SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ભાગ્યવિધાયક ભામાશાહ. “પ્રિય કુમાર ! આપની સાથે વાર્તાવિનેદ કરવાનું ઘણુએ છે પરંતુ હદયમાં રહેલા ભાવેને શી રીતે પ્રગટ કરવાં, એ સુજતું નથી. જે દિવસે આપના નયનમનહર દિદારનું દર્શન અને પ્રથમ થયું હતું, તે દિવસથી મારું જીવન કેઈ જૂદા જ પ્રકારનું થઈ ગયું છે અને હૃદયમાં જે પ્રકારના વિચારે ઉત્પન થયા કરે છે, તેની વાત આ૫ને કહેવાને માટે મન ઘણું આતુર થઈ રહેલું; પરંતુ તેને શી રીતે અને કેવા રૂપમાં કહેવી, એ સમજી શકાતું નથી.” “તારૂં કથન કેવળ સત્ય છે, પ્રિય દેવી ! કેમકે દરેક પ્રેમી મનુષ્યના હૃદયની તું કહે છે તેવી જ સ્થિતિ હોય છે અને હૃદયની એ સ્થિતિને તથા હૃદયના એ ભાવેને પ્રેમીઓ સમજાવ્યા વિના સમજી શકે છે, તેઓનાં હૃદય એટલાં બધાં નિર્મળ અને શુદ્ધ હોય છે કે તેઓ પોતાના પ્રિયતમ કે પ્રિયતમાનાં હૃદયના ભાવેને સ્વાભાવિક રીતે જ જાણી શકે છે, પરંતુ રૂકિમણું! આપણું હદયની મનોકામના ક્યારે પૂર્ણ થશે, એ કહી શકાય તેમ નથી; કેમકે મેગલનું જોર દિનપ્રતિદિન વધતું જાય છે અને આપણે પરાજય થતા જાય છે. આપણું ગુપ્ત નિવાસસ્થાન ઉપર તેઓ કયારે હુમલે લાવશે, તે અત્યારથી કહેવાય તેમ નથી અને તેથી ભવિષ્યમાં આપણું શી સ્થિતિ નિર્માણ થએલી છે, તે પણ આપણે જાણી શક્તા નથી.” અમરસિંહે ચિંતાયુક્ત વરે કહ્યું. પ્રિયતમ !” કિશોરી રૂકિમણીએ કહ્યું. “ચિંતા કરવાનું કશું પણ પ્રયોજન નથી, કેમકે મહારાણુ આપણા દેશ, ધર્મ અને સમાજની આબરૂ અને તેની સ્વતંત્રતા માટે જે પ્રાણત કો સહન કરી રહ્યા છે. તેથી ભગવાન એકલિંગજી તેમને અવશ્ય સહાય કરશે. હાલ આપણું ગમે તે સ્થિતિ હોય; પરંતુ છેવટે મેવાડનો પુનરૂદ્ધાર થશે અને મહારાણને વિજય થશે. એમ મારું અંતઃકરણ સાક્ષી પરે છે.” “ તારા જેવી શુદ્ધ અને પવિત્ર હૃદયની કુમારિકાનું વચન સત્ય નિવડે એવી મંગલમય ભગવાન પાસે મારી યાચના છે.” એમ કહી કુમારે તેને શાબાશી આપવાની ખાતર તેના કોમળ કર ઉપર હસતાં મુખે મીઠું ચુંબન ભર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy