SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ભાગ્યવિધાયક ભામાશાહ. કાસમ બાદશાહના ફરમાનપત્રને લઈ તેને ચુંબન કરીને વિજય પાસે આવ્યું અને તેને વિનયથી કહ્યું. “જનાબ! ચાલે.” વિજયે બાદશાહની સામે જોયું એટલે બાદશાહે તુરતજ હસીને કહ્યું. “જાઓ, વિજય! તમને તેની સાથે જવાની આજ્ઞા છે. વિજય બાદશાહને સલામ ભરીને કાસમની સાથે ચાલે ગ, બાદશાહ અને ફ્રેજી અન્ય વિષયની ચર્ચા કરતાં ત્યાં બેસી રહ્યા. ક્ષણવારમાં કાસમ વિજયને દિવાન ટેડરમલ પાસે મૂકીને પાછો આવ્યો અને બાદશાહને ખબર આપી. વિશેષમાં તેણે નમીને કહ્યું. “ખુદાવિંદ ! મેવાડથી હમણાં જ આવી પહોંચેલા સેનાપતિ મહેમ્બતમાં આપની હજુર આવવા આજ્ઞા માગે છે.” મહેબતખાં!” અકબરે આશ્ચર્ય પામીને કહ્યું. “તેમને માનપૂર્વક અંદર લઈ આવ.” કાસમ કુર્નિસ બજાવીને ચાલ્યો ગયે અને ક્ષણવાર પછી મહેબતખાએ ઓરડામાં પ્રવેશ કર્યો. તેણે અકબરને શિર કુકાવીને કહ્યું. “બનિવાજ ! આપની તબીયત ખુશીમાં ચાહું છું” મહેબતખાં!” અકબરે તેને આસન ઉપર બેસવાને સંકેત કરીને પૂછ્યું. “મેવાડની અને રાણા પ્રતાપની શી ખબર જહાંપનાહને સિતારો બુલંદ છે, કેમલમેરને કિલ્લો આપણા હસ્તગત થયું છે અને પ્રતાપસિંહ પોતાના પરિવાર સાથે જંગ. લમાં પલાયન થઈ ગયેલ છે.”મહાબતખાએ જવાબ આપે. “બહત ખુશીકી બાત, ” અકબરે હસીને કહ્યું. “સેપાહસાલાર શાહબાજ ખાં બડે ચાલાક અને સમશેર બહાદૂર અમલદાર છે અને તેથી તે જય મેળવે, એ સ્વાભાવિક જ છે.” શાહબાજ ખાંની મિથ્યા પ્રશંસા સાંભળીને મહેમ્બતખાએ કુટી ચડાવીને કહ્યું. “ આપનામવરની ભૂલ થાય છે, કેમલમેરને કિલ્લો મારા તાબાના સૈન્યની બહાદૂરીથી અને મારી યુક્તિથી છતાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy