SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આકસ્મિક ઘટના. વિજય એ પ્રમાણે પોતાના મન સાથે વિચાર કરીને નગર તરફ આવવાને પાછા ફર્યો. બરાબર તેજ વખતે પાછળથી કેઈએ હાક મારી: “વિજયકુમાર !” વિજય પિતાનું નામ સાંભળીને ઉભું રહે અને તેણે પાછળ ફરીને જોયું તે સામાન્ય વસ્ત્રોથી આચ્છાદિત થયેલી એક મુસલમાન સ્ત્રી તેની સન્મુખ ઉભેલી હતી. વિજયે તે સ્ત્રી તરફ ધ્યાનપૂર્વક જઈને કહ્યું. “તમે કોણ છો અને શા હેતુથી મને બોલાવે છે ?” - તે મુસલમાન સ્ત્રીએ તેના પ્રશ્નને જવાબ નહિ આપતાં સામે પ્રશ્ન કર્યો –“તમારું નામ વિજયકુમાર કે ? ” “હા, પણ તેનું શું કામ છે?” વિજયે પૂછયું. “આપને શાહજાદી સાહેબા બોલાવે છે.” મુસલમાન સ્ત્રીએ જવાબ આપે. કોણ શાહજાદી સાહેબા?” વિજયે ફરીને પૂછયું. શાહજાદી આરામબેગમ સાહેબ”તે સ્ત્રીએ ઉત્તર આપે. શું શાહજાદી આરામબેગમ સાહેબા મને બેલાવે છે? અને તે શા કારણથી?” વિજયે આશ્ચર્યચક્તિ થઈને પ્રશ્ન કર્યો.. “હા, તેજ આપને બોલાવે છે, પરંતુ શા કારણથી, તે હું જાણતી નથી.”તે સ્ત્રીએ કહ્યું. ઠીક, ચાલે, હું આવવાને તૈયાર છું” એમ કહી વિજય તે મુસલમાન સ્ત્રી તરફ જોયું એટલે તેણે તેને પોતાની પાછળ ચાલ્યા આવવાની ઈશારત કરી. આગળ તે મુસલમાન સ્ત્રી અને તેની પા. છળ વિજય, એ રીતે તેઓ રાજમાર્ગ વટાવી ચાર પાંચ વાર આડી અવળી ગલીમાં થઈને એક સુંદર મકાન પાસે આવી પહોંચ્યા. મુખ્ય દરવાજેથી તેઓ અંદર નહિ જતાં પાછળના એક નાના બારણાને ઉઘાડી તેમણે તે મકાનમાં પ્રવેશ કર્યો. ત્યારપછી બગીચે વટાવી બે ત્રણ ઓરડામાં થઈને તે સ્ત્રી વિજયને એક સુંદર એરડા પાસે લાવી અને તેને તેમાં પ્રવેશ કરવાનું કહીને તે ત્યાંથી અદશ્ય થઈ ગઈ. વિજય ક્ષણવાર ત્યાં ઉભો રહ્યો અને પછી તેણે ઓરડામાં પ્રવેશ કર્યો. અસંખ્ય દીપકોની રોશનીવાળા તે ઓરડામાં પ્રવેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy