________________
ભાગ્યવિધાયક ભામાશાહ.
પ્રકરણ ૨૬ મું.
શાહજાદો સલીમ. છે દુનિયામેં અચ્છી ચીજ જે કુછ હય છે શરાબ હય
સિવા જે ચીજ હય બિલકુલ ખરાબ હય. જે પિતા હય ઈસે આલમમેં વે સરદાર હેતા હય; જે બેવકફ હય ઇસે ઉસે ઈન્કાર હેતા હય. ”
શાહજાદા સલીમે શરાબની બે ત્રણ પ્યાલીઓ ઉપરા ઉપરી ગટગટાવીને ઉપરની બેત કહી. એટલે તેને જાની મિત્ર મહમદ કે જે તેની સામે જ બેઠો હતો, તેણે તેને વધાવી લઈને કહ્યું. “ શાહજાદા સાહેબ ! આપે કહેલી બેત બિલકુલ રાસ્ત છે, કાં કે આ દુનિ. યામાં ખુદાતાલાએ જે કેઈ અચ્છી ચીજ બનાવી હોય, તો તે શરાબજ છે, શરાબની મિાજ અને તેનો નીસે ખરેખર અજબ છે અને તેથી જે ઈસમ તેને ઈન્કાર કરે છે, તે ખરેખર બેવકુફ અને ઉલ્લુને સરદારજ છે, પરંતુ મારા મહેરબાન ! ગુલામની ગુસ્તાખીને માફ કરજે, કાં કે દુનિયામાં શરાબ એ છે કે બહુત અચ્છી ચીજ છે તે પણ મારે કહ્યા સિવાય નથી ચાલતું કે ગુલાબી બદનની નવજુવાન નાજુક પરી પણ શરાબથી જરાએ કમતી નથી.”
શાહજાદો એ સાંભળીને ખડખડાટ હસી પડશે. તેણે શરાબની એક ખાલી પુન: ગટગટાવી જઈ કહ્યું. 'વાહવાહ, દસ્ત તે પણ ખુબ કરી. ખુદાતાલાએ બનાવેલી શરાબ અને સુંદરી એ બે અજબ કરામતમાં સુંદરી સર્વશ્રેષ્ઠ છે, કારણ કે શરાબને નસો તે મારે મન સાધારણ બીના છે, પરંતુ સુંદરીના બેનમૂન રૂપને નીચે એટલે બધે બેહદ છે કે તેને તેની શી વાત કહું? પેલી મદમાતી નવજુવાન સુંદરી મહેર-અમીર આયાસબેગની પુત્રી અને શેર અફગાનની બીબી–ને તે તે જોઈ છે ને? તેના અજબ રૂપને મને એ તો નીસે ચડે છે કે હજુ પણ તેની મનમોહન મૂરત મારા છગરમાંથી દૂર થઈ નથી. હાલ તે છે કે બાબાએ તેને મારી નજરથી દર કરવાને માટે નાલાયક શેર અફગાન સાથે પરણાવી દીધી છે; તે પણ હું તેને ભૂલી ગયે નથી અને તેથી કઈને કઈ વખતે હું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org