________________
१६४
ભાગ્યવિધાયક ભામાશાહ.
જે ચંપાદેવી પિતાને ખરી રીતે ચાલતી જ હોય, તે તેના પ્રેમને સ્વીકાર કરે કે નહિ, એ વિચારે તેના મસ્તકને ભ્રમિત બનાવી દીધું. ચંપાદેવીના પ્રેમને સ્વીકાર કરવાથી પિતાનું દુઃખ કેટલેક અંશે દૂર થવાની સાથે લીલાદેવીની સ્મૃતિ કાયમને માટે રહી શકશે, એ કરમચંદનું કહેવું અસત્ય તો નથી જ, એવો વિચાર તેના મસ્તિ હકમાં ઉત્પન્ન થયે પરંતુ તે પિતાને ચાહે છે કે નહિ. એની ખાતરી પ્રથમ કરવાની તેને જરૂર જણાઈ અને તેથી તે ચંપાદેવીને મળવાને અને તેના વિચારો જાણી લેવાને આતુર થઈ ગયા. આ પ્રમાણે વિચાર કરી પિતાની આતુરતાને શમાવવાની ખાતર તે ચંપાદેવીની પાસે જવાને ઉઠ અને બે ત્રણ પગલાં આગળ ચાલ્યા કે તુરત જ ચંપાદેવીને ઓરડામાં પ્રવેશ કરતી અને પિતાની તરફ ચાલી આવતી તેના જેવામાં આવી. પૃથિવીરાજે આજ પર્યત ચંપાદેવીને કદિપણું ધ્યાનપૂર્વક જોઈ નહોતી અને તેથી તેનું સૌદર્ય કેવું છે, તેની કલ્પના સરખી પણ તેને નહોતી, પરંતુ અત્યારે તેણે તેને બરાબર જોઈ અને તેને જોતાં જ તે આશ્ચર્ય પામી ગયે. તેણે જોયું કે ચંપાદેવી પોતાનો સ્વર્ગસ્થ પ્રિય પત્નિ લીલાદેવીથી રૂપમાં જરા પણ ઉતરતી નહતી એજ લાવયના ભંડાર સરખું મુખ, એજ સીધી સરલ નાસિકા, એજ ગુલાબી ગાલે, એજ ચંચળ આંખ, એજ દાડમની કળીઓ જેવી દંતપકિત, એજ કનકકળશ જેવાં સ્તન, એજ કમળદંડને પણ શરમાવે તેવા નાજુક હાથ, એજ પાતળ કટીગ,એજ સ્થળ નિતંબપ્રદેશ, એજ ચંપકવણીય દેહલતા અને એજ ગજગામિની ચાલ! ટુંકામાં કહું તે એજ લલિત લલના લીલાદેવી! પૃથિવીરાજ ચંપાદેવીને જોઈને તેના અનુપમ રૂ૫-લાવણ્યને નિરખીને પિતાનું ભાન ક્ષણવારને માટે ભૂલી ગયેતેણે પોતાના મનથી પ્રશ્ન કર્યો. “શું આ લીલાદેવી છે?” અંતરમાંથી તુરત જ જવાબ મળે કે આ લીલાદેવી તે નથી, પણ તેની પ્રતિમૂર્તિરૂપ તેની બહેન ચંપાદેવી છે. પૃથિવીરાજે ચંપાદેવીની સામે જોઈને કહ્યું. “ચંપાદેવી !”
શું કહે છે, રાજાસાહેબ !” ચંપાદેવીએ પૂછયું.
તું ખરેખર ચંપાદેવી છે કે લીલાદેવી ?” પૃથિવીરાજે પ્રશ્ન કો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org