SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિત્યંતર. ૨૫૩ સામે તે ટકી શકશે નહિ. એટલું જ નહિ, પણ તેના ઘણાખરા સૈનિકે સાથે તેને નાશ થયે. કેમલમેરને કબજે આ રીતે હસ્તગત થતાં મહારાણને ઉત્સાહ દ્વિગુણિત વધી ગયે અને તેથી તેમણે અનુક્રમે બીજા અનેક કિકલાઓ, દુર્ગા, ગ્રામ, શહેરે અને નગરે કબજે કરવા માંડયાં. દેલવાડાના યુદ્ધમાં શાહબાજખાને પરાજય થવાથી બાદશાહ અકબર તેના ઉપર ઘણેજ નારાજ થયે અને તેથી તેણે તેને પાયરીમાં નીચે ઉતારી નાંખ્યું હતું. આ સમય દરમ્યાન શહેનશાહ અકબરને જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિના ઉપદેશની ઘણી સારી અસર થઈ હતી. તેમજ તેનું ઘણું ખરું ધ્યાન ઉત્તર તથા પશ્ચિમમાં ચાલતી રાજકીય ખટપટમાં અને ખુદ આગ્રામાં પણ પોતાના વિરૂદ્ધ કેટલાક ઉમરાવોની સલાહથી પિતાના બેટા સલીમની મારફત કાવાદાવા ચાલતા હોવાથી તેમાં રોકાયેલું રહેતું હતું અને તેથી તેણે મહારાણા પ્રતાપસિંહની બહુ દરકાર રાખી નહોતી. તેણે અબ્દુલરહીમખાને તુરતજ પાછે બોલાવી લીધું અને બીજી કામગીરી ઉપર તેને રે. આ તકનો લાભ લઈને પ્રતાપસિંહે મેવાડનો ઘણે ખરો ભગપતાને કબજે કરી લીધે. શહેનશાહ મહારાણુને પુન: પકડવાને જગન્નાથ કચ્છવાહને વિશાળ સૈન્ય સાથે મેકલ્યો. તેણે મેવાડમાં આવીને મહારાણાને પકડવાને માટે ઘણું તજવીજ કરી, પરંતુ તેમને કાંઈ પત્તો નહિ લાગવાથી છેવટે તે પણ કંટાળીને પાછા ચાલ્યો ગયો. તેના ગમન પછી બાદશાહ અકબરે ફરીથી કેઈ પણ સિપાહસાલારને મેવાડમાં યુદ્ધ કરવાને માટે મોકલ્યો નહિ અને મહારાણા પ્રતાપસિંહે ચિત્તો ડ, અજમેર અને માંડલગઢ સિવાય મેવાડના તમામ પ્રદેશને જીતી લીધે હતો. ત્યારબાદ મહારાએ રાજા માનસિંહ તથા જગન્નાથ કચ્છવાહને પિતાના બાહુબળને સ્વાદ ચખાડવાની ખાતર તેમની રાજધાનીના નગર ઉપર ચડાઈ કરી અને તેમની સંપત્તિ લુંટી લઈને પિતાની કીતિને તરફ પ્રસારી દીધી. ' આ રીતે મેવાડનું સ્થિત્યંતર થયું. જે મેવાડને પુનઃ મેળવવાની એક પણ આશા પ્રતાપસિંહને રહી નહોતી, તે મેવાડના ઘણા ભાગને ઘણીજ સરલતાપૂર્વક કબજે કરવાથી તેને ઘણેજ હર્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy