SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ વિજય શાથી મળે છે ? ચાલી રહ્યા પછી સૂરિજી પોતાના નિવાસસ્થાને આવી પહોંચ્યા. અહમદાબાદમાં કેટલાક દિવસો સૂરીશ્વરે શાંતિપૂર્વક વ્યતિત કર્યા અને તે પછી બાદશાહે મેકલેલા બન્ને કર્મચારીઓ સાથે પિતાના શિષ્યસમુદાયને લઈ ફતેહપુર જવાને તેમણે વિહાર કર્યો. -- -- પ્રકરણ ૧૯ મું. વિજય શાથી મળે છે ? શિયાળાની રૂતુ હતો અને મધ્યાન્હને સમય હતે. આ વખતે પૃથિવીરાજ પિતાના મહેલના એક ઓરડામાં વિરામાસન ઉપર દીલગીરી ભરેલા ચહેરે બેઠો હતો. તેને સલાહકારક કરમચંદ તેની સામેના આસન ઉપર બેઠેલો હતો. કેમ, કરમચંદ ! મહારાણા પ્રતાપસિંહ તરફથી કાંઈ સમાચાર હમણાં આવ્યા છે કે નહિ?” પૃથિવીરાજે ખિન્નતાથી પૂછયું. “જી હા, તેમના તરફથી અગત્યના સમાચાર લઈને એક ભીલ બહુજ સંભાળપૂર્વક અને ગુપ્ત વેશે આજે પ્રાતઃકાળમાં આવી પહે છે અને તેણે આવીને મને મહારાણાને કાગલ આછે કે તુરત જ હું અહીં આવ્યું હતું, પરંતુ નોકરે આપ બાદશાહની હજુરમાં ગયાની ખબર આપતાં હું પાછો ફર્યો હતે.” કરમચંદે મહારાણું તરફથી સમાચાર આવ્યાને જવાબ આપતાં સાથે સાથે ખુલાસો પણ કર્યો. હા, સવારમાં બાદશાહે મને યાદ કરવાથી હું તેમની પાસે ગયે હતું, પરંતુ મહારાણાએ શા સમાચાર મોકલ્યા છે?” પૃથિવીરાજે પોતે બાદશાહની પાસે ગયાની કબુલાત કરતાં પૂછયું. કરમચંદે મહારાણને કાગલ કહાડી તેને પૃથિવીરાજને આપતાં ઉત્તર આપ્યો. “કેમલમેરનો ત્યાગ કર્યા પછી મહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy