SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યવિધાયક ભામાશા હું. હલ્દીઘાટનાં યુદ્ધમાં પરાજય પામ્યા પછી રાણા પ્રતાપ પા તાના માત્મીય મનુષ્ય સાથે કામલમેરના કિલ્લામાં રહેતા હતા. હલદીઘાટનું યુદ્ધ વર્ષારૂતુની શરૂઆતમાં થયેલુ હાવાથી અને ત્યારપછી પુષ્કળ વર્ષાદ પડવાથી માગલે ત્યાં ટકી શક્યા નહાતા, તેઓ છાવણી ઉઠાવીને ત્યાંથી ચાલ્યા ગયા હતા અને તેથી પ્રતાપસિ હને કાંઇક વિશ્રાંતિ મળી હતી; પરંતુ ભવિષ્યમાં તે વર્ષારૂતુ બંધ પડતાં ફ્રીથી ચડી આવશે, એમ તેને ખાતરી હાવાથી તેણે શત્રુઓ સામે થવાની તૈયારી કરી રાખી હતી. હલ્દીઘાટના યુદ્ધમાં પરાજીત થવાથી પ્રતાપસિંહૈં તથા તેના સર્વ સરદારા ચિંતાતુર બની ગયા હતા; પરંતુ વૃદ્ધ મંત્રી ભામાશાહ તેમને સર્વ ને આશ્વા સન આપીને શાંત કરતા હતા. પોતાના દેશની અને પેાતાના સ્વામીની દુર્દશા જોઇને તેના હૃદયમાં અસહ્ય વેદના થતી હતી. તેાપણુ તેનામાં ધીરજ અને સહનશીળતા હતી અને તેથી તે સર્વને વાર વાર આશ્વાસન તથા ભવિષ્યમાં શી રીતે ખચાવ કરવા, એ વિષે સૂચના માપતા હતા. આજે પ્રાત:કાળમાં વ્હેલા ઉઠીને મનને શાંત કરવાના હેતુથી સરેાવરના તટ ઉપર આવીને તે તેનું કુદરતી સાંદ જોતા હતા. અકમર જેવા પ્રમળ શત્રુને શી રીતે જીતવા તથા પેાતાના દેશના અને સ્વામીના ગારવને શી રીતે સાચવી રાખવું, એ વિચાર તેના હૃદયમાં ઘેાળાતા હતા. ભામાશાહ વિચારનિદ્રામાં થી જાગૃત થઈને કિલ્લા તરફ વળવાની તૈયારી કરતા હતા. એટલામાં શ્વેત વસ્ત્રધારી એક મુનિ જમીન ઉપર દ્રષ્ટી સ્થાપી કિલ્લા તરફ્ ચા લ્યા જતા તેના જોવામાં આવ્યા. તે તુરતજ મુનિ પાસે જઇ પહેાંમ્યા અને તેમને કિતભાવથી વંદન કર્યું. મુનિએ સહેજ સ્મિતથી ‘ધર્મ લાભ’ આવ્યેા. ભામાશાહે મુનિના તેજસ્વી મુખ સામે જો અને વિનયથી પૂછ્યું. “ મહારાજ ! આપ આવા કટોકટીના સમયે કયાં પધારા છે ? ” ૨૮ શાંતમૂર્તિ મુનિએ સ્વાભાવિકપણે ઉત્તર આપ્યા. “મંત્રીશ્વ ૨! અમારા જેવા સંસારત્યાગી સાધુએએ, સમય ગમે તેવા હાય, તેની દરકાર કર્યો વિના ઉપદેશને વાસ્તે-જગતના હિતને માટે સૂવુ જોઇએ અને તેથી હું અત્યારે કામલમેર તરફ્ જાઉં છું. ,, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy