SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યવિધાયક ભામાશાહ. ચૂપ કર, શાહજાદી ! મારા હુકમની વચ્ચે પડવાનુ તને કશું પણ પ્રયેાજન નથી. હાલ તું તારા આવાસે જા; તારા ગુન્હાની સજાના વિચાર કરવામાં આવશે.” અકબરે ક્રોધથી કહ્યું. શાહજાદી બાદશાહના કદમા ઉપર ફરીને પડી અને અ ગુજારવા લાગી; પરંતુ કઠાર હૃદયી શહેનશાહ તેની દરકાર નહિ કરતાં એ એકાંત ખંડના ત્યાગ કરી એકદમ ચાલ્યા ગયા. કાસમ અને બીજા ચાર હથિયારબંધ પહેરેગીરા મળી વિજય તથા જુલિયાને કેદખાનામાં લઇ ગયા અને બન્નેને જૂદી જૂરી કેાટડીમાં પૂરી તથા કેદખાનાના ઉપરીને માદાના હૂકમ કહી સંભળાવી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. વિજયને જે કાટડીમાં કેદ કરવામાં આવ્યે હતા, તે એક લયકર અંધકારમય કેાટડી હતી. ત્યાં રોશની કે હવાના સહેજ પશુ સંચાર થઈ શકે તેમ નહાતુ, કાટડીને ચારે તરફ કાળા ૫ત્થરની ઊંચી દિવાલેા હતી અને તેથી તેની ભયંકરતામાં એર વૃદ્ધિ થતી હતી. વિજયે આ ભયાનક કેદખાનાને જોઇ તથા પેાતાના ભવિષ્યના વિચાર કરીને એક હાય મારી અને ત્યાં પાથરેલી એક ફાટીતૂટી ચટ્ટાઇ ઉપર તે માથે હાથ ટેકવીને બેઠે. ગઇ કાલે સાંજે થાનસિંહ શેઠના આવાસેથી નિકળ્યા બાદ તેણે અત્યારસુધી કાંઇ પણ ખાધુ' નહાતું અને ખાવાની ઇચ્છા પણ નહેાતી; પરંતુ ભૂખથી તેના શરીરમાં જરા પણ તાકાત નહેાતી, ચિંતા અને દુ:ખથી તેને ચિત્તભ્રમ જેવુ' થઇ ગયું હતું અને તેથી તે વારવાર ઢાડીને કોટડીના બારણા પાસે જતા; પરંતુ તેને મજબૂતાઈથી બંધ કરેલાં જોઈને તે નિરાશ થઈને પાછા ફરતા હતા. ક્ષણમાં તે પેાતાની પ્રિયતમા ચંપાના નામને પૂકારતા હતા અને ક્ષણમાં પરમાત્મા મહાવીરની દયાને યાચતા હતા. આવી સ્થિતિમાં તેણે એ આખા દિવસ પસાર કર્યો. સંધ્યા સમય થયા એટલે એક પહેરેગીરે કેટ ડીનું દ્વાર ધીમેથી ઉઘાયુ, તેના એક હાથમાં ફાનસ હતુ અને બીજા હાથમાં એક થાળ હતા. તેણે સદરહુ થાળને વિજયની સ ન્મુખ મૂકતાં કહ્યું, “તમારા માટે લેાજનની વસ્તુએ હું આ થાળમાં લાવ્યો છું. બાદશાહ નામવરના ખાસ ફ્માનથી હિન્દુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy