SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ચંપાદેવી. મળવાના નથી, તેમ તેથી આપને શોક પણ એ થવાનું નથી, માટે મારી વિનંતિને સ્વીકાર કરીને આપે ફરીથી લગ્ન કરવું, એ. જ આપને માટે શ્રેયસ્કર છે. કરમચંદ!” પૃથિવીરાજે દીલગીરી ભરેલા અવાજે કહ્યું, તમારી મારા પ્રત્યેની લાગણીને માટે હું તમારો ઉપકાર માનું છું; પરંતુ દિલગીર છું કે હું તમારી વિનંતીને સ્વીકાર કરી શકતું નથી.” “તેમ કરવાનું કાંઈ કારણ?” કરમચંદે પ્રશ્ન કર્યો. “હા, કારણ છે અને તે તમે કયાં જાણતા નથી ? મારી હૃદયેશ્વરી લીલાદેવી જે કે મૃત્યુ પામી છે અને તે મને પુન: મળે એવી આશા રાખવી એ પણ કેવળ મૂર્ખતા છે, તે પણ તેના અસામાન્ય પ્રેમને, તેના ઉચ્ચ સદગુણને, તેની મીઠી વાણુને, તેના અપ્રતીમ રૂપ-લાવણ્યને અને તેને સદેવ હસતા મુખાવિંદને હું હજી ભૂલી ગયે નથી. તેને અમર આત્મા જે કે સ્વર્ગમાં જ વિરાજતો હશે, તે પણ તેની સ્મૃતિરૂપ મૂર્તિ મારા હૃદયમંદિરમાં જ વિરાજે છે અને તેથી તેને તિરસ્કાર કરીને, તેને વિસારી દઈને હું અન્ય સ્ત્રીની સાથે લગ્ન કરવાને તૈયાર નથી. કરમચંદ ! તમે ચતુર અને વિદ્વાન થઈને મને ખોટે ભાગે કાં દરો છે ?” પૃથિવીશ જે કાંઈક આવેશથી જવાબ આપે. રાજાસાહેબ !” કરમચંદે કહ્યું. “આપને ખોટે મા દેરવાનું મને શું પ્રયોજન છે? હું તે આપને ખરા જ માગે દેરૂં છું અને એમ કરવું, એ મારી ફરજ છે, પરંતુ રાણજીના મૃત્યુ પછી આપને જીવ ઉદાસ રહેતા હોવાથી આપને મારી સાચી સલાહ પણ વિપરીત લાગે છે અને તેથી જ આપ તેને માર્ગ કહે છે.” તમને મારા કથનથી માઠું લાગ્યું હોય તેમ જણાય છે; પરંતુ કરમચંદ! તમે જ વિચાર કરે કે લીલાદેવી જેવી બીજી સ્ત્રી મળવી, એ શું સહજ વાત છે? પૃથિવીરાજે પૂછ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy