SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ભાગ્યવિધાયક ભામાશાહ. છેડી વાર પછી તેણે પિતાના આસન ઉપર ટટ્ટાર થઈને કહ્યું. “મારા વિદ્વાન મિત્ર ! ધાર્મિક ઐક્યના સંબંધમાં તમે અત્યારે જે જે અભિપ્રાય આપ્યા છે, તે બધાને મેં ધ્યાનપૂર્વક સાંભળ્યા છે. ધાર્મિક ઐકય કરવાને આપણે આશય શાહ કરમચંદ અને રાજા બીરબલ કહે છે તેમ પરસ્પરના ધાર્મિક ભેદને ભૂલી જઈને હિન્દુ અને મુસલમાન ઉભય કોમેએ અરસપરસ એકસંપીથી વર્તવું એટલે જ છે અને આ આશયને લક્ષ્યમાં રાખીને તૈહિંદ-ઈ-ઇલાહીની સ્થાપના આપણે કરેલી છે. આપણે આશય આ રીતે શુદ્ધ અને કઈ પણ ધર્મને બાધક થાય તેવું નથી, તે પણ તેમાં આપણે ફલિભૂત થશું કે નહિ, એની મને શંકા જ રહ્યા કરે છે, કારણ કે આપણું આ ધાર્મિક એક્યતાના પ્રયાસથી હિન્દુ તેમજ મુસલમાનને મેટે ભાગ વિરૂદ્ધ છે, એટલું જ નહિ, પણ તેવા વિરોધીઓ આપણું વિરૂદ્ધ ખટપટ પણ ચલાવી રહ્યા છે. મારી પ્રજામાં સુખશાંતિ અને મારા મુલકના સામાન્ય હિતની ખાતર હું તેવા વિરોધીઓની દરકાર નહિં કરતાં ધાર્મિક ઐક્ય કરવાના ઉમદા વિચારને સતત વળગી રહેવા ઈચ્છું છું અને તમે મારા સર્વ મિત્રો મારા આશયને સમજી મને આ કાર્યમાં સહાય કરવાને સદા તત્પર રહેશે, એવી મારી ઈચ્છા છે. તેમ છતાં જેઓ મારા. મતથી વિરૂદ્ધતા ધરાવતા હોય, તેઓને આગ્રહથી મારા પ્રયાસમાં જોડાવાનું હું કહેતો નથી; કારણ કે ધર્મ સંબંધી વિષયમાં હું કોઈ ઉપર ફરમાન ચલાવવાને ઈચ્છતું નથી. આ વિષય સંબંધી આપણે આગળ ઉપર વિશેષ ચર્ચા કરશું; હાલ તે અગત્યના રાજકીય કામ માટે મારે જવાનું છે એ ચર્ચાને બંધ કરવી પડે છે.” બાદશાહ તુરતજ આસન ઉપરથી ઉઠ્યો અને તે સાથે સર્વ સભાસદે પણ ઉભા થઈ ગયા. ત્યારબાદ તે દિવાન ટેડરમલ તથા ફેજીને પિતાની સાથે લઈ ત્યાંથી રવાના થઈ ગયા અને અન્ય સભાસદે પણ પોતપોતાના કાર્ય ઉપર ચાલ્યા ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy