SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ભાગ્યવિધાયક ભામાશાહ. તેના વિષે હજુ ઘણું જાણવાનું બાકી રહે છે. અકબરશાહનું પૂવવસ્થાનું જીવન વિષય લોલુપતા અને મિથ્યાડંબરથી ગમે તેટલું કલુષિત બનેલું હોય, તે તે વિષે અમે કાંઈ પણ કહેતા નથી; કારણકે કેટલાક ઈતિહાસકારે પણ તેના કેટલાક દે વિષે ફરીઆદ કરે છે; પરંતુ અમારે અત્રે કહેવાનો આશય માત્ર એટલે જ છે કે હિન્દુસ્થાનનાં ચિરસ્મરણીય તખ્ત ઉપર જે મુસલમાન બાદશાહ બેસીને રાજ્યશાસન ચલાવી ગયા છે, તેમાંથી અકબર સર્વ શ્રેષ્ઠ કીર્તિ સંપાદન કરી ગયું છે, એ નિર્વિવાદ છે. એક મનુષ્ય તરીકે બાદશાહ અકબર સર્વગુણસંપન્ન નહોતે, એ અમે જાણીએ છીએ; પરંતુ તેનામાં ન્યાય, સત્ય, દયા, સમાનતા અને વિદ્વત્તાદિ ઉચ્ચ ગુણેને વાસ જરૂર હતું, અને તેથી તે હિન્દુ, મુસલમાન ઉભય જાતિઓમાં પ્રિય થઈ પડ હતા. બાદશાહ અકબર મહાન મુસદ્દી અને કલાવિન્દ પુરૂષ હતું અને તેથી તેણે પરાજીત હિન્દુ જાતિના દિલને જીતી લેવાને માટે તેમની–રાજપૂતેની પુત્રીઓ સાથે લગ્ન સંબંધ જીને તથા તેમને ધાર્મિક સ્વતંત્રતા બક્ષીને મેગલ સલ્તનતની જડને મજબૂત બનાવી હતી, પરંતુ ગજેબે હિન્દુઓનું નામનિશાન સદંતર કહાડી નાંખવાની મિથ્યા લાલચને વશ થઈ એ જડને સદંતર ઉખાડી નાંખી હતી અને તેથી મેગલ સતનતની હયાતી તે પછી થોડા સમયમાં નાશ પામી હતી અને તેની વાતો માત્ર ઈતિહાસના નિર્જીવ પાનાં ઉપર લખાયેલી રહેવા પામી છે, એ ઈતિહાસના વાંચકેથી અજાયું નથી. રાજસત્તાને ટકાવી રાખવા માટે જીતાયેલી પ્રજાના દિલને પ્રસન્ન રાખવાની અને તેના ઉપર ન્યાયપ્રિયતાની છાપ બેસાડવાની ખાસ કરીને અગત્ય રહેલી છે અને શહેનશાહ અકબરે આ અગત્યનો સ્વીકાર કરીને પિતાની હિન્દુ પ્રજાનું દીલ લગ્ન સંબંધ જીને અને ધાર્મિક સ્વતંત્રતા આપીને ઘણા ભાગે જીતી લીધું હતું. તેણે પિતાના દરબારમાં હિન્દુ અને જૈન પંડિત, વિદ્વાને, તત્વો તથા કવિઅને તેમના ધર્મની ખુબીઓ સમજવાને માટે એકત્ર કર્યા હતા. એટલું જ નહિં, પણ લાયક હિન્દુ અને જૈન ધર્મિઓને પિતાના રાજ્ય કારોબારમાં જોખમી હલાઓ આપીને તેમને વિશ્વાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy