SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યવિધાયક ભામાશાહ, ત્યારે શું તમે મને ચાહતા નથી? મહેમ્બતખાંએ પૂછયું. “ચાહું છું અને ધિક્કારું પણ છું.” યમુનાએ જવાબ આપે. “ચાહવું અને ધિક્કારવું, એ બન્ને એક સાથે થઈ શકે ખરું?” મહેમ્બતખાંએ પુનઃ પૂછયું. “હા” યમુનાએ કહ્યું. “શી રીતે?” મહેબતખાએ આશ્ચર્યયુક્ત સ્વરે પૂછયું. મારા પતિ તરીકે તમને ખરા જીગરથી ચાહું છું તેમજ દેશના હી તરીકે તમને ધિક્કારું પણ છું” યમુનાએ સ્પષ્ટતાથી જવાબ આપે. મહેબતખાએ આ વખતે પોતાના સૈનિકે તરફ જોયું એટલે તેઓ પોતાના સેનાપતિની મન આજ્ઞા સમજીને ત્યાંથી દૂર ચાલ્યા ગયા. સૈનિકે ગયા પછી મહેબૂતે કહ્યું પ્યારી યમુના! જ્યારે તું મને તારા પતિ તરીકે ચાહે છે, ત્યારે હું દેશદ્રોહી છું, એ વાતને ભૂલી જઈને તારે સંપૂર્ણ પ્રેમ મને આ૫ અને મારા સંપૂર્ણ પ્રેમને તું પણ સ્વીકાર કર. ” “મહાબતખાં! એમ બનવું અશક્ય છે. ” યમુનાએ ધીમેથી કહ્યું. શામાટે અશક્ય છે યમુના જ્યારે હું તને સંપૂર્ણ પ્રેમથી ચાહવાને તૈયાર છું, ત્યારે શું તું મને ચાહવાને તૈયાર નથી?” મહેમ્બતખાંએ પૂછ્યું. તમને મારા પતિ ગણીને તમારી મૂર્તિને મારા હૃદયમાં સ્થાન આપીશ અને તેની પૂજા પણ કરીશ; પરંતુ તમારા પ્રેમને સ્વીકાર કરી શકીશ નહિ. મહોબ્બતખાં ! તમે તમારા દેશ અને ધર્મને ત્યાગ કરીને અન્ય ધર્મને સ્વીકાર કર્યો છે એટલું જ નહિ પણ તેને નાશ પણ તમારા હાથે જ કરી રહ્યા છે અને તેથી તમારા જેવા દેશ અને ધર્મના દ્રોહી પુરૂષને હું મારો પ્રેમ આપી શકીશ નહિ, તેમ તેના પ્રેમને સ્વીકારી શકીશ પણ નહિ.” અભિમાનથી મસ્તકને ઉન્નત કરીને યમુનાએ ઉત્તર આપે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy