________________
ભાગ્યવિધાયક ભામાશા.
“ પ્રાણનાથ ! ” પદ્માવતીએ રડતાં રડતાં કહ્યું. “ હું આપને આજસુધી આશ્વાસન આપતી હાવાથી અત્યારે મારા નેત્રામાંથી અશ્રુની ધારા નીકળતી જોઈને આપને આશ્ચર્ય થતુ હશે અને તેથી આપ તેનું કારણ જાણવાને ઇન્તેજાર છે, એ સ્વાભાવિક છે. મારા નેત્રામાંથી કદિ નહિ ધારેલી આંસુઓની ધારા નીકળવાનુ કારણ માત્ર એજ છે કે આજ સુધી મેં અનેક સ કટાને હસતાં મ્હારું સદ્ગુન કર્યાં છે; પરંતુ હવે આપણાં પ્રિય ખાળકાનું દુ:ખ જોઈને મારી ધીરજ રહેતી નથી અને તેથી જ અનિચ્છાએ પણ આંખામાંથી અશ્રએ નીકળી પડે છે.
""
૧૭૪
“ આપણાં બાળકાનુ કયુ' દુ:ખ જોઇને તને રડવુ આવે છે, પ્રિયા ! ” પ્રતાપસિહે જીજ્ઞાસાથી પૂછ્યું.
“ પ્રિય પતિ ! તેમનાં ક્ષુધનાં અત્યંત તીવ્ર દુ:ખને જોઇને મને રડવુ આવે છે. તેએ બિચારાં ભુખથી એવાં તા બેહાલ થઈ ગયાં છે અને એવાં તે કલ્પાંત કરી રહ્યા છે કે મારાથી તેમનું એ દુ:ખ જોઈ શકાતું નથી. આપ એક વખત પણ કુટીમાં આવીને જુએ તેા ખરા કે તેમની ભયંકર હૃદયવિદારક સ્થિતિ છે ? ” મહારાણીએ જવાબ આપતાં કહ્યું.
મહારાણીના ઉપયુકત કથનથી પ્રતાપસિંહું જ્યાં બેઠા હતા, ત્યાંથી તુરત જ ઉભા થયા અને તેની સાથે તૃણુ અને કાષ્ટથી ખાંધેલી કામચલાઉ પણ કુટીનાં દ્વાર પાસે ગયા. દ્વારમાં ઉભા રહીને તેણે પોતાના બાળકોની જે દયાનજક સ્થિતિ જોઇ તેથી તેનું હૃદય અત્યંત દીલગીરીમાં ગરકાવ થઇ ગયુ. અને તેથી તે એકદમ ત્યાંથી પાછા કર્યાં. પાછા ફરતાં ફરતાં તેની આંખામાંથી પણ અશ્રુઓ જોસબધ નીકળવા લાગ્યાં અને તેથી જ્યાં ઉભા હતા ત્યાંજ નીચે બેસી ગયા. કેટલીક વાર રડીને હૃદયના ભારને આદેશ કર્યા પછી તેણે પેાતાની પત્નીને કહ્યું “ પ્રિયા ! થયું, હવે આપણા દુઃખના અવધી આવી રહ્યો છે; કારણ કે રાજવૈભવમાં ઉછરેલાં બાળકાનુ ક્ષુધાનું દુ:ખ જોઇને મારી ધીરજ પશુ હવે રહેતી નથી. ધીર કયાં સુધી રહે ? રાજ ગયુ, વૈભવ ગયા, ધનના નાશ થયા, કીર્તિ ગઇ અને છેવટે ભુખનાં દુ:ખથી પ્રિય ખાળકાના પ્રાણ પણ જવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org