________________
કત વ્યની દિશા.
આપવામાં આવતા હતા, પ્રસંગોપાત તેઓ યુદ્ધમાં પણ ભાગ લેતા હતા. વિમળ, મુંજાલ, ઉદયન, વસ્તુપાળ તથા તેજ પાળ જેવા ચુસ્ત જૈન ધમીઓએ યુદ્ધ કાર્યમાં જે અપ્રતિમ શૌર્ય દર્શાવ્યું છે, તેનું વર્ણન વાંચીને આપણને આશ્ચર્ય થયા સિવાય રહેતું નથી. મેવાડના રાણાના પૂર્વ પુરૂની રાજ્યધાની વલ્લભીપુરને જ્યારે દેવ કેપથી નાશ થયે, ત્યારે ઘણું જૈન કુટુંબે મેવાડમાં આવ્યાં હતાં, મેવાડના રાણાઓએ તેમને સારે આશ્રય આપ્યો હતો અને તેથી તેઓ તેમના ખરેખરા સ્વામીભકત થઈને રહ્યાં હતાં. રાજસ્થાન નના રાજાઓ જૈનધર્મ પ્રત્યે માનની દષ્ટિથી જોતા હતા. ચિત્તડમાં પાર્વનાથને અર્પણ કરેલ સ્થંભ સીતેર ફુટ ઉંચે છે અને તે ઘણું જ મહેનતથી કતરેલો છે, હિન્દુસ્થાનના શિલાલેખમાં આ શિલાલેખ ઘણે પ્રતિષ્ઠિત છે. માત્ર મેવાડમાં જ નહિ, પણ આખા પશ્ચિમ હિન્દુસ્થાનમાં પવિત્ર કારીગરના ઉમદા ખંડેર જૈનધર્મના છે. ઘણું પ્રાચીન શહેરોમાં જૈન ધર્મના ઉત્તમ શીલાલેખે હજુ પણ જોવામાં આવે છે અને તેથી પૂર્વ સમયમાં તેને અભ્યદય કે અને કેટલું હતું, તેની આપણે ખાતરી કરી શકીએ છીએ. વળી મેવાડના રાણાઓએ જૈનમંદિરોના હકના સંબંધમાં જે જે હુકમ બહાર પાડેલા છે, તે જોતાં જૈનેની તે સમયે અપૂર્વ ઉન્નત સ્થિતિ હશે, એમ આપણને જણાય છે. એક
મેવાડના મહારાણા પ્રતાપસિંહના મુખ્ય મંત્રી ભામાશાહનું નામ મેવાડના ઉદ્ધારર્તા તરીકે જાણીતું થયેલું છે અને હજુ પણ ઘેર ઘેર તેના ગુણાનુવાદ ગવાય છે. તે જાતિએ કાવડીઆ ઓસવાળ હતું. તેના પૂર્વ પુરૂષે ઘણા સમયથી મેવાડના મુખ્ય મંત્રીનું પદ ભગવતા આવ્યા હતા. ભામાશાહ મહાન શૂરવીર, ઉદાર અને મુસદ્દા હતા અને તેણે મેવાડના રક્ષણને માટે જે અમૂલ્ય સહાય કરી હતી, તે જોતાં તેની સ્વામીભક્તિનો આપણને ખ્યાલ આવે છે. આવા એક ઉત્તમ પુરૂષનું યથાર્થ ચરિત્ર આપણે જાણી શકતાં નથી, એ દીલગીરીને વિષય છે.
* વિશેષ જાણવા માટે જુઓ ટોડ રાજસ્થાન ભાગ ૧ લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org