SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ . ભાગ્યવિધાયક ભામાશાહ. , “હું કયાં કહું છું કે તમે એ આગ્રહ કરે છે ? અને કદાચ કરતા હે; તે પણ શહેનશાહ તેને વગર વિચાર્યું માની લે, એવા ઉતાવળા કે બુદ્ધિહીન નથી. ખુદાતાલાએ તેમને સમજણ શક્તિની ઉત્તમ બક્ષિસ ઉદાર હાથે આપેલી હોવાથી તેઓશ્રી હરકે પુરૂષના આગ્રહને અને તેની વાર્તાના મર્મને સહજમાં સમજી શકે તેવા છે અને તેથી તમે આગ્રહ કરે કે ન કરે, એ સરખુ જ છે.” અબુલફજલે કાજીને સચોટ જવાબ આપે અને તેથી કાજીની આંખોમાં રતાશ છવાઈ ગઈ અને તે તેને પ્રત્યુત્તર આપવાને તૈયારી કરતું હતું પરંતુ અકબરે તેને નેત્રની ઈશારતથી શાંત રહેવાની સૂચના કરી એટલે તે અનિચ્છાએ પણ ચુપ રહ્યો. - તે પછી બાદશાહે કરમચંદ પ્રતિ જોઈને તેને ઉદ્દેશીને કહ્યું. કરમચંદ! ધાર્મિક ઐકય સંબંધી તમારે અભિપ્રાય છે? તમે કાજી અને અબુલફજલ એ ઉભયમાંથી કેના. મતને મળતા થાઓ છે?” કરમચંદે ક્ષણવાર વિચાર કરીને કહ્યું. “બાદશાહ સલામતી ધાર્મિક ઐક્ય સાધવાનો પ્રયાસ જે સ્વાર્થ રહિતપણે કરવામાં આવતો હોય, તે મારા મત મુજબ પ્રશંસનીય છે, કારણકે તેમ કરવાથી ધર્મના અંગે અરસપરસ જે વિરૂદ્ધતા અસ્તિત્વ ધરાવતી હાય, તેને ઘણે અંશે નાશ થાય છે અને તેથી દેશમાં સામાન્ય રીતે શાંતિ જળવાઈ રહે છે. ધાર્મિક ઐકય કરવાથી કેઈ પણ ધર્મને નાશ થતું નથી, એ સહજમાં સમજી શકાય તેવી વાત છે; કારણકે તેથી કેઈને પોતપોતાના ધર્મની માન્યતા અને શ્રદ્ધાને ત્યાગ કરવાની જરૂર રહેતી નથી; કિન્તુ જુદા જુદા ધર્મોના જે મતભેદે રહેલા છે, તેની ઉપેક્ષા કરીને સર્વે ધર્માનુયાયીઓએ પરસ્પર એકસંપીથી વર્તવાનું છે. રાજકીય દષ્ટિથી ધાર્મિક એકને સિહાંત બહુ અગત્યનો છે, કારણકે તેથી ખુદ રાજકર્તાને પણ લાભ થવાને સંભવ છે અને તેથી મારો અભિપ્રાય શેખ અબુલફજલને મળતે છે.” શહેનશાહ અકબર કરમચંદને અભિપ્રાય જાણીને અંતરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy