________________
કસિંહની માંદગી.
પ્રકરણ ૧૭ મું.
કર્મસિંહની માંદગી, “લલાટે રાખ કર હારે, પછી આ તાવ પણ સારે.”
સુમ!” યમુનાએ કહ્યું. “તું દીલગીર શા માટે થાય છે? કર્મસિંહને ત્રણ ચાર ઘા વાગેલા છે, એ વાત ખરી છે, પરંતુ તેમની સ્થિતિ ભય ઉપજાવે તેવી નથી. વેવ હમણું જ આવીને દવાદારૂ અને મલમપટ્ટા કરીને ગયા છે, તે કહેતા હતા કે કર્મ સિંહની તબિયતને માટે કેઈએ ચિંતા કરવાની નથી.”
યમુના કહે છે તે કેવળ સત્ય છે, કુસુમ!” રાજકુમારી કમળાએ અનુમોદન આપતાં કહ્યું. “કર્મસિંહની તબિયત જેવાને વૈદ્ય આવ્યા, ત્યારે હું માતુશ્રીની સાથે ત્યાં હતી અને યમુના પણ હતી; વધે જે અભિપ્રાય આપે હતો, તે અમે સાંભળ્યો હતો અને તેથી કર્મસિંહની સ્થિતિ ભયંકર નથી, એમ હું ખાત્રીપૂર્વક કહું છું.”
કુસમે ચિંતાતુર વદને અને સજળ નેત્રોએ રાજકુમારી કમળા તથા યમુના તરફ અર્થસૂચક દ્રષ્ટિથી જોયું પણ કોઈ જવાબ આપે નહિ.
યમુનાએ કહ્યું. “કુસુમ! અમે તને સત્ય જ કહ્યું છે કે કર્મસિંહની તબિયત સારી અને સુધારા ઉપર છે; તેમ છતાં તું શા માટે દીલગીરીનો ત્યાગ કરતી નથી ! એ અમે સમજી શક્તાં નથી. કર્મસિંહે યુદ્ધમાં જે શોર્ય અને બહાદુરી બતાવ્યાં છે, તે માટે તે તારે અભિમાન લેવું જોઈએ, તેને બદલે તું દીલગીરી ધારણ કરે છે, એ આશ્ચર્ય સરખું છે. ઠીક, પણ તું કર્મસિંહ પાસે જઈ આવી કે નહિ?”
ના.” કુસુમે ટુંકે ઉત્તર આપે.
“તો પછી તું અત્યારે તેમની પાસે જા. તારી હાજરીથી તેમનું દુ:ખ એછું થશે અને તેમના જીવને શાંતિ વળશે. ” રાજકુમારીએ સૂચના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org