SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Co ભાગ્યવિધાયક ભામાશાહ. મંત્રી કરમચંદ તેને બહુ સમજાવે છે પરંતુ તે તેનું કથન બીલકુલ લયપર લેતે નહિ. કરમચંદે બીકાનેરનું ભવિષ્ય ભયંકર જાણીને રાયસિંહને ઠેકાણે લાવવા ઘણે પ્રયાસ કર્યો, પરંતુ તેનું પરિણામ બહુજ ખરાબ આવ્યું. રાયસિહે પિતાના સ્વામીભક્ત મંત્રીનું સખ્ત રીતે અપમાન કર્યું અને તેના ઉપર રાજ્યદ્રોહનું તહોમત મૂકયું; તેથી વ્યવહારકુશળ કરમચંદ, એકદમ બીકાનેરનો ત્યાગ કરી પોતાના કુટુંબ સહિત દિલ્હી ચા આવ્યા અને પૃથિવીરાજને મળી તેને સઘળી વાતથી વાકેફ કર્યો. પૃથિવીરાજ પિતાના બંધુ રાયસિંહને સ્વભાવ જાણતા હતા; તેથી તેને સમજાવીને પિતાની પાસે રાખી લીધે. બાદશાહ અકબરે કરમચંદ ની કુશળતાની પરીક્ષા કરી તેને પિતાના દરબારમાં સારા સન્માન પૂર્વક નિયત કર્યો હતે,* - બાદશાહ અકબરના રાજ્ય અમલમાં તેની ઈચ્છાનુસાર ને રોજના દિવસે મહિલામેળ ભરવામાં આવતું હતું. આ સંબંધમાં લખતાં અબુલફજલ આઈન-ઈ-અકબરીમાં કહે છે કે દરેક મહિને નાના ઉત્સવના દિવસથી નવમા દિવસને બાદશાહ અકબરે ખુશરેજ (નૈરોજ-આનંદને દિવસ) નામ આપેલું હતું. તે દિવસે ઉચ્ચ કુળની કુલિન કામિનીએ રાજ્યમહાલયના જનાનખાનાના ચેકમાં | # બાબુ ઉમરાવસિંહ ટાંક, બી. એ એલ, એલ. બી. “Some Disti. nguished Jains” નામક પિતાના પુસ્તકમાં આ સંબંધમાં લખે છે કે કરમચંદ શહેનશાહ અકબરને શરણે ગયો જાણી તેના ઉપર વેર લેવાની સખ્ત પ્રતિજ્ઞા રાયસિંહે કરી હતી, પરંતુ તેનાથી એ પ્રતિજ્ઞા પૂરી થઈ શકી નહતી. તેના અને કરમચંદના મૃત્યુ પછી તેના પુત્ર સૂરસિંહે કરમચંદના પુત્રો ઉપર સખ્ત વેર લીધું હતું. કરમચંદના પુત્રોને ભેળવીને તે બીકાનેર લઈ ગયો અને પ્રથમ તેમને બહુ સન્માનથી રાખ્યા; પરંતુ એક દિવસે પોતાના સૈનિકે મોકલીને તેના મકાનને ઘેરી લેવરાવ્યું. કરમચંદના પુત્ર રાજ્યના સૈનિકે સાથે બહાદુરીથી લડ્યા; પરંતુ તેઓ સર્વ મરણને શરણ થયા, માત્ર તેમના કુટુંબની એક સગર્ભા સ્ત્રી આ હત્યાકાંડમાંથી કિસનગઢ નાસી ગઈ અને ત્યાં તેને પુત્ર ઉત્પન્ન થયો. આ રીતે વીર વત્સરાજના વંશની રક્ષા થઈ હતી. આ પ્રસંગ અકબરના મૃત્યુ બાદ બન્યો હતો એટલે તેને પ્રસ્તુત નવલકથા સાથે કોઈ સંબંધ નથી. –લેખક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy