SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ નીરજને હેતુ લીલાદેવી તેના આ શબ્દો સાંભળી ભયાતુર સ્વરે બોલી. “ તમે કોણ છે ? અને શા માટે અહીં આવ્યા છો? જોધબા કયાં છે?” “સુંદરી ! શું તમે મને ઓળખતા નથી? હું જેધબાને પતિ મુંજ તમને અને બોલાવ્યા છે. નહિ કે જે ધબાએ.” અકબરે સહેજ હસીને કહ્યું. શું તમે શહેનશાહ અકબર? ખોટી વાત! તે તે મહાન ધર્માત્મા પુરૂષ છે, તે કદિ પણ પરસ્ત્રીને આવી રીતે દગાથી બેલાવે નહિ!” લીલાદેવીએ દ્રઢતાથી કહ્યું. લીલાદેવી! સમસ્ત હિન્દુસ્થાન અને ધર્માત્મા કહે છે, તે વાત ખોટી નથી. બીજી બધી બાબતમાં મારું વર્તન તેવું જ છે, પરંતુ રૂપવતી તરૂણીના નેત્રકટાક્ષ આગળ હું ગુલામ છું; તેમના બેનમુન રૂપને હું પૂજારી છું અને તેમના હસન લાવણ્યને હું દાસ છું.” અકબરે કહ્યું. ત્યારે તમે ધર્માત્મા નહિ, પણ પાપાત્મા છે; પુરૂષ નહિ પણ પિશાચ છે.” લીલાદેવીએ ક્રોધથી કહ્યું. “તમારા કટુ શબ્દ પણ મને અત્યારે અમૃત સમાન મધુર લાગે છે, કેમકે જ્યારથી મેં તમને નોરેજના બજારમાં જોયા છે, ત્યારથી હું તમારા રૂપ ઉપર આશક થયે છું, સુંદરી !”અકબરે હસીને કહ્યું. જહાંપનાહ!” લીલાદેવીએ ગંભીરતાથી કહ્યું. “તમારા જેવા મોટા પુરૂષને આવું અઘટિત વર્તન કરવું એ ઉચિત નથી. હું કેણ છું? પરસ્ત્રી અને વળી તમારા મિત્રની પત્ની તેના પ્રત્યે તમે કુદષ્ટિ કરે છે, એ કેવી વાત?” “ખારી દિલબરઅકબરે લીલાદેવીને કેમળ કર પકડતાં કહ્યું. “ઉચિત શું અને અનુચિત શું, એ હું જાણતા નથી. હું તે તમને ખરા જીગરથી ચાહું છું અને તેથી પ્રિયા ! તમને વિનતિ કરીને કહું છું કે મારી ઈચ્છા પરિપૂર્ણ કરે.” પરપુરૂષના સ્પર્શથી સતી લીલાદેવીએ માંચ અનુભવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy