SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યવિધાયક ભામાશાહ. મળેલી છે! લીલાદેવી! જીન્નતની હુરી! તું પૃથિવીરાજ જેવા સામાન્ય ખંડિયા રાજાની રાણી થઈ, તે કરતાં સમસ્ત ભારતવર્ષના મોગલ સમ્રાટની અતિ પ્રિય સામ્રાજ્ઞી થઈ હતી તે કેવું સારૂં થાત? ઠીક છે ...” ભારતસમ્રાટ અકબર ઉપર પ્રમાણે વિચાર કરતે, રાજ્યમહાલયના પિતાના અત્યંત સુસજિજત એરડામાં વિરામાસન ઉપર બેઠો હતે, આ ઓરડે ઘણેજ મને રંજક હતું. તેના જોયતળીએ વિવિધ રંગના આરસપહાણ જડી દીધેલા હતા. સ્થળે સ્થળે ગુલાબ, મગરે, કેતકી, જાઈ, જુઈ અને બોરસલી ઈત્યાદિ અનેક પ્રકારનાં કુલનાં છેડનાં કુંડાઓ ગોઠવી દીધાં હતાં. ઓરડાની દિવાલે ઉપર જૂદા જૂદા રંગથી સુંદર રમણીઓનાં ચિત્ર ચિતરેલાં હતાં અને ઓરડાની વચ્ચે ગોઠવેલા સંગેમરમરના સ્થાના મથાળે સોનેરી પાંજરામાં પૂરાયેલા પક્ષીઓ મધુર કલરવ કરી રહ્યાં હતાં. દુકામાં કહીએ તે તેમાં બિછાવેલા ગાલીચા ઉંચી સાટીનના તકીઆ, વિવિધ આસને, તખ્તા અને ચિત્રો વિગેરેથી એ ઓરડો ઘણે દબદબાભલે લાગતું હતું. શહેનશાહ અકબરે આ વખતે ઘણું જ ઉંચી જાતના અને અત્યંત મૂલ્યવાન વસ્ત્ર પરિધાન કરેલાં હતાં અને તેથી તે એક દેવ સમાન શોભતા હતા, પરંતુ તેની મુખમુદ્રા ચિન્તાગ્રસ્ત હતી. સુવર્ણ જડિત વિરામાસન પર તે આડે પડ પડયે વિચારસાગરમાં ડુબી ગયો હતે. ક્ષણવાર પછી બાદશાહ આસન પરથી ઉઠીને ઉભો થયો અને ઓરડામાં આમતેમ ફરતાં ફરતાં તેણે હાક મારી કાસમ !” અકબરને માનીતે અને વિશ્વાસુ હબસી ગુલામ કાસમ તરતજ હાજર થયે અને જમીન સાથે મસ્તક લગાવીને સલામ ભરી સામે અદબથી ઉભો રહ્યો. બાદશાહે સત્તાવાહક સ્વરે કહ્યું. “અમીનાને તુરત મારી હજુર મોકલ.” કાસમ નમીને તુરતજ ચાલે ગયે અને ડીવારમાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy