________________
ભેદ ખુલ્લો થશે. સ્થિર ઉભે રહ્યો. ક્ષણવાર પછી મનતાને ભંગ કરીને તે તરૂણીએ વિણાના જેવા મધુર સાદે કહ્યું. “વિજય! તમે કેમ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે ? શું તમે મને ઓળખતા નથી?
“બાનુ!”વિજયે નમ્રતાથી કહ્યું. “મને માફ કરે; હું તમને ઓળખી શકતા નથી, કારણ કે મેં તમને કઈ સમયે જોયેલા નથી.”
શું તમે સમ્રાટ અકબરશાહના માનીતા ઉમરાવ અબુલફેજની અત્યંત રૂપશાલિની બીબી રજીયાનું નામ કદિ સાંભળ્યું નથી ?” તે તરૂણીએ પોતાના મુખને સહેજ મરડીને મંદ મંદ હસતાં હસતાં પૂછ્યું.
રજીયાબાનુનું નામ તે મેં ઘણુએ વાર સાંભળ્યું છે, પરંતુ તેમને નજરે નિહાળવાનો અવસર આજ સુધી મને મળ્યું નથી. શું ત્યારે તમે પોતે જ ઉદાર દિલના ઉમરાવ ફેજીના બીબી છે?” વિજયે આતુરતાથી સામે સ્વાલ કર્યો.
હા, હું તેમની જ બીબી છું અને મારું નામ રજીયા છે.”રજીયાએ ફરીથી સહાસ્ય મુખે ઉત્તર આપ્યો.
રૂપસુંદરી રજીયાના હાસ્યભરિત મુખચંદ્રની અપૂર્વ શેભા જોઈને વિજય મંત્રમુગ્ધ થઈ ગયે. તેણે એ લાવણ્યના ભંડાર સમાન તરૂણીના રૂપને ક્ષણવાર એક ધ્યાને અવકને કહ્યું.
બાબુ ! તમે તમારા અકિક સૌંદર્યનું દર્શન કરાવીને મને તમારે અત્યંત આભારી બનાવ્યો છે, પરંતુ અહીં સુધી આવવાની જહેમત તમારે શા માટે ઉઠાવવી પડી છે, તે કૃપા કરીને કહેશે?”
રજીયાએ પિતાનાં ચંચળ નેત્રને સ્થિરતાથી વિજયના મુખ ઉપર સ્થાપીને કહ્યું. “ વિજય ! મારા શેહરે તમને ભયંકર કારાગૃહમાંથી મુક્ત કરીને જે દિવસથી અહીં રાખ્યા છે, તે દિવસથી અમે તમને એક ઘરના માણસ તરીકે જ ગણીએ છીએ અને તેથી તમને એક ગુપ્ત વાત કહેવાને માટે મેં આ અવસરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org