SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિત્યંતર ૨૫૧ પિતાની પાસે પણ જરા દૂર ઉભેલા બે સૈનિકને બોલાવી ગેવિંદસિંહ, અમરસિંહ તથા કર્મસિંહ વિગેરેને યુદ્ધની ગોઠવણ સંબંધી ઘટતી સૂચનાઓ આપવાને માટે એગ્ય સ્થળે રવાના કરી દીધા. આ પ્રમાણે બધે વ્યુહ રચીને પ્રતાપસિંહ તથા ભામાશાહ પિતાના સૈન્ય સાથે દેલવાડાના કિલ્લા ઉપર ચડાઈ લઈ ગયા અને ત્યાં પહોંચીને સદરહુ કિલ્લાને તેમણે ઘેરે પણ નાંખી દીધે. શાહબાજખાને શત્રુન્યના આગમનની ખબર પડતાં તે પ્રથમ તે અજાયબ થઈ ગયે; પરંતુ તે પછી હિંમતને ધરીને પિતાની પાસે જે થોડું ઘણું સન્ય હતું તેને તૈયાર કરી કિલ્લાને બચાવ કરવા પ્રયાસમાં પડ્યો. દેલવાડાના કિલ્લાની ચોતરફ પોતાના સૈનિકને ગ્ય રીતે ગોઠવી દીધા પછી મહારાણાએ પોતાના એક દૂતને શાહબાજખાંની પાસે કિલ્લો પોતાને વગર હરકતે હૈપી દેવાને માટે વાતચિત કરવા મેકલ્ય; પરંતુ શાહબાજખાંએ તેનું અપમાન કરીને તેને કેદ કરી લીધું. મહારાણા પ્રતાપસિંહને આ વાતની ખબર પડતાં તે બહુજ ગુસ્સે થયા અને તેથી તેમણે તુરતજ કિલ્લા ઉપર હુમલો કરવાનો અને તેને તેડી પાડવાને હુકમ આપી દીધું. રાજપૂત સૈનિકે આજ્ઞા મળતાંજ કિલ્લા ઉપર તુટી પડ્યા અને ક્ષણવારમાં તેને એક બાજુએથી તેડી નાંખીને અંદર દાખલ થઈ ગયા. શાહબાજખાં પણ પોતાના સૈનિકો સાથે યુદ્ધ કરવાને સામે દડી આવ્યા. મંત્રીશ્વર ભામાશાહે તેને તુરત જ પકડી પાડ્યો અને તેને પોતાનાં શસ્ત્રો સંભાળવાની સુચના આપી દીધી. આ ઉભય દ્ધાઓ વચ્ચે બહુજ સર્ણ રીતે યુદ્ધ ચાલ્યું. કેટલીક વાર સુધી તે કે કોને હરાવશે, એ કહી શકાય તેમ નહોતું, પરંતુ તે પછી તુરતજ ભામાશાહે ક્રોધે ભરાઈને શાહબાજખાંના શચ પકડેલા હાથ ઉપર પિતાની તલવારને સખ્ત ફટકે લાગ જોઈને લગાવી દીધો અને તે જ ક્ષણે શાહબાજખાંના હાથમાંથી તેની તલવાર ખણખણાટ કરતી દૂર જઈને ઉડી પડી. ભામાશાહે આ તકને લાભ લઈને શાહબાજખાનાં મસ્તક ઉપર પિતાની તલવાર ઉગામી અને જે તેણે ઘા કર્યો હત, તે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy