SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યોદય. ૧૦૧ વિજય, બાદશાહના એ પ્રશ્નનો ઉત્તર આપતાં જરા ખંચાયે અને તેણે ફેંજીના સામે જોયું. ફૈજી તેના મનને ભાવાર્થ જાણી ગયે અને તેથી તેણે કહ્યું. “વિજય! વાતને છુપાવવાની કશી પણ અગત્ય નથી. જે હેય તે સાચે સાચું કહી દે.” “તે બાનુ આપના મિત્ર અબુલફેજના બીબી હતા.”વિજયે ધીમેથી કહ્યું. . “રજીયા!” શહેનશાહે ફિજીના સામે જોઈને પૂછયું. “સંભવિત છે.” ફેએ તુરતજ જવાબ આપે. “ઠીક, એ વિષે આગળ જોઈ લેવાશે.” એમ ફ્રેજીને કહી બાદશાહે વિજય સામે જોયું અને આગળ ચલાવ્યું. વિજય ! તારી નિખાલસ વૃત્તિ અને તારૂં ઉમદા વર્તન જોઈને મેં તને માફી આપી છે એટલું જ નહિ પણ તારા જેવા લાયક યુવકની ગ્ય કદર કરવાનું પણ હું ચુકતા નથી. આજથી તને મહેસુલી ખાતાના મારા દિવાન ટેડરમલ્લના તાબામાં એક સારા અધિકારી તરીકે નીમું છું અને તેને પોષાક વિગેરે તને આવતી કાલેજ મળી જાય, એવી વ્યવસ્થા પણ કરૂં છું.” વિજય આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયે. તેનું હૃદય બાદશાહની આવી ઉદારતાથી ભરાઈ આવ્યું અને તેથી તે તેને ઉપકાર માનવાને તૈયારી કરતું હતું, પરંતુ બાદશાહે તેને તેમ કરતા અટકાવીને કહ્યું. “વિજય! ગ્ય માણસની યોગ્ય કદર થાય, તેમાં ઉપકાર દર્શાવવાની કદિ પણ અગત્ય હોતી નથી. વિ. શેષમાં મારે તને કહેવાનું એટલું જ છે કે તારી સઘળી હકીકત મારા જાણવામાં આવી છે અને તેથી તારા અંતરની ઈચ્છા પુરી થાય, એવી શેઠવણું હું તુરતમાંજ કરીશ; તે માટે તું જરા પણ ચિંતા કરીશ નહિ થાનસિંહ શેઠે તને ભાગ્ય અજમાવવાની જે તક આપી હતી, તે માટે તારે તેમને જ ઉપકાર માન જોઈએ.” બાદશાહે તુરતજ જોરથી હાક મારી એટલે કાસમ એકદમ આવ્યું અને સલામ ભરીને ઉભે રહ્યો. બાદશાહે વિજયને બતાવી તેને કહ્યું. “આમને ઘટતા માન સાથે દિવાન ટેડમલ્લ પાસે પહોંચતા કર અને તેમને મારું આ ફરમાનપત્ર પણ આપજે” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy