SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪. ભાગ્યવિધાયક ભામાશાહ. નિષ્ફર હદયની છું કે મારે સ્વમુખે મારા સ્વામીને –મારા જીવન દેવતાને તિરસ્કાર કરે પડે છે? મહેમ્બતખાં ! હૃદયને સર્વ ભાર આજ તમારી સમૂખ ખાલી કરી નાંખે છે. હવે જાઓ, ચાલ્યા જાઓ, આ ક્ષણે જ પલાયન થઈ જાઓ. આસમાન જમીન એક થાય, મેરૂ ચલિત થાય, સૂર્યની ઉષ્ણતાને નાશ થાય, ચંદ્રની સામ્યતા ચાલી જાય અને સમુદ્રની મર્યાદાને લેપ થાય, તે પણ હું તમારા પ્રેમને સ્વીકાર કરી શકીશ નહિ, કારણકે તમે નિષ્ફર છે, જાતિ, દેશ અને ધર્મના દ્રોહી છે, વિધમી છે, અમારા શત્રુના દાસ છે, અરે એટલું જ નહિ પણ તમે મનુષ્ય નહિ પણ પશુ છે, દેવ નહિ પણ દાનવ છો અને તેથી જ હું અને તમે કદિ પણ એક થઈ શકશું નહિ. તેમજ એ પણ ખરું છે કે આ શરીર કે જે તમને વાગ્દાનથી અર્પણ થયેલું છે, તે આ જીવનમાં કદાપિ અન્યનું પણ થશે નહિ.” મહાબતખાંએ ધીરજથી યમુનાનું ઉપર્યુક્ત કથન સાંભળી લીધું અને ત્યારપછી આશાને ત્યાગ કરીને કહ્યું. “યમુના! તારા છેવટના શબ્દોથી મને સંતોષ થયો છે, પરંતુ તું અહીં એકલી કેમ રહેલી છે ? પ્રતાપસિંહના પરિવાર સાથે તું કેમ ચાલી ગઈ નથી ?” યમુનાએ શાંતિથી જવાબ આપે. “મહોબતખાં! તમે મંગલસેનાના સેનાપતિ થઈને આવ્યા છે, એ જાણીને તમને એક વખત મળવા અને મળીને હયને ભાર ઓછો કરવાને માટે જ હું પાછળ એકલી રહી હતી. હવે હું જાઉં છું અને તમે પણ જાઓ; પરંતુ એ પહેલાં પરમાત્મા પાસે એટલી પ્રાર્થના કરું છું કે તમે કરેલી ભૂલનો પશ્ચાત્તાપ કરવાનો સમય તમને તે વિશ્વનિયતા કૃપા કરીને જરૂર આપે.” એટલું કહીને યમુના મહેમ્બતખાં તરફ કટાક્ષદ્રષ્ટિ કરીને ત્યાંથી ત્વરાથી ચાલી ગઈ. તેના ગયા પછી મહેબતખાં ધીમા પગલે અને ઉદાસ મુખે છાવણું તરફ પાછો ફર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy