્રતિજ્ઞા પૂરી થઈ શકી નહતી. તેના અને કરમચંદના મૃત્યુ પછી તેના પુત્ર સૂરસિંહે કરમચંદના પુત્રો ઉપર સખ્ત વેર લીધું હતું. કરમચંદના પુત્રોને ભેળવીને તે બીકાનેર લઈ ગયો અને પ્રથમ તેમને બહુ સન્માનથી રાખ્યા; પરંતુ એક દિવસે પોતાના સૈનિકે મોકલીને તેના મકાનને ઘેરી લેવરાવ્યું. કરમચંદના પુત્ર રાજ્યના સૈનિકે સાથે બહાદુરીથી લડ્યા; પરંતુ તેઓ સર્વ મરણને શરણ થયા, માત્ર તેમના કુટુંબની એક સગર્ભા સ્ત્રી આ હત્યાકાંડમાંથી કિસનગઢ નાસી ગઈ અને ત્યાં તેને પુત્ર ઉત્પન્ન થયો. આ રીતે વીર વત્સરાજના વંશની રક્ષા થઈ હતી. આ પ્રસંગ અકબરના મૃત્યુ બાદ બન્યો હતો એટલે તેને પ્રસ્તુત નવલકથા સાથે કોઈ સંબંધ નથી. –લેખક. Page #84 -------------------------------------------------------------------------- ________________ કાવ્યવિદ પૃથિવીરાજ. શહેનશાહની આજ્ઞાથી એકત્ર થતી હતી. આ બજારમાં ઉપયોગી અને બહુમૂલ્ય વસ્તુઓની લેવડ–દેવડ, ખુદ શાહનશાહની બેગમે, શાહજાદીઓ અને રખાયતે તથા રાજા, અમીર અને ઉમરાવની સ્ત્રીઓ, પુત્રીઓ અને વધુઓ કરતી હતી. બાદશાહ પિતે છુપા વેશે આ બજારમાં ભાગ લેતા હતા અને તેથી સલતનતની એકંદર હાલત અને પિતાના જુદા જુદા કામદારોની સારી મીઠી ચાલચલગત તે જાણું લેતે હતે. અબુલફજલનું આ કથન સવાંશે સત્ય હોય એમ માની શકાતું નથી; કેમકે ભટ્ટકાવ્ય ગ્રંથ તથા અન્ય ઇતિહાસમાં નોરેજમાં થતા અત્યાચારનું વર્ણન સારી રીતે કરી વામાં આવેલું છે અને તે ઉપરથી જાણી શકાય છે કે શહેનશાહ અકબરે રૂપસુંદરી લલનાઓનાં અપૂર્વ રૂપને જોવાનું અને તેમનાં સતીત્વને ભ્રષ્ટ કરવાને આ યુક્તિ શોધી કહાડી હતી. અકબરને કેટલાક ઇતિહાસકારો ધમોમાં પુરૂષ તરીકે ઓળખાવે છે, એ વાત જો કે તદ્દન અસત્ય તો નથી, પરંતુ તેની પૂર્વાવસ્થા રૂપનિરીક્ષણ અને વિષયવાસનાની તૃષ્ણાથી મલીન થયેલી હતી, એ વાત તે સત્યજ છે. શહેનશાહ અકબરમાં અન્ય મુસલમાન બાદશાહો કરતાં કેટલાક સારા ગુણેને અવશ્ય વાસ હતો અને તે ઉપરાંત તેનું હદય પણ દયાળુ હતું અને તેથી તેને ધર્મામાને બદલે સુયોગ્ય બાદ, શાહનું ઉપનામ આપવું, એ વધુ ઠીક છે. અસ્તુ. કાસમના ફરમાન અનુસાર જોઈએ, લીલાદેવીના શબયુક્ત માનાને તેના મકાનમાં ગુપચુપ મૂકી આવ્યા, ત્યાં સુધી કેઈને ખરી હકીકતની ખબર પડી નહિ. હરરાજની નાની પુત્રી ચંપાદેવી છેતાની માટી ઑન લીલાદેવી સાથે જ રહેતી હતી. બેગમ જે ધબાના આમંત્રણથી લીલાદેવી રાજ્યમહાલયમાં ગઈ હતી, એ તે જાણતી હતી અને તેથી તે સંધ્યા સમય સુધી પોતાની બહેનના આગમનની રાહ જોતી એકાદ પુસ્તક વાંચતી એક ઓરડામાં બેઠી હતી. તે પુસ્તક વાંચી વાંચીને કંટાળી ગઈ તે પણ લીલાદેવીના આગમનની ખબર મળી નહિ એટલે તે પુસ્તકને પડતું મુકી તેના શયનખંડ તરફ જવાને તૈયાર થઈ, પરંતુ એટલામાં એક દાસીએ આવીને માને આવવાના ખબર આપ્યા અને તેથી તે ઉતાવળી ઉતાવળી માના Page #85 -------------------------------------------------------------------------- ________________ LOR ભાગ્યવિધાયક ભામાશાહ. પાસે ગઇ. ભાઇ મ્યાના મુકીને ચાલ્યા ગયા એટલે તેણે લીલાદેવીને સખાધીને કહ્યું મ્હેન ! બહાર આવેા: લેાઇએ ચાલ્યા ગયા છે. અહીં ફકત હું અને દાસી ખેજ છીએ.” મ્યાનામાંથી કાઇએ કાંઇ પશુ ઉત્તર આપ્યા નહિ; તેમ તેમાંથી કાઇ બહાર પણ નીકળ્યુ' નહિ. ચંપાદેવીએ પુન: કહ્યું: “હેન ! કેમ કાંઇ જવાબ આપતાં નથી ? બહાર આવેા; અહીં કાઇ પુરૂષ નથી,” એ પ્રમાણે કહ્યા છતાં પણ ઉત્તર મળ્યા નહિ, એટલે તેણે સ્થાના ઉપરના કપડાને કહાડી નાંખ્યુ અને જોયું તે લીલાદેવી મૃતવત્ સ્થિતિમાં પડેલી હતી, ચપાદેવી તથા દાસી આ શા પ્રકાર છે, તે પ્રથમ સમજી શક્યા નહિ; પરંતુ જ્યારે તેમણે ખરાખર ધ્યાન પૂર્વક જોયું ત્યારે ખરી હકીકત સમજવામાં આવી ગઇ. લીલાદેવીના શમને આવી સ્થિતિમાં જોઇ ચંપાદેવીની મતિ મુંઝાઇ ગઇ અને હવે શું કરવું તથા શું ન કરવુ, એના ગહન વિચારમાં તે પડી ગઇ; પરંતુ એટલામાં પૃથિવીરાજ કરમચંદની સાથે ત્યાં આવી પહેાંચ્યા. તેણે આવતાં જ પૂછ્યું. “ચંપા ! મ્યાના હજુ કેમ મહી પડ્યો છે ? '' ચંપાદેવીએ તેના કાંઇ પણ ઉત્તર નહિ આપતાં મ્યાના ઉપ રનું કપડું ફરીથી કહાડી નાંખ્યુ અને પૃથિવીરાજને ઇશારતથી જોવાને સૂચવ્યું. તેણે જોયુ; બરાબર જોયુ અને તેથી તેની આંખે અંધારા આવવા લાગ્યાં. તેણે આશ્ચર્યચક્તિ સ્વરે પૂછ્યું, આ શું! લી. લાદેવીન શખ ? 66 ,, કરમચંદ પણ આ પ્રકાર જોઈને આશ્ચર્ય પામી ગયે અને તેણે પણ તેવાજ પ્રશ્ન કર્યો. ચંપાએ ધીમેથી કહ્યું, “ હા, મારી વ્હેનનું એ શખ છે. કાઇ ચાંડાલે તેનું ખૂન કર્યુ છે. અગર તે તેણે પાતેજ આત્મહત્યા કરી છે.’ "" “ પરંતુ શમ્યાનામાં કયાંથી આવ્યું? ” પૃથિવીશજે આતુરતાથી પૂછ્યું. Page #86 -------------------------------------------------------------------------- ________________ કાવ્યકાવિદ પૃથિવીરાજ. 93 “ જોધમાના મામ ત્રણથી લીલાદેવી મધ્યાન્હ પછી રાજ્યમલયમાં ગઈ હતી, ત્યાંજ મા બનાવ બન્યા જણાય છે; કેમકે ભાઈએ મ્યાના અહીં ગુપચુપ મૂકીને ચાલ્યા ગયા છે. ચંપાદેવી. એ જવાબ આપ્યા. "" ? ઃઃ “ હા, સમજવામાં આવ્યું.. અકખરનુંજ આ કૃત્ય જણાય છે. પ્યારી ! લાલાં ! આ તારી દશા ? આ રીતે તારૂ મૃત્યુ ? હાય, દેવી ! આ શું ?” પૃથિવીરાજે એમ કહીને નિ:શ્વાસ મૂકયા. “ શું અકખરે રાણીજીનું ખૂન કર્યું ” કરમચંદે પૂછયું. ના, એમ તેા નહિ; પરંતુ એ નરાધમના અત્યાચારથી જ સતીએ પેાતાના પ્રાણનું બલિદાન આપેલુ છે, મને લાગે છે કે એ દુષ્ટે જ લીલાદેવીને જોષખાના નામથી બેાલાવી તેના સતી. ત્વને નષ્ટ કરવાના પ્રયાસ કર્યો હશે અને તેથીજ તેણે આત્મહત્યા કરી જણાય છે.” પૃથ્વીરાજે પેાતાની માન્યતા કહી બતાવી. 66 પણ એમ ખનવુ શકય છે ? ” કરમચ ંદે શંકા કરી. હા, કેવળ શકય છે; કેમકે અકબરે ઘણા સમયથી લી લાદેવીના અપૂર્વ રૂપ-લાવણ્યની પ્રશંસા સાંભળેલી હતી અને તેથી તેણે આ વખતના નારાજના મહિલામેળામાં તેને મેાકલવાનું મને ખાસ આગ્રહથી કહ્યું હતુ. લીલાદેવીને એ શયતાને મહિલા મેળામાં જરૂર જોઈ હશે અને તેથીજ એ રૂપના તરસ્યા પિશાચે તેને ભેળવીને જોખાના નામથી તેડાવી તેના ઉપર અત્યાચાર ગુજારવા માંડતાં તેણે આત્મહત્યા કરી જણાય છે. હાય, પ્રાણાધિક લીલાદેવી ! તારા શત્રુનું ભયંકર વેર જ્યારે હું લઈશ, ત્યારે જ તને શાંતિ વળશે, ખરૂને ? ” એમ કહીને પૃથિવીરાજ ગાંડાની જેમ લાલાં લાલાં જપતા આમતેમ ફરવા લાગ્યા. "( "C કરમચઢે તેના હાથ પકડીને નરમાશથી કહ્યું, આપ વીર પુરૂષ થઈને ધીરજને કેમ ગુમાવી બેઠા છે ? રાણીછ તા પોતાનુ નામ અમર કરીને અને અક્ષય કીર્તિ સ ંપાદન કરીને સ્વર્ગમાં ગયા છે, તે હવે આપને શું પાછા મળનાર છે ? શાંત થાએ, ચિત્તને ઠેકાણે રાખે। અને શમની ચેાગ્ય વ્યવસ્થા કરવાની તૈયારી કરા. "" ૧. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ભાગ્યવિધાયક ભામાશાહ. “ નહિ, કરમચંદ ! તમે મને ઠગે છે. મારી લાલાં મને મૂકીને સ્વર્ગમાં જાય નહિ અને કદાચ મારાથા રીસાઈ ગઈ હોય, તે તમે મને તેને મનાવવા તેની પાસે જવા દે. પ્રિય દેવી ! જરા ભ, તારે સ્વામી તારી પાછળ આ આવ્યા.” એમ કહીને પૃથિવીરાજ પોતાની તરવાર મ્યાનમાંથી બહાર કહાડી આમતેમ ફેરવવા લાગ્યો. ચંપા તથા દાસી આ પ્રકાર જોઈને ગભરાઈ ગયાં અને તેથી તેમને ત્યાંથી ચાલ્યા જવાનું કહી કરમચંદ પૃથિવીરાજ પાસે ગયે. તેણે તેના હાથમાંથી તરવાર લઈ લીધી અને તેને માન કરતાં કહ્યું “રાજા સાહેબ! આ શું? શું આપ ગાંડા થઈ ગયા છે? વખતને વિચારે અને જે કરવાનું હોય તે કરે; મુંઝાઈ જવાથી કશો પણ અર્થ સરે તેમ નથી. રાણી છે તે સદાને માટે આ સંસારમાંથી ચાલ્યા ગયા છે તેથી શું મૃત્યુ પામેલું માણસ પાછું આવતું હશે ? વિદ્વાન્ થઈને કેમ ભૂલે છે ?” કરમચંદ! મારું મગજ અત્યારે ઠેકાણે નથી; તમે કહો તેમ કરવાને હું તૈયાર છું.” પૃથિવીરાજે શાંત થઈને કહ્યું. “આપ શયનખંડમાં જઈને જરા આરામ કરો, હું શબની ગ્ય વ્યવસ્થા કરાવીને આપની પાસે હમણુંજ આવું છું.” એમ કહી કરમચંદે નોકરોને બોલાવ્યા અને શબની વ્યવસ્થા માટે ઘટિત સૂચના સર્વને આપી દીધી. શબની વ્યવસ્થામાં કેટલાક સમય ચાલ્યો ગયો અને તે પછી કરમચંદ પૃથિવીરાજ પાસે ગયે. પૃથિવીરાજે તેને તુરતજ પૂછયું. “શું લાલાં સદાને માટે ગઈ. ?” “વળી પાછી એ વાત?” કરમચંદે જરા કરડા સ્વરે કહ્યું. “કેમ, એ વાત ખોટી છે?” પૃથિવીરાજે કહ્યું. નહિ, વાત ખરી છે, પરંતુ આપ જેવા વીર પુરૂષે નાહિસ્મત ન બનવું જોઈએ. જે થવાનું હતું તે થઈ ગયું છે. હવે તે માટે દીલગીરી કરવાથી શું ફળ?” કરમચંદે કહ્યું. “ઠીક, કરમચંદ ! તમારી બધી વાત હું માન્ય કરૂં છું; Page #88 -------------------------------------------------------------------------- ________________ કાવ્યવિદ પૃથિવિરાજ. ૭૫ પરંતુ અકબરના આ કૃત્ય માટે શું કરવું? આવી રીતે છળ-પ્રપંચ કરીને અનેક કુલિન કામિનીઓના સતીત્વને તેણે નાશ કર્યો છે અને જો તેને યોગ્ય શિક્ષા નહિ મળે તે તે અધમ કૃત્ય કરતે સહેજ પણ અટકશે નહિં. કેમ મારી વાત ખરી છે ને?” પૃથિવીરાજે શાંતિથી પૂછયું. આપની બધી વાત ખરી છે, પરંતુ આપ જ વિચારોને કે આપ તેને શિક્ષા કરવાને સમર્થ છે? રાજસ્થાનના મોટા મેટા રાજાએ પણ જેનું દાસત્વ સ્વીકારીને પિતાની આબરૂ ગુમાવી બેઠા છે, ત્યારે આપ એકલા હાથે અને વળી નજરકેદીની હાલતમાં શું કરશે ? આપના બંધુને, મોગલ બાદશાહની ગુલામગીરી નહિ સ્વીકારવા માટે મેં ઘણું સમજાવ્યું હતું, પરંતુ તેનું શું પરિણામ આવ્યું. તે આપ કયાં નથી જાણતા? હાલ તે આપ વખ તને વિચારીને ચૂપચૂપ બેસી રહેશે તો જ યોગ્ય અવસરે કાંઈક કરી શકશો, પરંતુ મને લાગે છે કે બાદશાહ અકબરના આ અત્યાચારની ખબર મેવાડના મહાવીર પ્રતાપસિંહ રાણાને પહોંચાડવાની જરૂર છે; કારણ કે અત્યારે સમસ્ત રાજસ્થાનમાં એકલા એજ સ્વતંત્ર અને વીર પુરૂષ છે અને તેજ તેને તેના એ અધમ કૃત્યને બદલો આપવાને તૈયાર થશે.”કરમચંદે કહ્યું. “તમારું કથન અક્ષરશ: સત્ય છે. અમે જે મેગલ બાદશાહની તાબેદારી ન સ્વીકારી હોત તે આ પ્રસંગ બનવા પામત નહિ; પરંતુ હવે એ ડહાપણ કશા કામનું નથી. અત્યારે રાત ઘણું વહી ગઈ છે, માટે તમે તમારા આવાસે જાઓ; કાલે પાછા સવારમાં આવજે એટલે આપણે મહારાણા પ્રતાપસિંહને જે ખબર પહોંચાડવાની છે, તે માટે યોગ્ય ગોઠવણ કરીશું.” પૃથિવીરાજે કહ્યું. બહુ સારૂં” એમ કહી કરમચંદ પોતાના આવાસે ચાલ્યો ગયો અને પથિવીરાજ લીલાદેવીના અકાળ મૃત્યુ માટે દીલગીરી કરતા અને પરિતાપને સહેતે પલંગ ઉપર પડ્યો. –– – Page #89 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. પ્રકરણ ૧૧ મુ. મેવાડની માનિની. Truly if Hindustan is ever saved, it will be by the virtues of its women; for more nobly-endowed female humanity is not to be found in the most highly civilized of the earth than amongst the zananas of India. ' W. Knighten. ૭૬ 66 કામલમેરના કિલ્લા ઉપરથી મેગલ સૈન્યનું નિરીક્ષણ કરતાં કરતાં પ્રતાપસિંહે કહ્યું, “ કેમ સહુ ખરરાજ ! શી ખખર છે ? ” સહુ બરરાજ ગાવિસ હું ઉત્તર આપ્યું. મહારાણા ! માગલ સેનાપતિ શાહુમાજમાં સાથે સગરિસહુના કુલાંગાર પુત્ર મહેાત્મ્ય તમાં પણ આવ્યાની ખખર મળી છે તથા આભુના અધિપતિ દેવ રાજ શત્રુ પક્ષમાં ભળી ગયા છે. મને લાગે છે કે આ વખતે પણ આપણા પરાજયજ થશે. ” “ મેવાડના પરાજય, મેવાડનું પતન અને મેવાડનેા નાશ, એજ શબ્દ જન્મભરથી હું સાંભળી રહ્યો છું. કાઇ કહેતું નથી કે મેવાડનો વિજય થશે ! ” પ્રતાપસિ ંહે દીલગીરી ભરેલા સ્વરે કહ્યુ. “જો ભાવિમાં પરાજય જ નિર્માણ થયેલા છે, તે પછી કિલ્લામાં ભરાઇ રહીને ખચાવ કરવાથી શું ફળ મળે તેમ છે? મને લાગે છે, ગાવિંદસિંહું ! કે કિલ્લાના દરવાજા ખુલ્લા કરીને સકળ સૈન્ય સાથે શત્રુએ ઉપર એક સાથે ટુટી પડવું, એજ એક માર્ગ આપણા માટે અવશેષ રહેલા છે. ” ' '' મહારાણા ! ” ભામાશાહે જરા આગળ આવીને કહ્યું. આપ આવા ઉદ્ગારા શા માટે કહાડા છે, એ અમે સર્વ સમ જીએ છીએ, મેવાડની આ પડતી દશા જોઇને આપને હૃદયમાં જેવા આઘાત થાય છે તેવા આઘાત અમને પણ થાય છે; પરન્તુ એ આઘાતનું સ્મરણ કરી કાર્ય માં ઉતાવળ કરવાની કશી પણ અગત્ય નથી. આપણા ઉદ્દેશ શુભ છે એટલે તેનુ ફળ પણ શુભજ મળશે. Page #90 -------------------------------------------------------------------------- ________________ મેવાડની માનિની, u માટે સોંકટ સમયમાં ધીરજ ધરવા ઉપરાંત ઉપસ્થિત થતાં વિઘ્નોને ક્રમાનુસાર દૂર કરવામાં જ ડહાપણ સમાયલું છે; નહિ કે ઉતાવળા થઈ નિરર્થક પ્રાણનું બલિદાન દેવામાં. ” પશુ ગાવિંદસિંહે કહ્યું. “ મહારાણા ! મત્રીશ્વરનુ` કથન અક્ષરશ: સત્ય છે. આપણે માથે ગમે તેટલાં સંકટ આવી પડે; તે તેને સહેવામાં અને તેના ચેાગ્ય અવસરે પ્રતિકાર કરવામાં જ આપણે આપણા સામર્થ્ય ના ઉપયોગ કરવા, એજ હિતાવહુ છે; કાય માં ઉતાવળા થવાથી અર્થ સરે તેમ નથી. "" “ ભામાશાહુ અને ગોવિંદસિંહું ! તમારૂં ઉભયનુ કહેવુ હું સ્વીકારૂં છું અને તે પ્રમાણેના વનને જ હું ડહાપણ ગણ્ છું; પરંતુ સહનશીળતાની કાંઇ હૃદ હાવી જોઇએ કે નહિ ? માપણે ચિત્તોડ, ઉદયપુર અને પ્રિયભૂમિ મેવાડના ઘણાખરા પ્રદેશ ગુમાવી એઠા છીએ અને માત્ર ફીમલમેરના એકજ કિલ્લો આપણા હસ્તગત રહેલા છે, તેમ છતાં મિથ્યા ખચાવ કરવાના પ્રયાસેા કરવા, એ શુ મૂર્ખતા નથી ? હલ્દીઘાટના યુદ્ધમાં શત્રુઓને જેવા હાથ આપણે ખતાવ્યા હતા, તેવાજ હાથ ફરીથી એક વખત બતાવવાના આ અવસર આવેલા છે; માટે હવે તેા યાહેામ કરીને શત્રુદળ ઉપર સિંહની જેમ ટુટી પડીને ભાગ્યને અજમાવી જોવુ. એજ આપણા માટે ઉચિત છે. ” પ્રતાપસિંહે મૂછેના આંકડા વાળતાં કહ્યું, હું પણુ મહારાણાના મતને ઉચિત ગણું છું. રણવીર સિંહૈ આવતાં વેંત મહારાણાને નમીને કહ્યું. “ કારણ કે આપણા સનાશ થવામાં હવે એક ક્ષણના પણ વિલંબ નથી. દ 77 22 "" “ કેમ ? શું કાંઇ નવિન ખબર મળી છે ? ” ભામાશાહે માતુરતાથી પૂછ્યું. 66 હા, હું જે નવિન ખખર લાવ્યેા છુ, તે એટલા બધા ભય કર છે કે જેને સાંભળતાં આપ સર્વને સખેદાશ્ચર્ય થશે. માણુપતિની સલાહથી શત્રુઓએ પીવાના પાણીના કુવામાં કાઇ પાસે વિષ નંખાવ્યું છે અને તેથી જે લેાકેા કુવાનું પાણી પીએ છે, તે તુરતજ મૃત્યુવશ થઈ જાય છે. કહા, હવે પાણી વિના આપણે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ભાગ્યવિધાયક ભામાશાહ કિલ્લામાં ભરાઇ રહીને શું ફળ મેળવશું ? ” રણવીરસિહ ભાં ચડાવીને ઉત્તર આપ્યા. “ ત્યારે તે આપણે કિલ્લાના સત્વર ત્યાગ કરવા પડશે, ” ભામાશાહે કહ્યું. “ એ સિવાય બીજો ઉપાય પણ રહેલે નથી. ” સલુમરરાજે કહ્યુ . પ્રતાપસિહં રણવીરસિંહની વાત સાંભળી દીલગીરીસૂચક સ્વરે કહ્યું, “ ખરેખર મેવાડના ભાગ્યવિ તનૂન અસ્ત થવાની તૈયારીમાં આવી લાગ્યા છે; તેના પુનઃ ઉદય ક્યારે થશે, એ કહી શકાય તેમ નથી; કેમકે જાતિ" એ જ જ્યારે વિશ્વાસઘાત કરવા લાગ્યા છે, ત્યારે દેશના મચાવશી રીતે થઇ શકે ? હાય ! ભગવન્! મેવાડનું આ શુ થવા બેઠું છે ? કૃપાનિધિ ! મેવાડ ઉપર તમારી આટલી બધી અકૂપા કેમ થઇ છે ? ઠીક છે, આપ અમારા ઉપર -મેવડ ઉપર ક્રોધાયમાન થયા હૈ। તે ભલે, પરંતુ મને આપનામાં –મારા આત્મામાં સ’પૂર્ણ શ્રદ્ધા છે કે આપને પુન: એકવાર મેવાડ ઉપર કૃપાદષ્ટિ કરવી પડશે જ અને તે ક્યારે ? તેની મને દરકાર નથી; મને દરકાર છે માત્ર કર્ત્તવ્યમાં સંપૂર્ણ ખળથી જોડાઈ રહે. વાની અને પછી ભલે આખું જગત્ પ્રતાપસિ‘હુ ઉપર ચડી આવે, તા તેથી શું હરકત છે ? મંત્રીશ્વર અને સરદાર ! તમે મારા આ કન્યમાં જોડાઇ રહેવાને તૈયાર છે ને ? ’' ઃઃ મહારાણા ! એવે શંકાશીલ પ્રશ્નજ શા માટે કરી છે ? શુ આપને અમારા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયેા છે? અમે સર્વે એ સુખમાં ષને દુ:ખમાં આપની સાથેજ રહેવાની પ્રતિજ્ઞા કરેલી છે, એ આપ ક્યાં નથી જાણતા? મેવાડના ઉદ્ધાર એજ અમારા મત્ર છે અને એ મંત્રની સિદ્ધિને અર્થે અમે અમારા પ્રાણ માપવાને પણ તૈયાર જ છીએ. ” ભામાશાહે અને સલુ ખરરાજે દ્રઢ અવાજે કહ્યું. “ ઠીક ત્યારે, હાલ તેા કિલ્લાના ત્યાગ કરવા, એજ ઉચિત છે ને ? ’” પ્રતાપે પૂછ્યું. 66 હા, કેમકે પાણી વગર બચાવ શી રીતે થઇ શકે ?' ભામાશાહે કહ્યું. Page #92 -------------------------------------------------------------------------- ________________ મેવાડની માનિની, ઠીક, ચાલો.” પ્રતાપસિંહ એમ કહી આગળ ચાલે, એટલે ભામાશાહ, ગોવિંદસિંહ અને રણવીરસિંહ તેની પાછળ પાછળ ગયા. મોગલ સેનાપતિ શાહબાજ ખાં અને મહબ્બતખાને પ્રતાપસિંહ પોતાના પરિવાર સાથે કિલ્લાને ત્યાગ કરીને ગુપચુપ ચાલ્યા ગયાની ખબર મળતાં તેઓ સકળ સૈન્ય સાથે કિલ્લા ઉપર એકદમ ધસી આવ્યા. કિલ્લાના રક્ષણ માટે નીમવામાં આવેલા સરદારે પોતાના સૈનિકો સાથે કિલ્લાને મજબુતાઈથી બચાવ કર્યો, પરંતુ અસંખ્ય અને અગણિત શત્રુસેન્ય આગળ એ બચાવ શું હિસાબમાં હતો? ક્ષણવારમાં જ કેમલમેરના કિલ્લાને શત્રુઓએ તોડી પાડ્યો. તેઓ કિલ્લાની અંદર એકદમ ધસી ગયા અને મનુ બેની ઘાસની જેમ કાપણી કરવા લાગ્યા. કિલ્લાનું રક્ષણ કરનાર સરદાર અને તેના સર્વ સૈનિકે મૃત્યુ પામ્યા અને તેથી સંવત ૧૬૩૫ ના વૈશાખ વદિ ૧૨ ના રોજ કેમલમેરને કિલે મગલેને હસ્તગત થયે. પ્રતાપસિંહ વિગેરેને પકડવા માટે શાહ બાજખાં તથા મહોબતખાં કિલ્લાના પ્રત્યેક સ્થળે ફરી વળ્યા; પરંતુ તેમને પત્તો નહિ લાગવાથી શાહબાજખાં મહેબતખાને કિલ્લામાં રહેવાનું કહીને છાવણી માં વિશ્રામ લેવાને ચાલ્યા ગયા. મહોબ્બતખાં કિલામાં એક રહ્યો એટલે તેને પ્રતાપસિંહના રહે વાના મકાનમાં જવાની ઈચ્છા થઈ અને તેથી કેટલાક સૈનિકોને લઈ તે તરફ ગયે. મહાબતખાએ જઈને પ્રતાપસિંહને રહેવાના મકા નને જોયું તો તે એક સામાન્ય મનુષ્યને રહેવા લાયકનું હતું અને તેમાં ભેગ કે વિલાસની એક પણ વસ્તુ નહતી. મહેબૂતખાં ત્યાંથી પાછા ફરતે હતો એટલામાં તેણે કે સ્ત્રીનો ચિત્કાર સાંભજે અને તેથી તેણે પિતાના સૈનિકને આસપાસ તપાસ કરવાની સૂચના આપી અને પિતે મકાનની બહાર ઉભે રહ્યો. થોડા સમયમાં જ સૈનિકે એક પંદરેક વર્ષની રાજપૂત બાળાને મહોબ્બતખાં પાસે લઈ આવ્યા. આ બાળા અપૂર્વ રૂપવતી હતી. તેના માથાના વાળ વિખરાઈ ગયેલા હોવાથી પવનથી આમતેમ ઉડતા હતા અને તેનું મુખ તથા તેની આખે ક્રોધથી લાલચોળ થઈ ગયેલી હતી. Page #93 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. મહાબતખાએ રાજપૂત બાળા પ્રત્યે અનિમેષ નયનેએ જોતાં પૂછયું. “તમે કેણુ છે અને મકાનમાં શા માટે એકલા પડી રહેલા છે?” એ પ્રશ્ન પૂછવાનું તમને શું પ્રયોજન છે?” તે બાળાએ સ્વાલ કર્યો, “પ્રયજન વિના કે પ્રશ્ન પૂછતું હશે? મહેમ્બતખાએ કહ્યું. પ્રજન હોય તે ભલે અને ન હોય તે ભલે, પરંતુ એ પ્રશ્ન પૂછવાને તમને શું અધિકાર છે?” બાળાએ ગર્વથી પૂછ્યું. આ કિલ્લો ભારતસમ્રાટ શહેનશાહ અકબરને શરણે થયે છે, એ શું તમે નથી જાણતા?” મહેમ્બતખાંએ પૂછ્યું. એ હું સારી રીતે જાણું છું.” બાળાએ ઉત્તર આપે. “તો પછી મને, “તમને પ્રશ્ન પૂછવાને શે અધિકાર છે?” એમ શા માટે પૂછે છે? મહેમ્બતખાએ કહ્યું. પણ તમે પ્રશ્રન પૂછનાર કોણ છે, એ જાણ્યા સિવાય હું તેને ઉત્તર આપવાને ખુશી નથી.” તે બાળાએ સ્પષ્ટતાથી કહ્યું. હું ભારતસમ્રાટને સેનાપતિ મહોબતખાં.” મહેબૂતખાંએ પિતાને પરિચય કરાવ્યું. “તમે સગરસિંહના પુત્ર મહેમ્બતખાં?” બાળાએ આશ્ચર્યયુકત સ્વરે સામે સ્વાલ કર્યો. હા.” મહેમ્બતખાંએ અભિમાનથી પિતાનું મસ્તક ઉન્નત કરતાં કહ્યું. તે પછી તમે મને ઓળખી શકતા નથી?” બાળાએ પુન: સવાલ કર્યો. ન મહાબખાંએ બાળા પ્રત્યે ધ્યાનપૂર્વક જોઈને ઉત્તર આપે. તમને પ્રથમ જોયા હેય, એમ જણાય છે, પરંતુ હાલ તમને ઓળખી શકતા નથી.” જે મનુષ્ય પોતાની જતિને, પિતાના સમાજને, પિતાના દેશને અને પોતાના ધર્મને સર્વથા ત્યાગ કરીને અન્ય ધર્મના વીકાર કર્યો છે, તે નિહુર મનુષ્ય પિતાની આત્મીય વ્યક્તિને Page #94 -------------------------------------------------------------------------- ________________ મેવાડની માનિની. ઓળખી ન શકે, એ સ્વાભાવિક જ છે. મહેબતખાં ! તમે જ્યારે મને ઓળખી શકતા નથી, ત્યારે મારે તમને મારો પરિચય કરાવવો પડશે સલ્બરરાજની કન્યા યમુનાને તમે કદિ જોઈ છે? તેને તમે ઓળખે છે?” રાજપૂત બાળાએ અભિમાનથી કહ્યું હા, શું તે જ તમે યમુના!” મહોબ્બતખાએ અજાયબ થઈને કહ્યું. “તમનેએક વખત પ્રથમ જોયા હતા, પરંતુ તે વખતમાં અને અત્યારના વખતમાં ઘણે ફેર પડી ગયો છે, તે સમયે તમે એક ખીલતી કળી સમાન નિર્દોષ બાલિકા હતા અને અત્યારે યૌવન વયને પામેલા મુગ્ધા બાળા છે; તમને નહિ ઓળખવાનું કારણ માત્ર સમયને ફેરફારજ છે.” યમુના મહોબ્બતખાં સામે તેજસ્વી નયનાએ જેતી ઉભી હતી, તેણે આંખમાં રતાશ લાવીને પૂછ્યું, “હવે તમે શું કરવા ધારે છે ?” “શું કરવા ધારો છે, એ પ્ર”ન શા માટે પૂછે છે? તમારા પિતાએ તમારે વિવાહ સંબંધ મારી સાથે કર્યો છે, એ તે તમે ભૂલી ગયા નથીને ?” મહેબતખાંએ સામે સ્વાલ કર્યો. “ નહિ, એ વાત તો જીવન પર્યત ભૂલી શકું તેમ નથી.” યમુનાએ ઉત્તર આપે. તે પછી તમે મારી સાથે ચાલે હું તમને મારા ખરા જીગરથી ચાહું છું,” મહેમ્બતખાંએ સ્નેહસૂચક સ્વરે કહ્યું. જે તમે મને ખરા જીગરથી ચાહે છે, તે પછી અત્યાર સુધી મને કેમ વિસરી ગયા હતા? અત્યાર સુધી મારી સંભાળ કેમ લીધી નહોતી ?” યમુનાએ પૂછ્યું. “રાજકાર્યમાં પડીને એ વાત હું ભૂલી ગયા હતા. મને માફ કરે.” મહાબતખાંએ નમ્રતાથી કહ્યું. . મહેમ્બતખાં ! તમારી થયેલ ભૂલ માફ કરવાને મને હરકત નથી, પરંતુ તમે બીજી કેટલીક ભૂલો એવી ભયંકર કરી છે કે જેને માટે ક્ષમા આપી શકાય તેમ નથી.” યમુનાએ કહ્યું. ૧૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ, ત્યારે શું તમે મને ચાહતા નથી? મહેમ્બતખાંએ પૂછયું. “ચાહું છું અને ધિક્કારું પણ છું.” યમુનાએ જવાબ આપે. “ચાહવું અને ધિક્કારવું, એ બન્ને એક સાથે થઈ શકે ખરું?” મહેમ્બતખાંએ પુનઃ પૂછયું. “હા” યમુનાએ કહ્યું. “શી રીતે?” મહેબતખાએ આશ્ચર્યયુક્ત સ્વરે પૂછયું. મારા પતિ તરીકે તમને ખરા જીગરથી ચાહું છું તેમજ દેશના હી તરીકે તમને ધિક્કારું પણ છું” યમુનાએ સ્પષ્ટતાથી જવાબ આપે. મહેબતખાએ આ વખતે પોતાના સૈનિકે તરફ જોયું એટલે તેઓ પોતાના સેનાપતિની મન આજ્ઞા સમજીને ત્યાંથી દૂર ચાલ્યા ગયા. સૈનિકે ગયા પછી મહેબૂતે કહ્યું પ્યારી યમુના! જ્યારે તું મને તારા પતિ તરીકે ચાહે છે, ત્યારે હું દેશદ્રોહી છું, એ વાતને ભૂલી જઈને તારે સંપૂર્ણ પ્રેમ મને આ૫ અને મારા સંપૂર્ણ પ્રેમને તું પણ સ્વીકાર કર. ” “મહાબતખાં! એમ બનવું અશક્ય છે. ” યમુનાએ ધીમેથી કહ્યું. શામાટે અશક્ય છે યમુના જ્યારે હું તને સંપૂર્ણ પ્રેમથી ચાહવાને તૈયાર છું, ત્યારે શું તું મને ચાહવાને તૈયાર નથી?” મહેમ્બતખાંએ પૂછ્યું. તમને મારા પતિ ગણીને તમારી મૂર્તિને મારા હૃદયમાં સ્થાન આપીશ અને તેની પૂજા પણ કરીશ; પરંતુ તમારા પ્રેમને સ્વીકાર કરી શકીશ નહિ. મહોબ્બતખાં ! તમે તમારા દેશ અને ધર્મને ત્યાગ કરીને અન્ય ધર્મને સ્વીકાર કર્યો છે એટલું જ નહિ પણ તેને નાશ પણ તમારા હાથે જ કરી રહ્યા છે અને તેથી તમારા જેવા દેશ અને ધર્મના દ્રોહી પુરૂષને હું મારો પ્રેમ આપી શકીશ નહિ, તેમ તેના પ્રેમને સ્વીકારી શકીશ પણ નહિ.” અભિમાનથી મસ્તકને ઉન્નત કરીને યમુનાએ ઉત્તર આપે. Page #96 -------------------------------------------------------------------------- ________________ મેવાડની માનિની. ૩. “ પ્રેમના વિષયમાં દેશ અને ધર્માંને વચ્ચે લાવવા, એ ચેાગ્ય નથી. ” મહાખતે કહ્યું. “મહાખતમાં! પ્રેમના વિષયમાં દેશ અને ધર્મને વચ્ચે લાવવાનું તમને ચેાગ્ય નથી લાગતું એનું કારણ એ છે કે તમે વિધી, નિષ્ઠુર અને સ્વાથી થઈ ગયા છે. મારે મન દેશ અને ધર્મ પહેલાં છે અને તેથી તેના ત્યાગ કરીને હું તમને જીવન અપણુ કરી શકીશ નહિં, ” યમુનાએ સગ કહ્યુ . સહેાબ્બતખાંએ અર્થસૂચક સ્વરે કહ્યુ, “ સલુ ખરરાજે તારા વિવાહ સંબંધ મારી સાથે કરેલા છે, એ તું જાણે છે અને તેથી એક આય હિન્દુ રમણી તરીકે તારે મારા પ્રેમને સ્વીકાર કરવા, એજ તારૂં કર્ત્તવ્ય છે, યમુના ! “ મારૂં કર્ત્તવ્ય શું છે, એ હું સારી રીતે જાણું છું, એટલે તમારે મને સમજાવવાની જરૂરીઆત નથી. મહેાબ્બતમાં ! જાતિ, દેશ, ધર્મ અને સર્વસ્વના ત્યાગ કરીને જે પુરૂષ વિધી થઈ ગયેલ છે, તેના પ્રેમના સ્વીકારને શુ તમે આય રમણીનું કર્ત્તવ્ય ઠરાવવા માગેા છે ? યમુનાએ ભાર દઇને પૂછ્યું. << ઠીક, કન્યની વાત જવા દે; પરંતુ યમુના ! હું તને ખરા જીગરથી ચાહું છું. અને તને દરેક ઉપાયે સુખી બનાવવાને તૈયાર છું. તેમ છતાં શું તું મારા તિરસ્કાર કરીશ ? ” મહેાખતે નરમાશથી સ્વાલ કર્યો. '' “ તિરસ્કાર;” યમુનાએ આંખા ફાડીને કહ્યું “ હા, તિરસ્કા૨૪ કરીશ; કેમકે તમે કેવળ મારાજ નઠુિ; કિંતુ સમસ્ત હિન્દુ જાતિના તિરસ્કારને પાત્ર છે. વ્યારા મહાત્મ્યતાં ! આ શબ્દો ખેલતાં મારૂં હૃદય ફાટી જાય છે અને સમસ્ત શરીરમાં સખ્ત વેદના થાય છે; પરંતુ શું કરૂ એ શબ્દો મેલ્યા સિવાય ચાલતુ નથી તમને મારા હૃદયમાં સ્થાન આપવાને તૈયાર છું, તમને મારા માથાના મુકુટ બનાવવાને તૈયાર છું, તમને ખરા પ્રેમથી ચાહવાને તૈયાર છું, તમને મારૂ જીવન અણુ કરવાને તૈયાર છું અને તમને ભેટવાને પણ તૈયાર છું-બધી રીતે હું તૈયાર છું; પરંતુ હાય, મારાથી તેમ થઇ શકતું નથી. હું પરમાત્મા ! હું... કેટલી બધી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૪. ભાગ્યવિધાયક ભામાશાહ. નિષ્ફર હદયની છું કે મારે સ્વમુખે મારા સ્વામીને –મારા જીવન દેવતાને તિરસ્કાર કરે પડે છે? મહેમ્બતખાં ! હૃદયને સર્વ ભાર આજ તમારી સમૂખ ખાલી કરી નાંખે છે. હવે જાઓ, ચાલ્યા જાઓ, આ ક્ષણે જ પલાયન થઈ જાઓ. આસમાન જમીન એક થાય, મેરૂ ચલિત થાય, સૂર્યની ઉષ્ણતાને નાશ થાય, ચંદ્રની સામ્યતા ચાલી જાય અને સમુદ્રની મર્યાદાને લેપ થાય, તે પણ હું તમારા પ્રેમને સ્વીકાર કરી શકીશ નહિ, કારણકે તમે નિષ્ફર છે, જાતિ, દેશ અને ધર્મના દ્રોહી છે, વિધમી છે, અમારા શત્રુના દાસ છે, અરે એટલું જ નહિ પણ તમે મનુષ્ય નહિ પણ પશુ છે, દેવ નહિ પણ દાનવ છો અને તેથી જ હું અને તમે કદિ પણ એક થઈ શકશું નહિ. તેમજ એ પણ ખરું છે કે આ શરીર કે જે તમને વાગ્દાનથી અર્પણ થયેલું છે, તે આ જીવનમાં કદાપિ અન્યનું પણ થશે નહિ.” મહાબતખાંએ ધીરજથી યમુનાનું ઉપર્યુક્ત કથન સાંભળી લીધું અને ત્યારપછી આશાને ત્યાગ કરીને કહ્યું. “યમુના! તારા છેવટના શબ્દોથી મને સંતોષ થયો છે, પરંતુ તું અહીં એકલી કેમ રહેલી છે ? પ્રતાપસિંહના પરિવાર સાથે તું કેમ ચાલી ગઈ નથી ?” યમુનાએ શાંતિથી જવાબ આપે. “મહોબતખાં! તમે મંગલસેનાના સેનાપતિ થઈને આવ્યા છે, એ જાણીને તમને એક વખત મળવા અને મળીને હયને ભાર ઓછો કરવાને માટે જ હું પાછળ એકલી રહી હતી. હવે હું જાઉં છું અને તમે પણ જાઓ; પરંતુ એ પહેલાં પરમાત્મા પાસે એટલી પ્રાર્થના કરું છું કે તમે કરેલી ભૂલનો પશ્ચાત્તાપ કરવાનો સમય તમને તે વિશ્વનિયતા કૃપા કરીને જરૂર આપે.” એટલું કહીને યમુના મહેમ્બતખાં તરફ કટાક્ષદ્રષ્ટિ કરીને ત્યાંથી ત્વરાથી ચાલી ગઈ. તેના ગયા પછી મહેબતખાં ધીમા પગલે અને ઉદાસ મુખે છાવણું તરફ પાછો ફર્યો. Page #98 -------------------------------------------------------------------------- ________________ ભેદ ખુલ્લા થયા. પ્રકરણ ૧૨ મુ. -- ભેદ ખુલ્લા થયા. બાદશાહ અકખરની આજ્ઞાથી કેદી થયેલેા વિજય એક અજાણ્યા મનુષ્યની કૃપાથી કેદખાનામાંથી નિર્વિઘ્ને છુટી ગયા હતા. એ આપણે સાતમા પ્રકરણમાં વાંચી ગયા છીએ. વિજયને કેદી અવસ્થામાંથી મુક્ત કરનાર એ મનુષ્ય કાણુ હતું અને તેને મુકત કરવાના તેના શુ હતુ હતા, એ ભેદ વાચક મહાશયેાની જીજ્ઞાસાને તૃપ્ત કરવાની ખાતર હુવે ઉકેલવાની અગત્ય છે. ૮૫ વિજયને કેદ કરવાના હુકમ જ્યારે બાદશાહે આપ્યા હતા, ત્યારે શાહજાદીએ તેમ નહિ કરવાને અને રહેમ રાખવાને માટે તેના બાખાને અરજ ગુજારી હતી, પરંતુ બાદશાહે પેાતાના હુકમની વચ્ચે નહિ પડવાની તેને સુચના કરીને પેાતાના હુકમને અમલમાં આણ્યા હતા, એટલે કે વિજયને બંદીવાન બનાવ્યેા હતેા. એ ઘટનાને વાચક બન્ધુએ સારી રીતે જાણે છે. બાદશાહ પાતાના અનુચર કાસમને વિજયને દીવાન બનાવવાનો હુકમ આપીને ચાલી ગયા ખાઇ શાહજાદી પણ પેાતાના આવાસે ચાલી આવી હતી. શાહજાદી પેાતાને આવાસે આવ્યા પછી નિર્દોષ વિજયને કેન્રખાનામાંથી શી રીતે મુક્ત કરવા, એના વિચારમાં ગુંથાઇ ગઇ. કેટલેાક સમય તેણે વિચારગ્રસ્ત સ્થિતિમાં પસાર કર્યાં અને છેવટે તે વિજયને મુક્ત કરવાના એક નિશ્ચય ઉપર માવી, તેણે તુરતજ પેાતાના શિક્ષક ફૈજી ઉપર એક કાગળ લખી નાંખ્યા અને તેમાં વિજય તદ્ન બેગુન્હા છે; તેથી તેને ગમે તે ઉપાયે કેદખાનામાંથી મુક્ત કરાવશેા, એવા રૂપમાં બનેલા બનાવનું વિગ તવાર વર્ણન કરીને ફેજીને વિનતિ કરેલી હતી. ફૈઝ તથા તેને નાના ભાઇ અબુલક્જલ બન્નેનું અકમરની દરબારમાં કેટલુ' માન હતુ તથા તેઆની વિદ્વત્તા કેટલી અગાધ હતી, એ ઇતિહુાસવેત્તા એથી અજાણ્યુ નથી; તેમ છતાં સર્વ સામાન્યની જાણ માટે અમે એ ઐતિહાસિક વાતને વિશેષ સ્પષ્ટ કરવાને પ્રવૃત્ત થઇએ તે તે Page #99 -------------------------------------------------------------------------- ________________ ભાવ્યવિધાયક ભામાશાહ. અસ્થાને ગણાશે નહિ. આ ઉભય ભાઈઓએ વિદ્યા-સંબંધી એવાં મોટાં મોટાં કાર્યો કરેલાં છે અને અકબરના ધાર્મિક, રાજનૈતિક તથા સામાજીક વિચારો ઉપર એવી ગંભીર અસર કરેલી છે કે જેનું વિસ્તૃત વર્ણન કરવાને આ પ્રસંગ નથી. અહીં તે માત્ર એ ઉભય ભાઈઓની જરૂરગ ઓળખાણ આપવાનું જ અમે ઉચિત વિચાર્યું છે. આ બન્ને બંધુઓ શેખ મુબારકના પુત્ર હતા. શેખ મુબારક વિદ્વાન હતા, પરંતુ સ્વછંદ વિચારેથી તેને ઇસલામ ધર્મ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા નહતી. આ કારણથી ઈસલામ ધર્મના ઉલમાએ તેની વિરૂદ્ધ પડ્યા હતા અને તેથી તે પોતાના વતન નાગરને ત્યાગ કરીને આગ્રા પાસેના ચારબાગમાં વચ્ચે હતે. ચારબાગમાં આવ્યા બાદ ઈ. સ. ૧૫૪૭ માં અબુલફેજ (ફેજી) ને અને ઈસ. ૧૫૫૧ માં અબુલફજલનો જન્મ થયે હતે, શેખ મુબારકે પિતાના અને પુત્રને બહુજ સારી રીતે ભણાવીને વિદ્વાન બનાવ્યા હતા, પરંતુ તેઓ તેમના પિતાની જેમ ઈસલામ ધર્મ ઉપર કેટલેક અંશે અશ્રદ્ધાળુ બની ગયા હતા અને તેથી કટ્ટર મુસલમાનેએ તે ત્રણેને રેગ્ય દંડ દેવાને માટે અકબર બાદશાહને બહુ સમજાવ્યું હતું, પરંતુ અકબર વિચારશીળ અને વિવેકી હતું. એટલે તેમની સલાહથી ભેળવાઈ ન જતાં તે ઉભય બંધુઓની અપૂર્વ વિદ્વત્તાની યોગ્ય કદર કરીને તેમને પોતાના દરબારમાં તેણે રાખી લીધા હતા, ફેજી વિદ્વાન અને પ્રતિભાશાળી કવિ હતા તથા સુફી તત્ત્વયુક્ત કવિતા બનાવતું હતું. તેને નાનો ભાઈ અબુલફજલ ઘણેજ ઈમાનદાર હતો. તેના હદયમાં વીરતા અને વિચારોમાં સ્વછંદતા હતી. તેણે આઈન-ઈ-અકબરી અને અકબરનામાદિ એતિહાસિક ગ્રંથે પણ લખેલા છે, કે જેની સહાયથી અકબરના સમયના ઇતિહાસનું સારૂં જ્ઞાન મળી શકે છે. અકબર આ ઉભય બંધુઓ ઉપર ઘણી જ પ્રીતિ રાખતું હતું, પરંતુ તેના દરબારના અન્ય મુસલમાન અને તેમાં ખાસ કરીને શાહજાદ સલીમ તથા અબદુલકાદર એ બન્ને જણ તે બન્ને ભાઈઓને ધિક્કારતા હતા અને તેમના ઉપર ખાનગી વેર પણ રાખતા હતા. Page #100 -------------------------------------------------------------------------- ________________ ભેદ ખુલા ચર્ચા. સમ્રાટ અકબરના રોજઅમલમાં પેાતાના સ્મૃત:પુર નિવા સિની સ્રીઓને ચેાગ્ય કેળવણી મળી શકે એવા ખદાખસ્ત કરવામાં આન્યા હતા. શહેનશાહ અકબરે પેાતાના રાજમહેલમાંજ સ્ત્રીકેળવણી માટે કેટલેાક ભાગ અલગ કહાડી આપેલા હતા આ ભાગમાં શાહજાદી આરામબેગમ અન્ય શાહજાદી તથા એગમા સાથે સ્મ ભ્યાસ કરતી હતી. તે ઘણીજ હુશિયાર અને બુદ્ધિમતી હતી તથા તેને તત્ત્વજ્ઞાન મેળવવાના શેાખ હાવાથી પાતાના મામાને કહીને તત્ત્વજ્ઞ ફ્રેજીને પોતાના શિક્ષક નિયત કરાવ્યા હતા. ફૅળ નિયમિત સમયે શાહજાદી આરામબેગમને અભ્યાસ કરાવવા આવતા હતા. તે શા હજાદીની અભ્યાસ પ્રતિ પ્રીતિ જોઇને તેને પેાતાની પુત્રી સમાન ચાહતા હતા અને ઘણાજ સ્નેહથી તેને તત્ત્વજ્ઞાનને વિષય સમ જાવતા હતા. ફેજીએ વિશેષમાં કાશીમાં એક સન્યાસીના આવાસે ગુપ્ત વેષે રહીને હિન્દુધમ ના તથા જૈનધર્માંના પણ સારી રીતે મ ભ્યાસ કરેલા હતા અને તેથી તે ધર્મના સિદ્ધાંતા શાહજાદીને જ્યારે સમજાવતા, ત્યારે તે બહુજ ધ્યાનથી સાંભળતી હતી. જૈનશાસ્ત્રના શ્રવણથી શાહજાદી જૈન ધર્મ અને જૈનીઓની પક્ષપાતી બની હતી અને તેથીજ તે વિજયને એક જૈન યુવક જાણવા છતાં પણ તેના ઉપર માશક થઇ હતી. શાહજાદી અને પોતાના ગુરૂ સમાન માનતી હતી અને તે પેાતાની ઇચ્છાને પરિપૂર્ણ કરશે, એવી તેને શ્રદ્ધા હતી. એટલે તેણે વિજયને કેદખાનામાંથી છેડાવવાને માટે વિનતિ ભરેલા પત્ર તેના ઉપર લખ્યા હતા. ફેજીએ પેાતાની શિષ્યાની ઈચ્છાને માન આપીને વિજયને કેદખાનામાંથી મુક્ત કરવાનુ કાર્ય જોકે મુશ્કેલ હતુ-અને તેમ કરવાથી બાદશાહની અપ્રીતિને પણ કદાચ વહેારી લેવી પડશે તેમ ધારેલ;-તાપણુ તેણે ગુપ્ત રીતે તેને કેદખાનામાંથી મુક્ત કરીને પેાતાના મકાને રાખ્યા હતા. ફૈજીએ વિજયને મુકત કર્યો પછી વિચારી રાખ્યું હતું કે ચેાગ્ય અવસરે ખાદશાહને પોતાના આ સાહસની વાત કરીને ક્ષમા માગી લઇશ અને વિજય ઉપર રહેમ કરાવીશ; પરંતુ મેવાડના રાણા પ્રતાપસિંહ સાથેના યુદ્ધ કાર્ય માં બાદશાહને શકાઈ ८७ Page #101 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. રહેવું પડતું હોવાથી જી હજી સુધી પોતાના વિચાર પ્રમાણે વતી શક નહોતે. વિજય કેદખાનામાંથી છુટો થયા બાદ ગુપ્ત રીતે ફેજીના મકાનમાં જ રહેતા હતે. ઉદાર દિલના ફેજીએ તેને હિન્દુને યોગ્ય એવી સર્વ પ્રકારની સગવડ કરી આપેલી હતી તેથી તે ત્યાં સુખપૂર્વક રહીને ફેજીની તથા શાહજાદીની મનમાં ને મનમાં ઘણું પ્રશંસા કરતે હતે. એક દિવસે પ્રાત:કાળમાં જ્યારે વિજય ફેજીના મકા નના પુસ્તકાલયવાળા ઓરડામાં બેઠે બેઠે એકાદ સંસ્કૃત પુસ્તકનું અવલોકન કરી રહ્યો હતો, ત્યારે એક બુરખાવાળી સ્ત્રીએ એ એરડામાં પ્રવેશ કર્યો. વિજય પુસ્તકાલકનના કાર્યમાં એટલે બધે મશગુલ થઈ ગયું હતું કે તેને એ સ્ત્રીના આગમનની કશી પણ ખબર પડી નહિ. પેલી સ્ત્રીએ તેને પોતાના કાર્યમાં તલ્લીન થયેલ જોઈને તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની ખાતર ધીમેથી ઉધરસ ખાધી. તે સ્ત્રીએ વિજયનું ધ્યાન પોતાની તરફ ખેંચવાને અજમાવેલે ઉપાય આબાદ નિવડ્યો. કારણ કે વિજયે તુરતજ પુસ્તકને બંધ કરીને તેની સામે જોયું અને તેના બુરખા વિગેરેની ઢબ ઉપરથી તેને કેઈ અમીરની સ્ત્રી ધારીને તે તેને માન આપવાને આસન ઉપરથી તુરતજ ઉભું થઈ ગયે. વિજયને સાવધ થયેલ જઈને તે સ્ત્રી ઓરડાના મધ્ય ભાગમાં આવી અને પોતાના મહેડા ઉપરથી બુરખાને દૂર કરીને તેની સામે અર્થસૂચક દ્રષ્ટિએ જોતી ઉભી રહી. વિજય એ સ્ત્રીના લાવણ્યને અને તેના સંદર્યને નિહાળીને આ યમાં લીન થઈ ગયે. વિજયે જોયું કે તે સ્ત્રી પચીસેક વર્ષની પરમ વનવતી મુસલમાન તરૂણ હતી. દાડમની કળીઓને લજાવે તેવા તેના તીણા દાંત હતા, પોપટની ચાંચને શરમાવે તેવી તેની સીધી લાંબી નાસિકા હતી, મૃગેલેશન જેવાં તેનાં નેત્ર અણ. આળાં અને વિશાળ હતાં, શિવ ધનુષ્ય જેવી તેની કાળી ભમરો હતી, શરદપૂર્ણિમાના નિર્મળ ચંદ્ર જેવું તેનું ગળ વદન હતું, પરવાળાં જેવાં તેનાં અધર હતા અને સુવર્ણ કળશ જેવાં તેનાં સ્તન હતાં. આવી રૂપનિધાન તરૂણીને જોઈને વિજય કેવળ મહમુગ્ધ થઈ ગયો અને નિર્જીવ પુતળાની જેમ અવાફ અને Page #102 -------------------------------------------------------------------------- ________________ ભેદ ખુલ્લો થશે. સ્થિર ઉભે રહ્યો. ક્ષણવાર પછી મનતાને ભંગ કરીને તે તરૂણીએ વિણાના જેવા મધુર સાદે કહ્યું. “વિજય! તમે કેમ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે ? શું તમે મને ઓળખતા નથી? “બાનુ!”વિજયે નમ્રતાથી કહ્યું. “મને માફ કરે; હું તમને ઓળખી શકતા નથી, કારણ કે મેં તમને કઈ સમયે જોયેલા નથી.” શું તમે સમ્રાટ અકબરશાહના માનીતા ઉમરાવ અબુલફેજની અત્યંત રૂપશાલિની બીબી રજીયાનું નામ કદિ સાંભળ્યું નથી ?” તે તરૂણીએ પોતાના મુખને સહેજ મરડીને મંદ મંદ હસતાં હસતાં પૂછ્યું. રજીયાબાનુનું નામ તે મેં ઘણુએ વાર સાંભળ્યું છે, પરંતુ તેમને નજરે નિહાળવાનો અવસર આજ સુધી મને મળ્યું નથી. શું ત્યારે તમે પોતે જ ઉદાર દિલના ઉમરાવ ફેજીના બીબી છે?” વિજયે આતુરતાથી સામે સ્વાલ કર્યો. હા, હું તેમની જ બીબી છું અને મારું નામ રજીયા છે.”રજીયાએ ફરીથી સહાસ્ય મુખે ઉત્તર આપ્યો. રૂપસુંદરી રજીયાના હાસ્યભરિત મુખચંદ્રની અપૂર્વ શેભા જોઈને વિજય મંત્રમુગ્ધ થઈ ગયે. તેણે એ લાવણ્યના ભંડાર સમાન તરૂણીના રૂપને ક્ષણવાર એક ધ્યાને અવકને કહ્યું. બાબુ ! તમે તમારા અકિક સૌંદર્યનું દર્શન કરાવીને મને તમારે અત્યંત આભારી બનાવ્યો છે, પરંતુ અહીં સુધી આવવાની જહેમત તમારે શા માટે ઉઠાવવી પડી છે, તે કૃપા કરીને કહેશે?” રજીયાએ પિતાનાં ચંચળ નેત્રને સ્થિરતાથી વિજયના મુખ ઉપર સ્થાપીને કહ્યું. “ વિજય ! મારા શેહરે તમને ભયંકર કારાગૃહમાંથી મુક્ત કરીને જે દિવસથી અહીં રાખ્યા છે, તે દિવસથી અમે તમને એક ઘરના માણસ તરીકે જ ગણીએ છીએ અને તેથી તમને એક ગુપ્ત વાત કહેવાને માટે મેં આ અવસરને Page #103 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. લાભ લીધે છે. તમે જાણે છે કે શહેનશાહ અકબર બહુજ ભલા અને ન્યાયી છે, પરંતુ મારા શેહર જેવા કેટલાક ઈસલામ ધર્મ ઉપર અશ્રદ્ધા ધરાવનારા વિદ્વાનેએ તેમને ઈસલામ ધર્મમાં શંકાશીલ બનાવીને એક નવેજ પંથ તેમની સહાયથી કહાડ્યો છે અને તેથી ઘણું કટ્ટર મુસલમાને તેમનાથી વિરૂદ્ધ પડી ગયા છે અને તેવા સર્વની ઉપર વેર પણ ધરાવે છે. ખુદ શાહજાદા સલીમ પણ તેના બાબાની વિરુદ્ધમાં છે અને તેથી જે શાહજાદાની કૃપાને મેળવશે, તે તે તમને બાદશાહની તમારા ઉપર જે અકૃપા છે, તેમાંથી બચાવી લેશે અને તમે જે તેને વિશ્વાસુ બનીને રહેશે, તે તે તમને સુખી પણ બનાવી દેશે. શાહજાદા એવા તે દિલાવર પુરૂષ છે કે જે તમે તેના પક્ષમાં રહીને તેને હુકમ બજાવશે, તે જ્યારે તે તનશિન થશે, ત્યારે તે તમને ઉચ્ચપદના અધિકારી બનાવતાં જરા પણ ઢીલ કરશે નહિ.” રજીયાનું લાંબુ ભાષણ ધીરજથી સાંભળીને વિજયે કહ્યું. “મારા જેવા સામાન્ય મનુષ્ય પ્રત્યેની તમારી લાગણી જોઈને અને તમે મને આપેલી સારી સલાહને વિચાર કરીને હું તમારો ઘણેજ ઉપકાર માનું છું, બાનુ ! પરંતુ શાહજાદા સલીમ જે શહેનશાહ અકબરની વિરુદ્ધમાં હોય, તે પછી તેમની કૃપા મેળવવા અને તેમના વિશ્વાસુ બનવા, તેમના પક્ષમાં ભળીને શું મારે રાજદ્રોહી બનવું?” રજીયાએ વિજય સામે નેત્રના કટાક્ષબાણ મારતાં કહ્યું. “એમાં રાજદ્રોહી બનવાપણું કયાં છે? શું તમે તમારું હિત પણ વિચારી શકતાં નથી ?” . શહેનશાહ અકબર જેવા ન્યાયી, ઉદાર, ભલા અને દયાળુ રાજક્તના વિરૂદ્ધ પક્ષમાં ભળીને હું મારું હિત સાધવાને તૈયાર નથી, બાન ! ” વિજયે ગંભીરતાથી જવાબ આપે. વિજય ! તમારું વય હજુ કાચું છે. અને તેથી તમારામાં સારાસાર વિચારવાની શક્તિ નથી. તમે વિચાર કરો કે તમે પિતે અકબરશાહના મોટા ગુન્હામાં છે. જ્યારે તે જાણશે કે તમે Page #104 -------------------------------------------------------------------------- ________________ ભેદ ખુલ્લે થયો. કેદખાનામાંથી કેઈની સહાયથી ગુપ્ત રીતે નાશી છૂટ્યા છો, ત્યારે તે તમને કેવી સજા કરશે, તને તમે કદિ ખ્યાલ કર્યો છે ખરો ? મારૂં કહ્યું માને તે લે આ કાગળ અને તેને શાહજાદા સલીમને ગુપ્ત રીતે તમે પોતે પહોંચતે કરે. મારી ભલામણથી તે તમને દરેક પ્રકારના ભયમાંથી મુક્ત કરશે.” એમ કહી રજીયાએ ઘડીમાં મુખને સ કરતાં, ઘડીમાં સ્મિત હાસ્યથી પ્રકૃદ્ધિત કરતાં અને ઘડીમાં નેત્રકટાક્ષ કરતાં એક કાગળ પોતાના વસ્ત્રમાંથી કહાડી વિજ્ય પાસે જઈને તેની આગળ ધર્યો. સોંદર્યના સાગર સમાન નવજુવાન તરૂણ સુંદરીને સહાસ્ય મુખે પોતાની સન્મુખ ઉભેલી અને વિવિધ પ્રકારના હાવભાવ કરતી જોઈને વિજય ક્ષણવાર ભાન ભૂલી ગયે. તેણે યંત્રવત્ રજીયાના હાથમાંથી કાગળ લેવાને પોતાને હાથ લાંબો કર્યો અને રજીયાએ પ્રેમપૂર્વક કાગળ તેના હાથમાં આપતાં તેને હાથ જરા દબા. વિજળીની અસર થતાં જેમ મનુષ્ય ચમકી જાય છે, તેમ વિજય રજીયાના કમળ કરને મૃદુ સ્પર્શ થતાં ચમક્યું, તેના આગળની જમીન ચક્કર ચક્કર ફરવા લાગી અને તેની આંખે અંધારા આવ્યાં. બરાબર આજ ક્ષણે ઓરડાનાં બંધ કરેલાં બારણું ઉઘડી ગયાં અને એક મજબુત બાંધાના હિન્દુ જેવા જણાતા પુરૂષે એરડામાં ધીમેથી પ્રવેશ કર્યો. એક અજાણ્યા હિન્દુ જેવા જણાતા પુરૂષને બેધડકતાથી એરડામાં પ્રવેશ કરતે જોઈને વિજય આશ્ચર્ય પામી ગયે; પરંતુ ચાલાક રજીયા એ અજાણ્યા પુરૂષની મુખચય જોઈને તેને તુરતજ ઓળખી ગઈ અને તેથી પિતાના મહેડા ઉપર બુરખે નાખીને ઓરડાના બીજા દ્વારથી એકદમ પલાયન થઈ ગઈ. આ આકસ્મિક ઘટનાથી વિજય ગભરાઈ ગયે, તે એટલે સુધી કે રજીઆએ આપેલે કાગળ પિતાના હાથમાંથી પડી ગયે અને તે આવેલા પુરૂષે લઈ લીધે, એ પણ તે જાણે કે જોઈ શક્યો નહિ. તે પુરૂષ માનાપમાનની કાંઈ પણ દરકાર કર્યા વિના વિજયની સામે એક આસન ઉપર ધીમે રહીને બેઠો અને પોતાની વિલક્ષણ રીતે ચળકતી અને વિજયની આંખો સાથે મેળવીને કહ્યું! Page #105 -------------------------------------------------------------------------- ________________ ર ભાગ્યવિધાયક ભામાશાહ “વિજય ! તમે હિન્દુ-જૈન થઇને આ મુસલમાનના આવાસમાં કેમ રહેા છે. ? વિજયને આ પ્રશ્નમાં કાંઈક સત્તાનું દર્શીન થયું અને તેથી તેણે નમ્રતાથી જવાબ આપ્યા. આ આવાસના માલેક શરીરે મુસલમાન છે; પરંતુ વિચારે તેવા નથી અને તેથી મને અહીં રહેવાને કશી પણ હરકત જણાતી નથી. વળી તેમણે જૈનને ચેાગ્ય એવી સ` ગેાઠવણુ મને કરી આપેલી છે. ” '' 66 અહુ સારૂ ’” તે પુરૂષે પેાતાની નજર જરા આડી કરીને કહ્યું. પરંતુ મેં સાંભળ્યુ હતુ કે તમને ખાદશાહેકાઇ કારણવશાત કેદ કરેલા છે, એ વાત તા તમને અહીં જોવાથી ખાટી જણાય છે, કેમ ખરૂં' ને ? ” "" વિજય તે પુરૂષની ઉપયું કત વાત સાંભળીને ચમકયા અને જવાબ આપવાને માટે મુઝાવા લાગ્યે; પરંતુ ક્ષણવાર રહી જરા સ્વસ્થ થઈને કહ્યુ, “ શહેરના લેાકેા અનેક પ્રકારની સાચી જુઠી વાતા કરે છે, તેથી આપે સાંભળેલી વાત સાચી હાય એ સંભવિત નથી. ’’ '' (6 હા, એમજ હાવુ જોઇએ. ” તે પુરૂષે અર્થસૂચક સ્વરે કહ્યું. પણ જે તરૂણી મારા આગમનથી એકાએક ચાલી ગઇ, ત બહુજ ભલી જણાતી હતી, એ વાત તે સાચી છે ને ? ,, “ શી રીતે ? ” વિજયે તુરતજ સામેા સ્વાલ કર્યો. “ એ રીતે કે તે તમારા પ્રત્યે બહુજ મમતા દેખાડતી હતી અને તમને સારી સલાહ આપત. હતી.” તેણે તુરતજ જ્યંગમાં કહ્યું. “ શી સારી સલાહ ?” વિજયે પુન: સ્માશ્ચ યુકત સ્વરે પૂછ્યું. "L બાદશાહના ગુન્હામાંથી મુકત થવા માટે શાહજાદાની કૃપા સંપાદન કરવાની તે તમને સલાહ આપતી હતી, અને શુ તમે સારી સલાહ નથી ગણતા. ? ” તે પુરૂષ ફીથી યંગમાં કહ્યુ. “ નહિ ” વિજયે અજાયબીમાં ગરકાવ થઈ જતાં ઉત્તર આપ્યા. Page #106 -------------------------------------------------------------------------- ________________ ભેદ ખુલ્લે થયો. શા માટે નહિ?” તે પુરૂષે પૂછયું. હવે વિજય ડીવાર વિચારમાં પડી ગયે; પરંતુ તેને તુર તજ જણાયું કે જ્યારે આ પુરૂષ પિતાની બધી હકીકત જાણે છે, ત્યારે તેની પાસે વાતને છુપાવવાથી કશું પણ ફળ નથી અને તેથી તેણે હવે ખુલ્લા દિલથી વાત કરવા માંડી. તેણે કહ્યું. “શહેનશાહ અકબરના જેવા ન્યાયી અને પ્રજાપ્રિય રાજકર્તાના ગુન્હામાંથી મુકત થવાને માટે તેનાથી વિરૂદ્ધ પક્ષના શાહજાદાની કૃપા મેળવવા પ્રયાસ કરે, એ મને ગ્ય લાગતું નથી અને તેથી જ હું એ તરૂણની સલાહને સારી માન નથી.” તે પુરૂષે એકદમ કહ્યું. “ આ તમારા કથન ઉપરથી જણાય છે કે બાદશાહે તમને કઈ ગુન્હા માટે કેદ કરેલા, એ વાત તે સત્ય જણાય છે.” વિજયે નિખાલસ દિલથી કહ્યું. “હા” ત્યારે તમે કેદખાનામાંથી છુટ્યા શી રીતે?” તે પુરૂષ સત્તાવાહક અવાજે પૂછયું અને વિજય તેને શું જવાબ આપે છે, તે સાંભળવાને તે આતુર થઈ રહ્યો. વિજય હવે બરાબર સપડાઈ ગયે અને સાથે ગભરાઈ પણ ગયો. તેણે નમ્રતાથી ઉત્તર આપ્યો, “હું એ વાત કહેવાને ઈચ્છતે નથી.” ભલે, જેવી તમારી ઈચ્છા, હું એ કહેવાને માટે તમને આગ્રહ પણ કરતા નથી, પરંતુ જ્યારે તમે ગુન્હેગાર છે, ત્યારે તેમાંથી મુક્ત થવાને માટે તમારે એ તરૂણુની સલાહ માનવી અને તે પ્રમાણે વર્તવું, એ તમારા હિતની દ્રષ્ટિએ ગ્ય જ છે. તે પુરૂષે કહ્યું. મારા હિતની દષ્ટિએ ભલે ગ્ય હોય, પરંતુ એક ન્યાયી બાદશાહના વિરૂદ્ધ પક્ષમાં ભળીને રાજદ્રોહી બનવાને માટે હું ઈચ્છતું નથી અને તેથી જ હું તે સલાહને અગ્ય ગણું છું વિજયે કહ્યું. Page #107 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશા. પરંતુ જ્યારે તમે કેદખાનામાંથી નાસી ગયેલા છે, એવું બાદશાહના જાણવામાં આવશે ત્યારે તે તમને ગમે તે ઉપાયે પકડશે અને સખ્ત સજા કરશે, એને વિચાર તમે કર્યો છે કે નહિ?” તે પુરૂષે એકન સ્વાલ રજુ કરીને વિજયને ગભરાવવાને પ્રયાસ કર્યો. વિજય પ્રથમ ગભરાયે ખરો, પણ તુરતજ સાવધ થઈને બે, “એ વિચાર કરવાની અત્યારે અગત્ય નથી. બાદશાહ મને પકડે તે તે કદાચ સખ્ત સજા પણ કરે, પરંતુ હું તેમને ખરી હકીકત કહીને તેમની પાસે દયા માગીશ અને મને ખાતરી છે કે તે મારા ઉપર જરૂર દયા કરશે.” “બાદશાહના ન્યાય અને ઉદારતા માટે શું તમને એટલો બધે વિશ્વાસ છે? ” તેણે પુન: પૂછયું. “હા.”વિજયે દ્રઢતાથી જવાબ આપે. “મને લાગે છે કે તમે બાદશાહની બેટી પ્રશંસા કરી છે, તે સર્વગુણસંપન્ન તે નથીજ. ”તે પુરૂષે કહ્યું. “એક મનુષ્ય સર્વગુણસંપન્ન તે નજ હોઈ શકે અને કદાચ હોય તો તે મનુષ્ય નહિ પણ દેવ ગણાય” વિજયે કહ્યું. “ત્યારે બાદશાહ અકબર સર્વગુણ સંપન્ન તે નથી જ ને?” તેણે આતુરતાથી પડ્યું. હા, એ વાત તે નુિર્વિવાદ જ છે, પરંતુ ભારતભૂમિ ઉપર અત્યાર સુધી જેટલા મુસલમાન બાદશાહે થઈ ગયા છે, તે સર્વે કરતાં શહેનશાહ અકબર એક ઉત્તમ રાજકર્તા છે, એમ હું નિખાલસ હૃદયથી કહું છું.”વિજયે સરલતાથી કહ્યું. ઠીક, પેલી સ્ત્રીએ તમને જે કાગળ આપ્યું હતું, તેને તમે વાંચે છે? ”તે પુરૂષે એક નવું સ્વાલ રજુ કર્યો. | વિજયને આજ ક્ષણે તે કાગળનું ભાન થયું અને તેને પિતાના હાથમાં નહિં જોતાં નીચે આમતેમ જેવા લાગે; પરંતુ કાગળ તેની દષ્ટિએ પડયે નહિ, એટલે તેણે ભયાતુર નજરે પૂછયું. “શું આપે એ કાગળ લીધો છે? તે પુરૂષે પોતાના હાથમાં છૂપાવી રાખેલો કાગળ બહાર કહાડી Page #108 -------------------------------------------------------------------------- ________________ ભાષાય. ૫ વિજયને મતાન્યેા અને તે કાંઇક કહેવા જતા હતા એટલામાં એક પુરૂષ આરડાના દ્વારમાં પ્રવેશ કર્યો. તે કૂંજી હતા. વિજય ૐઅને અચાનક આવેલા જોઇને ગભરાઇ ગયા. કેમકે ફ્રેજીએ તેને ગુપ્ત આર ડામાં જ દિવસ રાત રહેવાનું કહ્યું હતું. તેમ છતાં તેની આજ્ઞાના ભંગ કરીને આજે તે પુસ્તકાલયના એરડામાં આવેલા હતા. ફ્રન્ટ પેલા અજાણ્યા પુરૂષને જોઇને આશ્ચય પામ્યા અને કાંઈક ખેલવા જતા હતા; પરંતુ તે પુરૂષે તેને ચૂપ રહેવાની અને પેાતાની પાછળ આવ વાની નિશાની કરતાં અને ઓરડાની બહાર નીકળી ગયા અને પાછળ વિજય અનેક પ્રકારના તર્ક વિતર્કો કરતા ઓરડામાં જ ઉભા થઇ રહ્યો. —— પ્રકરણ ૧૩ મું ભાગ્યેાય. भाग्यं फलति सर्वत्र न विद्या न च पौरुषम् । ગત પ્રકરણમાં બનેલા વિવિધ બનાવાથી વિજય એટલા બધ આશ્ચર્ય મુખ્ય અને ચિંતાતુર થઇ ગયા હતા કે તે કેટલાક સમય એરડામાં કેવળ સ્થિરભાવે અને ચૈતન્ય રહિતપણે ઉભે રહ્યો. રજીયા, અજાણ્યા પુરૂષ અને છેવટે ફેજીના એક પછી એક આગમ નથી તથા તેમની સાથે થયેલા વાર્તાલાપથી તેનુ મસ્તક બહેર મારી ગયું હતું અને તેથી તેણે તેમની સાથે શી શી વાત કરી હતી, તેનું અત્યારે તેને કશુ પણ ભાન રહ્યુ નહાતુ, વિચારના વમળમાં પડી ગયેલા વિજય બેચેન થઈ ગયેલા પેાતાના જીવને કરાર વાળવાને માટે આરડામાં આમતેમ ફરવા લાગ્યા અને પરમાત્મા મહાવીરનું ચિત્તમાં ધ્યાન ધરવા લાગ્યા. તે એક જૈન હતા અને તેથી તે સારી રીતે જાણતા હતા કે દુ:ખ ના સમયે પરમ કલ્યાણકારી પરમાત્માના મંગલમય નામનું સ્મરણ કરવાથી દુ:ખ માત્રનેા નાશ થાય છે અને સુખ સ્વયં આવીને ભેટ છે, પેાતાના ઉપર મહાન ઉપકાર કરનાર ફૈશની માજ્ઞાના ભગ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ભાગ્યવિધાયક ભામાશાહ. કરીને આ ઓરડામાં આવવાથી તેને કેવા સંગોમાં મુકાવું પડયું હશે અને ભવિષ્યમાં તેનું શું પરિણામ આવશે એજ વિચારે તેને સાલતા હતા, પરંતુ પરમાત્માના ધ્યાનથી તેના હૃદયને સર્વ ભાર ઓછો થઈ ગયે અને હદયમાં અપૂર્વ શાંતિનું ભાન થતાં તેના જીવનને પણ કરાર વ. રજીયાના ભૂવનમેહન રૂપદર્શનથી, અજાણ્યા પુરૂષની સાથે થયેલા વાર્તાલાપથી અને ફેજીના અચાનક આગમનથી વિજયના હૃદયમાં જે તુમુલ યુદ્ધ મચી રહ્યું હતું, તે પરમાત્માના પવિત્ર નામના શુભ ધ્યાનથી હવે શાંત થઈ ગયું હતું અને તેથી તે પોતાના ગુણ ઓરડામાં પુનઃ જવાનો વિચાર કરીને દ્વારની બહાર નીકળ્યો. દ્વારની બહાર નીકળતાં જ તે એકદમ ચમકી ગયા કારણકે બે પુરૂષે પોતાની તરફ ચાલ્યા આવતા તેની નજરે પડ્યા. વિજય આ બે પુરૂષે કેણ હશે તથા તેઓ શા હેતુથી પતાના તરફ આવતા હશે, એ વિષે વિવિધ કલ્પનાઓ કરતે જ્યાંને ત્યાં ઉભો રહ્યો. એટલામાં તે બન્ને પુરૂષ તેની છેક પાસે આવી પહોંચ્યા. વિજય જોઈ શક્યો કે આવેલા બે પુરૂષમાં એક હિન્દુ હતું અને બીજે મુસલમાન હતા. તેઓ રાજ્યના કર્મચારીઓ હેય એવું તેમણે પહેરેલા પોશાકથી તથા કમરે લટકાવેલી તલવા રોથી અનુમાન થતું હતું. તે ઉભય પુરૂષ વિજયને લશ્કરી નિયમ સલામ કરીને તેની સામે ઉભા રહ્યા એટલે વિજયે તેમને પૂછયું. આપ કોણ છે અને આપના આગમનનું શું પ્રયોજન છે, તે કહેશે?” હિન્દુ કર્મચારીએ તેનો ઉત્તર આપવાને બદલે સામે સ્વાલ કર્યો. “આપનું નામ વિજયકુમાર કે?” જી, હા”વિજયે નમ્રતાથી જવાબ આપે; પરંતુ તેને તરતજ વિચાર થયે કે પોતાના છુટકારાની ખબર બાદશાહને પડે. લી જણાય છે અને તેથી તેણે રાજ્ય કર્મચારીઓને પિતાને પુનઃ કેદ કરવાને માટે મોકલ્યા જણાય છે. બહુ સારૂં, અમારી સાથે ચાલે; આપને બાદશાહ સલામત યાદ કરે છે.” મુસલમાન કર્મચારીએ કહ્યું. “પરંતુ આપ કોણ છે તથા બાદશાહ સલામત મને શું કામ Page #110 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યોદય. યાદ કરે છે? તેને ખુલાસે કરશે તે ઉપકાર થશે.” વિજયે ભયાતુર નજરે તેમની તરફ જોતાં જોતાં નમ્રતાથી પૂછયું. “અમે આ દુનિયાના માલેક શાહનશાહ અબુલ ફતેહ જલાઉદ્દીન મહમ્મદ અકબરશાહના કર્મચારીએ છીએ.” હિન્દુ કર્મ ચારીએ ઉત્તર આપતાં કહ્યું. “તેઓ આપને શું કારણથી યાદ કરે છે એ અમે જાણતા નથી, પરંતુ અમે બાદશાહ સલામતની નેક આ જ્ઞાથી આપને તેમની હજુરમાં લઈ જવાને માટે આવ્યા છીએ.” ભલે, હું બાદશાહ સલામતની આજ્ઞાને માન આપી આપની સાથે આવવાને તૈયાર છું.”વિજયે ધીમેથી કહ્યું. બહુ સારૂ. અમારી પાછળ ચાલ્યા આવો.” એમ કહી ઉભય કર્મચારીઓ આગળ અને વિજય પાછળ એ રીતે તેઓ ત્રણે ફિજીના મકાનની બહાર નીકળી ગયા અને રાજ્ય મહાલય તરફ ચાલવા લાગ્યા. કેટલાક સમય સુધી તેઓએ ચાલ્યા કર્યું અને છેવટે અકબર શાહના વિશાળ અને ગગનચુંબિત મહાલયના દ્વાર પાસે આવી પહોંચ્યા. દ્વારપાળ સાથે ઘટતી વાતચીત થયા બાદ તેઓ અંદર પિઠા. વિજ્ય આ અત્યંત મનહર અને દેવવિમાન સરખા મહાલયને જોઈને આશ્ચર્યમુગ્ધ થઈ ગયે. યમુના નદીને કિનારે આ મહેલ બાંધવામાં આવ્યું હતું. મહેલની તમામ બાંધણી સંગેમરમરના અતિ ઉજજવલ અને ધવલ પત્થરની હતી અને તેથી તે બરફના પહાડ સરખે શોભતે હતે. મહેલની પ્રત્યેક દિવાલ સફેદ, સુંવાળી અને ચળકતી હતી અને તે ઉપર વિવિધ પ્રકારના રંગથી પક્ષીઓ, પશુઓ અને મનુષ્યના રંગબેરંગી અને મનહર ચિત્રો આલેખેલાં હતાં. મહેલમાં પ્રત્યેક સ્થળે ભેંયતળી એ આરસ પત્થરના જુદા જૂદા રંગના ચોસલાં જડી દીધેલાં હતાં અને બીલોરી કાચ પાથર. વામાં આવ્યું હતું. આ સુંદર મહેલમાં અસંખ્ય ઓરડાઓ દિવાનખાનાઓ, આરામગૃહ, શયનગૃહ, હમામખાનાઓ, ઉદ્યાને અને બાગે આવેલાં હતાં અને તે પ્રત્યેકને સર્વોત્તમ રીતે શણગારવામાં આવેલાં હતાં. આ સુંદર મહેલમાં રાતને સમયે જ્યારે અસંખ્ય દી Page #111 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાથાહ, પકે કરવામાં આવતા હતા, ત્યારે તેની શોભામાં એર વૃદ્ધિ થતી હતી. વિજય પેલા બે કર્મચારીઓની પાછળ જતે જતે મહેલની આ સર્વ શોભાને નિહાળતું હતું અને મનમાં ને મનમાંજ અજાયબ થતો હતો. મહેલના મુખ્ય દ્વારમાં પ્રવેશ કર્યા પછી તેઓ જૂદા જૂદા અનેક દ્વારમાં થઈને છેવટ એક ભવ્ય ઓરડામાં આવી પહોંચ્યા આ ઓરડે પણ એટલે બધો સુંદર અને ભવ્ય હતો કે જેનું વિશેષ વર્ણન કરી વાચક મહાશયને અમે કંટાળો આપવા ઈચ્છતા નથી અને તેથી અત્રે એટલું જ કહેવું બસ થશે કે વાચકોએ પિતાની સ્વબુદ્ધિથી તેની સુંદરતાને ચિતાર લાવવાની ખાતર યોગ્ય કલપના કરી લેવી, પેલા અને કર્મચારીઓ વિજયને એ ઓરડામાં એક આસન ઉપર બેસવાનું કહીને ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા. વિજય કેટલોક સમય ઓરડાની શોભા જેતે અને મનમાં અનેક પ્રકારના વિચાર કરતે આસન ઉપર બેસી રહ્યો, પરંતુ છેવટે કંટાળીને જે તે ઉઠવા જતું હતું, તેજ તે ઓરડામાં પ્રવેશતાં બે પુરૂષોને જોઈને સ્તબ્ધ થઈ ગયે અને ક્ષણભર જેમની તેમ સ્થિતિમાં બેસી રહ્યો. ત્યારબાદ તેને ભાન આવતાં તે આસન ઉપરથી એકદમ ઉભું થઈ ગયું અને બેમાંથી એક પુરૂષની આગળ ઘૂંટણ એ પછી તેના પિશાકને પકડીને તેને ચુંબન કર્યું. તે પુરૂષે વિજયને ઉઠાડીને કહ્યું. “વિજય !” “ફરમાન, સરકાર !” વિજયે કહ્યું. તે પુરૂષ ખુદ અકબરશાહજ હતા અને તેની સાથેનો બીજો પુરૂષ તેને મિત્ર અબુલફેજ હતું, અકબરે એારડાની મધ્યમાં ગે ઠવેલા એક રત્નજડિત મોટા આસન ઉપર બેસીને ફેજીને પણ પિતાની સામે પડેલા આસન ઉપર બેસવાનું ફરમાન કર્યું. બાદશાહના ફરમાન મુજબ તે પોતાના ગ્ય આસન ઉપર બેઠે, તે પછી અકબરે વિજય તરફ જોઈને કહ્યું. વિજય! તું હજુ એક ગુન્હા પૂરતી સજા ભોગવી રહ્યો નથી, ત્યાં તે તે કેદખાનામાંથી સ્વયં છુટે થઈને બીજે પણ એક ભયંકર ગુનો કર્યો છે. તેથી તુંજ કહે કે હવે તને શી સજા કરવી ?” Page #112 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યોદય. વિજયે નમ્રતાથી જવાબ આપે. “ જહાંપનાહ! આપને જે યોગ્ય લાગે તે સજા કરે; હું સહેવાને તૈયાર છું.” ઠીક છે, હું એજ વિચારમાં છું, પરંતુ કેદખાનામાંથી તને મુકત કરનાર કેણ છે, એ હું જાણવા માગું છું.” બાદશાહે કહ્યું. સરકાર ! કેદખાનામાંથી મને મુક્ત કરનાર ગમે તે હોય, તે સાથે આપને શો સંબંધ છે? હું એક જ ગુન્હેગાર છું અને તેથી મને જે સજા કરવી હોય તે કરે.” વિજયે શાંતિથી કહ્યું. વિજય!” બાદશાહે સહેજ આંખ ફેરવીને કહ્યું ” વાતને છુપાવીને હજુ તું તારા ગુન્હાની સંખ્યામાં વધારો કરે છે, તે યોગ્ય નથી. જે વાત સાચી હોય, તે જ કહી દે કેમકે સાચું બોલનારને હું હમેશાં માફ કરતે આવ્યો છું.” નામવર શાહ! હું હવે કાંઈ પણ કહેવાને ઈરછતે નથી અને તેથી આપને જે સજા ફરમાવવી હોય તે ફરમાવે; હું તાબેદાર આપની ગમે તેવી અને ગમે તેટલી ભયંકર આજ્ઞાને પણ સહન કરવાને તૈયાર છું; પરંતુ હું મારા ઉપર ઉપકાર કરનારનું નામ પ્રાણાતે પણ આપની સન્મુખ લેવાને નથી.” વિજયે દ્રઢતાથી કહ્યું. ઠીક છે, વિજય! જ્યારે તું ખરી વાત મારાથી છુપાવે છે, ત્યારે તે તેને ભયંકર શિક્ષા કરવી જ પડશે. “એમ કહી બાદશાહ આસન ઉપરથી ઉભું થયે અને વિજયની છેક પાસે જઈને ઉભો રહે. ફેંજીએ પણ બાદશાહનું અનુકરણ કર્યું. બાદશાહે વિજયને હાથ પોતાના હાથમાં લઇને સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું.” વિજય ! વિજય બાદશાહની આ રીતિથી તથા બલવાની ઢબથી અજાયબ થઈ ગયો, તેણે બાદશાહના ક્રોધની અને તેના ક્રોધમાં ને ક્રોધમાં મત અગર તે એવી જ કેઈ બીજી ભયંકર શિક્ષાની આશા રાખી હતી, પરંતુ બાદશાહે જ્યારે તેને પ્રેમપૂર્વક બોલાવ્ય, ત્યારે તે અજાયબ થાય, એ સર્વથા સ્વાભાવિક હતું. તેણે શાંતિથી કહ્યું. જહાંપનાહ! શી આજ્ઞા છે? શી સજા ફરમાવે છે? “આજ્ઞા ! સજા!” બાદશાહે જરા ભારપૂર્વક પણ હસતાં Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ : ભાગ્યવિધાયક ભામાશાહ હસતાં કહ્યું. “તારા જેવા લાયક, ધર્મપ્રીય, વિશ્વાસુ અને ચારિ ત્રવાન યુવકને શહેનશાહ જલાલુદ્દીન અકબર કદિ પણ સજા કરતે નથી; કિન્તુ તેવા યુવકની ગ્ય કદરજ કરે છે. વિજય! મારા મિત્ર ફેજીના આવાસે એક અજાણ્યા હિન્દુ પુરૂષની સાથે તે મારા તરફ વફાદાર રહેવા બાબત જે વાતચિત્ત કરી હતી, તેથી તથા મારા ઉપર તારે જે વિશ્વાસ છે, તેથી હું તારા ઉપર ઘણેજ ખુશી થયો છું. વળી શાહજાદીના મહેલમાં આવવામાં પણ તારી બીલકુલ કસુર નથી, એમ ફેજીએ મને સઘળી બનેલી બીના કહીને સમજણ પાડી છે અને તેથી તે તદ્દન બેગુન્હા છે. ફેજીએ તને કારાગૃહમાંથી મુક્ત કરીને જે કે સાહસ કામ કરેલું છે તે પણ તે મારે મિત્ર હોવાથી તેને તથા તું નિર્દોષ હોવાથી તેને પણ માફી આપું છું, પરંતુ એક વાત તારે અત્યારે ખરેખરી કહેવી પડશે.” , વિયે બાદશાહનું ઉપર્યુક્ત કથન સાંભળીને તેની સન્મુખ ઘૂંટણીએ પડીને કહ્યું. “આપની રહેમને માટે મારે આપને કેટલે અને કે ઉપકાર માને, તે હું સમજી શકતા નથી. આપે જ્યારે મને અને મારા ઉપકારી તથા દિલના અમીર અબુલફેજને માફી આપી છે, ત્યારે મારે કોઈ પણ વાતને શા માટે છુપાવવી જોઈએ?” વિજય!” બાદશાહે કહ્યું. “હું જે વાત તારી પાસેથી જાણવા માગું છું, તે એ છે કે ફેજીના આવાસે તેના પુસ્તકાલય વાળા ઓરડામાં, પેલા અજાણ્યા હિન્દુ પુરૂષના આગમન પહેલાં તું એક બાજુ સાથે વાત કરી રહ્યા હતા, તે કેણ હતી ?” | વિજયે આશ્ચર્ય પામીને કહ્યું. “ત્યારે એ અજાણ્યા હિન્દુ જેવા જણાતા પુરૂષ શું આપ પોતે ?” હા” બાદશાહે હસીને જવાબ આપે. આપને નહિ ઓળખી શકવાથી મારાથી આપને ઘણે અવિનય થયે છે, જહાંપનાહ! એ માટે મને ક્ષમા કરે.” વિજયે નમ્રતાથી કહ્યું. વિજય ! તારાથી મારે અવિનય કઈ પ્રકારે થયે જ નથી. એટલે પછી ક્ષમા આપવાપણું છે જ નહિપરંતુ કહે જોઈએ, તે સ્ત્રી કેણ હતી ?” બાદશાહે પુનઃ પૂછયું. Page #114 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યોદય. ૧૦૧ વિજય, બાદશાહના એ પ્રશ્નનો ઉત્તર આપતાં જરા ખંચાયે અને તેણે ફેંજીના સામે જોયું. ફૈજી તેના મનને ભાવાર્થ જાણી ગયે અને તેથી તેણે કહ્યું. “વિજય! વાતને છુપાવવાની કશી પણ અગત્ય નથી. જે હેય તે સાચે સાચું કહી દે.” “તે બાનુ આપના મિત્ર અબુલફેજના બીબી હતા.”વિજયે ધીમેથી કહ્યું. . “રજીયા!” શહેનશાહે ફિજીના સામે જોઈને પૂછયું. “સંભવિત છે.” ફેએ તુરતજ જવાબ આપે. “ઠીક, એ વિષે આગળ જોઈ લેવાશે.” એમ ફ્રેજીને કહી બાદશાહે વિજય સામે જોયું અને આગળ ચલાવ્યું. વિજય ! તારી નિખાલસ વૃત્તિ અને તારૂં ઉમદા વર્તન જોઈને મેં તને માફી આપી છે એટલું જ નહિ પણ તારા જેવા લાયક યુવકની ગ્ય કદર કરવાનું પણ હું ચુકતા નથી. આજથી તને મહેસુલી ખાતાના મારા દિવાન ટેડરમલ્લના તાબામાં એક સારા અધિકારી તરીકે નીમું છું અને તેને પોષાક વિગેરે તને આવતી કાલેજ મળી જાય, એવી વ્યવસ્થા પણ કરૂં છું.” વિજય આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયે. તેનું હૃદય બાદશાહની આવી ઉદારતાથી ભરાઈ આવ્યું અને તેથી તે તેને ઉપકાર માનવાને તૈયારી કરતું હતું, પરંતુ બાદશાહે તેને તેમ કરતા અટકાવીને કહ્યું. “વિજય! ગ્ય માણસની યોગ્ય કદર થાય, તેમાં ઉપકાર દર્શાવવાની કદિ પણ અગત્ય હોતી નથી. વિ. શેષમાં મારે તને કહેવાનું એટલું જ છે કે તારી સઘળી હકીકત મારા જાણવામાં આવી છે અને તેથી તારા અંતરની ઈચ્છા પુરી થાય, એવી શેઠવણું હું તુરતમાંજ કરીશ; તે માટે તું જરા પણ ચિંતા કરીશ નહિ થાનસિંહ શેઠે તને ભાગ્ય અજમાવવાની જે તક આપી હતી, તે માટે તારે તેમને જ ઉપકાર માન જોઈએ.” બાદશાહે તુરતજ જોરથી હાક મારી એટલે કાસમ એકદમ આવ્યું અને સલામ ભરીને ઉભે રહ્યો. બાદશાહે વિજયને બતાવી તેને કહ્યું. “આમને ઘટતા માન સાથે દિવાન ટેડમલ્લ પાસે પહોંચતા કર અને તેમને મારું આ ફરમાનપત્ર પણ આપજે” Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ભાગ્યવિધાયક ભામાશાહ. કાસમ બાદશાહના ફરમાનપત્રને લઈ તેને ચુંબન કરીને વિજય પાસે આવ્યું અને તેને વિનયથી કહ્યું. “જનાબ! ચાલે.” વિજયે બાદશાહની સામે જોયું એટલે બાદશાહે તુરતજ હસીને કહ્યું. “જાઓ, વિજય! તમને તેની સાથે જવાની આજ્ઞા છે. વિજય બાદશાહને સલામ ભરીને કાસમની સાથે ચાલે ગ, બાદશાહ અને ફ્રેજી અન્ય વિષયની ચર્ચા કરતાં ત્યાં બેસી રહ્યા. ક્ષણવારમાં કાસમ વિજયને દિવાન ટેડરમલ પાસે મૂકીને પાછો આવ્યો અને બાદશાહને ખબર આપી. વિશેષમાં તેણે નમીને કહ્યું. “ખુદાવિંદ ! મેવાડથી હમણાં જ આવી પહોંચેલા સેનાપતિ મહેમ્બતમાં આપની હજુર આવવા આજ્ઞા માગે છે.” મહેબતખાં!” અકબરે આશ્ચર્ય પામીને કહ્યું. “તેમને માનપૂર્વક અંદર લઈ આવ.” કાસમ કુર્નિસ બજાવીને ચાલ્યો ગયે અને ક્ષણવાર પછી મહેબતખાએ ઓરડામાં પ્રવેશ કર્યો. તેણે અકબરને શિર કુકાવીને કહ્યું. “બનિવાજ ! આપની તબીયત ખુશીમાં ચાહું છું” મહેબતખાં!” અકબરે તેને આસન ઉપર બેસવાને સંકેત કરીને પૂછ્યું. “મેવાડની અને રાણા પ્રતાપની શી ખબર જહાંપનાહને સિતારો બુલંદ છે, કેમલમેરને કિલ્લો આપણા હસ્તગત થયું છે અને પ્રતાપસિંહ પોતાના પરિવાર સાથે જંગ. લમાં પલાયન થઈ ગયેલ છે.”મહાબતખાએ જવાબ આપે. “બહત ખુશીકી બાત, ” અકબરે હસીને કહ્યું. “સેપાહસાલાર શાહબાજ ખાં બડે ચાલાક અને સમશેર બહાદૂર અમલદાર છે અને તેથી તે જય મેળવે, એ સ્વાભાવિક જ છે.” શાહબાજ ખાંની મિથ્યા પ્રશંસા સાંભળીને મહેમ્બતખાએ કુટી ચડાવીને કહ્યું. “ આપનામવરની ભૂલ થાય છે, કેમલમેરને કિલ્લો મારા તાબાના સૈન્યની બહાદૂરીથી અને મારી યુક્તિથી છતાય છે.” Page #116 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યોદય. ૧૩ “ ત્યારે શાહબાજખાં શું હાથપગ જોડીને બેસી રહે હતે?” અકબરે જરા ભારપૂર્વક પૂછ્યું. ' હાથ-પગ જોડીને બેસી તે શું રહે, પરંતુ કેમલમેરના કિલ્લાને જીતવામાં મારાજ સેનાનીઓએ પિતાના પ્રાણ આપ્યા છે. રાજપૂતેને રાજપૂતેજ જીતી શકે, બીજાઓ નહિ.” મહેમ્બતે ગર્વથી ઉત્તર આપે. “અમે સારા હિન્દુસ્થાનની બાદશાહી ભોગવીએ છીએ, એ શું રાજપૂતના જ પ્રતાપથી કે? મહોબ્બતખાં ! તમે આ શું કહો છો?” અકબરે સ્વરને જરા બદલાવીને પુનઃ પૂછયું. અવિનય માફ કરજે, જનાબ; પરંતુ મહારાજ માનસિંહ જેવા જંગબહાદૂર સે પહાલાર આપના પક્ષમાં જે ન હોત, તે હું આપને બતાવી આપત કે મેવાડને શી રીતે વશ કરી શકાય છે.” મહામ્બતે પુનઃ ગર્વથી ઉત્તર આપે. મહારાજ માનસિંહને માટે અમને સંપૂર્ણ માન છે અને ખુદ નામવર શહશાહ પણ તેમની બહાદુરીને અચ્છી રીતે જાણે છે. રાજપૂતે જેવી શમશેર બહાદૂર બીજી કઈ જાતિ નથી, એમ મારે નિર્વિવાદપણે કહેવું પડે છે.” અબુલફેરે મહેબતખાને શાંત રાખવાના ઈરાદાથી કહ્યું. | અકબર પિતાના મિત્ર ફેજીની કુનેહને પારખી ગયા અને તેથી તે ચપ રહ્યો. મહાબતખાં પિતાની જાતિના ઉચ્ચ અભિપ્રાય માટે ખુશી થયે અને બે. “નામવર શાહ! સેવકને કંઈ ફરમાન છે ?” નહિં, મહોબ્બતખાં ! ” બાદશાહે કહ્યું. “હાલમાં તમે લાંબી મુસાફરીથી આવો છો; માટે આરામ . હું તમને જરૂર પડશે ત્યારે યાદ કરીશ, પરંતુ મેવાડમાં બંબસ્ત તે સંપૂર્ણ રાખ્યો છે ને ?” મહોબ્બતખાએ આસન ઉપરથી ઉભા થતાં કહ્યું. “જી હા, જનાબ ! તે માટે આપનચિંત રહે. સપાહસોલાર શાહબાજ ખાં Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ભાગ્યવિધાયક ભામાશાહ. બંદોબસ્ત જાળવવા ત્યાં મેવાડમાં જ આપના હુકમની રાહ જોતા સૈન્ય સહિત રહેલા છે.” “બહુત ખુબ, મહેમ્બતખાં ! ” બાદશાહે હસીને કહ્યું. “તમને હવે તમારા મુકામે જવાની રજા છે. ” મહોબ્બતખાં રજા મળતાં બાદશાહને નમીને ચાલ્યા ગયે. ત્યારબાદ અકબરે સિંહાસન ઉપરથી ઉઠીને ઉભા થતાં તથા ઓરડાની બહાર નીકળતાં ફજીને કહ્યું. “રાજપૂતે માટે તમને બહુમાન છે કે શું ?” “માન છે કે નહિ, એ જૂદ સ્વાલ છે, પરંતુ તેઓ યુદ્ધનિપુણ છે, એ તે આપ પણ સ્વીકારો છે.” ફિજીએ કહ્યું. “મહોબ્બતખાનું કથન સર્વથા અસત્ય તે નથી જ; કેમકે માનસિંહ વિના આપણે મેવાડને વશ કરી શકત નહિ, એવી મારી પણ માન્યતા છે.” બાદશાહે કહ્યું. ઠીક, પણ શાહજાદા માટે આપ શા વિચાર ઉપર આવ્યા છે ?” ફેંજીએ વિષયને બદલાવવાના હેતુથી પૂછયું. “એ વિષે મેં કાંઈ વિચાર કર્યો જ નથી, પરંતુશાહજાદાને રજીયા સાથે શી રીતે સંબંધ જોડાયે, એ સમજી શકાતું નથી.” બાદશાહે કહ્યું. “એ ભેદ ઉકેલવાને હું પ્રયાસ કરીશ. હાલ તે મને રજા છે ને?” ફિજીએ ખિન્નતાથી એમ કહીને રજા માંગી. હા, રજા છે, કારણ કે મારે પણ અત્યારે બીજું કામ છે.” બાદશાહે તેને રજા આપીને પૂછ્યું. “પેલે કાગળ તમારી પાસે છે ને?” જી, હા.”જીએ બાદશાહને નમીને જતાં જતાં જવાબ આપે. ફિચાલ્યા ગયે અને બાદશાહ પુન:ઓરડામાં પાછા આવ્યું. Page #118 -------------------------------------------------------------------------- ________________ વ્રતનો પ્રભાવે. ૧૦૫ પ્રકરણ ૧૪ મું. વ્રતનો પ્રભાવ, દ્વિતીય પ્રકરણમાં ચંપાને મૂછગન : અવસ્થામાં છેવટે છોડી દિધા પછી લગભગ વર્ષ ઉપરાંત જેટલો સમય પસાર થઈ ગયે છે. આ સમય દરમ્યાન પ્રેમમયી ચંપા પોતાના પ્રેમપાત્ર વિજથને જ કેવળ વિચાર કરતી હતી. રાતદિવસ તેને વિજયનાં જ સ્વપનાં આવતાં હતાં. ખાતાં, પીતાં, સુતાં, બેસતાં અને હાલતાં ચાલતાં તેને વિજયનું જ સ્મરણ થતું હતું. પ્રેમનો મહિમા એ જ છે. જેના હૃદયમાં પ્રેમનો જન્મ થયેલ હોય છે, તેની સ્થિતિ અવશ્ય વિચિત્ર બને છે અને તેથી તેમાં આશ્ચર્ય પામવાનું કશું પ્રજન નથી. વિજયથી છુટા પડયાને એક વર્ષ અને ત્રણ માસ જેટલો સમય વ્યતિ થઈ ગયો હતો, પરંતુ તે સમય દરમ્યાન ચંપાને વિજયના કશા પણ સમાચાર મળ્યા નહેતા તથા તે કયાં ગયે અને તેનું શું થયું, એ વિષે તે કશું પણ જાણતી નહોતી. તેણે પોતાની દાસીઓ દ્વારા ઘણુ શોધ કરાવી હતી, પરંતુ આગ્રા જેવા વિશાળ રાજનગરમાં તેને પત્તો મેળવવાનું કાર્ય બહુજ મુશ્કેલ હતું અને તેથી આજપર્યત તેના કોઈ પણ સમાચાર નહિ મળવાથી તે બહુજ દીલગીર રહેતી હતી. ચંપાની ચંપકવણય દેહલતા કરમાઈ ગઈ હતી. તેનું સુંદર મુખકમળ પ્લાન બની ગયું હતું, તેની વિશાળ આંખે ઉડી પેસી ગઈ હતી અને તેની શારી. રિક અને માનસિક અવસ્થા વિચિત્ર પ્રકારની થઈ ગઈ હતી. ચં. પાની આવી સ્થિતિ થવાનું કારણ તેના વહાલા વિજયને વિયેગ એજ હતું. મધ્યાહુને સમય હતો અને જે કે તાપે સખ્ત પડતું હતું, તે પણ ચંપાના ઓરડામાં શીતળતાનો અનુભવ થતો હતો. સવગ સુંદરી ચંપા ઓરડામાં બેઠી બેઠી એક પુસ્તકનું અધ્યયન કરી રહી હતી. ચંપાની અવસ્થા નાની હતી, પરંતુ તેણે વ્યાવ ૧૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહહારિક તથા ધાર્મિક શાસ્ત્રનો સારો અભ્યાસ કરેલ હતો અને તેથી તેને ધાર્મિક વિષયનાં ઉચ્ચ કોટીનાં પુસ્તક વાંચવામાં બહુજ આનંદ આવતું હતું. ચંખાએ સદરહુ પુસ્તકમાંથી નીચેનો કર્લોક વાંચે – वन्हिस्तस्य जलायते. जलनिधिः कुल्यायते तत्क्षणान्मेरुः स्वल्पशिलायते मृगपतिः सद्यः कुरंगायते । व्यालो माल्यगुणायते विषरसः पीयूषवर्षायते, यस्यांखललोक वल्लभतमं शीलं समुन्मीलति ।। ઉપર અજબ લેક વાંચીને તેણે તેને અર્થ વિચારવા માંડે – જેનાં શરીરમાં સર્વલોકપ્રિય એવું શાલ રહેલું છે, તેની પાસે અગ્નિ જળ સમાન, સમુદ્ર ખાચિયા સમાન, મેરૂ પર્વત નાની શિલા સમાન, સિંહ હરણ સમાન, સર્ષ પુષ્પની માળા સમાન અને વિષ અમૃત સમાન બની જાય છે.” અહા ! શીલને કેટલો બધો મહિમા શાસ્ત્રકારોએ બતા વ્યા છે? મનુષ્ય જે પોતાના શીલનું રક્ષણ કરતા હોય, તે તેઓ આ લોકમાં સંપૂર્ણ સુખ ભોગવી છેવટે મેક્ષના અધિકારી બને છે. સ્ત્રી જાતિમાં શીલન ગુણ સર્વોત્તમ ગણાય છે. એ અક્ષરશ: સત્ય છે અને જે સ્ત્રીએ તેનું યથાર્થ પણે પાલન કરે છે, તેઓ દેવી સ્વરૂપાજ કહેવાય છે. પિતાજીનો વિચાર મારૂં લગ્ન કેઈ ઉચ્ચ અધિકારયુક્ત અને શ્રીમંત યુવક સાથે કરવાનું છે, પરંતુ મેં મારું સર્વસ્વ સંકલ્પથી વિજયને સ્વાધિન કર્યું છે, તે શું અન્યનું થઈ શકે ખરું? કદિ નહિ અને જો તેમ થાય તે મારા શીલનો શું ભંગ થત નથી ? થાય છે અને તેથી આ શરીર, મન અને આત્મા એ ત્રણેને સ્વામી એક માત્ર વિજય જ છે, એ મેં જે સંકલ્પ કર્યો છે, તેને ગમે તે ભેગે હું વળગી રહેવાને તૈયાર છું.” ચપાએ એ પ્રમાણે નિશ્ચય કર્યો અને તેથી તેના બળતા હદયને ક્ષણવાર શાંતિને અનુભવ થયે; પરંતુ તેને પાછે તુરતજ વિચાર થયે અને તેનાથી મોટા સ્વરે બોલી જવાયું. પરંતુ વિજયને પત્તો નથી, એનું શું કરવું ? તે કયાં હશે અને તેનું શું થયું હશે ? ” Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વ્રતનો પ્રભાવ. “એટલા માટે જ હું તને કહું છું કે ચંપા! તું તેની આશા હવે મૂકી દે અને કેઈ લાયક યુવકની સાથે લગ્ન કરીને સુખી થા.” થાનસિંહ શેઠ ચંપાનું છેવટનું વાક્ય સાંભળીને તેને મેગ્ય ઉત્તર આપતા ઓરડામાં દાખલ થયા. ચંપા શરમાઈ ગઈ અને શરમથી તેણે નીચું જોઈ લીધું. થાનસિંહ ચંપાની સામે પડેલા આસન ઉપર બેસતાં બેસતાં કહ્યું, “ચંપા ! શા માટે શરમાય છે? મારું કથન શું તને યેગ્ય લાગતું નથી ?” ચંપાએ સહેજ ઉંચું જોઈને તથા પોતાનાં કમળ સમાન નેત્રને વિકસિત કરીને કહ્યું. “પિતાશ્રી ! આપની સન્મુખ શરમનો ત્યાગ કરું છું, તે માટે મને ક્ષમા આપજો. આપનું કથન ગ્ય જ છે, પરંતુ વિજય સિવાય અન્ય યુવકને હું લાયક ગણતી નથી. એનું કારણ?” થાનસિહે જીજ્ઞાસાથી પૂછયું. પુત્રીએ પિતા સન્મુખ આવી વાત કહેવી, એ અનુચિત છે; પરંતુ આપજ જ્યારે પૂછે છે ત્યારે મારે લજજાને ત્યાગ કરીને જે હકીક્ત હોય, તે સ્પષ્ટતાથી કહેવી જોઈએ. પિતાશ્રી ! વિજય સિવાય અન્યને હું લાયક ગણતી નથી, એનું કારણ એજ કે મેં મારું જીવન વિજયને અર્પણ કર્યું છે.” ચંપાએ કારણ કહી દર્શાવ્યું. ચંપ! તારે મન વિજયજ માત્ર એક લાયક યુવક છે એ વાતને હું ઘડીભર સ્વીકારું છું, પરંતુ ઘટિત શોધ કરવા છતાં પણ જ્યારે તેનો પત્તો મળતું નથી, ત્યારે શું કરવું ? અને ધાર કે તપાસ કરવા છતાં પણ કદાચ તેને પત્તો મળ્યો નહિ, તો શું તું તારું જીવન કુમારી અવસ્થામાં વિતાવી શકીશ ?” થાનસિંહે એક ને સ્વાલ રજુ કર્યો. ચંપા ક્ષણવાર વિચારમાં પડી ગઈ, પરંતુ તેણે તુરતજ સાવધ થઈને ઉત્તર આપે. “પિતાશ્રી ! આપની ધારણું મુજ. બને પ્રસંગ પરમાત્મા મહાવીર ભગવાનની કૃપાથી કદિ પણ બનશે નહિ, એવી મને ખાતરી છે, પરંતુ મારા ભાગ્યમે કદાચ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ભાગ્યવિધાયક ભામાશાહ. એ પ્રસંગ બન્ય, તે હું મારું જીવન શી રીતે વ્યતિત કરીશ, તે અત્યારે કહી શકતી નથી. અત્યારે માત્ર એટલું જ કહું છું કે મેં જે નિશ્ચય કર્યો છે, તેને હું ગમે તે ભેગે વળગી રહેવાને તૈયાર છું. વિશેષમાં મેં આદરેલું છમાસી તપનું વ્રત તથા માસક્ષમણ આવતી કાલે સંપૂર્ણ થાય છે અને મને આશા છે કે મારા વ્રતના પ્રભાવથી મારી મન:કામના સફળ થશેજ થશે.” થાનસિંહે પિતાના આસન ઉપરથી ઉઠીને ચંપાના મસ્તકે પ્રેમપૂર્વક હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું. “પ્રિય પુત્રી! તારૂં વૈર્ય અને તારી એકનિષ્ઠા જોઈને હું બહુજ ખુશી થયો છું અને તારા જેવી દેવી સ્વરૂપ પુત્રીને પિતા હવાને માટે હું પરમાત્માને ઉપકાર માનું છું. હાલી ચંપા ! તને ખુશખબર કહેવાને માટે જ હું અત્યારે અહીં આવ્યો છું, પરંતુ તે કહેતાં પહેલાં તારી પરીક્ષા કરવાની મારી લાલચને રોકી નહિ શકવાથી જ મેં તને વિપરીત પ્રત્રને પૂછીને દુઃખી કરી છે. હવે તું તારા દિલના દુ:ખને દૂર કર અને હું જે ખુશખબર લાવ્યો છું તે પ્રસન્ન થઈને સાંભળ. ચંપા! વિજયને અહીંથી રજા આપ્યા પછી તેના વિયેગથી તને ઉપજતું દુ:ખ જોઈને મને મારી ભૂલ સમજવામાં આવી હતી અને તેથી તને પુનઃ સુખી કરવાની ઈચ્છાથી હું વિજયની ગુપ્ત રીતે શોધ કરાવતા હતા. બહુ પ્રકારે શેાધ કરાવ્યા પછી આજે મને તેની ખબર મળી છે. શહેનશાહના મિત્ર ફિજી પ્રભાતમાં આપણે આવાસે આવ્યા હતા અને તેણે જ તેનો પત્તો મેળવી આપે છે. તેણે શરૂઆતની કેટલીક હકીકત ગુપ્ત હોવાથી મને કહી નથી; પરંતુ છેવટની જે હકીકત કહી છે, તે એ છે કે વિજય કેઈ કારણથી શહેનશાહની કૃપા સંપાદન કરીને દિવાનટેડરમલ્લના તાબામાં અધિકાયુક્ત સારી પદવી મેળવી શકે છે. વ્રતને પ્રભાવ મહાન છે અને આ રીતે તારૂં વ્રત સફળ થયેલું જોઈને મને બહુજ આનંદ થાય છે. તે આદરેલું વ્રત આવતી કાલે સંપૂર્ણ થતું હોઈ તેના ઉદ્યાપનનો ઉત્સવ પણ આવતી કાલેજ ઉજવવાનો છે, તે વખતે વિજયને માનસહિત આપણું આવાસે તેડી લાવશું અને જગદ્દગુરૂ કાવ્યમાં છ માસના કેવળ ઉપવાસ કર્યાનું લખેલું છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ વ્રતના પ્રભાવ. ૧૦૯ પછી ચેાગ્ય અવસરે તારૂ લગ્ન તેની સાથે કરવાની ગાઠવણ કરીશ; માટે પુત્રી ! સ ચિંતાના ત્યાગ કરીને ખરા આનંદના હવે "9 અનુભવ કર. ચંપા પેાતાના પિતાએ કહેલા ઉપર્યુક્ત ખુશખખર સાંભ ળીને અત્યંત પ્રસન્ન થઈ ગઈ. આનંદના અતિરેકથી તેનું કરમાઈ ગયેલું મુખકમળ પુન: ખીલી ઉઠયું અને તેની આંખામાંથી હર્ષોંનાં આંસુ સરી પડયાં. તેણે મનથી અત્યંત ભક્તિભાવપૂર્વક પરમાત્મા ને પ્રણામ કરીને કહ્યું. “ પિતાજી! એ સર્વ આપની તથા ભગવાન મહાવીર દેવની કૃપાનું જ ફળ છે.વ્રતના પ્રભાવ ખરેખર મહાન છે. ” '' "" “ ઠીક, ચંપા ! હવે હું આવતી કાલે કરવાના વ્રતના ઉદ્યા પનની સર્વ પ્રકારની તૈયારી કરવાની સૂચના નાકર વિગેરેને આપ વાને જાઉં છું. તારી માતાને હજી આ ખખર મેં આપી નથી. એટલે હવે તેને પણ આપવાની જરૂરીગ્માત ” એમ કહી થાનસિ'હુ ત્યાંથી ચાલ્યા ગયા. ચાંપા એકલી રહી. તેના ની અત્યારે સીમા નહાતી. તેના હતુ. ચિત્ર આળેખવાની અમે અગત્ય જોતાં નથી; કેમકે માવા પ્રસંગે ઉત્પન્ન થતા હુ પ્રાય: સર્વને અનુભવગમ્ય હાય છે અને તેથી તેને મનુભવીએજ માત્ર જાણી શકતાં હાવાથી નાહક પિષ્ટપેષણ કરવાનું અમને ઉચિત લાગતુ નથી. થાનસ હું ઘરના સ્ત્રીવર્ગ માં વિજય સબંધી ખુશખબર આપી કે તુરતજ ચંપાની માતા, તેની ભાભી અને તેની સખીએ ચ`પાના એરડામાં આવી પહાચ્યા અને ચંપાના માં સર્વ સામેલ થયાં. સમયની સખીઓ ચંપાની મીઠી મશ્કરી પણ કરવાનું ચુકતી નહાતી અને ચંપા તેના પ્રત્યુત્તરમાં માત્ર મંદ મંદ હસતી હતી. ક્ષણવાર પહેલાં ચાંપાના ઓરડામાં જે શાકનું સામ્રાજ્ય પથરાયેલું હતુ, તેના બદલે હવે માનદની ઉર્મીએ ઉછળવા લાગી, ઉત્તમ કુળની, શીલવતી અને સુરસુંદરીએ સમાન લલિત લલનાઓ એકત્ર થાય, ત્યાં મંદ હાસ્ય, મીઠી મશ્કરી અને નિર્દોષ આન ંદનું સામ્રાજ્ય છવાઈ જાય તે તેમાં શું આશ્ચર્ય ? Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ભાગ્યવિધાયક ભામાશાહ. હર્ષમાં અને હર્ષમાં તે દિવસ અને રાત્રિ ક્યારે પસાર થઈ ગયાં, તેની ચંપાને કશી પણ ખબર પડી નહિ. પ્રભાતકાળ થતાં ચંપા વહેલી જાગૃત થઈ અને કાર્યમાં ગુંથાઈ ગઈ. તે હમેશાં ઉદાસ રહેતી હતી, પરંતુ આજે તેના આનંદની સીમા નહતી. ચંપાએ પિતાના પ્રેમપાત્ર વિજયના મિલનને માટે આદરેલાં વ્રતના ઉદ્યાપનને આજ દિવસ હતું અને તેથી તત્સંબંધી ઉત્સવની સર્વ પ્રકારની તૈયારીઓ થાનસિંહ શેઠની સૂચનાનુસાર ચાલી રહી હતી. ઉત્સવની તૈયારી થઈ રહ્યા બાદ, થાનસિંહ શેઠ પાલખીમાં બેસીને વિજયને બાદશાહ તરફથી મળેલા રહેવાના મકાને ગયા અને તેને પિતાની સાથેજ પાલખીમાં બેસારીને માનસહિત પોતાના આવાસે તેડી લાવ્યા. આવાસે આવ્યા પછી થાનસિંહ વિજયને સઘળી વાત કહી બતાવી અને પિતે તેના પ્રતિ જે સખ્ત વર્તન ચલાવ્યું હતું, તે માટે તેની ક્ષમા પણ માગી લીધી. બધી વાત સાંભળીને વિજય પિતાના પિતા તુલ્ય થાનસિંહ શેઠના પગે પડ્યો. થાનસિંહે તેને પ્રેમપૂર્વક ઉઠાડીને એગ્ય આશિર્વાદ આપે. તે પછી તે તથા વિજય ઉત્સવના કાર્યમાં જોડાઈ ગયા. ચંપાને વિજયના આગમનના સમાચાર મળી ગયા હતા અને તેથી તે તેને મળવાને આતુર થઈ રહી હતી, પરંતુ પિતાને આવાસે અસંખ્ય સ્ત્રી-પુરૂષે એકત્ર થયેલાં હોવાથી તેને વિજયને મળવાને અવકાશ મળી શકે તેમ નહોતું. એગ્ય સમય થતાં ચંપા સ્નાન કરી ઉત્તમ પ્રકારનાં શુદ્ધ વસ્ત્રો પહેરીને તૈયાર થઈ ગઈ અને ઘરના વડિલ વર્ગને પ્રણામ કરીને પાલખીમાં આવીને બેઠી કે તુરતજ હાજર રહેલાં સર્વ મનુષ્ય સરઘસના આકારમાં ગોઠવાઈને ચાલવા લાગ્યાં. આગળ વિવિધ પ્રકારનાં વાજાં વાગતાં હતાં અને પાછળ કિન્નરકંઠી યુવતીઓ મધુર સ્વરે ધવલ મંગળ ગાતી હતી. વચ્ચે ઉત્તમ પ્રકારે શણગારેલી પાલખીમાં દેવી સ્વરૂપા ચંપા પરમાત્માનું ધ્યાન ધરતી બેઠેલી હતી. ક્રમાનુસાર ચાલતું આ સરઘસ શહેરમાં ફરતું ફરતું દેવ મંદિરે આવી પહોંચ્યું. ચંપા પાલખીમાંથી નીચે ઉતરીને દેવમંદીરમાં આવી અને તેણે જગન્નાયક પરમાત્માની ભકિતપૂર્વક પૂજા કરી. તે દરમ્યાન સર્વ મનુષ્યએ પણ પ્રભુની નિર્મળ ચિત્તે સ્તુતિ Page #124 -------------------------------------------------------------------------- ________________ વ્રતનો પ્રભાવ. ૧૧૧ કરી લીધી. ત્યારબાદ ચંપા પુન: પાલખીમાં બેઠી અને સરઘસ પાછું ચાલ્યું. જે વખતે સરઘસ શાહી મહેલ પાસેથી પસાર થતું હતું, તે વખતે બાદશાહ અકબર મહેલના વાતાયનમાંથી રાજમાર્ગનું અવલોકન કરી રહ્યો હતો અને તેથી તેની દષ્ટિ સરઘસ ઉપર પડી. તેણે તુરતજ પાસે ઉભેલા દિવાન ટેડરમલ્લને સરઘસ વિષે પૂછયું. “જહાંપનાહ! ”ટેડરમલે જવાબ આપે. “થાનસિંહ શેઠની પુત્રી ચંપાએ ધાર્મિકત્રત કરેલું હોવાથી તેના ઉદ્યાપનના ઉત્સવનું આ સરઘસ છે અને તે જૈનીઓના મુખ્ય મંદિરે દર્શન કરીને પાછું જતું જણાય છે.” થાનસિંહની પુત્રીએ શું વ્રત કર્યું હતું? અકબરે જીજ્ઞાસાથી પૂછયું. તેણે છ માસી તપ અને માસક્ષમણનું વ્રત કરેલું હતું.” ટેડરમલે જવાબ આપે. છમાસી ત૫ અને માસક્ષમણનું વ્રત શી રીતે થતું હશે? અકબરે પુન: પૂછ્યું. બાદશાહ સલામત! એક દિવસ ઉપવાસ અને એક દિવસ માત્ર બેજ વખત નિયમપૂર્વક જમવું એ રીતે છ માસ સુધી કરવું તેને છમાસી તપ કહે છે અને એક માસ પર્યત માત્ર ગરમ પાણી પીને જ રહેવું, તેને માસક્ષમણ કહેવાય છે,” ટોડરમલે કહ્યું. “ટેડરમલ્લ! તમે કહ્યું તે મુજબનું શું તે વ્રત કર્યું હતું ? બાદશાહે આશ્ચર્ય પામતાં પૂછ્યું. જી, હા,”ટેડરમલે કહ્યું. “તમારે એ વિષે શું અભિપ્રાય છે, બીરબલ!” બાદશાહે બીરબલ પ્રત્યે જોઈને પૂછયું. “દિવાન ટેડરમલ્લ કહે છે, તે સત્ય છે જનાબ ! જેની વ્રત, નિયમ, તપ, જપ વગેરે ધાર્મિક ક્રિયાઓ કરવામાં બહુજ શ્રદ્ધાળુ હોય છે અને તેથી તેમાં આપે આશ્ચર્ય દર્શાવવાનું કશું પણ પ્રજન નથી.” બીરબલે ઉત્તર આપે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. “ઠીક, પણ હું એ સ્ત્રીનાં મુખથીજ સર્વ હકીકત જાણુવા ઇન્તેજાર છું, માટે તેને ઘટતા માન સાથે અહીં તેડી લાવવાની ગેાઠવણુ કરી બાદશાહે બીરબલને ખાજ્ઞા કરી. ૧૧૨ બીરબલ, બાદશાહના ફરમાનથી તુરતજ નીચે આવ્યે અને એક નેાકર મારફત થાનસિંહ શેઠ તથા વિજયને પેાતાની પાસે ખેલાવી તેમને બાદશાહની આજ્ઞા કહી સ ંભળાવી. થાનિસંહે બીરબલની વાત સાંભળી લીધા બાદ કહ્યુ બાદશાહ સલામતની માજ્ઞાને માન આપવુ, એ અમારૂ કત બ્ય છે અને તેથી મારી પુત્રી આપ કહેા ત્યાં આવવાને તૈયાર છે.’ "" “ આપની પુત્રીને બાદશાહુ સલામતની હઝુરમાં આવવાનું છે; માટે આપ આપની પુત્રી તથા વિજયકુમારની સાથે મારી પા છળ ચાલ્યા આવે.” ખીરખલે કહ્યું, .. થાનાંસ હુ સરઘસના સર્વ મનુષ્યાને થાડીવાર સુધી ત્યાં રાહુ જોવાનું કહીને પોતાની પુત્રી સાથે બીરબલની પાછળ ગયે. વિ જય પણ તેમની સાથે સાથે ગયા. ક્ષણવારમાં તેઓ ખાદશાહની સન્મુખ આવી પહોચ્યાં અને તેને કુર્નિસ બજાવીને સામે ઉભા રહ્યા. આદશાહે થાનિસંહુને ઘટિત આવકાર આપીને તેને ટોડરમહૂની પાસેના માસન ઉપર બેસવાની ઇશારત કરી એટલે તે મા દશાહુને નમીને ત્યાં જઈને બેઠા. બીરબલ તથા વિજય બાદશાહુના ક્માનથી તેમની સામેનાં આસન ઉપર બેઠા. કૃશાંગી ચંપા નીચી નજરે સામી ઉભી હતી, તેના પ્રાત દ્રષ્ટિપાત કરીને બાદશા હું થાનસિ'ને પૂછ્યું. આજ તમારી પુત્રી ચંપા કે ? ” “ જી હા. ” થાનસિંહે જવાબ આપ્યા. (( “થાનસિંહ શેઠ ! મેં સાભળ્યુ છે કે ચ ંપાએ છેલ્લા એક માસથી માત્ર ગરમ પાણી પીધા સિવાય કાંઇ પણ ચીજ ખાધી નથી, એ વાત શું સત્ય છે ? ” માદશાહે પૂછ્યું. “ આપે સાંભળેલી વાત સર્વથા સત્ય છે.” થાનસિંહે કહ્યુ. બાદશાહે પુન: ચંપા પ્રતિ ધ્યાનપૂર્વક જોયું અને તેનુ' તે Page #126 -------------------------------------------------------------------------- ________________ વ્રતને પ્રભાવે. ૧૧૩ જસ્વી વદન નિહાળીને તેને એ વાતમાં સત્ય પ્રતિત થયું તે પણ પૂર્ણ ખાતરી કરવાને માટે તેણે પૂછયું. “ચંપા ! તારા બાબા કહે છે, એ પ્રમાણે તે આટલી કમળ અને નાજુક વયે એક માસના ઉપવાસ કર્યા છે, તે શું સત્ય છે?” “જહાંપનાહ !” ચંપાએ પિતાની નજર જશ ઉંચી કરીને ઉત્તર આપે. “મેં માસક્ષમણનું વ્રત કર્યું છે, એ વાત તદ્દન સત્ય છે. આપજ વિચાર કરે કે આવા વિષયમાં મારા પિતાશ્રીએ તથા મારે શા માટે અસત્ય બોલવું જોઈએ ?” ચંપાની નિર્દોષ વાણું તથા તેની શાંત પ્રકૃતિ જોઈને બાદ શાહને એ વાતની સંપૂર્ણ ખાતરી થઈ અને તેથી તેના આશ્ચર્યને પાર રહ્યો નહિ. તેણે કહ્યું. ચંપા ! ખરેખર તું જીન્નતની પરી છે; કેમકે એક સામાન્ય એરતથી આવું વ્રત કદિ પણ થઈ શકે નહિ.” “નામવર શહેનશાહ!” ચંપાએ મધુર સ્વરે કહ્યું. “ધર્મના પ્રતાપથી હર કોઈ મનુષ્ય ધારે તેવું વ્રત કરી શકે છે, એટલે તેમાં શંકા ધરવાનું કાંઈ પણ કારણ નથી.” બત ખુબ, ચંપા!” બાદશાહે હસીને કહ્યું. પરંતુ તેં આવું સખ્ત વ્રત શા માટે અને શી રીતે કર્યું, તે મને તું કહી શકીશ?” જહાંપનાહ!” ચંપાએ કહ્યું. આ વ્રત આત્મહિત સાધવાને માટે કરવામાં આવે છે અને સાક્ષાત્ ધર્મસ્વરૂપ મહાત્મા શ્રી હીરવિજયસૂરિની સુકૃપાથી જ હું કરી શકી છું.” બાદશાહે જીજ્ઞાસાથી પ્રશ્ન કર્યો. “હીરવિજયસૂરિ કેણુ છે અને તે ક્યાં રહે છે, તે તું જાણે છે, ચંપા ? ચંપાએ પોતાના પિતા થાનસિંધુની સામે અર્થસૂચક દૃષ્ટિ થી જોયું એટલે તે તેને ભાવ સમજી ગયા અને બોલ્યા. “બાદશાહ સલામત ! હીરવિજયસૂરિ અમારા જેનધર્મના એક મહાન વિદ્વાન અને સમર્થ આચાર્ય છે અને તેઓશ્રીનું નિવાસસ્થાન હાલ ગુજરાતમાં છે.” Page #127 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. 66 તમારા એ આચાય અહીં આવી તેમના ઉપદેશના લાભ શું આપણને ન આપી શકે ? હું એવા વિદ્વાન પુરૂષોના ઉપદેશ સાંભળવાને બહુજ ઇન્તેજાર છું. બાદશાહે પૂછ્યું. ૧૧૪ “ જી હા, આપનુ આમત્રણ થશે તે તેઓશ્રી અવશ્ય અહીં પધારશે, એમ મારી માન્યતા છે.” થાનસિ હે જવાબ આપ્યા. "" << “ જ્યારે તેઓ અહીં આવી શકે તેમ છે, ત્યારે તેમને આમ ત્રણ માકલીને ઘટતાં માન સાથે અહીં બેલાવવા એવી મારી ઇચ્છા છે. ટોડરમલ ! ” આદશાહે એમ કહી ટોડરમલૂ પ્રત્યે જોઇને કહ્યું. અહમદાબાદના સુબેદાર શાહબુદ્દીન અહમદખાંના નામ ઉપર, જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિને ખડા આદરમાન સાથે અહીં મેકલે, એવુ ફરમાનપત્ર લખીને મારા ખાસ કર્મચારીઓમાંથી એ લાયક માણસાને એ ફરમાન પત્ર આપીને તુરત ગુજરાત તરફ રવાના કરવાની ગોઠવણ કરવાનુ કામ તમને સોંપુ છુ. ખુદાવિદ ! આપના ક્માન મુજ' સઘળે! અ દાખસ્ત આજેજ કરીને આપને તુરત ખબર માપીશ. મને હુકમ હાય તે હું મારા કાર્યા ઉપર જવાને તૈયાર છું. ” ટોડરમલ્લુ આસન ઉપર થી ઉઠીને કહ્યું. "" 66 બાદશાહે ટોડરમલ્લને જવાની રજા આપી એટલે તે નમીને ચાલ્યા ગયા. ત્યાર પછી બાદશાહે કહ્યુ, “ થાનસિંહ શેઠ ! તમારી પુત્રીની ધર્મપ્રીતિ જોઇને હું બહુજ ખુશી થયા છું અને તેથી તેને બાદશાહી ખજાનામાંથી મૂલ્યવાન પાશાક અને રત્નજ ડિત આભૂષણ આપવાના હુકમ કરૂ છું. આ ચીજો તમારા આવાસે આવતી કાલે ખજાનચી પહેાંચતી કરશે. વિશેષમાં તમને એક વાત કહેવાની છે. ” બાદશાહે વિજયની સામે જોઇને માગળ ચલાવ્યુ “ અને તે એ કે વિજય હવે એક સામાન્ય યુવક રહ્યો નથી. મે તેને તેના ઉચ્ચ ગુણેાની પરીક્ષા કરી મારા પ્રીતિપાત્ર અધિકારી અનાન્યેા છે; માટે તેની સાથે તમારી પુત્રીનું લગ્ન તુરતમાંજ કરી નાંખો. ” ' Page #128 -------------------------------------------------------------------------- ________________ જંગલમાં મંગલ. ૧૧૫ ખુદાવીંદ! આપના રિમાન પ્રમાણે વર્તવાને હું તૈયારજ છું થાનસિંહે કહ્યું. “બહુત ખુબ” બાદશાહે આસન ઉપરથી ઉઠીને કહ્યું “અને તમારી પુત્રીનું વિજય સાથે જ્યારે લગન કરે, ત્યારે મને અવશ્ય ખબર આપજે. હવે તમને જવાની રજા છે.” બાદશાહ ઉઠ, તે સાથે જ સર્વ ઉભા થઈ ગયા હતા. થાનસિંહે કહ્યું. નામવર શાહ ! આપની કૃપાદ્રષ્ટિ પાટે હું આપને અત્યંત આભારી છું. મારી પુત્રીના લગ્ન સમયે આપને અવશ્ય ખબર આપીશ. એ પ્રમાણે કહી થાનસિકતાને લઈ ચાલ્યા ગયા અને વિજય પણ બાદશાહને ઉપકાર ની તેને કુનિસ બજાવીને તેમ ની પાછળ ગયો. તે પછી શહેનશાહ અકબર બીરબલને લઈ શાહી દરબારમાં ગયે.* પ્રકરણ ૧૫ મું. જંગલમાં મંગલ. મેવાડના નૈરૂત્ય કોણમાં આવેલા ચપ્પન નામક પ્રદેશનાં ઉપવનમાં નાજુક અને સુકોમળ વેલીઓ વૃક્ષને આલિંગન કરતી * પંડીત પદ્મસાગર ગણિકૃત જગદ્દગુરૂ કાવ્યમાં ચંપાએ છ માસના ઉપવાસ કર્યાનું બાદશાહ અકબરે જાણતાં તે સંબંધી ખાતરી કરવા માટે તેણે ચંપાને એકાંત મકાનમાં રહેવાની આજ્ઞા કરી હતી અને પોતાના વિશ્વાસુ નોકરને ચંપાની રાત દિવસની ચર્ચાની ખબર રાખવા સૂચના આપી હતી. માસ દઢમાસ પર્યત એ પ્રમાણે કર્યા પછી તેને જણાયું કે તેની વૃત્તિમાં કોઈ પ્રકારનો દંભ નહોતો અને તેથી ચંપાને બહુમાનપૂર્વક તેના ઘેર જવાની તેણે રજા આપી હતી. એમ લખવામાં આવેલું છે અને અમને પણ એમ બનવું સંભવિત લાગે છે, પરંતુ આ એક નવલકથા હોઈ તેમાં પ્રસંગોપાત ઉચિત ફેરફાર કરવાની અમે હરકત જોતાં નથી તેમ તેથી મૂળ ઈતિહાસને કશે. બાધ આવતો હોય એમ પણ અમે માનતા નથી. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ભાગ્યવિધાયક ભામાશાહ. હતી અને પક્ષીયુગલે ઉપવનની અપૂર્વ ભા નિહાળીને કલેલ કરતાં હતાં. આરાવલી પર્વતની હારમાળા તરફ પ્રસરી રહેલી હતી અને ઉપર ઉદય પામતાં સરનાં તેજસ્વી કિરણને પડતે પ્રકાશ વિચિત્રતાનું ભાન કરાતે હતે. સરખી વયની વેલીઓ સમાન સખીઓનું વૃંદ ઉનમાં આસપાસ ફરતું હતું અને પરસ્પર આનંદગાછી ચલાવતું હતું. આ છંદ ચાર યુવાન વયે પહોંચેલી બાળાઓનું બનેલું હતું અને એ ચારે બાળાઓને પર સ્પર એવી તે પ્રીતિ બંધાયેલી હતી કે તેઓને ક્ષણવાર પણ એક બીજીના સહવાસ વિના ચાલતું નહોતું મહારાણા પ્રતાપસિંહની પુત્રી રાજકુમારી કમળા, સઢ એક કન્યા યમુના, મહારાણાના મૃત સરદાર રાજા રઘુ રુડ ની કન્યા રુકિમણી અને મીશ્વર ભામાશાહની પુત્રી કુસુમ એ ચારે સમાન વય અને સમાન રૂપવાળી સખીઓ આજે પ્રભાતમાં ચપન પ્રદેશનાં ઉપવ. નમાં આવીને હાસ્યવિનોદ કરતી હતી. કેમલમેરના યુદ્ધમાં પરાજય પામ્યા પછી મહારાણા પ્રતાપસિંહે પોતાના પરિવાર અને આત્મીય માણસો સાથે આ પ્રદેશમાં આવીને નિવાસ કર્યો હતે. આ સ્થળે ભીલ લોકોની વસતિ મોટા પ્રમાણમાં વસેલી હતી અને તેમણે જ પ્રતાપસિંહને આશ્રય આપ્યો હતો. પ્રતાપસિંહ આ પ્રદેશના મધ્યભાગે આવેલા ચાન્ડ નગરમાં છુપી રીતે રહેતું હતું. કેમકે દુશ્મનોનાં જૂદાં જુદાં સૈન્ય તેને હરાવવાને અને તેને પકડી લેવાને માટે આમતેમ ફરતાં જ હતાં. મેવાડના નૈરૂત્ય ખુણાને ચપ્પન કહેવાય છે. આ પ્રદેશ તદ્દન પહાડી છે અને અમે જે સમયની આ નવલકથા લખીએ છીએ, તે સમયે તેમાં ૩૫૦ ગામડાં હતાં અને તેમાં મુખ્યત્વે કરીને ભીલ * મહારાણા પ્રતાપસિંહને પુત્રી હતી કે કેમ એ સંબધમાં ઇતિહાસમાં મતભેદ રહેલો છે. કેઈ ઈતિહાસકારે તેમને અશ્રુમતી નામક પુત્રી હોવાનું અને તેને શાહજાદા સલીમ સાથે પ્યારમાં પડયાનું દર્શાવેલું છે, પરંતુ એ વાત તદ્દન અસંભવિત જણાય છે; કેમકે પ્રતાપ જેવા અકબરનાં મહાન શત્રની પુત્રી ખુદ અકબરના શાહજાદા સલીમ સાથે પ્યારમાં પડે, એ દેખીતી રીતે કેવળ અસ્વાભાવિક છે. -લેખક. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ જંગલમાં મંગલ. જ રહેતા હતા. ચપ્પનને કહેવાતા મુલક જે કે તદન પહાડી હતે તે પણ પર્વતની હારમાળા, અનેક જાતિનાં વૃક્ષે, ઉંડી ઉંડી ખીણે, નાની–મોટી સરિતાઓ અને સ્વચ્છ પાણીના ઝરાથી તેની નૈસર્ગિક શોભા અલોકિક હતી. આ ઉપવનનું સૌદર્ય નિહાળવાને અને એ રીત્યા દુઃખી મનને શાંત કરવાને ખુદ પ્રતાપસિંહ, તેના સરદારે અને તેનાં આ મનુષ્યો સમયપરત્વે આવતાં હતાં. દુ:ખી મનુષ્ય પિતાનાં દુઃખના દિવસે શી રીતે પસાર કરે છે, એ તે માત્ર અનુભવીઓ જ જાણી શકે છે અને તેથી અમે એ વિશે વધુ વિવે. ચન અત્રે કરતા નથી. આજે પ્રભાતમાં ઉપર્યુક્ત ચારે સખીઓ ચાન્ડ નગરની બહારનાં ઉપવનમાં કુદરતી સૌંદર્ય જેવાને આવી હતી. ચોડ નગરની બહાર ભીલોની માતાનું મંદિર વૃક્ષેની ઘટામાં આવેલું હતું અને એ મંદિરની બહારના ચોરા ઉપર એ ચાર સખીઓ બેઠી બેઠી વિવિધ પ્રકારનાં વાર્તાલાપ કરી રહી હતી. કમળા, ચમુના, રુકિમણું અને કસમે સામાન્ય સ્ત્રીઓની જેમ માત્ર સાદાં વસ્ત્ર પરિધાન કરેલાં હતાં અને તેમાંથી એકેના અંગ ઉપર કિંમતી આ. ભૂષણનું નામ નિશાન પણ નહોતું, તે પણ તેમનું સ્વાભાવિક સંદર્ય એવા પ્રકારનું હતું કે તેમને જેનાર પ્રત્યેક મનુષ્ય મંત્રમુગ્ધ થયા સિવાય રહેતું નહોતું. સ્વર્ગભૂમિની સુરસુંદરીઓ સમાન આ ચારે યુવતીઓ શે વાર્તાવિનોદ કરતી હતી, એજ હવે આપણને જાણ વાની અગત્ય છે. કુસુમ!” યમુનાએ એક સુંદર વિકસિત પુષ્પ બતાવીને કહ્યું. “આ પુષ્પનાં સાંદર્ય જેવું તારૂં સંદર્ય પણ અનુપમ છે હો ! ખરેખર કર્મસિંહ ભાગ્યશાળી તે ખરા, કેમ ખરું કે નહિ? “અલબત, તારું કહેવું કેવળ સત્ય છે; યમુના !” રાજ. કુમારી કમળાએ કહ્યું. “કુસુમ અને કર્મસિંહ! કેવું અનુપમ ડું? જાણે રતિ અને કામદેવ!” અને કુસુમ પણ ભાગ્યશાલિની નહિ કે?” રુકિમણીએ તુરતજ કહ્યું. “કર્મસિંહ જે સવાંગસુંદર અને સર્વગુણસંપન્ન પતિ મળ શું સહેલ છે?” Page #131 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. “ તમે બધાંએ મારી મશ્કરી કરવા માંડી છે, તેા ભલે, મને તેનુ કાંઈએ નથી; પરંતુ આ રૂકિમણીની ગુપ્ત વાત તમે કંઇ સાંબળી ?” કુસુમે પૂછ્યું. ૧૧૮ tr ના ” ત્રણેએ સાથે જવાબ આપ્યા. “ તા સાંભળે, કુમાર અમરસિંહ આ ામણીમાને ચાહે છે, કહેા એ કેવી વાત ?” કુસુમે હસીને કહ્યું. ' વાત ત મહે સારી છે અને મને પણ એક વખતે તેમનાં પ્રેમની શકા પડી હતી. હવે જ્યારે એ વાત સત્ય છે, ત્યારે રૂકિમણીના ભાગ્યની શી સીમા ? મેવાડના મહારાણાની પુત્રવધૂ થવું, એ શું થાડા ઘણા ભાગ્યની વાત છે ? ” યમુનાએ પાતાની શકા કહી બતાવતાં કહ્યું. “ ત્યારે તા રૂકિમણી મારી ભાભી થવાની, ખરૂને ? આવે, આવા, ભાભી ! તમને મારા ભાઇએ કાંઇક ગુપ્ત સમાચાર કહાવ્યા છે, તે કાનમાં કડું, આમ આવેા.” એમ કહી કમળાએ રૂકિમણીના કાન પાસે પેાતાનું મુખ ક્ષણવાર રાખી લઇ લીધું. ર રૂકિમણી ! કુમારે શા સમાચાર કહાવ્યા છે ? શું અમને તે કહીશ નહી ?” યમુનાએ પૂછ્યું. “ મહારાણીએ હાલના સમયમાં પ્રેમની નિરૂપયોગી વાત કરવાની મના કરેલી છે, તેના તમે આવેાજ અમલ કરે છે ને ?” રૂકિમણીએ કૃત્રિમ ક્રોધથી કહ્યું. રૂકિમણી ! તુ મહારાણાની પુત્રવધ થવાનો છું; તેથો અમને ડરાવતી હશે. ખરૂને? પરંતુ અમે એમ ડરીએ એવાં નથી તે, કેમ કુસુમ !” યમુનાએ કહ્યુ. ,, “ હ્રાસ્તા, ” કુસુમે તુરતજ ઉત્તર માપ્યા. “ હું તમને કાંઈ ડરાવતી નથી; પરંતુ મહારાણાની આજ્ઞાનું માત્ર ભાન કરાવુ છું. કેમ કમળાબ્વેન ! મારૂ કહેવુ ગેરવ્યાજખી છે ?” રૂકિમણીએ ખુલાસા કરતાં રાજકુમારી કમળાને પૂછ્યું. Page #132 -------------------------------------------------------------------------- ________________ જંગલમાં મંગલ. તારું કહેવું સત્ય છે, રુકિમણું!” રાજકુમારીએ પિતાને અભિપ્રાય આપે. “પરંતુ આપણે અત્યારે જે નિર્દોષ વાર્તાવિત કરીએ છીએ, તેથી મહારાણુની આજ્ઞાને કેઈપણ રીતે ભંગ થતું નથી.” રાજકુમારી ખરૂં કહે છે.” યમુના અને કુસુમ હો માં હા મીલાવી દીધી. ઠીક ત્યારે, હું હારી અને તમે જીત્યા પછી જે કાંઈ ” રુકિમણીએ હાસ્યપૂર્વક કહ્યું. હવે કેવી ઠેકાણે આવી, પરંતુ કુમારે શા સમાચાર કહાવ્યા છે તે હવે અમને કહીશ કે નહિ? ” યમુનાએ પુનઃ એજ સ્વાલ પૂછયે. વળી પાછી એની એ વાત; જે હવે મને એ વાત પૂછશે તે હું તમારાથી રીસાઈ જઈશ.” રુકિમણીએ હસીને કહ્યું. જે તું રીસાઈ જઈશ તે રાણી રૂકિમણીને મનાવવા માટે અમે કૃષ્ણને તેડી લાવશું.” કુસુમે એમ કહીને નવ યોવના રુકિમના ગુલાબી ગાલ ઉપર ધીમેથી એક ચુંટી ખણ લીધી રુકિમણું મહેઠેથી સત્કાર કરતી ગાલ ઉપર હાથ ફેરવવા લાગી અને કમળા, યમુના અને કુસુમ ત્રણે જણીઓ ખડખડાટ હસી પડી. તેઓના હાસ્યથી ઉપવનની વેલીઓ, વૃક્ષો અને પક્ષી. એ પણ હસવા લાગ્યાં. ક્ષણ વાર રહીને કુસુમે કહ્યું. આમ જુઓ, સામી બાજુએથી રુકિમણીના કુણ આવતાં જણાય છે કે શું? ચાલે આપણે આ મંદિરમાં છુપાઈ જઈએ. રુકિમણીએ વિચાર્યું કે કુસુમ મારી મશ્કરી કરે છે એટલે તે તે ત્યાંને ત્યાંજ ઉભી રહી અને કમળા તથા યમુના કુસુમની સાથે માતાના મંદિરમાં ચાલી ગઈ અને અંદરથી તેનાં બારણાં બંધ કર્યા. ત્યાર પછી રુકિમણીએ સામી બાજુએ દ્રષ્ટિ કરી તે ખરેખર Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ભાગ્યવિધાયક ભામાશાહ કુમાર અમરસિંહ ઉપવનની શોભા જેતે જેતે ચાલ્યા આવતે હતે. મહારાણા પ્રતાપસિંહને કુમાર અમરસિંહ અને રાજા રઘુવીરસિંહની કન્યા રૂકિમણી વચ્ચે ગુપ્ત પ્રેમસંબંધ હતે એ કહેવાની આવશ્યકતા અમને જણાતી નથી, કેમકે વાચક મહાશયે ઉપર્યુક્ત સખી મંડલના વાર્તા વિદથી એ વાતને સ્પષ્ટતાથી સમજી શકે તેમ છે. રુકિમણુને પિતા રઘુવીરસિંહ રાણા પ્રતાપને મુખ્ય સહાયક અને મેવાડના એક તાલુકાને રાજા હતા. રાજા ૨ ઘુવીરસિંહ મોગલ સાથેના પહેલા યુદ્ધમાં માર્યો ગયે હતું અને તેની સતી રાણીએ તેની સાથે સહગમન કર્યું હતું, તેથી તેમની કન્યા રૂકિમિણે તે સમયથી મહારાણા પ્રતાપસિંહના આશ્રયે આ વીને રહી હતી. પ્રતાપસિંહ અને રાણી પદ્માવતી તેને પોતાની પુત્રી સમાન ચાહતાં હતાં અને તેની દરેક ઈચ્છાને પૂર્ણ કરતાં હતાં. રુકિમણીની અવસ્થા અત્યારે પંદરેક વર્ષની હતી. તેનું આ લૈકિક સંદર્ય અને તેની મીઠી વાણી, તેને નમ્ર સ્વભાવ અને તેના સ્વાભાવિક ગુણે ઈત્યાદિથી કુમાર અમરસિંહ તેને ચાહતા શીખે હતો અને રુકિમણ પણ કુમારને ચ હતી હતી. આ ઉભય પ્રેમીઓ વચ્ચે ઘણાજ પ્રેમસબંધ હતું, પરંતુ તેઓ મહારાણાની સખ્ત આજ્ઞાથી પરસ્પર ભાગ્યે જ મળી શકતાં હતાં. ઉભયના હદમાં પ્રેમબીજ રોપાયું હતું, પરંતુ એ પ્રેમબીજને પરસ્પર મિલન વિના ફૂટીને વૃક્ષ થવાને પૂરતે અવકાશ હજુ સુધી મને નહોતે. આજ ઉભય પ્રેમીઓને અચાનકમેળાપ થઈ ગયે. કુમાર અમરસિંહ પિતાની હૃદયદેવીને માતાના મંદિરની બહારના ચોતરા ઉપર એકલી બેઠેલી જોઈને હદયના વેગને રોકી નહિ શકવાથી તે તેની સામે આવીને ઉભો રહ્યો. લજજાશીલા રુકિમણી જેનું રાત્રિ-દિવસ ચિંતન કરતી હતી, તેને પિતાની સન્મુખ જોઈને શરમાઈ ગઈ અને ઉંચી આંખ કરીને પિતાનાં હૃદયના અધિષ્ઠાયકને જોવાનું પણ સાહસ કરી શકી નહિ. તેણે મંદિરના દ્વાર તરફ પોતાની દ્રષ્ટિ કરી તે તેને બંધ જોઈને તે આશ્ચર્યને પામી અને હવે શું કરવું, એના ઉંડા વિચારમાં પડી ગઈ. Page #134 -------------------------------------------------------------------------- ________________ જંગલમાં મંગલ. ૧૧ કુમાર, સાંદ ની સાક્ષાત્ પ્રતિમાને કેટલાક સમય પત અનિમેષ નયનાએ જોઇ રહ્યો; પરંતુ તેને તેથી તૃપ્તિ થઈ નહિ. તે પુનઃ પુન: નચાવના રૂકિમણીના રૂપ-લાવણ્યને જોવા લાગ્યા અને મનમાં ને મનમાં જ તેનાં નૈસર્ગિક સાંદર્યની પ્રશંસા કરવા લાગ્યા. આ સમય દરમ્યાન રૂકિમણી કેવળ નીચી ષ્ટિ રાખીને બેસી રહી હતી. તે કુમારની સામે જોવાને અને પેાતાના આરાધ્ય દેવનુ સન્માન કરવાને મનથી તેા બહુજ આતુર હતી; પરંતુ લજાનું આવરણ એ સરલ હૃદયની કિશારીનાં મુખ ઉપર એટલુ બધું જામી ગયુ` હતુ` કે તેનાથી ઇચ્છા છતાં પણ પોતાની મન કામના પૂરી થઈ શકતી નહાતી. હવે અમરિસ પાતાના મનને બહુ વાર કાબુમાં રાખી શકયા નહિ. તેણે સ્નેહપૂર્ણ સ્વરે તેને એલાવી, “ રૂકિમણી ! ” રૂકિમણી પેાતાનાં નામનાં સએધનથી વિશેષ શરમાઇ ગઇ અને શરીરને સકેાચી જરા દૂર ખસી ગઇ. કુમારે પુન: હસીને કહ્યુ, “ રૂકિમણી ! ” આ સમયે તેણે સહુજ ઉંચુ' જોયુ અને તેનાં સુડોળ મુખ ઉપર મંદ હાસ્ય સ્પષ્ટ જણાવા લાગ્યું; પરંતુ તે કશુ ખાલી નહિ. અધીર હૃદયના અમરિસંહ હવે કયાં સુધી રાહ જુએ? તેણે તુરતજ રૂકિમણીના કામળ કરને પેાતાના હાથમાં લઇને કહ્યું. હુંદયેશ્વરી ! કેમ કાંઇ ખેલતી નથી? ઘણાં સમયથી હૃદયમાં બંધ કરીને રાખેલા પ્રેમના પ્રકાશ કરવાના સમય અત્યારે આપણને મળ્યા છે, તેના સદુપયોગ શા માટે કરતી નથી ? ” રૂકિમણીએ પેાતાના મનથી વિચાર્યું કે હવે ખેલવા સિવાય ચાલે તેમ નથી અને તેથી તેણે સ્મિત પૂર્વક કહ્યું, “શું એવું, કુમાર !'' ” શુ મેલું. એ કાંઇ પ્રશ્ન છે ? ખેલવાનુ –વાર્તાવિને દ કરવાનું શું કાંઇ નથી ? ” અમસિહુ આશ્ચય ચુક્ત સ્વરે પૂછ્યું. રૂકિમણીની લજજા હવે પલાયન કરી ગઈ હતી. તેણે ચારા ઉપરથી નીચે ઉતરી કુમારની સન્મુખ ઉભા રહીને ઉત્તર આપ્યા. ૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભાગ્યવિધાયક ભામાશાહ. “પ્રિય કુમાર ! આપની સાથે વાર્તાવિનેદ કરવાનું ઘણુએ છે પરંતુ હદયમાં રહેલા ભાવેને શી રીતે પ્રગટ કરવાં, એ સુજતું નથી. જે દિવસે આપના નયનમનહર દિદારનું દર્શન અને પ્રથમ થયું હતું, તે દિવસથી મારું જીવન કેઈ જૂદા જ પ્રકારનું થઈ ગયું છે અને હૃદયમાં જે પ્રકારના વિચારે ઉત્પન થયા કરે છે, તેની વાત આ૫ને કહેવાને માટે મન ઘણું આતુર થઈ રહેલું; પરંતુ તેને શી રીતે અને કેવા રૂપમાં કહેવી, એ સમજી શકાતું નથી.” “તારૂં કથન કેવળ સત્ય છે, પ્રિય દેવી ! કેમકે દરેક પ્રેમી મનુષ્યના હૃદયની તું કહે છે તેવી જ સ્થિતિ હોય છે અને હૃદયની એ સ્થિતિને તથા હૃદયના એ ભાવેને પ્રેમીઓ સમજાવ્યા વિના સમજી શકે છે, તેઓનાં હૃદય એટલાં બધાં નિર્મળ અને શુદ્ધ હોય છે કે તેઓ પોતાના પ્રિયતમ કે પ્રિયતમાનાં હૃદયના ભાવેને સ્વાભાવિક રીતે જ જાણી શકે છે, પરંતુ રૂકિમણું! આપણું હદયની મનોકામના ક્યારે પૂર્ણ થશે, એ કહી શકાય તેમ નથી; કેમકે મેગલનું જોર દિનપ્રતિદિન વધતું જાય છે અને આપણે પરાજય થતા જાય છે. આપણું ગુપ્ત નિવાસસ્થાન ઉપર તેઓ કયારે હુમલે લાવશે, તે અત્યારથી કહેવાય તેમ નથી અને તેથી ભવિષ્યમાં આપણું શી સ્થિતિ નિર્માણ થએલી છે, તે પણ આપણે જાણી શક્તા નથી.” અમરસિંહે ચિંતાયુક્ત વરે કહ્યું. પ્રિયતમ !” કિશોરી રૂકિમણીએ કહ્યું. “ચિંતા કરવાનું કશું પણ પ્રયોજન નથી, કેમકે મહારાણુ આપણા દેશ, ધર્મ અને સમાજની આબરૂ અને તેની સ્વતંત્રતા માટે જે પ્રાણત કો સહન કરી રહ્યા છે. તેથી ભગવાન એકલિંગજી તેમને અવશ્ય સહાય કરશે. હાલ આપણું ગમે તે સ્થિતિ હોય; પરંતુ છેવટે મેવાડનો પુનરૂદ્ધાર થશે અને મહારાણને વિજય થશે. એમ મારું અંતઃકરણ સાક્ષી પરે છે.” “ તારા જેવી શુદ્ધ અને પવિત્ર હૃદયની કુમારિકાનું વચન સત્ય નિવડે એવી મંગલમય ભગવાન પાસે મારી યાચના છે.” એમ કહી કુમારે તેને શાબાશી આપવાની ખાતર તેના કોમળ કર ઉપર હસતાં મુખે મીઠું ચુંબન ભર્યું. Page #136 -------------------------------------------------------------------------- ________________ જંગલમાં મંગલ. રુકિમણીએ લજજાવશ થઈને તુરતજ પિતાને હાથે પાછો ખેંચી લીધા. તેણે કહ્યું આવી ચેષ્ટા કરવાનું આપને હાલના સંગેમાં શોભતું નથી, કુમાર! અમરસિંહે સહેજ હસીને કહ્યું “તે હું સારી રીતે સમજુ છું રુકિમણું ! પરંતુ જ્યારે જયારે પ્રેમીઓનું મીલન થાય છે, ત્યારે ત્યારે કેવી ચેષ્ટા કરવી અને કેવી ચેષ્ટા ન કરવી, તેનું શું તેમને ભાન હોય છે ખરું? નહિ જ, અને તેથી પ્રેમી પુરૂષ પિતાની પરમ લાવણ્યસંપન્ન અને રૂપ નિધાન પ્રિયતમાને જોઈને પિતાનું ચિત્ત કબજે ન રાખી શકે તે એ સર્વથા સ્વાભાવિક છે. રુકિમણીએ મિતપૂર્વક કહ્યું આપને બુદ્ધિવાદમાં તે હું જીતી શકીશ નહિ અને તેથી એ વાતને જવા દઉં છું, પરંતુ માતાના મંદિરમાં રાજકુમારી કમળા બહેન વિગેરે મારી સખીઓ છે, તે આ પણને પ્રેમચેષ્ટા કરતાં જોઈને પાછળથી મારી મશ્કરી કરવામાં મણા નહિ મૂકે; માટે આપ હવે આપના ચિત્તને વશ રાખે તે સારું.” “શું કમળ અહીં મંદિરમાં છે?” કુમારે આશ્ચર્ય પામીને પૂછયું. “હા, કમળા બહેન એકલા નથી, પરંતુ યમુના અને કુસુમ પણ છે. ”રુકિમણીએ ઉત્તર આપે. ત્યારે તે માટે અહીં વધારે વખત રહેવું, એ ઉચિત નથી.” એમ કહી કુમારે પિતાની પ્રિયતમાને પ્રેમપૂર્ણ દ્રષ્ટિએ એકવાર જોઈ લીધી અને ત્યારપછી તે ત્યાંથી અદ્રશ્ય થઈ ગયે. અમરસિંહ ગયા પછી રુકિમણ પુલકિત હદયે અને હર્ષિત વદને મંદિર તરફ ચાલી; પરંતુ તે ત્યાં પહોંચે તે પહેલાં તે ત્રણે સખીઓ ખડખડાટ હસતી હસતી મંદિરમાંથી બડાર આવી અને રુકિમણીને ચુંટી ખણુને, ચુંબન ભરીને અને આલિંગન દઈને તેની મશ્કરી કરવા લાગી. તે સમયે કિન્નરકંઠી સુંદરીઓના મીઠા મંદ હાસ્યને મધુર ધ્વનિ એ નિર્જન ઉપવનમાં ચોતરફ પ્રસરી રહ્યું અને તે જોઈને કાળી કોયલ પણ પંચમ સ્વરથી આલાપ કરવા લાગી. ટુંકમાં કહેને કે જંગલમાં મંગલ વતી રહ્યું. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ભાગ્યવિધાયક ભામાશાહ. પ્રકરણ ૧૬ મું. ક્ષાત્રવટ, “ રહે પ્રજા ધન યત્ન સે જેહ બાંકી તરવાર, સો ફલ કે ન લે સકે, જહાં કટીલી ડાર.” કુમાર અમરસિંહ ચાંડ નગર પ્રતિ નીચી નજરે અને ધીમા પગલે ચાલ્યું જતું હતું. તેના હૃદયમાં આ સમયે તેની પ્રિયતમ રુકિમણીના વિચારે ઘેળાતા હતા. અમરસિંહ પ્રેમી હતુંતે રુકિમણને પોતાના શુદ્ધ હૃદયથી ચાહતે હતું અને તેથી તે તેના મીલનને માટે અત્યાર પહેલાં બહુજ આતુર રહેતા હતા. મેવાડનો પુનરૂદ્ધાર ન થાય ત્યાં સુધી પ્રતાપસિંહે સર્વ ભેગ-વિલાસને પિતે ત્યાગ કર્યો હતો અને પોતાના પરિવારનાં મનુષ્યને અને આત્મીય સરદારને પણ તેને ત્યાગ કરવાની ફરજ પાડેલી હતી અને તેથી પ્રેમી યુગલે એકાંતમાં મળીને પ્રેમચેષ્ટા કરવાનું સાહસ કરી શક્યાં નહોતાં. જો કે અમરસિંહના હૃદયમાં આ વાત ઘણી ખુંચતી હતી; કેમકે તે પ્રેમી અને વિલાસી હતા; તે પણ મહારાણુની ધાકથી તે રુકિમણુને મળવાનું ઉચિત માનતે નહતે. આજે રુકિમણું સાથે તેનું જે મીલન થયેલું હતું, તે અગાઉથી કરી રાખેલા ગુપ્ત સંકેતનું જ આ પરિણામ હતું. અમરસિંહ ચંડ નગર તરફ જતાં જતાં રૂકિમણના સંદર્યના, તેની મીઠી વાણીના અને તેના આકર્ષક વર્તનના જ વિચારે કરતે હોવાથી આસપાસના પ્રદેશનું તેને કશું પણ ભાન નહોતું. એક મસ્ત માણસની જેમ આનંદ-લહરીમાં ઝુલતા ઝુલતો ચાલ્યો જતો હતો. આ સમયે બે ઘડેસ્વારે પિતાના ઘડા જોરથી દોડાવતા કુમારની પાછળ આવતા હતા. ઘડાની ખરીઓને અવાજ નજીક અને નજીક સંભળાતું હતું, પરંતુ પ્રેમસાગરમાં ગોથાં ખાતાં અમરસિંહને તેનું ભાન નહેતું; તે તો જેમને તેમ નીચી નજરે ચાલ્યું જતું હતું. ઉભય ઘ ડેસ્વારે ક્ષણવારમાં અમરસિંહની અત્યંત નજીક આવી પહોંચ્યા અને તે માંહેના એકે કુમારનું નામ લઈને તેને બોલાવ્યું, ત્યારે જ તે ઉભો રહ્યો અને તેમની સામે Page #138 -------------------------------------------------------------------------- ________________ ક્ષાત્રવટ. ૧૨૫ જોઈ રહ્યો. આ બન્ને ઘડેસ્વારમાં એક મંત્રી ભામાશાહ હતા અને બીજે કુમારને મિત્ર રણવીરસિંહ હ. ભામાશાહે જરા રૂવાબથી પૂછયું. “કયાં ગયા હતા, કુમાર ?” આ પાસેના ઉપવનમાં જરા ફરવાને ગયે હતે; પરંતુ તમે આમ ક્યાંથી આવે છે?” અમરસિંહે પિતાને પૂછેલા પ્રશ્નને ઉત્તર આપતાં સામે પ્રશ્ન પૂછે. દુશ્મની હિલચાલ જાણું લેવાના હેતુથી અમે આપણું થત ભીલ પાસેથી ખબર મેળવવાને માટે ગયા હતા.” ભામાશાહે ઉત્તર આપે. “કાંઈ ખબર મળી કે નહિ?” અમરસિંહે પુનઃ પૂછયું. હા, મેગલ સેનાપતિ ફરિદખાં અને રાજા માનસિંહને સરદાર ચંદ્રસિંહ સૈન્ય સહિત ચપન પ્રદેશ ઉપર હુમલે કરવાને માટે શેડા જ કેસના અંતરે છાવણી નાંખીને પડેલા છે, એવી ખબર આપણું વિશ્વાસુ ભીલેએ આપી છે.” રણવીરસિંહે જવાબ આપે. “ ત્યારે આપણે હવે અહીંથી કયાં જશું? કયાં છુપાઈશું?” અમરસિંહે ખિન્નતાથી પૂછ્યું. કયાં જઈશું ? ક્યાં છુપાઈશું ?” ભામાશાહે ભાર દઈને કહ્યું. “કુમાર! આવાં નિર્માલ્ય વચને તમારા મુખમાં શેતા નથી.” ત્યારે આપણે શું કરશું?” કુમારે ફરીથી પણ એજ સ્વાલ રજુ કર્યો. કર્તવ્યની તમને કયાં દરકાર છે, કુમાર ?” ભામાશાહે કહ્યું. અમરસિંહે ભવાં ચડાવીને કહ્યું. “કર્તયની મને દરકાર નથી, ત્યારે કેને છે?” બીજાને હોય કે ન હોય, એ જુદે સ્વાલ છે, પરંતુ તમને તે ઘણું ઓછી જ છે.” ભામાશાહે સ્પષ્ટતાથી કહ્યું અને હવે અમરસિંહ આગળ શું જવાબ આપે છે, તે સાંભળવાને આતુર થઈ રહ્યો. Page #139 -------------------------------------------------------------------------- ________________ E ભાગ્યવિધાયક ભામાશાય “ ક જ્યની દરકાર મને આછી છે, એમ તમે શા ઉપરથો કહા છે ?” અમરસિંહે પુન: ભવાં ચડાવીને પૂછ્યું. ' શા ઉપરથી કહેા છે, એ કાંઇ પ્રશ્ન નથી, કુમાર ! તમે તમારા આંત:કરણને જ પૂછી જુઓ એટલે તમને સ્વયં ઉત્તર મળી આવશે. ” ભામાશાહે ઉત્તર આપ્યા. 'ત:કરણને પૂછવાની અગત્ય નથી. ” અમસ હું એદરકારીથી કહ્યું. “ઠીક, અંત:કરણને પૂછવાની અગત્ય ન હોય તેા ભલે, પરંતુ કુમાર ! જો કે હું હવે પ્રાઢ થયા છું અને તેથી મારી બુદ્ધિ અને શકિત શિથિલ થઈ ગઇ હશે, એમ સ્વાભાવિક રીતે તમે ધારતા હશેા; તા પણ મેવાડનાં અને આપણા પરિવારનાં પ્રત્યેક મનુષ્યના હૃદયમાં રહેલા ગુપ્ત સ ંકેત અને વિચારાને હજુ હું જાણી લેવાને સમર્થ છું. તમે અત્યારે કયાં અને શા હેતુથી ગયા હતા, એ પાછળની પરિસ્થિતિને જોઈને સહજમાં જાણી શકયે છું માટે કુમાર ! વાતને શામાટે છુપાવે છે ? ” ભામાશાહે ગૈારવયુકત સ્વરે કહ્યુ . “ વાતને છુપાવવાનું મને કશું પ્રયેાજન નથી; અત્યારનું વર્તન કોઈ પણ રીતે અટિત નથી. જવાબ આપ્યા. 66 ભામાશાહે કહ્યુ, “ તમારૂં વન અધિત હતુ', એમ કહે. વાના મારે। કિંચિત્ માત્ર પણ સ્માશય નથી. પરતુ અત્યારના કટા કટીના સમયે વિલાસની વાતા અને પ્રેમની ચેષ્ટાઓમાં રોકાઇ રહેવાથી આપણા ખરા કર્ત્તવ્યને શુ હાનિ પહેાંચતી નથી? મહારા ણાએ આદરેલ સત્યાગ્રહને આપણી આવી રીતિની બેદરકારીથી શુ ધક્કો પહેાંચતા નથી ? અવશ્ય પહોંચે છે અને તેથી મારા કથ નને ભાવા કિવા આશય એટલેાજ છે કે તમે હમણાં તમારા વિલાસી સ્વભાવના ત્યાગ કરી ખરા કબ્યમાં સતત્ જોડાઇ રહેા, એજ તમારા માટે ઉત્તમ છે. કુમાર ! આ ભૂમિના તમે ભવિષ્યના રક્ષણકર્તા છે અને અમે અત્યારે જે સ્વાત ત્ર્યનું બીજારાપણુ કરી એ છીએ, તેનાં મધુર કળાને ચાખવાના અવસર તમને મળવાના કેમકે મારૂં અમરિસ હું Page #140 -------------------------------------------------------------------------- ________________ શાત્રવટ. અને તેથી તમારે સાર્વજનિક લાભની ખાતર બેદરકારીને ત્યાગ કરી કાળજવાન થવાની જરૂર છે.” અમરસિંહ ઉપર્યુકત વચને સાંભળી શરમથી કેવળ નીચું જોઈ રહ્યો. ભામાશાહને જવાબ દેવાનું તેનામાં સામર્થ્ય રહ્યું નહોતું. તેને ચૂપ રહેલે જઈને ભામાશાહે આગળ ચલાવ્યું. કુમાર! તમે એમ સમજતા હશે કે હું મહારાણું પ્રતાપસિંહને જ્યેષ્ઠ પુત્ર અને મેવાડને યુવરાજ છું એટલે મને કોણ કહેનાર છે? પરંતુ મને કહેવાની અગત્ય જણાય છે કે જે તમારી એવી માન્યતા હોય, તે તે ઘણું જ ભૂલભરેલી છે. તમે યુવરાજ છે, એ વાતને અમે સ્વીકાર કરીએ છીએ અને તેથી તમારું ઘટિત સન્માન કરવું, એ અમારી ફરજ છે, પરંતુ જો તમે તમારા યુવરાજપદને લાયક ન હો અને તમારા ક્ષાત્રવટ ધર્મને જાણતા ન હો, તો અમે પ્રજાજને તમને માન આપશું ખરા ! તમે રાજવંશમાં જન્મ્યા છે શા માટે ? એટલાજ માટે કે તમારે સર્વગુણસંપન્ન બનીને તથા ક્ષાત્રવટ ધર્મને અનુસરીને પ્રજાનું પાલન અને દેશની સ્વતંત્રતાનું રક્ષણ કરવું અને જો તમે એ પ્રમાણે વર્તે નહિ તે પછી મેવાડ ઉપર તમારો અધિકાર શું કામનો ? યુવરાજ ! તમને મારી આ વાતો અત્યારે તે વિષ સમાન લાગશે, પરંતુ જો તમે એ વાતેના મર્મને સમજશો અને તદનુસાર તમારું વર્તન રાખશે, તે તમને છેવટે એ વાતે અમૃત સમાન લાગશે અને તેજ તમે ભવિષ્યના મેવાડના અધિપતિ થવાને લાયક થશે. છેવટમાં યાદ રાખજો કુ. માર! કે જે તમે તમારા વિલાસી સ્વભાવ ઉપર વિજય મેળવશે નહિ અને તમારા ક્ષાત્રવટ ધર્મનું યથાર્થ રીતે પાલન કરશો નહિ, તે મને ખાતરી છે કે તમે મેવાડની સ્વતંત્રતા ગુમાવી દેશે અને મગલેના દાસત્વને સ્વીકારશે, મા આ વચનો તમારા હૃદય ઉપર બરાબર કોતરો રાખજે, એ ખાસ કરીને મારો આગ્રહ છે.” કુમાર અમરસિંહ આ બધે વખત અવનત મુખે ઉભેલ હતું. તેની મુખચર્યાથી સમજાતું હતું કે તેના હૃદયમાં પશ્ચાતાપ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ભાગ્યવિધાયક ભામાશાહ. થતું હશે. ભામાશાહ ઘડા ઉપરથી નીચે ઉતર્યો અને રણવીર સિંહે પણ તેનું અનુકરણ કર્યું. ભામાશાહે ઘોડા ઉપરથી ઉતરીને કુમારને વિચારગ્રસ્ત સ્થિતિમાં જોઈને કહ્યું. “કુમાર! મારા ઉપરના કથનથી જે તમને માઠું લાગ્યું હોય તે માફ કરજે, કેમકે મેં તમને જે કહ્યું છે, તે તમારા હિતની ખાતરજ કહ્યું છે. હવે ચાલે નગરમાં જઈને મહારાણાને શત્રુની હીલચાલની ખબર આપીએ.” આગળ ભામાશાહ અને પછવાડે અમરસિંહ અને રણવીર સિંહ, એ પ્રમાણે તેઓ નગર તરફ ચાલ્યા. માર્ગમાં કેઈએ કાંઈ પણ વાત કરી નહિં. થોડી વારમાં તેઓ નગરમાં આવી પહોંચ્યા અને મહારાણા પ્રતાપસિંહને મળ્યા, ભામાશાહ પ્રતાપસિંહને શત્રુની હીલચાલની સવિસ્તર ખબર આપી અને તે સાંભળી લીધા. પછી પ્રતાપસિંહે કહ્યું “મેગેલે આપણને અહીં પણ સુખે બેસવા દે, એ સંભવ નથી અને મારી એ ધારણા તમે આપેલા સમાચારથી આજે સત્ય નીવડી છે, પરંતુ મંત્રીવર! હવે આપ. ણે શું કરવું ?” ભામાશહે તુરતજ જવાબ આપે. “શું કરવું, એ આપ કયાં નથી જાણતાં ? અત્યારે આપણી પાસે જેમ કેઈ પણ પ્રકા રની યુદ્ધ સામગ્રી નથી, તેમ લડનાર માણસે પણ નથી, એ આપ સારી રીતે જાણે છે અને તેથી મારા અભિપ્રાય પ્રમાણે આપણે આ સ્થળનો ત્યાગ કરી અન્યત્ર ચાલ્યા જવું, એજ આપણું માટે હિતાવહ છે. ” પ્રતાપસિંહે રોષદર્શક સ્વરથી કહ્યું. “મંત્રીશ્વર! તમારે અભિપ્રાય હાલની આપણી સ્થિતિ જોતાં જે કે અગ્ય તે નથી, તે પણ હું તેને અત્યારે માન્ય રાખી શકીશ નહિ. મારે આ સમયે પણ પુનઃ મારા ક્ષાત્રવટનું દર્શન મેગલોને કરાવવું છે અને તેથી આપણી પાસે જેટલા માણસો છે, તે સર્વને આવતી કાલે લડવાને માટે તૈયાર રાખવાની ગોઠવણ કરે.” પ્રતાપસિંહનું નિશ્ચયાત્મક કથન સાંભળીને ભામાશાહે તેને કાંઈ પણ પ્રતિવાદ નહિ કરતાં કહ્યું. “જ્યારે આપની ઈચ્છા યુદ્ધ Page #142 -------------------------------------------------------------------------- ________________ - ક્ષાત્રવટ. ૧૨૯ જ કરવાની છે, ત્યારે હું પણ આપના અભિપ્રાય સાથે મળતો થઉં છું અને તેથી આપની આજ્ઞા મુજબ સર્વ પ્રકારની તૈયારી રાખવાની ગોઠવણ હમણુંજ કરૂં છું.” એમ કહી ભામાશાહ, રણવીરસિંહને લઈ ત્યાંથી ચાલ્યો ગયે અને પ્રતાપસિંહ તથા અમરસિંહ જૂદા જૂદા વિષયની વાત કરતાં ત્યાં બેસી રહ્યા. બીજા દિવસને સૂર્યોદય થયે. ભામાશાહે કરેલી ગોઠવણ મુજબ કેટલાક રાજપૂત અને આસપાસના પ્રદેશના વિશ્વાસુ ભીલો ચપન પ્રદેશના ઉપવનમાં એકત્ર થયા હતા. તલવાર અને ભાલાવાળા રાજપૂત સૈનિકો જ્યારે કાંઈક નિરાશ જણાતા હતા, ત્યારે તીરકામઠાંવાળા ભીલે આનંદી દેખાતા હતા. એક બાજુ સલું બરરાજ અને અન્ય સરદારે અને બીજી બાજુ રણવીરસિંહ તથા કર્મસિંહ વગેરે યુદ્ધકાર્ય સંબંધી મસલત ચલાવી રહ્યા હતા. આ વખતે મહારાણા પ્રતાપસિંહ, કુમાર અમરસિંહ તથા મંત્રી શ્વર ભામાશાહ સાથે આવી પહોંચ્યા. સરદારોએ અને સૈનિકે એ તેમને લશ્કરી નિયમે ઘટિત માન આપ્યું. મહારાણુએ પિતાને યુદ્ધને પિષાક પહેરેલો હતો અને કવચ અને ટેપની વચ્ચે માત્ર ઉઘાડા રહેલા મુખની પ્રતિભા અને બે આંખમાંથી છુટતી તેજની ધારા સામા માણસના હૃદયમાં પૂજ્યભાવ અને ભયને એકી સાથે જન્મ આપતી હતી. કુમાર અમરસિંહે પણ લશ્કરી પિોષાક પરિ. ધાન કરેલ હતું તે પણ તેનું સુંદર મુખ અને ચંચળ આંખે તેના અતીવ વિલાસીપણાની સાક્ષી પૂરતાં હતાં. મંત્રીશ્વર ભામાશાહે જે ષિાક પહેરેલ હતું તે પણ યુદ્ધ સમયને જ હતે અને તેથી તેની ભવ્યતા, ગંભીરતા અને દ્રઢતામાં ઓર વૃદ્ધિ થયેલી જણાતી હતી. ક્ષણવાર રહી પ્રતાપસિંહે પોતાના હાથમાં પકડેલા ભાલાને જમીન ઉપર બરાબર ટેકવીને કહ્યું. “બહાદૂર વીરે! મને કહે, વાને આનંદ થાય છે કે આજે પુન: આપણને આપણું જનની જન્મભૂમિની સ્વતંત્રતાના રક્ષણને માટે શત્રુઓ સાથે યુદ્ધ કરવાને ૧૭. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ભાગ્યવિધાયક ભામાશાહ. અલભ્ય અવસર પ્રાપ્ત થયું છે, જો કે આજસુધીના પ્રત્યેક યુદ્ધમાં આપણે પરાજય થતો આવ્યો છે તે પણ આપણે આપણા હૃદયમાં નિરાશાને સ્થાન આપ્યું નથી અને સંપૂર્ણ હિંમત અને બહાફરીથી આપણે આપણે બચાવ કરતા આવ્યા છીએ. આ વખતના યુદ્ધમાં પણ તમે સર્વ પૂર્વના જેવું જ પરાક્રમ કરી બતાવશે, એવી હું આશા રાખું છું. આથી વિશેષ પ્રોત્સાહન અને આગ્રહની તમને જરૂરીઆત હોય, એમ હું માનતા નથી, કેમકે તમે તમારા ધર્મને બરાબર સમજે છે અને તમારી ભૂમિ, તમારા સમાજ અને તમારા ધર્મનું રક્ષણ કરવાને માટે તમે આતુર છે, એવી મારી ખાતરી હોવાથી હું તમને વિશેષ પ્રેત્સાહન ન આપું તે એ સર્વથા સ્વાભાવિક જ છે. છેવટે, મારા શૂરવીર સરદારો અને બહાદુર સૈનિકો ! ભગવાન એકલિંગજીની ખરા હૃદયથી પ્રાર્થના કરે કે જેથી આપણને આપણું કાર્યમાં સફળતા મળે.” - પિતાના મહારાણાની નેહસૂચક આજ્ઞાનુસાર સવે સરદારે સૈનિકે એ અને ભીલેએ પિતાનાં વિવિધ હથિયારો નમાવીને ભગવાન એકલિંગજીની ક્ષણવાર મનમાં પ્રાર્થના કરી લીધી અને ત્યારબાદ પ્રતાપસિંહને હુકમ થતાં તેઓ સર્વે યુદ્ધને માટે યોગ્ય સ્થળે જવાને આગળ વધ્યા. મધ્યાહુનો સમય થયો તે પહેલાં પ્રતાપસિંહ પોતાના નાના લશ્કર સાથે ચપન પ્રદેશમાંહેના રોગ્ય સ્થળે આવી પહોંચે અને ત્યાં લશ્કરને યોગ્ય હાલમાં બેઠવીને તથા લશ્કરની મુખ્ય સરદારી કુમાર અમરસિંહને આપીને મેગલ સૈન્યની રાહ જોવા લાગ્યા. ક્ષણવારમાં મેગલ સૈન્ય સામી બાજુએ આવી પહોંચ્યું અને આવીને ઉભું રહેતાંજ બને વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ગઈ. મોગલ અને રાજપૂતો સામસામા આવીને તલવાર અને ભાલાથી એક બીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા અને લાગ મળતાંજ એક બીજાનાં મસ્તકેને ધડથી જુદાં કરવાનું તા નહતા. રાજપૂત સૈનિકે મમ્મત થઈને યુદ્ધ કાર્યમાં પ્રવૃત્ત થયેલા હતા અને વિશેષમાં ચાલાક ભીલે બાણોને અને પત્થરને વરસાદ વર્ષાવતા હતા, તે પણ મેગલ સૈનિકેની હરોલમાં ભંગાણ પડે તેમ નહોતું; કેમકે તેની સંખ્યા એટલી બધી વિશાળ હતી Page #144 -------------------------------------------------------------------------- ________________ ક્ષાત્રવટ. ૧૩૧ કે થોડાક હજાર રાજપૂત અને ભીલના ગમે તેવા ધસારાથી તેઓ સહેજ પણ આંચકે ખાય તેમ નહોતું. પ્રતાપસિંહ અને ભામાં શાહ એક બાજુ ઉભા ઉભા આ દશ્ય જોતા હતા. તેઓ પોતાના સૈન્યની નબળાઈ તુરતજ સમજી ગયા અને તેથી પિતાપિતાના ઘોડાને એડી મારીને તેઓએ યુદ્ધમાં ઝંપલાવ્યું. પ્રતાપસિંહ સૈનિકો વચ્ચે ઘમ ઘુમતે મેગલ સેનાપતિ કરિદખાં અને ચંદ્રસિંહ જ્યાં ઉભા હતા, ત્યાં આવી પહોંચે. ફરિદખાં તથા ચંદ્રસિંહ સાવધ જ હતા એટલે પિતાના ખરેખર પ્રતિસ્પર્ધિને જોઈ એકદમ તેની સામે ધસી આવ્યા અને પોતાની તલવારને મ્યાન માંથી ખેંચી કહાડી તેની ઉપર તુટી પડયા. પ્રતાપસિંહે પિતાને બચાવ પિતાના અતિ તેજદાર ભાલાથી કરતાં કરતાં ચંદ્રસિંહ તરફ જોઈને કહ્યું. ચંદ્રસિંહ ! તમે હમણાં એક બાજુ ઉપર ઉભા રહે, કેમકે તમે, ગમે તેમ પણ મારા જાતિબંધુ છે અને તેથી હું મારા બાહુબળને સ્વાદ પ્રથમ જ તમને ચખાડવાને ઈચ્છતું નથી. મને પ્રથમ ફરિદખાં સાથે લડી લેવા દો અને ત્યારપછી તમારી સાથે લડીશ અને તમને પણ બતાવી આપીશ કે પ્રતાપસિંહમાં કેટલું સામર્થ્ય રહેલું છે. ” ફરિદખાએ પ્રતાપસિંહનું એ કથન સંભાળી લઈને કહ્યું. “ચંદ્રસિંહજી ! તમારા જાતિબંધુ હોવાનો દાવો કરનાર પ્રતાપ સિંહ સત્ય કહે છે માટે તમે હમણાં તે એક બાજુ ઉભા ઉભા અમારા યુદ્ધને જોયા કરો, એજ ઠીક છે. કારણ કે તેથી મેં લીધેલી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવાની મને સરલતા થશે.” પ્રતાપસિંહે પિતાના ઘડાને ગેળ ફેરવતા ફેરવતાં પૂછ્યું. “શી પ્રતિજ્ઞા લીધી છે, ખાંસાહેબ! શું તે કહેવા જેવી નથી ? ” ફરિદખાએ ગર્વથી જવાબ આપ્યો. “એ પ્રતિજ્ઞા તમને મારે કહેવી જ જોઈએ, રણુજી ! અને તે એ છે કે મારે ગમે તે ભેગે તમને પકડીને શહેનશાહ અકબરની હજુરમાં લઈ જવા છે. આ મારી પ્રતિજ્ઞા.” પ્રતાપસિહે મૂછ ઉપર હાથ મૂકતાં કહ્યું. “એમ કી ખાંસાહેબ ! પ્રતિજ્ઞા તે અવશ્ય સારી કરી છે, પરંતુ મને પકડો તે ૫. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ભાગ્યવિધાયક ભામાશાહ. હેલાં તમેજ ખુદાના બંદિવાન થઈને તેની હજુરમાં પહોંચી ન જાએ, એ ધ્યાનમાં રાખજે.” ફરિદખાએ કાંઈક ક્રોધથી કહ્યું. “રાણજી ! મારે ધ્યાનમાં રાખવા જેવું કાંઈ છે જ નહિ; જે ધ્યાનમાં રાખવાનું છે, તે તમારે જ છે, કેમકે બધાની અજાયબી વચ્ચે તમે જુએ છે તેમ તમને હમણાંજ કેદ પકડી લઉં છું. તમે જ્યાં સુધી મારા સામર્થ્યને જાયું નથી, ત્યાં સુધી જ તમે બેદરકાર છે, પરંતુ જ્યારે જાણશે, ત્યારે જ ખબર પડશે કે દુનિયાની સપાટી ઉપર ફરિદખાં નામક એક શેરમર્દ હયાતી ધરાવે છે.” પ્રતાપસિંહે હસીને કહ્યું. “વાહ, વાહ ખાં સાહેબ! તમે ભાષણ તે સારું કરી જાણે છે, પરંતુ તમને આટલું તે યાદ જ હશે કે યુદ્ધના મેદાનમાં શબ્દની કશી પણ કિંમત નથી. યુદ્ધમાં તે બળવાન હાથનું જ કામ છે. માટે મિથ્યા પ્રલાપને ત્યાગ કરી મર્દ હો તે સામા ચાલ્યા આવે; પ્રતાપસિંહ તમારા જેવા માનની. ય પુરૂષનું યોગ્ય સન્માન કરવાને તૈયાર જ છે.” પ્રતાપસિંહના ઉપર્યુકત વચન સાંભળી ફરિદખાને મીજાજ હાથમાં ન રહ્યો. તે ક્રોધાંધ થઈને એકદમ તેની ઉપર ધસી આવ્યો. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ મચ્યું અને કોણ કોને હરાવશે, એ બન્નેની યુદ્ધ કાર્યની દક્ષતા જોઈને કહી શકાય તેમ નહોતું. એક કલાક પયૅત આ પ્રમાણે તેઓ વચ્ચે યુદ્ધ ચાલ્યું, પરંતુ બેમાંથી એક પણ થાકે તેમ જણાતું નહોતું. પ્રતાપસિંહે હવે વિચાર્યું કે ફરિદમાં સામાન્ય પુરૂષ નથી, એટલે તેણે પિતાના ઘડાને અચા નક એડી મારીને એવા તે જેરથી કુદાવ્યો કે તે ફરિદખાનાં ઘેડાની અત્યંત પાસે જઈ પહે. બરાબર તે જ ક્ષણે પ્રતાપે પિતાને તેજદાર ભાલે લાગ જોઈને જોરથી ફરિદખાંની છાતીમાં વેંચી દીધો, કરિદખાએ પહેરેલું બખ્તર તુટી ગયું અને ભાલે તેની છાતીમાં પેસી જતાં તે ઘોડા ઉપરથી ઉછળીને નીચે પડી ગયે અને પડતાં જ તેને પ્રાણુ ખુદાની હજુરમાં પ્રયાણ કરી ગયે. ચંદ્રસિંહ કે જે અત્યારસુધી આ ઉભયનું યુદ્ધ જેતે સામે ઉભે હતે તે આ સ્થિતિ નિહાળીને એકદમ પ્રતાપ ઉપર ધસી આવ્યું Page #146 -------------------------------------------------------------------------- ________________ - ક્ષાત્રવટ. ૧૩૭ અને તેના મસ્તક ઉપર પોતાની તલવારને સખત ફટકે લગાવ્યું ચંદ્રસિંહના આ ફટકાથી મેવાડને સૂર્ય તુરતજ અસ્ત પામી જાત, પરંતુ મેવાડને ભાગ્યરવિ ભામાશાહ ભાગ્યગે એકદમ પિતાને ઘોડે દેખાવતે ત્યાં આવી પહોંચે અને ચંદ્રસિંહની તલવારના ઘાને પોતાની તલવાર ઉપર ઝીલી લીધે. ચંદ્રની તલવાર ભામા શાહની તલવાર સાથે અથડાતાં ભાંગી ગઈ અને ભાંગેલ કટકે ખણખણાટ કરતા દુર જઈને પડયે. આ દરમ્યાન પ્રતાપસિંહ કરિ. દખાંની છાતીમાંથી પિતાને ભાલો પાછો ખેંચી કહાડીને સાવધ થઈ ગયો હતો અને તે તરતજ ચંદ્રસિંહ ઉપર ધસી ગયે અને તેના ઘેડાને એવા તે જેરથી ભાલો માર્યો કે તે પોતાને જીવ લઈને યુદ્ધ ભૂમિમાંથી પલાયન થઈ ગયો. મેગલ સૈનિકે કે જેઓ અત્યાર સુધી સંપૂર્ણ બહાદુરીથી લડતા હતા, તેઓ પોતાના સેનાપતિના મૃત્યુના સમાચાર સાંભળી તથા ઉપસેનાપતિ ચંદ્રસિંહની પલાયનની વાત સાંભળી નિરાશ થઈ ગયા અને તેથી તેમને યુદ્ધને જુસ્સો નરમ પડી ગયે. યુદ્ધને જુસ્સો નરમ પડતાં તેમની હરોલમાં ભંગાણું પડવા લાગ્યું અને ઘણુ ખરા તે પિતાને જીવ બચાવવાને માટે નાશી પણ ગયા. રાજપૂત અને ભીલેએ આ તકને લાભ લઈ નાશી જતા મોગલ સૈનિકે ઉપર તુટી પડ્યા અને ઘણાને મૃત્યુને શરણ કરી દીધા. ક્ષણવારમાં યુદ્ધભૂમિ ઉપર એક પણ મેગલ સૈનિક જેવામાં નહિ આવતાં પિતાના સૈનિકને પાછા ફરવાની આજ્ઞા આપી પ્રતાપસિંહ પિતાને જીવના જોખમમાંથી બચાવનાર ભામાશાહ પાસે આવી પહોંચ્યો. તેણે આવતાં વેંત જ કહ્યું. “મંત્રીશ્વર ! તમે વખતસર આવીને મને ચંદ્રસિંહની તલવારને ભંગ થતે બચાવી લીધું છે, તે માટે હું તમારો ઉપકાર માનું તે તે અઘટિત ગણાશે નહિ. આજથી કેટલાક વર્ષો પૂર્વે આશાશાહે મારા મહેમ પિતા મહારાણા ઉદયસિંહને બાલ્યાવસ્થામાં આશ્રય આપી તેમનું મૃત્યુના ભયમાંથી રક્ષણ કર્યું હતું, એ વાત સર્વત્ર જાણીતી છે અને આજે તમે મારું રક્ષણ કરીને મેવાડના ભાગ્યવિધાયકનું પદ પ્રાપ્ત કર્યું છે, એ વાત સર્વત્ર જાણીતી થવા સાથે મેવાડના ઈતિહાસમાં Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ભાગ્યવિધાયક ભામાશાહ. મહવને પામશે. ભગવાન એકલિંગજીની કૃપાથી જે આપણે મેવાડને પુનરૂદ્ધાર કરી શકીશું, તે તેને બધો યશ, તમારા આજના સમયેચિત વર્તનથી તમને જ મળવો જોઈએ, એવી મારી ઈચ્છા છે.” મહારાણા!” ભામાશાહે નમ્રતાથી કહ્યું. “મેવાડના પુનરાદ્ધારને યશ મને જ મળવો જોઈએ એવી આપની ઈચ્છા જાણે હું આપને અહેસાનમંદ થયે છું પરંતુ મેં મારી ફરજ કરતાં કઈ વિશેષ મહત્વનું કાર્ય કર્યું નથી. સ્વામીની સેવા અને તેને ખરા વખતે સહાય કરવી, એ સેવકનું કર્તવ્ય જ છે. અને તેથી આપને મેં જે કિંચિત્ સહાય કરી છે, તે માટે મારી પ્રશંસા કરવાની શી અગત્ય છે ?” સેવકના ખરા કર્તવ્યની કદર કરવી, એ સ્વામીની ફરજને હું સારી રીતે જાણું છું અને તેથી જ મેં તમારી એગ્ય પ્રશંસા કરેલી છે, પરંતુ હાલ તે વિષે વધુ વાતચિત કરવાને આપણને સમય નથી. આ વખતે જે કે આપણું જીત થઈ છે, તે પણ એથી આપણું કાર્ય સરલ થાય તેમ નથી. આ યુદ્ધમાં આપણા ઘણા સિનિકે માર્યા ગયા છે અને કેટલાક ઘાયલ પણ થયેલા છે, માટે તમે ઘાયલ થયેલા સૈનિકોની દવાદારૂ કરાવવાની ગેાઠવણ કરો અને હં તથા કુમાર અમરસિંહ નગરમાં જઈએ છીએ. વળી રણવીરસિંહ ખબર લાવ્યું છે કે કર્મસિંહ સખત રીતે ઘાયલ થયેલ છે અને તેને નગરમાં લઈ જવામાં આવ્યા છે, તેથી તમે ઘાયલ થયેલા સૈનિકો માટે યોગ્ય વ્યવસ્થા કરી તુરત જ આવજે.” પ્રતાપસિંહ એ પ્રમાણે કહીને કુમાર અમરસિંહ સાથે ત્યાંથી ચાલ્યા ગયે અને ભામાશાહ રણવીરસિંહને લઈ ઘાયલ થયેલા સૈનિકોની વ્યવસ્થા કરવામાં શું થાય. Page #148 -------------------------------------------------------------------------- ________________ કસિંહની માંદગી. પ્રકરણ ૧૭ મું. કર્મસિંહની માંદગી, “લલાટે રાખ કર હારે, પછી આ તાવ પણ સારે.” સુમ!” યમુનાએ કહ્યું. “તું દીલગીર શા માટે થાય છે? કર્મસિંહને ત્રણ ચાર ઘા વાગેલા છે, એ વાત ખરી છે, પરંતુ તેમની સ્થિતિ ભય ઉપજાવે તેવી નથી. વેવ હમણું જ આવીને દવાદારૂ અને મલમપટ્ટા કરીને ગયા છે, તે કહેતા હતા કે કર્મ સિંહની તબિયતને માટે કેઈએ ચિંતા કરવાની નથી.” યમુના કહે છે તે કેવળ સત્ય છે, કુસુમ!” રાજકુમારી કમળાએ અનુમોદન આપતાં કહ્યું. “કર્મસિંહની તબિયત જેવાને વૈદ્ય આવ્યા, ત્યારે હું માતુશ્રીની સાથે ત્યાં હતી અને યમુના પણ હતી; વધે જે અભિપ્રાય આપે હતો, તે અમે સાંભળ્યો હતો અને તેથી કર્મસિંહની સ્થિતિ ભયંકર નથી, એમ હું ખાત્રીપૂર્વક કહું છું.” કુસમે ચિંતાતુર વદને અને સજળ નેત્રોએ રાજકુમારી કમળા તથા યમુના તરફ અર્થસૂચક દ્રષ્ટિથી જોયું પણ કોઈ જવાબ આપે નહિ. યમુનાએ કહ્યું. “કુસુમ! અમે તને સત્ય જ કહ્યું છે કે કર્મસિંહની તબિયત સારી અને સુધારા ઉપર છે; તેમ છતાં તું શા માટે દીલગીરીનો ત્યાગ કરતી નથી ! એ અમે સમજી શક્તાં નથી. કર્મસિંહે યુદ્ધમાં જે શોર્ય અને બહાદુરી બતાવ્યાં છે, તે માટે તે તારે અભિમાન લેવું જોઈએ, તેને બદલે તું દીલગીરી ધારણ કરે છે, એ આશ્ચર્ય સરખું છે. ઠીક, પણ તું કર્મસિંહ પાસે જઈ આવી કે નહિ?” ના.” કુસુમે ટુંકે ઉત્તર આપે. “તો પછી તું અત્યારે તેમની પાસે જા. તારી હાજરીથી તેમનું દુ:ખ એછું થશે અને તેમના જીવને શાંતિ વળશે. ” રાજકુમારીએ સૂચના કરી. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ભાગ્યવિધાયક ભામાશાહ પણ ત્યાં પિતાજી, ભાઈ વગેરે બેઠા હશે, તેનું કેમ ? તેમની હાજરીમાં મારાથી ત્યાં જઈ શકાય ખરૂં?” કુરુમે પૂછ્યું. “વૈદ્ય ગયા પછી મંત્રીશ્વર, કૃષ્ણલાલ વગેરે મહારાણુની પાસે મહત્વની મસલત કરવાને હમણાં જ ગયા છે એટલે અત્યારે કર્મસિંહ ઓરડામાં એકલા જ સુતેલા છે અને તેથી તેમની પાસે જવાની આ સારી તકનો લાભ લેવાને અમે તને આગ્રહ કરીએ છીએ.” યમુનાએ કહ્યું. મારો આગ્રહ પણ એ જ છે કે તારે અત્યારે કર્મસિંહ પાસે જવું અને તેની ગ્ય સેવા કરીને તેને દુઃખી હૃદયને શાંત કરવું. ” રાજકુમારીએ યમુનાના મતને મળતાં થઈને કહ્યું. ભલે, તમારા ઉભયના આગ્રહથી હું તેમની પાસે જઈશ, પરંતુ તેથી રાણાની આજ્ઞાને ભંગ તે થતું નથીને ? કુસુમે જીજ્ઞાસાથી પૂછ્યું. “ કુસુમ ” યમુનાએ ગંભીરતાપૂર્વક કહ્યું. “ અત્યારે તારે કર્મસિંહ પાસે જવું છે, તે પ્રેમની નિરૂપની વાત કરવાને નહિ, પણ તેમની આવશ્યક વખતે સેવા કરવાને માટે જ જવું છે અને તેથી મહારાણાની આજ્ઞાને ભંગ થતું હોય, એવી મારી માન્યતા નથી. કેમ કમળાબહેન, તમે શું માનો છો?” “મારી માન્યતા પણ એવી જ છે અને તેથીજ અમે તને તેમની પાસે જવાને આગ્રહ કરીએ છીએ. હું જાણું છું કે તને ત્યાં જવામાં કેટલેક અંશે શરમ પણ આડે આવતી હશે અને એમ થવું એ આપણું જાતિને માટે સ્વાભાવિક પણ છે, પરંતુ આવા વખતે શરમને ત્યાગ કરીને કર્મસિંહની પાસે જવાની અગત્ય છે, કેમકે તારી હાજરીથી તેમનું ઘણું દુ:ખ ઓછું થઈ જશે.” રાજકુમારીએ વિશેષ આગ્રહ કરીને કહ્યું. ઠીક, જ્યારે તમારી બન્નેની એવી ઈચ્છા છે, ત્યારે હું ત્યાં જઉં છું, પરંતુ મહારાણું મને યાદ કરે તે આ વાતની તેમને ખબર નહિ પાડતાં બોલાવવાને દાસીને મોકલજે.” કુસુમ એમ કહીને તેમની સામે જોઈ રહી. Page #150 -------------------------------------------------------------------------- ________________ કર્મસિહની માંદગી. ૧૩૭ હવે વખત ગુમાવે એ ઠીક નથી, માટે જેમ ત્વરાથી જવાય તેમ જા. મહારાણું તને યાદ કરશે તે અમે તને ખબર આપશું. યમુનાએ કુસુમને જવાની ઉતાવળ કરાવતાં કમળ પ્રતિ જોઈને કહ્યું. “ચાલે, આપણે હવે રૂકિમણ પાસે જઈએ.” કુસુમ પાસેના પોતાના મકાન તરફ ગઈ અને તે ગયા પછી કમળા તથા યમુના વાત કરતાં રુકિમણી પાસે જવાને આગળ ચાલ્યાં. સુમ અનેક પ્રકારના વિચાર કરતી કરતી પિતાના મકાને પહોંચી અને પિતાની ભાભીને કંઇ પણ કહ્યા વિના ગુપચુપ કર્મસિંહ સુ હતું, તે ઓરડામાં ચાલી ગઈ. સુમે એરડામાં પ્રવેશ કરીને દ્વારને જરા બંધ કર્યું અને પછી જોયું તે કર્મસિંહ નીચે જમીન ઉપર બીછાવેલી સાદી પથારીમાં સુતેલે હતે. ઓરડામાં તેના સિવાય બીજું કંઈ નહોતું અને તેથી કુસુમ લજજાને ત્યાગ કરીને તેની પથારી પાસે જઈને બેઠી. કર્મસિંહને તલવારના બે ત્રણ ઘા વાગેલા હોવાથી તેની સ્થિતિ પ્રથમ તે ભયંકર હતી, પરંતુ વૈદ્યની તાત્કાલિક અને કાળજીયુક્ત સારવારથી તેની સ્થિતિમાં એક રાત્રિમાંજ સુધારો થયો હતો. ઘાની તીવ્ર પીડાથી કર્મસિંહને તાવ પાછું આવ્યું હતું, પરંતુ વૈધે આપેલી દવાથી તેનું બહુ જોર નહોતું અને અત્યારે દવાની અસરથી તે નિદ્રામાં પડેલો હતે. ખીલતી વયના નવજુવાન કર્મસિંહનું સુંદર મુખ, તેની અર્ધ મિંચાયેલી આંખે, તેના મસ્તકના કાળા વાળ, તેના દીર્ઘ બાહ, તેના ઉજજવલ પગ અને તેનું પાતળું કસાયેલું શરીર, એ સર્વને જોતાં કુસુમના હૃદયમાં પિતાના ભાવિ પતિને માટે માન અને સ્નેહ ઉત્પન્ન થયાં. તેણે અંતરના પ્રેમથી કર્મસિંહના વિસ્તૃત કપાળ ઉપર પિતાને મૃદુ અને કેમળ કર ધીમેથી મૂકો અને તેના વતી તેના મસ્તકને દબાવવા લાગી. કુસુમના કોમળ કરસ્પર્શથી કર્મસિંહની નિદ્રા દવાની અસરને લઈ ભંગ તો થઈ નહીં પરંતુ તેની જ્ઞાનેન્દ્રિયને જોઈતી અસર થઈ અને તેથી અર્ધ જાગૃત અને અર્ધ નિદ્રિત અવસ્થામાં કેમ જાણે તે ૧૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભાગ્યવિધાયક ભામાશાહ. લવ હોય નહિ? એવી તે તેના મુખમાંથી નીચે મુજબ શબ્દો નિકળ્યા – “ મહારા પ્રતાપસિંહને જય, મેવાડના સૂર્યને ઉદય અને મંત્રીશ્વર ભામાશાહની ઉદારતા ! કેવા મધુર એ શબ્દ છે ? મેવાડને જય, એ શબ્દ હદયને કેવા પ્રિય લાગે છે! કહે છે કે આ વખતના યુદ્ધમાં મહારાણુએ મોગલ સરદાર ફરિદખાને જાનથી મારી વિજય મેળવ્યો છે અને મંત્રીશ્વર ભામાશાહે મહારાષ્ટ્રને ચંદ્રસિંહની તલવારના ભેગ થતાં બચાવી લઈ મેવાડના ભાગ્યને ઉજવળ બનાવ્યું છે ! આની વિજ્યી યુદ્ધમાં મારાથી કોઈપણ પરા. કમ ન થઈ શકય, એ કેવી દીલગીરીની વાત કહેવાય ? ઠીક, પણ, મારાથી યુદ્ધમાં પરાક્રમ શાય કે ન થાય, એની મારે ચિંતા કરવી નિરૂપયેગી છે. ઉપગી માત્ર એટલું જ છે કે ગમે તે ઉપાયે મેવાડનો વિજય થવા જોઈએ. અને તેની સ્વતંત્રતા સચવાઈ રહેવી જોઈએ. શાસનદે! મારી આ પ્રાર્થના સાંભળશો ?.....” ક્ષણવાર તેની વાચા બંધ રહ્યા પછી તેના મુખમાંથી પુન: વાગ્ધારા નીકળવા લાગી:– અને કુસુમ, પ્યારી કુસમ,એને હું કેમ વિસરી શકું? મારા હદયની દેવીને વિસારી દઉં, એવો હું નિધુર છું? નહિ, જરા પણ નહિ; પરંતુ તે મારાથી કાંઈક બેદરકાર રહેતી કેમ જણાય છે? તેને પ્રેમ એમાં તે મને શંકા લેવાનું કશું કારણ આજ સુધી મળ્યું નથી. ત્યારે શું તે અભિમાનિની છે? હા, તેના વર્ત. નથી કાંઈક એમ જણાય છે ખરું, પરંતુ એમ માનવાનું કારણ છે; તે મેવાડના મંત્રીશ્વર ભામાશાહની પુત્રી છે, જ્યારે હું એક સામાન્ય ન્ય યુવક છે. વળી આજ બે દિવસ થયા છતાં તે મારી તબિયતની ખબર પુછવા પણ આવી નથી, એ તેનું અભિમાન નહિં તે બીજું શું? ભલે તેને અભિમાન રાખવા દે; મને તેના અભિમાનની શી પરવા છે? હું તે તેને મારા ખરા હૃદયથી ચાહું છું અને ભવિષ્યમાં પણ તેવા જ પ્રેમમી ચાહીશ, એ નિશ્ચિત છે. ઠીક, જવા દો એ વાતને, પરંતુ મારા કપાળને કોણ દબાવી રહ્યું છે? કે મૃદુતા Page #152 -------------------------------------------------------------------------- ________________ કર્મસિંહની માંદગી. ૧૩૯ ભર્યો કેમળ કર છે? મગજને કેવી શાંતિ વળે છે? શું આ કર કુસુમને તે ન હોય ને?” કુસુમથી હવે બોલ્યા સિવાય રહી શકાયું નહિ. તેણે કહ્યું. “તમને કેમ લાગે છે? અભિમાનિની કુસુમ તમારી તાંબયતની ખબર પુછવા પણ આવી નથી, એ તમારું મસ્તક દબાવા આવે, એ શું સંભવિત છે?” હા સંભવિત છે, પ્રેમીઓને માટે અસંભવિત કાંઈ છે જ નહિ કેમકે કર પણ કુસુમને જ છે અને વાણી પણ કુસુમની જ છે; પ્યારી કુસુમ વિના મૃદુતાથી મસ્તકને કેણ દબાવે ?” આ શબ્દ બોલતાંની સાથે કર્મસિંહની આંખ ઉઘડી ગઇ. રૂમની અને તેની આંખે મળી કર્મસિ છે અને કહ્યુમે અકથ્ય આનંદને અનુભવ લીધો. બન્નેની આંખમાં પ્રેમ રમી રહ્યા. કર્મસિંહે હર્ષાતિરેકથી કહ્યું. “કુસુમ! તમે અહીં ક્યાંથી?” કુસુમે નિચી નજરે, કહ્યું. “હું અહીં ક્યાંથી, એ પ્રશ્નની પછી વાત, પરંતુ તમે મને “તમે” સંબંધનથી જ્યાં સુધી બેલાવશે ? કારણ કે મને એવું માન જોઈતું નથી.” તમને તુંકારથી બોલાવવાને અધિકાર જ્યારે મને પ્રાપ્ત થશે, ત્યારે તમને તેજ પ્રમાણે બોલાવીશ; હલને તમે એ શબ્દને જ એગ્ય છે અને તેથી જ પુછું છું કે તમે અહીં કયાંથી?” કર્મ સિંહે “તમે” નો ખુલાસો કરતાં પુનઃ પૂછ્યું. . “પહેલે જ એ પ્રશ્ન પૂછવાનું શું પ્રયોજન છે, કર્મસિંહ!” ફસુમે પ્રતિવાદ કરતાં કહ્યું. એ પ્રશ્ન પૂછવાનું બીજું કાંઈ પ્રયોજન નથી, તેમ છતાં જો તમે પ્રયજન હોય, એમ માનતા હો તે એટલું જ કે અહીંઆ વવામાં અને મારી સાથે વાત કરવામાં તમે મહારાણુની આજ્ઞાને ભંગ તે નથી કરતાને ?” કર્મસિંહે પ્રજન દર્શાવી પ્રશ્ન કર્યો. કુસુમ કર્મસિંહના પ્રીનને ભાવાર્થ સમજી ગઈ અને તેથી તેણે સહજ ખિન્નતાપૂર્વક કહ્યું. “તમે પૂછેલા પ્રજનને મમ મારા સમજવામાં આવી ગયે છે. તે દિવસે કેમલમેરના બાગમાં મેં ત Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ભાગ્યવિધાયક ભામાશાહ. મને મારી સાથે પ્રેમસંભાષણ કરતાં અટકાવી કર્તવ્યની સૂચના કરી હતી, તે માટે તમે મને એ પ્રશ્ન પૂછો છો ને ?” કુસુમ !” કર્મસિંહે પથારીમાંથી ઉઠીને બેસતાં કહ્યું. “મેં તમને એ પ્રશ્ન માત્ર તમારી મીઠી મશ્કરી કરવા ખાતર જ પૂછ હતે; તેમ છતાં જે તમને એથી વિરૂદ્ધ અસર થઈ હોય તે હું તે માટે દીલગીર છું અને મારા બોલેલા શબ્દ પાછા ખેંચી લઉં છું.” “મને તમારા પ્રશ્નથી જરા પણ વિરૂદ્ધ અસર થઈ નથી, પરંતુ મેં એ સમયે વાપરેલા ડહાપણ માટે મને અત્યારે સહેજ દીલગીરી અને ખિન્નતા થતી હોવાથી તમને એમ જણાયું હશે. જવાદે એ વાતને, કેમકે એવી અર્થહીન વાત કરવાને અત્યારે પ્રસંગ તેમજ સમય નથી. કર્મસિંહ! તમે પથારીમાં શા માટે બેઠા છે? બેસવાથી તમને શ્રમ પડશે; માટે સુઈ જાઓ અને બની શકે તે નિદ્રા પણ લે, તમારા મસ્તકને દબાવતી અહીં બેઠી છું, કસુમે એમ કહી કમસિંહને પથારીમાં તેની ઈચ્છા નહિ હેવા છતાં પણ સુઈ જવાને આગ્રહ કર્યો. કર્મસિંહે કસુમની ઇચ્છાને માન આપી પથારીમાં સુઈને કહ્યું. “કુસુમ ! મારી તબિયત હવે સુધારા ઉપર આવતી જાય છે એટલે ચિંતા કરવાનું કાંઈ પણ કારણ નથી. વળી તમારા અત્યારના આગમનથી મારા જીવને એટલો બધો કરાર વળે છે કે મારી તબિયત હવે થોડા જ સમયમાં તદ્દન સુધરી જશે, એમ મને જણાય છે.” “પરમાત્મા મહાવીરની કૃપાથી તમને સુરતમાં આરામ આવી જ જશે, પરંતુ મારો જીવ એટલે બધે ઉદાસીમાં હતું કે ગયા બે દિવસમાં મેં અન્નને એક દાણો પણ મારા મુખમાં મૂકે નથી. અત્યારે તમારી તબિયત સુધારા ઉપર જોઈને મને આનંદ થાય છે. ગયા બે દિવસ મેં કેવી રીતે પસાર કર્યા છે, એ મારું મન જાણે છે, પરંતુ કર્મસિંહ ! તે દરમ્યાન હું તમારી પાસે તબિયત ની ખબર પૂછવા લજજાના કારણથી નથી આવી શકી, એ માટે મને હજુ પણ ખેદ થાય છે, શું તમે મને એ માટે માફ નહિ કરે?” કસમે પિતાના હૃદયની વાત કહીને આવતાથી પૂછયું. Page #154 -------------------------------------------------------------------------- ________________ કર્મસિંહની માંદગી. કર્મસિંહે ઉત્તર આપે. “કુસુમ ! ગયા બે દિવસમાં તમારા પિતાશ્રી તથા તમારા બંધુ વિગેરેની હાજરી મારી પાસે કાયમની હતી એટલે તમે તેમની લજજાના કારણથી અહીં ન આવી શકે, એ સર્વથા સ્વાભાવિક જ હતું અને તેથી તમારે તે માટે ક્ષમા માગવાની અગત્ય નથી. તમારા હૃદયમાં મારા માટે જે પ્રેમ રહે છે, તેને હું સારી રીતે જાણું છું અને તેથી તમારી ગેરહાજરીથી તેમાં ન્યુનતા આવતી હોય, એમ હું માનતે નથી.” તમારી એ માન્યતા તમારા ઉદાર સ્વભાવની સાક્ષી પુરે છે; પરંતુ મને તે હું તમારી પાસે ન આવી શકી, એ માટે બહુ જ દીલગીરી થાય છે અને તેથી તમે મને “હું તને માફ કરૂં છું” એમ જ્યાં સુધી કહેશે નહિ, ત્યાં સુધી મારા હૃદયને ભાર એ છે થશે નહિ.” કુસુમે વિનંતિભર્યા અવાજે કહ્યું. કસુમ ! મારા એ શબ્દથી જ જે તમારી દિલગીરી દર થાય તેમ હોય, તે મને તેમ કહેવાને કશી પણ હરકત નથી. હું તને માફ કરું છું, મારી કુસુમ પછી છે કાંઈ?” કર્મસિંહે તેને માફી આપતાં પૂછ્યું. બસ, એજ મને જોઈતું હતું; મારા જીવને હવે શાંતિ થશે અને હૃદય હલકું થશે. પ્રારા કર્મસિંહ ! જીવનના દેવતા! શરીર, મન અને આત્માના નાયક! ખરેખર એ .” કુસુમ આગળ બોલવા જતી હતી, પરંતુ એટલામાં એરડાના દ્વારને ખખડતુ સાંભળી તે ચુપ થઈને દ્વાર તરફ જોઈ રહી. હેન ! કર્મસિંહની તબિયત કેમ છે? કુમાર અમરસિંહ તથા રણવીરસિંહ તેમની તબિયતની ખબર પૂછવા આવ્યા છે. ” એરડાની બહારથી કૃષ્ણલાલને અવાજ આવ્યો. ભાઈ ! અંદર આવે.” એમ કહી કુસુમ એારડાના બીજા દ્વારથી એકદમ અન્યત્ર ચાલી ગઈ. કુમાર અમરસિંહ, રણવીરસિંહ તથા કૃષ્ણલાલ ત્રણે એરડાની અંદર આવ્યા. તેમને આવતાં જોઈને કર્મસિંહે ઘટિત આવકાર આપે. ત્રણે જણ ગ્ય સ્થળે બેઠા, તે પછી કર્મસિંહે પુછયું. “કેમ કૃષ્ણલાલ! કાંઈ નવિન ખબર છે?” Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર ભાગ્યવિધાયક ભામાશાહ. આવા કટોકટીના સમયે નવિન ખબર હોવાનું સ્વાભાવિક છે. પરંતુ તમારી તબિયતને હવે કેમ છે!” કુમાર અમરસિંહે સામો સવાલ કર્યો. મારી તબીયત હવે સુધરતી જાય છે અને મને આશા છે કે એકાદ અઠવાડીયામાં તે તદન સુધરી જશે.” કર્મસિંહે ઉત્તર આવ્યા. બહુ સારૂ; તમારી તબિયત સુધરતી જાણી અમે બહુ ખુશી થયા છીએ અને ભગવાન એકલિંગજીને પ્રાર્થના કરીએ છીએ કે તમને તુરત આરામ આવી જાય.” રણવીરસિંહે કહ્યું. રણવીરસિંહજી . તમારી સર્વની શુભેચ્છા માટે હું તમારે આભાર માનું છું.”કર્મસિંહે કૃતજ્ઞતા દર્શાવતાં કહ્યું. એમાં આભાર માનવાની કશી પણ અગત્ય નથી, કર્મ સિંહ!” રણવીરસિંહે કહ્યું. આભાર માનવાની અગત્ય ન હોય તે ભલે, પરંતુ યુદ્ધ સંબંધી કાંઈ ખબર મળી છે કે નહિ?” કર્મસિંહે પૂછયું. “ નવી નવી ખબરો તે ઘડીએ ઘડીયે મળતી રહે છે, પરંતુ હમણાં જ એક ભીલ ખબર લાવ્યા છે, તે જરા ચિંતાજનક છે. આ વખતની તેમની હારથી મેગલે એટલા બધા ખીજવાઈ ગયા છે કે તેઓ એક મોટું સન્મ લઈને ચપ્પન ઉપર પુન: ચડી આવવાની તૈયારી કરે છે અને તેથી મહારાણું વગેરેને એ મત છે કે આપણે આ સ્થળને એકદમ ત્યાગ કરવે; પરંતુ તમારી તબી યત બરાબર સુધરી હોય, તેજ આપણે આજકાલ જઈ શકીએ તેમ છીએ.” કૃષ્ણલાલે ઉત્તર આપે. આ સ્થળને ત્યાગ કરવાનું નકકી થઈ ગયું હોય તે તમારે કેઈએ મારી ચિંતા કરવાનું કશું પણ પ્રજન નથી, કેમકે મારી તબિયત છે કે તદન સુધરી નથી; તે પણ હું તમારી સાથે જ્યાં જાએ ત્યાં આવવાને તૈયાર જ છું. મહારાણાને ખબર આપ કે મારી તબિયત સુધરતાં સુધી રાહ જોવાની કાંઈ પણ અગત્ય નથી.” કર્મસિંહે દઢતાથી કહ્યું. Page #156 -------------------------------------------------------------------------- ________________ કર્મસિંહની માંદગી. બહુ સારૂ; મહારાણાને એ ખબર આપવાને હું જઉં છું.” કૃષ્ણલાલે ઉભા થતાં કહ્યું. ચાલે, અમે પણ તમારી સાથે આવીએ છીએ.” અમર સિંહ તથા રણવીરસિંહ એમ કહી ઉભા થયા. ત્રણે જણા કર્મસિંહને આશ્વાસન આપી તથા તબિયત માટે ઘટતી કાળજી રાખવાની સૂચના કરી ચાલ્યા ગયા. કુસુમ પિતાના ભાઈ વગેરેને કર્મસિંહની તબિયત જેવાને આવેલા જાણું એારડાના બીજા દ્વારથી બહાર નીકળી ગઈ હતી, એ આપણે વાંચી ગયા છીએ. કુસુમ એ દ્વારથી બહાર નીકળી અને જરા આગળ ચાલી કે તુરતજ તેના ભાઈ કૃષ્ણલાલની પત્ની મને રમા તેને સામી મળી. મનેરમાં કુસુમથી બે ત્રણ વર્ષ માટી હતી અને તેથી લગભગ સરખી વયની એ બને નણંદ અને ભાભી વચ્ચે સખીભાવ હતે. મનેરમાએ પિતાની નણંદ કુસુમને ઉતાવળી ઉતાવળી ચાલી આવતી જોઈને મશ્કરીની ઢબથી પૂછયું. “ કુસુમ બહેન! આમ ઉતાવળાં ઉતાવળાં કયાંથી આવે છે ?” | કુરુમે ઉત્તર આપે. “ક્યાંથી કેમ? રાજકુમારી કમળા હેનને ત્યાંથી.” ખોટું બોલમાં હું કાંઈ તમારી રીતભાતથી અજાણ નથી કે મને ઉડા છો.મનેરમાએ મંદ હાસ્ય કરીને કહ્યું. મારા સમ, ભાભી ! હું રાજકુમારીના આવાસથી જ આવું છું.” કસમે કહ્યું. બેટી વાત; તમે તે સાવ જુઠાજ છે. શું હું નથી સમજી શકતી કે તમે કમસિંહ પાસેથી આવે છે ? જુઓ, કુસુમ બહેન ! તમે કર્મસિંહ પાસે બેઠા હશે અને કોઈ તેમની તબિયત જેવા આવી ચડયું હશે એટલે તમે એકદમ ભાગી આવ્યા છે. કહે, મારી ધારણું ખરી છે કે નહિ ?” મનેરમાએ કહ્યું. માનો કે તમારી ધારણા ખરો છે, પરંતુ તમે તેથી કહેવા શું માગો છો?” કુરુમે પૂછ્યું. મારૂં કહેવાનું એટલું જ છે કે તમે ખરેખરી વાત કહી Page #157 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ, દેતા હે તે, તમને કેણ ઠબકે આપે છે? પણ કુસુમ બહેન! તમે તે હવે સાવ નિર્લજજ થઈ ગયા છે હે? કર્મસિંહ સાથે તમારે તો હજુ સગપણ સંબંધ જ થયો છે, એટલામાં દિવાના બની ગયા છે કે શું ? અમે જે કે પરણેલા છીએ, તે પણ પતિ પાછળ તમારી જેમ ગાંડા થઈને ફરતા નથી. હવે તે તમારા લગ્ન થાય તે જ સારૂં; તમારા ભાઈને આજેજ હું તે વિષે આગ્રહ કરીશ.” અનેરમા એમ કહીને હસવા લાગી. ભાભી !” કસમે કૃત્રિમ કોધપૂર્વક કહ્યું. “તમને તે બધી બાબતમાં બીજાની મશ્કરી કરવાનું જ આવડે છે, પરંતુ પિતે કેવા શાણી સીતા છે, તેને તે કાંઈ વિચાર જ કરતા નથી. તમે પણ કયાં મારામાંથી જાઓ એવા ભેળા છો?” “અમે ગમે તેવા છીએ, તે અમારું મન જાણે છે, પરંતુ તમારાથી તે સારા, એ ચેકસ માનજો.” એમ કહી મનેરમા કુસુમને ચુંટી ખણવા લાગી. કસુમ સીત્કાર કરતી જરા દૂર ખસી ગઈ અને કાંઈક કહેવા જતી હતી એટલામાં કૃષ્ણલાલ આવી પહોંચે. તેણે આવતાંવેંતજ પૂછયું. “શી વાતો કરે છે, કુસુમ !” કસમે કાંઈ જવાબ આપે નહિ એટલે મને રમાએ હસતાં હસતાં કહ્યું. વાત તો એ જ છે કે હવે કુસુમ બહેનનાં લગ્ન કયારે કરશે?” કુસુમ શરમથી નીચું જોઈ ગઈ અને મનેરમાને બળપૂર્વક ખેંચીને ત્યાંથી દૂરના ઓરડામાં લઈ ગઈ. કૃણલાલ તેમનું આ નાટક જોઈને હસતે હસતે પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. Page #158 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી હીરવિજયસૂરિ પ્રકરણ ૧૮ મું. આચાર્ય શ્રી હીરવિજયસૂરિ "Lives of great men all remind us We can make our lives sublime, And, departing, leave behind us Footprints on the sands of time. " —Longfellow. મહાપુરૂષના જીવનનું વાંચન અને તેના અભ્યાસ કરવાથી સામાન્ય મનુષ્યવર્ગને પોતાના જીવનના નિશ્ચયાને નક્કી કરવાનુ અત્યંત સરસથઇ પડે છે, આ કારણથીજ વિવેકી વિદ્યાના પૂર્વે થઈ ગયેલા મહાપુરૂષાના જીવન ઇતિહાસને આલેખી તેને જનસમાજ સન્મુખ મૂકવાનું પસદ કરે છે. પ્રાચીન સમયમાં જે જે મહાન વ્યક્તિએ થઇ ગઇ છે, તે સર્વના સંપૂર્ણ અને સર્વથા વિશ્વાસપાત્ર ઇતિહાસ હાલના સમયમાં મળતા નથી, એ જો કે અસત્ય તા નથી; તા પણ તેવી ઉત્તમ અને ચારિત્રસ પન્ન વ્યકિતઓના જેટલા ઇતિહાસ ઉપલબ્ધ થાય તેટલાને આલેખવાની ફરજ પ્રત્યેક સમાજના વિદ્વાના ઉપર અને તેને પ્રગટ કરવાની ફરજ શ્રીમતે ઉપર રહેલી છે. હિન્દુસ્થાન દેશમાં ઘણાં ધર્મો અને ઘણી જાતિએ લાંબા કાળથી અસ્તિત્ત્વ ધરાવતાં આવે છે અને તેમાં ધણી મહાન વ્યક્તિએ થઇ ગઇ છે, એ આપણે જાણીએ છીએ. દરેક મહાનુભાવ વ્યક્તિએ સમયને અનુલક્ષી ધર્મ, સમાજ કે દેશનુ કલ્યાણ કરવામાં તનતાડ પ્રયાસા કરેલાં છે, એ પણ આપણે જાણીએ છીએ; પરંતુ જૈન ધર્મ કિવા જૈન સમાજમાં જે જે મહાન્ મનુષ્યા થઇ ગયાં છે તે વિષે જનસમાજની દ્રષ્ટિએ અન્ય ધર્મનાં મહાન મનુષ્યા કરતાં ઘણુંજ ઘેાડુ' જાણવામાં આવ્યું છે, ભગવાન મહાવીરને વમાનમાં જૈનશાસનના નાયક ગણવામાં આવતાં હાવાથી તેમના પહેલાના ઇતિહાસને આપણે બાજુએ રાખીએ; તે પણુ ભગવાન્ મહાવીર ૧૯ ૧૪૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ભાગ્યવિધાયક ભામાશા. પછી ઘણું જૈનાચાર્યો, ઘણાં જૈન વિદ્વાનો, ઘણું જૈન રાજાઓ અને ઘણું જૈન મંત્રીઓ થઈ ગયા છે કે જેમણે માત્ર પોતાના ધર્મ કે સમાજનું જ નહિ; કિન્તુ સમસ્ત દેશનું અને સમસ્ત માનવસમાજનું હિત કરવામાં અગ્ર ભાગ લીધો હતો. અત્રે અમે શ્રી હીરવિજયસૂરિ કે જેઓ સમર્થ વિદ્વાન્ અને મહાન પ્રભાવિક જૈનાચાર્ય હતા, તેમનાં પરોપકારી અને નિઃસ્વાથી જીવનને વાંચક બંધુઓને પરિચય કરાવવાને માટે પ્રવૃત્તિ કરેલી છે. આઈનઈ-અકબરીના બીજા ભાગનું ૩૦ મું પ્રકરણ “તે કાળના વિદ્વાન પુરૂષે સંબંધી છે, તેમાં કેટલાક મહાપુરૂની નામાવલી ગોઠવેલી છે. આ નામાવલીનું ૧૬ મું નામ હીરવિજય સૂરિનું છે. આ હીરવિજય સૂરિ તે સમયના એક સમર્થ આચાર્ય હતા અને તેમના સદુપદેશને પ્રભાવ મેગલ સનેહશાહ અકબરના ચારિત્ર ઉપર એટલે સચ્ચેટ પડેલો હતો કે તેમને પિતાના ગુરૂ તરીકે ગણેલા હતા. એક વિજાતીય અને વિધમી બાદશાહ પિતાના ગુરૂ તરીકે જૈનાચાર્યને માને અને તદનુસાર તેમનું માન સાચવે, એ બનાવ પ્રત્યેક જૈનને અભિમાન લેવા જે છે એટલું જ નહિ, પણ તેથી તે જૈનાચાર્ય કેવા અને કેટલા બધા સમર્થ વિદ્વાન અને વિશ્વના ભેદ તથા તેના જ્ઞાતા હોવા જોઈએ, એ પણ આપણે સારી રીતે જાણી શકીએ તેમ છે. શનેહશાહ અકબરનું પ્રાથમિક જીવન બહુ વખાણવા લાયક નહોતું, એ તેની કેટલેક અંશે કુરતા અને વિષય-લેલુપતાથી સાબિત થાય છે, પરંતુ જ્યારથી તેને શ્રી હીરવિજયસૂરિને સમાગમ થયું હતું, ત્યારથી તેને જીવનમાં ઘણું મહત્વનો ફેરફાર થઈ ગયું હતું, એ ઈતિહાસના વાંચનથી જાણી શકાય તેમ છે. સુપ્રસિદ્ધ ઓશવાળ વંશમાં હીરવિજય સૂરિને જન્મ થયે હતું. ગુજરાતમાં આવેલા પ્રહૂલાદ પાટણ (પાલણપુર) માં કંરાશાહ નામે એક જૈનધમી વણિક રહેતા હતા. આ કંરાશાહને નાથી નામે સ્ત્રી હતી. કંરાશાહ અને નાથી ઉભય પતિ-પલી પવિત્ર મનનાં, ઉમદા વિચારનાં, સશુણી, પરેપકારી, દયાળુ અને ધર્મ પ્રત્યે પ્રીતિવાળાં હતાં. વિશેષમાં આ દંપતી વચ્ચે ગાઢ પ્રેમ Page #160 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી હીરવિજયસૂરિ ૧૪૭ હતા અને એ શુદ્ધ અને નિર્મળ પ્રેમના ફળરૂપે તેમને ત્રણ પુત્રા અને ત્રણ પુત્રીઓ અનુક્રમે થયાં હતાં. ત્યારબાદ કેટલેક સમય નિત્યા પછી કુરાશાહને પોતાની પત્તી નાથીથી ચેાથા પુત્રરત હીરવિજયસૂરિની પ્રાપ્તિ થઇ. તેમના જન્મ વિક્રમ સંવત્ ૧૫૮૩ ( ઇ. સ. ૧૫૨૬-૨૭ ) માં માશિષ શુદ્ઘિ હું ને સમવારે થયે હતા. હીરવિજયમાં ખાલ્યાવસ્થાથી જ ઉત્તમ ગુણા અને લક્ષણેાના વાસ થયેલા હતા. તેમણે પોતાની દશ-બાર વર્ષની અવસ્થા થઈ, તે પહેલાં વ્યાવહારિક વિષયના જરૂર જેટલા અભ્યાસ કરી લીધા હતા અને તે ઉપરાંત એક વિદ્વાન અને શાંત પ્રકૃતિના મુનિ પાસે રહીને ધાર્મિક જ્ઞાન પણુ મેળવી લીધુ હતું. જે જે મહાપુરૂષા આ અવનીતલ ઉપર થઇ ગયા છે, તે સર્વે સ ંસારની માયાજાળને વિષમ પ્રકારની ગણીને તેનાથી દૂર રહેવાનું જ પસંદ કરીને પ્રાય: વૈરાગ્યવૃત્તિને ધારણ કરનારા હોય છે. મુનિના સહવાસ અને ધાર્મિક જ્ઞાનના સેવનથી હીરવિજયનું મન પણ સંસાર ઉપરથી ઉડી ગયું હતુ અને વૈરાગ્ય તરફ ખેંચાવા લાગ્યુ હતુ અને તેથી તે વ્યાવ હારિક કાર્યોમાં રસપૂર્વક ભાગ લેતા નહેાતા. જ્યારે હીરવિજયનુ વય તેર વર્ષનું થયું, ત્યારે તેમનાં માતાપિતાના સ્વર્ગવાસ થયા. હીરવિજયને માતા-પિતા ઉપર બહુજ ભક્તિભાવ હતા અને તેથી તેમનાં મૃત્યુથી તેના હૃદય ઉપર સચ્ચાટ અસર થઇ અને તેનુ ચિત્ત વિશેષ ઉદાસિન વૃત્તિને ધારણ કરતુ ગયુ. કેટલાક સમય વિદ્યા માદ હીરવિજય પાતાની વ્હેનને મળવાને માટે પાટણ ગયા. પાટણમાં રહેતી તેમની મ્હેનનું નામ વિમળા હતું. વિમળા બહુજ સદ્ગુણી અને સુશીલા હતી એને તેથી તેણે પ તાના ભાઇને આવેલા જાણી તેને પ્રેમથી વધાવી લીધે અને તેના ઉદાસિન ચિત્તને શાંત કરવાના પ્રયાસ કરવા લાગી; પરંતુ એથી હીરવિજયના મન ઉપર કશી અસર થવા પામી નહિં. આ સમયે પાટણમાં શ્રી વિજયદાનસૂરિ નામક જૈનાચાર્ય પેાતાની પવિત્ર અને હૃદયંગમ ઉપદેશવાણીથી બચજીવાને પ્રમેાધી રહ્યા હતા. આ માચાયૅ ઘણા જ પ્રતાપી અને વિદ્વાન હતા અને તેથી તેમની સુકીર્તિ ગુજરાત, રાજસ્થાન, કચ્છ વગેરે દેશેામાં પ્રસરી રહેલી Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભાગ્યવિધાયક ભામાશા. હતી. હીરવિજય આવા એક વિદ્વાન આચાર્યની શેાધમાં જ હાવાથી તેમણે તેમને સમાગમ કર્યો અને ધીરે ધીરે વધાર્યા. શ્રી વિજયદાનસૂરિની નમ્રતા, તેમના શાંત સ્વભાવ, તેમની કામય વિશાળ દૃષ્ટિ અને તેમના સુંદર ઉપદેશની સચાટ છાપ હીરવિજયના હૃદય ઉપર એટલે સુધી પડી ગઇ કે તેમનું ચિત્ત વૈરાગ્યભાવમાં વધુને વધુ પ્રવૃત્તિ કરતુ ગયું અને છેવટે તે તેમની પાસે દીક્ષા લેવાને પણ તૈયાર થઇ ગયા. આ વાતની તેમની વ્હેન વિમ ળાને ખુખર પડતાં તેણે પેાતાના ભાઈને એક દ્વિવસે એકાંતમાં ખેલાવીને કહ્યું, “ ભાઈ ! મેં સાંભળ્યુ છે કે તમે સ'સારના ત્યાગ કરી આચાર્ય મહારાજ પાસે દીક્ષા લેવાના છે; શું આ વાત સાચી છે ? જો સાચી હાય, તા મારે તમને કહેવુ જોઈએ કે દીક્ષા લેવી એ કાંઇ રમત વાત નથી. દ્વીક્ષા અથવા સંયમવૃત્ત એ નામ ઘણું સુંદર છે, પરંતુ ડુંગર દૂરથી. જેમ રળિયામણેા લાગે છે, તેમ દીક્ષા એ નામમાત્રથી જ સુંદર લાગે છે. કામ, ક્રોધ, લાલ, માહ, મદ અને મત્સરાદિ આંતર શત્રુઓ ઉપર વિજય મેળવવા, એ સરલ વાત નથી; માટે સયમવૃત્ત અંગિકાર કરવાના વિચારને હૃદયમાંથી કઢાડી નાંખી આપણા બીજા બંધુએની જેમ એકાદ ગુણી અને સ્વરૂપવતી કન્યા સાથે લગ્ન કરીને સંસારના સુખને હાલ તા ભાગવા એવી મારી ઇચ્છા છે. ,, હીરવિજયે સંપૂર્ણ શાંતિથી કહ્યુ, “ મ્હેન તમે જે વાત સાંભળી છે, તે સત્ય જ છે. તમે સયમવૃત્તને મુશ્કેલી ભર્યું." કા` જણાવા છે, એ તમારૂ' કથન ગેરવ્યાજબી નથી; પરતુ મે' એ મુશ્કેલ કાર્ય ને સાધવાના નિશ્ચય કરેલા હૈાવાથી સંસારના સુખને ભાગવવાની મારી ઇચ્છા નથી. મ્હેન ! તમે વિચાર કરી કે આ જીવાત્માએ અનેક વખત સંસારના સુખાને અનુભવ્યાં હશે; તે પણ તેને તૃપ્તિ થઇ નથી, એનુ શું કારણ ? એનું કારણ એજ કે સંસારનાં એ કહેવાતાં સુખા ખરી રીતે સુખા નથી, પણ સુખાના માત્ર આભાસ જ છે અને તેથી તેમાં જીવાત્માની તૃપ્તિ થતી નથી. વસ્તુસ્થિતિ જ્યારે આવી છે અને તેનુ મને જ્યારે સત્ય જ્ઞાન થયું છે, ત્યારે એ નાશવ’ત, ક્ષણિક અને અ ંતે દુ:ખદાયી સુખાને વાર Page #162 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી હીરવિજયસૂરિ. વાર મેળવવાને માટે મારે શા માટે મારા દુર્લભ મનુષ્ય અવતારને વૃથા ગુમાવે જોઈએ? બહેન! તમે સુખ કેને કહે છે? સંસા૨માં સુખ જેવી વસ્તુ કઈ છે? એક તરફ મુસલમાને અને રાજપૂતે લડે છે અને બીજી તરફ ખુદ હિદુઓ જ માંહોમાંહે યુદ્ધ કરી રહ્યા છે અને આ યુદ્ધમાં-માનની સ્વાર્થ યુક્ત લડાઈમાં હજારો મનુષ્યની કલ થાય છે અને લોહીની નદીઓ વહે છે, શું આ સુખ છે? બહારથી ઐશ્વર્યવાન અને દમામદાર જણાતાં બાદશાહ અને રાજાઓ અંતરથી દિનરાત રાજ ખટપટ અને પિતાની સત્તા નભાવી રાખવાના કુર કાવત્રામાં પીડાતા જણાય છે, શું તેઓ સુખી છે ? શ્રીમંત મgષ્ય ધનને અધિક અને અધિક વધારવામાં પિતાના જીવનને ગાળતાં હોય છે, શું તેમને સત્ય સુખનું એકાદ સ્વપ્ન પણ આવતું હશે ખરું કે ? ગરીબ મનુષ્ય પોતાની આજી. વિકા માટે સખત દેડધામ કરતાં જોવામાં આવે છે, શું તેમને ખરા સુખનો અનુભવ થતો હશે કે આવી રીતે દોડધામવાળી અને જીવનને હાસ કરનારી અનિષ્ટ પ્રવૃત્તિમાં દુનિયા સંડોવાયેલી હેવા છતાં શું તમે તેને સુખી માને છો? તમે ભૂલે છે; સુખ કયાં છે? કામ, ક્રોધાદિ શત્રુઓને જીતવામાં, ચંચળા ઈન્દ્રિયોને વશ કરવામાં, એકાગ્ર ધ્યાને આત્મસ્વરૂપનું ચિંતન કરવામાં, પરમાત્મા મહાવીરના પગલે ચાલવામાં અને દેશનું, સમાજનું અને પ્રાણીમાત્રનું કલ્યાણ કરવાની પ્રવૃત્તિમાં જ હું ખરા સુખને જોઈ શકું છું અને તેથી તે મેળવવાને માટે મેં દીક્ષા ગ્રહણ કરવાને વિચાર રાખ્યો છે, માટે બહેન ! તમારી ઈચ્છાને માન આપી શકતા નથી, તે માટે મને ક્ષમા આપે અને સાથે સાથે દીક્ષા લેવાની રજા પણ આપે કેમકે તમે મારી મોટી બહેન હોવાથી તમારી આજ્ઞા મેળવવી, એ મારું કર્તવ્ય છે.” તેર-ચૌદ વર્ષની ઉમ્મરના હીરવિજયના મુખમાંથી આવા જ્ઞાનના શબ્દો નીકળતાં સાંભળી વાંચકમહાશયને કદાચ આશ્ચર્ય થશે; પરંતુ જે મહાપુરૂ થવાને જન્મેલા છે, તેઓ બાલ્યાવસ્થાથી જ જ્ઞાની અને અનુભવી હોય છે, એ ઈતિહાસપ્રસિદ્ધ વાત છે અને તેથી તેમાં આશ્ચર્ય પામવાનું કે શંકા લાવવાનું પ્રયોજન રહેતું નથી. Page #163 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશા. વિમળા પિતાના લઘુબંધુની દઢતા સમજી ગઈ અને તેથી તેણે પિતાને આગ્રહ છેડી દઈને કહ્યું. “ભાઈ! તમે જ્યારે આટલી હદ સુધી સત્યનું શોધન કર્યું છે અને તેથી દીક્ષા લેવાના દ્રઢ નિશ્ચય ઉપર આવી ગયા છે, ત્યારે હું તમને પ્રેમ કરતાં અટકાવવાનું પસંદ કરતી નથી. તમારા આવા ઉત્તમ વિચારે જાણીને મને બહુજ આનંદ થયે છે અને સાથે સાથે અભિમાન પણ થયું છે. પ્યારા બંધુ! તમે ખુશીથી દીક્ષા અંગિકાર કરો અને સત્ય સુખને વરવા ભાગ્યશાલી થાઓ. મારી તમને આશીષ છે.” હીરે પિતાની બહેનની ઓ પ્રમાણે આજ્ઞા મેળવ્યા પછી સંવત ૧૫૯૬, કાતિક વદી ૨ ના રોજ આચાર્ય શ્રી વિજયદાનસૂરિ પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી ગુરૂએ તેમનું બુદ્ધિચાતુર્ય તથા તેમના ઉચ્ચ ગુણે જોઈને તેમને દક્ષિણ પ્રદેશમાં ન્યાયશાસ્ત્રનું અધ્યયન કરવા મોકલ્યા હતા. ત્યાં તેઓ કેટલોક સમય રહી જાય. શાસ્ત્રમાં પારંગત થઈને પુનઃ પાટણમાં આવી તેમણે પિતાના પાંડિત્યનું દર્શન કરાવીને પોતાના ગુરૂને પ્રસન્ન કર્યો. ત્યારબાદ શ્રી વિજયદાનસૂરિ પોતાના શિષ્યમંડળ સાથે વિહાર કરતાં કરતાં નારદપુરમાં આવ્યા અને ત્યાં હરવિજયને “વાચક”ની ઉપાધિ મળી. શ્રી વિજયદાનસૂરિને જેમ જેમ હીરવિજયને પરિચય પડતો ગયે, તેમ તેમ તેમને તેમની ઉત્કૃષ્ટ બુદ્ધિ, તેમનાં ઉચ્ચ ગુણો, તેમનું જ્ઞાન, તેમની નમ્રતા અને તેમની નિરાભિમાન વૃત્તિની ખબર પડતી ગઈ અને તેથી તેઓ તેમના ઉપર બહુજ પ્રસન્ન રહેતા હતા. નારદપુરમાંથી વિહાર કરી તેઓ કેટલાક સમય વિત્યા પછી સિદેહીમાં આવ્યા અને ત્યાંજ ચાતુર્માસ વ્યતિત કરવાનો નિશ્ચય કર્યો. તેઓ ત્યાં ચાતુર્માસ રહ્યા તે દરમ્યાન હીરવિજયની વધુ ગ્યતા જણાતાં તેમને આચાર્ય પદવી આપવાને તેમણે વિચાર કર્યો અને તે માટે સ્થાનીક શ્રી સંઘની શી ઈચ્છા છે, તે જાણી લેવાને માટે તેમણે પોતાનો વિચાર સંઘ સન્મુખ જાહેર કર્યો, સિરોહીના સંઘે તેમના વિચારને ખુશીથી વધાવી લીધે. તે પછી યોગ્ય મુહૂ હીરવિજયને આચાર્યપદવી આપવામાં આવી અને ત્યારથી તેઓ આચાર્ય શ્રી હીરવિજયસૂરિના નામથી ઓળખાવા લાગ્યા, Page #164 -------------------------------------------------------------------------- ________________ આચાય શ્રી હીરવિજયસૂરિ. L ચાતુર્માસ સંપૂર્ણ થયા પછી શ્રી વિજયાનંદસૂરિ અન્યત્ર વિહાર કરી ગયા અને છેવટે તેઓ વડલીમાં આવ્યા અને ત્યાંજ કાળધને પામ્યા. શ્રીહીરવિજયસૂરિ પેાતાના ગુરૂએ પરલાકગમન કર્યાની ખખર સાંભળતાં જ બહુજ દીલગીર થયા; પરંતુ તત્ત્વદ્રષ્ટિથી વિચાર કરીને તેઓએ પોતાના મનનું સમાધાન કરી લીધું અને આચાર્ય તરીકેની જવાબદારી ઉપાડી લઇ જૈનશાસનની ઉન્નતિ કરવાના કાર્યમાં જોડાયા. તેઓ પ્રથમ ત્રંબાવતીમાં આવ્યા. ત્યાંથી ડીસા અને આરસદ વગેરે સ્થળે વિહાર કરતા અને ન્ય જીવાને બેધ આપતા તે ગાંધારમંદરમાં આવીને ચાતુર્માસ રહેવાના નિશ્ચય કરીને ત્યાંજ રહ્યા. પ્રસ્તુત નવલકથાના ચૈાદમા પ્રકરણમાં બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિની અત્યંત પ્રશ'સા સાંભળી તેમને પેાતાની પાસે પધારવાનું આમંત્રણ કરવા માટે અહુમદાખાદના સુખેન્નાર ઉપર ક્રમાનપત્ર લખીને પેાતાના એ કમ ચારીઓને માકલવાની વ્યવસ્થા કરી હતી, એમ આપણે વાંચી ગયા છીએ. તે મુજબ અકબરના એ એકમ ચારીએ અહમદામાદ આવી પહોંચ્યા અને ત્યાંના સુબેદારને ખાદશાહનું ફરમાનપત્ર તેઓએ આપ્યું. સુબેદાર શાહખુદ્દીને અહમદાબાદના મુખ્ય મુખ્ય જૈન શ્રાવકેાને પેાતાની પાસે ખેલાવીને ખાદશાહનું ક્માનપત્ર વાંચી સંભળાવ્યુ` અને શ્રી હીરવિજયસૂરિને શહેનશાહ અકબરની હુન્નુરમાં જવાને માટે આજ્ઞા આપી. તે પછી જૈન શ્રાવકા ગાંધાર ગયા અને સૂરિજીને બાદશાહ અકબરના આમંત્રણની સર્વ હકીકત તેમને કહી સંભ ળાવી અને પેાતાના તરફથી પણ વિન ંતિ કરી કે આપ બાદશાહના આમ ંત્રણને માન આપી તેમની પાસે જશેા. તા જૈન શાસનની બહુજ ઉન્નતિ થશે; માટે આપ ચાતુર્માસ વિત્યા બાદ આગા જવાને માટે જરૂર વિહાર કરશે, સૂરિમહારાજે તેમની વાત સાંભળી લઈ વિચાર કર્યો કે શહેનશાહ અકબર સત્યપ્રિય હોવાથી તેની પાસે જઈને તેને સદુપદેશ આપવાથી ધર્મની ખ્યાતિ અને દેશનું હીત થવાના પૂરતા સભવ છે. આ પ્રમાણે વિચાર કરી સૂરિજીએ તેમને જણાવ્યુ કે તમારી ઇચ્છા એવી છે તે હું ચાતુ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ભાગ્યવિધાયક ભામાશા. ર્માસ થઈ રહ્યા બાદ બાદશાહ પાસે જવાને માટે વિહાર કરીશ. શ્રાવકે એ સાંભળીને ખુશી થયા અને ચાતુર્માસને સંપૂર્ણ થવાને થે સમય હોવાથી તેઓ વિહાર થતાં સુધી શેકાયા. ચાતુર્માસ સંપૂર્ણ થતાં શ્રી હીરવિજયસૂરિએ ગાંધારમાંથી પિતાના શિષ્ય પરિવાર સમેત વિહાર કર્યો. મહી નદી ઉતરી વટદલ અને ખંભાત થઈને તેઓશ્રી શૈડા દિવસમાં અહમદાવાદ આવી પહોંચ્યા. અહમદાબાદના જેનેએ તેમને મોટા સમારેહથી નગરપ્રવેશ કરાવ્યું. સુબેદાર શાહબુદ્દીને તેમને ઘણું જ આદરમાન સાથે પિતાના મહેલમાં લાવ્યા અને બહુમૂલ્ય હીરા માણિજ્ય અને મોતી વગેરે વસ્તુઓ ભેટ કરીને અકબરશાહની ઈચ્છા જણાવી તેમને બાદશાહથી પાસે જવાની વિનંતિ કરી. સૂરિજીએ જવાબ આપે. “ખાંસાહેબ! સંસારને ત્યાગ કરીને મેં મુનિજીવનને સ્વીકાર કરેલો હોવાથી તમે ભેટ કરેલી આ સુંદર અને બહુમૂલ્ય વસ્તુઓને લઈને હું શું કરું?” મારે તેમની એક પણ વસ્તુની જરૂર નથી, તેમ નિ:સ્વાથી જીવનના અંગે તેને સ્વીકાર પણ મારાથી થઈ શકે નહિં; માટે તમે તેને ઉપગ નિરાધાર અને ગરીબ માનને અને પ્રાણીઓને બચાવવામાં કરશે એ વી મારી ઈચ્છા છે બાદશાહ અકબરશાહની શુભેચ્છાને માન આપી હું તેમની પાસે જવાને માટેજ વિહાર કરતે કરતે અત્રે આવેલું છું અને તેથી અહીં કેટલાક સમય વિતાવ્યા પછી હું અહીંથી વિહાર કરીને તે તરફ જઈશ, માટે તે દરમ્યાન તેમને મારા વિહાર સંબં ધી ખબર પહોંચાડવી હોય તે ખુશીથી પહોંચાડજે.” શાહબુદ્દીન સુરિજીની નિઃસ્વાર્થ બુદ્ધિ જોઈને ચકિત થઈ ગયે અને તેમની ઘણીજ પ્રશંસા કરી તેણે કહ્યું. “સૂરિજી ! આપના કહેવા મુજબ બાદશાહ સલામતને આપના વિહાર સંબં ધી ખબર આજે મોકલાવીશ; માટે આપને જ્યારે અનુકૂળતા હોય, ત્યારે આપ તેમની હજુર જવાને વિહાર કરજે, ઉતાવળ કરવાની કે તકલીફ ઉઠાવવાની કશી અગત્ય નથી.” ત્યારબાદ જુદા જુદા વિષય ઉપર કેટલોક સમય ચર્ચા Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ વિજય શાથી મળે છે ? ચાલી રહ્યા પછી સૂરિજી પોતાના નિવાસસ્થાને આવી પહોંચ્યા. અહમદાબાદમાં કેટલાક દિવસો સૂરીશ્વરે શાંતિપૂર્વક વ્યતિત કર્યા અને તે પછી બાદશાહે મેકલેલા બન્ને કર્મચારીઓ સાથે પિતાના શિષ્યસમુદાયને લઈ ફતેહપુર જવાને તેમણે વિહાર કર્યો. -- -- પ્રકરણ ૧૯ મું. વિજય શાથી મળે છે ? શિયાળાની રૂતુ હતો અને મધ્યાન્હને સમય હતે. આ વખતે પૃથિવીરાજ પિતાના મહેલના એક ઓરડામાં વિરામાસન ઉપર દીલગીરી ભરેલા ચહેરે બેઠો હતો. તેને સલાહકારક કરમચંદ તેની સામેના આસન ઉપર બેઠેલો હતો. કેમ, કરમચંદ ! મહારાણા પ્રતાપસિંહ તરફથી કાંઈ સમાચાર હમણાં આવ્યા છે કે નહિ?” પૃથિવીરાજે ખિન્નતાથી પૂછયું. “જી હા, તેમના તરફથી અગત્યના સમાચાર લઈને એક ભીલ બહુજ સંભાળપૂર્વક અને ગુપ્ત વેશે આજે પ્રાતઃકાળમાં આવી પહે છે અને તેણે આવીને મને મહારાણાને કાગલ આછે કે તુરત જ હું અહીં આવ્યું હતું, પરંતુ નોકરે આપ બાદશાહની હજુરમાં ગયાની ખબર આપતાં હું પાછો ફર્યો હતે.” કરમચંદે મહારાણું તરફથી સમાચાર આવ્યાને જવાબ આપતાં સાથે સાથે ખુલાસો પણ કર્યો. હા, સવારમાં બાદશાહે મને યાદ કરવાથી હું તેમની પાસે ગયે હતું, પરંતુ મહારાણાએ શા સમાચાર મોકલ્યા છે?” પૃથિવીરાજે પોતે બાદશાહની પાસે ગયાની કબુલાત કરતાં પૂછયું. કરમચંદે મહારાણને કાગલ કહાડી તેને પૃથિવીરાજને આપતાં ઉત્તર આપ્યો. “કેમલમેરનો ત્યાગ કર્યા પછી મહા Page #167 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. રાણુ પોતાના પરિવાર સાથે ચપન પ્રદેશમાં આવેલા ચાન્ડ નગરમાં જઈને વિશ્વાસુ ભીના આશ્રયે રહ્યા હતા તથા તે સમયે મહારાણાને પકડી બાદશાહ સન્મુખ લાવવાની પ્રતિજ્ઞા કરીને સેનાપતિ કરિદખાં અને તેની સાથે રાજા માનસિંહને સરદાર ચંદ્રસિંહ ચપન પ્રદેશ ઉપર ચડાઈ લઈ ગયા હતા, તે તો આ પણે જાણીએ છીએ. આ યુદ્ધમાં મહારાણાને વિજય થયું છે અને ફરિદખાને સદંતર નાશ થાય છે તથા ચંદ્રસિંહ નાશી છુટ છે આઘટનાઓનું વર્ણન કરતાં સલું બરરાજ ગોવિંદસિંહજી કાગલમાં લખે છે કે આ યુદ્ધમાં ખરેખરૂં મહત્ત્વનું કાર્ય મંત્રીશ્વર ભામાશાહે કરેલું છે અને જે તેણે ચંદ્રસિંહની તલવારને ભેગ થતાં મહારાણુને એગ્ય વખતે આવીને બચાવી લીધા ન હોત, તે આ જે મેવાડનો સૂર્ય ક્યારનો અસ્ત પામી ગયે હોત અને સમસ્ત રાજસ્થાનમાં અંધકાર વ્યાપી ગયા હતા. ગેવિંદસિંહે ભામાશાહની કાર્યકુશળતા અને બહાદુરીની ઘણી જ પ્રશંસા કરેલી છે. છેવટે એ અનુભવી સરદાર લખે છે કે જે કે આ યુદ્ધમાં અમને ભગવાન એકલિંગજીની કૃપાથી વિજય મળ્યો છે તે પણ અમે નિરાંત કરીને શાંતિથી એક સ્થળે બેસી શકીએ તેમ નથી, કારણ કે પિતાના થયેલા આ પરાજયથી બાદશાહ અકબર ક્રોધે ભરાઈને તુરત જ બીજો હુમલે કરવાને માટે વિશાળ સૈન્યને રવાના કરશે અને તેથી અમારે અમારા બચાવને માટે આ સ્થળને ત્યાગ કરે પડશે. વળી અમારી પાસેના ઘણાં ખરા સૈિનિકે યુદ્ધમાં કામ આવી ગયા છે તથા જે જીવતા રહ્યા છે, તેને લાંબો વખત ચાલે એટલું અનાજ વગેરે પણ અમારી પાસે રહેલું નથી. આવી સ્થિતિમાં ભવિધ્યમાં શું થશે, એની કલ્પના અત્યારથી કરવી નિરૂપયોગી છે અને તેથી માત્ર ભગવાન એકલિંગજીની કૃપાને ઈચછતાં અમે સર્વે આ સ્થળને ત્યાગ કરીને તમને આ કાગળ પહેચશે તે પહેલાં અન્યત્ર ચાલ્યા ગયા હશું.” બકરમચંદ!” પૃથિવીરાજે કાગળને વૃત્તાંત સાંભળી લીધા પછી કહ્યું. “કાગળની હકીક્ત સાંભળતાં એક તરફથી આનંદ અને તે જ ક્ષણે બીજી તરફથી દિલગીરીને સાથે અનુભવ થાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ વિજય શાથી મળે છે? ૧૫૫ મંત્રીશ્વર ભામાશાહના યુદ્ધકૈશલ્ય માટે મને બહુ માન હતું જ અને તેમાં તમે કહેલી વાતથી વિશેષ વૃદ્ધિ થયેલી છે. ભામાશાહ એ ખરેખર અલૈકિક પુરૂષ છે અને મને ખાતરી છે કે મેવાડને ઉદ્ધાર પણ તેના જ હાથે થશે. મહારાણાની દ્રઢતા અને સ્વદેશની સ્વતંત્રતા મેળવવા માટે તેમને ઉત્સાહ જોઈને પણ તેમના માટે: ધન્યવાદના શબ્દો મારા મુખમાંથી નીકળ્યા સિવાય રહેતા નથી. આવા રાજા અને આવા મંત્રીને જે દેશ અને જે ભૂમિ ધરાવે છે, તેને ઉદ્ધાર ગમે ત્યારે પણ થયા સિવાય રહેશે નહિ, પરંતુ તેમની અત્યારની દુઃખી સ્થિતિને અહેવાલ સાંભળીને મને બહુ દિલગીરી થાય છે. શું હું એક ક્ષત્રિય થઈને મારા દુઃખી થતાં જાતિભાઈને કાંઈ સહાય ન કરી શકું?કરમચંદ !” “અવશ્ય મદદ કરી શકે, પરંતુ જ્યાં સુધી આપ બાદશાહના કેદી છે, ત્યાં સુધી અહીં બેઠા મહારાષ્ટ્રને માત્ર અત્યંત ગુપ્ત રીતે કાગલથી આશ્વાસન આપવા સિવાય બીજું કાંઈ કરી શકે તેમ નથી.” કરમચંદે સ્પષ્ટતાથી ઉત્તર આપે. પૃથવીરાજને તેના ખરી વસ્તુસ્થિતિનું ભાન થતાં તેણે પિતાની ભ્રકુટી ચડાવીને પૂછ્યું. “તમારી વાત સત્ય છે, કરમચંદ! પરંતુ બાદશાહની નજરકેદમાંથી શું છૂટી શકાય તેમ નથી? તમે કાંઈ ઉપાય બતાવી શકે તેમ છે?” કરમચંદે ઉત્તર આપે. “રાજાસાહેબ ! હું કેટલાએ દિવસેથી એજ વિચાર કરી રહ્યો છું, પરંતુ હજુ સુધી કાંઈ પણ ઉપાય મળી આવ્યો નથી.” તે પછી આપણે આ સ્થિતિમાં અહીં હાથ-પગ જોડીને ક્યાંસુધી બેસી રહેશું ?” પૃથિવીરાજે પુનઃ પૂછયું. “એ વિષે હાલ કાંઈ પણ કહી શકાય તેમ નથી, કેમકે અને કબરશાહ જેવા મહાન દક્ષ અને રાજકળાનિપુણ બાદશાહના પંજામાંથી સ્વતંત્ર થવું, એ કાંઈ સરલ કાર્ય નથી, તેમ છતાં તેથી નિરાશ થવાનું પણ કાંઈ પ્રજન નથી.” કરમચંદે સત્ય જવાબ આપે. Page #169 -------------------------------------------------------------------------- ________________ પ૬ ભાગ્યવિધાયક ભામાશાહ. નિરાશ થવાનું પ્રયોજન ન હોય, તો પછી શા માટે તમે કાંઈ ઉપાય શોધતા નથી ?” પૃથિવીરાજે આતુરતા દર્શાવી. “ઉપાય શોધી કહાડો, એ બહુ મુશ્કેલ કાર્ય નથી, પરંતુ રોગ્ય તક મળ્યા પહેલાં ઉપાય શોધી કહાડવા માત્રથી જ અર્થ સરે તેમ નથી અને તેથી હું ચગ્ય તકની જ રાહ જોયા કરું છું.” કર્મસિંહે કહ્યું. મને લાગે છે કે તકની રાહ જોવામાં આપણે અર્થ સરે તેમ નથી; તકની રાહ જોવી એ શું નિર્માલ્યતા નથી ?” પૃથિવીરાજે કહ્યું. “ક્ષત્રિયો એને નિર્માલ્યતા કહે છે, જ્યારે મુત્સદી–વણિક એને કાર્ય કુશળતા કહે છે રાજાસાહેબ! કેવળ બાહુબળથી જ કે કાર્ય સફળ થતું નથી પરંતુ બાહુબળ સાથે જ્યારે મનોબળને સંગ થાય છે, ત્યારે જ સફળતા પ્રાપ્ત થાય છે અને તેથી તકની રાહ જોયા વિના યાહોમ કરીને કોઈ કાર્યમાં પડતું મૂકવું, એ શરીરબળને વિના કારણે ક્ષય કરવા બરાબર છે.” કરમચંદે મુત્સદીગીરીની વ્યાખ્યા કરતાં કહ્યું. પૃથિવીરાજે સહેજ હસીને કહ્યું. “કરમચંદ ! તમારું કથન સત્ય છે અને શરીરબળ કરતાં મને બળ વિશેષ બળવાન છે, એ હું સ્વીકારું છું, પરંતુ તમને મેં જે પ્રશ્ન પૂછયે હતું, તે માત્ર તમારૂં બુદ્ધિચાતુર્ય જોવાને માટે જ પુછયે હતું અને તમે તેને આ બાદ ઉત્તર આપીને મારા મનનું સમાધાન કર્યું છે. અમારી રાજપૂત જાતિમાં બાહુબળ ઘણું છે; પરંતુ મને બળની અગર તે મુત્સદીપણુની ખામીને લઈ તેને અત્યારે પરતંત્રતાની સ્થિતિમાં મૂકાવું પડયું છે. મને અનુભવ છે કે કઈ પણ કાર્યમાં શરીરબળ અને મુત્સદીપણાને સંગ થાય છે, ત્યારે જ વિજય મળે છે અને મારે આ અનુભવ જો કે સત્ય છે, તે પણ તેથી શરીરબળને ઉતારી નાંખવામાં અને તેના પ્રતિ ઉપેક્ષા કરવામાં ડહાપણ નથી, એ પણ શું સત્ય નથી?” “એ પણ કેવળ સત્ય છે.” કરમચંદે તુરતજ ઉત્તર આપે. “હું પ્રથમ જ કહી ગયો છું કે બાહુબળ સાથે જ્યારે મને બળને Page #170 -------------------------------------------------------------------------- ________________ વિજય શાથી મળે છે ? ૧પ૭ મુત્સદીપણાનો સંગ થાય છે, ત્યારે સફલતા પ્રાપ્ત થાય છે. એ કલા બાહુબળને મેળવવાથી અથવા તો તેને એક પક્ષીય ઉપગ કરવાથી અર્થ સરતો નથી. જેટલે અંશે મુત્સદીપણાની અગત્ય છે, તેટલે જ અંશે બાહુબળની પણ અગત્ય છે અને જ્યાં એ ઉભય બળોને સંયોગ થાય છે, ત્યાં અવશ્ય વિજય પ્રાપ્ત થાય છે. આપ જાણે છે કે મહારાણા પ્રતાપસિંહ બાહુબળની, દઢ નિશ્ચયની, વીરચિત સ્વભાવની અને લડાયક જુસ્સાની સાક્ષાત્ મૂર્તિ છે અને મંત્રીશ્વર ભામાશાહ મુત્સદીપણાની, બુદ્ધિચાતુર્યની, સહનશીળતાની અને યુદ્ધકાર્યકુશળતાની સાક્ષાત્ મૂર્તિ છે અને જ્યાં આવી બે વ્યકિત એનું અસ્તિત્વ છે, ત્યાં સફળતા સ્વયં આવીને ભેટે છે. હાલમાં જેકે તેઓ સંપૂર્ણ સંકષ્ટમાં છે, તે પણ છેવટે મહારાણાને કહે કે મેવાડને વિજય થશે, એવી મારી માન્યતા છે.” જેવી તમારી માન્યતા છે, તેવી જ મારી માન્યતા પણ છે; પરંતુ તેમની હાલની સ્થિતિ તરફ ધ્યાન આપતાં તેમને વિજ્ય થશે કે નહિ એ શંકાયુકત વાત છે. તમે જાણે છે કે મહાન ઐશ્વર્યશાળી અને પ્રબળ પ્રતાપી શહેનશાહ અકબરની સામે કઈ પણ પ્રકારના સાધન વિના યુદ્ધ ચાલુ રાખવું, એ મોટામાં મોટી મુશ્કેલીનું કાર્ય છે અને તેથી તેમને વિજ્ય થશે કે નહિ, એ શું શંકાયુક્ત વાત નથી ?” પૃથિવીરાજે પોતાની માન્યતાને કહી બતાવતાં પ્રશ્ન કર્યો. “આપની માન્યતા સાચી હેવાનું હું સ્વીકારું છું અને એ પણ જાણું છું કે ભારતસમ્રાટ અકબરશાહની સામે બાથ ભીડવી, એ સાધારણ વાત નથી, પરંતુ દઢનિશ્ચય અને શ્રદ્ધાને સેવનારાં કલાવિન્દ મનુષ્ય વિજયને કિંવા સફલતાને ગમે તે ભેગે પ્રામ કરે છે, એ વિશ્વને એક અટલ સિદ્ધાંત છે અને તેથી મહારાણા પ્રતાપસિંહના વિજયને માટે શંકા ધરવાનું મને કશું પણ પ્રયાજન જણાતું નથી.” કરમચંદે વિશ્વના સિદ્ધાંતને દર્શાવતાં ઉત્તર આવે. કરમચંદ!” પૃથિવીરાજે કહ્યું. “તમારા આવા ઉત્તમ વિચાર જાણીને તથા તમારા જેવા સમર્થ કલાવિન્દ પુરૂષ મારા Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ભાગ્યવિધાયક ભામાશાહ. સલાહકાર અને મિત્ર હોઈને મને બહુજ આનંદ થાય છે, પરંતુ આનંદની સાથે એટલી દીલગીરી પણ થાય છે કે તમારા જેવા મુસદી મારી પાસે હોવા છતાં હું મારી માતૃભૂમિના કલ્યાણને માટે હાલની મારી નજરકેદીની સ્થિતિના અંગે કાંઈ પણ કરી શકું તેમ નથી અને તેથી મને થતે આનંદ એ માત્ર મનનું સમાધાન કરવા પુરતે છે.” “રાજાસાહેબ!” કરમચંદે કહ્યું. “જેવી આપને દીલગીરી થાય છે, તેવી મને પણ થાય છે, પરંતુ હાલ તે મનનું સમાધાન ગમે તે પ્રકારે કર્યા સિવાય અન્ય એક પણ ઉપાય આપણુ પાસે રહેલો નથી. આપણુથી જે હાલના સંગમાં કાંઈ પણ થઈ શકે તેમ હોય, તે તે એટલું જ છે કે મહારાણા પ્રતાપસિંહને પત્ર દ્વારા આપણે આશ્વાસન આપવું અને તેમને ગમે તે ભેગે પોતાની દઢતા ટકાવી રાખવાને આગ્રહ કરો.” “બરોબર છે; હાલની સ્થિતિમાં આપણે તેથી કાંઈ વિશેષ કરી શકીએ તેમ નથી અને તેથી મનનું સમાધાનઃનિરૂપાયે પણ કરવું પડે છે, પરંતુ મહારાણુના પત્રને ઉત્તર કયારે લખવાને છે?” પૃથિવીરાજે કરમચંદના અભિપ્રાયને સ્વીકારીને પૂછયું. આપ કહે ત્યારે હું લખવાને તઈયાર જ છું.” કરમચંદે જવાબ આપે. તે પછી આજેજ ઉત્તર લખી નાંખીને આવેલ ભીલને પાછો ગુપ્ત રીતે રવાના કરી દે, એજ ઠીક છે, કેમ ખરું ને?” પૃથિવીરાજે કહ્યું. હા, એ જ ઠીક છે અને તેથી હું હમણાં જ ઉત્તર લખીને આવું છું અને આપ તેને વાંચી લે કે તુરત જ આવેલ ભીલને એ ઉત્તરરૂપી કાગળને આપી રવાના કરી દેશું.” કરમચંદે આસન ઉપરથી ઉભા થતાં કહ્યું, કરમચંદ પાસેના બીજા ઓરડામાં ગયો અને ત્યાં બેસીને સલુંબરરાજ ગોવિંદસિંહે લખેલા પત્રના ઉત્તરરૂપે સરસ શબ્દોમાં એક કાગળ ડીવારમાં લખી નાંખ્યો અને ત્યારબાદ પુનઃ પૃથિ. Page #172 -------------------------------------------------------------------------- ________________ ચંપાદેવી. ૧૫૯ વીરાજ પાસે આવીને તેને એ કાગળ વાંચવાને આપે. પૃથિવીરાજે સદરહુ કાગળને વાંચી લીધા અને પિતાને સંતોષ જાહેર કરતાં કહ્યું. “કરમચંદ! કાગળ બહુજ સારી રીતે લખેલે છે અને તેથી તેમાં કાંઈ સુધારે વધારો કરવા જેવું નથી, માટે તેને પરબીડિયામાં બરોબર બંધ કરીને તમે જાતે જ મહારાણુના ભીલને હાથોહાથ આપજે. ” બહુ સારુ, આપની આજ્ઞા મુજબ અમલ કરીને આપને ખબર આપીશ.” એમ કહી કરમચંદ પૃથિવીરાજ પાસેથી કાગલ લઈને પોતાના આવાસે આવવાને ઓરડાની બહાર નીકળે અને જરા આગળ ચાલ્યા. પરંતુ મસ્તકમાં કાંઈક વિચાર ઉદ્દભવતાં તે પાછા વળીને પુન: એારડામાં આવ્યું. પ્રકરણ ૨૦ મું. ચંપાદેવી. ન થા માલુમ કે ઉફતમેં ગમ ખાનાં ભી હોતા હે, જીગરકી બેકલી ઓર જીકા ગભરાનાં ભી દેતા હે. અગર દાની સીમી રેઝન, અજલ દાગે જુદાઇરા, નમીકરદ– બદીલ રેશન, ચીરાગે આશનાઈરો.” કરમચંદ પુન: ઓરડામાં આવ્યું, ત્યારે પૃથિવીરાજ વિચાર સાગરમાં ગોથાં ખાતો હતું અને તેથી તેને કરમચંદના આગમન ની ખબર પડી નહિ. કરમચંદે તેને બેધ્યાન જોઈને તેનું ધ્યાન પોતાની તરફ ખેં. ચવા માટે કહ્યું. “રાજાસાહેબ !” પથિવીરાજે ઝટ લઈને તેની સામે જોયું અને આતુરતાથી પૂછયું. “કેમ કરમચંદ !” “મારી એક વિનંતિ સાંભળશે ?” કરમચંદે આસન ઉપર બેસતાં કહ્યું. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ભાગ્યવિધાયક ભામાશાહુ “ મારા સાચા સલાહકાર અને મિત્રની વિન ંતિને શું હું સાંભળીશ નહિ, એમ ધારીને તમે એ પ્રશ્ન કરે છે ? ” પૃથિવીરાજે પૂછ્યું. “ આપ મારી વિનંતિને નહિ સાંભળેા, એ હેતુથી મે એ પ્રશ્ન કર્યો નથી; પરંતુ આપને તેને સાંભળવા જેટલી અત્યારે ફુરસદ છે કે નહિ. એ જાણવાના હેતુથી જ મેં એ પ્રશ્ન કર્યા છે. ચદે ઉત્તર આપ્યું. p કમ “ પ્રિય મિત્ર ! તમારી વિનંત તે શું પણ તમારી સલાહુ પણ ગમે તે સમયે સાંભળવાનો મને ફુરસદ જ છે, માટે તમારે જે કહેવુ હાય તે ખુશીથી કહેા; હું તેને સાંભળવાને તૈયાર જ છું.’ • tr બહુ સારૂ; સાંભળે ત્યારે. ” કરમચંદે એમ કહીને પૃથિવીરાજની ખરાબર સામે જોઇને પૂછ્યું. “ મારી વિનંતિ એવી છે કે આપ આમ ને આમ મા સ્થિતિમાં કયાં સુધી વખતને વ્યતિત કરશે. ? 99 "C તમે શું કહેવા માગેા છે, તે હું ખરાખર સમજી શકતા નથી; માટે તમારે જે કહેવુ હાય, તે જરા સ્પષ્ટતાથી કહેશે, તા તેને સમજવાની મને સરલતા થશે. ” પૃથિવીરાજે તેના મને નહિ સમજતાં કહ્યું. “ મારા કહેવાના ભાવાથ એવા છે કે રાણીજીના પરલેાક ગમનને હવે ઘણુંા સમય થઇ ગયા છે અને તેથી આપ ફરીથી લગ્ન કરે, તેા શી હરકત છે ? ” કરમચઢે પેાતાના કથનના ભાવા થ કહી બતાવ્યા. પૃથિવીરાજે એ સાંભળીને નિશ્વાસ મૂકતાં કહ્યું. “ કરમચંદ ! તમારૂ કહેવુ ઠીક છે; પરંતુ ફરીથી લગ્ન કરવાના મારા વિચાર નથી; કારણ કે લીલાદેવી જેવી સદ્ગુણી અને સૌંદય વતી પત્ની શું વારવાર મળવી સહેલ છે ? "" tr રાજાસાહેમ ! ” કરમચ ંદે ગંભીરતા પૂર્વક કહ્યું. “ આપ નું કથન સત્ય છે કે શ્રીમતી લીલાદેવી જેવા રાણીજી મળવા, એ સહેલ નથી; પરંતુ આપ તેમના શેાકમાં રહીને ફ્રીથી લગ્ન નહીં કરા, તા તેથી એક વખત મૃત્યુ પામેલા રાણીજી જેમ આપને પુનઃ Page #174 -------------------------------------------------------------------------- ________________ ચંપાદેવી. મળવાના નથી, તેમ તેથી આપને શોક પણ એ થવાનું નથી, માટે મારી વિનંતિને સ્વીકાર કરીને આપે ફરીથી લગ્ન કરવું, એ. જ આપને માટે શ્રેયસ્કર છે. કરમચંદ!” પૃથિવીરાજે દીલગીરી ભરેલા અવાજે કહ્યું, તમારી મારા પ્રત્યેની લાગણીને માટે હું તમારો ઉપકાર માનું છું; પરંતુ દિલગીર છું કે હું તમારી વિનંતીને સ્વીકાર કરી શકતું નથી.” “તેમ કરવાનું કાંઈ કારણ?” કરમચંદે પ્રશ્ન કર્યો. “હા, કારણ છે અને તે તમે કયાં જાણતા નથી ? મારી હૃદયેશ્વરી લીલાદેવી જે કે મૃત્યુ પામી છે અને તે મને પુન: મળે એવી આશા રાખવી એ પણ કેવળ મૂર્ખતા છે, તે પણ તેના અસામાન્ય પ્રેમને, તેના ઉચ્ચ સદગુણને, તેની મીઠી વાણુને, તેના અપ્રતીમ રૂપ-લાવણ્યને અને તેને સદેવ હસતા મુખાવિંદને હું હજી ભૂલી ગયે નથી. તેને અમર આત્મા જે કે સ્વર્ગમાં જ વિરાજતો હશે, તે પણ તેની સ્મૃતિરૂપ મૂર્તિ મારા હૃદયમંદિરમાં જ વિરાજે છે અને તેથી તેને તિરસ્કાર કરીને, તેને વિસારી દઈને હું અન્ય સ્ત્રીની સાથે લગ્ન કરવાને તૈયાર નથી. કરમચંદ ! તમે ચતુર અને વિદ્વાન થઈને મને ખોટે ભાગે કાં દરો છે ?” પૃથિવીશ જે કાંઈક આવેશથી જવાબ આપે. રાજાસાહેબ !” કરમચંદે કહ્યું. “આપને ખોટે મા દેરવાનું મને શું પ્રયોજન છે? હું તે આપને ખરા જ માગે દેરૂં છું અને એમ કરવું, એ મારી ફરજ છે, પરંતુ રાણજીના મૃત્યુ પછી આપને જીવ ઉદાસ રહેતા હોવાથી આપને મારી સાચી સલાહ પણ વિપરીત લાગે છે અને તેથી જ આપ તેને માર્ગ કહે છે.” તમને મારા કથનથી માઠું લાગ્યું હોય તેમ જણાય છે; પરંતુ કરમચંદ! તમે જ વિચાર કરે કે લીલાદેવી જેવી બીજી સ્ત્રી મળવી, એ શું સહજ વાત છે? પૃથિવીરાજે પૂછ્યું. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ભાગ્યવિધાયક ભામાશાહ. જેમ એ સહજ વાત નથી, તેમ એ અસંભવિત પણ નથી, પરંતુ એથી લીલાદેવી શું આપને પુન: મળશે ખરા?” કરમચ દે પથિવીરાજના પ્રશ્નનો ઉત્તર આપતાં સ્વાલ કર્યો. “નહિ; એક વખત મૃત્યુ પામેલું માણસ પુનઃ મળતુ નથી. એ તો હું સારી રીતે જાણું છું.” પૃથિવીરાજે જવાબ આપે. તે પછી એ માટે શેક કરવાથી શું ફળ મળવાનું છે ? કાંઈ જ નહિ અને તેથી મારી વિનંતિનો સ્વીકાર કરી આપ પુનઃ લગ્ન કરીને સુખી થાઓ, એવી મારી ઈચ્છા છે.” કરમચંદે મૂળ વાત લાવીને મૂકી. ઘડીભર માને કે હું તમારી વિનંતિ સ્વીકાર કરીને લગ્ન કરવાને તૈયાર થાઉં; પરંતુ મારે કેની સાથે લગ્ન કરવું ?” પથિવીરાજે પ્રશ્ન ક્યો. એ વિષે મેં મારાથી બનતી સઘળી ગોઠવણ કરી રાખી છે. લીલાદેવીના બહેન ચંપાદેવી આપના રાણી થવાને સવોશે લાયક છે. અને વળી તેની સાથે લગ્ન કરવાથી સ્વર્ગસ્થ રાણીજીના પ્રેમને પણ આપ સ્મૃતિમાં રાખી શકશે. માટે આપે ચંપાદેવી સાથે લગ્ન કરવું, એ ઉત્તમ છે.” કરમચંદે કરેલી સઘળી ગોઠવણ કહી બતાવી. એ વાત પણ ઘડીભરને માટે હું સ્વીકારી લઉં, પરંતુ શું ચંપા મને ચાહે છે? અને જે તે મને ન ચાહતી હોય, તો તેની સાથે બલાકારે મારે લગ્ન કરવું, એ શું ઉચિત છે?” પૃથિવીરાજે પુનઃ પ્રર્થન કર્યો. કોઈની સાથે બળાત્કારે લગ્ન કરવાને માટે હું આપને આગ્રહ કરતું નથી, પરંતુ જે ચંપાદેવી આપને ચાહતા હેય, તે પછી આપ તેની સાથે લગ્ન કરવાને તૈયાર છેને?” કરમચંદે એમ કહીને પથિવીરાજની સામે જોયું. પૃથિવીરાજ હવે વિચારમાં પડી ગયો. તેણે કરમચંદના પ્રમને કાંઈ પણ ઉત્તર આપે નહિ. Page #176 -------------------------------------------------------------------------- ________________ ચંપાદેવી. ૧૬૩. પથિવીરાજને નિરૂત્તર રહેલ જોઈને કરમચ દે કહ્યું. “કેમ ઉત્તર આપતા નથી રાજા સાહેબ ?” કરમચંદ ! હું તમારા પ્ર”નને વિચાર કરીને જવાબ આપીશ. શહેનશાહ અકબરે પણ મને ગઈકાલે પુનઃ લગ્ન કરવાની મિત્રતાના દાવે સલાહ આપી છે અને તેનો જવાબ પણ મારે. વિચારીને આપવાનું છે.” પથિવીરાજે કહ્યું. ત્યારે તે આપે શહેનશાહની સલાહને માન્ય રાખવી પડશે, કેમ ખરું ને?” કરમચંદે જરા હસીને પૂછયું. ઉપરથી મિત્રતાને દાવ કરનારા અને અંદરથી શત્રુતા ધરાવતા શહેનશાહની સલાહને માન્ય રાખવાને હું કોઈ પણ રીતે તૈયાર નથી; પરંતુ આ વિષયમાં તમારો જ્યારે બહુ આગ્રહ છે, ત્યારે મારે અવશ્ય વિચાર કરવો પડશે. હાલ તે તમે તમને પેલા, કામ ઉપર જાઓ. દરમ્યાન હું વિચાર કરીને તમને નિરાંતે ગ્ય જવાબ આપીશ.” - “બહુ સારૂ આપને ગ્ય લાગે ત્યારે જવાબ આપજે પરંતુ મારી વિનંતિને અસ્વીકાર કરવાનું સાહસ એકદમ કરી નાંખતા નહિ, એ મારે ખાસ કરીને આગ્રહ છે. હું હવે રજા લઉં છું અને સાંજે અગર કાલે સવારે આપને મળીશ.” એમ કહી કરમચંદ ચાલ્યો ગયે અને પથિવીરાજ કરમચંદે કરેલા આગ્રહ વિષે વિચાર કરવા લાગ્યા. તેણે ઘણે સમય સુધી એ વિષય ઉપર વિચાર કર્યો, પરંતુ તે કઈ પણ નિશ્ચય ઉપર આવી શક્યો નહિ; કારણ કે લીલાદેવીને અખ્ખલિત પ્રેમ અને અંતે થયેલે તેને વિગ તેને એટલે બધે સાલતું હતું અને તેના હૃદયમાં એથી એટલી બધી ગંભીર અસર થયેલી હતી કે તેનું જીવન તેને હવે અપ્રિય થઈ પડ્યું હતું અને તેથી પોતાની એવી દુ:ખી સ્થિતિમાં તે અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવાને ખુશી નહોતે. ચંપાદેવી પિતાને ચાહતી હશે, એ ખ્યાલ તેને આજ સુધી આવ્યા નડે; પરંતુ કરમચંદે જ્યારે એ વાત ભાર દઈને કહી છે, ત્યારે તે સત્ય હોવી જે એ અને તેથી Page #177 -------------------------------------------------------------------------- ________________ १६४ ભાગ્યવિધાયક ભામાશાહ. જે ચંપાદેવી પિતાને ખરી રીતે ચાલતી જ હોય, તે તેના પ્રેમને સ્વીકાર કરે કે નહિ, એ વિચારે તેના મસ્તકને ભ્રમિત બનાવી દીધું. ચંપાદેવીના પ્રેમને સ્વીકાર કરવાથી પિતાનું દુઃખ કેટલેક અંશે દૂર થવાની સાથે લીલાદેવીની સ્મૃતિ કાયમને માટે રહી શકશે, એ કરમચંદનું કહેવું અસત્ય તો નથી જ, એવો વિચાર તેના મસ્તિ હકમાં ઉત્પન્ન થયે પરંતુ તે પિતાને ચાહે છે કે નહિ. એની ખાતરી પ્રથમ કરવાની તેને જરૂર જણાઈ અને તેથી તે ચંપાદેવીને મળવાને અને તેના વિચારો જાણી લેવાને આતુર થઈ ગયા. આ પ્રમાણે વિચાર કરી પિતાની આતુરતાને શમાવવાની ખાતર તે ચંપાદેવીની પાસે જવાને ઉઠ અને બે ત્રણ પગલાં આગળ ચાલ્યા કે તુરત જ ચંપાદેવીને ઓરડામાં પ્રવેશ કરતી અને પિતાની તરફ ચાલી આવતી તેના જેવામાં આવી. પૃથિવીરાજે આજ પર્યત ચંપાદેવીને કદિપણું ધ્યાનપૂર્વક જોઈ નહોતી અને તેથી તેનું સૌદર્ય કેવું છે, તેની કલ્પના સરખી પણ તેને નહોતી, પરંતુ અત્યારે તેણે તેને બરાબર જોઈ અને તેને જોતાં જ તે આશ્ચર્ય પામી ગયે. તેણે જોયું કે ચંપાદેવી પોતાનો સ્વર્ગસ્થ પ્રિય પત્નિ લીલાદેવીથી રૂપમાં જરા પણ ઉતરતી નહતી એજ લાવયના ભંડાર સરખું મુખ, એજ સીધી સરલ નાસિકા, એજ ગુલાબી ગાલે, એજ ચંચળ આંખ, એજ દાડમની કળીઓ જેવી દંતપકિત, એજ કનકકળશ જેવાં સ્તન, એજ કમળદંડને પણ શરમાવે તેવા નાજુક હાથ, એજ પાતળ કટીગ,એજ સ્થળ નિતંબપ્રદેશ, એજ ચંપકવણીય દેહલતા અને એજ ગજગામિની ચાલ! ટુંકામાં કહું તે એજ લલિત લલના લીલાદેવી! પૃથિવીરાજ ચંપાદેવીને જોઈને તેના અનુપમ રૂ૫-લાવણ્યને નિરખીને પિતાનું ભાન ક્ષણવારને માટે ભૂલી ગયેતેણે પોતાના મનથી પ્રશ્ન કર્યો. “શું આ લીલાદેવી છે?” અંતરમાંથી તુરત જ જવાબ મળે કે આ લીલાદેવી તે નથી, પણ તેની પ્રતિમૂર્તિરૂપ તેની બહેન ચંપાદેવી છે. પૃથિવીરાજે ચંપાદેવીની સામે જોઈને કહ્યું. “ચંપાદેવી !” શું કહે છે, રાજાસાહેબ !” ચંપાદેવીએ પૂછયું. તું ખરેખર ચંપાદેવી છે કે લીલાદેવી ?” પૃથિવીરાજે પ્રશ્ન કો. Page #178 -------------------------------------------------------------------------- ________________ ચંપાદેવી. કેમ, આપ મને ઓળખી શકતા નથી, એ કેવી વાત?'હું ચંપાદેવી જ છું. લીલાદેવી હવે આ સંસારમાં નથી, એ આપ કયાં જાણતા નથી ?” ચંપાદેવીએ એક નિ:શ્વાસ નાંખીને જવાબ આપે. ઠીક, તું ચંપાદેવી છે તે ભલે; પરંતુ લીલાદેવી તને કદિ યાદ આવે છે ? તું તેને કદિ સંભારે છે?” પૃથિવીરાજે બીજે પ્રશ્ન કર્યો. રાજા સાહેબ! એ પ્રશ્ન પૂછીને મને શા માટે દુઃખી કરો. છે! લીલાદેવી-મારી પવિત્ર અને સદ્ગણ હેનને હું દિનરાત સંભારું છું. પરંતુ સંભારવા માત્રથી તેને ચિરકાળને માટે થયેલો વિયોગ શું દૂર થાય તેમ છે ખરો ?” ચંપાદેવીએ પુન: નિ:શ્વાસ નાંખીને જવાબ આપતાં પૂછ્યું. નહિ, તેને વિગ મટીને સંગ થાય તેમ નથી તે નથી. જ. ઠીક, જવાદે એ વાતને; પરંતુ ચંપાદેવી! હું તારી પાસેથી એક વાત જાણવા માગું છું.” પૃથિવીરાજે મૂળ વાત લાવીને મૂકી. શી વાત જાણવા માગો છે, રાજા સાહેબ ?” ચંપાદેવીએ પૂછયું. એજ કે તેં તારું દિલ કેઈને અર્પણ કર્યું છે? તું કેઈને ચાહે છે?” પૃથિવીરાજે પૂછયું અને હવે તે શે ઉત્તર આપે છે, એ જાણવાને તે આતુરષ્ટિએ તેની સામે જોઈ રહ્યો. પૃથિવીરાજને નહીં ધારેલે પ્રશ્ન સાંભળીને તે વિચારમાં પડી ગઈ અને શરમથી નીચું પણ જોઈ ગઈ. તેણે તેના પ્રશ્નને કાંઈ પણ ઉત્તર આપે નહિ. પૃથિવીરાજને જ્યારે કાંઈ પણ ઉત્તર મળે નહિ, ત્યારે તેણે પુન: એજ પ્રશ્ન કર્યો. “ચંપાદેવી! કેમ ઉત્તર આપતી નથી? તું કોઈને ચાહે છે?” ચંપાદેવીએ પૃથિવીરાજની સામે અર્થસૂચક દષ્ટિથી જોઈને કહ્યું. એ પ્રશ્ન પૂછવાનું આપને શું પ્રયોજન છે?” “પ્રજન છે અને તેથી જ તેને પૂછું છું.” પૃથિવીરાજે કહ્યું. Page #179 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. - “પરંતુ એ પ્રયજન મને કહી શકાય તેમ નથી ?” ચંપાદેવીએ પૂછ્યું. પ્રયજન તે એજ છે કે તું હવે ઉમ્મરલાયક થઈ છે અને તેથી કુમારી અવસ્થામાં તને મારા આવાસે રાખવી, એ ગ્યનથી. તું જેને ચાહતી હોય, તેની સાથે તારૂં લગ્ન કરી દેવાને મારે વિચાર હોવાથી મેં તને એ પ્રશ્ન પૂછ્યો છે.” પૃથિવીરાજે ખુલાસો . “આપે વિચાર તો સારો કર્યો છે, પરંતુ એમાં મને પૂછવા જેવું શું છે ? આપને તથા મારા પિતાશ્રીને એગ્ય લાગે તેમ કરે.” ચંપાદેવીએ ઉદાસિન ભાવે કહ્યું. - એ ઠીક છે, પરંતુ લગ્ન જેવા ગંભીર વિષયમાં તારી સંમ તિની ખાસ અગત્ય છે અને તેથી જ મેં તને એ સ્વાલ કર્યો છે કે તું કોઈને ચાહે છે? તેં તારું હૃદય કોઈને અર્પણ કર્યું છે અને કર્યું હોય, તે મને કહે એટલે તારા પિતાશ્રીને કહીને તારું લગ્ન તેની સાથે કરાવી આપવાની ગોઠવણ કરૂં.” પૃથિવીરાજે, નિખાલસદિલથી કહ્યું. રાજાસાહેબ ! તમારા પ્રશ્નનો ઉત્તર આપે એ મને જે કે ઉચિત નથી; તે પણ આપ મારી બહેનના પતિ હોઈને મારા નિ કટના સંબંધી છે, એમ ધારી આપના પ્રશ્નનો ઉત્તર આપવાને હું બહુ હરકત જેતી નથી અને તેથી કહું છું આજ કેટલે એ સમય થયા મેં મારું હૃદય એક પુરૂષને અર્પણ કર્યું છે.” ચંપાએ શરમને ત્યાગ કરીને સ્પષ્ટ ઉત્તર આપ્યો, કેને અર્પણ કર્યું છે? ” પૃથિવીરાજે તુરતજ બીજે સ્વાલ કર્યો. એ શું આપના જાણવામાં નથી ? ” ચંપાદેવીએ પૃથિવીરાજની સામે ધ્યાનપૂર્વક જોઈને તિક્ષણ કટાક્ષ સાથે પૂછ્યું. નહિ, એ વાત મારા જાણવામાં નથી; કેમકે તારા હૃદયની ગુપ્ત વાતને હું શી રીતે જાણી શકું ? ” પૃથિવીરાજે અજાયબી, સાથે કહ્યું. Page #180 -------------------------------------------------------------------------- ________________ * : - - પંચપાદેવી. “મારા હૃદયની ગુપ્ત વાતને આપ શી રીતે જાણી શકે, એ એક જુદો જ સ્વાલ છે; પરંતુ આપ જ્યારે એ વાતને જાણતા નથી, ત્યારે મારે તે તમને કહેવી જ પડશે. રાજાસાહેબ! મારી સાથે ચાલો; હું આપને હમણાંજ બતાવી આપું છું કે મેં મારૂ હદય કોને અર્પણ કર્યું છે.” ચંપાદેવીએ એમ કહીને તેને નેત્રસંકેતથી પિતાની સાથે આવવાની સૂચના કરી. . ચંપાદેવી આગળ અને પૃથિવીરાજ પાછળ, એ પ્રમાણે બન્ને એ ઓરડામાંથી નીકળીને બીજા ઓરડામાં આવી પહોંચ્યા આ એારડે ચંપાદેવીનો હતો. ઓરડામાં પ્રવેશ કરીને ચંપાદેવીએ દિવાલમાં ગોઠવેલા સુંદર નકશીદાર દ્વારવાળા કબાટને ઉઘાડયું અને તે પછી પૃથિવીરાજ સામે જોઈને કહ્યું. રાજાસાહેબ ! આ કબાટની અંદર આપ કઈ જઈ શકો છો?” પૃથિવીરાજ કબાટથી જરા દૂર ઉભો હોવાથી તેણે બરોબર ધ્યાનપૂર્વક જોઈને કહ્યું. “હા, કબાટની મધ્યમાં ગોઠવેલા એક ચિત્રને-છબીને હું જોઈ શકું છું.” પણ તે ચિત્ર કોનું છે, શું આપ તેને ઓળખી શક્તા નથી?” ચંપાદેવીએ પૂછયું. ચંપાદેવીના એ પ્રશ્નથી તે તેની અત્યંત નજીક આવ્યું અને ત્યારબાદ કબાટની અંદર જોઈને આશ્ચર્ય દર્શાવતાં તેણે જવાબ આપ્યો. “ આ ચિત્ર તો મારું પિતાનું જ છે, પરંતુ તે તારી પાસે કયાંથી ?” ચંપાદેવીએ કહ્યું “મારી બહેન લીલાદેવીએ મને આ ચિત્ર એક દિવસે આપ્યું હતું અને ત્યારથી તે મારી પાસે છે.” પણ તેને બતાવીને તું મને શું કહેવા માગે છે ? ” પૃથિવીરાજે આતુરતાપૂર્વક પૂછ્યું. “એજ કે એ ચિત્ર જે પુરૂષનું છે, તે પુરૂષને હું ચાહું છું અને તેને જ મેં મારું દિલ અર્પણ કર્યું છે. ” ચંપાદેવીએ એકદમ ઉત્તર આપ્યો. * પૃથિવીરાજ તેને ઉત્તર સાંભળીને અજાયબ થઈ ગયો. તેણે ચંપાદેવીના મુખાવિંદ પ્રત્યે ધ્યાનપૂર્વક જોઈને શંકાશીળહદયે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ભાગ્યવિધાયક ભામાશાહ. પૂછયું. “ચંપાદેવી! શું તું મને ચાહે છે ? અને ચાહે છે તે શા કારણથી?” “રાજાસાહેબ ! મેં જે કહ્યું છે, તેમાં શંકા ધરવાનું કશું પણ પ્રયોજન નથી, કારણ કે હું આપને ચાહું છું એ નિર્વિવાદ વાત છે, પરંતુ આપને હું શા કારણથી ચાહું છું અથવા તે આપને મેં મારું હૃદય શા માટે અર્પણ કર્યું છે, તે હું પણ જાણતી નહિ હોવાથી તેને ઉત્તર આપી શકીશ નહિં.” ચંપાદેવીએ સ્પષ્ટતાથી કહ્યું. ચંપાદેવીના ઉત્તર પછી પૃથિવીરાજે ક્ષણવાર વિચાર કરીને કહ્યું. “ચંપાદેવી! તારી બહેન લીલાદેવીનું મૃત્યુ થતાં અન્ય સ્ત્રીની સાથે લગ્નની ગાંઠથી જોડાવાનો મારો વિચાર કિંચિત્માત્ર પણ નહોતું અને એ વિચાર પ્રમાણે વર્તવાને મેં નિશ્ચય પણ કરી રાખ્યું હતું, પરંતુ મારા મિત્ર અને સલાહકાર કરમચંદે આજે મને ફરીથી લગ્ન કરવાનો અને તે પણ તારી સાથે લગ્ન કરવાને એટલે બધો આગ્રહ કર્યો છે કે હું તેને તે બાબત સ્પષ્ટતાથી ના પાડી શકું તેમ નહિ હોવાથી વિચાર કરીને જવાબ આપીશ, એમ કહીને મેં તેના મનનું હાલ તુરત સમાધાન કર્યું છે. મારી માન્યતા એવી હતી કે તું મને ચાહતી નહિ હોય અને તેથી તારી પાસેથી તેને ખુલાસો મેળવ્યા પછી કરમચંદને હું જવાબ આપવાને હતું કે ચંપાદેવી મને ચાહતી નથી એટલે પછી મારે તેની સાથે બળાત્કારે શી રીતે લગ્ન કરવું? આવી રીતે તેને ઉત્તર આપીને હું મારા નિશ્ચયને વળગી રહેવાને માગતે હાઈને મેં તારી પાસેથી તું કોને ચાહે છે, એ જાણું લેવાના હેતુથી એ વિષયના પ્રશ્નો તને કર્યા હતા, પરંતુ તું જ્યારે મને ચાહે છે, ત્યારે તારા પ્રેમને અસ્વીકાર કરીને તને-મારી પ્રિય પત્નીની હેનને દુ:ખી કરવી અને સાથે સાથે મારા સાચા મિત્ર કરમચંદની સલાહને અમાન્ય રાખવી, એ હવે મને ઉચિત લાગતું નથી. ચંપાદેવી ! પ્રિયતમા લીલાદેવીને પ્રેમ એટલો બધો અગાધ હતું કે તેને હું મારા આખા જીવનપર્યત ક્ષણવારને માટે પણ ભૂલી શકું તેમ નથી, તે પણ મારી પ્રિયતમાના એ Page #182 -------------------------------------------------------------------------- ________________ ચંપાદેવી. પ્રેમની અને ખુદ તેની સ્મૃતિ કાયમ રાખવાને માટે હું તારી સાથે લગ્ન કરું તો મેં મારા પ્રિયતમાને અન્યાય આપે છે, એમ ગણાશે નહિ અને તેથી હું તારા પ્રેમને સ્વીકાર કરીને તે બદલામાં હું તને મારો અર્ધ પ્રેમ આપું તે તું મારી સાથે લગ્ન કરવાને ખુશી છે?” પૃથિવીરાજે નિખાલસ દિલથી બધી હકીકત કહીને છેવટે પૂછ્યું. રાજાસાહેબ! પ્યારા! આપ મને આપને અર્ધ પ્રેમ આપે કે બધો પ્રેમ આપે અથવા તે મને ચાહે કે સદંતર ન પણ ચાહે, પણ મેં મારું દિલ જે આપને અર્પણ કર્યું છે, તે અન્યનું કદિપણ થશે નહિ અને તેથી આપની ગમે તેવી શરત મારે કબુલ છે, હું આપની સાથે લગ્નથી જેઠાવાને ખુશી જ છું” ચંપાદેવીએ જવાબ આપે. પૃથિવીરાજે ખુશી થતાં કહ્યું “ચંપાદેવી! જ્યારે તું મારી શરતને કબુલ કરે છે, ત્યારે તું મારી સ્વર્ગસ્થ પ્રિયતમાની બહેન હાઈને હું પણ તારી સાથે લગ્ન કરવાને ખુશી છું. પ્યારી ચંપા! તું લીલાદેવીની સાક્ષાત મૂર્તિ જ છું અને તેથી મારે તારો શા માટે તિરસ્કાર કરવો જોઈએ? આવ, પ્રિય ચંપા! આવ અને આ દુઃખી પૃથિવીરાજના બળતા હૃદયને આલિંગીને તેને શાંત કર.” ચંપાદેવીને એટલું જ જોઈતું હતું. તે પૃથિવીરાજના વચનથી અત્યંત ખુશી થઈ ગઈ; પરંતુ સ્ત્રીચિત લજજાના આવરણથી તે નીચું જોઈને ઉભી રહી અને તેણે કાંઈ પણ ઉત્તર આપે નહિ. પૃથિવીરાજ તેને નિરૂત્તર રહેલી જોઈને તેની પાસે ગયા અને તેને પોતાના બાહુપાશમાં લઈને લજજાથી લાલચોળ બનેલા તેના અધરાણ ઉપર સ્નેહદાનરૂપી ચુંબન ભરીને તેણે કહ્યું: “ચાંપાં ડગલાં ચાર, લટકંતી લાલાં જસે; ભામન ભર ધર ભાર, પા અમૃત પૃથરાજજે.” ચંપાદેવી પિતાના પ્રિયતમ કવિની કાવ્યચાતુરી જોઈને હસી * પ્રતાપ પ્રતિના નાટકમાંથી. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ભાગ્યવિધાયક ભામાશા. પડી અને હસતાં હસતાં તે પણ વૃક્ષને જેમ સુકેમલ વેલી આલિંગન કરે છે તેમ પૃથિવીરાજને આલિંગની ભેટી પડી. અમે નથી જાણતા કે આ ઉભય પ્રેમીએ પ્રેમાલિંગનમાંથી ક્યારે છૂટા થયા? અમે જાણીએ છીએ માત્ર એટલું જ કે તેઓ તે પછી લગ્નની પવિત્ર ગાંઠથી જોડાઈને પરમાનંદથી દિવસે ગુજારવા લાગ્યા હતા અને અમે આશા રાખીએ છીએ કે અમારા વાંચક બધુઓ એટલાથીજ સતેષને ધારણ કરશે. પ્રકરણ ૨૧ મું. કષ્ટને અવધિ. ઍન્ડ નગરના ઉપવનમાં થયેલ યુદ્ધમાં મેગલેને પરાજય થયા પછી તેઓ પુન: મોટું સૈન્ય લઈને પ્રતાપસિંહ ઉપર ચડી આવવાની તૈયારી કરી રહ્યા હતા. આ ખબર પ્રતાપસિંહને પિતાના ગુપ્ત દૂત મારફત મળતાં તેણે ભામાશાહ તથા ગેવિંદસિંહની સલાહથી ચેન્ડ નગરનો ત્યાગ કરીને આબુથી બાર ગાઉ પશ્ચિમમાં દૂર આવેલા પહાડોમાં ચાલ્યા જવાને નિશ્ચય કરી રાખ્યું હતું, એ આપણે સત્તરમા પ્રકરણમાં જોઈ ગયા છીએ. આ વખતે પ્રતાપ સિંહની પાસે સૈન્ય માત્ર નામનું જ હતું, કારણકે તેના ઘણાખરા બહાદુર યોદ્ધાઓ છેલ્લા યુદ્ધમાં માર્યા ગયા હતા અને જે બચ્યા હતા, તેઓ પણ તેની પાસે આવી દુઃખી સ્થિતિમાં કેટલે સમય રહેશે, તે વિષે કાંઈ કહી શકાય તેમ નહોતું અને તેથી જ્યારે તેણે ચૈન્ડ નગરને ત્યાગ કર્યો, ત્યારે તેની સાથે માત્ર તેનાં પરિવારનાં માણસે, તેનાં આપ્તજને, તેનાં ત્રણ ચાર વિશ્વાસુ સરદાર, ડાક રાજપૂત સૈનિકો અને તે સિવાય કેટલાક વિશ્વાસુ ભલો જ માત્ર હતા. સમસ્ત મેવાડમાંથી એક પણ નગર કે એક પણ ગ્રામ પ્રતાપસિંહના કબજામાં રહ્યું નહોતું. તેને પિતાને રાજા જાણીને કે પણ મનુષ્ય આશ્રય આપે તેમ પણ નહોતું અને તેથી તેણે કઈ ગુપ્ત અને દૂરના પ્રદેશમાં ચાલ્યા જવાને વિચાર કરીને વનમાં Page #184 -------------------------------------------------------------------------- ________________ કષ્ટને અવધિ. ૧૭૧ આશ્રયહીન અને નિરાધાર માણસની જેમ આમથી તેમ અને તેમથી આમ ભટકવાનું શરૂ કર્યું. ઘડીમાં એક સ્થળે તે ઘડીમાં બીજે સ્થળે એ પ્રમાણે વનમાં ભટક્તાં ભટકતાં તેના અને અવધિ આવી રહ્યું હતું. એકાદ ગુપ્ત સ્થળ શોધીને ત્યાં વસવાને નિશ્ચય કરતું હતું કે તુરતજ તેના ભીલતો મેગલ તેની શોધમાં આવી પહેચાની ખબર આપતા હતા અને તેથી તેને તાબડતોબ ત્યાંથી ચાલ્યા જવું પડતું હતું અને બીજા સ્થળની તપાસ કરવી પડતી હતી. કોઇ વખતે વનમાંથી કંદમૂળાદિ જે મળતું હતું, તેને ખાઈને પિતાની સુધાને તૃપ્ત કરવાની ખાતર તે પિતાના પરિવારની માણસો સાથે બેસવાની તૈયારી કરતો હતો, પરંતુ તે દરમ્યાન શત્રુ એના આગમનના સમાચાર તેને મળતા અને તેથી ખાવાનું મુલતવી રાખીને પણ તેને પોતાનાં આપ્તજનેને બચાવવાની ખાતર નાશી જવું પડતું હતું. આ પ્રમાણે એક બે વાર નહિ, પણ ઘણી વાર બનતું હોવાથી તેના દુઃખને હવે પાર રહ્યો નહોતે. મોગલે તેની શોધ એટલી બધી ખંતથી અને કાળજીથી કરતા હતા કે તે એક પણ સ્થળે નિરાંત કરીને રહી શકતો નહોતો અને ઘડીએ ઘડીએ તેને એક સ્થળેથી બીજે સ્થળે અને બીજે સ્થળેથી ત્રીજે સ્થળે નાસી જવું પડતું હતું. મેવાડના મહારાણા પ્રતાપસિંહની આ સમયે એટલી બધી દુ:ખદ અવસ્થા થઈ પડી હતી કે તેને અને તેના માણસને ખાવાને પટપુર અન્ન પણ મળતું નહોતું અને કદિ જ્યાં ત્યાંથી લાવીને ખાવાને બેસતાં તે મોગલે તેની શેધમાં નિરંતર ફરતા રહેતા હોવાથી તેમને નિરાંતે બેસીને ખાવાને વખત પણ રહેતો નહોતે. ટુંકામાં કહીએ તે આ સમયની પ્રતાપસિંહની સ્થિતિ એક ગરીબમાં પણ ગરીબ અને નિર્ધનમાં પણ નિર્ણન દુઃખી ભિક્ષુકની સ્થિતિ કરતાં પણ ખરાબ હતી. કારણ કે એક ભિક્ષુક જો કે ગરીબ અને નિર્ધન હોય છે, તે પણ તે માગીભિખીને પિતાનું અને પિતાના કુટુંબનું ઉદરપોષણ કરીને આનંદને અનુભવ કરી શકે છે, પરંતુ પ્રતાપસિંહને તે તેને અને તેના પરિવારને માટે પેટપુર ખાવાનું મળતું નહોતું, એટલું જ નહિ, પણ ચિંતા, ભય, દુઃખ, ગ્લાનિ અને શેકથી તેને શાંતિ કે આરામનું સ્વપ્ન Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ભાગ્યવિધાયક ભામાશા. પણ આવતું નહોતું અને તેથી તે એક સામાન્ય ભિક્ષુકથી પણ દુઃખી હતા, એમ કહેવામાં અમે બીસ્કુલ અતિશયોક્તિ કરતા નથી. વિરવર પ્રતાપસિંહની આવી સ્થિતિ હતી, એ નિર્વિવાદ વાત છે અને સમર્થ ઈતિહાસવેત્તાઓ પણ એજ પ્રમાણે કહે છે તે પણ તેના બૈર્યને, તેની દઢતાને, તેની સ્વદેશભકિતને અને તેના હૃદયની શાંતિને આજ સુધી જરાપણ ભંગ થયે નહોતે; પરંતુ આપણે તેના ઉત્તમ ગુણેનું ગમે તેટલું વર્ણન કરીએ, તો પણ તે અંતે તે એક સંસારી મનુષ્ય જ હતું, એ વાતને આપણે ભૂલી જવાનું નથી. એક મનુષ્યનું ચારિત્ર ગમે તેટલું ઉત્તમ હોય, તેનામાં ગમે તેટલા અસાધારણ દૈવી ગુણો હોય અને તેનામાં ગમે તેટલી દઢતા હેય, તે પણ જ્યાં સુધી તે એક સંસારની સ્થિતિમાં હોય છે, જ્યાં સુધી તે વ્યક્તિગત પ્રેમમાં મશગુલ હોય છે અને જ્યાં સુધી તે આ મારૂં અને આ તારૂં એવી ભેદબુદ્ધિમાં રહેવાનું ઈચ્છે છે ત્યાં સુધી તે આત્માની ઉંચી હદને પામી શકતે નથી અને તેથી કાળના પ્રભાવે, સંગના બળ અને કર્મના ઉદયે જે તેનાથી પિતાની દ્રઢતામાં સર્વથા સ્થિર ન રહી શકાય, તે તે માટે તે જરા પણ દેષને પાત્ર નથી, કારણ કે એવી અવસ્થામાં તેનાથી પિતાની દઢતાને બરાબર સાચવી ન શકાય તે એકમનુષ્યને માટે તે સ્વાભાવિક જ છે. અમે અત્રે ચરમશરીરી અને પરમાત્મસ્વરૂપ મહાપુરૂષની વાત કરતા નથી, પરંતુ સામાન્ય મનુષ્ય વર્ગ. ની જ વાત કરીએ છીએ અને તેથી અમારા કથનમાં કોઈને શંકા લાવવાની કશી પણ અગત્ય નથી, તેમ છતાં અમે અમારા આ કથનને સિદ્ધાંત તરીકે ઠરાવવા માગતા નથી, કારણ કે ઘણાં સામાન્ય ગણાતાં મનુષ્યએ પણ સમયપરત્વે એવું અદ્દભૂત આત્મવીર્ય દર્શાવી આપ્યું છે અને છેવટ સુધી પોતાના નિશ્ચયને–સત્યાગ્રહને એવી તે દઢતાથી વળગી રહ્યા છે કે તેમણે પિતાના આત્મીય વહાલાંઓની, અખુટ સંપત્તિની, અલૈકિક વૈભવ-વિલાસની અને પિતાના પ્રિય પ્રાણની પણ દરકાર કરેલી નથી. આ વાત ઈતિહાસના જાણકારોથી અજાણું નથી, પરંતુ અમારે કહેવાને આશય માત્ર એટલો જ છે કે એક મનુષ્ય પોતાની ગમે તેટલી દઢતા Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ કષ્ટને અધિ. ટકાવી રાખવાની ઈચ્છા હોવા છતાં પણ જે કાળ, સંયેન કે કર્મના પ્રભાવથી માનસિક દુર્બળતાને વશ થઈને અસ્થિર બની જાય, તે તેમાં આશ્ચર્ય પામવાનું કશું પણ પ્રજન નથી. ઘણીવાર આપણે જોઈએ છીએ કે એક મનુષ્યને માથે દુઃખનું વાદળ તુટી પડે છે, તેને વૈભવ ચાલ્યા જાય છે, તેના ધનને નાશ થાય છે અને વખતે તેના ઉપર પ્રાણસંકટ પણ આવી પડે છે, તે પણ તે પિતાના નિશ્ચયથી જરા પણ ચલિત થતું નથી, પરંતુ જ્યારે તેના હૃદયના ટુકડાએરૂપી વ્હાલાંઓ ઉપર કોઈ જાતના સંકટની અસર થાય છે અને તેમને દુઃખી થતાં જુએ છે, ત્યારે વૈર્ય સર્વથા રહેતું નથી. મહારાણા પ્રતાપસિંહના સંબંધમાં પણ આમ જ બન્યાનું કહેવાય છે. તેણે પોતાના દેશની સ્વતંત્રતા પુન: મેળવવાની ખાતર સર્વસ્વને ત્યાગ કરીને વનવાસને સ્વીકાર કર્યો હતો અને આનંદથી અસહૃા દુઃખને સહન કરવાનું પણ પસંદ કર્યું હતું અને તે માટે આપણે તે મહાન પ્રતાપી નરપુંગવની જેટલી પ્રશંસા કરીએ, તેટલી થેડી જ છે; પરંતુ જ્યારે તેણે પોતાના પ્રિય બાળકે અન્નને માટે રડતાં અને ક્ષુધાથી પીડાતાં જોયા, ત્યારે એ પ્રતાપી પુરૂષના વૈર્યને અવધિ આવી રહ્યો અને તેથી તેના મુખમાંથી નિરાશાના ઉગારો નીકળી પડ્યા હતા. હકીકત એવી છે કે એક સમયે પ્રતાપસિંહ વનમાં ગ્ય સ્થળે બેઠે બેઠે પિતાના દેશની દુર્બળતા વિષે અવનવી કલ્પનાઓ કરતે હતો, તે સમયે તેની મહારાણ પદ્માવતી તેની પાસે આવી પહોંચી. મેવાડના મહારાણા પ્રતાપ સિંહની મહારાણી પદ્માવતીના અંગ ઉપર અતિ સામાન્ય અને સાદાં વસ્ત્રો હતાં. આભૂષણનું તે નામ સરખું પણ નહોતું. તેની કાન્તિ પીકી પડી ગઈ હતી. અને તેનું મુખાવિંદ કરમાઈ ગયું હતું. તે પિતાના પતિ પાસે સામે આવીને જ્યારે ઉભી રહી, ત્યારે તેના નેત્રકમળમાંથી અશ્રુની ધારા ચાલી જતી હતી. પ્રતાપસિંહે પોતાની પ્રાણથી પણ અધિકતર પ્રિય મહારાણુને રડતી જોઈને તેની સામે ક્ષણવાર જોયા પછી ઉદ્વિગ્ન સ્વરે પૂછયું. “પ્રિય દેવી! તારાં નેમાં અશ્રુની ધારા કેવી ? તું તો રોજ મને આશ્વાસન આપે છે અને આજે તુંજ ઉઠીને રડે છે; એનું શું કારણ?” Page #187 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશા. “ પ્રાણનાથ ! ” પદ્માવતીએ રડતાં રડતાં કહ્યું. “ હું આપને આજસુધી આશ્વાસન આપતી હાવાથી અત્યારે મારા નેત્રામાંથી અશ્રુની ધારા નીકળતી જોઈને આપને આશ્ચર્ય થતુ હશે અને તેથી આપ તેનું કારણ જાણવાને ઇન્તેજાર છે, એ સ્વાભાવિક છે. મારા નેત્રામાંથી કદિ નહિ ધારેલી આંસુઓની ધારા નીકળવાનુ કારણ માત્ર એજ છે કે આજ સુધી મેં અનેક સ કટાને હસતાં મ્હારું સદ્ગુન કર્યાં છે; પરંતુ હવે આપણાં પ્રિય ખાળકાનું દુ:ખ જોઈને મારી ધીરજ રહેતી નથી અને તેથી જ અનિચ્છાએ પણ આંખામાંથી અશ્રએ નીકળી પડે છે. "" ૧૭૪ “ આપણાં બાળકાનુ કયુ' દુ:ખ જોઇને તને રડવુ આવે છે, પ્રિયા ! ” પ્રતાપસિહે જીજ્ઞાસાથી પૂછ્યું. “ પ્રિય પતિ ! તેમનાં ક્ષુધનાં અત્યંત તીવ્ર દુ:ખને જોઇને મને રડવુ આવે છે. તેએ બિચારાં ભુખથી એવાં તા બેહાલ થઈ ગયાં છે અને એવાં તે કલ્પાંત કરી રહ્યા છે કે મારાથી તેમનું એ દુ:ખ જોઈ શકાતું નથી. આપ એક વખત પણ કુટીમાં આવીને જુએ તેા ખરા કે તેમની ભયંકર હૃદયવિદારક સ્થિતિ છે ? ” મહારાણીએ જવાબ આપતાં કહ્યું. મહારાણીના ઉપયુકત કથનથી પ્રતાપસિંહું જ્યાં બેઠા હતા, ત્યાંથી તુરત જ ઉભા થયા અને તેની સાથે તૃણુ અને કાષ્ટથી ખાંધેલી કામચલાઉ પણ કુટીનાં દ્વાર પાસે ગયા. દ્વારમાં ઉભા રહીને તેણે પોતાના બાળકોની જે દયાનજક સ્થિતિ જોઇ તેથી તેનું હૃદય અત્યંત દીલગીરીમાં ગરકાવ થઇ ગયુ. અને તેથી તે એકદમ ત્યાંથી પાછા કર્યાં. પાછા ફરતાં ફરતાં તેની આંખામાંથી પણ અશ્રુઓ જોસબધ નીકળવા લાગ્યાં અને તેથી જ્યાં ઉભા હતા ત્યાંજ નીચે બેસી ગયા. કેટલીક વાર રડીને હૃદયના ભારને આદેશ કર્યા પછી તેણે પેાતાની પત્નીને કહ્યું “ પ્રિયા ! થયું, હવે આપણા દુઃખના અવધી આવી રહ્યો છે; કારણ કે રાજવૈભવમાં ઉછરેલાં બાળકાનુ ક્ષુધાનું દુ:ખ જોઇને મારી ધીરજ પશુ હવે રહેતી નથી. ધીર કયાં સુધી રહે ? રાજ ગયુ, વૈભવ ગયા, ધનના નાશ થયા, કીર્તિ ગઇ અને છેવટે ભુખનાં દુ:ખથી પ્રિય ખાળકાના પ્રાણ પણ જવાની Page #188 -------------------------------------------------------------------------- ________________ કષ્ટનો અધિ. ૧૫ તૈયારીમાં છે, હવે બાકી શું રહ્યું કે ધીરજને રાખવી? દેશની સ્વતંત્રતાના યજ્ઞમાં સર્વસ્વની આહુતિ આપવા છતાં પણ જ્યારે વિજયની આશા જણાતી નથી, ત્યારે પછી આમ કયાં સુધી અને શા માટે દુઃખી થવું જોઈએ ? હે પરમાત્મા ! હે કૃપાળુ ભગવાન ! હવે આ દુ:ખને જોયું જાતું નથી; હવે તે સહન થતું નથી અને તેથી જીવીને પણ હવે શું કરવું છે? કાંતે આ દુ:ખી જીવનને વેરછાએ અંત આણવો અને કાંતે આ ભૂમિને સદંતર ત્યાગ કરીને ચાલ્યા જવું. આ બન્નેમાંથી એક ઉપાય અજમાવ્યા સિવાય હવે અન્ય એક પણ માણે આપણા માટે રહ્યો નથી. પ્રિય દેવી ! કહે જે સત્ય હેય તે કહે કે આ ઉભય ઉપામાંથી મારે ક્યા ઉપાયને ગ્રહણ કરે ? મહારાણીએ જોયું કે પિતાના પતિ તદ્દન નિરાશ થઈ ગયા છે અને તેથી નિરાશાના અતિરેકથી તે વગર વિચાર્યું કોઈ પણ કાર્ય કરી બેસશે, એમ વિચારી તેણે તેની પાસે જઈને અત્યંત મીઠી મધુર વાણથી કહ્યું. “પ્રાણપતિ !” “કેમ?” મહારાણાએ આખેઆ ફાડીને કહ્યું ! આપને આ શું થયું છે? આપ કેમ સાવ નિરાશ થઈ ગયા છે? મેવાડને સિંહ એક સામાન્ય દુ:ખથી શું કાયર બની ગણે છે કે તેના મુખમાંથી નિર્બળ શિયાળને પણ ન છાજે તેવાં અયોગ્ય વચનો નીકળે છે? મહારાણા પ્રાણનાથ ! આપ વિચાર કરે કે આપ કોણ છે ? આપની પ્રતિજ્ઞાને યાદ કરો ગમે તે ભેગે અને ગમે તે ઉપાયે મેવાડને પુનરૂદ્ધાર કરવાની આપે પ્રતિજ્ઞા કરી છે, તેનું શું આપને વિસ્મય થયું છે? હું નથી ધારતી કે આપને તેનું વિસ્મરણ થયું હોય અને તેમ છતાં આપ આવા નિરાશાના ઉદ્દગારો કહાડે છે એ શું આપને શોભે છે?” પદ્માવતીએ આવેશપૂર્વક કહ્યું. પ્રતાપસિંહે દીલગીરી ભરેલા સ્વરથી કહ્યું. “વહાલી ! પ્રતિજ્ઞાને હું ભૂલી ગયે નથી અને જ્યાં સુધી મારી હૈયાતી હશે, ત્યાં સુધી ભૂલીશ પણ નહિ, પરંતુ તેને ભૂલવી કે ન ભૂલવી, એ બને હવે સરખું જ છે, કારણ કે આવા અત્યંત ભયંકર દુઃખના Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ભાગ્યવિધાયક ભામાશા. સમયમાં મેવાડને પુનરૂદ્ધાર મારાથી થવે શું સંભવિત છે કે મારે તેને સમરણમાં રાખવી ? નહિ જ અને તેથી આવી દુ:ખી અને અપમાનજનક સ્થિતિમાં પ્રતિજ્ઞાનું પાલન કરવાના આગ્રહને ટકાવી રાખી હું હવે તમને વધારે વખત દુઃખી કરવા માગતું નથી. પ્રિયદેવી ! હવે હું તમારા મિથ્થા આવાસનને માનવાને નથી; કિન્તુ મને જે ઠીક લાગશે તેજ કરવાને છું.” પદ્માવતી કાંઈક બોલવા જતી હતી, પણ એટલામાં મંત્રીશ્વર ભામાશાહને આવતે જોઈને ચુપ થઈ ગઈ અને તેની સામે જોઈ રહી. ભામાશાહે રાજદંપતીને નમન કરીને મહારાણું તરફ જોઈ મહારાણને ઉદ્દેશીને પૂછયું “રાજરાણી ! શી વાતચિત ચાલી રહી છે? મહારાણુ કેમ ઉદાસ જણાય છે?” મહારાણીએ જવાબ આપે. “ મંત્રીવર ! વાતચિત બીજી શી હોય ? તમારા મહારાણું બાળકનું સુધાનું દુઃખ જોઈ ઉદાસ અને નિરાશ થઈ ગયા હોવાથી હું તેમને આશ્વાસન આપું છું; પરંતુ તેઓશ્રી કહે છે કે હું હવે તમારા મિથ્યા આશ્વાસનને માનવાને નથી, કિન્તુ મને જે ઠીક લાગશે, તેજ કરવાનો છું.” મહારાણી !” ભામાશાહે કહ્યું “આપની વાતને હું અસત્ય ઠરાવવા ઈચ્છતા નથી, પરંતુ વિશિરોમણ અને દઢપ્રતિજ્ઞ મહારાણાના સ્વભાવને હું જાણું છું તેઓશ્રી નિરાશાના ઉદ્દન ગારે કહાડે, એ મને સંભવિત લાગતું નથી. શું સિંહ કદાપિ ઘાસ ખાવાને તૈયાર થતું હશે ખરો?” મંત્રીશ્વર !” મહારાએ કહ્યું. “તમારી વાતને હું સ્વીકાર કરું છું કે સિંહ કદાપિ ઘાસ ખાય નહિ, પરંતુ મહારાણાની ઉદાસ મુખમુદ્રાને અને તેમની દુર્બળ સ્થિતિને એક વખત જોઈ અને પછી જે કહેવું હોય, તે મને કહેજે.” ભામાશાહે મહારાષ્ટ્રની મુખમુદ્રા તરફ જોયું તે ખરેખર તેની ઉપર ઉદાસિનતા અને નિરાશાની કાલિમા છવાઈ ગઈ હતી. અને તેથી તેણે પૂછયું “મહારાણું ! મેવાડેશ્વર ! દેવી પદ્માવતી જે હકીકત કહે છે, તે શું સત્ય છે?” Page #190 -------------------------------------------------------------------------- ________________ હતું કષ્ટને અવધિ. હા, તે જે કહે છે, તે સત્ય છે, કારણ કે હવે મારા દુઃખને અવધિ આવી રહ્યો છે, હવે હું તેને સહન કરવાને તૈયાર નથી.” મહારાણાએ જવાબ આપ્યો. પણ આમ નિરાશ થવાનું કાંઈ કારણ છે?” ભામાશાહે પુનઃ પૂછયું. કારણ!” પ્રતાપસિંહે કહ્યું “કારણ વિના કાર્ય સંભવતું જ નથી. ધન, કીર્તિ, માન, મોટાઈ, વૈભવ, વિલાસ, રાજપાટ વગેરે સર્વ સુખનાં સાધનો ત્યાગ કરીને દેશની સ્વતંત્રતા સાચ વવાને માટે વનવાસને ગ્રહણ કર્યા છતાં પણ જયારે જય મેળવવાની એક પણ આશા રહી તેથી, ત્યારે દુરાગ્રહને વશ થઈ અસહ્યા દુઃખને સહન કરવા, એ શું મૂર્ખતા નથી? મંત્રીધર ! હવે તે જે રીતે હું મારા આપ્તજનોને સુખી કરી શકું, તેજ રીતને ગ્રહણ કરવાની છે અને તેથી જ હું કહું છું કે હું હવે તમારા મિથ્યા આશ્વાસનને નહિ માનતાં મને જે ઠીક લાગશે તે જ કરીશ.” મહારાણા! કઈ દિવસ નહિ અને આજે આપને આપનાં આપ્તજનેને બહુ મેહ લાગે, એનું શું કારણ? આપ વિચાર કરશે તે જણાશે કે અમે પણ અમારાં આપતજનેને સુખી કરવાને આતુર છીએ, પરંતુ તેમને સુખી શી રીતે કરવા ? બીજા રાજપૂત રાજાઓએ જેવી રીતે પોતાની સ્વતંત્રતા વેચીને તથા પોતાની હેન-દીકરીઓને મોગલ બાદશાહને આપીને મહાન એશ્વર્યને પ્રાપ્ત કરી પોતાનાં વ્હાલાંઓને સુખી કર્યા છે, એવી રીતે શું આપ તેમને સુખી કરવાને ચાહે છે? અને જે ચાહે છે તે આપ શહેનશાહ અકબરનું દાસત્વ સ્વીકારવાને શું તૈયાર છે?” ભામાશાહે આવેશપૂર્વક કહ્યું. શહેનશાહ અકબરનું દાસત્વ! મેગની ગુલામગીરી ! મંત્રીશ્વર ! તમે શું કહે છે, તે હું સમજી શકતા નથી. શું હું મારી પુત્રીને વિધમી મોગલ બાદશાહને આપીને તથા મારી સ્વ. તંત્રતાને વેચીને મારાં આપ્તજનોને સુખી કરવાનું ચાહીશ, એમ તમે માને છે? અને જો તમે એમ માનતા હો, તે તમારી એ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ભાગ્યવિધાયક ભામાશા. માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે. ” પ્રતાપસિંહે દાસત્વ અને ગુલામગીરી શબ્દ ઉપર ભાર મૂકીને આશ્ચર્ય દર્શાવતાં કહ્યું. મારી માન્યતા જયારે ભૂલભરેલી છે. ત્યારે આપ શી રીતે સુખી થવાને ઇચ્છે છે ?” ભામાશાહે પૂછ્યું. “શી રીતે ?” પ્રતાપસિંહે આશ્ચર્ય પામીને કહ્યું અને એમ કહેતાં જ તે વિચારમાં પડી ગયે. કેટલેક સમય સુધી શાંતિપૂર્વક વિચાર કર્યા પછી તેણે કહ્યું. “ભામાશાહ ! ખરેખર મારી ભૂલ થઈ છે. દુખના અતિરેકથી મારા થી નિરાશાના જે શબ્દ બેલી જવાયા છે, તે માટે મને હવે ઘણેજ પશ્ચાતાપ થાય છે. મારાં પ્રિય બાળકોને સુધાના દુઃખથી પીડાતાં જોઈને મારી ધીરજ ચાલી ગઈ હતી; પરંતુ તમારા તથા મહારાણીના આવેશપૂર્ણ શબ્દથી મારામાં પુન: ધીરજ અને દઢતાએ આવીને વાસ કર્યો છે અને તેથી ભગવાન એકલિંગજીના સેગન ખાઈને પ્રતિજ્ઞા કરૂં છું કે હું જે દુખને અનુભવ હાલ કરી રહ્યો છું. તેનાથી અધિકતર દુઃખને અનુભવવાને સમય ભવિષ્યમાં કદાચ પ્રાપ્ત થાય અને મૃત્યુ બે દિવસ પછી આવતું હોય, તે ભલે આજે જ આવે; પરંતુ મોગલોના દાસત્વને નહિ સ્વીકારવાનો મેં જે નિશ્ચય કર્યો છે, તેને પૂર્ણ દઢતા અને અડગ શ્રદ્ધાથી વળગી રહીશ. કહે, પ્રિયદેવી અને ભામાશાહ ! હવે તમે શું કહેવા માગો છો ?” પ્રાણનાથ !” પદ્માવતીએ તુરત જ ઉત્તર આપે. “હવે અમારે કાંઈપણ કહેવાનું છે જ નહિ અને જે હેય, તો તે માત્ર એટલું જ છે કે ભગવાન એકલિંગજીની કૃપાથી આપને નિશ્ચય ફલિભૂત થાઓ.” મારૂં કહેવાનું પણ એટલું જ છે કે પરમાત્માની કૃપાથી આપનો વિજય થાઓ.” ભામાશાહે કહ્યું. પ્રતાપસિંહ ઉત્સાહિત વદને કાંઈક બોલવા જતું હતું, એટલામાં તેના એક વિશ્વાસુ ભીલે તેની સામે આવી તેને નમીને તેના હાથમાં એક કાગળ મૂળે. પ્રતાપે કાગળને હાથમાં લઈ આમ તેમ ફેરવતાં આવેલ ભીલને પૂછયું. “મારા મિત્ર પૃથિવી. રાજને આ કાગળ જણાય છે. કેમ ખરું ને?” Page #192 -------------------------------------------------------------------------- ________________ કષ્ટને અવધિ. ૧૭૦ ' “જી હા તેમને જ આ કાગલ છે અને તેને લઈને આશા ગયેલે આપણે દૂત હમણું જ આવી પહોંચે છે.” ભલે જવાબ આપ્યો. પ્રતાપસિંહે સદરહુ કાગળને ખેલીને ભામાશાહને વાંચવા માટે આપે અને તેણે સાંભળી શકાય તેટલા અવાજથી તેને નીચે મુજબ વાંચ્યા:વીર શિરેણી રાજેન્દ્ર! વિનંતિ કે સલું બરરાજ શ્રી ગોવિંદસિંહજીના હાથથી લખા યલે મારા મિત્ર કરમચંદુ ઉપર આવેલો આપને કાગળ મળે, છે અને તેને વાંચીને મને ઘણો જ આનંદ થયો છે. સલું બરરાજની લેખનશૈલી ઉપરથી આપ કેટલેક અંશે કાયર થઈ ગયા છે, એવું ગર્ભિત રીતે મને જણાયું છે અને તેમ બનવું છે કે સંભવિત છે તે પણ પ્રિય ભૂમિ મેવાડની સ્વતંત્રતા અને આપણી રાજપૂત જાતિની કીતિને સાચવવાને માટે આપ આપની પ્રતિજ્ઞામાંથી જરા પણ ચલિત થશે નહિ. કારણકે – અકબર સમદ અથાહ, સૂરાપણ ભરિયે સજલ; મેવાડે તિણમાંહી, પણ કુલ પ્રતાપસી. અકબર એકણ બાર, દાગણકી સારી દુની, અણદાગલ અસવાર, રહિયે રણ પ્રતાપસી. અકબર ઘેર અંધાર, ઉછાણા હિન્દુ અવર; જાગે જુગ દાતાર, હિરે રાણ પ્રતાપસી હિન્દુ પતિ પરતાપ, પત રાખે હિન્દુ આણુરી; સહે વિપત્તિ સંતાપ, સત્ય સપથ કર આપણુ. ચોથે ચિતડાહ, બાંટે બાજની તણું; દીસે મેવાડાહ, તે સિર રાણા પ્રતાપસી. ) માટે રાજેન્દ્ર મેવાડના ઉદ્ધારની અને રાજપૂત જાતિની સ્વતંત્રતાની બધી આશા આપના ઉપર હાઈ આપ આપની પ્રતિજ્ઞામાં દઢ રહેજે, એ મારી આપને ખાસ કરીને ભલામણુ-અરે નહિ-પ્રાર્થના છે. દેશને ઉદ્ધાર કરવાનું સુકૃત્ય મારા ભાગ્યમાં + જુઓ મેવાડનો ઈતિહાસ. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ભાગ્યવિધાયક ભામાશાહ. લખાતું નથી અને તેથી હું દિલગીર છું, પરંતુ જ્યારે હું આપના સાહસને અને આપની વીરતાનો વિચાર કરું છું, ત્યારે મારી એ દીલગીરી કેટલેક અંશે ઓછી થાય છે. છેવટમાં ભગવાન એકલિંગજી આપણા દેશનું કલ્યાણ કરો, એ અંતરની તીવ્ર ઈા સમેત વિરમું છું. મંત્રીશ્વર ભામાશાહ જેવા મુસદ્દી અને કલાવિન્દ પુરૂષ જેના સલાહકાર અને સહાયક છે, તે રાજા કદિ પણ પરાજય પામશે નહિ, એવી મને ખાતરી છે અને મારી એ ખાતરી સાચી નિવડે. એવી પરમાત્મા પાસે મારી નમ્ર પ્રાર્થના છે. લી. પરતંત્રતાની બેડીમાં જકડાયેલે. પુથિવીરાજ. ભામાશાહ ઉપર પ્રમાણે પત્ર વાંચી રહ્યો, એટલે પ્રતાપસિંહે આનંદ પામીને કહ્યું. “ભામાશાહ! મારા મિત્ર પૃથિવીરાજની દેશના ઉદ્ધાર માટેની તીવ્ર લાગણી જોઈ મને બહુ જ આનંદ થાય છે અને તેથી મારા હૃદયમાં બળનો સંચાર થાય છે. પૃથિવીરાજ જે રાજા જે આ વખતે સ્વતંત્ર હતા, તે તેની સહાયથી આજે કયારનેએ મેવાડને ઉદ્ધાર થઈ ગયો હોત. કેમ મારી ધારણા સત્ય છે ને ?” આપની ધારણા કેવળ સત્ય છે, કેમકે તેઓ જેમ સાહિત્ય રસિક અને કાવ્યવિદ છે, તેમ યુદ્ધમાં પણ જવાંમર્દી અને બહાદૂર નર છે અને તેથી તેમના જેવા પુરૂષ જે આપણા પક્ષમાં આ વખતે હેત તે આપણને ઘણું જ સરલતા મળી આવી હત; ૨૫તુ તેઓ શહેનશાહ અકબરની નજરકેદમાં હોવાથી આપણને તેમની સહાયતાને લાભ મળી શકે તેમ નથી, એ જે કે દીલગીરી ભરેલું છે, તે પણ તેમની લાગણી અને શુભેચ્છા માટે આપણે તેમને આભાર માનવે જોઈએ છે. રાજસ્થાનનાં ઘણું ખરા રાજાઓ અને ખુદ તેમના ભાઈ રાયસિંહ પણ જ્યારે અકબરના દાસત્વને સ્વીકાર કરી પોતાની પુત્રીએ તેને આપી ચુકયા છે, ત્યારે પૃથિવીરાજ જેવા નરરત્ન બાદશાહની નજરકેદમાં રહ્યાં છતાં પણ આપણને આટલી સહાય અને સલાહ આપે છે, એ કાંઈ જેવી તેવી ખુશાલીની વાત નથી.” ભામાશાહે કહ્યું. Page #194 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક ઐક્ય. ૧૮૧ આ વખતે કુમાર અમરસિંહ અને રણવીરસિંહ ઉતાવળા ઉતાવળા આવી પહોંચ્યા અને તેમણે મહારાણા તરફ જોઈને કહ્યું. મેગલેને આપણું આ નિવાસસ્થાનની પણ ખબર પડી ગઈ જણાય છે, કેમકે તેમની એક ટુકડી આ તરફ એકદમ ધસારાબંધ ચાલી આવે છે અને તેથી ભીલના નાયકે આપણને આ સ્થળને ત્યાગ કરવાની સૂચના મોકલાવી છે.” “હું ધારતે જ હતો કે ચાલાક ગલાથી આપણું આ સ્થળ પણ ગુપ્ત રહેશે નહિ અને થયું પણ તેમજ. ઠીક, તમે આપણા સઘળાં પરિવારને લઈ ભીલનાયક સલાહ આપે, તે તરફ ચાલ્યા જવાની ગોઠવણ કરે અને અમે પણ તમારી પાછળ જ આવી પહોંચીએ છીએ.” પ્રતાપસિંહે એમ કહીને તેમને જવાની સૂચના કરી. ભીલનાયકે આ પણ શેઠવણ મુજબ સુન્ધાના પહાડોમાં જવાની અમને ખબર મેકલાવી છે અને તેથી અમે ત્યાં જવાની ગોઠવણ કરી લઈએ છીએ.” એમ કહી અમરસિંહ તથા રણવીરસિંહમહારાણીને પોતાની સાથે લઈને તુરત જ ચાલ્યા ગયા. તેઓના જવા પછી પ્રતાપસિંહ તથા ભામાશાહ અન્ય સરદારે અને રાજપૂતેની સાથે તેમની પાછળ ગયા અને તેઓને ગયાને બહુ વાર થઈ નહિ હોય, એટલામાં તો મોગલો ત્યાં આવી પહોંચ્યા, પરંતુ પ્રતાપસિંહ વગેરેને ત્યાં નહિ જોવાથી તેઓ બીજી દિશામાં તેમની શોધ કરવાને દેડી ગયા. –ા – પ્રકરણ ૨૨ મું. ધાર્મિક ઐક્ય શનેહશાહ અકબરના સંબંધમાં આપણે જાણવા ગ્ય ઈતિહાસ પ્રસ્તુત નવલકથામાં વાંચી ગયા છીએ અને તેના ગુણ દેષની બને બાજુઓને પણ પ્રસંગે પાત જોઈ ગયા છીએ તે પણ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ભાગ્યવિધાયક ભામાશાહ. તેના વિષે હજુ ઘણું જાણવાનું બાકી રહે છે. અકબરશાહનું પૂવવસ્થાનું જીવન વિષય લોલુપતા અને મિથ્યાડંબરથી ગમે તેટલું કલુષિત બનેલું હોય, તે તે વિષે અમે કાંઈ પણ કહેતા નથી; કારણકે કેટલાક ઈતિહાસકારે પણ તેના કેટલાક દે વિષે ફરીઆદ કરે છે; પરંતુ અમારે અત્રે કહેવાનો આશય માત્ર એટલે જ છે કે હિન્દુસ્થાનનાં ચિરસ્મરણીય તખ્ત ઉપર જે મુસલમાન બાદશાહ બેસીને રાજ્યશાસન ચલાવી ગયા છે, તેમાંથી અકબર સર્વ શ્રેષ્ઠ કીર્તિ સંપાદન કરી ગયું છે, એ નિર્વિવાદ છે. એક મનુષ્ય તરીકે બાદશાહ અકબર સર્વગુણસંપન્ન નહોતે, એ અમે જાણીએ છીએ; પરંતુ તેનામાં ન્યાય, સત્ય, દયા, સમાનતા અને વિદ્વત્તાદિ ઉચ્ચ ગુણેને વાસ જરૂર હતું, અને તેથી તે હિન્દુ, મુસલમાન ઉભય જાતિઓમાં પ્રિય થઈ પડ હતા. બાદશાહ અકબર મહાન મુસદ્દી અને કલાવિન્દ પુરૂષ હતું અને તેથી તેણે પરાજીત હિન્દુ જાતિના દિલને જીતી લેવાને માટે તેમની–રાજપૂતેની પુત્રીઓ સાથે લગ્ન સંબંધ જીને તથા તેમને ધાર્મિક સ્વતંત્રતા બક્ષીને મેગલ સલ્તનતની જડને મજબૂત બનાવી હતી, પરંતુ ગજેબે હિન્દુઓનું નામનિશાન સદંતર કહાડી નાંખવાની મિથ્યા લાલચને વશ થઈ એ જડને સદંતર ઉખાડી નાંખી હતી અને તેથી મેગલ સતનતની હયાતી તે પછી થોડા સમયમાં નાશ પામી હતી અને તેની વાતો માત્ર ઈતિહાસના નિર્જીવ પાનાં ઉપર લખાયેલી રહેવા પામી છે, એ ઈતિહાસના વાંચકેથી અજાયું નથી. રાજસત્તાને ટકાવી રાખવા માટે જીતાયેલી પ્રજાના દિલને પ્રસન્ન રાખવાની અને તેના ઉપર ન્યાયપ્રિયતાની છાપ બેસાડવાની ખાસ કરીને અગત્ય રહેલી છે અને શહેનશાહ અકબરે આ અગત્યનો સ્વીકાર કરીને પિતાની હિન્દુ પ્રજાનું દીલ લગ્ન સંબંધ જીને અને ધાર્મિક સ્વતંત્રતા આપીને ઘણા ભાગે જીતી લીધું હતું. તેણે પિતાના દરબારમાં હિન્દુ અને જૈન પંડિત, વિદ્વાને, તત્વો તથા કવિઅને તેમના ધર્મની ખુબીઓ સમજવાને માટે એકત્ર કર્યા હતા. એટલું જ નહિં, પણ લાયક હિન્દુ અને જૈન ધર્મિઓને પિતાના રાજ્ય કારોબારમાં જોખમી હલાઓ આપીને તેમને વિશ્વાસ Page #196 -------------------------------------------------------------------------- ________________ - ધાર્મિક ઐક્ય. ૧૮૩ સંપાદન કરી લીધું હતું; બાદશાહ અકબર સારી રીતે સમજતે હતે કે હિન્દુસ્થાનના લેકે પિતાના ધર્મને પોતાના પ્રાણ કરતાં પણ વધુ ચાહનારા છે અને તેથી તેણે જૂદા જૂદા ધર્મને માનનારા વિદ્વાનની એક સભા સ્થાપી હતી અને તે દ્વારા પોતે દરેક ધર્મનું રહસ્ય સમજીને સર્વને સંતોષ આપતો હતે. હિન્દુ અને મુસલમાન એ એક વિરૂદ્ધ સ્વભાવ, વિરૂદ્ધ આચાર વિચાર અને વિરૂદ્ધ ધર્મને ધારણ કરનારી જાતિઓ હોવાથી તેમનું ધાર્મિક ઐક્ય કરવાની ખાતર તેણે આ સભા સ્થાપી હતી અને તેનું નામ તૈહિદ-ઈ-ઈલાહી એટલે કે “પરમતત્વની એકતા” એવું રાખ્યું હતું. આ સભાને માટે તેણે ફત્તેપુર સીક્રીમાં ખાસું મકાન તૈયાર કરાવીને તેને ઈબાદતખાનાનું નામ આપેલું હતું. શહેનશાહ અકબરે જે કે પિતાની રાજ્યગાદી આગ્રામાં રાખેલી હતી તે પણ તે પિતાને ઘણખરો સમય ફત્તેહપુર સીકીમાંજ ગાળતું હોવાથી તેણે ઈબાદતખાનાના અતિ ભવ્ય અને સુંદર મકાનને ત્યાંજ બંધાવ્યું હતું, બાદશાહ આ ઈબાદતખાનામાં બેસીને પ્રત્યેક ધર્મના વિદ્વાનની સાથે ધાર્મિક ચર્ચા ચલાવતા હતા અને પિતાની શંકાનું સમાધાન કરતા હતો. વિદ્વાન અને તત્વજ્ઞ પુરૂષના સહવાસ અને નિત્યના પરિચયથી તેનું જીવન ઉજવળ બનતું જતું હતું, પરંતુ જ્યારથી તેને જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિનો સમાગમ થયો અને તેમના ઉત્તમ, અમૃતમય ઉપદેશનું તેણે પાન કર્યું, ત્યારથી તેના જીવનમાં ઘણે જ ફેરફાર થઈ ગયે હતો અને તે એટલે સુધી કે કેટલાક કટ્ટર મુસલમાને તેના જીવનમાં થયેલા ફેરફારના અંગે તેના આચારવિચાર જોઈને તેનાથી નારાજ થઈ ગયા હતા અને ખુદ શાહજાદા સલીમને પોતાના બાબાની વિરૂદ્ધ ઉશ્કેરીને તેની સામે બળવે જગાડવાને પણ લલચાવી શક્યા હતા, પરંતુ મહા વિચક્ષણ અને રાજ્યકાર્યકુશળ અકબરે પિતાના વિરોધીઓને શામ, દામ, ભેદ અને દંડથી સમજાવીને પિતાની સત્તા જેવીને તેવી ટકાવી રાખી હતી. જે સમયની ઘટનાને અમે અત્રે ઉલ્લેખ કરીએ છીએ, તે સમયે મેગલકુલતિલક શહેનશાહ અકબર ફત્તેપુર સીકીમાં વિરાટ Page #197 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. જતું હતું. જ્યારે જ્યારે તે આગ્રાથી ફતેહપુર આવતો હતો, ત્યારે ત્યારે તે પોતાના ખાસ દરબારીઓ, પોતાના મિત્રો, પિતાના સલાહકારો અને તૈહિદ-ઈ-ઈલાહીના સર્વ વિદ્વાનેને પોતાની સાથેજ લઈ જતું હતું અને તેમની સાથે વિવિધ પ્રકારને વિનોદ કરીને અલૈકિક આનંદનો ઉપભોગ કરતો હતે. રવિવારને દિવસ અને અનુકુળ સમય હોવાથી ઈબાદતખાનામાં નિયમ મુજબ તૈહિદ-ઈ-ઈલાહીના વિદ્વાનોની સભા ભરવામાં આવી હતી અને સર્વ સભાસદની મધ્યમાં બાદશાહ અકબર ઇંદ્ર સમાન શોભતો હતું. આ સભામાં અબુલફેઝ, અબુલફઝલ, અબદુલ કાદર, કાજી, શાહ મનાતુર, મીર આલમ, તાનસેન, રાજા પૃથિવીરાજ, રાજા બીરબલ, દિવાન ટોડરમલ, થાનસિંહ, કરમચંદ, કવિ ગંગ અને પંડિત જગન્નાથ વગેરે વિદ્વાનો હાજર હતા અને તેઓ પરસ્પર અનેક પ્રકારના વિષય ઉપર ચર્ચા ચલાવી રહ્યા હતા. બાદશાહ અકબરે આ વખતે સર્વને ચપ રહેવાની ઈશારત કરતાં સર્વ સભાસદો ચૂપ થઈ ગયા. ત્યારબાદ તેણે તાનસેન સામે નજર કરીને કહ્યું “ તાનસેન ! ” . * તાનસેને તુરતજ જવાબ આપે, “ફરમાન ખુદાવંદ!” “આપણે અત્યારે કોઈ પણ વિષય ઉપર ચર્ચા ચલાવીએ તે પહેલાં તમે એકાદ મીઠું અને મધુર ગાન સંભળાવીને અમારા ૧ દિવાન ટેડરમલ અકબરશાહને મુખ્ય દિવાન અને જાતિનો બ્રહ્મક્ષત્રી હતા અને તે અરબી, ફારસી અને સંસ્કૃત ભાષામાં મહા નિપુણ હતા, એમ પ્રતાપપ્રતિજ્ઞા નાટકમાં રા. નથુરામ સુંદરજી શુકલ લખે છે; પરંતુ શ્રીયુત બાબુ ઉમરાવસિંહજી ટાંક બી. એ. એલ. એલ. બી. કહે છે કે ટેડરમલ્લ શહેનશાહ અકબરનો કોષાધ્યક્ષ હતું. તેનું નામ અકબરના દરબારના પ્રસિદ્ધ જેનીઓમાં સર્વથી મશહૂર છે. તે જાતિએ ઓસવાલ હતો અને તેના વંશજો ટેડરમહૌર નામથી પ્રસિદ્ધ છે અને અજમેર તથા જોધપુરમાં આજે પણ જોવામાં આવે છે. આ બંને વાતોમાંથી કઈ ખરી અને કઈ ખોટી, એ નક્કી કરવાનું કાર્ય અને ઈતિહાસવેત્તાઓને સોંપીએ છીએ. ઐતિહાસિક વિષયોમાં આવા ઘણા મતભેદે રહેલા છે અને તેથી આવા વિદ્વાન પુરૂષોનાં જુદાં જુદાં જીવનચરિત્રો લખવામાં આવે, તો જ તેઓ ખરી રીતે કોણ હતા, એ જાણી શકાય. –લેખક. Page #198 -------------------------------------------------------------------------- ________________ ધામિક એકા. સર્વના દિલને ખુશ કરે એવી મારી ઇચ્છા છે.” બાદશાહે કહ્યું. તાનસેને બાદશાહની ઈચ્છાને જે હુકમ કરીને પિતાના કર્ણપ્રિય કંઠને ખુલ્લો મૂકી દીધે – “તેરેરી બદન કમળપર શામ સુંદર પીય રીઝ રહે એક ઠેર, બીન દેખે નેન, જીયા ને પરે ચેન, બોલત એર કે એર ઘરી ઘરી પલકન કર ન પરત હે ઓર ન સુઝત કઈ ઠાર, તાનસેનકે પીયાસે ઉઠ હલમલ કરે નેહારત દોર – તેરેરી બદન કમળપર.............. તાનસેને ઉપર્યુક્ત ગાન એવા તે મને રંજક આલાપ અને મીઠા સુરથી ગાઈ બતાવ્યું કે તેને સાંભળનારા સર્વ સભાસદો ઘડીભર મંત્રમુગ્ધ બની ગયા અને તેઓ એક અવાજે તેની પ્રશંસા કરવા મંડી ગયા. ખુદ બાદશાહે પણ તાનસેનની ગાયનકળાના વખાણ કરતાં બીરબલને ઉદ્દેશીને કહ્યું. “બીરબલ! ગાયનકળામાં તાનસેન ઘણેજ ઉસ્તાદ અને પ્રવીણ છે. મને લાગે છે કે સમસ્ત હિન્દુસ્થાનમાં તેના જે બીજે ગાયક ભાગ્યે જ હશે.” બાદશાહ સલામતની એ માન્યતા સત્ય છે કે તાનસેન ગાયનકળામાં ઘણું જ ઉસ્તાદ છે, પરંતુ તેથી તેના જે બીજે કઈ ગાયક સમસ્ત હિન્દુસ્તાનમાં ભાગ્યે જ હશે, એમ કહેવું એ મને જરા અતિશયોક્તિ ભરેલું લાગે છે.”બીરબલે ખરી હકીકત કહી બતાવી. રાજા બીરબલનું કથન સર્વથા સત્ય છે” દિવાન ટોડરમલે તેના મતને અનુમોદન આપતાં કહ્યું. હિન્દુસ્થાન જેવા વિશાળ દેશમાં મિયાં તાનસેનથી પણ ગાયનકળામાં અધિક ઉસ્તાદ ગાયકે હેવા, એ કાંઈ અસંભવિત વાત નથી. જ્યાં સુધી આપણે બીજા જ્ઞાત પુરૂષેના સહવાસમાં આવ્યા હતા નથી, ત્યાં સુધી તુલનાના અભાવે આપણે એક વ્યકિતને બહુ જ મહત્વ આપી દઈએ છીએ અને એમ બનવું એ સ્વાભાવિક પણ છે. આ ઉપરથી મિયાં તાનસેનને હું ઉતારી પાડવા Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ભાગ્યવિધાયક ભામાશાહ. ઈચ્છતે નથી; કારણ કે તેમની ગાયનકળાની નિપુણતા માટે મને સંપૂર્ણ માન છે. મારે કહેવાને ભાવાર્થ માત્ર એટલું જ છે કે તાનસેનજી જેવા બીજા ગાયક પણ ભાગ્યે જ હશે.” એ માન્યતા જરા ઉતાવળી છે.” અકબરે રાજા બીરબલ તથા દિવાન ટેડરમલ્લને એકજ અભિપ્રાય જાણુને ગંભીરતાથી કહ્યું, “તમારે શુદ્ધ અને નિષ્પક્ષપાત અભિપ્રાય જાણીને મને સંતોષ થયો છે, કારણ કે આપણું આ સભામાં હરકેઈ સભાસદને સંપૂર્ણ સ્વતંત્રતા અને નિડરતાથી વિષય પરત્વે પિતાનાં અભિપ્રાય આપવાની છુટ છે, પરંતુ તાન સેનની ગાયનકળાને માટે આપણે અત્રે વાદવિવાદ કરવાને નથી અને તેથી એ વાતને પડતી મૂકવાની હું સર્વને સૂચના કરું છું, અત્રે આપણે જે વિષયને હાથ ધરી વાદવિવાદ કરવાનું છે અને ચર્ચા ચલાવવાની છે, તે આપણું નવિન પંથને પુષ્ટ કરવા વિષેને હોવાથી તે સંબંધી પોતપોતાના વિચારો જણાવવાને માટે હું તમારૂં સર્વનું ધ્યાન ખેંચું છું.” બાદશાહના છેવટના શબ્દો સાંભળી કાજીએ જરા આવેશપૂર્વક કહ્યું. “નામવર શહેનશાહ ! ધાર્મિક ઐક્ય સાધવાને માટે આપે તૈોહિદ-ઈ-ઈલાહી નામક નવિન પંથ સ્થાપીને જે પ્રયાસ કરવા માંડે છે તે પરવરદેગારના ફરમાનથી વિરૂદ્ધ છે, એમ હું ઘણીવાર કહી ગયો છું અને હજુ પણ એમજ કહું છું. માટે આપ એ ભ્રમમૂલક પ્રયાસને ત્યાગ કરીને પાક ઈસલામ ધર્મને પ્રચાર કરવાના કાર્યને હાથ ધરે, એવી મારી આપને અરજ છે.” “મારી પણ આપને એવીજ અરજ છે, કારણ કે કાજી. સાહેબ જે કહે છે, તે બીલકુલ સત્ય છે. ” અબદુલકાદરે કાજીના મતને પુષ્ટિ આપતાં કહ્યું. “પરંતુ ધાર્મિક એક્ય સાધવાને હું જે પ્રયાસ કરું છું, તે પરવરદિગારના ફરમાન વિરૂદ્ધ શી રીતે છે, તે મને જરા સમજાવશે?” અકબરે કાજીને ઉદ્દેશીને પૂછયું. એ હકીક્ત આપને કઈ વખતે એકાંતમાં સમજાવીશ; Page #200 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક ઐકય. ૧૭. પરંતુ તે પહેલાં આપને એ સમજાવવાની જરૂર છે કે હિન્દુ અને ઈસલામ એ ઉભય વિરોધી ધર્મનું એક્ય થવું શું સંભવિત છે? હરગીજ નહિ અને તેથી જ હું આપને અરજ ગુજારું છું કે આપ ધાર્મિક એકયના પ્રયાસને છોડી દે-સદંતર છોડી દે. હા, એટલું છે કે જે આપને ધામિક એક્ય ખરી રીતે કરવું જ હોય તે કાંતે બધાને મુસલમાન કરવા જોઈએ અને કાંતે આપણે બધાએ હિન્દ થઈ જવું જોઇએ. કેમ શાહ મનસુર ! તમારે આ વિષે શું અલિ. પ્રાય છે?” કાજીએ એમ કહીને શાહ મનસુર કે જે પિતાના મતને સર્વથા મળતું આવતું હતું તેને પૂછયું. બરાબર છે, કાછેસાહેબ! તમારું કથન રાસ્ત છે.” શાહ મનસુર હા ભણી. * કાજીસાહેબ! મને માફ કરજે; પરંતુ મારે કહેવું જોઈએ કે તમે ધાર્મિક એક્ય સંબંધી નાહક વહેમને ધરે છે. ધાર્મિક એક્યને અર્થ એ નથી કે બધાએ ઈસલામ કે હિન્દુ ધર્મને જ ગ્રહણ કરે તેને અર્થ માત્ર એટલેજ છે કે હિન્દુ, જૈન અને ઈસલામ ધર્મમાં અરસ્પરસ જે મતભેદે છે, તેને એક બાજુએ રાખીને સર્વ ધર્મના અનુયાયીઓએ દેશના સામાન્ય હિતની ખાતર પિતાની વચ્ચેના મનસ્યને દૂર કરીને પરસ્પર ભ્રાતૃભાવથી વર્તવું. તૈહિંદ-ઈ-ઈલાહીને અર્થ અથવા તે સિદ્ધાંત આજ છે, તેમ છતાં આવા સામાન્ય વિષયમાં તમે આનાકાની કરીને શહેનશાહને અવળે રસ્તે દેરવા માગે છે, એ તમારા જેવા વિદ્વાન પુરૂષને ગ્ય નથી.” અબુલફજલે ધાર્મિક એકયને ખુલાસો કરતાં કહ્યું. અબુલફજલ! શહેનશાહને હું અવળે રસ્તે દેરવા માગું છું કે તમે દેરવા માગે છે, એ હકીકતને સર્વ ઈસલામીઓ સારી રીતે જાણતા હોવાથી તમારે મને એ વિષે કાંઈ પણ કહેવાની જરૂર નથી. હું તો મને જે ગ્ય લાગે છે, તે ખુલ્લા દિલથી શહેનશાહને તુરતજ કહું છું, કારણ કે હું તેને મારી ફરજ સમજું છું, પરંતુ તેથી તેમણે મારા વચનને માન્ય રાખવા જ જોઈએ, એ મારે તમને આવહ નથી.” કાજીએ કહેજ રોષપૂર્વક કહ્યું. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ . ભાગ્યવિધાયક ભામાશાહ. , “હું કયાં કહું છું કે તમે એ આગ્રહ કરે છે ? અને કદાચ કરતા હે; તે પણ શહેનશાહ તેને વગર વિચાર્યું માની લે, એવા ઉતાવળા કે બુદ્ધિહીન નથી. ખુદાતાલાએ તેમને સમજણ શક્તિની ઉત્તમ બક્ષિસ ઉદાર હાથે આપેલી હોવાથી તેઓશ્રી હરકે પુરૂષના આગ્રહને અને તેની વાર્તાના મર્મને સહજમાં સમજી શકે તેવા છે અને તેથી તમે આગ્રહ કરે કે ન કરે, એ સરખુ જ છે.” અબુલફજલે કાજીને સચોટ જવાબ આપે અને તેથી કાજીની આંખોમાં રતાશ છવાઈ ગઈ અને તે તેને પ્રત્યુત્તર આપવાને તૈયારી કરતું હતું પરંતુ અકબરે તેને નેત્રની ઈશારતથી શાંત રહેવાની સૂચના કરી એટલે તે અનિચ્છાએ પણ ચુપ રહ્યો. - તે પછી બાદશાહે કરમચંદ પ્રતિ જોઈને તેને ઉદ્દેશીને કહ્યું. કરમચંદ! ધાર્મિક ઐકય સંબંધી તમારે અભિપ્રાય છે? તમે કાજી અને અબુલફજલ એ ઉભયમાંથી કેના. મતને મળતા થાઓ છે?” કરમચંદે ક્ષણવાર વિચાર કરીને કહ્યું. “બાદશાહ સલામતી ધાર્મિક ઐક્ય સાધવાનો પ્રયાસ જે સ્વાર્થ રહિતપણે કરવામાં આવતો હોય, તે મારા મત મુજબ પ્રશંસનીય છે, કારણકે તેમ કરવાથી ધર્મના અંગે અરસપરસ જે વિરૂદ્ધતા અસ્તિત્વ ધરાવતી હાય, તેને ઘણે અંશે નાશ થાય છે અને તેથી દેશમાં સામાન્ય રીતે શાંતિ જળવાઈ રહે છે. ધાર્મિક ઐકય કરવાથી કેઈ પણ ધર્મને નાશ થતું નથી, એ સહજમાં સમજી શકાય તેવી વાત છે; કારણકે તેથી કેઈને પોતપોતાના ધર્મની માન્યતા અને શ્રદ્ધાને ત્યાગ કરવાની જરૂર રહેતી નથી; કિન્તુ જુદા જુદા ધર્મોના જે મતભેદે રહેલા છે, તેની ઉપેક્ષા કરીને સર્વે ધર્માનુયાયીઓએ પરસ્પર એકસંપીથી વર્તવાનું છે. રાજકીય દષ્ટિથી ધાર્મિક એકને સિહાંત બહુ અગત્યનો છે, કારણકે તેથી ખુદ રાજકર્તાને પણ લાભ થવાને સંભવ છે અને તેથી મારો અભિપ્રાય શેખ અબુલફજલને મળતે છે.” શહેનશાહ અકબર કરમચંદને અભિપ્રાય જાણીને અંતરમાં Page #202 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક ઐકય. બહુજ ખુશી થઈ ગયે; પરંતુ તેણે પિતાને ખુશાલીને દબાવી રાખીને રાજા બીરબલને પૂછયું. “અને તમે આ વિશે શું કહે છો? તમે કે ના મતને મળતા થાઓ છે ?" - રાજા બીરબલે તરતજ જવાબ આપે. “જહાંપનાહ! હું શાહ કરમચંદના મતને મળતો થાઉં છું; કારણ કે તેમણે ધાર્મિક એકય સંબંધમાં પિતાને જે અભિપ્રાય આપે છે, તે ઘણે જ વિચારણીય અને મહત્ત્વનું છે. જે દેશમાં જુદા જુદા ધર્મને માનનારી પ્રજા અને વિધમી રાજકર્તા હેય, તે દેશમાં ધાર્મિક એકયની બહુ જ જરૂર છે અને આ જરૂર જેમ પ્રજાને લાભકારી છે, તેમ રાજકર્તાને પણ લાભકારી છે. રાજકર્તા જે પ્રજાના ધર્મમાં હાથ નહિ નાખતાં સર્વને પોતપોતાના ધર્મ પ્રમાણે વર્તવાની સ્વતંત્રતા આપે છે, તે તેના રાજ્યને પાયો મજબુત થવાની સાથે પ્રજાજને તેને દીલે જાનથી ચાહે છે. ધાર્મિક ઐકયથી હિન્દુએ મુસલમાન અને મુસલમાને હિન્દુ થવાની જરૂર રહેતી નથી, પરંતુ હિન્દુ અને મુસલમાન ઉભય ધર્માનુયાયીઓએ અરસપરસ ધાર્મિક મતભેદ હોય તેને ભૂલી જઈને દેશના સામાન્ય લાભની ખાતર એકય સાધવું, એજ માત્ર ધાર્મિક ઐક્યને હેતુ છે અને આ હેતુને લયમાં રાખીને જ તૈહિદ-ઈ-ઈલાહી નામક પંથની આપે સ્થાપના કરી છે, એ અમે સારી રીતે જાણીએ છીએ.” રાજા બીરબલનું કથન સર્વીશે સત્ય છે અને તેથી બધાને મુસલમાન કરવા જોઈએ અથવા તે બધાએ હિન્દુ થઈ જવું જોઈએ, એ કાજી સાહેબને સિદ્ધાંત અસત્ય કરે છે.”ફિજીએ કહ્યું. ' મારા સિદ્ધાંતને તમે બધા ભલે અસત્ય ઠરાવવા માગે; પરંતુ મેં જે કહ્યું છે, તે બીલકુલ રાસ્ત છે. અને તેથી તમે તેને અસત્ય હરાવી શકશે નહિ, કારણ કે હિન્દુ અને મુસલમાન એ ઉભય કોમનું ધાર્મિક ઐક્ય થવું, એ તદન અસંભવિત છે.” કાજીએ દઢ નિશ્ચયપૂર્વક કહ્યું. કાજીના ઉપર્યુક્ત શબ્દો સાંભળી લીધા પછી સર્વ સભાસદે ક્ષણવાર ચૂપ રહા અને શહેનશાહ અકબર વિચારમાં પડી ગયે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ભાગ્યવિધાયક ભામાશાહ. છેડી વાર પછી તેણે પિતાના આસન ઉપર ટટ્ટાર થઈને કહ્યું. “મારા વિદ્વાન મિત્ર ! ધાર્મિક ઐક્યના સંબંધમાં તમે અત્યારે જે જે અભિપ્રાય આપ્યા છે, તે બધાને મેં ધ્યાનપૂર્વક સાંભળ્યા છે. ધાર્મિક ઐકય કરવાને આપણે આશય શાહ કરમચંદ અને રાજા બીરબલ કહે છે તેમ પરસ્પરના ધાર્મિક ભેદને ભૂલી જઈને હિન્દુ અને મુસલમાન ઉભય કોમેએ અરસપરસ એકસંપીથી વર્તવું એટલે જ છે અને આ આશયને લક્ષ્યમાં રાખીને તૈહિંદ-ઈ-ઇલાહીની સ્થાપના આપણે કરેલી છે. આપણે આશય આ રીતે શુદ્ધ અને કઈ પણ ધર્મને બાધક થાય તેવું નથી, તે પણ તેમાં આપણે ફલિભૂત થશું કે નહિ, એની મને શંકા જ રહ્યા કરે છે, કારણ કે આપણું આ ધાર્મિક એક્યતાના પ્રયાસથી હિન્દુ તેમજ મુસલમાનને મેટે ભાગ વિરૂદ્ધ છે, એટલું જ નહિ, પણ તેવા વિરોધીઓ આપણું વિરૂદ્ધ ખટપટ પણ ચલાવી રહ્યા છે. મારી પ્રજામાં સુખશાંતિ અને મારા મુલકના સામાન્ય હિતની ખાતર હું તેવા વિરોધીઓની દરકાર નહિં કરતાં ધાર્મિક ઐક્ય કરવાના ઉમદા વિચારને સતત વળગી રહેવા ઈચ્છું છું અને તમે મારા સર્વ મિત્રો મારા આશયને સમજી મને આ કાર્યમાં સહાય કરવાને સદા તત્પર રહેશે, એવી મારી ઈચ્છા છે. તેમ છતાં જેઓ મારા. મતથી વિરૂદ્ધતા ધરાવતા હોય, તેઓને આગ્રહથી મારા પ્રયાસમાં જોડાવાનું હું કહેતો નથી; કારણ કે ધર્મ સંબંધી વિષયમાં હું કોઈ ઉપર ફરમાન ચલાવવાને ઈચ્છતું નથી. આ વિષય સંબંધી આપણે આગળ ઉપર વિશેષ ચર્ચા કરશું; હાલ તે અગત્યના રાજકીય કામ માટે મારે જવાનું છે એ ચર્ચાને બંધ કરવી પડે છે.” બાદશાહ તુરતજ આસન ઉપરથી ઉઠ્યો અને તે સાથે સર્વ સભાસદે પણ ઉભા થઈ ગયા. ત્યારબાદ તે દિવાન ટેડરમલ તથા ફેજીને પિતાની સાથે લઈ ત્યાંથી રવાના થઈ ગયા અને અન્ય સભાસદે પણ પોતપોતાના કાર્ય ઉપર ચાલ્યા ગયા. Page #204 -------------------------------------------------------------------------- ________________ સુરીશ્વર અને સમ્રાટ પ્રકરણ ૨૩ મું. સૂરીશ્વર અને સમ્રાટ. આચાર્ય શ્રી હીરવિજયસૂરિ અહમદાબાદથી વિહાર કર્યા પછી પાટણ, સિદ્ધપુર, સરોતરા, સિરોહી, સાદડી, રાણપુર, આઉઆ અને મેડતા વગેરે પ્રસિદ્ધ નગરો અને ગ્રામમાં છેડે થોડો સમય રહી છેવટે સાંગાનેર સ્થાનમાં આવી પહોંચ્યા. સૂરિજી જે જે સ્થાનમાં થઇને વિહાર કરતા હતા, તે સર્વ સ્થાનના શ્રાવકે અને રાજાઓ તેમની પ્રવેશ મહત્સવ ઘણી જ ધામધૂમથી કરતા હતા અને તેમના ઉત્તમ ૫દેશનો લાભ લેતા હતા. પાટણમાં એક શ્રાવિકા માટે ઉત્સવ કરીને સૂરિજીના હાથે જીનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. સિદ્ધપુરમાંથી પંડિત શાંતિચં. દ્રને સૂરિજીએ પિતાની સાથે લીધા હતા, સરોતરાને ઠાકોર અર્જુનસિંહ કે જે ઘણે દુર્વ્યસની અને પાપી હતું, તેને સૂરિ. જીએ સદુપદેશ આપીને સારા માર્ગે ચડાવી દીધું હતું અને આઉઆના તાહા શેઠે સૂરિજીનો નગરપ્રવેશ બહુજ ઉત્સાહપૂર્વક કરાવીને ભારી મહોત્સવ કર્યો હતો. આ પ્રમાણે સ્થળે સ્થળે ઉપદેશ આપતાં, સમાન પામતાં અને પ્રસિદ્ધ તિર્થોની યાત્રા કરતાં સૂરીશ્વરે સાંગાનેર નગરમાં આવીને વિશ્રાંતિ લેવાને માટે સ્થિરતા કરી. શહેનશાહ અકબરને હીરવિજયસૂરિ અહીં સુધી આવી પહોંચ્યાની ખબર પડતાં તેણે થાનસિંહ, કરમચંદ, અમીપાલ અને માન વગેરે પ્રસિદ્ધ જેનીઓ અને અબુલફજલ તથા બીર બલ વગેરે અધિકારીઓને સૂરિજીને આદરમાન સાથે ફત્તેહપુરતેડી લાવવાને માટે આજ્ઞા આપી દીધી અને તેથી તેઓ અનેક હાથી, ઘોડા, રથ અને સૈન્ય લઈને સાંગાનેર આવ્યા. સાંગાનેર આવીને તેઓએ સૂરીશ્વરને ફત્તેહપુર આવવાની વિનંતિ કરી. એટલે તેઓશ્રી પિતાના પરિવાર સમેત ધીમે ધીમે વિહાર કરીને ફતેહપુર આવી પહોંચ્યા અને નગરની બહાર એક રાજપૂત સ દારના મહેલમાં નિવાસ કર્યો. ત્યાર પછી થાનસિહ, બીરબલ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર. ભાગ્યવિધાયક ભામાશાહ. વગેરે બાદશાહની પાસે આવ્યા અને તેને સૂરિજીના આગમનની ખબર આપી. બાદશાહ એ સમાચાર સાંભળીને ઘણેજ ખુશી થયે અને સૂરિજીને બીજે દિવસે સવારમાં પોતાની પાસે આવવાની વિનંતિ કરવાને માટે કરમચંદને આજ્ઞા આપી. કરમચંદ સૂરિ. અને બાદશાહની ઈચ્છા મુજબ વિનંતિ કરીને તુરત જ પાછે આવ્યા અને એ ખબર બાદશાહને આપીને પિતાને આવાસે ગયે. બીજે દિવસે સવારમાં હીરવિજયસૂરિ પિતાની પાસે આવે, તે પહેલાં ઈબાદતખાનામાં રાજ્યના સર્વ મુખ્ય મુખ્ય અધિકારીઓ અને દરબારીઓ તથા નગરના આગેવાન શ્રાવકોને હાજર રહેવાને હુકમ બાદશાહે કર્યો હતો અને તેથી વખત થતાં તેઓ સર્વ હાજર થઈ ગયા હતા અને ઈબાદતખાનામાં સૂરીશ્વર તથા સમ્રાટની રાહ જોતાં બેઠા હતા. આચાર્ય શ્રી હીરવિજયસૂરિ પોતાના શિષ્યમંડલ સાથે સવારના નવ વાગે શાહી દરબારમાં આવી પહોંચ્યા. એટલે હાજર રહેલા સર્વ સભાસદોએ તેમને આદરસત્કાર કરીને તેમને સર્વને યોગ્ય સ્થળે બેસવાની વિનંતિ કરી. સૂરિજી તથા તેમના શિષ્ય પિતાને ગ્ય એવી જગ્યાએ બેસી ગયા, તે પછી થાનસિંહ તથા કરમચંદ બાદશાહને સૂરિ જીના આગમનની ખબર આપવાને તેના ખાસ આવાસમાં ગયા. સૂરીશ્વરની સાથે આ વખતે પ્રધાન તેર શિષ્યો હતા અને તેઓ સર્વે શાસ્ત્રના પારગામી અને વિદ્વાન હતા. થાનસિંહ તથા કરમચંદ જ્યારે બાદશાહને સૂરિજીના આગમનની ખબર આપવાને ગયા ત્યારે બાદશાહ પોતે મહત્વયુકત રાજકીય વાતચીતમાં પિતાના સેના પતિએ સાથે રોકાયેલ હોવાથી તેણે થાનસિંહ તથા કરમચંદના મુખથી સૂરિજીના આગમનની વાત સાંભળીને દિવાન ટેડરમલ્લ તથા અબુલફજલને તેમનું આતિથ્ય કરવાને માટે તુરતજ મોકલ્યા. દિવાન ટેડરમલ્લ તથા શેખ અબુલફજલ બાદશાહની આજ્ઞા પ્રમાણે સૂરિજીની પાસે આવી પહોંચ્યા અને તેમને બાદશાહ સલામત ખાનગી મસલતમાં રોકાયેલા હાઇ તેમને આવતાં હૈડી વાર થશે, એમ કહીને તેમનાં કુશળ સમાચાર પૂછયા. સૂરીશ્વરે તેને મેગ્ય ઉત્તર આપ્યા પછી આખું Page #206 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ. ૧૯૩ લજ્જલે ધર્મ સંખ’ધી ચર્ચા કરતાં કરતાં ઇસલામ ધર્મ વિષે અને ખુદાતાલાની હુયાતી વિષે અનેક પ્રકારનાં પ્રશ્નો પૂછીને સૂરિજીનુ જ્ઞાન કેવું અને કેટલું છે, તે જાણી લીધું અને તેથી ખુશી થઇને તેણે તેમના બહુજ ઉપકાર માન્યા અબુલક્જલ પણ વિદ્વાન હતા અને તેથી સૂરિજીની અપૂર્વ વિદ્વત્તા જોઇને તેમની સાથે વિશેષ વાર્તાલાપ કરવાની તેની ઇચ્છા હતી. પરંતુ એટલામાં ખાદશાહ અકબર પોતાના ખાસ મિત્ર ફૈજી સાથે આવી પહોંચતાં તેને પેાતાની ઇચ્છાને દાબી રાખવી પડી. બાદશાહે આવીને તુરતજ શ્રી હીરવિજયસૂરિને પ્રણામ કરીને કુશલસમાચાર પૂછ્યા અને તેમણે તેના ચેાગ્ય ઉત્તર આપીને ધર્મલાભરૂપી આશીર્વાદ આપ્યા. ત્યારબાદ બાદશાહે સૂરિજીનેા હાથ પકડી તેને પેાતાના આસન પાસે લઇ ગયા અને તે ઉપર પોતાની સાથેજ બેસવાનું કહ્યું. પરંતુ સૂરિજીએ સેાના-રૂપા વગેરે ધાતુના આસન ઉપર બેસવું અથવા તા તેનેા સ્પર્શ કરવા, એ પેાતાના મુનિધર્મનો વિરૂદ્ધ હે!ઇને તે ઉપર બેસવાની ના પાડી, એટલે બાદશાહ પોતે નીચે ગાલીચા ઉપર ગાદી નખાવીને તે ઉપર બેઠા અને સૂરિજી તથા તેમના શિષ્યા કારો જમીન ઉપર નાનાં નાનાં ઉનનાં કપડાંનાં કકડા પાથરીને તે ઉપર બેઠા. અન્ય દરબારીએ પણ તે પછી પોતપેતાને ઉચિત જગ્યાએ માસપાસ બેસી ગયા. 4 તે પછી શહેનશાહે સ્મિત હાસ્યપૂર્વક કહ્યું. “ સૂરિજી ! આગ્રા નગરના મુખ્ય શાહુકાર થાનિસંહ શાહની પુત્રી ચંપાના મુખથી આપની પ્રશંસા સાભળી હું આપને મળવાને માટે અત્યાર આગમચ બહુજ આતુર થઈ રહ્યો હતા. પર ંતુ આજે અત્યારે આ પના પવિત્ર દર્શન થવાથી મારી એ આતુરતા શમી ગઇ છે અને તેથી મને બહુજ માનદ થયા છે. આપ ગુજરાતમાં હાવાની મને ખબર મળતાં મે આપને અત્રે આવવાને માટે મારા ખાસ ક ચારીઓને વિન ંતિ કરવાને માકલ્યા હતા અને એ ઉપરથી આપ મારા આમ ંત્રણને માન આપી અત્રે મળ્યા છે, તે માટે હું આપના ઉપકાર માનું છુ. ઠીક, પણુ આપ ગુજરાતના કયા ગામમાંથી ૨૫ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ભાગ્યવિધાયક ભામાશાહ. અને શી રીતે અહીં મળ્યા છે ? આપને કાંઇ તકલીક્ તા પડી નથીને ?” બાદશાહની સહૃદયતા જોઇને સુરીશ્વરે પ્રસન્ન થઈને જવામ આપ્યો “ જહાંપનાહ ! હું પણ આપની સહૃદયતા જોઇને બહુજ ખુશી થયા છું અને તે માટે આપને આભાર પણ માનું છું. આપનું આમ ત્રણ લઈને આપના કર્મ ચારીએ ગુજરાતમાં આવ્યા, ત્યારે હું ગધારમંદરમાં ચાતુર્માસ હતા અને તેથી ચાતુર્માસ પૃ થતાં પગે ચાલીને જ લગભગ છ મહીને અહીં આવી પહેાંચ્યા છું. ઉપદેશને માટે અમારે મુનિઓને એક સ્થળે કાયમ રહેવાતુ નથી; પરંતુ જૂદે . જૂદે સ્થળે ફરતાંજ રહેવાનુ છે અને તેથી મને અહીં આવવામાં કશી પણ તકલીફ પડી નથી. ’ બાદશાહ આ સાંભળીને આશ્ચય પામી ગયા. તેણે પૂછ્યું. · શું આપ ઠેઠ ગાંધારથી પેદલ ચાલ્યા આવા છે ? ” 44 66 "" હા. સૂરીશ્વરે સંક્ષિપ્ત ઉત્તર આપ્યા. “ ત્યારે તે આપને આટલી વૃદ્ધાવસ્થામાં પગે ચાલીને મા વતાં જરૂર તકલીફ ઉઠાવવી પડી હશે અને મુશ્કેલી પણ ભાગવવી પડી હશે. સૂરીશ્વર ! મને તે માટે માફ઼ કરો; પરંતુ અહમદાબાદના સુબેદારે આપને અહીં આવવા માટેની કાંઇ સગવડ કરી આપી નહિ, એ કેવી વાત ? ” અકબરે વિશેષ આશ્ચય પામીને પૂછ્યું. tr “ પૃથિવીપતિ ! ” આચાર્ય મહારાજ મ' સ્મિત કરીને કહ્યું. “ હું પગે ચાલીને આવ્યા, તેમાં સુબેદારના કાંઇ પણ દોષ નથી, તેણે તા મને જે જોઇએ તે આપવાની ઉદારતા દર્શાવી હતી; પરંતુ અમારા સુનિધર્મના અંગે. મારાથી એક પણ વસ્તુ તેમની પાસેથી લઇ શકાય તેમ નહિ હોવાથી હું મારી ઈચ્છા પૂર્વ કજ પગે ચાલીને આવ્યે છે. અને તેથી ‘ સુબેદારે મને કેમ કાંઇ સગવડતા કરી આપી નહિ’ એ સવાલ રહેતા નથી. ” 66 ,, ઃઃ સૂરિ મહારાજ ! ” બાદશાહે કૃતજ્ઞતાથી કહ્યું. “ આપને પૈ દલજ મુસાફરી કરવી પડતી હશે, એમ જો મારા જાણવામાં પ્રથમથી આવ્યું હાત તે હું આપને અહીં સુધી આવવાની તકલીફ માપત તા Page #208 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ. મ નહિ. મારા સમજવામાં તે એમજ હતુ કે આપને મારા સુબેદાર તરફથી વાહન વગેરેની સગવડ કરી આપવામાં આવશે એટલે આપ સુખપૂર્વક અત્રે આવી શકશે; પર ંતુ આપના કથનથી મારી એ સમજણુ અસત્ય ઠરે છે અને તેથી મારી એ ગેરસમજણુને લઇ આપને મુસાફરીમાં જે જે મુશ્કેલીએ અનુભવવી પડી હાય, તે માટે હું પુન: આપની માડ઼ી ચાહું છું.” kr નામવર માદશાહ સૂરિજીએ કહ્યું. “ આપની કૃતજ્ઞતાં માટે હું આપના અહેશાનમંદ છું; પરંતુ જ્યારથી મેં' મુનિધમ ના સ્વીકાર કર્યા છે, ત્યારથી ઉપદેશને માટે જૂદે જૂદે સ્થળે મારે પૈ દલ મુસાફરી કરવી પડતી હાવાથી તેમાં કેટલીક મુશ્કેલીઓને અનુ ભવવી પડે છે; પરંતુ એ મારા મુનિધર્મના ક્રુજ હાવાથી તેમ કરવામાં મને લેશ માત્ર પશુ દુ:ખ ઉપજતુ નથી અને તેથી તે માટે આપે મારીી માગવાની કશી પણ આવશ્યકતા નથી. ” ܀ 66 ‘ સૂરિજી ! એ આપના પરાથી હૃદયની ઉત્તમતાની સાક્ષી પૂરે છે. હું આપની મુસાફરીની હકીકત જાણવાને બહુજ ઈન્તેજાર છું અને તેથી કૃપા કરી મને તે કહી સંભળાવશે. બાદશાહ જીજ્ઞાસાથી કહ્યું; "" સુરીશ્વરે તેના કાંઇ પણ જવાબ આપ્યા નહિ. એટલે તેણે બીરખલ તરફ જોઈને કહ્યું. “ રખલ ! સૂરિજી પાતાની મુસાફ્રીના હાલ પોતે કહેવાને ખુશી નથી, માટે તેમને મામ ત્રણ કરવાને જે એ કમ ચારી ગયા હતા, તેમને અત્રે ખેલાવે; તેમની પાસેથી આપણે સર્વ હકીકત જાણી શકીશુ ?? બીરબલ જો હુકમ કહીને બહાર આવ્યે અને મને ક ચારીઓને ખેલાવી લાવવાને માટે એક પહેરેગીરને આજ્ઞા આપીનેતે પુન; અંદર આવીને પેાતાના સ્થળે બેઠા. થાડી વારમાંજ તે ઉભય કર્મચારીઓ ખાદશાહની હજુરમાં આવી કુર્નિસ બજાવીને ઉભા રહ્યા, બાદશાહે તેમાંના એકને કહ્યુ, “ કમાલ ! ” “ ખુદાવંદ ! કમાલે નમ્રતાથી કહ્યુ. “ આચાય શ્રી હીરવિજયસૂરિજીની મુસાફરીના સવિસ્તર Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ભાગ્યવિધાયક ભામાશાહ. હાલ જાણવાને હું ઈ તેજાર છું; માટે તેને કહી સંભળાવ, “બાદશાહે આજ્ઞા કરી. “જે હુકમ, જનાબ !” એમ કહી કમાલે શરૂઆત કરી; જ્યારે અમે આપ નામવરના ફરમાનથી અહીંથી રવાના થઈ અહમદાબાદ પહોંચ્યા, ત્યારે સૂરીશ્વર ગધારમાં હતા અને તેથી સુબેદાર સાહેબે અહમદાબાદના કેટલાક આગેવાન શ્રાવકને આપ નામવરના આમંત્રણની તેમને ખબર આપવા અને ફત્તેહપુર પધારવા સંબંધી વિનંતિ કરવાને મોકલ્યા હતા, સૂરીશ્વર ચાતુર્માસ પૂર્ણ થતાં ગંધારથી વિહાર કરીને અહમદાબાદ આવ્યા અને સુબેદાર સાહેબને મળ્યા. સુબેદાર સાહેબે તેમને અનેક કિંમતી વસ્તુઓ ભેટ કરવા માંડી અને ફત્તેહપુર પહોંચવાને માટે જે વાહને જોઈએ તે આપવાને કહ્યું, પરંતુ તેમણે તે સર્વને ઈન્કાર કર્યો, અમદાવાદમાં કેટલાક દિવસો રહી તેઓએ આ તરફ આવવાને વિ હાર કર્યો અને આજે લગભગ છ મહિને તેઓશ્રી અહીં આવી પહોંચ્યા છે, ઠેઠ ગંધારથી અહીં સુધી તેઓ પગે ચાલતા આવ્યા છે. પિતાની પાસે જરૂર જોગ જે સામાન હતું, તે સર્વ રસ્તામાં પિતેજ ઉઠાવીને ચાલતા હતા અને વચમાં કઈ નગર કે ગ્રામ આવતું, ત્યાં તેઓ વિશ્રાંતિ લેવાને થોભતા. અને ઘેર ઘેરથી ભિક્ષા માગી લાવીને પિતાને નિર્વાહ કરતા હતા. આખી મુસાફરી દર. મ્યાન તેઓ નીચે જમીન ઉપર પોતાની પાસેનું વસ્ત્ર પાથરીને નિદ્રા લેતા હતા અને રાત્રિ પડયા પછી ઈિપણ ચીજ (આહાર અથવા પાણી ) વાપરતા નહેતા, ચાહે તે કોઈ તેમની ભકિત કરે અને ચાહે તે કોઈ તેમની ઉપેક્ષા કરી નિંદા કરે; તે પણ તેઓ ઉભય તરફ સમાન બુદ્ધિથી જોતા હતા અને તેઓ કદિ પણ કોઈને વરદાન કે શ્રાપ આપતા નહોતા. તેમની આવી નિરાભિમાન વૃત્તિ અને સહનશીલતા જોઈને અમે તેમને જોઈએ તે પ્રકારની સગવડતા કરી આપવાને આગ્રહ કરતા, પરંતુ તેઓશ્રી અમારી વિનંતીને લેશ માત્ર પણ સ્વીકાર કરતા નહતા. હજુર! આવા મહાન ચારિત્રસંપન્ન અને અમારા સમર્થ યેગી મહાત્મા અમે આજ પર્યત જોયા નથી અને અમારા આ કથન ઉપરથી આપ નામવર તેમની ઉત્તમતા વિષે ખ્યાલ કરી શકશો.” Page #210 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વર અને સમ્રાટ. આ સૂરિજીની મુસાફરીનો ઉપર પ્રમાણે હાલ સાંભળીને બાદશાહ અકબર તથા અન્ય સભાજને આશ્ચર્યમાં લીન થઈ ગયા અને સૂરિજીના ઉત્તમ ચારિત્ર વિશે તેમની અનેક પ્રકારે પ્રશ સા કરવા લાગ્યા, પછી શહેનશાહે પ્રસન્ન મુખમુદ્રાથી કહ્યું, “ આચાર્ય મહારાજ ! સુશીલા શ્રાવકા ચંપાના મુખેથી આપની પ્રશંસા જ્યારથી મેં સાંભળી હતી, ત્યારથી આપને પ્રત્યે મને પૂજ્યભાવ ઉત્પન થયે હતે; પરંતુ આજે ખુદ મારા કર્મચારીના મુખથી આપના સર્વોત્કૃષ્ટ ચારિત્રનું વર્ણન સંભળીને મને પૂજ્યભાવની સાથે એટલો બધો આનંદ ઉત્પન થયે છે કે જેનું વર્ણન હું શબ્દ દ્વારા કરી શકવાને સમાપ નથી, આજ સુધી મેં પ્રત્યેક ધર્મના ઘણું આચાર્યોની મુલાકાત લીધી છે અને તેમના ચારિત્રની પણ ઘટતી તપાસ કરી છે, પરંતુ ચારિત્રના વિષયમાં તેમાંથી એક પણ આચાર્ય આપની તુલનામાં આવે તેમ નથી. આપનું ચારિત્ર અલૈકિક છે. આપના જેવા દેવી પુરૂષનું દર્શન કરીને હું ખરેખર કૃતાર્થ અને પાવન થયો છું.” . સૂરિજી પોતાની પ્રશંસા સાંભળીને નીચું જોઈ રહ્યા. ક્ષણવાર એ પ્રમાણે રહ્યા પછી તેમણે શહેનશાહની સામે જોઈને કહ્યું “આપને મારું ચારિત્ર અલૈકિક જણાય છે, એનું કારણ આપની નિર્મળ અને ગુણગ્રાહક બુદ્ધિને પ્રતાપ જ છે, બાકી હું તે માત્ર એક અતિ સામાન્ય મનુષ્ય જ છું અને તેથી આપ કહો છો તેટલી પ્રશંસાને હું લાયક નથી.” શહેનશાહે સૂરિજીની નિખાલસ વૃત્તિ જોઈને વિશેષ આનંદને પામતા કહ્યું. “ગુરૂજી! હું આપની મિથ્યા પ્રશંસા કરતું નથી પરંતુ મને જે સત્ય જણાય છે, તે જ પ્રમાણે આપના વખાણ કરું છું. આપ ભલે આપને સામાન્ય મનુષ્ય માનતા હે; પરંતુ હું તો આપને દેવી પુરૂષ જ માનું છું, કારણ કે દેવી પુરૂષ વિના આવું નિખાલસ દિલ, આ નિરાભિમાની સ્વભાવ, આવી શાંત ચિત્તવૃત્તિ અને આવું ચારિત્ર એક સામાન્ય મનુષ્યમાં હેવાં સંભવતાં નથી. સૂરીશ્વર! ખરેખર આપ જીતના ફિરસ્તાજ છે.” Page #211 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. ત્યારબાદ સુરીશ્વર અને સમ્રાટ વચ્ચે ધાર્મિક ચર્ચા ચાલી, ઈશ્વર, જગત, સુગુરૂ અને સત્યધર્મ વિશે અનેક પ્રકારને વાર્તાલાપ થયા. અંતે અકબર બહુ જ ખુશી થયા અને તેના દિલમાંથી કેટલાક સંશયોને નાશ થયે. અત્યાર સુધી તે સૂરિ જના ઉત્તમ ચારિત્ર ઉપર મુગ્ધ થઈ રહ્યો હતો, પરંતુ હવે તે તે તેમની અપૂર્વ વિદ્વત્તા જોઈને બહુ જ પ્રસન્ન થઈ ગયે. ક્ષણવાર રહી સૂરિજીએ પિતાના આવશ્યક કાર્યને સમય થઈ ગયે હોવાનું જણાવી પોતાના નિવાસસ્થાને જવાની ઈચ્છા દર્શાવી એટલે બાદશાહે તેમને જવાની રજા આપતાં કહ્યું. “મહા રાજ ! ભલે, આપની ઈચ્છા હોય તે પધારે. આપની સાથે ધામિક ચર્ચા કરવાથી મને ઘણું જાણવાનું મળે છે, માટે બીજા અનુકૂળ પ્રસંગે હું આપને યાદ કરીશ અથવા તે હું જ આવીને આપને મળીશ.” * સૂરિજી અને તેમના શિષ્ય જવાને માટે ઉભા થયા અને તેમની સાથે બાદશાહ અને સમાજને પણ ઉભા થઈ ગયા. બાદશાહે કહ્યું. “ સૂરીશ્વર ! જતાં પહેલાં મારી એક અરજને આપ સ્વીકાર કરે. આપ ત્યાગી અને સાધુ હોવાથી આપને હું ગમે તેટલી મૂલ્યવાન વસ્તુઓ ભેટ કરીશ, તે તેને આપ લેશે નહિ, માટે મારી પાસે કેટલાંક હિન્દુ અને જૈન સાહિત્યનાં પુસ્તકો છે, તેને આપ સ્વીકાર કરે. આ પુસ્તક પસુંદર'નામક જેનયતિ કે જેઓ ઉત્તેહપુરમાં જ રહેતા હતા અને જેઓની સાથે મારે ખાસ પરિચય હતે, તેઓનાં છે. પસુંદર યતિના સ્વર્ગગમન પછી એ સર્વ પુસ્તકે મારા ખાનગી પુસ્તકાલયમાં મેં સંગ્રહી રાખેલાં છે, તે એવા હેતુથી કે જ્યારે કે વિદ્વાન પુરૂષને મને મેળાપ થશે, ત્યારે તેને જ તે પુસ્તકે અર્પણ કરીશ, આપની અપૂર્વ વિદ્વત્તા જોઈને હું મુગ્ધ થઈ ગયો છું; માટે આ પજ આ સર્વ પુસ્તકે સ્વીકાર કરી મને ઉપકૃત કરે.” . સૂરિજીએ ઘણી આનાકાની કર્યા પછી સદરહુ પુસ્તકને સ્વીકાર કર્યો, પરંતુ તે સર્વ પિતાની પાસે નહિ રાખતાં શહેનશાહ Page #212 -------------------------------------------------------------------------- ________________ નેહ સ્વીકાર અકબરના નામથી આગ્રા નગરમાં પુસ્તકાલય બનાવીને તેમાં તેમને . રાખવાની ગોઠવણ કરી દીધી. તે પછી બાદશાહના ફરમાનથી શાહીવાજિંત્રો અને શાહી ફેંજના સરઘસ સાથે ભારી મહત્સવ પૂર્વક આચાર્ય શ્રી હીરવિજયસૂરિ પોતાના નિવાસસ્થાને ગયા. સમસ્ત ફતેહપુરમાં જેનીઓએ આજના દિવસનું ઉત્સવ તરીકે પરિપાલન કર્યું અને હજારો રૂપિયાનું દાન ગરીબ લોકોને આપવામાં આવ્યું* પ્રકરણ ૨૪ મું. સ્નેહ સ્વીકાર. સ્વપ્નમાં પણ અચળ દીઠું સ્નેહનું સંભારણું, પ્રેમનું પગલું થતાં ઉઘડે હદયનું બારણું; શુદ્ધ સાચા સ્નેહ પાસે તુચ્છ છે સુખ સ્વર્ગનું, ના ચહે પ્રેમી વિના સુખ મોક્ષ કે અપવર્ગનું. ” –મેવાડની સંપ્યા. ઘણા દિવસથી જેની મૂર્તિને હૃદયમાં ધારણ કરી રાખી છે, તેનું અચાનક અહીં આગમન થયું, તે મારા ભાગ્યની પરિસીમા નહિ તે બીજું શું? પરંતુ સાંભળ્યું છે કે “જ્યાં સુધી મેવાડનો પુનરૂદ્ધાર ન થાય, ત્યાં સુધી ભેગવિલાસ અને પ્રેમચર્ચાને સ્વપ્નમાં પણ સંભારીશ નહિ.”એવી તેમણે સખ્ત પ્રતિજ્ઞા લીધેલી છે અને તેથી આવી વિરાગી અવસ્થામાં તે મારા સ્નેહને સ્વીકાર કરશે ખરા ? આ ઘટના જરા વિચારવા જેવી છે ખરી; પરંતુ શું તે મારા પ્રેમને તિરસ્કાર કરશે ? અને જે તે મારા પ્રેમને તિરસ્કાર કરે, તે પછી આ જીવન શું કામનું છે? જીવનને ઉદ્દેશ્ય પણ પછી શું રહે તેમ છે? ના, ના, તે મારા સનેહનો તિરસ્કાર કરે, એ તે મને સંભવિત લા * ઈતિહાસના જીજ્ઞાસુઓએ આ સંબંધી વિશેષ હકીકત જાણવાને માટે કૃપારસોશ-ભાષાંતર જેવું. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ભાગ્યવિધાયક ભામાશાહ. ગતું નથી. ત્યારે શું સ્વીકાર કરશે ? અલબત, તેમણે મારા સ્નેહને સ્વીકાર કરે જ જોઈએ! પરંતુ કદાચ ન કરે તે?” એક લગભગ અઢાર-વીશ વર્ષની અવસ્થાએ પહોંચેલી સુંદરી આ પ્રમાણે પોતાના મનથી વિચાર કરતી હતી અને અવનવી કલ્પનાઓને ઉપજાવતી હતી. પ્રાત:કાળને સમય હતે. સૂર્યનારાયણને ઉદય થઈ ગયો હતે. મીઠે, મધુર અને સુશીતલવાયુ વહન કરી રહ્યો હતો. બાગમાંહેના વિવિધ જાતિના પુષ્પ દિવાકરને માન આપવાને ખીલી ઉઠયાં હતાં. જુદા જુદા રસના ભેગી ભ્રમરો તેમની ઉપર ગંજારવ કરી રહ્યા હતા. વૃક્ષ ઉપર પંખીઓ આનંદથી કર્લોલ કરી રહ્યા હતાં અને શ્યામ રંગની પણ મીઠા કંઠની કોયલ ક્ષણે ક્ષણે પિતાને ટહુકાર કરીને આખા બાગને ગજાવી રહી હતી. બરોબર આ સમયે એક યુવાન સુંદરી આમ્રવૃક્ષના આશ્રયે બેસીને ગુલાબના સુમધુર પુષ્પોની માળા ગુંથી રહી હતી. આ નવજુવાન બાળાનું સંદર્ય અને તેનું લાવણ્ય વર્ણનાતીત હતું, એ અમે જે કે કબુલ કરીએ છીએ; તે પણ કેણ જાણે શાથી અમારી લેખિની તેનાં રૂપ લાવણ્યનું વર્ણન કરવાને લલચાય છે! વાંચકો કહેશે કે લેખકે જ્યાં જુઓ ત્યાં સુંદરીનાં સિદર્યનાં જ વખાણ કરવામાં લેખિનીને યથેષ્ટ ઉપગ કર્યો છે. ખરૂં છે; વાંચક મહાશયાના એ આક્ષેપને અમે સહન કરવાને તૈયાર છીએ, પરંતુ વિચાર કરો કે સૌદર્યના, માધુર્યના અને લાવણ્યના ગુણ કોણે ગાયા નથી ? ક્યા કવિએ મને નમોહન તરૂણના રૂપનું વર્ણન કર્યું નથી ? કયા લેખકે વર્ગની સુરસુંદરી સમાન નાજુક નારીના લાવણ્યની કથા લખી નથી ? કેઈ બતાવશે કે ક્યા મનુષ્ય સંદર્યના સાગર અને લાવણ્યના ભંડાર સમાન લલિત લલનાની પ્રશંસા કરી નથી અને જે તેમણે સ્ત્રીના માધુર્યના ગુણ ગાયા છે. સ્ત્રીનાં રૂપનું વર્ણન કર્યું છે, સ્ત્રીના લાવણ્યની કથા લખી છે અને સ્ત્રીના લાલિત્યની પ્રશંસા કરી છે, તે પછી અમે પણ તેના રૂપ-લાવણ્યની વારંવાર પ્રશંસા કરીએ છીએ, તે શું સ્વાભાવિક નથી ? આમ્રવૃક્ષની છાયા નીચે જે સુંદરી બેઠી હતી, તેનાં રૂપનું જે Page #214 -------------------------------------------------------------------------- ________________ હસ્વીકાર. ૨૦૧ અમે આલંકારિક ભાષામાં વર્ણન કરીએ, તે તેનાં મુખ અને નેત્રથી પરાજય પામીને ચંદ્ર અને હરિણ ઉભય એકત્ર થઈને પુન: વિજય મેળવવાને વિચાર કરી રહ્યા હતા; કારણ કે જે તેમ ન હોય તે ચંદ્ર કે જે ગગનવિહારી છે અને હરિણ કે જે ભૂવારી છે, તેને સહચાર શી રીતે સંભવી શકે? તે સુંદર બાળાના મુખ અને નેત્રનું વર્ણન કરતાં જ્યારે અમે આટલે અલંકાર વાપરીએ છીએ, ત્યારે તેનાં અવયવો જેવાં કે નાસિકા, ગાલ, ઓષ્ટ, સ્તન, ઉદર, નિતંબ, કર અને જંઘાદિ કેવાં સુંદર સરલ અને સુગઠિત હશે, તેને ખ્યાલ વાંચકેએ સ્વયં કરી લે, એજ ઉચિત છે. ટુંકામાં કહીએ તે તે બાળા જે બાગમાં બેડી હતી, તે બાગ જેવી રીતે વિકસિત બનીને માનવહૃદયને મેહ ઉપજાવતું હતું, તેવી જ રીતે તેને વનરૂપી બાગ પણ જેનારનાં હૃદયને આકર્ષ તે હતે. અસ્તુ. “ અલબત, તેમણે મારા પ્રેમને સ્વીકાર કરે જ જોઈએ; પરંતુ કદાચ ન કરે તો?” તે બાળાના મુખમાંથી આ શબ્દો પુનઃ જરા જોરથી નીકળી પડયા. આજ સમયે એક તરૂણ રમણીએ આવીને કહ્યું. “કેમ નહિ કરે? જો તમારો પ્રેમ સાચે જ હશે, તે તેને સ્વીકાર અવશ્ય થ જ જોઈએ.” તે બાળાએ પરિચિત વાર સાંભળી ઉંચું મુખ કરીને જોયું તે પિતાની સામે એક પચીસેક વર્ષની તરૂણી મંદ મંદ હસતી ઉભેલી હતી. તે બાળાએ જરા શરમાઈને વાતને ઉડાવી દેવાના હેતુથી પૂછયું. “લલિતા ! તું અહીં કયાંથી ?” અહીં કયાંથી, એ પ્રશ્ન શા માટે પૂછે છે, રાજકુમારી?, પ્રથમ તે એજ ઉત્તર આપને કે ક્યા ભાગ્યશાળી વીર પુરૂષને તમારા સનેહને સ્વીકાર કરવાને તમે તમારા મનથી આગ્રહ કરી રહ્યા છે?” લલિતાએ સામે સવાલ કર્યો. પરંતુ એ જાણીને તું શું કરીશ? તે જાણવાનું તને પ્રજન પણ શું છે?” રાજકુમારીએ પુન: પૂછયું. Page #215 -------------------------------------------------------------------------- ________________ રક્સ ભાગ્યવિધાયક ભામાશાહ તમારી ગુપ્ત વાત જાણીને હું શું કરીશ, એ સ્વાલ પૂછે. વાનું તમને કાંઈ પ્રજન નથી, પરંતુ એને જાણવાનું તે મને પ્રયોજન છે. મારી પ્યારી સખીની ગુપ્ત વાત જાણવાને શું મને અધિકાર નથી?” લલિતાએ પ્રયજન કહી બતાવતાં પૂછયું. રાજકુમારી વિચામાં પડી ગઈ. લલિતાને હવે શો ઉત્તર આપ, તેની એને સમજણ પડી નહિ. તે કેવળ નિરૂત્તરજ રહી. - લલિતાએ જરા રોષપૂર્વક કહ્યું “ભલે, જે તમારી ગુપ્ત વાત જાણવાનો મને અધિકાર ન હોય, તે હું આ ચાલી. તમે ત. મારે એકલા બેઠા બેઠા વિચાર કર્યા કરે.” ' ' એમ કહી લલિતા જરા ચાલી એટલે રાજકુમારીએ તેને પાલવ પકડી રાખીને કહ્યું. “કયાં જાય છે, લલિતા? શું તને મારે ઉપર રીસ ચડી છે?” “ હાસ્તો વાતને મારાથી છુપાવે છે શા માટે ?” લલિતાએ જવાબ આંખે. મારી સખી!” રાજકુમારીએ તેને પિતાની પાસે બેસારતાં કહ્યું. “તારાથી મેં કઈ વાતને છૂપી રાખી છે કે આ વાત તને ન કહું?” “ તે પછી ઝટ કહી નાખોને ? મોંઘા શા માટે થાઓ છો અલકાબહેન!” લલિતાએ મજાક કરતાં કહ્યું. “તું સાંભળી તે ખરી; હું તને એજ વાત કહું છું. મેવા ડના મહારાણા પ્રતાપસિંહ દુઃખના માર્યા આપણુ અતિથિ થઈને આવ્યા છે અને પિતાજીએ તેમને આશ્રય આપે છે, એ વાતને તે તું જાણે છે ને?” અલકાસુંદરીએ વાતની શરૂઆત કરી. હા, એ તો હું જાણું છું, પરંતુ તેથી તમે શું કહેવા માગે છે?” લલિતાએ અધિરતાથી પૂછ્યું. એજ કે હું તે મહારાણને ચાહું છું અને તે હમણાથી નહિ પરતું આજથી બે વર્ષ પહેલાં જ્યારે તેમની સ્વદેશપ્રતિની અપૂર્વ વાત મેં છાંભળી હતીત્યારથી તેમને ચાહું છું. મોગલોના ત્રાસથી . Page #216 -------------------------------------------------------------------------- ________________ સ્નેહસ્વીકાર. ૨૦૩ કંટાળી અને તેમનાથી પરાજ્ય પામીને તેમનુ' અચાનક આગમન અહીં થવાથી જો કે તેમને પ્રેમ સંપાદન કરવાને મને સરલતા થઇ છે; તેા પણ આજ સુધી મારા પ્રેમથી તેમને વાકેફ કરવાનુ સાહસ હું કરી શકી નથી અને તેથીજ હું અત્યારે અહીં બેઠી બેઠી વિચારતી હતી કે તે મારા સ્નેહના સ્વીકાર કરશે કે નહિ ? ” અલકાસુંદરીએ પેાતાની ગુપ્ત વાત પેાતાની સખીને " 46 વાહ, વાહ, અલકામ્હેન ! પ્રેમપાત્રની પસ’દગી તે બહુ સારી કરી છે હા ! પરંતુ આ વાતને મારાથી અત્યાર સુધી કેમ ગુપ્ત રાખી હતી ? ’” લલિતાએ રાજકુમારીના ગુલાબી ગાલ ઉપર ચુંટી ખણીને પૂછ્યું. હું તાવી. અલકાએ પોતાના ગાલને પ ંપાળતા ઉત્તર આપ્યા. “ પશુ તે મને કયારે પૂછ્યું ? ને મે વાત ગુપ્ત રાખી ? જેમ માજસુધી તે કાંઇ મારા પ્રેમપાત્ર સંબંધી વાત પૂછી નહાતી, તેમ મેં તનેતે વિષે કાંઈ કહ્યું પણ નહતું.” “ અલકામ્હેન ! તમારી ચતુરાઇથી તે હું હારી ! આને બીજાના માથે દોષારાપણુ કરતાં કેવુ આવડે છે ? મેં તમને વાત ન પૂછી, તેથી કાંઇ મે' તમને વાત કહેવાની બધી તેા નહાતી કરીને ? ' લલિતાએ કહ્યું. "" ૮ અ શ્રી તેા નહેાતી કરી; પરંતુ લલિતા ખરૂ કહ્યું ? માત્ર લજ્જાને લીધે હું તને એ વાત કરી શકી નહેાતી. ” અલકાએ ખરી હકીકત કહી. ,, t બહુ સારૂં પ્રેમપાત્ર તેા ઉત્તમ શેાધી-કહાડયું છે, એમાં જરાએ શક નથી; પરંતુ તારા એ પ્રેમપાત્રના તારા તરફ્ કેવા ભાવ છે ? ” લલિતાએ પ્રશ્ન કર્યા. “ તે હું જાણતી નથી; કારણ કે તે જો કે અહીં બે-ત્રણ માસથી આવ્યા છે; તા પણ તેમને મેં નજરેાનજ૨ કઢિ પણ જોયા નથી અને તેથી તેમને મારા તરફ્ કેવા ભાવ છે, તે હું શી રીતે કહું ? ” અલકાએ જવાબ આપ્યા. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભાગ્યવિધાયક ભામાશાહ. “ઠીકપરંતુ પિતાજી તથા માતુશ્રી તમારી આ વાતને જાણે છે કે નહિ?” લલિતાએ પુનઃ પૂછ્યું. નહિં, તેઓ મારી આ વાતને જરા પણ જાણતા નથી, કારણ કે મેં આ વાતને બહુજ ગુપ્ત રાખી છે. જે કોઈ જાણતું હેય તો તે માત્ર તું જ છે અને તે પણ તને મેં અત્યારે તેનાથી જાણતી કરી એટલેજ. પ્યારી સખી! મારા આ પ્રેમનું શું પરિણામ આવશે? એટલે કે મહારાણા તેને સ્વીકાર કરશે કે નહિ? તથા માતાપિતા તે કબુલ કરશે કે નહિ? એની મને બહુ ચિંતા થાય છે. શું તું મને આ ચિંતાસાગરમાંથી તરી પાર થવાને કોઈ ઉપાય નહિ બતાવે?” રાજકુમારી અલકાસુંદરીએ લલિતાના મનને ઉત્તર આપીને દીન વાણીથી પૂછ્યું. વાહ, વાહ! અત્યાર સુધી તે વાતને મારાથી ગુપ્ત રાખી અને હવે ઉપાય બતાવવા માટે વિનંતિ કરે છે, એ કેવી વાત? હું તે કેઈએ તમને ઉપાય બતાવવાની નથી.લલિતાએ હસીને કહ્યું. - લલિતા! પ્યારી સખી ! મશ્કરીની વાત જવા દે અને કૃપા કરીને મને કોઈ ઉપાય બતાવ કે જેથી કરીને મારા દુઃખી જીવને આરામ થાય.” અલકાએ પુન: દીનતાથી કહ્યું. અલકાબહેન! ” લલિતાએ ગંભીરતાપૂર્વક કહ્યું “મશ્કરી કરવાને મારો સ્વભાવ જ છે એટલે તમે સુનમાં કાંઈ લાવશે નહિ. મને લાગે છે કે આ ચિંતામાંથી મુક્ત થધાના બે ઉપાય છે. એક તે એ છે કે તમારા માતપિતાના કાને તમારા પ્રેમની વાત પહે ચાડવી અને તેમની પાસેથી તેની કબુલાત લેવી અને બીજો ઉપાય એ છે કે મહારાણાના પ્રેમને જીતો. હવે પેલા ઉપાયને તે હું અજમાવી જોઈશ; પરંતુ બીજા ઉપાયને તમારે અજમાવવો પડશે કેમ ખરું કે નહિ?” રાજકુમારી એ સાંભળીને ક્ષણ વાર નિરૂત્તર રહી. તે પછી તેણે કહ્યું. “બરાબર છે. જે માતાપિતાની પાસેથી તું મારી વાતની કબુલાત મેળવીશ તે હું બીજો ઉપાય અજમાવી જોઈશ, પછી બને તે ખરૂં.” Page #218 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ સ્વીકાર ૨૦૫ “તે માતુશ્રીને આજે જ તમારા પ્રેમની વાત કહીને તથા તેમને બરાબર સમજાવીને કબુલાત મેળવી લઈશ, પરંતુ તમે મહારાણાના પ્રેમને શી રીતે જીતશો ? લલિતાએ પૂછયું. હું પણ એજ વિચાર કરી રહી છું કે તેમના પ્રેમને મારે શી રીતે જીત ? તું કાંઈ ઉપાય બતાવીશ?” અલકાસુંદરીએ સામે સવાલ કર્યો “એને ઉપાય તે એજ છે કે તમે કોઈ પણ રીતે તેમને એકાંતમાં મળે અને વખત જોઈને તમારા દિલની વાત તેમને કરે. આ સિવાય બીજો ઉપાય મારા સમજવામાં આવતું નથી.” લલિ તાએ ઉપાય દર્શાવ્યું. મેં “પરંતુ મારાથી તેમને શી રીતે મળાય ? અને મળવાનું કદાચ બને, તે પણ દિલની વાત તેમને શી રીતે કહી શકાય?” અલકાએ પુનઃ પૂછયું. મારા સમજવા પ્રમાણે તેમને બાગમાં આવવાને સમય થઈ ગયે છે અને તે આવ્યા પછી હું જોઉં છું કે તેમને મળતાં અને તેમની સાથે વાત કરતાં તમને કેવીક લજજા આવે છે? નાહક ટૅગ શા માટે કરી રહ્યા છે ? પિતાના પ્રેમપાત્રને મળવાને માટે તે આતુર થઈ રહ્યા છે અને વળી ભાવ શું કામ ખાઓ છે?” લલિતાએ સ્મિત હાસ્ય કરીને કહ્યું. “ઠીક, લલિતા ! તું કહે તે ખરૂં. હું તેમને મળવાને માટે, જ અત્રે આવી છું, પછી છે કાંઈ?” અલકાએ આડંબરને ત્યાગ કરીને કહ્યું. * “હવે કેવા ઠેકાણે આવ્યા?” એમ કહી લલિતાએ આસપાસ જોઈને સૂચના કરી. “જુઓ, અલકાબહેન! સામેથી તમારા મનના માલિક આવે છે, તેની સાથે બરોબર વાર્તાલાપ કરજે અને તેમને તમારા પ્રેમપાસમાં જરૂર સપડાવી લેજો. હું હવે જાઉં છું.” - લલિતા હસતી હસતી એ પ્રમાણે સૂચના કરીને ચાલી ગઈ અને અલકાસુંદરી સામેથી મહારાણા પ્રતાપસિંહને આવતાં જે સ્તબ્ધ થઈને ઉભી રહી. Page #219 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ, - નિત્યના નિયમ પ્રમાણે પ્રતાપસિંહ પ્રાત:કાલમાં વહેલા ઉડીને વિકસિત બનેલાં પુપોની તાજી હવાને ઉપભેગ કરવાને બાગમાં આવ્યું હતું. તેણે આ વખતે સાદા અને વેત વસ્ત્રો પરિધાન કરેલાં હતાં. અગાધ ચિંતા અને અસહ્ય દુઃખથી તેનું ભવ્ય મુખ જો કે ઉદાસ જણાતું હતું અને તેની આંખો જો કે ઉંડી પેસી ગઈ હતી; તે પણ તેના શરીરના મજબુત બાંધામાં, તેના સુખની ભવ્યતામાં અને તેની આંખોના તેજમાં બહુ ન્યૂનતા થઈ નહતી. પ્રતાપસિંહ ફરતા ફરતે અને બાગની સુગંધી હવાને ઉપલેગ કરતે કરતે અલકાસુંદરી જે આમ્રવૃક્ષ નીચે નિશ્ચળ ભાવે ઉભી હતી, તેની નજીક આવી પહોંચે અને આવતાં જ ત્યાં અલકાને અવનત મુખે ઉભેલી જોઈને તે ત્યાં ઉભે થઈ રહ્યો. જ્યારથી પ્રતાપે મેવાડને ઉદ્ધાર કરવાને અને સ્વદેશની સ્વતંત્રતા સાચવવાને માટે સર્વ ભોગ વિલાસને ત્યાગ કર્યો હતો, ત્યારથી તેનું હૃદય ઘણે ભાગે શુષ્ક થઈ ગયું હતું અને તેમાંથી સ્નેહરૂપી અમૃત કેટલેક અંશે સુકાઈ ગયું હતું અને તેથી કેઈ પણ સુંદર સ્ત્રીને જોઈને તેના હૃદયમાં કશી પણ અસર થતી નહોતી, પરંતુ અત્યારે અલકાસુંદરીને જોઈને અને તેના અલૈકિક રૂપને અવ લેકીને તેને સ્વાભાવિક રીતે જ અજાયબી થઈ અને તેના હદયમાં ચમત્કારીક અસર પણ થઈ. તેણે અલકાને બરોબર ધ્યાનપૂર્વક જોઈ લીધી અને તે પછી તેને તેની સાથે વાર્તાલાપ કરવાની જીજ્ઞાસા થઈ. તેણે તુરતજ મીઠા અને મધુર અવાજે પૂછયું. “તમે કેણ, છે અને અહીં શામાટે ઉભા છો ?' અલકાએ કાંઈ પણ ઉત્તર નહિ આપતાં મન સેવવાનું જ ઉચિત વિચાર્યું. પ્રતાપસિંહે કરીથી પૂછયું. “કેમ ઉત્તર આપતાં નથી? મેં સાંભળ્યું છે કે ઠાકર રાયધવલને એક અલોકિક દર્યવતી પુત્રી છે શું તે તમે તે નહિ ને !” અલકાએ આ વખતે આડી નજરે પ્રતાપસિંહના મુખને એકવાર જોઈ લીધું, પરંતુ કોઈ જવાબ આપે નહીં.. Page #220 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ સ્વીકાર. અને જે તમે ઠાકોર રાયધવલના પુત્રી છે, તે મારા સમ જવા પ્રમાણે તમારું નામ અલકાસુંદરી છે, કેમ ખરું ને? " પ્રતાપસિહે પુન: પૂછ્યું. આ છે; અલકાની લજજા હવે પલાયન કરી ગઈ હતી. તેણે પિતાના અવનત મુખને ઉંચું કરીને પ્રતાપસિંહના મુખ ઉપર પોતાના કમળ સમાન નેત્રો સ્થાપીને કહ્યું, “ આપની ધારણા સત્ય છે. હું ઠાકર રાયધવલની પુત્રી છું અને મારું નામ અલકાસુંદરી છે.” “તમને આજસુધી નજરોનજર જોયા ન હતા અને તેથી અત્યાર આગમચ હું તમને ઓળખી શકે નહે; પરંતુ તમને જોતાંજ મેં જે કર્થના કરી હતી, તે તમારા કથનથી સત્ય નીવડી છે. અલકાસુંદરી! જેવું તમારું નામ છે, તેવું તમારું રૂપ પણ અલોકિક છે.” પ્રતાપસિંહે આનંદસહ કહ્યું. - અલકાસુંદરી પિતાનાં રૂપનાં વખાણ સાંભળીને શરમાઈ ગઈ. શરમથી તેના ગાલ ઉપર લાલ રંગની છટા વિલસી રહી. પ્રતાપે તેને શરમાઈ જતી જોઈને કહ્યું “રાજકુમારી ! શા માટે શરમાઓ છો ? તમારા રૂપની મેં જે પ્રશંસા કરી છે, તે મિથ્યા નહિ, કિન્તુ કેવળ સત્ય છે અને તેથી તમારે શરમાવાનું કોઈ કારણ નથી, પરંતુ તમે કઈ દિવસ નહિ ને આજે સવારમાં વહેલા બાગમાં શા માટે આવ્યા છે ? જ્યારથી અમે અહીં આવ્યા ત્યારથી આ બાગમાં હું હમેશાં દિલને આરામ આપવાને માટે સ વારમાં આવું છું, પરંતુ આજ પર્યત તમને મેં જોયા નથી અને તેથી જ હું તમને એ સ્વાલ કરૂં છું.” મહારાણાના પ્રશ્નનો શે ઉત્તર આપ તેની અલકાને સમજ પડી નહિ અને તેથી તે નિરૂત્તર રહી. તેને નિરૂતર રહેલી : જોઈને પ્રતાપસિંહે પુન: સવાલ કર્યો. “કેમ ઉત્તર આપતા નથી, અલકાસુંદરી ! શું તમે શરમાઓ છો?” અલકાએ વિચાર્યું કે હવે ઉત્તર આપ્યા સિવાય ચાલે તેમ નથી અને તેથી તેણે કહ્યું. “મેવાડના પુણ્યશ્લેક મહારાણુના દર્શન કરવાની ઈચ્છા હૃદયમાં કેટલા દિવસોથી હતી અને તેથી એ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ભાગ્યવિધાયક ભામાશાહ. ઇચ્છાને તૃપ્ત કરવાની ખાતર હું અત્રે માવી છું. આજ આપના પવિત્ર દન કરીને હું કૃતાર્થ થઇ છે. :> પ્રતાપસિ’હૈ હસીને કહ્યુ, “ વાહ, વાહ, રાજકુમારી ! તમે ઉત્તર તા સારા આપ્યા, પરંતુ મેવાડને પુણ્યàાક મહારાણેા પ્રતાપસિદ્ઘ આ દુનિયાઉપર નથી; હવે તે તેના બદલે સીધા-સાદે રાજપૂત પ્રતાપજ છે અને તેથી તમે કેાના દર્શન કરીને કૃતાર્થ થાએ છે?” અલકાએ જવાબ આપ્યા. “ મહાપુરૂષા પેાતાની પ્રશંસા સ્વમુખે કરતાં નથી; તે તે હમેશાં લઘુતાજ બતાવ્યા કરે છે અને એજ એમની પ્રભુતાનુ લક્ષણ છે. આપ ભલે પેાતાને સીધાસાદા રજપૂત માનતા હે; પરંતુ હું તે આપને મેવાડના પુણ્યલેક મહારાણા ગણું છું અને તેથી આપના દશન કરીને કૃતાર્થ થઈ છુ” અલકાસુ દરી ! મારી પાસે નથી રાજપાટ કે નથી વૈભવવિલાસ, નથી વિશાળ સૈન્ય કે નથો અખુટ સોંપત્તિ અને નથી ધનદોલત કે નથી રાજ્યચિન્હ, તે 'છતાં તમે મને મેવાડના મહા રાણા શી રીતે ગણે છે ? તે હું સમજી શકતા નથી.” પ્રતાપસિંહે કહ્યુ . “ એ વાત ખરી છે કે આપની પાસે એ બધાં બાહ્ય સાધના નથી; પરંતુ તેથી શું થઇ ગયુ? આપની એજસ્વિની મુખમુદ્રા, આપના ભવ્ય દેખાવ, આપની તીવ્ર આંખા, આપના આજાતુ માહુ અને તે ઉપરાંત આપની વીરતા, આપની સ્વદેશપ્રીતિ, આપની સ્વમાન સાચવવાની દ્રઢતા અને આપની મેવાડના ઉદ્ધાર કરવાની ક્રૂઢ પ્રતિજ્ઞા આદિ હજી પણ આપનામાં છે અને તેથી હું આપનેજ મેવાડના મહારાણા ગણું છું. ” અલકાએ જવાબ આપ્યા. “ આ વખતે હું મેવાડના મહારાણા નિહું હોવા છતાં પણ જ્યારે તમે મને ઠરાવા છે, ત્યારે મને લાગે છે કે તમારા માશ તરફ પક્ષપાત છે. ” પ્રતાપસિ હે કહ્યું. "L હા, આપ જો એને પક્ષપાત ગણતા હૈ, તે હું પણ તેને પક્ષપાત ગણું છું, ” અલકાએ કહ્યુ, “ પરંતુ મારા તરફ પક્ષપાત રાખવાનું તમને શું કારણુ છે ? ” પ્રતાપસિંહે પૂછ્યું . Page #222 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ સ્વીકાર. ૨૦૯ re અલકાએ ક્ષણવાર વિચાર કરીને જવાબ આવ્યેા. “ કારણ ! કારણ તેા કાંઇએ નથી; પરંતુ ગુણવાન પુરૂષાને કાણુ પક્ષપાત કરતું નથી ? ” “ એ ઠીક છે; પરંતુ કારણ તા કાંઇક હાવુ જ જોઈએ. ” પ્રતાપે કહ્યું. 27 “ કદાચ હોય પણ ખરૂં, તે જાણીને આપ શું કરશે! ? અલકાએ અર્થસૂચક સ્વરે પૂછ્યું. “ એને જાણીને હું શું કરીશ, એ સવાલ નિરાળા છે; પરંતુ તમારા મારા તરફ શા કારણથી પક્ષપાત થયા છે, એ જાણવાને તે અહુજ આતુર છું. ” પ્રતાપસિ હૈ ઉત્તર આપ્યા. 66 અલકાએ વિચાર કર્યો કે હવે ધીરે ધીરે અગત્યના સવાલ ઉપર આવવાની અગત્ય છે અને તેથી તેણે કહ્યું. મહારાણા ! આપની પ્રત્યે મારો પક્ષપાત ખાસ કરીને શા કારણથી છે, તે ખરાખર જાણતી નથી; હું જાણું છું. માત્ર એટલું જ કે આપ મેવા ડના પુણ્ય લેાક મહારાણા છે, દેવી પુરૂષ છે, વીશિરામણી છે. અને સગુણસ ંપન્ન રાજેન્દ્ર છે. આપની પ્રત્યેના મારા પક્ષપાતનુ આથી અન્ય કારણુ આપ શું જાણવા માગેા છે ? ” ,, “ અલકાસુંદરી ! ” પ્રતાપસિહે કહ્યું. “ એક માણુસની માત્ર મ્હાડેથી પ્રશંસા કરવી, એ કાંઇ તેના તરફના પક્ષપાતનું ખરૂં કારણુ નથી. 66 એક મહારાણા ! ” અલકાએ જરા સ્પષ્ટતાથી કહ્યું. “ પુરૂષ તરફ એક સ્ત્રીના કાઇ પણ પ્રકારના ખાસ કારણ વિના પક્ષપાત હેાવાનુ પ્રેમ-સ્નેહ સિવાય બીજું શું કારણ હાઈ શકે ? આપ આવા સીધા અને સરલ વિષયને સમજી શકતા નથી, એ કેવી વાત?” "" “ અલકાસુંદરી ! હું તમારી મ યુક્ત વાતને બરાબર સ મજી શકતા નથી; માટે તમારે જે કહેવાનું હાય, તે હજી પણ વધારે સ્પષ્ટતાથી કહેા, તેમાં શું કઈ હરકત છે? ” પ્રતાપસિડે જીજ્ઞાસાથી કહ્યુ . Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ભાગ્યવિધાયક ભામાશાહ. - અલકા વિચારમાં પડી ગઈ. તેણે પિતાના મનથી વિચાર કર્યો કે હવે ખરી હકીકત કહ્યા સિવાય અર્થ સરે તેમ નથી. તેણે પોતાનાં વિશાળ લોચનને પ્રતાપસિંહના મુખ ઉપર સ્થાપીને અતિ મીઠા અને કમળ સ્વરે કહ્યું. “મહારાણું ! આપના તરફ મારો પક્ષપાત હેવાનું કારણ માત્ર એટલું જ છે કે મેં મારાં તન-મન અને ધન આપને અર્પણ કરવાનો નિશ્ચય કર્યો છે અને તેથી આપની હું જેટલી પ્રશંસા કરૂં તેટલી ડીજ છે. આપને મેવાડના મહારાણું તે શું પરંતુ સમસ્ત ભારતવર્ષના રાજાધિરાજની ઉપમા આપું તો પણ તે મારા મનથી કાંઈજ નથી.” - પ્રતાપસિંહે અજાયબ થઈને પૂછ્યું. “તમે તમારા તન-મન અને ધન મને અર્પણ કરવાનો નિશ્ચય કર્યો છે, એટલે શું? એને અર્થ શું છે?” એનો અર્થ એ જ છે કે હું આપને ચાહું છું અને તે આ જથી નહિ, પરંતુ જ્યારથી મેં આપની સ્વદેશ અને સ્વમાનનું રક્ષણ કરવાની તીવ્ર ઉત્કંઠાની વાત સાંભળી છે, ત્યારથી જ હું આ પને ચાહતી આવી છું. ” અલકાએ લજજાને સર્વથા ત્યાગ કરીને ઉત્તર આપે. પ્રતાપ તેના સ્પષ્ટ ઉત્તરથી વિશેષ અજાયબ થઈ ગયો. તેણે ગંભીરતાથી કહ્યું. “અલકાસુંદરી ! તમે મારી સ્વદેશ અને સ્વમાનના રક્ષણ કરવાની તીવ્ર ઉત્કંઠાની વાત સાંભળી હશે, એ ઠીક છે, પરંતુ તેથી કરીને મને ચાહવામાં તમારું દિલ મને અર્પણ કરવામાં તમે ઉતાવળ કરી છે.” એનું કારણ?” અલકાએ જીજ્ઞાસાથી પૂછ્યું. એનું કારણ એ છે કે મેવાડને ઉદ્ધાર કરવાને માટે મેં સર્વ ભેગવિલાસને ત્યાગ કર્યો હોવાથી સંસારમાં રહ્યાં છતાં પણ હું એક સંન્યાસી છું અને તેથી અલકાસુંદરી ! સંસારના ભેગ વિલાસને તિલાંજલી આપીને વિરક્ત જીવન ગુજારત મારા જેવા એક સામાન્ય પુરૂષને ચાહવામાં તમે ઉતાવળ કરી છે, એ મારૂં કથન શું સત્ય નથી ?” પ્રતાપસિં છે કારણ દર્શાવતાં પૂછ્યું. Page #224 -------------------------------------------------------------------------- ________________ નેહ સ્વીકાર ૨૧૧ મહારાણા! મને ક્ષમા કરજે, પરંતુ મારે કહેવું જોઈએ છે કે આપનું કથન સત્ય નથી. મેવાડના ઉદ્ધાર માટે આપે ભેગવિલાસને ત્યાગ કર્યો હોય તે ભલે કર્યો કારણ કે દેશના કલ્યાણને માટે એના જેવું બીજું એક ઉત્તમ કાર્ય નથી, પરંતુ તેથી કેઈપણ કુમારી બાળાનો આપને ચાહવાને અધિકાર શું ચાલ્યા જાય છે કે જેથી આપ તેને ઉતાવળ કહે છે ?” અલકાસુંદરીએ સામે, પ્રશ્ન કર્યો. - “અલકાસુંદરીના આ પ્રશ્નને શે ઉત્તર આપો, એની પ્રતા પસિંહને ખબર પડી નહિ અને તેથી તેણે કહ્યું. “અલકાસુંદરી ! તમારે એ પ્રશ્ન ઘણેજ કઠિન છે અને તેથી તેને ખરો અને વ્યા જબી ઉત્તર શો આપ, એની મને સમજણ પડતી નથી, પરંતુ તેમ છતાં તમે મને ચાહવામાં ઉતાવળ કરી છે એટલું જ નહિ, પણ મને ચાહવામાં તમે ભૂલે છે, એમ કહ્યા સિવાય મને ચાલતું નથી. ” અલકાએ તેને પ્રતિવાદ કરતાં કહ્યું. “મહારાણા! આ૫ જ્યારે મારા પ્રશ્નને વ્યાજબી ઉત્તર આપી શકતા નથી, ત્યારે આ પને ચાહવામાં મેં ઉતાવળ કરી છે અથવા તો તેમ કરવામાં હું ભૂલું છું એમ આપ શા ઉપરથી કહો છો ?” તમે વિચાર કરો કે જ્યારે સર્વ ભેગવિલાસને ત્યાગ કરીને સાધુજીવન ગુજારવાનો નિશ્ચય કર્યો છે અને જ્યાં સુધી મેવાઅને પુનરૂદ્ધાર ન થાય, ત્યાં સુધી મારાથી સંસારનાં સુખને સ્વીકાર થાય નહિ, જ્યારે મારી આવી પ્રતિજ્ઞા છે, ત્યારે આવી સ્થિતિમાં તમે મને ચાહીને શું કરશે? તમે મને ચાહો કે ન ચાહે એ બને સરખું જ છે, કારણકે મારા વર્તમાન સાધુ-જીવનમાં હું તમારો સ્વીકાર કરી શકું તેમ નથી અને તેથી જ હું કહું છું કે તમે મને ચાહવામાં ઉતાવળ કરી છે. મેવાડના મહારાણાને મેહીને જે તમે મને ચાહતા હે, તે તેમાં પણ તમારી ભૂલ થાય છે, કારણકે મેવાડના મહારાણાનું પદ હું ખોઈ બેઠે છું અત્યારે મેવાડનું એક નગર, એક કિલે કે એક નાનું સરખું ગામડું પણ મારા કબજામાં નથી. એ ઉપરાંત મારાં ધન-દેલત-સુખ-સંપત્તિ ઇત્યાદિને પણ નાશ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભાગ્યવિધાયક ભામાશાહ. થયા છે અને તેથી તમે મને ચાહીને તેના બદલામાં મારા પ્રેમ સ’પાદન કરીને જે સુખની આશા રાખી હશે, તેમાં તમને નિરાશા મળશે. અલકાસુંદરી ! આ બધી વસ્તુસ્થિતિના વિચાર કરી મને ચાહવાનુ છેડી દો અને હું આગ્રહપૂર્વક કહુ છુ કે તેમ કરવામાં જ તમારૂ કલ્યાણ છે.” પ્રતાપસિહુ સવિસ્તર હકીકત કહીને તેને સલાહ આપી. અલકાસુ દરીએ આ સાંભળીને એક નિ:શ્વાસ મૂકી. તેણે કાંઇક દીલગીરી ભરેલા અવાજે કહ્યું. “ એક સ્ત્રી જો એક પુરૂષને તેના અશ્વ અને તેની સંપત્તિને માટે ચાહતી હાય, તે તે તેના પ્રેમ નહિ; કિન્તુ મેહુ જ છે અને તે અધમ છે-સ્વાથી છે. મહારાણા ! હું આપને ચાહું છું, તે આપના પદને કે આપના વૈભવલાસને માટે નહિ; પરંતુ આપના દૈવી ગુણ્ણાને અને આપની સ્વદેશસેવાની દ્રઢ પ્રતિજ્ઞાને માટે જ ચાહુ છુ... અને તેથી માપ સ ધુ હા કે સંન્યાસી હા, ગરીમ હેા કે તવંગર હૈા, મહારાણા હા કે સામાન્ય રાજપૂત હૈ। અને સુખી હૈ। કે દુ:ખી હા, તે તરફ મારે શા માટે ધ્યાન આપવું જોઈએ ? મહારાણા ! આપને ચાઢવામાં મેં સુખની લાલસા રાખી જ નથી અને તેથી આપે જો સવ ભાગવિલાસના ત્યાગ કરીને સાધુજીવન ગુજારવાના નિશ્ચય કર્યો હાય, તા તેની મને શી દરકાર છે ? આપ જેવા નરશ્રેષ્ટ અને પુરૂષાત્તમ પુરૂષનાં પવિત્ર ચરણાની સેવા કરવાને અને આપના સ્વદેશસેવાના પુણ્ય કા માં એક સ્ત્રી જેટલી સહાય પાતાના પ્રાણનાથને કરી શકે તેટલી સહાય કરવાને માટે જ હું આપને ચાહું છું-ખરા હૃદયથી ચાહું છું. અને તેથી મહારાણા ! હું આપને વિન ંતી કરીને કહું છું કે આપ મારા પ્રેમના સ્વીકાર કરી મને અનાથને સનાથ બનાવા. "" પ્રતાપસિંહ અલકાનુંદરીની મા લાંખી દલીલ સાંભળીને વિચારમાં પડી ગયા. તેણે ક્ષણવાર વિચાર કરીને કહ્યું. અલકા સુંદરી ! તમારા હૃદયની શુદ્ધ લાગણી અને તમારી શુભેચ્છા જોઇને મને ઘણા જ આનંદ થાય છે; પરંતુ તમારી એ લાગણી અને શુભેચ્છા કાયમ ટકી રહેશે કે કેમ, એની મને શંકા રહે છે. તમા જાણેા છે કે મોગલ શહેનશાહ અકબર મને નમાવવા, ખુવાર કરવા અને બની શકે તેા પકડી કૈદ કરવાને માટે બહુ જ આતુર 66 Page #226 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ સ્વીકાર. ૨૧૩ થઈ રહ્યો છે અને તે માટે પિતાના સૈન્યને વારંવાર મોકલીને મને હેશન કરવામાં કશી પણ મણું મૂકતા નથી. આવી વિપડ્યસ્ત સ્થિતિમાં મારે આ સ્થળને ક્યારે અને કઈ ઘડીએ ત્યાગ કરો પડશે, તે તથા આ સ્થળને ત્યાગ કરીને મારે મારા આસજનને બચાવ કરવાને કયાં નાસી જવું પડશે, તે ચેક્સ નથી અને તેથી મને ચાહવામાં અને મારે નેહ સંપાદન કરવામાં તમને સુખને અંશમાત્ર પણ મળવાને સંભવ નથી. આ કારણથી હું તમને આગ્રહપૂર્વક કહું છું કે તમારે પ્રેમ મને અર્પણ કરીને તેના બદ લામાં મારે નેહ મેળવની વાતને તમે વિસારી દેજે.” અલકાસુંદરીએ ગંભીર ભાવથી કહ્યું “મહારાણા! હવે કયાં સુધી કસોટી કરશે? હું આપને એક વખત કહી ચૂકી છું અને હજુ પણ કહું છું કે હું આપને ખરા હૃદયથી ચાહું છું અને તેથી આપ જે કદાચ મારા સ્નેહને તિરસ્કાર કરશે; તે પણ આપના પ્રતિ મારે જે નેહ બંધાય છે, તેમાં સહેજ પણ ન્યુનતા થશે નહિ.” અલકાસુંદરીની દ્રઢતા જોઈને પ્રતાપસિંહ ઘડીભર વિચાર સાગરમાં ગોથાં ખાવા લાગ્યું. તેને શો જવાબ આપે, એની તેને સમજણ પડી નહિ અને તેથી તે તેના પ્રતિ અનિમિષ નયનેએ જે મનપણે ઉભે રહ્યો. અલકાસુંદરીએ તેને નિરૂત્તર રહેલ જેઈને આવેશપૂર્ણ સ્વરે કહ્યું. “મહારાણા ! હવે શે વિચાર કરે છે ? આ આતુર હદયા બાળાને હવે વધારે શા માટે તલસા છે ?” પ્રતાપસિંહે તેને કાંઈ પણ ઉત્તર આપે નાહ અને પૂર્વવત મનપણે તેની સામે જેતે ઉભું રહ્યો. આ વખતે પણ તેને નિરૂત્તર રહેલ જોઈને અલકાસુંદરીની ધીરજ રહી નહિ તેણે પ્રતાપસિંહની નજીક જઈ તેના ચરણ ઉપર પિતાનું મસ્તક લગાવી દીધું અને પછી ગદગદિત કઠે કહ્યું. “મ. હારાણ ! હૃદયેશ્વર ! ભગવાન સૂર્યનારાયણની સાક્ષીએ હું મારૂં દિલ આપને અર્પણ કરીને મારું મસ્તક આપના ચરણમાં ધરૂં છું. ચાહે તે આપ તેને સ્વીકાર કરો કે ચાહે તે ઠોકર મારે, Page #227 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. આપની ઈચ્છામાં આવે તેમ કરે; પરંતુ હું તે આજથી–અત્યાર થી આપની અર્ધાગના બની ચૂકી છું અને આપ મારા સ્વામી બન્યા છે.” આ શબ્દો બોલતાં બોલતાં અલકાનાં નેત્રોમાંથી અમૃઓની ધારા નીકળીને પ્રતાપસિંહના ચરણેને પલાળવા લાગી. આ દશ્ય જોઈને પ્રતાપસિંહનું હૃદયે પીગળી ગયું અને તેથી તેણે તેને કમળ કર પકડીને તેને ઉઠાડતાં સનેહસૂચક સ્વરે કહ્યું. “અલકાસુંદરી ! તમે તમારી અડગ શ્રદ્ધાથી મારા નિશ્ચયને ચલિત કરી નાંખે છે, મારા અતિ કઠિન હદયને પીગળાવી નાંખ્યું છે. ઉઠે, અલકાસુંદરી! પ્યારી અલકા! તમારા સનેહને સ્વીકાર કરૂં છું અને બદલામાં મારે નેહ-મારું દિલ તમને અર્પણ કરું છું. માટે ઉઠો.” અલકા ઉભી થઈ અને આનંદના અતિરેકથી પિતાના પ્રિયતેમની સામે જોઈ રહી. આ વખતે તેને લાવણ્યના ભંડાર સમાન મુખચંદ્ર ઉપર હાસ્યની અપૂર્વ છટા વિલસી રહી હતી અને તેથી તેના સંદર્યમાં ઓર વૃદ્ધિ થયેલી હતી. પ્રતાપસિંહે તેને પૂછયું “યારો અલકાસુંદરી ! ઠાકર રાયધવલની આ વિષયમાં શી ઈચ્છા છે ? તે આપણો પ્રેમ સંબંધ કબુલ રાખશે ખરા ?” | “તે સંબંધી આપને કશી પણ ચિંતા કરવાની નથી; કારણકે મારા માતપિતાને મારા ઉપર એટલો બધે પ્રેમભાવ છે કે તેઓ મારી ઈચ્છાને અવશ્ય કબુલ રાખશે, એ નિઃસંશય છે.” અલકા જવાબ આપે. “બહુ સારું; પરંતુ અલકા ! તને એક વાત કહેવાની છે અને તે એ કે તારા પિતા માપણે પ્રેમસંબંધ કબુલ રાખે એટલે આપણુ લગ્ન થશે, પરંતુ કેઈ પણ પ્રકારની ધામધમ વિના કરવાના છે. એટલું જ નહિ, પણ લગ્ન પછી તારે મારી જેમ સર્વ ભેગવિલાસને ત્યાગ કરીને સાધુ-જીવન ગુજારવું પડશે. કહે, આ શરત તને કબુલ છે?” પ્રતાપે પુન: પૂછ્યું. Page #228 -------------------------------------------------------------------------- ________________ ભામાશાહની સ્વદેશભક્તિ. “હદયેશ્વર ! આ તે શું, પણ આપને ગમે તે શરત મારે કબુલ છે. આપજ વિચાર કરો કે આપ જ્યારે સામાન્ય પર્ણકુટીમાં રહીને આપનું જીવન ગુજાતા હશે, ત્યારે શું હું રાજમહેલમાં રહીને એશઆરામ કરીશ? કદિ નહિ. હું તે આપની છાયાની જેમ આપના સુખમાં અને દુ:ખમાં ભાગ લેવાને આપની આજ્ઞાનુ વતિની બનીને આપની સાથે જ રહીશ અને આપના ચરણની સેવા કરીને મને પોતાને ભાગ્યશાલની ગણીને આનંદ માનીશ.” અલકાએ સરતનો સ્વીકાર કરતાં ઉત્તર આપે. પ્રતાપે હસીને કહ્યું બહુ સારું. હું હવે જાઉં છું.” એમ કહીને પ્રતાપપિતાની પ્રિયતમાને પ્રેમમયી દ્રષ્ટિથી જતો જેતે આગળ ચાલ્યા એટલે અલકાએ તેને સંબોધીને ઉભા રહેવાની ઇશારત કરતાં તે ઉભે રહ્યો. અલકા તેની પાસે ગઈ અને પિતાના હસ્તમાં ગુલાબના પુની તૈયાર કરેલી જે માળા હતી, તે તેના કંઠમાં પહેરાવી દીધી. પ્રતાપ તેનું ચાતુર્ય જોઈને હસી પડે. તે પછી તેણે એ માળાને પોતાના કંઠમાંથી લઈને અલકાના કંઠમાં તેને આરોપણ કરે અને ત્યારપછી તે ત્વરાથી ત્યાંથી ચાલ્યા ગયે અને ગુલાબનાં પુપની એ માળા અલકા સુંદરીના સુંદર કંઠમાં અને તેના અતિ ઉચ્ચ સ્તનપ્રદેશ ઉપર સ્થાન મેળવીને કૃતાર્થ થઈ. ધન્ય એ માળાને અને અહો ધન્ય એ અલકાસુંદરીને ! – @-- પ્રકરણ ૨૫ મું. ભામાશાહની સ્વદેશભક્તિ. મગલેના ત્રાસથી બચવાને માટે મહારાણા પ્રતાપસિંહે પિતાના પરિવાર સાથે આબુથી બાર ગાઉ પશ્ચિમમાં દૂર આવેલા સુધાના પહાડોમાં આવીને નિવાસ કર્યો હતો. આ પહાડમાં દેવડા રાજપૂતની વસતિ હતી અને તે સર્વમાં લેયાણનો ઠાકર રાયધવલ મુખ્ય રાજા હતા. ઠાકોર રાયધવલે મહારાણું પ્રતાપસિંહને આશ્રય આપ્યો હતો અને તેમને કોઈ પણ પ્રકારની ઉણપ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ભાગ્યવિધાયક ભામાશાહ. ન લાગે, એવી રીતે તેતેમની આગતા સ્વાગતા કરતા હતા. સુ ધાના પહાડામાં આવીને વસવાથી પ્રતાપસિંહને માગલેાના ત્રાસની ચિંતા એછી થઇ ગઇ હતી અને તેથી તે પોતાના મહારાણાના પદને છાજે તેવી સ્થિતિમાં માનપૂર્વક ત્યાં રહેતા હતા. પ્રતાપ સિંહુ જે કે અહીં આવીને સુખશાંતિમાં પડયા હતા; તે પણ તે પેાતાની પ્રતિજ્ઞા વિસરી ગયા નહેાતેા. તે લાયાણા ગ્રામની બહાર એક સાદી પણ કુટીમાં રહેતા હતા અને નિસ ભેાજન જમીને તથા ભાગવિલાસના ત્યાગ કરીને સાધુ–જીવન ગુજારતા હતા તેનાં માસજના તથા તેના સરદારો વગેરે પણ તેની સાથેજ રહેતાં હતાં અને તેઓ પણ તેનું અનુકરણ કરતાં હતાં. પ્રતાપસિ ંહે આ સ્થળે પા તાના ચિત્તની પ્રસન્નતાને માટે એક વાવ અને એક વિશાળ માગ મ નાવ્યાં હતાં. આ ખાગ માંહેના વિવિધ પ્રકારનાં વૃક્ષેા અને પુષ્પાની મધુર હવામાં તે પાતાના ઘણાખરા સમય ગુજારતા હતા. સુંધાના પહાડામાં આવી નિવાસ કરવાથી તથા ઠાકાર રાયધવલના ઉત્તમ આતિથ્યથી પ્રતાપસિંહને કેટલેક અ ંશે શાંતિનું જે કે ભાન થયુ હતુ. તે પણ હજી તેના હૃદયમાંથી મેગલે તરફની ચિંતાના સર્વથા નાશ થયે નહાતા અને તેથી તે તેમનાથી સદા સાવચેત જ રહેતા હતા. તેણે પોતાના વિશ્વાસુ ભીલેાને માગલાની હીલ ચાલની ખબર રાખવા માટે રાખેલા હોવાથી તેઓ પ્રસંગેાપાત તેને જોઇતી ખબર મેાકલાવતા હતા અને તેથી તે કેટલીક રીતે અગાઉ કરતાં નિશ્ચિત હતા. તે પશુ ચાલાક મેગલે તેના પત્તો કાઇ વખતે પણ મેળવી લેશે, એવી તેને ખાતરી હાવાથી તે બહુજ સંભાળપૂર્વક રહેતા હતા. આ પ્રમાણે કેટલેાક સમય ગુજાયો માદ પ્રતાપસિંહ એક વખતે પેાતે બંધાવેલી વાવના આગળના ચારા ઉપર બેઠા હતા અને અનેક પ્રકારના વિચારામાં લીન થઇ ગયા હતા, ત્યારે ભામાશાહ તથા ગાવીંદસિંહ ત્યાં આવી પહોંચ્યા અને તેને નમન કરીને તેની સામે ઉભા રહ્યા. પ્રતાપસિ હું વિચારનિદ્રામાંથી જાગૃત થઈને તેમની સામે જોયું અને તે પછી મંદ સ્મિત કર્યું. * પ્રતાપ પ્રતિજ્ઞા નાટકમાં તેના કર્તા રા ી. નપુર એ શુકલ લખે છે । આ વાવ અને મગ હજી પણુ માજુદ છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ભામાશાહની સ્વદેશર્ભક્તિ. ૧૦ ' ગોવિંદસિહે તથા ભામાશાહે પણ તેના પ્રત્યુત્તરૂપે મદ સ્મિત કર્યું. ત્યારબાદ ક્ષણવાર રહી ગાવિંદસિંહે કહ્યુ . “ મહા રાણા ! માગલાને આપણા આ નિવાસસ્થાનની પણ ખખર પડી ગઈ જણાય છે; કારણકે બાદશાહના અત્યંત માનીતા સેનાપતિ અખદુલરહીમખાં ખાનખાના મેાગલાનું વિશાળ સૈન્ય લઈને આ તરફ ચાલ્યેા આવે છે, એવી ખખર આપશે એક ભીલ હમણાંજ લાન્ચે છે, મને લાગે છે કે આપણને આ સ્થળનો ત્યાગ એકદમ કરીને અન્યત્ર ચાલ્યા જવાની અગત્ય છે. ” પ્રતાપસિ’હું આ ખખ્ખર સાંભળી લઈને કાંઇક ઢીલગીરીયુક્ત સ્વરથી પૂછ્યું “ પરંતુ સાપણે કયાં ચાલ્યા જઇશું ? મેવાડની આસપાસનું એક પણ સ્થળ આપણા નિવાસને માટે હવે ચેાગ્ય રહ્યુ નથી; કારણ કે મેગલે પ્રત્યેક ગુપ્ત સ્થળથી જાણીતા થઈ ગયા છે અને તેથી તેઓ આપણુને હુવે જરા વાર પણું સુખે બેસવા દેશે નહિ. આ સ્થિતિમાં મારી માન્યતા પ્રમાણે આપણને સિ ંધના રણની પેલે પાર ચાલ્યા જવાની અગત્ય છે. કેમ, ભામાશાહ ! તમારી શી માન્યતા છે ? 17 ભામાશાહ પેાતાને પૂછેલા પ્રશ્નનેા ઉત્તર આપવાને જતે હતા; પરંતુ તે દરમ્યાન ઢાકાર રાયધવલ ત્યાં આવી પડેોંચ્યા અને પ્રતાપસિ ંહને નમન કરીને પૂછ્યું, “શી વાતચિત ચાલી રહી છે, મહારાણા ! "" મહારાણાએ ઠાકોર રાયધવલને હથી આવકાર આપી પેાતાની પાસે બેસાર્યો અને તે પછી ઉત્તર આપ્યા. ઠાકાર ! હાલના સમયમાં ખીજી શી વાતચિત હોય ? મેાગલાને અમારા આ નિવાસસ્થાનની પણ ખખર પડી ગઇ છે અને તેથી તેઓ આ તરફ અમને પકડવાને માટે ચાલ્યા આવે છે, એવા સમાચાર અમારા એક દૂતે આપતાં અમે તે સ ંબંધી વિચાર કરીએ છીએ.” શુ મેગલાને આ સ્થળના પણ પત્તો મળી ગયા ! બહુજ આશ્ચર્યની વાત; પરંતુ આપે તે સંબંધી શે વિચાર કર્યાં છે ?” રાયધવલે આશ્રય દર્શાવતાં પૂછ્યું. 66 ૨૮ Page #231 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ, મમે હેજી કાઈ પણ ચાક્કસ નિર્ણય ઉપર આવ્યા નથી; પરંતુ મારા વિચાર આ સ્થળના ત્યાગ કરીને સિ ંધના રણની પેલે પાર ચાલ્યા જવાના છે; કારણ કે હવે સ્વભૂમિના ત્યાગ કર્યા સિવાય અન્ય એક પણ માર્ગ અમારા માટે અવશેષ રહેલા નથી અને તેથી હવે તા દૂરના દેશમાં જઇને કેવળ અજ્ઞાત અવસ્થામાં બાકીના જીવનને વ્યતિત કરવું, એજ હિતાવહુ છે. '' પ્રતાપસિ ંહે જવાબ આપ્યા. ૨૧૮ 66 "" મહારાણા ! રાયધવલે કહ્યું. “ આપ કેટલેક અંશે નિરાશ થઇ ગયેલા હા, એમ આપનાં વચના ઉપરથી મને જણાય છે; પરંતુ મારે કહેવું જોઇએ કે આપને આ સ્થળના ત્યાગ કરવાનું તથા નિરાશ થવાનુ કશુ પણ પ્રયેાજન નથી. આપ જેવા સ્વદેશા ભિમાની મહાવીરને દરેક ઉપાયે સહાય કરવી, એને હું મારી ફ્રજ સમજતા હૈાવાથી મેગલેાની સામે બચાવ કરવાને મારી પાસે જેટલુ’ સૈન્ય છે, તે આપની સેવામાં અર્પણ કરૂ છુ, એટલુંજ નહિ, પણ અન્ય ઠાકોરાને વિનંતિ કરીને તેમના સૈન્યને પણ આપની સેવામાં અણુ કરાવીશ અને તેથી આપે આ સ્થળેથી ચાલ્યા જવાના વિચાર માંડી વાળવા, એજ ઉત્તમ છે. ” 66 પ્રતાપસિહું તેની આ ઉદારતા જોઇને કૃતજ્ઞતા દર્શાવતા કહ્યુ, “ ઠાકર ! મને સહાય કરવાની તમારી તીવ્ર લાગણી જોઇને હું તમારા ઘણે:જ ઉપકાર માનુ છુ. તમે મને આજ સુધી આશ્રય આપીને તથા મારૂ ચેાગ્ય આતિથ્ય કરીને તમારા જે રૂણી બનાવ્યે છે, તેના ચેાગ્ય બદલા વાળી આપવાની મારામાં શક્તિ નહિ હાવાથી હું તેમાં વધારા કરવાને હવે ઇચ્છતા નથી. માગલેાના વિશાળ સૈન્યની સામે તમારી નાની જાગીરને લડાઇમાં ઉતારીને તમને પણ મારી સ્થિતિમાં કરવી મૂકવા, એ મારી કેવળ મૂર્ખતાજ ગણાય અને તેથી હું હવે જેમ બને તેમ આ સ્થળના ત્યાગ કરી જવાના વિચાર ઉપર આવવા માગું છું. 22 મહારાણાના ઉપર્યુક્ત વચન સાંભળીને રાયધવલ તેના પ્રતિવાદ કરવા જતા હતા; પર ંતુ તેને અટકાવીને મંત્રીશ્વર ભામાશાહે કહ્યું. “ મહારાણુા ! આ સ્થળને ત્યાગ કરીને દૂરના પ્રદેશમાં Page #232 -------------------------------------------------------------------------- ________________ ભામાશાહની સ્વદેશભક્તિ ૨૧૯ ચાલ્યા જવાથી મેવાડને ઉદ્ધાર કરવાની તથા તેની સ્વતંત્રતા પુનઃ મેળવવાની આપણા માથે જે જવાબદારી રહેલી છે, તેને શું આપણે વિસરી જશું નહિ?” દૂરના પ્રદેશમાં ચાલ્યા જવાથી આપણે તેને જે કે સર્વથા વિસરી જશું નહિ, તે પણ વિસરી જવા જેવું કરીએ છીએ, એ સત્ય છે, પરંતુ અત્યારે આપણી જે દુર્બળ સ્થિતિ છે, તેમાં રહીને આપણે શું મેવાડને પુનરૂદ્ધાર કરી શકીએ તેમ છીએ કે આપણે એ જવાબદારીને વળગી રહીને આપણા આશ્રયદાતાને પણ જોખમમાં શામાટે ઉતરવા જોઈએ?” મહારાણાએ ભામાશાહના પ્રશ્નને ઉત્તર આપતાં પૂછયું. ભામાશાહ તેનાં આ પ્રસથી વિચારમાં પડી ગયું. તેણે કેટલેક સમય સુધી વિચાર કરીને કહ્યું. “મહારાણા! આપના વિચારો આપણી વર્તમાન સ્થિતિનો વિચાર કરતાં જે કે અસત્ય તો નથી; તે પણ આપણે ગમે તે ભોગે મેવાડને ઉદ્ધાર કરેજ જોઈએ, એ મારો દઢાગ્રહ છે.” . અને મારે પણ તેજ આગ્રહ છે.”ોવિંદસિંહે કહ્યું. તમારે ઉભયને આગ્રહ બરાબર છે, પરંતુ આપણે મેવાડનો ઉદ્ધાર શી રીતે કરે? આપણી પાસે ધન નથી, સૈનિકે નથી અને તે ઉપરાંત યુદ્ધનાં સાધને પશુ નથી, તેમ છતાં મેવાડના ઉદ્ધારની જવાબદારીને વળગી રહીને આપણે શું કરવાના છો ?” મહારાણાએ પૂછ્યું. ભામાશાહે કે ગોવિંદસિંહે તેને કોઈ પણ ઉત્તર આપે નહિ, એટલે તેણે પુન:કહ્યું. “ભામાશાહ અને ગોવિંદસિંહજી! આ સ્થળને ત્યાગ કરીને અન્યત્ર ચાલ્યા જવાથી આપણે જે કઠોર પ્રતિજ્ઞા લીધી છે, તેને ત્યજી દઈને આપણું કર્તવ્યથી ચલિત થવું, એ મારા કથનને ભાવાર્થ નથી. મારું કથન તે એટલું જ છે કે મેવાડના ઉદ્ધારની જ્યારે એક પણ આશા રહી નથી, ત્યારે આપણે અહીં પડ્યા રહીને અન્યને ભારરૂપ શા માટે થવું જોઈએ? . આપણી પાસે જે ધન હોત, જે સૈન્ય હેત અને જે યુદ્ધનાં સાધન હત, તે શું આપણે આપણી માતૃભૂમિને ત્યાગ કરીને અન્યત્ર Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભાગ્યવિધાયક ભામાશાહ ચાલ્યા જવાનું પસંદ કરત ખરા ? નહિજ; પરંતુ જ્યારે આપણી પાસે કાંઇ પણ સાધન નથી, ત્યારે નાહક આપણે અહીં શા માટે પડ્યા રહેવુ જોઇએ ? "" ભામાશાહે તુરતજ કહ્યું. “મહારાણા ! આપણી પાસે કશુ પણ સાધન નથી અને તેથી અહીં શા માટે પડ્યા રહેવુ જોઇએ' એ માપની માન્યતા સત્ય છે; પર ંતુ આપણે જો ધન વગેરે સાધના મેળવી શકીએ, તેા પછી આપણને અહીં રહેવાને અને મેવાડના ઉદ્ધારને માટે પ્રયાસ કરવાની કાંઇ હરક્ત છે ખરી ? ” tr નહિ, તેા પછી કશી પણ હરકત નથી; પરંતુ આપણી પાસે ધન વગેરે સાધના નથી, તેનું કેમ ? પ્રતાપસિહ તેની વાતના સ્વીકાર કરતાં પૂછ્યું, "" kr ,, મહારાણા ! ભામાશાહે કહ્યું. “ આપની વાત ઠીક છે; પરંતુ જો આપ ધન વગેરે સાધનના અભાવે નિરાશ થઇને મેવાડના ત્યાગ કરવા ઇચ્છા ધરાવતા હા, તે આપની એ ઇચ્છાને અંતરમાંજ સમાવી દે; કારણ કે મારી પાસે આપના રાજ્યની સેવા કરીને મારા પૂર્વજોએ મેળવેલું જે પુષ્કળ ધન છે, તેને મેવાડના ઉદ્ધારને માટે માપના ચારણેામાં નજર કરૂ છું. એ ધનથી પચીશ હજાર માણસના સૈન્યને બાર વર્ષ સુધી નભાવી શકાય તેમ છે; માટે મહારાણા ! મારી માં સામાન્ય પ્રાર્થનાને સ્વીકાર કરી દૂરના દેશમાં ચાલ્યા જવાના વિધારને આપ તિલાંજલી આપી દે. ” '' ભામાશાહની આ અપૂર્વ સ્વદેશભક્તિ અને તેનુ અલૈકિક સ્વાર્પણુ જોઇને પ્રતાપસિહુ આશ્ચય દર્શાવતાં પૂછ્યું. “ મંત્રીશ્વર! તમારી ઉદારતાને માટે હું તમને ધન્યવાદ આપું છું, પરંતુ જે ધન તમારૂ છે. તેને મારે શામાટે લેવુ જોઇએ ? અને તમારે મને શામાટે આપી દેવુ જોઈએ ? ” ભમાશાહે કાંઇક દીલગીરી ભરેલા અને કાંઇક આવેશપૂર્ણ સ્વરથી કહ્યું. “ મહારાણા! આપ શું કહેા છે, તે હું સમજી શકતા નથી. જે ધન આપને હું અર્પણ કરવા માગું છું, તે અલખત મારા કબજામાં છે; પરંતુ તેથી તે મારૂ શી રીતે થયું ? મારા પૂ Page #234 -------------------------------------------------------------------------- ________________ Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રતાપે કહ્યું: “ભામાશાહ ! તમારા ધનથી મેવાડના જે ઉદ્ધાર થશે તો તેને સઘળા યશ તમને જ મળશે.” આનંદ પ્રેસ ભાવનગર, Page #236 -------------------------------------------------------------------------- ________________ રર. ભામાશાહની સ્વદેશભક્તિ એ આપના પૂર્વજોની સેવા કરીને તે ધન મેળવેલું છે અને તેથી વસ્તુતઃ તે આપનું જ છે, મેવાડના મહારાણા તરીકે આપ જ તેના સ્વામી છે. સેવકની સંભાળ લેવાની અને તેને દુઃખમાં સહાય કર. વાની જેમ સ્વામીને માથે ફરજ રહેલી છે, તેમ સ્વામીના દુઃખે દુ:ખી થવાની અને પિતાનું સર્વસ્વ અર્પણ કરીને પણ તેની યત્કિંચિત્ સેવા બજાવવાની ફરજ સેવકની ઉપર પણ રહેલી છે. મારી આ ફરજના અંગે હું મારી પાસેના ધનને આપને જ્યારે અર્પણ કરવા માગું છું, ત્યારે આપે તેને અસ્વીકાર શામાટે કર જોઈ એ? સ્વામી-સેવકના સંધને ઘડીભર બાજુએ રાખીએ તે પણ જે ભૂમિ મારી જન્મદાતા છે, જે ભૂમિમાં રહીને મેં મારું આટલું જીવન સુખપૂર્વક વ્યતિત કર્યું છે, જે ભૂમિના અન્નપા. થી મારું શરીર પોષાયું છે, જે ભૂમિ મારા દેશબાંધવાની આશ્રયપ્રદાતા છે અને જે ભૂમિની સુશીતલ છાયામાં વસીને મેં યથેષ્ટ આનંદને અનુભવ્યું છે, તે પ્રિય જન્મભૂમિના ઉદ્ધારને માટે પણ મારે મારા સર્વસ્વનું સ્વાર્પણ કરવું, એ મારો ધર્મ છે અને એ ધર્મને બજાવવાને માટે મારી પાસે જે દેલત છે, તે હું આપને અર્પણ કરતા હોવાથી “તેને તમારે શા માટે આપી દેવી જોઈએ?' એ પ્રશ્ન પૂછવાની આપને અગત્ય નથી અને તેથી મારી માગણીને સ્વીકાર કરવાની હું આ પને આગ્રહપૂર્વક વિનંતિ કરું છું. પ્રતાપસિંહે હર્ષપૂર્વક કહ્યું. મંત્રીશ્વર! તમારા વડિલોએ મારા વડિલોની સેવા કરીને જે ધન મેળવ્યું હોય, તે વાસ્તવિક રીતે જોતાં તમારું જ કહેવાય અને તેથી તેની ઉપર મારે જરા પણ અધિકાર ગણાય નહિ, પરંતુ તેમ છતાં તમે જ્યારે તેને મેવાડના ઉદ્ધારને માટે અર્પણ કરવાને તૈયાર થયા છે, ત્યારે હું તેને સ્વીકાર કરવાનું ઉચિત માનું છું અને તમારી આવી અલૌકિક ઉદારતા માટે તમને શતકોટી ધન્યવાદ આપું છું. ભામાશાહ! તમારા ધનથી મેવાડને જો ઉદ્ધાર થશે, તે તેને સઘળે યશ તમને જ મળશે અને રાજપુત જાતિનું ગૌરવ તમે જ સાચવી રાખ્યું છે, એમ ભવિષ્યના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કેતરાઈ રહેશે. તમારી આ ઉદાર સહાયથી મારામાં હવે નવિન ચેતન્ય પ્રકટયું છે અને તેથી હું હવે દૂરના દેશમાં Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ભાગ્યવિધાયક ભામાશાહ ચાલ્યા જવાના મારા વિચારને માંડી વાળું છું અને મેવાડના કથાણના કાર્યમાં પુનઃ જોડાવાની વધારે દઢાગ્રતુથી પ્રતિજ્ઞા કરૂં છું.” ભામાશાહે પ્રતાપસિંહને નમન કરીને કહ્યું. “મહારાણ! મારી મિથ્યા પ્રશંસાની વાતને જવા દે; કારણ કે મેં જે કાંઈ કર્યું છે, તે મારી ફરજથી વિશેષ નથી કર્યું. અને તેથી મારી પ્રશંસા કરવાની કે મને ધન્યવાદ આપવાની જરૂરીઆત નથી. આપે કૃપા કરીને મારી વિનંતીનો સ્વીકાર કર્યો, એજ મારા મોટા ભાગ્યની વાત છે. મારું ધન મેવાડના ઉદ્ધારને માટે વપરાશે, એ વિચારથી મને ઘણો જ આનંદ થાય છે.” ઠાકોર રાયધવલે ભામાશાહની પ્રશંસા કરતાં કહ્યું. “મંત્રીશ્વર ! તમારી આવી ઉદારતા અને દેશને ઉદ્ધાર કરવાની તમારી તીવ્ર લાગણું જોઈને મને ઘણે જ આનંદ થયો છે. જન્મ ભૂમિના કલ્યાણને માટે તમે આજે જે સ્વાર્પણ કર્યું છે, તે ઈતિહાસમાં સોનેરી અક્ષરેથી સર્વદા કેતરાઈ રહેશે અને તેથી મેવાડના ઉદ્ધારનું બધું માન તમને જ મળશે, એમ મહારાણાનું કહેવું છે, તે સર્વથા સત્ય છે. ધન્ય છે, ભામાશાહ ! તમારા જેવા પોતાના દેશ અને સ્વામીના સાચા સેવકને સહસવાર ધન્ય છે !” અને હું પણ ઠાકોર રાયધવલજીના મતને મળતે થાઉં છું; કારણકે મંત્રીશ્વર ! તમે તમારું સઘળું ધન દેશના ઉદ્ધારને માટે અર્પણ કરીને સ્વદેશભક્તિનું જે ઉત્તમ કાર્ય કર્યું છે, તે માટે તમને જેટલો ધન્યવાદ આપીએ તેટલે થોડે જ છે અને તમારી જેટલી પ્રશંસા કરીએ, તે પણ થેડી જ છે. મારે નિર્વિવાદપણે કહેવું જોઈએ છે કે આજે તમે કરેલા સ્વાર્પણથી મેવાડીઓની ચાલી જતી આબરૂનું રક્ષણ થયું છે, એટલું જ નહિ, પણ તેનું નાશ પામતું ગૌરવ સચવાઈ રહ્યું છે.”ગેવિંદસિંહે પિતાના ખરા જીગરથી કહ્યું. મંત્રીશ્વર ભામાશાહે આ ઉભય વીરેએ કરેલી પિતાની પ્રશંસા સાંભળીને કહ્યું. “ઠાકોર રાયધવલજી તથા સલેબરરાજ ! મારા પ્રત્યેની તમારી ઉભયની શુભ લાગણી જોઈને હું તમારે અત્યંત ઉપકાર માનું છું, પરંતુ તમે મારી જે પ્રશંસા કરે છે, Page #238 -------------------------------------------------------------------------- ________________ ભામાશાહની સ્વદેશભકિત. ૨૩ તેને માટે હું ચેગ્ય નથી; કારણકે મેં જે કાંઇ યત્કિંચિત્ સ્વાર્પણુ કર્યું છે, તે મારી ફરજના અંગે જ કરેલુ છે. ” આ વાતચિત થઇ રહ્યા પછી મહારાણા પ્રતાપસિંહે કહ્યું. “ ભામાશાહ ! તમે હવે તમારૂ ધન કે જે મેવાડના ઉદ્ધાર માટે અર્પણ કરવાને તૈયાર થયા છે; તેને અત્રે લાવવાની વ્યવસ્થા કરવાને આપણા કેટલાક વિશ્વાસુ ભીલાને લઇને જાએ અને અમે આસપાસના પ્રદેશમાંથી સૈનિકેાને એકત્ર કરવાના કાર્યમાં જોડા ઇએ છીએ. ” ‘જેવી મહારાણાની આજ્ઞા.” એમ કહીને ભામાશાહ ત્યાંથી તેને નમન કરીને પેાતાને સોંપવામાં આવેલા કાર્યાં ઉપર જવાને રવાના થઇ ગયા અને તે પછી પ્રતાપસિંહું પણુયુદ્ધનાં સાધનેની તૈયારી કરવાને ત્યાંથી જવાની તૈયારી કરતા હતા, તેને ઠાકેાર રાયધવલે અટકાવીને નમ્રતાપૂર્વક કહ્યું. “ મહારાણા! મંત્રીશ્વર ભામાશાહની વિન ંતિને સ્વીકાર કરીને જેમ આપે તેમને કૃતાર્થ કર્યો છે, તેમ મને પણુ મારી વિનંતિના સ્વીકાર કરીને કુંતા કરશેા. ” મહાણાએ આનંદપૂર્વક કહ્યુ “ઠાકેાર! તમારે જે કહેવુ હાય, તે ખુશીથી કહેા. હું તેના વક્ષ્ય સ્વીકાર કરીશ. ” રાયધવલે કહ્યું. t મહારાણા ! મારી વિનંતિ એ છે કે આપ જેવા સ્વદેશભકત, વીરશિરામણી, પુણ્ય લેાક, હૃઢપ્રતિજ્ઞ અને પુરૂષોત્તમ મહારાણાએ અત્રે આવીને મને જે માન આપ્યુ છે, તે માટે આપના હું જેટલેા ઉપકાર માનુ તેટલા થાડાજ છે, પરંતુ મને કહેવાને દીલગીરી થાય છે કે આપને જોઇએ તેવી અને તેટલી આગતાસ્વાગતા મારાથી થઇ નથી, એટલુંજ નહિ પણ આપને ચેાગ્ય એવી એક પણ વસ્તુ મારાથી આપની સન્મુખ નજર કરી શકાઇ નથી અને તેથી મારી પુત્રી અલકાસુંદરી કે જે રૂપ અને ગુણમાં માપને સર્વથા ચેાગ્ય છે, તેનું પાણીગ્રહણુ કરીને મને કૃતાર્થ કરશો. ” પ્રતાપસિંહને ઠાકારની આ માગણીથી આશ્ચર્ય થયું નહિ; કારણ કે અલકાસુ દરીની પ્રેરણાથી જ તે આ પ્રમાણે તેનું પાણિગ્ર હુણુ કરવાને' માટે કહે છે, એમ તેના અલકાયુંદરી સાથે થયેલા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ભાગ્યવિધાયક ભામાશાહ. મીલનથી તેને જણાયું; તેમ છતાં તેણે કહ્યું. “રાયધવલજી ! મારા દુઃખના અને ખરેખરી કટોકટીના સમયે તમે મને મારા પરિવાર હિત આશ્રય આપીને જે આગતાસ્વાગતા કરી છે, તેને એગ્ય બદલો મારાથી આવી હાલતમાં શી રીતે વાળી શકાશે, તેને હું રાત્રિ દિવસ વિચાર કરું છું. તેમાં વળી તમે મને તમારી પુત્રીનું પાણિ ગ્રહણ કરવાનું કહીને તમારા મારા ઉપરના ઉપકારમાં વૃદ્ધિ કરો છે, એ કેવી વાત ? તમે મને ખરા સમયે આશ્રય આપીને જે સહાય કરી છે, તેને લઈને હું તમારી માગને અસ્વીકાર કરવાનું ઉચિત માનતું નથી, પરંતુ મારી પ્રતિજ્ઞાને અંગે તમારી પુત્રી સાથે હાલ તુરત હું લગ્ન કરી શકીશ નહિ અને હું આશા રાખું છું કે તે માટે મને માફ કરશે.” રાયધવલે કહ્યું. “મહારાણા! આપની પ્રતિજ્ઞાને હું જાણું છું અને તેથી આપ ધામધુમથી મારી પુત્રી સાથે લગ્ન કરી શકે નહિ એ સર્વથા સ્વાભાવિક છે, પરંતુ હું આપની પ્રતિજ્ઞાને કઈ પણ પ્રકારની હરક્ત આવે તેમ કરવાને માગતા નથી. મારી વિનંતિ માત્ર એટલી જ છે કે આપે મારી પુત્રીનું પાણિગ્રહણ કરીને તેને આપની અર્ધાગના બનાવી આપની સેવામાં જ રાખવી. આ ક્રિયા કઈ પણ પ્રકારની ધામધુમ વિના આજે સંધ્યા સમયે કરવાની મેં સર્વ ગોઠવણ પણ કરી રાખી છે. માટે આપ તેને સ્વીકાર કરીને મને વિશેષ ઉપકૃત બનાવશે, એવી મને સંપૂર્ણ આશા છે.” બહુ સારૂ. જ્યારે તમે મારી પ્રતિજ્ઞાથી પરિચિત છે અને કોઈ પણ પ્રકારની ધામધુમ વિના તમે તમારી પુત્રીને મારી અર્ધા ગના માત્ર વાગ્દાનથી બનાવવાને ઈચ્છે છે, ત્યારે મને તેને સ્વી કાર કરવાની કશી પણ હરકત નથી અને તેથી આજ સંધ્યા સમયે તમારી ઈચ્છા મુજબ વર્તવાને હું તૈયાર છું. રાયધવલજી! તમે મને ખરા સમયે આશ્રય આપીને મારા ઉપર જે ઉપકાર કર્યો છે અને વિશેષમાં તમારી પુત્રી પણ મને આપવા તયાર થયા છે, તેને યોગ્ય બદલે મારે તમને શી રીતે આપવા, તેને મને હમેશાં વિચાર થયાં કરે છે. હાલની મારી વિચિત્ર અવસ્થામાં હું તમને કાંઈ કિમતી ભેટ કે અમુક સારી જાગીર આપી શકતા નથી, એ જે કે દીલગીરી Page #240 -------------------------------------------------------------------------- ________________ ભામાશાહની સ્વદેશભકિત. ર૫ ભરેલું છે, તો પણ તમારા ઉપકારને બદલે વાળવાની ખાતર હું તમને “રાણા”ની પદવીથી વિભૂષિત કરૂં છું.” પ્રતાપસિંહે અલકાસુંદરીને સ્વીકાર કરવાની કબુલાત આપતાં કહ્યું. “મહારાણા!” રાયધવલે કહ્યું “આપને આશ્રય આપીને મેં આપની જે આગતા સ્વાગતા કરી છે તે માટે આપને મનમાં કઈ પણ પ્રકારનો સંદેહ રાખવાની જરૂરીઆત નથી, કારણ કે જાતિભાઈએ જાતિભાઈને સહાય કરવી, એને હું મારી ફરજ સમજુ છું, તેથી મારાથી બનતી આપની જે સેવા મેં કરેલી છે, તેને બદલે આપવાની કશી પણ અગત્ય નથી, તેમ છતાં જ્યારે આપ મને રાણ” ની માનવંત ઉપાધિથી વિભૂષિત કરે છે, ત્યારે હું તેને સ્વીકાર કરું છું. અને હવે હું મારી પુત્રીના વાગ્યાનની ક્રિયાની જરૂરગ તૈયારી કરવાને જવાની રજા માગું છું, એગ્ય સમયે મારો કુમાર આપને તેડવાને માટે આવશે, માટે આપ તે વખતે બે-ત્રણ સરદાર સાથે મારા મહેલે પધારજો.” પ્રતાપસિંહે ઈશારતથી હા કહી એટલે રાયધવલ ચાલે ગયે અને તે પછી તે તથા સરદાર ગોવિંદસિંહ પણ ભવિષ્યમાં થનારા યુદ્ધની તૈયારી કરવાનું અને આસપાસના પ્રદેશમાંથી સૈનિકે મેળવવાનો પ્રયાસ કરવાને પોતાના નિવાસસ્થાને ગયા, પ્રતાપસિંહે પિતાની પર્ણકુટીમાં જઈને દેવી પદ્માવતીને રાયધવલની માગણી કહી દર્શાવી એટલે તેણે પણ અલકાસુંદરીને સ્વીકાર કરવાનો આગ્રહ કર્યો. સંધ્યા સમયે ગ્ય મુહ પ્રતાપસિંહે અગ્નિદેવની સાક્ષીએ અલકાસુંદરી સાથે પાણિગ્રહણ કરીને તેને પોતાની અર્ધાગના બનાવી અને તે વખતથી અલકાસુંદરી પિતાના પ્રિયતમની પર્ણકુટીમાં જઈને તેણે જે પ્રમાણે પ્રતિજ્ઞા લીધી હતી, તે પ્રમાણે પોતે પણ પ્રતિજ્ઞા લઈને રહેવા લાગી. Page #241 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. પ્રકરણ ૨૬ મું. શાહજાદો સલીમ. છે દુનિયામેં અચ્છી ચીજ જે કુછ હય છે શરાબ હય સિવા જે ચીજ હય બિલકુલ ખરાબ હય. જે પિતા હય ઈસે આલમમેં વે સરદાર હેતા હય; જે બેવકફ હય ઇસે ઉસે ઈન્કાર હેતા હય. ” શાહજાદા સલીમે શરાબની બે ત્રણ પ્યાલીઓ ઉપરા ઉપરી ગટગટાવીને ઉપરની બેત કહી. એટલે તેને જાની મિત્ર મહમદ કે જે તેની સામે જ બેઠો હતો, તેણે તેને વધાવી લઈને કહ્યું. “ શાહજાદા સાહેબ ! આપે કહેલી બેત બિલકુલ રાસ્ત છે, કાં કે આ દુનિ. યામાં ખુદાતાલાએ જે કેઈ અચ્છી ચીજ બનાવી હોય, તો તે શરાબજ છે, શરાબની મિાજ અને તેનો નીસે ખરેખર અજબ છે અને તેથી જે ઈસમ તેને ઈન્કાર કરે છે, તે ખરેખર બેવકુફ અને ઉલ્લુને સરદારજ છે, પરંતુ મારા મહેરબાન ! ગુલામની ગુસ્તાખીને માફ કરજે, કાં કે દુનિયામાં શરાબ એ છે કે બહુત અચ્છી ચીજ છે તે પણ મારે કહ્યા સિવાય નથી ચાલતું કે ગુલાબી બદનની નવજુવાન નાજુક પરી પણ શરાબથી જરાએ કમતી નથી.” શાહજાદો એ સાંભળીને ખડખડાટ હસી પડશે. તેણે શરાબની એક ખાલી પુન: ગટગટાવી જઈ કહ્યું. 'વાહવાહ, દસ્ત તે પણ ખુબ કરી. ખુદાતાલાએ બનાવેલી શરાબ અને સુંદરી એ બે અજબ કરામતમાં સુંદરી સર્વશ્રેષ્ઠ છે, કારણ કે શરાબને નસો તે મારે મન સાધારણ બીના છે, પરંતુ સુંદરીના બેનમૂન રૂપને નીચે એટલે બધે બેહદ છે કે તેને તેની શી વાત કહું? પેલી મદમાતી નવજુવાન સુંદરી મહેર-અમીર આયાસબેગની પુત્રી અને શેર અફગાનની બીબી–ને તે તે જોઈ છે ને? તેના અજબ રૂપને મને એ તો નીસે ચડે છે કે હજુ પણ તેની મનમોહન મૂરત મારા છગરમાંથી દૂર થઈ નથી. હાલ તે છે કે બાબાએ તેને મારી નજરથી દર કરવાને માટે નાલાયક શેર અફગાન સાથે પરણાવી દીધી છે; તે પણ હું તેને ભૂલી ગયે નથી અને તેથી કઈને કઈ વખતે હું. Page #242 -------------------------------------------------------------------------- ________________ શાહજાદા સલીમ. ૨૨૭ એ રૂપસુંદરી મહેરને મેળવીશ અને તેને મારી રાજરાણી બનાવીને સુખી થઈશ. "" 66 શાહજાદા સાહેબ ! શું એ મનમાહન સુંદરી મહેશને આપ હજુ ભૂલી ગયા નથી ? ઘણીજ આશ્ચર્યની વાત ! પર ંતુ આપ તેને મેળવશે। શી રીતે ? ” મહમદે સ્વાલ કર્યો. “ મહમદ ! દોસ્ત ! તુ હજી ઉલ્લુજ રહ્યો છે; શી રીતે મેળવશે, એ કાંઇ સ્વાલ છે ! જમીન આસમાન એક થાય; તા પણ હું તેને છેાડનાર નથી, જ્યારે દિલ્હીના તખ્તતાઉસ ઉપર તારા આ મિત્ર વિરાજમાન થો, ત્યારે બિચારા શેર અફગાનની શી તાકાત છે કે તે મહેરને સાચવી શકે ? ગમે તે ભાગે અને ગમે તે ઉ. પાયે હું મહેરને મારી દિલબર બનાવીશ, એ ચાકસ છે અને જ્યારે એમ કરોશ, ત્યારેજ મારા દિલની માગ મુઝાશે. ” શાહજાદાએ આંખા ફાડીને જવાબ આપ્યા. મહમદે હસીને કહ્યુ, “ પાક પરવરદેગારની મહેરખાનીથી આપની ઇચ્છા જલદી પાર પડા, એમ હું ઇચ્છું છું; પરંતુ શાહ જાદા સાહેબ ! જ્યારે આપ એ લલિત લલનાને મેળવશેા, ત્યારે પેલી ગુલબદન રજીયાનું શું થશે ! શું આપ તેને વિસરી જશે ? ” રથયા ! ” શાહજાદાએ આશ્ચર્ય પામીને કહ્યું. “ નહિ, રજીયાને વિસારી મેલવી મને પાલવે તેમ નથી; કારણ કે મને તેની કેટલાક રાજકીય કામમાં ખાસ કરીને અગત્ય છે, પર ંતુ મહેરની આગળ રજીયા તુચ્છ છે; કાંઇ વિસાતમાં નથી. ’’ 66 મહમદે શાખની પ્યાલી લઇને કહ્યું “ સાહેબ ! આપ મહે રને વધુ મહત્વ આપેા છે; પરંતુ મારા મતાનુસાર મદમાતી સ્થૂ લકાય સુંદરી રજીયા મહેરથી જરા પણ ઉતરતી નથી. પછી તો આપ જે ધારતા હા, તે ખરૂં. "" “ દાસ્ત ! તારૂં' કથન ઠીક છે; પર તુ મહેર તે મહેરજ છે; તેની તુલનામાં રજીયા ટકી શકે તેમ નથી. યા ખુદા ! ચા પરવરદેગાર ! મહેર, હા, મહેરને જ હું મારી રાજરાણી મનાવીશ. શાહજાદ્દો શરાબના બેહદ નીસામાં એલી ઉઠયા. 77 Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ભાગ્યવિધાયક ભામાશાહ. બરોબર આ સમસે પચીસેક વર્ષની એકતરૂણીએ શાહજાદા સલીમની સન્મુખ આવીને કહ્યું. શાહજાદા સાહેબ ! કેને આપની રાજરાણી બનાવવાને માગે છે?” શાહજાદાએ નીસામાંજ જવાબ આપે. “તને, મારી રજી. યા ! તને જ. બીજી કેને?” તે આવનાર તરૂણું ઉમરાવ હૈની બીબી ૨જીયા જ હતી. તેણે કહ્યું. “ખોટી વાત! આપ તે પેલી નાદાન છોકરી મહેરને આપની રાજરાણું બનાવવાને માગો છો; કેમ ખરું ને?” મહેર ! હા, મહેરને, પછી છે કાંઈ?” શાહજાદાએ પુનઃ નીસામાં જ જવાબ આપે. ઠીક, તે પછી મને વિસારી મૂકશો ને?” અને જે મને આ પ્રમાણે વિસારી મૂકવાને માગતા હતા, તે પછી મારી સાથે પ્રેમસંબંધ શા માટે બાં ?” રજીયાએ કર્કશતાથી પ્રશ્ન કર્યો. ૨જીયાના કર્કશ સ્વરથી શાહજાદાને જરા ભાન આવ્યું. તેને લાગ્યું કે નીસામાં તેણે કાચું કાપ્યું હતું અને તેથી પોતાની થયેલ ભૂલને સુધારી લેવાને માટે તે એકદમ ઉભું થઈ ગયે અને રજીયાના કમળ કરને પ્રેમથી પકડીને તેને પિતાની તરફ ખેંચીને બે. કેણ પ્યારી રજીયા! જીન્નતની હુરી! તું અહીં કયાંથી? તું અહીં કેટલા સમયથી આવીને ઉભી છે?” રજી કાંઈ કાચીપી નહોતી કે તે શાહજાદાનાં આ ઉપર ઉપરનાં મીઠાં વચનેને ન સમજી શકે. તેણે ઝટ લઈને તેના હાથને તરછોડી નાંખીને કહ્યું. “નહિ, શાહજાદા સાહેબ ! હું હવે તમારાં મીઠાં મીઠાં વચનથી ભેળવાઈ જવાની નથી. તમે મહેરને ચાહતા અને તેને આપની રાજરાણું બનાવવાને માગતા હે, ભલે, હું મારે આ ચાલી. આપના જેવા ચંચળ ચિત્તના પુરૂષ સાથે પ્યાર બાં ધવાથી જે આવું ફળ મળતું હશે, એવી મને પ્રથમથી ખબર હોત, તે હું મારા ખાવિંદને વિશ્વાસઘાત કરીને કદિ પણ આપની સાથે પ્રેમ જોડવાને આવત નહિ.” આ પ્રમાણે કહીને રજીયા ત્યાંથી રીસાઈને ચાલી જવા લાગી Page #244 -------------------------------------------------------------------------- ________________ - શાહજાદા સલીમ. - રર૯ એટલે શાહજાદાએ તેને હાથ પકડીને તેને ઉભી રાખી અને મંદ સ્મિત કરતાં કહ્યું. “મારી દિલબર ! શા માટે રીસાય છે? શામાટે તારા નાજુક દિલને દુઃખી કરે છે? શાબના બેહદ નીસામાં મારાથી કાંઈ તને અપમાનકારક શબ્દો કહી જવાયા હોય, તે તે માટેનું મને માફ કર, કારણ કે શરાબના નશામાં મારાથી ઘણીવાર ન બલવાના શબ્દો બોલી જવાય છે, તે તું કયાં નથી જાણતી કે ના. હક મારા ઉપર ક્રોધ કરે છે?” રજીઆએ કાંઈક શાંતિને ધારણ કરીને કહ્યું. “શાહજાદા સાહેબ ! હું આપના ઉપર ક્રોધ કરતી નથી, પરંતુ જે આપ મહેરને–પેલી એક વખતની કંગાલ છોકરીને ચાહતા હે અને તેને જ તમારી રાજરાણી બનાવવા માગતા હે, તે પછી આપને મારી શી જરૂર છે? અને આપ જ્યારે તેને વધારે મહત્વ આપવાને માગે છે, ત્યારે મારે અહીં આવવાનું પ્રયોજન પણ શું છે?” રજીયા! જીગર !” શાહજાદાએ રજીયાને મનાવતાં કહ્યું “તું નાહક વહેમાય છે. નીસાના આવેશમાં મહેર વિષે હું કાંઈ આડું અવળું બોલી ગયો હઉ, તે તે તરફ તારે જરા પણ ધ્યાન આપવું જોઈએ નહિ. મહેર ગમે તેવી રૂપસુંદરી હોય, તે તેની મને શી પરવા છે? હું તે બસ તને જ ખરા હૃદયથી ચાહું છું અને તેથી જ્યારે હું હિન્દુસ્થાનનો શહેનશાહ થઈશ, ત્યારે તને જ મારી શહેનશાહબાનુ બનાવીશ, એવું મેં જે વચન તને આપ્યું છે, તેને હું વિસરી ગયે નથી. વળી આજે તને પુન: પણું કહું છુ કે હું મારા એ વચનને ગમે તે ભેગે પાળવાને તૈયાર જ છું. હવે તને મારા પ્રેમનો વિશ્વાસ આવે છે, મારી ? રજીયા શાહજાદાના ભોળા દિલને જાણતી હતી અને તેથી તેણે હસીને જવાબ આપે. “પ્યારા ! આપના પ્રેમને મને વિશ્વાસ જ છે અને તેથી આપે આપેલ વચનને ગમે તે ભોગે આપ પાળશે, એવી મને સંપૂર્ણ ખાતરી જ છે, પરંતુ આપ હવે શરાબના સનની કાંઈ હદ રાખે તે ઠીક નહિ તે પછી આપની તબિયતને ભેટે ધક્કો લાગશે.” Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩e ભાગ્યવિધાયક ભામાશાહ. શાહજાદાએ રજીયાને પોતાના આસન ઉપર પિતાની પાસે જ બેસારીને અને તેનાં ગુલાબી ગાલ ઉપર ચુંબન ભરીને કહ્યું. પ્યારી ! હું ઘણું જાણું છું કે શરાબનું વ્યસન ખરાબ છે, પરંતુ મને તેને એટલે બધે રસ લાગી ગયા છે કે મારાથી તેને છેડાતું નથી, તેમ છતાં તારી વ્યાજબી સલાહને માન આપીને હું તેને ઓછું કરવાનો પ્રયાસ અવશ્ય કરીશ. જેધા અને જગત પણ મને તે વિષે બહુજ શિખામણ આપે છે, પરંતુ ખરાબ દેતેના સહવાસથી શરાબને હું છોડી શકતું નથી. ઠીક, પણ મહમદ કયાં ગયા?” તે તે હું જ્યારે અહીં આવી, ત્યારને ચાલ્યા ગયે છે.” ૨જીયાએ કહ્યું, હું, રજીયા, પણ પેલા કાગળનું શું થયું? મને લાગે છે કે બાબાના હાથમાં એ કાગળ ગયા જોઈએ.” સલીમે કહ્યું. હા, આપની ધારણા સત્ય છે કારણ કે એ વખતે વિજ્યને એ કાગળ આપીને હું તેને સમજાવતી હતી, તે વખતે ખુદ શહેનશાહ હિન્દુના પિશાકમાં સજજ થઈને ત્યાં આવી પહોંચ્યા હતા. તેમના આગમનથી હું તે તુરતજ પલાયન થઈ ગઈ હતી, પરંતુ વિજય ત્યાંને ત્યાંજ ઉભે રહ્યો અને શહેનશાહે તેની સાથે ઘણીવાર સુધી વાર્તાલાપ કર્યો હતો અને તેથી મારો એ કાગળ અવશ્ય તેમના હાથમાં જ ગયે હશે.”રજીયાએ સલીમની ધારણાને સ્વીકારતાં પિતાની માન્યતા કહી બતાવી. એ કાગળ જે બાબાના હાથમાં ગયે હશે, તે તે આપણું પૂરી ફજેતી થવાની છે, પરંતુ રજીયા ! તે તે કાગળમાં શી હકીકત લખેલી હતી?” સલીમે જીજ્ઞાસાથી પૂછયું. “શી હકીકત લખેલી હતી, કેમ? શહેનશાહ વિરૂદ્ધ આપણે જે બળ જગાડવાનાં છીએ અને આપણું તથા પાક ઈસલામ ધર્મના વિરોધી અબુલફજલ વગેરેને કાંટે આપણા માર્ગમાંથી દૂર કરવાની આપણે જે ઈચ્છા ધરાવીએ છીએ, તે વિષે કેટલાક ખુલાસા અને ગુપ્ત બાતમીને તે કાગળમાં લખવામાં આવેલી હતી અને Page #246 -------------------------------------------------------------------------- ________________ શાહજ સલીમ. તેથી તે કાગળ જે શહેનશાહના હાથમાં ગયે હશે તો આપણી બધી ગોઠવણ ધૂળમાં મળવાનો સંભવ છે. મને લાગે છે કે આપણે વિજયને એ કાગળ વિષે પૂછીએ તે શી હરક્ત છે?” રજીયાએ કાગળની હકીકત કહેતાં પ્રશ્ન કર્યો. નહિ, તેને હવે એ વિષે કાંઈપણ પૂછી શકાય તેમ નથી, કારણ કે તે બાબાને માનીતે થઈ પડે છે અને તેથી તેને કાગળની હકીકત પૂછવાથી કાંઈ અર્થ સરે તેમ નથી.” શાહજાદાએ જવાબ આપ્યા છે. “ઠીક, જવાદે એ વાતને, પરંતુ બળ જગાડવા સંબંધી આપ હવે શું નિશ્ચય ઉપર આવ્યા છે ?” રજીયાએ વિષયને બદલીને સ્વાલ કર્યો. . બળ જગાડ એ ચોક્કસ છે; પરંતુ કયારે અને શી રીતે જગાડ, તે વિષે મેં હજુ કશે પણ નિશ્ચય કર્યો નથી. બાદશાહને રાજધાનીને ત્યાગ કરીને દૂરના દેશમાં યુદ્ધાદિ કારણસર જવાનું થાય, તે બળ જગાડીને રાજધાનીને કબજો મેળવવાનું કાર્ય સહેલું થઈ પડે તેમ હોવાથી હું તેની જ રાહ જોઈ રહ્યો છું. કેટલાક મુસલમાન સરદારને તે મેં આપણા પક્ષમાં સામેલ કરી દીધા છે પરંતુ રાજપૂત અને અન્ય હિન્દુ સરદારે અને અમીરે આપણું પક્ષમાં આવતા નથી. તેઓ તે બાદશાહને માટે પોતાના પ્રાણુ આપવાને પણ તૈયાર છે અને તેથી બળવો જગાડવાનું કાર્ય હાલ તુરત સહેલું નથી. અબદુલકાદરે મને ગઈ કાલેજ ખબર આપી છે કે બાદશાહ દક્ષિણમાં ખાનદેશ તરફ યુદ્ધ કાર્યને માટે જવાના છે અને જે આ ખબર ખરી હોય અને તેઓ રાજધાનીને ત્યાગ કરીને દક્ષિણમાં જવાના હોય તે પછી રાજધાની અને ખજાનાને કબજે મળવાનું કાર્ય આપણને બહુજ સરલ થઈ પડે તેમ છે તથા એક વખત તેને કબજે આપણું હાથમાં આવી ગયો કે પછી બાદશાહથી ડરવાનું આપણને કશું પ્રયોજન નથી.” સલીમે બળ જગાડવાની પિતાની ગોઠવણ કહી બતાવી. “આપની ગોઠવણ તે ઘણીજ સારી છે અને ખુદાતાશાની Page #247 -------------------------------------------------------------------------- ________________ ર૩ર: ભાગ્યવિધાયક ભામાશાહ. રહેમથી તે પાર પણ પડશે, પરંતુ તે પછી–એટલેકે આપ શહેનશાહ થયા પછી આપની આ નાચીજ દાસીને ભૂલી તે જશો નહિ ને ? રજીયાએ અર્થસૂચક દ્રષ્ટિથી પૂછયું. “નહિ પ્યારી રજીયા !” સલીમે રજીયાને આલીંગન આપીને કહ્યું. “તને તે હું કદિ પણ ભૂલી જવાને નથી; કિન્તુ જ્યારે હું સમસ્ત હિન્દુસ્થાનને શહેનશાહ થઈશ ત્યારે તને મારી સામ્રાજ્ઞી બનાવીશ.” રજીયા શાહજાદા સલીમની અપૂર્વ પ્રીતિ જોઈને ખુશી થઈ ગઈ. આનંદના અતિરેકથી તેનું સુંદર મુખ ખીલી ઉઠયું. તેણે સેનાની ખાલી શરાબથી ભરીને શાહજાદાને પ્યારથી આપતાં કહ્યું, નામવર શાહજાદા ! પ્યારા જીગર ! મારા તરફની આપની અપૂર્વ પ્રીતિ જોઈને હું આપની ઘણું જ અહેસાનમંદ છું.” શાહજાદાએ રજીયાના હાથમાંથી શરાબની પ્યાલી લઈને તેને ગટગટાવીને કહ્યું. “વાહવાહ રછયા! શરાબકી ક્યા મજ? કયા આનંદ?” રજીયાએ પુન: બીજી પ્યાલી ભરીને આપી અને તેને પણ તે પૂર્વવત્ ગટગટાવી ગયે. તે પછી શાહજાદાએ નીસાના જોરમાં રજી થાને અનેક પ્રકારની રાજખટપટની વાત કહી દીધી અને તે પણ વધારે ને વધારે ગુપ્ત વાતે તેની પાસેથી પ્રેમનાં મીઠાં વચનોથી લોભાવીને કઢાવતી હતી. જ્યારે આ પ્રમાણે શાહજાદો સલીમ અને અમીર ફેજીની બીબી રછ શરાબમાં મસ્ત બનીને એશઆરામ જોગવતાં હતાં, ત્યારે શહેનશાહ અકબર અને તેનો મિત્ર છૂજી તેમની આ બિભત્સ ચેષ્ટાને ગુપચુપ નિહાળીને મનમાં ને મનમાં આશ્ચર્ય પામતા હતા. શાહજાદાને વધારે બેભાન અવસ્થામાં જોઈને શહેનશાહ અકબર તથા જી ઓરડામાં દાખલ થયા. રજીયાએ શરાબ પીધેલે નહિ હોવાથી તેને નીસો ચડેલે નહોતું અને તેથી તે અકબર તથા કેજીને આવેલા જોઈને આશ્ચર્ય પામી ગઈ અને બેઠી હતી ત્યાંથી એકદમ ઉભી થઈ ગઈ. શાહજાદે તે હજુ બેભાન અવસ્થામાં પડ્યો હતે અને મુખેથી “ શરાબકી કયા Page #248 -------------------------------------------------------------------------- ________________ શિાહજાદો સલીમ. ૨૩૩ મજ? શરાબકી કયા બાત? મારી ૨જીયા? કયા આનંદ ? ” એમ વારંવાર અસ્પષ્ટ સ્વરે બરાડતે હતો. બાદશાહે તેની પાસે જઈને તેના ખભા ઉપર જોરથી પિતાને હાથ મૂકીને ગંભીરતા પૂર્વક કહ્યું “સલીમ !” સલીમે નીસામાંજ જવાબ આપ્યો. “દિલેજાન રછયા ! શરાબકી ક્યા મજ? શરાબકી કયા બાત ?” અકબરે રેષપૂર્વક પુન: ગંભીરતાથી કહ્યું “સલીમ !” આ વખતે શાહજાદાએ કાંઈ જવાબ આપે નહિ, પરંતુ નીસાના આવેશમાં ખડખડાટ હસી પડ્યો. અકબરે તેને સંપૂર્ણ બેભાન બને જોઈને તેને જાગૃત કરવાની ખાતર તેને હાથ જોરથી ખેંચીને કહ્યું. “ સલીમ ! સાવધ થા અને જરા નિહાળીને જે કે હું કેણ છું ? હું ૨જીયા નહિ, પણ તારો બાબા અને સમગ્ર હિન્દુસ્થાનને શહેનશાહ અકબર છું, શું તું શરાબના નીસામાં એટલે બધે ચકચૂર થઈ ગયે છે કે મને ઓળખતે પણ નથી. ?” સલીમની કન્દ્રિયમાં શહેનશાહ અકબર એ બે શબ્દનો પ્રવેશ થયે અને તેમ થતાંજ તેની જ્ઞાનેન્દ્રિય સતેજ થઈ ગઈ. તે આંખો ફાડીને અકબરની સામે પ્રથમ તે જોઈ રહ્યો, પરંતુ ત્યારબાદ તેને સંપૂર્ણ ઓળખવાથી મંત્રમુગ્ધ થઈ ગયે અને શરમથી અવનત મુખે ઉભે થઈ રહ્યો. અકબરે તેને શુદ્ધિમાં આવેલે જાણીને પૂછયું, “ કેમ, સલીમ! હજુ તેં શરાબને ત્યાગ નથી કર્યો? તારા બાબાના હુકમને તું આવી જ રીતે અમલ કરે છે કે? ઠીક, પણ આ સ્ત્રી કેણ છે અને તે શા માટે અત્રે આવેલી છે?” શાહજાદે તેના બાબાનાં ઉપરાઉપરી પ્રશ્નો સાંભળીને જરા ગભરાઈ ગયા અને તેથી તેણે કાંઈ જવાબ નહિ આપતાં ચુપજ રહેવું પસંદ કર્યું. અકબરે પુન: કરડા સ્વરે પૂછયું, “ કેમ જવાબ આપતા હે છે, Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ભાગ્યવિધાયક ભામાશાહ. નથી સલીમ ? કહે, આ સ્ત્રી કેણ છે અને તે શા કારણથી અત્રે આવેલી છે ?” સલીમે આ વખતે પણ કોઈ જવાબ આપે નહિ, એટલે ફ્રજીએ જરા આગળ આવીને કહ્યું, “ નામવર શહેનશાહ ! શાહજાદા સાહેબને હવે શરમાવે નહિ, તેઓ મને અહીં હાજર જોઈને જવાબ આપતા અચકાય છે અને તેથી હુંજ આપના પ્રશ્નનો ઉત્તર આપું છું કે જે સ્ત્રી મારી બેવફા બીબી ૨જીયા છે; પણ અહીંઆ શું કારણથી આવી છે, તે હું આપને કહી શકતા નથી. આ બાનુ તમારી બીબી છે, એ હું સારી રીતે જાણું છું; પરંતુ તે વાત મારે શાહજાદાના મુખમાંથી જ કઢાવવી હતી. ” શહેનશાહે ફેજીને એ પ્રમાણે કહીને સલીમ તરફ જોઈને પૂછ્યું. “સલીમ ! રજીયાબાનુ અહીં કેમ આવેલાં છે અને તેમની સાથે તું શી ખાનગી મસલત ચલાવતો હતો ?” રાલીએ પોતાના બાબાના મુખ્ય સામે એકવાર આડી નજરે જોઈ લીધું, પરંતુ તેને ચગ્ય જવાબ આપવા જેટલી હિંમત તેનામાં નહોતી અને તેથી તે મનજ રહ્યો. શહેનશાહે તેને કેવળ નિરૂત્તર રહેલો જોઈને કહ્યું. “સલીમ ! તું મારો યુવરાજ પુત્ર હોવાથી મારી પાછળ તું જ આ સમગ્ર શહેનશ હત સમ્રાટ થવાના છે. વળી મારી ઉમ્મર પણ જઈફ થવા આવી છે અને તેથી હું હવે નોટલું જ છું, તેટલું જીવવાને નથી, એ ચોક્કસ છે, તેમ છતાં તું મારી વિરૂદ્ધ બળે જગાડવાની ખટપટ શા માટે કરી રહ્યો છે, તે હું સમજી શકતો નથી. તોહિદ-ઈ-ઈલાહીના મતની સ્થાપનાથી કેટલાક મુસલમાને મારી વિરૂદ્ધ થઈ ગયા છે અને તેમણે જ તને આડું અવળું ભંભેરીને મારી સામે ઉશ્કેરવાની પેરવી કરી છે, પરંતુ યાદ રાખજે સલીમ ! કે તું તારી બુરી મતલબમાં કદિ પણ સફળતા મેળવવાને નથી. પાક પરવરદિગાર હમેશાં સત્યનો-ધનનીતિનેજ વિજય કરે છે અને અસત્ય-અધર્મ-અનીતિને પરાજય કરે છે અને તેથી તે તથા તારા દુષ્ટ સલાહકારોએ મારી વિરૂદ્ધ ગમે તે પ્રકારની ખટપટ રચી હશે તો પણ તમે અનીતિના માર્ગે Page #250 -------------------------------------------------------------------------- ________________ શાહજાદ સલીમ. ૨૩૫ ચાલતા હોવાથી તેમાં ફલિભૂત થશો નહિ. સલીમ! તારા સ્થળે જે કોઈ બીજો શમ્સ હોત, તે મેં તેને શાહનશાહ વિરૂદ્ધ ખટપટ કરવાના ગુન્હા માટે કયારને એ ફાંસીને લાકડે લટકાવી દીધું હેત; પરંતુ તું મારો બેટે છે-અતિ વહાલો બેટે છે અને તેથી તેને સંપૂર્ણ શિક્ષા કરવાને મારું હૃદય ચાલતું નથી. શાહનશાહતના રક્ષણને માટે ન્યાયદષ્ટિએ મારે તને સખ્તમાં સખ્ત એટલે કે દેહાંત દંડની શિક્ષા કરવી જોઈએ અને તારાં અનિષ્ટ આચરણો જોતાં તું એવી શિક્ષાને લાયક છે; પરંતુ પ્યારા બેટા ! તારા માટે મારા હૃદયમાં એટલો બધો અગાધ પ્રેમ ભર્યો છે કે હું તેમ કરી શક્ત નથી. સલીમ! કાંઈક સમજ અને વિચાર કરો કે તું કેણ છે? તું કે બેટે છે? તારા બાબા કોણ છે? તારે આધકાર છે છે? અને તારૂં મહત્વ શું છે? તું પોતે ભવિષ્યને શહેનશાહજ છે અને તેથી દિનરાત શરાબના નિસામાં અને દુષ્ટ સ્ત્રીઓના સહવાસમાં પડ્યા રહેવાનું તને મેગ્ય છે? વહાલા બેટા ! બરોબર વિચાર કરીને મને જવાબ આપ કે તને તારૂં હાલનું વર્તન ઉચિત છે?” શહેનશાહનાં પ્રેમાળ અને શિક્ષાનાં વચનો સાંભળીને શાહજાદા સલીમનું હૃદય ભેદાઈ ગયું અને તેથી તેની આંખોમાંથી અશ્રઓની ધારા વહેવા લાગી. તેણે તેના બાબાના કદમ ઉપર પડીને ગદ્ગદિત અવાજે કહ્યું. “પ્યારા બાબા ! આપના આ બેવફા બેટાને ફાંસીના લાકડે લટકાવી દે, કારણ કે તેને એજ શિક્ષા ગ્ય છે.” બાદશાહ અકબરે સલીમને હાથ પકડીને ઉભે કર્યો અને તે પછી પુનઃ પ્રેમાળ સ્વરથી કહ્યું. “સલીમ ! બેટા! તું મતની શિક્ષાને યોગ્ય નથી; કિન્તુ આગ્રાના જગવિખ્યાત તખ્ત ઉપર બેસીને લાખો મનુષ્યને મેગ્ય ન્યાય આપવાને લાયક છે. મારે તને ખાસ કરીને આગ્રહ છે કે તું તારા હાલના દુષ્ટ ચારિત્રને સુધાર અને ખરાબ દોસ્તને ત્યાગ કર અને પછી જે કે તારી આબરૂ કેટલી બધી વધી જાય છે. માણસ માત્ર ભૂલને પાત્ર છે અને તેથી આજ સુધી તે કરેલી ભૂલેને તને જે હવે બરાબર પશ્ચાત્તાપ થતું હોય, તે તેજ શિક્ષા તને પૂરતી છે. બેલ તને પશ્ચાત્તાપ થાય છે ? Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ભાગ્યવિધાયક ભામાશાહ, હું પશ્ચાત્તાપ ! ” સલીમે આશ્ચય સૂચક અવાજે કહ્યું. “ પશ્ચાત્તાપ તા ; પરંતુ આ પૃથિવી માર્ગ આપે તે તેના અંદર સમાઈ જાઉં, તેટલી શરમ પણ થાય છે અને તેથી આપને અરજ ગુજારીને કહું છું કે મને યાગ્ય દંડ આપે!–મને ઉચિત શિક્ષા કરી, વ્યારા ખાખા ! તે વિના-યેાગ્ય ઠાકર વાગ્યા વિના હું સુધરી શકવાના નથી. ,, “નહિ, બેટા! ”શહેનશાહે કહ્યું, “તને પૂરતા પશ્ચાત્તાપ થતા હાવાથી હવે શિક્ષા આપવાની જરૂર નથી, પશ્ચાત્તાપ અને શરમ એ એજ એવી શિક્ષાઓ છે કે જેથી ગમે તેવા દુષ્ટ માણસ પણ સુધરી જાય છે, તેથી તને કાંઇપણ શિક્ષા નહિ કરતાં મારીી આપું છું. ” “ પરંતુ પ્યારા મામા ! શું હું આપની રહેમને ચેાગ્ય છે કે આપ મને મારીી માા છે ? ” સલીમે આતુરતા સૂચક સ્વરે પૂછ્યું. ?? “ હા, તુ મારી રહેમને સ`દા યેાગ્યજ છે; કેમકે પુત્ર કપુત્ર થાય છે; પરંતુ માવતર દે પણ કમાવતર થતાં નથી અને તેથી તું માીને પાત્ર છે. સલીમ તુ હવે જા અને મારા ખાસ એરડામાં મારી રાહ જો; હું હમણાંજ તારી પાસે આવી પહેાંચું છું.” એમ કહી બાદશાહ અકબરે તેને ત્યાંથી ચાલ્યા જવાની ઇશારત કરી એટલે તે તેને નમીને તુરત જ ચાલ્યે! ગયા. તે ગયા પછી શહેનશાહે પોતાના દોસ્તુ ફેશને કહ્યું. “પ્યારા મિત્ર ! તમારી ખીખીને માટે હવે તમે શું કરવા માગેા છે? તમને જો કાંઈ હરકત ન હોય અને તમારી કબુલાત હાય, તે હું તેને કેદ કરવાને માગું છું. કારણ કે સ ખટપટનું મૂળ તેજ છે. ’ 66 st નામવર શહેનશાહ !” ફૈજીએ કહ્યું. “ મારી બેવફા ખીખીને માટે આપ ગમે તે કરવાને મુખત્યાર છે; મને તેમાં કાઈ પણ પ્રકારની હરકત નથી. ,, 66 એ મહેત ખુબ. બાદશાહ અકબરે એમ કહીને પાતાના મંગરક્ષકાને જોરથી ખૂમ મારી. તુરત જ રીએ બાદશાહની સન્મુખ આવીને કુર્નિસ આદશાહ અકબરે તેમને કરડા અવાજે હુકમ » હૅથિયારબંધ કર્યાં ચાખજાવીને ઉભા રહ્યા. કર્યાં. “ આ ખાતુને Page #252 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું સ્વરૂપ ૧૩૭ ભયંકર કારગૃહમાં લઈ જાઓ અને તેમાં તેને કેદ કરીને મને સત્વર ખબર આપે.” કર્મચારીઓ રજીયાને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. રજીયાએ જતી વખતે શહેનશાહને તથા તેના શાહર કેજીને પોતાને પણ શાહજાદાની જેમ માફી આપવાને ઘણી ઘણી અરજ ગુજારી હતી, પરંતુ સંગ દિલના શહેનશાહે કે ફેજીએ તે પ્રતિ જરા પણ લક્ષ્ય આપ્યું નહોતું. શાહજાદો સલીમ તેના બાબાની રહેમથી છુટી ગયો અને રજીયાને કેદમાં સપડાવું પડયું. એ વિધિની વિચિત્ર લીલા નહિ, તે બીજું શું ? તે પછી શહેનશાહ અને ફેજી ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા. – "@ – પ્રકરણ ૨૭ મું. ધર્મનું સ્વરૂપ. શહેનશાહ અકબર અને આચાર્ય શ્રી હીરવિજયસૂરિ રાજમહાલયના એક ખાનગી ઓરડામાં ધર્મ સંબંધી વિવિધ વાર્તાલાપ કરતા બેઠા હતા. ફિજી, અબુલફજલ, ટેડરમલ, કરમચંદ અને થાનસિંહ વિગેરે દરબારીઓ પણ ત્યાં હાજર હતા અને તેઓ સૂરીશ્વર અને સમ્રાટ વચ્ચે ચાલતી ધાર્મિક ચર્ચાને રસપૂર્વક સાંભળતા હતા. ધર્મના જૂદા જુદા વિષયે ઉપર અનેક પ્રકારને વાર્તાલાપ ચાલ્યા પછી શહેનશાહ અકબરે જીજ્ઞાસાથી આચાર્ય મહારાજને પૂછયું. “સૂરિજી ! ધાર્મિક વિષયમાં આપની અપૂર્વ વિદ્વત્તા જોઈને હું ઘણેજ ખુશી થયે છું અને આપે અત્રે આવીને મને તેનું જે જ્ઞાન આપ્યું છે, તે માટે આપને અત્યંત આભારી છું. હવે કૃપા કરીને ધમનું સત્ય સ્વરૂપ મને સમજાવશે, તે હું આપને અહેસાનમંદ થઈશ; કારણ કે હું ધર્મના સત્ય સ્વરૂપને જાણવાને બહુજ ઈનેજાર છું. ધર્મના સત્ય સ્વરૂપને જાણવાને માટે હું ઘણા વિદ્વાનોના પરિચયમાં આવ્યો છું, પરંતુ આજ સુધી મારા મનનું સમાધાન થયું નથી અને તેથી આપની Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ભાગ્યવિધાયક ભામાશાહ. પાસેથી મને તે વિષયની યથાર્થ માહિતી મળશે, એવી આશા રાખીને જ મેં આપને તે વિષે પ્રાર્થના કરી છે.” ૮ રાજન ” સૂરિજીએ સ્મિત હાસ્ય કરીને કહ્યું. ધર્મના સત્ય સ્વરૂપને જાણવાની આપની જીજ્ઞાસા જોઈને મને ઘણેજ આનંદ થાય છે. ધર્મના સ્વરૂપને જાણવાની જીજ્ઞાસા થવી એ આત્માની નિર્મળતાને દર્શાવે છે. ધર્મનું સત્ય સ્વરૂપ સમજવું એ છે કે ઘણું મુશ્કેલ કાર્ય છે, તો પણ માનવબુદ્ધિ તેને સમજી ન શકે એવું તે કઠિન કાર્ય નથી. ધર્મના સત્ય સ્વરૂપને સમજાવવાને માટે પૂર્વે થઈ ગયેલા અનેક સમથે મહાપુરૂષોએ ગ્ય પ્રય! ! કરેલા છે, પરંતુ તે સર્વને બરાબર સમજવાને આપણને ઘણે સમય લાગે તેમ છે. અને તેથી અત્યારે તે હું આપને શુદ્ધ ધર્મને એટલે કે તેને ખરા સ્વરૂપને ટુંકામાં પણ સમજી શકાય તેવી શૈલીમાં સમજાવીશ. અમારા જૈન શાસ્ત્રકારોએ ધર્મના મુખ્યતઃ બે ભેદો ગણાવ્યા છે. આ બે ભેદે તે સાધુધર્મ અને શ્રાવકધર્મના છે. સાધુધ એ ઉત્કૃષ્ટ અને માત્ર આ સંસારને ત્યાગ કરીને મુનિવેષ ધારણ કરનારને જ ઉપયોગી હોવાથી હું તે વિષે અને વર્ણન કરવા ઈચ્છતા નથી; કિન્તુ અત્યારે તે શ્રાવકધર્મ એટલે કે સંસારમાં રહેતાં મનુષ્યને પાળવાના ધર્મના સ્વરૂપનું ગ્ય વર્ણન કરીને આપને તેની જોઈતી સમજણ પાડીશ. આ માનવધર્મના બાર પ્રકારે છે અને તેને અમારા શાસ્ત્રકારોએ બારવ્રત તરીકે ઓળખાવેલા છે. જે માણસ પોતાના જીવનને સંસારમાં રહ્યા છતાં ધર્મમાગે પસાર કરવાને ઈચ્છતા હોય, તેમણે ધર્મના એ બાર વ્રતોને અનુસરવાની અગત્ય સ્વીકારવી જોઈએ છે. જીવહિંસા ત્યાગ, અસત્ય ત્યાગ, અદાગ્રહણ ત્યાગ, પરસ્ત્રી ત્યાગ અને સ્વદારા સંતે, અપરિમિત પરિગ્રહનો ત્યાગ અને ઈચ્છાનું પરિમાણ, દિગગમનનો ત્યાગ, ભેગે પગનું પરિમાણ, અનર્થ દંડને ત્યાગ, સામાયિક વ્રત, દેશાવકાશિક વ્રત, પિષધોપવાસ વ્રત તથા અતિથિસંવિભાગ. આ બાર પ્રકારનું માનવધર્મ છે. આ બારવ્રતોની યોજના એવી રીતે કરવામાં આવી છે કે જે કોઈ પણ મનુષ્ય તદનુસાર પિતાનું જીવન વ્યતિત કરવાને ચાહે, તે તે Page #254 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું સ્વરૂપ.. ૨૩૯ અંતિમ લક્ષ્યને એટલે કે મેક્ષને સહજમાં પ્રાપ્ત કરવા ભાગ્યશાલી થાય છે. સદરહુ બાર વ્રતો પૈકી પહેલું જીવહિંસા ત્યાગનું જે વ્રત છે, તે સર્વોત્તમ છે અને તેથી જે કોઈ પણ મનુષ્ય તે એક વ્રતને પણ યથાર્થ રીત્યા પાળે અને તે પ્રમાણે વર્ત, તે તેનું જીવન ઘણુંજ સુધરી જાય છે. એટલું જ નહિ, પણ તેને આત્માની પણ ઘણું જ ઉંચી સ્થિતિ થઈ જાય છે. નામવર શહેનશાહ ! અમે જેનીએ જીવહિંસાત્યાગના વ્રતને ચુસ્તપણે માનનારા અને પાળનારા છીએ અને સમસ્ત દેશ કે જગતુ ઉપર તેને પ્રચાર કરીને માનવસમાજને તેનું ખરું રહસ્ય સમજાવવાને માટે અમે પ્રયાસ કરીએ છીએ. જીવહિંસા ત્યાગ એટલે કે અહિંસાને મહાન ધર્મ ગણીએ છીએ; કારણ કે એ વ્રત એવું તે ઉત્તમ છે કે તેના સેવન અને પ્રચારથી સંસારમાં સ્વર્ગને લાવી શકાય છે અને તેથી પરમ શાંતિને અનુભવ કરી શકાય છે. સંસારમાં જેટલા જ હયાતી ધરાવે છે, તે સર્વે શરીરથી જોકે જૂદા જૂદાં અને ઉચ્ચ કે નીચ છે, તે પણ તે સર્વની અંદર આત્મા તે સરખોજ છે. અને તેથી જેવી સુખ-દુઃખની લાગણી એ આપણને પિતાને થાય છે, તેવી જ તે સર્વ જીવોને થાય છે. પ્રત્યેક જીવ હમેશાં સુખનીજ ઈચ્છા કરે છે અને તે કારણને લઈ આપણે આપણું વર્તન એવું રાખવું જોઈએ કે જેથી અન્ય જીવોને સુખ જ મળે. જીવાત્મા તરીકે આપણે જે સુખને ઇચ્છતા હોઈએ તે આપણે એ ફરજ છે કે આપણે પ્રત્યેક જીવને સુખ થાય તેવાં કાર્યો કરવાં જોઈએ અને જે તેમ આપણે કરતા નથી, તે પછી આપણને સુખ મેળવવાને શે અધિકાર છે? બાદશાહ સલામત ! આપ ધર્મના સત્ય સ્વરૂપને જાણવાને ઈચ્છા ધરાવતા હોવાથી મારે આપને કહેવું જોઈએ કે ધર્મનું સ્વરૂપ અહિંસાવ્રતમાં આવી જાય છે. અહિં. સાધર્મ એ એવું વ્રત છે કે જેના પરિપાલનથી માણસ સંસારમાં શાંતિનું સ્થાપન કરી શકવાની સાથે પિતાના આત્માની પણ ઉન્નતિ કરી શકે છે અને તેથી અમે તેને મહા ધર્મ ગણીએ છીએ. અહિં સા એટલે પ્રત્યેક જીવ તરફ દયાભાવ એ પૃથિવીતલમાં મોટામાં મેટે ધર્મ છે; ધર્મનું ખરું સ્વરૂપ પણ તેમાંજ આવી જાય છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ભાગ્યવિધાયક ભામાશાહ. જીવદયા, પ્રેમ, કરૂણા, મિત્રી, સમાનભાવ વિગેરે અહિંસાનાં સ્વરૂપ છે અને તેથી જે માને એ ઉત્તમ સદગુણેને ધારણ કરીને તે પ્રમાણે પિતાનાં જીવનને વ્યતિત કરે છે, તેઓ પોતાના જન્મનું સાર્થક કરી શકે છે. પ્રત્યેક મનુષ્યનાં હૃદયમાં સ્વાભાવિક રીતે દયા તે રહેલી જ છે, તેમ છતાં ઘણીવાર મનુષ્યની પ્રવૃત્તિ તેથી ઉલ ટીજ જોવામાં આવે છે. કેટલાંક મનુષ્ય ધર્મના નામે યજ્ઞના નિમિત્ત અને હેન્દ્રિયની લાલચે જીવહિંસા કરતાં જોવાય છે. આનું ખરું કારણ જોવા જઈએ તે તેમની અજ્ઞાનતા સિવાય બીજું કાંઈ નથી. અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ અને બ્રહ્મચર્ય આ પાંચને પ્રત્યેક શાસ્ત્રકારે પવિત્ર માનેલા છે; તેમ છતાં અજ્ઞાનતાને વશ થઈ કેટલાક સ્વાથી મનુષ્યએ તેમાં–ખાસ કરીને અહિંસામાં ઘણુંજ વિકૃતિ કરી નાંખેલી છે. હિંસા એ મોટામાં મોટું પાપકર્મ અને આત્માની અધોગતિ કરનારૂં કાર્ય છે અને તેથી તેને ત્યાગ કરવાને બદલે કેટલાંક મનુષ્ય તેને ધર્મ અને શાસ્ત્રજ્ઞા તરીકે ઓળખાવે છે, એ મોટી દીલગીરીની વાત છે. વાસ્તવિક રીતે જોતાં મહામૂર્ખ, સંશયવાન અને અવ્યક્તસિદ્ધાન્તાનુયાયી નાસ્તિકે એ જ હિંસાને ધર્મ તરીકે માન આપેલું છે અને કેવળ પોતાની ઈચ્છાની તૃપ્તિને ખાતર જ હિંસા કરતા હોવાથી તેવા મનુષ્યનાં વચનોને કદાપિ માન આપવું જોઈએ નહીં. ધર્મપરાયણ મનુષ્યએ તે અહિંસા, મૈત્રી, દયા, કરૂણા અને પ્રેમને જ સર્વોત્તમ ધર્મ ગણીને તેની પ્રશંસા કરેલી છે અને તેથી તે પ્રમાણે વર્તવું એ દરેક માણસની ફરજ છે. સમ્રાટશિરોમણિ! હું ખાસ ભાર દઈને કહું છું કે સર્વ ધર્મોમાં અહિંસા જ શ્રેષ્ઠ ધર્મ છે અને તેથી જે એ ધર્મ, યજ્ઞ કે લાલચને વશ થઈ જીવહિંસા કરે છે, તેઓનું રાજ્ય, વંશ, સંપત્તિ, જ્ઞાતિ અને સ્ત્રી આદિ બધી સંપદાઓ થોડાજ કાલમાં નાશ પામે છે. અને તેઓની ભવિષ્યના જીવનમાં અધોગતિ થાય છે. આપના પવિત્ર કુરાનેશરીફમાં પણ હિંસાની મના કરવામાં આવેલી છે. એ આપથી કયાં અજાયું છે? આ આખી આલમના જીવે ખુદાતાલાના સંતાને છે અને તેથી તેમણે પ્રથમ એજ ફરમાન કરેલું છે કે સમસ્ત જી ઉપર રહેમ રાખે. વિશેષમાં કુરાનેશરીફની અંદર શરૂ Page #256 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું સ્વરૂપ. આતમાં ખુદાને બિસિમલ્લાહ રસિમાનુર રહીમ, એ વિશેષણ આપવામાં આવેલું હોવાથી દરેક જીવે ઉપર રહેમ રાખવી જોઈએ, એ સહજમાં સમજી શકાય તેમ છે. આ ઉપરાંત જૈન, હિંદુ અને ઈસલામ ધર્મોમાં અહિંસાનું પ્રતિપાદન ઘણી રીતે કરવામાં આવ્યું છે અને જે હું આપને સર્વ હકીક્ત વિસ્તારપૂર્વક સમજાવવાને બેસું, તે ઘણે સમય લાગી જાય તેમ છે. અને તેથી આપને અત્રે ટુંકામાં હું એટલું જ કહું છું કે પ્રત્યેક ધર્મમાં અહિંસાને મુખ્ય વ્રત માનવામાં આવ્યું છે. એટલું જ નહિં પણ તેની ઘણી જ પ્રશંસા કરવામાં આવી છે. આટલા વિયન ઉપરથી આપ સારી રીતે સમજી શક્યા હશો કે જીવહિંસા એ મોટામાં મોટું પાપ છે અને અહિંસા એ મોટામાં મોટું પુણ્ય છે. ધર્મનું સત્ય સ્વરૂપ પણ તેમાં જ આવી જતું હોવાથી માનવધર્મનાં બી જાં અગિયાર વ્રત જે બાકી રહે છે, તે વિષે હું આગળ કઈ અનુકુળ વખતે આપને સમજણ પાડીશ.” સૂરિજીનું ઉપર્યુક્ત વિવેચન સાંભળીને શહેનશાહ અકબર ઘણો જ ખુશી થઈ ગયા અને તેથી તેણે આનંદપૂર્વક કહ્યું. “સૂરિજી ! આપની પાસેથી ધર્મનું સત્ય સ્વરૂપ જાણુને હું બહુ જ ખુશી થયે છું. આજ સુધી મેં અનેક વિદ્વાનોની ઉપદેશવાણી સાંભળી હતી, પરંતુ તેમાં આપની આજની ઉપદેશવાણી જે મને કઈ વખત પણ રસ લાગે નહોતે. અહિંસા અને હિંસા એ ઉભય કર્મનું વિવેચન સાંભળીને મારા હૃદયમાં ઘણું જ અસર થઈ છે અને તેથી હું આપના ઉપદેશ પ્રમાણે વર્તવાને મારાથી બનતે પ્રયાસ કરીશ. પાક પરવરદેગારે ખરી રીતે આપ કહે છે, તે પ્રમાણે સર્વ જીવે ઉપર રહેમ રાખવાનું જ ફરમાન કરેલું છે; પરંતુ અમે અજ્ઞાનતાથી તેમના એ સત્ય ફરમાનને ભૂલી જઈને હિંસાના કાર્યમાં પ્રવૃત્ત થઈએ છીએ, એ દીલગીરીની વાર્તા છે. મુનીશ્વર ! આપે મારા આમંત્રણને માન આપીને અત્રે પધારી મને જે સદુપદેશ આપે છે, તે માટે આપને હું ઘણે જ અહેસાનમંદ છું અને તેથી મારી ઈચ્છા એવી છે કે આપ કોઈ પણ મૂલ્યવાન ચીજને મારી પાસેથી સ્વીકાર કરીને મને ઉપકૃત કરશો ?” Page #257 -------------------------------------------------------------------------- ________________ ર૪૨ ભાગ્યવિધાયક ભામાશાહ બાદશાહ અકબરની શુભ લાગણી જોઈને' સૂરિજીએ કહ્યું. “શહેનશાહ ! મારા સામાન્ય ઉપદેશથી આપના હદયમાં જે સારી અસર થઈ હોય, તે તે બદલ મારો અહેસાન માનવાની કોઈ પણ અગત્ય નથી, કારણ કે તેમ થવામાં આપના હૃદયની નિર્મળ તાનું જ ભાન થાય છે. વળી મારા જીવનના ઉદેશ અને મુનિધર્મથી આ૫ પરિચિત થઈ ગયા છે એટલે આપ જ વિચારો કે મારાથી આપની પાસેથી એક પણ વસ્તુ લઈ શકાય તેમ છે ખરી?” - સૂરીશ્વરના છેવટના પ્રશ્નથી બાદશાહ અકબર વિચારમાં પડી ગયે. તેને ચૂપ રહેલે જોઈને સૂરીશ્વરે પુનઃ કહ્યું. “નામવર શહેનશાહ ! મને કાંઈક બદલે આપવો જ છે, એવી જે આપની ઈચ્છા હોય, તે હું તેને માન આપવાને તૈયાર છું; કારણ કે આપને હું નારાજ કરવાને માગતા નથી અને તેથી હું કહું છું કે આપના રાજ્યમાં પ્રતિદિન જે અસંખ્ય જીવહિંસા થાય છે, તેને અમારા પવિત્ર ધમેના દિવસે કે જે પર્યુષણના નામથી ઓળખાય છે, તે દરમ્યાન બંધ રાખવાનું ફરમાન કરે અને તે સિવાય આપના રાજ્યના કારાગૃહમાં જે કેદીઓ હોય, તેને તથા રાજ્યમહાલયમાં જે નિર્દોષ પક્ષીઓને વિના કારણે પિંજરામાં પૂરેલા હોય, તેને છોડી મૂકે. આટલું જે આપ કરશે, તે હું એમ જ માનશ કે આપે મારા ઉપર ઘણું જ ઉપકાર કર્યો છે.” ' સૂરિજીની આ નિ:સ્વાર્થ યુક્ત વાણી સાંભળીને શહેનશાહે કહ્યું “સૂરિજી! આપનું કથન રાસ્તા છે, પરંતુ તે તે અન્યના સુખની વાત છે. મારી ઈચ્છા એવી છે કે આપ આપના પિતાના સુખને માટે કાંઈક માગણી કરે” સૂરિજીએ હસીને કહ્યું. “રાજન્ ! સંસારમાં જેટલા છે વસે છે, તે સર્વને હું મારા પિતાના ગણું છું અને તેથી તેમનાં સુ ખને માટે મેં આપની પાસે જે માગણી કરી છે, તે મારા માટે જ છે, એમ આપે સમજી લેવાનું છે. મેં જ્યારથી આ મુનિવેષને સ્વીકાર કર્યો છે, ત્યારથી મેં મારા-તારાના ભેદભાવને સર્વથા ત્યાગ કર્યો છે એટલું જ નહિ, પણ સમસ્ત સંસારના જીને મારા બંધુઓ Page #258 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું સ્વરૂપ. ૨૪૩ તરીકે સ્વીકાર્યા છે અને તેથી તેમનું સુખ એ મારૂં જ સુખ છે, એમ હું માનું છું. આ કારણને લઈને મારે મારા પિતાના માટે કાંઈ પણ માગણી આપની પાસે કરવાની નથી અને જે કરવાની છે, તે આપને જણાવી દીધી છે, માટે તે પ્રમાણે અમલ કરશો, તે મારા ઉપર ઉપકાર કરવાની સાથે આ૫ માનવસમાજનાં હદ ને જીતી શકશે. નરેન્દ્ર ! પ્રજાને પ્રેમ એજ રાજ્યની આબાદી છે. જે રાજા પિતાની પ્રજાને પ્રેમ મેળવી શકો નથી અને તેનાં દિલને જીતી શકતા નથી, તે રાજા ખરી રીતે રાજાના પદને લાયક નથી. રાજાએ પિતાના આશ્રય તળે મૂકાયેલી પ્રજાના સુખની હમેશાં કાળજી રાખવી જોઈએ એને તેથી જે રાજા પોતાના કર્તવ્યનું ય. થાર્થ પણે પાલન કરે છે, તેના રાજ્યને પાયે મજબુત થતાંની સાથે તેનું નામ પણ અમર થાય છે. મેં આપની પાસે જે માગણી કરી છે. તેથી આપ પૃથિવી ઉપર શાંતિનું સામ્રાજ્ય સ્થાપી શકવાની સાથે શહેનશાહતને પણ મજબૂત બનાવી શકશે.” બાદશાહે આનંદપૂર્વક કહ્યું. “સૂરીશ્વર ! હું આપની માગણીને ઘણાજ આનંદ સાથે સ્વીકાર કરું છું અને તે માટેનાં લેખિત ફરમાને હમણાંજ સમસ્ત હિન્દુસ્થાનમાં મેકલાવી દેવાની વ્યવસ્થા કરું છું. સમસ્ત જીવેનું કલ્યાણ કરવાની આપની શુભ લાગણું જોઈને એટલે બધે પ્રસન્ન થયો છું કે જેનું યથાર્થ વ ન વાણુ દ્વારા થઈ શકે તેમ નથી. આપ જેવા મહાન પુરૂષનાં દર્શન અને ઉપદેશથી મારા હૃદયમાં ઘણી જ અસર થઈ છે અને તેથી મારાથી બનતા પ્રયાસે માંસાહારને ત્યાગ કરીને જીવદયા પાળવાનો પ્રયાસ હું પિતે પણ કરીશ. સૂરિજી! આજથી હું આપને મારા ગુરૂ તરીકે માનું છું અને તેથી આપને જગદગુરૂની ઉપાધિથી નવાજું છું. આપે તે ફકત પર્યુષણના દિવસોમાં જ જીવહિંસા બંધ રખાવવાની માગણી કરી છે, પરંતુ હું તેમાં મારા તરફથી અમુક દિવસની વૃદ્ધિ કરીને તેટલા દિવસે પર્યત મારી શહેનશાહતમાં કોઈ પણ સ્થળે જીવહિંસા નહિ થાય, તે હુકમ કરું છું. આ ઉપાંત મારા રાજ્યઅમલમાં પ્રજાને હર કત કર્તા જે જે કાયદાઓ હશે, તેની તપાસ કરીને તેમાં યોગ્ય Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ભાગ્યવિધાયક ભામાશાહ. સુધારો પણ કરવાનું આપને વચન આપું છું. કેમ, ગુરૂજી! હવે તે આપ પ્રસન્ન થશે ને ?” આચાર્ય મહારાજે પ્રસન્નતાથી જવાબ આપે. “નામવર શહેનશાહ ! આપની ઉદારતાથી હું ઘણેજ પ્રસન્ન થયે છું. આ વખતે મારા હૃદયમાં એટલે બધે આનંદ થાય છે કે તેની આપને શી વાત કહું? હું માત્ર અત્યારે એટલું જ કહું છું કે આપે મારી માગણને સ્વીકાર કરવા ઉપરાંત જે વચન મને આપ્યું છે, તે માટે આપને હું ઘણેજ આભારી છું. આપે આપની પ્રજાની કાળજી જે રીતે દર્શાવી આપી છે, તે પ્રમાણે તેને અમલ પણ જે તુરત કરીને પ્રજાને સુખી કરશે, તે આપનું રાજ્ય રામરાજ્ય તરીકે ગણશે અને આપને રાજેન્દ્ર કુમારપાળની જેમ ગણીને આ પના સર્વ લેકે પૂજા કરશે.” ગુરૂજી! આપને મેં જે વચન આપ્યું છે, તેને હું સત્વર અમલમાં મૂકીશ; માટે તે ખાતર આપ બેફિકર રહેશો. ઠીક, પણ મારે આપને એક સ્વાલ કરે છે અને તે એ છે કે આવી રીતે જીવહિંસાને સદંતર ત્યાગ કરવાથી પ્રજાના હૃદયમાંથી લડાયક જુસ્સો શું નરમ પડી જવાનો સંભવ નથી ?” - બાદશાહને એ પ્રશ્ન સાંભળીને સુરિજીએ સ્મિતહાસ્ય પૂર્વક જવાબ આપ્યો. “રાજન ! આપે જે સવાલ કર્યો છે તે ઠીક કર્યો છે. કારણ કે એથી ઘણું સમજવાનું મળશે, અહિંસાધર્મના પ્રચારથી માણસેના હૃદયમાંથી લડાયક જુસ્સે નરમ પડી જશે, એવી જે આપ શંકા કરે છે, તે ગ્ય નથી. જીવહિંસા કરવાથી માણસને એ જુસ્સો ટકી રહે છે, એ માન્યતા પણ તદ્દન ભૂલભરેલી છે, કારણ કે જીવહિંસા કરનારા માણસે કાંઈ લડાયક સ્વભાવના અને વિરચિત ભાવનાનાં હોય છે, એમ માની લેવાનું નથી, કિન્તુ ઘણા પ્રસંગે જીવહિંસા કરનારાઓ જ નિર્માલ્ય અને વીર્યહીન હોય છે, તેઓ જીવહિંસા કરે છે, તેટલા જ ઉપરથી તેમના શાર્થની કિંમત આંકવાની નથી; કારણ કે ગરીબ પ્રાણીઓ કે જેઓ સ્વેચ્છાએ પિતાનું જીવન ગુજારતાં હોય છે, તેઓને વિના કારણે મારવામાં જરા પણ Page #260 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું સ્વરૂપ. શોર્ય રહેલું નથી. જેઓ ખરેખરા વીર્યવાન અને અથાગ બળવાન પુરૂષ હોય છે, તેઓ પોતાના બળને ઉપગ ગરીબ, નિરાધાર અને નિર્દોષ પ્રાણીઓને મારવામાં કરતાં નથી. તેવા વીરશિરોમણિ પુરૂષનાં હૃદયમાં તે દયાને ઝરે સતત વહેતો હોય છે અને તેથી તેઓ નિર્બળ જી તરફ હમેશાં ક્ષમાની દૃષ્ટિથી જ જેનારા હેય છે. બાદશાહ સલામત ! નિર્બળ અને અશક્ત જીવને મારવા, તેમને હેરાન કરવા અને તેમને વગર ગુહાએ પકડીને પિંજરામાં પૂરવા, એમાં લેશ માત્ર પણ બહાદુરી-મદઈ નથી; કિન્તુ તે તે કેવળ અધમ કાર્યોજ છે અને તેથી ખરેખરા વીર્યવાન માણસેએ તેવાં કાર્યોને સર્વથા ત્યાગજ કરવો જોઈએ. નિબળનું રક્ષણ કરવું, એ સબળને ધર્મ છે અને એ ધર્મ એજ જીવદયા કિંવા અહિંસા છે. આ ઉપરથી આપ સારી રીતે સમજી શક્યા હશે કે જીવહિંસાના ત્યાગથી માણસનાં હૃદયમાંથા લડાયક ભાવનાને નાશ થઈ જશે, એ માન્યતા કેવળ મનઃકપિત છે. ” બાદશાહે આનંદ પામીને કહ્યું. “ગુરૂવર્ય! નિર્બળનું રક્ષણ કરવું એ સબળને ધર્મ છે અને એ ધર્મ એજ જીવદયા કિંવા અહિંસા છે, એ આપના કથનથી મારી શંકાનું નિવારણ થઈ ગયું છે. હું હવે સારી રીતે સમજી શક્યો છું કે જીવહિંસાના ત્યાગવડે માણસના હૃદયમાંથી લડાયક ભાવનાને નાશ થઈ જતા નથી; કસ્તુ તેના ત્યાગથી માણસનું હદય ક્ષમાશીળ બને છે. આપના ઉપદેશની ઉત્તમ શૈલીથી મારા પ્રશ્નનો યોગ્ય ખુલાસે મને મળી ગયો છે અને તેથી મારી શહેનશાહતમાં જીવહિંસાને નિષેધ જેટલે દરજજે શકય હશે તેટલે દરજજે તુરતજ કરવાની ગોઠવણ કરીશ. હવે સમય ઘણે થઈ ગયે હોવાથી આપને જવાની જરૂર હશે, તેમ મને પણ છે અને તેથી છેવટમાં મારી એક અરજ તરફ આપ ધ્યાન આપશે. અને તે એ છે કે આપ કાયમ ફતેહપુરમાં જ રહીને મને આપના સત્સમાગમને લાભ આપવા કૃપા કરશે, એવી મારી અંત:કરણની ઈચ્છા છે.” સૂરિજીએ કહ્યું. “નામવર શહેનશાહ! જીવહિંસાને નિષેધ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ભાગ્યવિધાયક ભામાશાહ. કરવાની આપની તીવ્ર લાગણી જોઈને બહુજ ખુશી થયે છું. અને આપને વિનંતિ કરૂં છું કે આપની એ લાગણીને સુરતમાં જ અમલમાં મૂકશે. આપ મને ફતેહપુરમાં જ કાયમ રહેવાને આ ગ્રહ કરે છે, એ ઠીક છે અને આપની એ ઈચ્છાને માટે માન પણ આપવું જોઈએ, પરંતુ અમારા મુનિ ધર્મના અંગે અમારાથી કાયમ એકજ સ્થળે રહી શકાય નહીં અને તેથી દીલગીરી સાથે આપના આશયને મારે અસ્વીકાર કરવો પડે છે. છતાં પણ પ્રસંગોપાત હું અહીં આવતે રહીશ, એ માટે આપ નિશ્ચિત રહેશે, કારણ કે મને પિતાને પણ આપના જેવા લાયક નૃપતિના સહવાસથી ઘણેજ આનંદ ઉપજે છે. હાલ તે શાંતિચંદ્ર ઉપાધ્યાયને રહેવાની સૂચના આપતે જઈશ. તે પોતે પણ ઘણાજ વિદ્વાન અને શાસ્ત્રના જાણકાર છે અને તેથી આપને તેમના સહવાસથી પણ ઘણેજ આનંદ થશે.” ' સૂરિજી એ પ્રમાણે કહીને પોતાના શિષ્યો સાથે ઉઠીને ઉભા થયા. શહેનશાહ અને અન્ય દરબારીઓ પણ ઉભા થઈ ગયા. તે પછી સૂરિજી પોતાના નિવાસસ્થાને આવ્યા અને શહેનશાહ તથા તેના દરબારીઓ રાજકીય કાર્યમાં ગુંથાયા. જીવહિંસાને પાપકર્મ નહિ માનનારા એક મુસલમાન શહેનશાહને પ્રતિબંધીને તેની પાસેથી તેના સમસ્ત રાજ્યમાં જીવહિંસા કરવાની મનાઈના ફરમાન મેળવનાર અને તે પ્રમાણે અમલ કરાવનાર આચાર્ય શ્રી હરવિજયસૂરિની સમયસૂચકતા અને તેમનાં આત્મબળની આપણે જેટલી પ્રશંસા કરીએ તેટલી થેડી છે. સમસ્ત જગતનું કયાણ કરનારા આવા મહાપુરૂષના જીવનને ધન્ય છે ! Page #262 -------------------------------------------------------------------------- ________________ સ્થિત્ય તર. પ્રકરણ ૨૮ મું. સ્થિત્યંતર સુખ અને દુઃખ, ચડતી અને પડતી તથા ઉદય અને અસ્ત એ પ્રકૃતિના સામાન્ય નિયમો છે અને તે એવી રીતે સંકળાયેલા છે કે વ્યક્તિ અને સમષ્ટિ ઉપર તેઓ અનુક્રમે પિતાનું સામ્રાજ્ય જમાવતા જોવામાં આવે છે. આ નિયમે એ બીજું કાંઈ જ નહિ પરંતુ પૂર્વ જન્મમાં કરેલાં કર્મોનાં ફળવિશેષ જ હોવાથી તેને સહન કર્યા સિવાય અન્ય એક પણ ઉપાય મનુષ્યને માટે રહેતું નથી. કર્મનાં એ ફળને અનુકૂળ બનીને સહન કરવા, એમાં ખરે પુરૂષાર્થ રહેલો છે અને તેથી જે માનો તે પ્રમાણે સુખ અને દુઃખ ઉભય સ્થિતિઓને શાંતિથી અનુભવીને પિતાનાં જીવનને ઉજજવળ બનાવે છે, તેઓ જ ખરેખરા મહાપુરૂષ છે. મેવાડના મહારાણા પ્રતાપસિંહ અને મંત્રીશ્વર ભામાશાહ આદિ વીર પુરૂએ પિતાની જન્મભૂમિનો ઉદ્ધાર કરવાને, પિતાનું સ્વમાન સાચવી રાખવાને, પિતાના ધર્મનું રક્ષણ કરવાને, પોતાની કીર્તિને ટકાવી રાખવાને અને પિતાની સ્વતંત્રતાને પુનઃ મેળવવાને જે જે પ્રયાસ કર્યા હતા, તે સર્વ પ્રયાસનું યેગ્ય ફળ તેમને તકાળ મળ્યું નહતું; કિન્તુ દરેક વખતે તેમને દુઃખ અને પરાજયને જ અનુભવવાં પડ્યાં હતાં, એ અત્યાર સુધી બનેલી ઘટનાઓથી વાચક મહાશયે સારી રીતે પરિચિત છે, પરંતુ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, એ જેમ અનુક્રમે આવ્યા કરે છે, તે પ્રમાણે હવે પ્રતાપસિંહની વર્તમાન સ્થિતિમાં ફેરફાર થવાને વખત સ્વાભાવિક રીતે આવી પહોંચે હતો. દેશભક્ત ભામાશાહે પોતાની સઘળી સંપત્તિ મેવાડના ઉદ્ધારને માટે મહારાણા પ્રતાપસિંહને અર્પણ કરવાથી તે તેની સહાય વડે સૈનિકોને મેળવી શક્યો હતો. આ ઉપરાંત રાયધવલ અને બીજા ઠાકોરોએ પણ પોતાનાં સૈન્ય પ્રતાપસિંહની મદદમાં આપ્યાં હતાં અને તેથી તે પોતાની પાસે સારું લશ્કર જમા કરવાને શક્તિવાન થયો હતે. લશ્કરને એકત્ર કર્યા પછી પ્રતાપસિંહે ભામાશાહને Page #263 -------------------------------------------------------------------------- ________________ ર૪૮ ભાગ્યવિધાયક ભામાશાહ. મુખ્ય સેનાપતિની પદવી આપીને કેટલુંક સૈન્ય તેને સુપ્રત કર્યું અને બાકીનું બીજું સૈન્ય અમરસિંહ, રણવીરસિંહ, કર્મસિંહ, ગેવિંદસિંહ, કૃષ્ણલાલ વગેરેના કબજામાં સેંપીને અબ્દુલરહીમખાંની સરદારી નીચે આવતાં મેગલ સિન્યની સામે થવાને સર્વ પ્રકારની વ્યવસ્થા કરી લીધી. સિપાહસોલાર અબ્દુલરહીમખાં બજ દિલાવર દિલને હેવાથી તેણે પ્રતાપસિંહને હેરાન કરવાને અને તેનાં સૈન્ય સાથે યુદ્ધ કરવાને હજુ સુધી કોઈ પણ પ્રયાસ કર્યો નહિતે કિન્તુ તે તો પિતાનાં વિશાળ સૈન્યને આસપાસ ગોઠવી દઈને એક સ્થળે નિરાંતે બેસી રહ્યો હતો. આ તકનો લાભ લઈ પ્રતાપસિંહના કુમાર અમરસિંહે મોગલોના શેરપુરના થાણા ઉપર હુમલો કર્યો. આ થાણામાં મોગલસેન્ય બહુજ થોડું હોવાથી ક્ષણ વારમાં તેણે તેને કબજે કરી લીધું અને તેની અંદરના મનુષ્યને કેદ કરીને પ્રતાપસિંહ આગળ લઈ ગયે. પ્રતાપસિંહ તથા ભામાશાહ આ સમયે મેગલ સૈન્યનાં બીજાં થાણાઓને શી રીતે જીતી લેવા, તે વિષે સ્થળે વિચાર કરી રહ્યા હતા. અમરસિંહ કેદ કરેલા મનુષ્યોને લઈને ત્યાં હાજર થયા અને પોતે શેરપુરના થાણાને કેવી રીતે જીતી લીધું, તે વિષેની સઘળી વાત તેને કહી દર્શાવી. પ્રતાપસિંહે તેની સઘળી વાત સાંભળી લઈને કહ્યું. “પ્રિય પુત્ર અમરાસંહ ! શરૂઆતમાં જ તે મોગલ સૈન્યના થાણાને જીતી લીધું, તે માટે તેને હું મુબારકબાદી આપું છું અને ઈચ્છું છું કે બીજાં થાણુઓને કબજે કરવામાં પણ તુ વિજયી થઈશ, પરંતુ આ મનુષ્ય કોણ છે? તેમને તું અહીં શા માટે લાવ્યા છે ?” અમરસિંહ સહાસ્યવદને જવાબ આપ્યો “પિતાજી તેઓ કેણુ છે, તે હું જાણતો નથી, પરંતુ શેરપુરના થાણામાંથી તેમને કેદ કરેલા છે. મને લાગે છે કે તેઓ કઈ મોગલ સરદારનાં કુટુંબનાં મનુષ્ય હોવા જોઈએ.” પ્રતાપસિહે જરા કરડા અવાજે કહ્યું. “અમરસિંહ ! આ નિરાધાર સ્ત્રીઓ અને બાળકેને કેદ કરવામાં તે ડહાપણનું કાર્ય કર્યું નથી, કેમકે સ્ત્રીએ કે બાળકેને કેદ કરવાને આપણું ક્ષત્રિ ને ધર્મ નથી. ક્ષત્રિયોએ તો નિરાધાર મનુષ્યોને હમેશાં મદદ Page #264 -------------------------------------------------------------------------- ________________ સ્થિત્યંતર. ૨૪૦ કરવી જોઈએ, તેને બદલે તું આમને પકડીને અહીં લઈ આવ્યું તે ગ્ય કર્યું નથી; માટે તેમને તત્કાળ મુક્ત કરીને તેઓ કહે તે સ્થળે તેમને પહોંચતાં કરવાની ગોઠવણ તુરતજ કરીને પાછો અહીં ચાલ્યો આવજે.” અમરસિંહે કહ્યું. “પિતાજી! આપનું કથન સત્ય છે કારણ કે તેમને પકડવામાં મારી ભૂલ થયેલી છે, એ હું કબુલ કરું છું અને તે માટે આપની ક્ષમા માગું છું. આપની આજ્ઞા મુજબ તેમને યેગ્ય સ્થળે પહોંચાડીને હૂમણાં જ હું પાછો આવું છું.” એ પ્રમાણે કહીને અમરસિંહ પકડી લાવેલ સ્ત્રીઓ તથા બાળકને લઈને ત્યાંથી જવાનું કરતો હતો, એટલામાં પ્રતાપસિંહે તેને જતાં અટકાવ્યું અને તે માંહેના એક દશેક વર્ષના બાળક તરફ જોઈને પૂછ્યું. “તારું નામ શું છે?” મારૂં નામ?” બાળકે જરા અજાયબી દર્શાવતાં જવાબ આપે, “મારું નામ સીકંદરખાં છે. ” સીકંદરખાં!” પ્રતાપસિંહે કહ્યું. “તારી પાસે ઉભેલ આ પરિવાર કેને છે તથા તું કે બેટે છે?” મોગલસેન્યના શેરમર્દ સિપાહસોલાર ખાનખાના અબ્દુલ રહીમખાના સુપ્રસિદ્ધ નામને તે તમે સાંભળ્યું છે ને ? આ પરિવાર તેમને જ છે અને હું પણ તેમનો જ બેટે છું.” “બહુ સારું. હું તમને સર્વને તમારા પિતાના નિવાસસ્થાને સુખરૂપ પહોંચાડવાની ગોઠવણ કરું છું. તમે સર્વ મારા કુમાર અમરસિંહ સાથે જાઓ; તે તમને તમે કહેશે ત્યાં પહોંચતાં કરશે.” પ્રતાપસિંહે એ પ્રમાણે કહીને અમરસિંહને તેમની સાથે જવાની સૂચના કરી. અમરસિંહ પોતાના પિતાની આજ્ઞા મુજબ તેમને સર્વને લઈને ત્યાંથી ચાલે ગયે. તે પછી પ્રતાપસિંહે ભામાશાહ તરફ જોઈને કહ્યું. “મંત્રીશ્વર ! આ સમયે શરૂઆતમાં જ મગનું . Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭. ભાગ્યવિધાયક ભામાશાહ. થાણુ આપણે કમજે થવાથી મને લાગે છે કે હવે આપણા વિજય જ થશે. કેમ, તમારી શી માન્યતા છે ? 29 ભામાશાહે પેાતાના અભિપ્રાય આપતાં કહ્યું. “ મહારાણા ! આપની ધારણા સત્ય છે; કારણ કે શરૂઆતમાં જીત થવી, એ ભવિષ્યમાં મળનારા મોટા વિજયનું શુભ શુકન છે અને તેથી હવે આપણા વિજય જ થશે, એ નિ:સ ંદેહ વાત છે. જેવી આપની માન્યતા છે, તેવીજ મારી પણ માન્યતા છે; પરંતુ તે સાથે મારા અભિપ્રાય એવા છે કે માપણે હવે જેમ અને તેમ જલઢીથી માગલાનાં ખીજા થાણાંએ ઉપર ચડાઇ લઇ જવાની અગત્ય છે. "" “ મારા અભિપ્રાય પણ એવાજ છે અને તેથી હું તથા તમે ઉભય આપણી પાસેનાં સૈન્ય સાથે એકદમ દેલવાડાના કિલ્લા ઉપર ચડાઇ લઇને જઇએ; કારણ કે એ કિલ્લામાં શાહુમાજમાં પોતાનાં થાડા જ સૈન્ય સાથે પડેલા છે અને તેથી એ કિલ્લો આપણા કબજામાં સહજમાં આવા શકશે. સિપાહુસાલાર ખાનખાના ક્યાં છે, તેના પત્તો આપણને હજી મળ્યા નથી અને જો કદાચ મળશે, તા પણ તેનાં વિશાળ સૈન્ય સામે થવાની આપણામાં હજી શક્તિ નથી અને તેથી પ્રથમ શાહુબાજખાંને દબાવી દેવા, એજ આપણા માટે ચૈાગ્ય છે.” પ્રતાપસિહે ભામામાહના અભિપ્રાયને અનુમાદન આપતાં પોતાના વિચારા કહી બતાવ્યા. આપે કી બતાવેલા વિચારશ ત્ય છે. એ પ્રમાણે વવાથી દેલવાડાના કિલ્લાને હસ્તગત કરવાની સાથે કામલમેરના કિલ્લાને પણ આપણે તુરતમાંજ હસ્તગત કરી શકશુ અને આ બન્ને કિલ્લાએ એટલા ખધા મજણત છે કે તેના કમજો મેળવ્યા પછી આપણે માગલાની સાથે ઘણીજ સરલતાથી યુદ્ધને ચાલુ રાખી શકવાને શક્તિમાન થઈ શકશું ” ભમાશાહે પ્રતાપસિંહના વિચારા સાથે સમત થતાં કહ્યું. “ અને આપણાં સૈન્યની ખીજી ટુકડીઓને મોગલાનાં ખીજા થાણાંએ ઉપર હુમલા લઇ જવાની અને અરસપરસ સહાય આપવાની સૂચના આપી દઈએ. ” પ્રતાપસિંહું એમ કહીને Page #266 -------------------------------------------------------------------------- ________________ સ્થિત્યંતર ૨૫૧ પિતાની પાસે પણ જરા દૂર ઉભેલા બે સૈનિકને બોલાવી ગેવિંદસિંહ, અમરસિંહ તથા કર્મસિંહ વિગેરેને યુદ્ધની ગોઠવણ સંબંધી ઘટતી સૂચનાઓ આપવાને માટે એગ્ય સ્થળે રવાના કરી દીધા. આ પ્રમાણે બધે વ્યુહ રચીને પ્રતાપસિંહ તથા ભામાશાહ પિતાના સૈન્ય સાથે દેલવાડાના કિલ્લા ઉપર ચડાઈ લઈ ગયા અને ત્યાં પહોંચીને સદરહુ કિલ્લાને તેમણે ઘેરે પણ નાંખી દીધે. શાહબાજખાને શત્રુન્યના આગમનની ખબર પડતાં તે પ્રથમ તે અજાયબ થઈ ગયે; પરંતુ તે પછી હિંમતને ધરીને પિતાની પાસે જે થોડું ઘણું સન્ય હતું તેને તૈયાર કરી કિલ્લાને બચાવ કરવા પ્રયાસમાં પડ્યો. દેલવાડાના કિલ્લાની ચોતરફ પોતાના સૈનિકને ગ્ય રીતે ગોઠવી દીધા પછી મહારાણાએ પોતાના એક દૂતને શાહબાજખાંની પાસે કિલ્લો પોતાને વગર હરકતે હૈપી દેવાને માટે વાતચિત કરવા મેકલ્ય; પરંતુ શાહબાજખાંએ તેનું અપમાન કરીને તેને કેદ કરી લીધું. મહારાણા પ્રતાપસિંહને આ વાતની ખબર પડતાં તે બહુજ ગુસ્સે થયા અને તેથી તેમણે તુરતજ કિલ્લા ઉપર હુમલો કરવાનો અને તેને તેડી પાડવાને હુકમ આપી દીધું. રાજપૂત સૈનિકે આજ્ઞા મળતાંજ કિલ્લા ઉપર તુટી પડ્યા અને ક્ષણવારમાં તેને એક બાજુએથી તેડી નાંખીને અંદર દાખલ થઈ ગયા. શાહબાજખાં પણ પોતાના સૈનિકો સાથે યુદ્ધ કરવાને સામે દડી આવ્યા. મંત્રીશ્વર ભામાશાહે તેને તુરત જ પકડી પાડ્યો અને તેને પોતાનાં શસ્ત્રો સંભાળવાની સુચના આપી દીધી. આ ઉભય દ્ધાઓ વચ્ચે બહુજ સર્ણ રીતે યુદ્ધ ચાલ્યું. કેટલીક વાર સુધી તે કે કોને હરાવશે, એ કહી શકાય તેમ નહોતું, પરંતુ તે પછી તુરતજ ભામાશાહે ક્રોધે ભરાઈને શાહબાજખાંના શચ પકડેલા હાથ ઉપર પિતાની તલવારને સખ્ત ફટકે લાગ જોઈને લગાવી દીધો અને તે જ ક્ષણે શાહબાજખાંના હાથમાંથી તેની તલવાર ખણખણાટ કરતી દૂર જઈને ઉડી પડી. ભામાશાહે આ તકને લાભ લઈને શાહબાજખાનાં મસ્તક ઉપર પિતાની તલવાર ઉગામી અને જે તેણે ઘા કર્યો હત, તે તે Page #267 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. ખુદાના દરબારમાં પણ પહેચી ગયા હતા પરંતુ નિઃશસ્ત્ર પ્રતિ ધિને નહિ મારવાને વિચાર કરીને તેણે પિતાની તલવારને માનમાં નાંખી દીધી. તલવારને મ્યાન કર્યા પછી તેણે અનુકંપા દર્શાવતાં કહ્યું. “ખાં સાહેબ ! તમે મારા પ્રતિસ્પર્ધિ છે અને તે ખાતર તમને ખુદાતાલાની હજુરમાં મોકલવાની આ તકને ચકી જવી જોઈએ નહિ, પરંતુ અત્યારે તમે નિ:શસ્ત્ર છે અને તેથી તમારા ઉપર ઘા કરવાનું મને વ્યાજબી લાગતું નથી. મારી ઈચ્છા છે કે તમે કાંતે શસ્ત્રને પુન: ધારણ કરો અને કાંતે અહિંથી સુખ રૂપ પલાયન કરી જાઓ. શાહબાજ ખાંએ કાંઈ પણ ઉત્તર આપે નહિ. તે દિલગીરી ભરેલા મુખથી આસપાસ જોઈ રહ્યો. તેને ૨૫ રહેલે જોઈને ભામાશાહે કહ્યું “શે વિચાર કરે છે; ખાંસાહેબ !” આ વખત પણ તેણે કાંઈ ઉત્તર આપે નહિ: કિન્તુ તે તે પૂર્વવત આસપાસ જોઈ રહ્યો હતે. આ ઉપરથી તેની નાશી જવાની ઈચ્છા જાણુને ઉદાર દિલને ભામાશાહ તેને તેવી તક આપવાની ખાતર કાંઈ પણ બોલ્યા વિના ત્યાંથી અન્યત્ર ચાલે ગયે. શાહબાજખાને પણ એટલું જ જોઈતું હતું. ભામાશાહને ત્યાંથી ચાલ્ય ગયેલો જોઈને તે તુરત જ સાવધ થયો અને પોતાના ડાઘણું સૈનિકો જે આ યુદ્ધમાંથી બચવા પામ્યા હતા, તેમને લઈને ત્યાંથી નાશી ગયે. આ પ્રમાણે દેલવાડાના કિલા કબજે પ્રતાપસિંહના હસ્તગત થતાં તેણે પોતાની આણ ત્યાં વાવી દીધી અને ત્યારપછી ભામાશાહને કેમલમેરના કલા ઉપર ચડઈ લઈ જવાની આજ્ઞા આપી દીધી. પોતાના મહારાણાની આજ્ઞા મુજબ મંત્રીશ્વર ભામાશાહ કેટલાક સૈનિકો સાથે કમલમેરના કિલા ઉપર હુમલો કરવાને તુરત ચાલ્યા ગયે. ભામાશાહે કમલમેર નજીક આવીને કિલ્લાની તરફ પિતાનું સૈન્ય ગોઠવી દીધું. એટલામાં પ્રતાપસિંહ પણ દેલવાડાના કિલાને ભાર સલ્બરરાજ ગોવિંદસિંહને સેંપી તરત રણવિરસિંહ તથા કર્મસિંહની સાથે તેની મદદે આવી પહો , કેમલમેરનો કિલ્લેદાર અબ્દુલખાં રાજપુત સૈન્ય સાથે ઘણીજ બહાદુરીથી લડ્યા; પરંતુ રાજપૂતોના પ્રબળ ધસારા Page #268 -------------------------------------------------------------------------- ________________ સ્થિત્યંતર. ૨૫૩ સામે તે ટકી શકશે નહિ. એટલું જ નહિ, પણ તેના ઘણાખરા સૈનિકે સાથે તેને નાશ થયે. કેમલમેરને કબજે આ રીતે હસ્તગત થતાં મહારાણને ઉત્સાહ દ્વિગુણિત વધી ગયે અને તેથી તેમણે અનુક્રમે બીજા અનેક કિકલાઓ, દુર્ગા, ગ્રામ, શહેરે અને નગરે કબજે કરવા માંડયાં. દેલવાડાના યુદ્ધમાં શાહબાજખાને પરાજય થવાથી બાદશાહ અકબર તેના ઉપર ઘણેજ નારાજ થયે અને તેથી તેણે તેને પાયરીમાં નીચે ઉતારી નાંખ્યું હતું. આ સમય દરમ્યાન શહેનશાહ અકબરને જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિના ઉપદેશની ઘણી સારી અસર થઈ હતી. તેમજ તેનું ઘણું ખરું ધ્યાન ઉત્તર તથા પશ્ચિમમાં ચાલતી રાજકીય ખટપટમાં અને ખુદ આગ્રામાં પણ પોતાના વિરૂદ્ધ કેટલાક ઉમરાવોની સલાહથી પિતાના બેટા સલીમની મારફત કાવાદાવા ચાલતા હોવાથી તેમાં રોકાયેલું રહેતું હતું અને તેથી તેણે મહારાણા પ્રતાપસિંહની બહુ દરકાર રાખી નહોતી. તેણે અબ્દુલરહીમખાને તુરતજ પાછે બોલાવી લીધું અને બીજી કામગીરી ઉપર તેને રે. આ તકનો લાભ લઈને પ્રતાપસિંહે મેવાડનો ઘણે ખરો ભગપતાને કબજે કરી લીધે. શહેનશાહ મહારાણુને પુન: પકડવાને જગન્નાથ કચ્છવાહને વિશાળ સૈન્ય સાથે મેકલ્યો. તેણે મેવાડમાં આવીને મહારાણાને પકડવાને માટે ઘણું તજવીજ કરી, પરંતુ તેમને કાંઈ પત્તો નહિ લાગવાથી છેવટે તે પણ કંટાળીને પાછા ચાલ્યો ગયો. તેના ગમન પછી બાદશાહ અકબરે ફરીથી કેઈ પણ સિપાહસાલારને મેવાડમાં યુદ્ધ કરવાને માટે મોકલ્યો નહિ અને મહારાણા પ્રતાપસિંહે ચિત્તો ડ, અજમેર અને માંડલગઢ સિવાય મેવાડના તમામ પ્રદેશને જીતી લીધે હતો. ત્યારબાદ મહારાએ રાજા માનસિંહ તથા જગન્નાથ કચ્છવાહને પિતાના બાહુબળને સ્વાદ ચખાડવાની ખાતર તેમની રાજધાનીના નગર ઉપર ચડાઈ કરી અને તેમની સંપત્તિ લુંટી લઈને પિતાની કીતિને તરફ પ્રસારી દીધી. ' આ રીતે મેવાડનું સ્થિત્યંતર થયું. જે મેવાડને પુનઃ મેળવવાની એક પણ આશા પ્રતાપસિંહને રહી નહોતી, તે મેવાડના ઘણા ભાગને ઘણીજ સરલતાપૂર્વક કબજે કરવાથી તેને ઘણેજ હર્ષ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ભાગ્યવિધાયક ભામાશાહ. થયો. સંસારની ઘટમાળ આ પ્રમાણે જ ચાલી રહી છે. ઉદય અને અસ્તના ત્રિકાલાબાધનિયમનું સત્ય આ ઉપરથી આપણે સમજી શકીયે છીએ. મેવાડને પરાજય અને ત્યારબાદ તેને પુનરૂદ્ધાર એજ આ નિયમનું રહસ્ય છે. મંત્રીશ્વર ભામાશાહના સ્વાર્પણથી મેવાડને પુનરૂદ્ધાર થયે, એ પ્રત્યેક ઇતિહાસકાર સ્વીકારે છે અને તેથી તેની કીર્તિ મેવાડના ઉદ્ધારકર્તા તરીકે “Tiદ્ર ” બનવા પામી છે. એક જેનના હાથથી–તેના સ્વાર્પણથી મેવાડને પુનરૂદ્ધાર થયે તેની સ્વતંત્રતા સચવાણ, તેની પ્રજાનું રક્ષણ થયું, તેના ભાગ્યનું પરિવર્તન થયું અને રજપુતની આબરૂ ઉજજવળ રહેવા પામી, એ સમસ્ત જેનીઓને માટે કાંઈ જેવા તેવા ગેરવનો વિષય નથી. જે મેવાડ ધન-જનશૂન્ય બની ગયું હતું, તે પિતાના સ્વામીના આગમનથી પુન: મંગળમય બની ગયું અને જે મેવાડીઓ પ્રતાપસિંહના પરાજ્યથી દુખમાં દિવસે પસાર કરતા હતા, તેઓ તેના વિજયથી આનંદસાગરમાં ડેલવા તથા સુખપૂર્વક રહેવા લાગ્યા. પ્રબળ પ્રતાપી મેગલ સમ્રાટ શહેનશાહ અકબરના ચરણોમાં જ્યારે અન્ય રાજપુતે પિતાના મસ્તકને નમાવી રહ્યા હતા, ત્યારે મેવાડને મહારાણે પ્રતાપસિંહજ માત્ર પિતાનું મસ્તક ઉન્નત રાખી શકો હતે. પ્રકરણ ૨૯મું. પ્રમી યુગલ. “ અગાધ ભવ સિંધ તરન, ઓર ન કોઈ ઉપાય; પ્રેમ નાવ કે આશરે, પ્રેમી-જન તરે જાય.” વસંતરૂતુ ચાલતી હતી. હતુરાજ વસંતના આગમનથી જાઈ, જુઈ, ગુલાબ, મેંગો અને ચંપાદિ કુંલે ખીલી રહ્યાં હતાં, સરોવરમાં કમળનાં પુપે નૃત્ય કરી રહ્યાં હતાં, મધુર અને મંદ પવન વહેતો હતોદિવસ આનંદી જણાતા હતાં અને મનુષ્ય હર્ષમાં મેજથી વૈભવ માણતાં હતાં. વસંતરૂતુ એ પ્રેમક્રિીડાનું મુખ્ય સાધન Page #270 -------------------------------------------------------------------------- ________________ સ્થિત્યંતર. હેવાથી તે રૂતુમાં પ્રેમીયુગના અધીર હૃદયે હર્ષથી પૂર્ણ થઈ જાય છે અને તેમનાં બધા વ્યવહારમાં પ્રેમનું સામ્રાજ્ય ઝળકતું જોવાય છે. પ્રેમી યુગલેનાં હદયની વાત તેમાં ચાલી રહેલી તાલા વેલીને માત્ર મનુષ્યજ સમજી શકતાં હોવાથી અમારૂં તત્સંબંધી કથન અસ્થાને છે, તેમ છતાં માનવહૃદયના સ્વાભાવિક સંદ્દગુણને પ્રત્યક્ષ દર્શાવવાની લાલચને અમે રોકી શકતા નથી. તવનિષ્ટ મનુષ્યએ સંસારને અસાર અને દુઃખમય જણાવેલ છે, એ અમે જાણીએ છીએ અને તેમના અનુભવગમ્ય વચનને અમે સ્વીકારીએ પણ છીએ, પરંતુ આ કહેવાતા અસાર અને દુઃખમય સંસારમાં સુખનું એક સાધન છે અને તે શુદ્ધ-નિર્મળ પ્રેમ છે. અગાધ એવા ભવસિંધુને સરલતાપૂર્વક તરી જવામાં પ્રેમ એ નાવ સમાન છે. પ્રેમનું રહસ્ય અદ્ભુત છે, અલૈકિક છે અને વર્ણનાતિત છે. જે માનનાં હૃદમાં પ્રેમનો જન્મ થયો હોય છે, તે માનવ ખરેખરા પૂજનીય અને વંદનીય બને છે એટલું જ નહિ, પણ તેઓ જગતમાં સએટ દાખલો બેસારી જવાની સાથે મનુષ્યનું કલ્યાણ પણ કરી જાય છે. આજકાલના યુગમાં પ્રેમની જે વાતે થાય છે અને પ્રેમનાં જે ચિત્રો જોવામાં આવે છે, તેને અમે મહત્તા આપતા નથી, કારણ પ્રેમનાં શુદ્ધ અને પવિત્ર નામને વર્તમાનમાં ઘણે ભાગે અશુદ્ધ અને અપવિત્ર બનાવી દીધું છે અને તેથી હાલના સમયમાં પ્રેમના નામે જે નાટક ચાલી રહેલું છે, તેને અમે મેહનું પ્રાબલ્ય જ ગણીએ છીએ. પ્રેમ અને મેહ એ બને જુદી જુદી વસ્તુ છે, પ્રેમ સદ્દગુણ છે, જ્યારે મેહ દુર્ગુણ છે, પરંતુ વર્તમાન સમયમાં મોહને જ પ્રેમનું નામ આપીને તેનાં ગુણાનુવાદ ગાવામાં કશી પણ મણું મૂકવામાં આવતી નથી. ભ્રાતૃભાવની, સમાજસેવાની, દયાની, સંપની અને પ્રેમની વાતે ઘણું થાય છે અને તે માટે પ્રયાસે પણ ઘણું થાય છેપરંતુ જેઓ સદરહુ વિષયની વાત કરી રહ્યા છે, તેમનાં હદયે તપાસ્યાં હોય, તે જ ખરી ખબર પડે કે તેઓનાં હદયોમાં પ્રેમને સ્થાન મળેલું છે કે નહિ. અમે ખાતરીપૂર્વક કહીએ છીએ કે હાલમાં જે પ્રેમની વાત થાય છે, તેને અર્થ કાંઈજ નથી. એટલું જ નહિ પણ પ્રેમના નામે મેહનું સામ્રાજ્ય પ્રસરતું જોવા Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ભાગ્યવિધાયક ભામાશાહ. માં આવે છે, સાંભળીએ છીએ કે સમાજની, ધર્મની ` અને દેશની અવનતિ થયેલી છે અને તેથી તેમાં સુધારા કરવાની તાત્કાલિક જ રૂર છે. અમે પણ આ વાતને સ્વીકારીએ છીએ; પરંતુ જે સમયે મનુષ્યેાનાં હૃદયામાંથી પ્રેમ, કરૂણા, મૈત્રી, સ ંપ અને નિ:સ્વાર્થ ભાવનાદિ સદ્દગુણેના નાશ થતા જોવામાં આવતા હોય, તે સમયે માનવસમાજની સાથે સાથે ધમ અને દેશની અવનતિ થયેલી જોવામાં આવે, તે તે શું સ્વાભાવિક નથી ? અલબત્ત તે સ્વાભાવિક જ છે; પરંતુ તે વિષયને એક ઐતિહુાસિક નવલકથાકાર તરીકે અમે ચવાનુ પસંદ કરતા નથી અને તેથી તેને અમે આટલેથી જ બંધ કરીએ છીએ. વમાન સમયમાં વિધાતાની વિચિત્ર લીલાથી શુદ્ધ અને નિ`ળ પ્રેમને હૃદયમાં ધારણ કરનારાં મનુષ્યા થાડાં જોવામાં આ વતાં શે; તેા પણ તેવાં પ્રેમીયુગલા આ પુનિત ગણાતા હિન્દુસ્થા નમાં પૂર્વે ઘણાં થઇ ગયાં છે, એ નિર્વિવાદ સત્ય છે. હિન્દુસ્થાન દેશ તે આજે પણ એના એજ છે; પરંતુ સમય અને સ્થિતિમાં ફેરફાર થઇ ગયેલા હૈાવાથી માનવ-પ્રાણીઓનાં હૃદયામાં પણ તફાવત પડી ગયા છે અને તેથોજ પ્રેમનું સ્થાન મેાહે લઇ લીધુ છે. આ ઉપરથી પૂર્વે મેાહનું સ્થાન અસ્તિત્ત્વમાં જ નહેાતુ, એમ કહેવાના મમારો આશય નથી, તેમ એ પ્રમાણે માની લેવાનુ પણ નથી; પર ંતુ અમારે કહેવાના ભાવાર્થ મા એટલા જ છે કે હાલમાં મેહનું જે પ્રબળ સામ્રાજ્ય જામી ગયુ છે. તેવુ પૂર્વે સર્વથા ન હોતું.તે સમયે એવાં ઘણાં પ્રેમયુગલેા હયાતી ધરાવતાં હતાં કે જેમણે પેાતાના ધર્મની ખાતર, પેાતાના સમાજની ખાતર, પેાતાની કીર્તિની ખાતર અને પેાતાના ગેરવની ખાતર પોતાના પ્રિય પ્રાણની પણુ દરકાર રાખી નહાતી. આ વાતને માત્ર અમેજ કહીએ છીએ એમ નથી; કિન્તુ ઇતિહાસ તેની સાક્ષી પૂરે છે અને તેથી ઇતિહાસનાં રસિકજના અમારી વાતને સારી રીતે સમજી શકે તેમ છે. વિજય અને ચંપાનુ યુગલ પણ માવા પ્રેમીયુગલેા માંહેનું એક હતું. શહેનશાહ અકખરની રૂપશાલિની શાહજાદીના પ્રેમમાં નહીં સાતાં વિજયે જેમ પેાતાનાં હૃદયને સ્વસ્થ રાખ્યું હતું, તેમ ચપાએ Page #272 -------------------------------------------------------------------------- ________________ : - પ્રેમી યુગલ. ૨૫૭ પણ તેના પિતાના તેને કોઈ લાયક અને શ્રીમંત યુવક સાથે પરણાવવાના આગ્રહની સામે પોતાની દ્રઢતાને ટકાવી રાખી હતી. આ ઉભય પ્રેમીઓનાં હૃદયમાં શુદ્ધ અને નિર્મળ પ્રેમને જન્મ થયેલ હોવાથી તેઓ પોતાની દ્રઢતાને છેવટ સુધી સાચવી શકયાં હતાં અને તેથી જ તેઓ પોતાની ધારણામાં ફલિભૂત થયાં હતાં. ચંપાએ કરેલા વ્રતના ઉત્સવ પછી થાનસિંહ શેઠે તેનું વિ. જય સાથે લગ્ન સુરતમાં જ કરી નાંખ્યું હતું. આ સમયે ખુદ શહેન શાહ અકબરે જાતે હાજર રહીને તેમને અખુટ સંપત્તિથી નવાજ્યાં હતાં. લગ્ન થયા પછી વિષય અને ચંપાનું પ્રેમીયુગલ જેમને અનુભવ કરતું સુખમાં રિસે વ્યતિત કરતું હતું. આજે સુધી નવલકથાની અન્ય ઘટનાઓમાં આપણે ગુંથાયલા રહેવાથી તેમને વિસરી ગયા હતા, પરંતુ હવે તેની સમાપ્તિ થવાની હોઈ તેમનાં સુખી સંસારનું એકાદ ચિત્ર આલેખવાની અમારી તીવ્ર ઈચ્છાને અમે રોકી શકતા નથી. આ બધા સમય દરમ્યાન વિજય પોતાની પ્રિયતમા ચંપાના સુખભર્યો સહવાસમાં રહેવાથી શાહજાદી આરામબેગને સર્વથા વિસરી ગયે હતું, પરંતુ શાહજાદી તેને તેની પેઠે વિસરી ગઈ હતી. શહેનશાહ અકબરે શાહજાદીની પ્રત્યેક ચર્યા ઉપર સખ્ત દેખરેખ રાખેલી હોવાથી તે પુન: વિજયને કદાપી મળી શકી નહેતી, પરંતુ તેથી કરીને તેનાં હૃદયમાંથી વિયની સ્મૃતિ ભૂંસાઈ ગઈ નહોતી. તે પિતાના આવાસમાં અને તાતારિણે સ્ત્રીઓ અને હબસી ગુલામેના સખ્ત ચોકી પહેરામાં રહ્યા છતાં પણ વિજયને પ્રતિદિન સંભારતી હતી અને તેનું સદૈવ ધ્યાન ધરતી હતી. શાહજાદી આરામબેગમનાં હૃદયમાં વિજય પ્રતિ જે લાગણું અસ્તિત્વ ધરાવતી હતી, તેને શુદ્ધ અને નિર્મળ પ્રેમની ગણનામાં મૂકવી કે કેમ, તે અમે જાણતા નથી માટે તેને નિર્ણય કરવાનું કાર્ય અમે અમારા વાંચક મહાશયને જ મેંપીએ છીએ અમે ઉપર કહી ગયા તેમ વસંત રૂતુ તે ચાલતી જ હતી અને વળી વિશેષમાં જે સમયની ઘટનાને ઉલેખ કરવાને પ્રસંગ અત્રે ૩૩ : Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ભાગ્યવિધાયક ભામાશાહ, અમે હાથમાં લીધું છે, તે સમયે પ્રાતઃકાળનો હતો. મધુર અને સિનગ્ધ પવનની લારીઓ ઓરડામાં વાતાયનની પાસેજ સુશોભિત આસન ઉપર બેઠેલા વિજયને આનંદનો મીઠે અનુભવ કરાવતી હતી. પ્રાત:કાળના આવશ્યકીય કાર્યોથી પરવારી જે વખતે વિજ્ય નિર્મળ ચિત્તે એકાદ ધાર્મિક પુરતકનું અધ્યયન કરી રહ્યો હતો, તે વખતે તેના નોકરે આવી તરલીમ કરીને કહ્યું. “સાહેબ ! આપને એક સ્ત્રી માવાને માટે આવે છે અને તે આપની આજ્ઞાની રાહ જેતી બહાર દરવાજે ઉભી છે.” વિજયે પુસ્તકમાંથી પિતાની દ્રષ્ટિને બહાર કઢાડીને તેને પૂછયું. “તે સ્ત્રી કોણ છે અને મને શા કારણથી મળવાને માગે છે?” તે વિષે હું કાંઈ પણ જાણતું નથી અને તેથી આપની આજ્ઞા હોય તે પ્રમાણે અમલ કરૂં” ને કરે નમ્રતાથી જવાબ આપે. ઠીક, એને અહીં આવવા દે” વિજયે આજ્ઞા આપી. નોકર તુરતજ ચાલ્યા ગયે અને થોડીવારમાં એક સ્ત્રી સાથે તે પુન: વિજય સન્મુખ આવીને ઉભો રહ્યો. તે સ્ત્રીને આવેલી જોઈને વિજયે પોતાના નોકરને બહાર ચાલ્યા જવાની ઈશારત કરી અને તે ગયા પછી તેણે આવનાર સ્ત્રી તરફ જોઈને પૂછયું. “તમે કેણુ છે અને અત્રે શા કામ માટે આવેલાં છો?” આવનાર સ્ત્રીએ વિજ્યના મુખે સામે તિક્ષણ દ્રષ્ટિપાત કરતાં જવાબ આપ્યો. “હું અત્રે એ કામ માટે આવેલી છું, એની પછી વાત; પરંતુ આપ મને ઓળખતા નથી, એ ઘણું જ અજાયબી ભરેલું છે.” “હું સત્યજ કહું છું કે હું તમને ઓળખતું નથી અને કદાચ ઓળખતો હોઉં, તે પણ હાલ મને તમારો પરિચય યાદ આવતું નથી.”ાવજયે નિખાલસ દિલથી કહ્યું. આપ મને ઓળખો તે છે; પરંતુ હાલ મને ભૂલી ગયા હશે, એ આપની વાત સત્ય છે, કારણ કે ઘણે ભાગે દરેક માણસ ઉચ્ચ પદને પ્રાપ્ત કરે છે, ત્યારે તે આગલા પારચયવાળાં માણસને Page #274 -------------------------------------------------------------------------- ________________ ર૫૯ પ્રેમી યુગલ. • ભૂલી જાય છે. આપના સંબંધમાં પણ આમ જ થયું છે. આપ જ્યારે મારા પરિચયને ભૂલી ગયા છે, ત્યારે મારે આપને યાદી આપવી જોઈએ કે હું શાહજાદી આરામબેગમની બાંદી છું અને મારું નામ જુલિયા છે.” બાંદી જુલિયાએ પિતાને પરિચય કરાવતાં કહ્યું. જુલિયા?” વિજયે અજાયબ થઈને કહ્યું, “તમને તે હું સારી રીતે ઓળખું છું, કારણ કે આજથી કેટલાક સમય પૂર્વે યમુના નદીના કિનારેથી (મેજ મને શાહજાદી સાહિબાની હજુરમાં લઈ ગયાં હતાં, પરંતુ તેને આજ ઘણે સમય થઈ ગયો હોવાથી હું તમને ઓળખી શકે નહોતો ઠીક, પણ તમારું આગમન અત્રે શા કારણથી થયું છે? શાહજાદી સાહિબાની તબીયત કેવી છે?” વિજયકુમાર !” જુલિયાએ જવાબ આપે. “હું અને શા કારણથી આવી છું તથા શાહજાદી સાહિબાની તબીયત કેવી છે, તે સંબંધી વિગતવાર વાત કહેવાને મને અવકાશ નથી, કારણ કે હું અને આવી છું, તે ઘણું જ છુપી રીતે આવેલી છું અને તેથી શાહજાદી સાહેબાએ આપને આપવાને એક કાગળ આપે છે, તે આપીને જ અત્રેથી ચાલ્યા જવાની રજા લઉં છું.” જુલિયાએ એ પ્રમાણે કહીને વસ્ત્રમાં છુપાવી રાખેલે એક કાગળ કહાડીને વિજયને આપે. વિજયે તે કાગળને પિતાના હાથમાં લીધે, તે પછી જુલિયાએ કહ્યું. “આપની જુદાઈથી શાહજાદી સાહિબાના કેવા હાલ થયા છે, તે આપ સદરહુ કાગળના વાચનથી જાણી શકશે. હવે હું જાઉં છું અને કહું છું કે આપને શાહજાદી સાહિબાના આ કાગળના પ્રત્યુત્તરમાં કાગળ લખો હોય, તે લખીને આપના વિશ્વાસુ માણસ સાથે યમુના નદિના કિનારે ચક્કસ સ્થળે રાત્રિના આઠ વાગે મેકલવાની વ્યવસ્થા કરજે. હું તેની રાહ જોતી ત્યાં ઉભેલી હઈશ.” આટલું કહીને બાંદી જુલિયા ઝપાટાબંધ ઓરડાની બહાર નોકળી ગઈ અને ક્ષણવારમાં આગ્રાના વિશાળ રાજ માર્ગમાં થઈને અદશ્ય થઈ ગઈ. જાલયાના ગમન પછી વિજયે કાગળને બરાબર Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ભાગ્યવિધાયક ભામાશાહ. તપાસીને જે તે તે એક બંધ કરેલું પરબીડિયું હતું. તેણે તુરતજ ઉપરનાં પરબીડીયાને ફાડી નાંખીને અંદરથી લાલ રંગને કાગળ કહાડ્યો અને તેને નીચે મુજબ વાંચવા માંડ્યો – વિજયકુમાર !" ઘણું દિવસે આ પત્ર લખું છું. તેથી તમને અજાયબી તે થશે, પરંતુ મારા હૃદયમાં તમારા માટે જે લાગણ રહેલી છે, તેને આપણું પુન: મીલનની અશકયતાને લઈ પત્ર દ્વારા તમને છેલ્લીવાર દર્શાવવાની આવશ્યક્તા મેં સ્વીકારી છે અને તેના પરિણમે ઈછાએ કે અનિચ્છાએ આ કાગળ તમારા તરફ લખી મોકલે છે. મારા મહાલયમાં તે રાત્રિએ જ્યારે આપણું મીલન થયું હતું, ત્યારે મેં તમને સ્પષ્ટતાથી કહ્યું હતું કે હું તમને ઘણા સમય પૂર્વેથી એટલે કે મારી સખી ચંપાના - આવાસમાં તમને મેં પ્રથમવાર જોયા, ત્યારથી ચાહતી આવી છું અને હજુ પણ કહું છું કે મારા હૃદયમાં તમારા તરફ જે ચાહના છે, તેમાં જરા પણ ન્યુનતા થયેલી નથી અને તેથી હું તમને પ્રથમ જે રીતે ચાહતી હતી, તેજ રીતે હાલ પણ ચાહું છું. સમસ્ત હિંદુસ્થાન જેનાં ચરણેમાં મસ્તક નમાવી રહ્યું છે, તેવા પ્રબળ પ્રતાપી સમ્રાટ અકબરશાહની હું અતિ વહાલી શાહજાદી છું, એ જાણવા છતાં પણ તમે મારા ખરા જીગરના પ્રેમને તિરસ્કારે છે, ત્યારે કાંઈ નહિ તે માત્ર સ્વમાની આંતર પણ મારે તમારી ઉપેક્ષા કરવી જોઈએ; પરંતુ કેણું કશાથીએ મારાથી તેમ થઈ શકતું નથી. મારા હૃદયમાં તમારી મનહન મૂરતિ એટલી બધી સચોટ રીતે અંકિત થયેલી છે કે તેને દૂર કરવાનો પ્રબળ પ્રયાસ કરવા છતાં પણ તેમ થઈ શકયું નથી. હું જાણું છું કે તમે હિંદુ છે, હું મુસલમાન છું અને તેથી તમારા પ્રત્યેની મારી ગમે તેવી અને ગમે તેટલી ચાહના છતાં પણ મારું અને તમારું એય થવું, એ સર્વથા અશક્ય છે. આ સ્પષ્ટ વાત જાણવા છતાં પણ મારે તમારા તરફ જે પ્રેમ છે, તેને તથા ખુદ તમને હું કઈ પણ રીતે વિસરી જઈ શકું તેમ નથી અને તેથી પાક પરવરદેગારને હાજર Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ પ્રેમી યુગલ. જાણ પ્રતિજ્ઞા લઉં છું કે તમારા વિના બીજા કોઈ પણ પુરૂષને મારા હૃદયમાં સ્થાન આપીશ નહિ, હિન્દુ અને જૈન શાસ્ત્રોને મેં જરૂરજોગ અભ્યાસ કરેલ હોવાથી હું એ પણ જાણું છું કે તમારા શાસ્ત્રકારોએ પુનર્જન્મના સિદ્ધાંતને માન્ય રાખેલ છે. અમારે ઈસ્લામ ધર્મ જો કે આ સિદ્ધાંતને માન્ય રાખતા નથી. અને તેથી એક ઈસ્લામી તરીકે મારે તેમાં પકિન રાખવું જોઈએ. તે પણ મારે તમારા તરફ જે પ્રેમ છે, તેને લઈને તમારી સન્મુખ જાહેર કરૂં છું કે જે પુનર્જન્મને સિદ્ધાંત અને હાય અને મૃત્યુ પછી કર્માનુસાર બીજે જન્મ ધારણ કરે પડ હોય, તે ભવિષ્યમાં હું અને તમે એકજ જાતિ અને એકજ ધર્મમાં જન્મીને પણ પ્રેમગ્રંથીથી જોડાઈને સુખી થઈ શકશે. ખુદાતલા મારી આ ઈચ્છાને પાર પાડે, એ છેવટની તેમના પ્રતિ અને કઈવાર પત્ર લખી મને યાદ કરશે, એવી તમારા પ્રતિ પ્રાર્થના છે. અસ્તુ લી. શાહજાદી આરામબેગમ. વિજયે ઉપર્યુક્ત કાગળને બે-ત્રણ વાર વાંચો અને તેમાં લખેલી હકીકતથી તથા શાહજાદીને પોતાના પ્રત્યેને નિઃસીમ પ્રેમ જોઈને તે આશ્ચર્યમુગ્ધ થઈ ગયે. કાગળમાં છેવટે પિતાને કરેલી પ્રાર્થના મુજબ શાહજાદીને પત્ર લખે કે નહિ, તેના ગંભીર વિચારમાં તે પડી ગયા અને એટલે સુધી કે તેની પ્રિયતમા ચંપા તેની સન્મુખ આવીને ઉભી રહી, તે પણ તેને તેની ખબર પડી નહિ. ચંપાએ પિતાના પ્રિયતમને વિચારસાગરમાં ગોથાં ખાતાં નિહાળીને તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવાને માટે વિજયને ઉદ્દેશીને પૂછ્યું. શું વિચારી રહ્યા છે, નાથ?” વિજયે ચંપાન મધુર સ્વર સંભાળીને ઘોર નિદ્રામાંથી જાગૃત થઈ મિત હાસ્યપૂર્વક કહ્યું. “પ્યારી! તું અહીં કેટલા સમયથી આવીને ઉભી છે?” ચંપાએ હસીને જવાબ આપે. “પ્રિયતમ! મને અહીં આવ્યાને બહુ સમય થયો નથી. પરંતુ મારા આગમન પૂર્વે આપ શો વિચાર કરી રહ્યા હતા, તે હક્ત ન હોય તો કૃપા કરીને કહો.” Page #277 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ. ચંપા ! વિજયે કહ્યું. “મારા મનની વાત અથવા તે મારા મનને વિચાર ગમે તે ગુપ્ત હોય તે પણ તને કહેવાને કશી પણ હરકત છેજ નહિ. પ્રિય દેવી! તું જાણે છે કે હું કોઈ અજબ સંગને લઈ શહેનશાહ અકબરની પ્રીતિ સંપાદન કરી શકે છું, પરંતુ તે શા કારણથી સંપાદન કરી શક્યો છું, એ વિષેની હકીકત મેં તને કે થાનસિંહ શેઠને કહી નથી. જયારે તે મને એ હકીકત જાણવાને માટે પૂછયું હતું, ત્યારે મેં તને ચગ્ય વખતે તે વિષે કહેવાનું વચન આપ્યું હતું. આજ એ વચનને પાર પડવાને વખત આવી લાગ્યું હોવાથી હું તને સઘળી વાતથી વાકેફ કરૂં છું.” એ પ્રમાણે કહીને વિજયે ચંપાના મહાલયનો ત્યાગ કર્યા પછી શાહજાદીનું મીલન, તેને પ્રેમ, પિતાને કેદમાં પડવું, કેદમાંથી છુટકારે, બાદશાહની સાથે વાતચિત અને છેવટે તેની પ્રીતિને સંપાદન કરવી, એ આદિ બનેલી ઘટનાઓનું સવિસ્તર વર્ણન કરી બતાવ્યું. ચંપા આ સર્વ અજાયબી ભરેલી હકીક્ત સાંભળીને ક્ષણભર તે મંત્રમુગ્ધ બની ગઈ; પરંતુ ત્યારપછી સાવધ થઈને તેણે આશ્ચર્થ દર્શાવતાં કહ્યું. “શું મારી સખી શાહજાદી આરામબેગમ તમને ચાહે છે ? શું આ હકીકત સંભવિત છે?” પ્રિયતમા !” વિજયે જવાબ આપે. “હા, મેં તને જે હકીકત કહી, તે સંભવિત છે. એટેલું જ નહિ પણ સત્ય છે અને જે તને મારા કથનમાં વિશ્વાસ ન આવે તે હોય, તે શાહજાદીનો હમણાં જ આવેલે આ કાગળ બરાબર વાંચી જે એટલે તારી શંકાનું આપોઆપ સમાધાન થશે.” 'T ચંપાએ વિજયના હાથમાંથી કાગળ લેતાં લેતાં કહ્યું. “ પ્રાણનાથ ! મને આપના કથનમાં સહેજ પણ અવિશ્વાસ નથી; પરંતુ શાહજાદી આરામબેગમ આપને ચાહે છે, એ વાત જાણીને મને આશ્ચર્ય થયું છે અને તેથી જ મેં આપને એ સવાલ કર્યો છે.” “ચંપા! વિજયે કહ્યું. એમાં આશ્ચર્ય પામવાનું કોઈપણ પ્રયજન નથી. તું એક વખત શાહજાદીને કાગળ વાંચી જે એટલે તારું આશ્ચર્ય પલાયન થઈ જશે. ” Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રેમી યુગલ. ૨૬૩ ચંપાએ તે પછી શાહજાદીને કાગળ અતિ બે-ત્રણ વાર વાંચી છે અને તે પછી તેની શંકાનું સમાધાન થઈ ગયું. તેણે અંતરમાં આનંદને ધારણ કરીને કહ્યું. પ્રિયપતિ ! શાહજાદીના કાગળના વાંચનથી મારી શંકાનું સમાધાન થઈ ગયું છે અને તેથી તત્સંબંધી હવે કાંઈ પણ સ્વાલ આપને પૂછવાનું રહેતું નથી, પરંતુ મને તેના કાગળના વાંચનથી દિલગીરી તથા આનંદની લાગણું એકી સાથે જ થાય છે. દિલગીરી એટલા માટે કે તે બિચારી પિતાની ઈચ્છામાં ફલિભૂત થઈ નહિ અને વિશેષમાં તેના પિતાની અકૃપાને ભેગ થઈ પડતાં તેને નજરકેદ રહેવું પડે છે અને આનંદ એટલા માટે કી આપે આરામબેગમ જેવી મહાન એશ્વર્યશાલિની તથા રૂપશાલિની શાહજાદીના ખરા જીગરના પ્રેમમાં નહિ ફસાતાં મારા પ્રત્યેના પ્રેમને દ્રઢતાથી વળગી રહે. વામાં ધર્મને માન્ય છે. પ્રિયતમ ! ખરેખર આપ મનુષ્ય નહિ, પણ દેવ છે; કારણ કે શાહજાદી જેવી પરમ નવયૌવના તરૂણુના પ્રેમમાં નહિ ફસાતાં આપ આપના ધર્મને વળગી રહ્યા, એ કાંઈ સહજ વાત નથી. સુંદરીની સૌદર્યજવાલામાં ઘણા મહાન ગણાતા પુરૂષે પણ અંધ બનીને કુદી પડયા છે, એ ઈતિહાસ પ્રસિદ્ધ વાત છે; પરંતુ આપે સૌંદર્યને, મોહને, એશ્વર્યને, લેભને અને કામને ઠેકરે મારીને હૃદયની નિર્મળતા દર્શાવી આપી છે અને તેથી આ૫ દેવના ઉપનામને સર્વથા લાયક છે. પ્રાણનાથ! હું આપને તે માટે ધન્યવાદ આપું છું.” વિજયે પિતાની પ્રિયતમાનું લંબાણ ભાષણ સાંભળીને આ નંદ પામતાં કહ્યું. “પ્યારી! તું મારા ગુણાનુવાદ ગાઇને મને દે. વની ઉપમા આપી ધન્યવાદ આપે છે, એ ઠીક છે, પરંતુ તે પણ મારા પ્રત્યેના તારા પ્રેમને તારા પિતાની વિરૂદ્ધતા છતાં દ્રઢતાથી વળગી રહેવામાં જે ધૈર્ય દર્શાવ્યું છે, તે કાંઇ જેવું તેવું સામાન્ય કાર્ય નથી અને તેથી તેને પણ હું સ્વર્ગલોકની દેવીની ઉપમા આપી તને શતકેટી ધન્યવાદ આપું, તે તેમાં જરા પણ અતિશયેકિત કરી કહેવાશે નહિ. પ્રિય ચંપા ! હાલ મારી સ્થિતિ બદલાઈ ગઈ છે; પરંતુ જે સમયે મેં તારા આવાસને ત્યાગ કર્યો, તે સમયે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ભાગ્યવિધાયક ક ભામાશાહ. મારી સ્થિતિ તદૃન દુબ ળ હતી અને મને ચાહવામાં, તારા જેવી શ્રીમંત પિતાની પુત્રીને લેશ માત્ર પણ સુખ મળવાને સંભવ નહાતા; તેમ છતાં મારા ચાલી ગયા પછી પણ તુ મને વિસરી ગઈ નહિ એટલુ જ નહિ, પણ તારા પિતાની વિરૂદ્ધ થઈને પણ તે મારા તરફ તે પ્રેમને તારા હૃદયમાં સાચવી રાખ્યા, એ એક સામાન્ય સ્ત્રીથી ખની શકે તેવું સરલ કાર્ય નથી; કિન્તુ તે તે એક પરમ સુશીલા અને સતી સાધવી દેવીથીજ બની શકે તેવુ છે અને તેથી ખરેખરા ધન્યવાદને પાત્ર તા તુજ છે.” ચંપા પેાતાના ગુણાનુવાદ ગવાતાં સાંભળી શરમાઈ. શર મથી તેના ગુલાખી ગાલા ઉપર લાલીમા તરી આવી. તેણે શરમથી મૃદુ સ્વરે કહ્યું. “પ્રાણપતિ ! મારી મિથ્યા પ્રશંસા શા માટે કરા છે? એક આર્ય રમણી જે પુરૂષને પોતાનું દિલ એક વખત અણુ કરે છે, તેના પ્રેમને ગમે તે ભાગે વળગી રહેવું, તેને તે પેાતાનું કર્ત્ત વ્ય ગણે છે. “હું પણ મારા પિતાની વિરૂદ્ધતા છતાં આપના પ્રેમને વળગી રહી, એ મેં મારા કત્ત બ્યથી કાંઇ વિશેષ કર્યું નથી અને તેથી મારી પ્રશંસા કરવાની કાંઇ પણ અગત્ય નથી. વિજય પેાતાની પ્રિયતમાની નિરાભિમાન વૃત્તિ જોઇને આનંદમગ્ન થઇ ગયા. તેણે માનદના અતિરેકથી આાસન ઉપરથી ઉડી નવયાવના ચંપાને પેાતાની ખાથમાં લઇ તેને દઢાલિંગન આપતાં કહ્યું, “ વ્હાલી ચ’પા ! મારી કે તારી ઉજ્યની પ્રશંસાની વાતને જવા દઇએ; કારણુકે આપણે આપણાં કન્તુ ન્યથી કાંઇ વિશેષતા કરી નથી અને તેથી આપણે અરસપરસ પ્રંશસા કરવાને બદલે ૫રમ કૃપાળુ પરમાત્મા મહાવીર ભગવાન કે જેમની દયાથી આપણુ એક્ય થયું છે, તેમનીજ પ્રશ ંસા અને તેમનાજ ગુણાનુવાદ ગાવાની અગત્ય છે. કેમ મારૂં કથન તને સત્ય જણાય છે કે નહીં ? ” રૂપસુંદરી ચંપા કે જે અત્યારસુધી પેાતાના પ્રિયતમના સુખકર આલિંગનની મજા માણતી હતી, તેણે સ્મિત હાસ્ય કરી જવાબ આપ્યા. ૮ પ્રાણેશ ! આપનું કથન સર્વથા સત્ય છે.” આ રીતે આ પ્રેમી યુગલ અરસપરસ આલિંગન દઈને અ Page #280 -------------------------------------------------------------------------- ________________ આનત્સવ. ૨૬૫ પૂર્વ સુખના અનુભવ કરતુ હતું. અહા! ધન્ય છે આવા પ્રેમીએને અને ધન્ય છે તેમના જીવનને ! પરમાત્મા ! અમારા સમાજમાં આવાં પ્રેમી યુગલે સ્થળે સ્થળે દર્શાવવાની આપ કયારે કૃપા કરશેા ? આલિંગનમાંથી મુક્ત થયા પછી વિજયે શાહજાદી મારામબેગમને કાગળ લખ્યા હતા કે નહિ, તે અમે જાણતા નથી. તેમજ ભવિષ્યના જીવનમાં વિજય તથા શાહજાદીનું ઐક્ય થયું હશે કે નહિં, તે પણ કેવળજ્ઞાનના અભાવે અમે કહી શકતા નથી; તેમ છતાં એટલુ તે અમે અમારા વાંચક મહાશયેાને વચન આપીએ છીએ કે ભવિષ્યના કાઇ પણ જન્મમાં અમને કેવળજ્ઞાન થશે, તે। અમે વિજય તથા શાહજાદીના એક્સના હેવાલને આપને ઘણી ખુશીથી કહી શકશું. પ્રકરણ ૩૦ મું. આનદાત્સવ. મહારાણા પ્રતાપસિ હૈ મેવાડના ઘણાખરા પ્રદેશને જીતી લીધે હતા; પરંતુ અમે મગાઉ કહી ગયા તેમ ચિત્તોડ, અજમેર તથા માંડલગઢ એ ત્રણ કિલ્લાઓ અને તેની આસપાસના મુલક તે જીતી શકયા નહાતા અને તેથી તેમણે પેાતાની રાજધાની ઉદયપુરમાં રાખીને મેવાડના મહારાણાના પદને પુન: પ્રાપ્ત કરી રાજ્ય કારભાર વ્યવસ્થાપૂર્ણાંક ચલાવવાની ગાઠવણ કરી લીધી હતી. શહેનશાહ અકબરે પણ પ્રતાપસિંહને હેરાન કરવાના વિચાર માંડી વાળેલા હતા અને તેથી તેણે પાતાનુ સૈન્ય મેવાડમાં પુન: કદિ પણુ માકલ્યુ' નહાતુ. માગલેના ત્રાસ આ પ્રમાણે દૂર થવાથી મહા રાણા પેાતાના પરિવાર સાથે જો કે આનદમાં દિવસે। વ્યતીત કરતા હતા, તા પણ તેમને ચિતાડ કમજે ન થઈ શકવાથી સંપૂર્ણ શાંતિ મળી નહાતી અને તેથી તે માટે તે ચિંતાતુર પણ રહેતા હતા; પરંતુ એકંદર રીતે તેમનુ જીવન સુખ અને શાંતિમાં વ્યતીત ૩૪ Page #281 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યવિધાયક ભામાશાહ થતું હતું. આ શાંત અને સુખની યોગ્ય તકને લાભ લઈ તેમણે લાંબા સમયના યુદ્ધ દરમ્યાન જે માણસોએ પિતાના દુઃખમાં ભાગ લીધો હતો, તે માણસની ગ્ય કદર કરવાને અને તે નિમિતે આનંદેત્સવ કરવાને માટે તેમણે થોડા જ સમયમાં એક દરબાર ભરવાનું નકકી કર્યું હતું. આ દરબારને દિવસ પણ મુકરર કરવામાં આવેલ હોવાથી તે માટેની જરૂરી તૈયારીઓ પણ ચાલી રહી હતી. એગ્ય સમયે દરબારને માટે મુકરર કરેલે દિવસ આવી પહોંચે. તે દિવસે પ્રાત:કાળથી જ રાજમહાલયમાં માણસની દોડધામ થઈ રહી હતી. જે વિશાળ ઓરડામાં દરબાર ભરવાનું નક્કી થયેલું હતું, તેને અચ્છી રીતે શણગારવામાં આવ્યું હતું. એક બાજુ મધ્યમાં મહારાણા અને યુવરાજનાં સિંહાસ અને તેની બન્ને બાજુએ રાજ્યના ભાયાત, સરદાર, અધિકારીઓ, વિદ્વાન પંડિતે અને પ્રજાજનોના જુદાં જુદા આસને ગોઠવેલાં હતાં. પ્રાત:કાળના બીજા પ્રહરની નોબત વાગી ગયા પછી માણસની આવ-જા વધી પડી. કારણ કે દરબારને સમય નજીક આવતે જતો હતો અને તેથી દરબારમાં બેઠક લેનારાં માણસો ઉતાવળાં ઉતાવળાં ક્રમાનુસાર આવીને પોતપોતાના આસન ઉપર બેસતાં હતાં. રાજ્યના ભાયાતો મૂછોને વળ દેતા હતા. સરદારે છાતી કહાડીને ટટ્ટાર બેઠા હતા. વિદ્વાને અને પંડિતે પરસ્પર વાર્તાલાપ કરતા હતા અને પ્રજાના આગેવાનો આનંદ ન જણાતા હતા. સમસ્ત દરબાર ચિકાર ભરાઈ ગયો હતે. વચ્ચે રાજ્યના આશ્રિત કવિઓ પલાંઠી વાળીને આતુરતાથી બેઠેલા હતાં. આ એારડાની લગોલગ એક બીજે પણ એર હતું અને તેની વચ્ચેની દિવાલમાં દ્વારાખેલું હોવાથી ત્યાં ચક નખાવીને સ્ત્રીવર્ગને માટે બેસવાની ગોઠવણ કરવામાં આવેલી હતી. સ્ત્રી વર્ગમાં મહારાણી પદ્માવતી, અલકાસુંદરી, રાજકુમારી કમળા, સલુંબરરાજની કન્યા યમુના, રાજા રઘુવીરસિંહની કન્યા રૂકિમણું, ભામાશાહની પુત્રી કુસુમ, કૃષ્ણલાલની પત્ની મનેરમાં અને તે ઉપરાંત અન્ય સરદાર અને પ્રજાના આગેવાનની સ્ત્રી, બહેને અને પુત્રીઓ હાજર હતી. તેઓ સર્વ ચકની આડમાંથી દરબારના કાર્યક્રમને જેતી હતી અને પરસ્પર Page #282 -------------------------------------------------------------------------- ________________ આનંદોત્સવ. ૨૬૭ ઝીણી ઝીણી વાતો કરતી હતી. રાજ્યના મુખ્ય સરદાર, મંત્રીશ્વર ભામાશાહ તથા પ્રતાપસિંહના બીજા કુમારો પણ આવી ગયા હતા અને પિતાને ગ્ય એવા આસને ઉપર બેઠેલા હતા. દરબારને સમય થઈ ગયા હોવાથી બધાં મહારાણાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે દરમ્યાર નેકીને અવાજ સંભળાય અને તે સાથેજ મહારાણુ પ્રતાપસિંહ અને યુવરાજ અમરસિંહ પિતાના ખાસ અંગરક્ષકે સાથે દરબારમાં આવી પહોંચ્યા. બધાએ ઉભા થઈને તેમને ઘટિત માન આપ્યું અને દરબારની ચોતરફ ગોઠવેલા સૈનિકે એ પોતાની ઉઘાડી રાખેલી તલવાર નમાવીને તેમને આદરસત્કાર કર્યો. મહારાષ્ટ્ર પ્રસાપસિંહ અને યુવરાજ અમરસિંહ પિતાપિતાના આસને ઉપર બેસી ગયા કે તુરતજ બધા સભાજને પણ બેસી ગયા. ત્યારબાદ મંત્રીશ્વર ભામાશાહની સૂચનાથી રાજ્યના મુખ્ય કવિએ નીચે પ્રમાણે કવિત જુસ્સાભેર ગાયું – વીર મહીપતિ નરપતિ ય જય, રવિકુલ-રવિ તુમ ભારત-રક્ષક, કાંપત શત્રુ સદા તુહરે ભય, પ્રગટે ગગન પ્રતાપ પ્રબલ તવ, હેહી સદા પ્રભુ રિપુદલબલ જય.” કવિતા શ્રવણથી સમસ્ત દરબારમાં વિરચિત ભાવનાની અને સર પ્રસરી ગઈ. સર્વ દરબારીએ મૂછોના આંકડા વાળવા લાગી ગયા અને સૈનિકે પોતાની તલવારોને ઉંચી નીચી કરવા મંડી ગયા ક્ષણવાર પછી મહારાણા પ્રતાપસિંહે નેત્રસંકેત કર્યો અને તે સાથે જ દરબારમાં શાંતિનું સામ્રાજ્ય જામી ગયું. ત્યારબાદ મહારાણ પ્રતાપસિંહ સિંહાસન ઉપરથી ઉભા થયા કે તુરતજ સમસ્ત સભાજનોએ તેમને આનંદના ઉદગાથી વધાવી લીધા. આ આનંદનો ધ્વનિ શાંત થયા પછી મહારાણાએ બોલવાની શરૂઆત કરતાં કહ્યું – હારા પ્રિય સરદારો, અધિકારીઓ અને પ્રજાજને! મોગલ સમ્રાટ શહેનશાહ અકબરની સાથે ઘણા લાંબા સમયથી જે યુદ્ધ * મેવાડ પતન નાટકમાંથી. Page #283 -------------------------------------------------------------------------- ________________ ર૬૮ ભાગ્યવિધાયક ભામાશાહ. ચાલી રહ્યું હતું, તેમાં છેવટે આપણને ભગવાન એકલિંગજીની કૃપાથી વિજય મળ્યો છે, તે વાત તમે સર્વ જાણે છે. હવે આ યુદ્ધમાં પિતાના આપ્તજને અને પોતાના પ્રાણની પણ દરકાર કર્યો સિવાય જે જે માણસોએ મારી સાથે રહીને તથા વને વને ભટકીને મને જે અમૂલ્ય સહાય કરી છે, તે તે માણસોની ગ્ય કદર કરવાને અને તે નિમિત્તે આનંદેત્સવ ઉજવવાને માટે આ દરબાર ભરવામાં આવ્યા છે. મારે ઘણાજ આનંદપૂર્વક કહેવું જોઈએ છે કે મારી સાથે દુ:ખ સહન કરવામાં જે સરદારો હતા તે સર્વેએ મને ઘણું અમૂલ્ય સહાય કરેલી છે; પરંતુ તે સર્વમાં મંત્રીશ્વર ભામાશાહે મને-કહો કે સમસ્ત મેવાડને-જે સહાય કરી છે, તેની ક્યા શબ્દમાં પ્રશંસા કરવી, તે મને સુજતું નથી. મંત્રીશ્વર ભામાશાહે મારા દુઃખના દિવસોમાં મારી સાથેના સાથે રહી મારી નિરાશાના વખતે ગ્ય સલાહ અને ઉત્સાહ આપવાની સાથે ચપનના પ્રદેશમાં થયેલા યુદ્ધમાં મેગલ સરદાર ચંદ્રસિંહની તલવારને ભેગથતાં મને બચાવી લીધો હતો. આ ઉપરાંત મેવાડના પુનરૂદ્ધાર માટે પોતાની સકલ સંપત્તિને ભેગ આપીને તેમણે દેશના રક્ષણ માટે જે સ્વાર્પણ કર્યું છે, તે ખરેખર મારા એકલાનાજ નહિં; કિન્તુ સમસ્ત મેવાડના ધન્યવાદને પાત્ર છે. મારે ખાસ ભાર દઈને કહેવું જોઈએ છે કેમંત્રીશ્વર ભામાશાહે પિતાના અખુટ ધનને મેવાડના પુનરૂદ્ધાર માટે જે મને અર્પણ ન કર્યું હોત, તો આજે પણ મેવાડ પરતંત્ર દશામાંજ હેત અને તમારો આ મહારાણે કોણ જાણે કેટલાએ દૂરના દેશમાં નિરાશ બનીને ચાલ્યા ગયા હતા. આ કારણથી એટલે કે તેમનાં અલૈકિક સ્વાર્પણથી જ મેવાડને વિજય થયો છે અને તેથી તેને સઘળો યશ તેમનેજ મળ્યો છે. મંત્રીશ્વરે પિતાની જન્મ ભૂમિના રક્ષણને માટે અને પોતાના દેશના ઉદ્ધારને માટે જે કિંમતી સહાય કરેલી છે, તે બદલ તેમની શી અને કેવી કદર કરવી તે મને જે કે સુજતું નથી, તો પણ કુલ નહિ ને ફુલની પાંખડી, એ ન્યાયે મારાથી બનતી કદર કરવાની આ તકને લાભ લેવાનું મને ઉચિત લાગે છે. મંત્રીશ્વર ભામાશાહને વંશપરંપરાને માટે મેવાડની કેટલીક જાગીરે આપવાની છે, તે વિષે હું આગળ ઉપર Page #284 -------------------------------------------------------------------------- ________________ આનંદોત્સવ. ૨૬૯ વિચાર કરીને જાહેર કરીશ; પરંતુ તે દરમ્યાન અત્યારે તે મેવાડના ઇતિહાસમાં તેમનું નામ સુવર્ણાક્ષરે કેતરાઈ રહે એવી નવાજેશ તેમને કરવાની મારી ઈચ્છા છે અને તેથી તેમને મેવાડના ભાગ્યવિ. ધાયક અને તેમના વંશજોને મેવાડના ઉદ્ધારકર્તાની માનવંત ઉપાધિ હું આજથી જ આપીને મારી એ ઈચ્છાને પૂર્ણ કરું છું. સભાજને! મેવાડના ભાગ્યવિધાયક અને ઉદ્ધારકત્તની પદવીઓ તેમને અને તેમના વંશજોને સર્વથા યોગ્ય છે, કારણકે તેમની જ સહાયથી મેવાડને પુનરૂદ્ધાર થયે છે, એ વારંવાર કહેવાની અગત્ય હવે રહેતી નથી અને તેથી તેમને જે પદવીઓ આપવાની હું આ તક લઉં છું, તેમાં તમે સો સંમત થશે.” દરબારમાં ચતરફથી અવાજ આવ્યું. “અમે સર્વ મહારાણાની ઈચ્છાને સંમતિ આપીએ છીએ. લાયક માણસની યોગ્ય કદર કરવી, એ રાજાને ધર્મ છે અને તેથી મંત્રીશ્વરને આપ જે પદવીઓ આપે છે, તે સર્વથા ઉચિત જ છે.” અવાજ બંધ થતાં મહારાણાએ આગળ ચલાવ્યું. “ ખારા ભાઈઓ ! ભગવાન એકલિંગજીની કૃપાથી અને તમારા સર્વના પ્રયાસથી મેવાડને પુનરૂદ્ધાર થઈ શક્યા છે અને જે સ્વાધીનતાને માટે આપણે અથાગ પરિશ્રમ કરતા હતા અને દુઃખને સહેતા હતા, તે આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ અને તેથી તે માટે આપણે ગૈરવ ધરવાનું છે. મેવાડના પુનરૂદ્ધારને ખરે જશ તે તમને જ મળે છે, કારણકે તમે જે મને સહાય ન કરી હતી તે હું એકલો શું કરી શકત? આ આનંદના પ્રસંગે લાંબા સમયના યુદ્ધ દરમ્યાન ઝાલાકુલતિલક રાજા માનસિંહ વગેરે વીર સરદાર તથા રાજપુતો કે જેઓએ પિતાના પ્રાણને પણ દેશના રક્ષણને માટે ખુશીની સાથે જતાં કર્યા છે, તેમના માટે દિલગીરી દર્શાવવાની તકને પણ હું જતી કરતું નથી, પરંતુ તે દિલગીરી સાથે આપણે આનંદને પણ ધરવાને છે અને તે એ છે કે તેમણે પિતાના દેશની સ્વતંત્રતા મેળવવાને માટે પ્રાણાર્પણ કરેલું હોવાથી તેમનાં નામે અમર થઈ ગયા છે. એટલું જ નહિ પણ તેઓ અક્ષય કીર્તિને સં. પાદન કરીને સ્વર્ગલેકમાં ગયા છે. હવે મંત્રીશ્વર ભામાશાહ સિવાય Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ભાગ્યવિધાયક ભામાશાહ. સલું બરરાજ ગોવિંદસિંહજી, ચંદાવત કૃષ્ણ, રણવીરસિંહ, કર્મ, સિંહ, ભીલનાયક અને ભીલ સરદારો, ઠાકોર રાયધવલ તથા બીજા ઠાકોરો અને બીજા જે જે સરદારો તથા સૈનિકે એ દેશના રક્ષણના કાર્યમાં જે કિંમતી સહાય મને કરી છે તે સર્વ વીર પુરૂષોની તથા જેમણે પોતાના પ્રાણને યુદ્ધમાં ભેગ આપે છે. તેમના વંશ જેની યોગ્ય કદર કરવાનું હું વિસરી જ નથી. તેઓ સર્વને પિત પિતાને ગ્ય એવા ઇનામ અને જાગીરે અર્પણ કરવાનું જાહેર કરૂં છું. આ ઇનામ તથા જાગીરોની સવીસ્તર હકીક્ત હું થોડા સમયમાં તમને જણાવવાનું વચન આપું છું. આ ઉપરાંત યુદ્ધના કાર્યમાં મેં મારું સઘળું જીવન વ્યતિત કરેલું હોઈને હવે મારી પ્રભુભક્તિ કરવાની ઈચ્છા હોવાથી મને શાંતિવાસની જરૂર છે અને તેથી મેવાડને ચિરસ્મરણય મુકુટ થોડા જ વખતમાં હું યુવરાજ અમરસિંહને સુપ્રત કરવા માગું છું અને તેથી તે માટેનો તથા મારા અત્યંત પ્રીતિપાત્ર સરદાર રાજા રઘુવીરસિંહની કન્યા રુકિમણું સાથે યુવરાજ અમરસિંહનું લગ્ન કરવાની સર્વ પ્રકારની તૈયારી કરવાની સૂચના મંત્રીશ્વરને આપું છું. વળી મારા જાણવામાં આવ્યું છે કે મંત્રીશ્વર ભામાશાહ પણ પિતાની પુત્રી કુસુમનું લગ્ન કર્મસિંહ સાથે કરવાને ઈચ્છા ધરાવે છે અને તેથી તેમનાં લગ્નની સર્વ વ્યવસ્થા પણ મારા રાજ્ય તરફથી કરવાની આજ્ઞા કરૂં છું. છેવટમાં જેની કૃપાથી આપણે પુન: આનંદના દિવસો જેવા ભાગ્યશાલી થઈ શક્યા છીએ, તે ભગવાન એકલિંગજીને જ્ય બેલી હું મારું વક્તવ્ય પૂર્ણ કરૂં છું.” મહારાણા પ્રતાપસિંહ પિતાના સિંહાસન ઉપર એ પ્રમાણે બોલીને બેસી ગયા કે તુરતજ દરબાર “ ભગવાન એકલિંગજીને જય, મેવાડના મહારાણનો જય “સ્વતંત્રતાદેવીને જય ” એ વાથી ગાજી ઉઠ્યો. આ હર્ષની ગર્જના શાંત પડ્યા પછી મંત્રીશ્વર ભામાશાહ પિતાના આસન પરથી ઉઠ્યો અને તેને પણ સભાજનેએ વધાવી લીધું. ત્યારબાદ તેણે બોલવાની શરૂઆત કરતાં કહ્યું. “ક્ષત્રિયકુલતિલક મહારાણા! વીરશિરોમણી સરદારે! અને સદગૃહસ્થો ! મેવાડને પુનરૂદ્ધાર કરવાની આપણું ઘણું Page #286 -------------------------------------------------------------------------- ________________ આનંદોત્સવ. ૨૭૧ દિવસોની જે તીવ્ર ઈચ્છા હતી, તે ભગવાન એકલિંગજી તથા પરમાત્મા મહાવીરના કૃપાપ્રસાદથી ફલિભૂત થઈ છે અને તેથી તે ખાતર આપણે જેટલે આનંદ દર્શાવીએ તેટલો જ છે. આપણું પ્રિય દેશ મેવાડના થયેલ પુનરૂદ્ધારને બધે યશ મહારાણું મને આપે છે અને તે માટે મારી પ્રશંસા કરે છે “તે તેઓશ્રીનાં હૃદયની નિર્મળતાનું દર્શન કરાવે છે, પરંતુ ખરી રીતે જોતાં મેં જે કાંઈ સ્વાર્પણ કર્યું છે, તે મારી ફરજથી જરા પણ વિશેષ નથી. સ્વદેશની સ્વતંત્રતા માટે ભોગ આપ, દેશના રક્ષણ માટે વાર્પણ કરવું અને સ્વતંત્રતાની પ્રાપ્તિને માટે દુઃખ સહન કરતાં, એ પ્રત્યેક સ્વદેશભક્ત માણસની ફરજ છે. અને મેં આ ફરજથી શું વિશેષ કાર્ય કર્યું છે કે મારી આટલી બધી પ્રશંસા કરવામાં આવે છે? મેવાડના ઉદ્ધારને માટે આપણે બધાએ સાથે મળીને ઉદ્યમ કરેલ છે અને તેથી તેને યશ મને એકલાને જ નહિ; કિન્તુ આપ સર્વને મળવું જોઈએ છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવા છતાં પણ મહારાણાશ્રી મારા યત્કિંચિત સ્વાપણને માટે મારી જે કદર કરે છે, તેને સેવકભાવે સ્વીકાર કરું છું અને પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું કે દેશની, સમાજની અને ધર્મની સેવા કરવાને શુભ પ્રસંગ મને પુનઃ પુનઃ મળો. છેવટે ભગવાન એકલિંગજી તથા પરમાત્મા મહાવીર સર્વનું કલ્યાણ કરે, એવી અંતરની ઈછા સહિત બેસી જવાની રજા લઉં છું.” ભામાશાહ એ પ્રમાણે કહીને બેસી ગયા કે તુરત જ ફરીથી દરબાર વિજયષણાથી ગાજી રહ્યો. તે પછી સલું બાજ ગેવિંદસિંહે ઉભા થઈને કહ્યું. “મેવાડના મુકુટમણિ મહારાણું વહાલા સરદાર, અધિકારીઓ ! તથા પ્રજાજને ! આપણા મહારાણાશ્રીએ મેવાડના ઉદ્ધારને માટે મંત્રીશ્વર ભામાશાહ તથા અન્ય સરદારે, સૈનિકે અને ભીલેની જે કદર કરી છે, તે સર્વથા યેગ્યજ છે, કારણ કે તેમણે બધાએ દેશના ઉદ્ધારના કાર્યમાં ઘણેજ ભેગ આપે છે અને તેથી લાયક માણસની કદર થાય, Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ભાગ્યવિધાયક ભામાશાહ. એ સર્વથા સ્વાભાવિક અને ઉચિત જ છે. મારા પિતાના અનુભવ ઉપરથી હું ખાતરીપૂર્વક કહું છું કે મેવાડના ઉદ્ધારને માટે મંત્રીશ્વર ભામાશાહ જે સ્વાર્પણ કર્યું છે, તે અલોકિક જ છે અને તેથી મેવાડના ઉદ્ધારને બધો યશ તેમને આપવાને મહારાણાશ્રીએ જે ઉદ્દગારો કહાડ્યા છે, તે સત્યજ છે. મેવાડને ઉદ્ધાર કરનાર મંત્રીશ્વર ભામાશાહજ છે, તેમની જ સહાયથી આપણને વિજય મળે છે અને તેમની જ સલાહથી આપણે આ શુભ દિવસ જેવા ભાગ્યશાલી થઈ શક્યા છીએ. ગુણવાન પુરૂષે પોતાના ગુણની થતી પ્રશંસાને સાંભળવાનું પસંદ કરતાં નથી, એ ન્યાયે જે મંત્રીશ્વર ભામાશાહ પિતાની પ્રશંસાને સાંભળવાને ઈચ્છતા ન હોય, તે તે સ્વાભાવિકજ છે; પરંતુ તેમણે પોતાના અખુટ ધનને દેશના ઉદ્ધારને માટે જે ભેગ આપે છે, તે પ્રશંસાને જ પાત્ર છે.” આ પ્રમાણે બેસીને ગોવિંદસિંહ બેસી જતાં પુન: “મહારાણા પ્રતાપસિંહને જય, મેવાડના ઉદ્ધારકત્તને જય અને જન્મભૂમિ મેવાડને જય,’ એ ત્રણ જયકારોથી દરબાર ગાજી રહ્યો. ક્ષણવાર રહી દરબાર બરખાસ્ત કરવાની આજ્ઞા મહારાણાએ આપતાં દરબારીઓ મહાશણુને નમન કરીને આનંદમગ્ન થતા થતા ચાલ્યા ગયા. મહારાણા અને યુવરાજ પિતાનાં મહાલમાં ગયા અને મંત્રીશ્વર ભામાશાહ, કૃષ્ણલાલ અને કર્મસિંહ ત્રણે સાથે ભામાશાહના આવાસે ગયા. દરબાર જેવાને એક થયેલું સ્ત્રીમંડળ પણ વિવિધ વાર્તાલાપ કરતું શ્વસ્થાનકે ચાલ્યું ગયું. આ દરબારની ઘટના બન્યા પછી યુવરાજને રાજ્યાભિષેક કરવાની તૈયારીઓ ચાલી રહી. યુવરાજ અમરસિંહને રાજ્યાભિષેક અને રુકિમણની સાથે તેનું લગ્ન એ બને ક્રિયાઓ સાથેજ થવાની હોવાથી ઉદયપુરમાં ચોતરફ આનંદ પથરાઈ ગયે હતું. રાજ્યાભિષેક તથા લગ્નની તૈયારીઓ થઈ રહેતાં એગ્ય મુહુર્ત બને શુભ કાર્યોને કરવામાં આવ્યાં. યુવરાજનાં લગ્ન થયાં પછી કર્મસિંહ તથા કુસુમનાં લગ્ન પણ થઈ ગયાં. આ પ્રમાણે ઉભય પ્રેમી યુગલે લગ્નની પવિત્ર ગાંઠથી એકત્ર થઈને સ્વર્ગીય સુખને અનુભવ કરવા Page #288 -------------------------------------------------------------------------- ________________ આનંદોત્સવ. ૨૭૩ લાગ્યાં. અમરસિંહને મેવાડના રાજ્યને ભાર એંખ્યા પછી તથા કૃષ્ણલાલને મંત્રીશ્વરની પદવી આપ્યા પછી મહારાણા પ્રતાપસિંહ દેવી પદ્માવતી તથા અલકાસુંદરી સાથે ઉદયપુરના ઉપવનમાં સરેવરના તટે પર્ણકુટીઓ બાંધી રહેવા લાગ્યા અને મંત્રીશ્વર ભામાશાહ પણ તેમની સાથે રહેવાને ગયા. વાચક બધુઓ અને બહેને! અત્રે આ ઐતિહાસિક નવલકથા સંપૂર્ણ થાય છે. મેવાડના ભાગ્યવિધાયક મંત્રીશ્વર ભામાશાહની વિરતા, દ્રઢતા અને સ્વદેશભકિતથી મેવાડને પુનરૂદ્ધાર થયે હતું, એ વાતને માત્ર અમેજ કહીએ છીએ તેમ નથી, કિન્તુ બધા ઈતિહાસકારો એમજ કહે છે અને તેથી મંત્રીશ્વર ભામાશાહને મેવાડને ઉદ્ધારકર્તાનું બિરૂદ મળેલું હતું. આજે તે વીરશિરોમણી પ્રતાપસિંહ નથી, તેમ મેવાડને ઉદ્ધારકર્તા સ્વદેશભકત ભામાશાહ પણ નથી પરંતુ એ ઉભય પુરૂષોત્તમ વીરેની કીતિ સમસ્ત હિન્દુસ્તાનમાં ચોતરફ ગવાઈ રહી છે અને એજ એમના અમરત્વનું સુચિન્હ છે. એક જેન–દયાધર્મને પાળનારા વણિકના હાથે તેની અપૂર્વ ઉદારતાથી મેવાડને પુનરૂદ્ધાર થયે, એ જૈન ઈતિહાસની સર્વોત્તમ ઉજજવળ ઘટનાહવાથી સમસ્ત જેનીઓને માટે અત્યંત ગેરવને વિષય છે. પરમાત્મા નીઓના હાથે દેશ, સમાજ અને ધર્મની સેવાનાં આવાં અનેક કાર્યો કરવાને સુઅવસર પુન: પુન: આપે, એજ અંતઃકરણની તિવ્ર શુભેચ્છા છે. અસ્તુ. ધન્ય છે, પ્રતાપસિંહ તમારી દ્રઢતાને ! અને ધન્ય છે, ભામાશાહ તમારી ઉદારતાને ! Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્માનન્દ પ્રકાશ. જૈન કેમમાં અતિ ફેલાવા સાથે પ્રખ્યાતિ પામેલું આ માસિક આ સભા તરફથી છવીશ વર્ષ થયા પ્રતિમાસે પ્રગટ કરવામાં આવે છે. તેમાં આવતા ધાર્મિક, વ્યવહારિક અને આ નૈતિક સંબંધી ઉત્તમ લેખેથી આપણી કોમમાં પ્રસિદ્ધ થતાં માસિકમાં તે પ્રથમ પંક્તિ ધરાવે છે. દર વર્ષે તેના ગ્રાહકેને વાંચનને બહેનો લાભ આપવા સાથે, વર્ષ પૂર્ણ થતાં પહેલાં નવીન દ્રવ્યાનુયોગ, ઐતિહાસિક વિગેરેના વિષયથી ભરપૂર ઉત્તમ ગ્રંથ સુંદર બાઈડીંગથી અલંકૃત કરી દર વર્ષે ભેટ આપવામાં આવે છે. એકજ પદ્ધતિએ આવી ભેટને લાભ દર વર્ષે આ માસિકજ આપે છે. હાલમાં તેનું છવીસમું વર્ષ ચાલે છે. દરેક માસિક અને પેપરવાળાએ સખ્ત મેંઘવારીના સબબે લવાજમ વધાર્યું, છતાં અમેએ સમા જને ઉદારતાથી વાંચવાને લાભ આપવા તેનું તેજ લવાજમ રાખ્યું છે અને ભેટની બુક પણ સુંદર આપવાને ક્રમ ચાલુ રાખે છે, તેથી ગ્રાહકોની સયા વધતી જાય છે. વળી ગુરૂભક્તિ નિમિત્તે પ્રગટ થતાં આ માસિકની ગ્રાહકેની ન્હોળી સંખ્યા તેજ તેની ઉત્તમતાને પુરાવો છે. વાર્ષિક મૂલ્ય રૂા, ૧-૦-૦ પોસ્ટેજ ચાર આના મળી રૂ. ૧-૪-૦ રાખવામાં આવેલ છે. તેના પ્રમાણમાં લાભ વિશેષ છે. નફે જ્ઞાન ખાતામાં વપરાય છે, જેથી દરેક જૈન બંધુઓએ તેના ગ્રાહક થઈ અવશ્ય લાભ લેવા ચુકવું નહિં. છે Page #290 -------------------------------------------------------------------------- ________________ સારી લાઇબ્રેરી કેમ થઈ શકે ? (આ સભાના લાઈક્રમેમ્બરથવાથી) ગયા પંદર વર્ષમાં લાઈફ મેમ્બરાને અમારા તરફથી પ્રસિદ્ધ થયેલા ગ્રંથા ભેટ મળતાં તેઓ એક સારી લાઇબ્રેરી કરી શક્યા છે. મા લાભ કોઇ પણ જૈન શ્રીમાને કે સંસ્થાએ ભુલ| વાને નથી. રીપોર્ટ અને સૂચિપત્ર / મગાવી ખાત્રી કરા. લખો:– શ્રી જેને આત્માનદ સભા ભાવનગર. (કાઠીયાવાડ)