SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ જંગલમાં મંગલ. રુકિમણીએ લજજાવશ થઈને તુરતજ પિતાને હાથે પાછો ખેંચી લીધા. તેણે કહ્યું આવી ચેષ્ટા કરવાનું આપને હાલના સંગેમાં શોભતું નથી, કુમાર! અમરસિંહે સહેજ હસીને કહ્યું “તે હું સારી રીતે સમજુ છું રુકિમણું ! પરંતુ જ્યારે જયારે પ્રેમીઓનું મીલન થાય છે, ત્યારે ત્યારે કેવી ચેષ્ટા કરવી અને કેવી ચેષ્ટા ન કરવી, તેનું શું તેમને ભાન હોય છે ખરું? નહિ જ, અને તેથી પ્રેમી પુરૂષ પિતાની પરમ લાવણ્યસંપન્ન અને રૂપ નિધાન પ્રિયતમાને જોઈને પિતાનું ચિત્ત કબજે ન રાખી શકે તે એ સર્વથા સ્વાભાવિક છે. રુકિમણીએ મિતપૂર્વક કહ્યું આપને બુદ્ધિવાદમાં તે હું જીતી શકીશ નહિ અને તેથી એ વાતને જવા દઉં છું, પરંતુ માતાના મંદિરમાં રાજકુમારી કમળા બહેન વિગેરે મારી સખીઓ છે, તે આ પણને પ્રેમચેષ્ટા કરતાં જોઈને પાછળથી મારી મશ્કરી કરવામાં મણા નહિ મૂકે; માટે આપ હવે આપના ચિત્તને વશ રાખે તે સારું.” “શું કમળ અહીં મંદિરમાં છે?” કુમારે આશ્ચર્ય પામીને પૂછયું. “હા, કમળા બહેન એકલા નથી, પરંતુ યમુના અને કુસુમ પણ છે. ”રુકિમણીએ ઉત્તર આપે. ત્યારે તે માટે અહીં વધારે વખત રહેવું, એ ઉચિત નથી.” એમ કહી કુમારે પિતાની પ્રિયતમાને પ્રેમપૂર્ણ દ્રષ્ટિએ એકવાર જોઈ લીધી અને ત્યારપછી તે ત્યાંથી અદ્રશ્ય થઈ ગયે. અમરસિંહ ગયા પછી રુકિમણ પુલકિત હદયે અને હર્ષિત વદને મંદિર તરફ ચાલી; પરંતુ તે ત્યાં પહોંચે તે પહેલાં તે ત્રણે સખીઓ ખડખડાટ હસતી હસતી મંદિરમાંથી બડાર આવી અને રુકિમણીને ચુંટી ખણુને, ચુંબન ભરીને અને આલિંગન દઈને તેની મશ્કરી કરવા લાગી. તે સમયે કિન્નરકંઠી સુંદરીઓના મીઠા મંદ હાસ્યને મધુર ધ્વનિ એ નિર્જન ઉપવનમાં ચોતરફ પ્રસરી રહ્યું અને તે જોઈને કાળી કોયલ પણ પંચમ સ્વરથી આલાપ કરવા લાગી. ટુંકમાં કહેને કે જંગલમાં મંગલ વતી રહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy