SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યવિધાયક ભામાશાહ. ચંદ્રના રૂપેરી પ્રકાશ આગળ તેઓ બિલકુલ ઝાંખા જણાતા હતા. આગ્રાના રાજમાર્ગો અને અમીર-ઉમરગવાનાં ઉચ મકાને અસંખ્ય ઉજ્વલ દીપકેથી પ્રકાશી રહ્યા હતાં. કોઈ કે મકાનમાંથી સિ. તાર–સારંગીના સૂર સાથે કિકિંઠી રમણીઓનાં કર્ણપ્રિય ગાયને સંભળાતાં હતાં. વિશાળ .જમાર્ગ ઉપર વિવિધ પ્રકારના વાહનમાં બેસીને અમીર ઉમરાવી આવ-જા કરી રહ્યા હતા. બળદગાડીએ, પાલખીઓ, ડોળાસા, સુખપાલે, રો વગેરેની આવ-જાથી ધમાલ મચી રહી હતી. માર્ગની બંને બાજુએ અનેક પ્રકારની ચીજોની દુકાને આવેલી હતી. દુકાનદારે એ કયવિક્રયની વસ્તુઓને પિતાની કાને માં એવી તો સરસ રીતે ગોઠવેલી હતી કે ગ્રાહકોનાં દિલ તે હેનને તુરત લલચાતાં હતાં. રસ્તા ઉપર પાનની દુકાને તે પાર નહોતે અને તેમાં બેસીને રૂપસુંદર યુવતિએ પાન વેચતી હોવાથી કામીજનેને ત્યાં અચ્છી રીતે જમાવ થયેલ હતું. ટુંકામાં કહીએ તે આગ્રા નગરની અત્યારની શોભા અલૈકિક હતી અને પ્રેક્ષકોને ઇંદ્રપુરીનું ભાન કરાવતી હતી. વિજય, આ સઘળા પ્રકારને ઉદાસિન ભાવે જેતે જેતે આગળ ને આગળ ચાલ્યા જતા હતા, તે ક્યાં જતું હતું, તે તે પિતે પણ જાણ નહોતે. એટલે આપણે તે ક્યાંથી જાણી શકીયે ! છેવટે તે યમુના નદીના તટ પ્રદેશ ઉપર આવી પહશે. સુશીતલ હવાને ઉપલેગ લેવા આવેલાં આગ્રાના વિલાસી નગરજને આ વખતે પોતાના વાહનમાં બેસીને પાછાં ફરતાં હતાં. પૂર્ણિમાની રાત્રિ હોવાથી રજનીનાથ સંપૂર્ણ કળાથી ખીલી રહ્યો હતા. યમુનાનું કૃષ્ણવર્ણ જલ ચંદ્રના ધવલ પ્રકાશથી સફેદ દૂધ જેવું જણાતું હતું. ઠંડો અને સુવાસિત પવન ધીમે ધીમે વાતે હતું, તેના ક્ષણવારના સેવનથી વિજયનું ઉશ્કેરાયેલું દિલ કાંઈક શાંત થયું. તે ચંદ્ર-જડિત આકાશ અને મંદમંદ વહેતી પ્રગલ્યા યમુના તરફ જોઈને નિસાસો નાંખતે બે -“ પ્રભુ! પરમાત્મા ! મેં એવું તે શું પાપ કર્યું હશે, કે જેથી આમ અચાનક પ્રેમમયી ચંપાનો ત્યાગ કરવાની મને ફરજ પડી. આ પ્રશ્ન મારા મનમાં એક સરખી રીતે ઘોળાયા કરે છે, પરંતુ તેને ઉત્તર મન પાસેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy