SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદ ખુલ્લે થયો. કેદખાનામાંથી કેઈની સહાયથી ગુપ્ત રીતે નાશી છૂટ્યા છો, ત્યારે તે તમને કેવી સજા કરશે, તને તમે કદિ ખ્યાલ કર્યો છે ખરો ? મારૂં કહ્યું માને તે લે આ કાગળ અને તેને શાહજાદા સલીમને ગુપ્ત રીતે તમે પોતે પહોંચતે કરે. મારી ભલામણથી તે તમને દરેક પ્રકારના ભયમાંથી મુક્ત કરશે.” એમ કહી રજીયાએ ઘડીમાં મુખને સ કરતાં, ઘડીમાં સ્મિત હાસ્યથી પ્રકૃદ્ધિત કરતાં અને ઘડીમાં નેત્રકટાક્ષ કરતાં એક કાગળ પોતાના વસ્ત્રમાંથી કહાડી વિજ્ય પાસે જઈને તેની આગળ ધર્યો. સોંદર્યના સાગર સમાન નવજુવાન તરૂણ સુંદરીને સહાસ્ય મુખે પોતાની સન્મુખ ઉભેલી અને વિવિધ પ્રકારના હાવભાવ કરતી જોઈને વિજય ક્ષણવાર ભાન ભૂલી ગયે. તેણે યંત્રવત્ રજીયાના હાથમાંથી કાગળ લેવાને પોતાને હાથ લાંબો કર્યો અને રજીયાએ પ્રેમપૂર્વક કાગળ તેના હાથમાં આપતાં તેને હાથ જરા દબા. વિજળીની અસર થતાં જેમ મનુષ્ય ચમકી જાય છે, તેમ વિજય રજીયાના કમળ કરને મૃદુ સ્પર્શ થતાં ચમક્યું, તેના આગળની જમીન ચક્કર ચક્કર ફરવા લાગી અને તેની આંખે અંધારા આવ્યાં. બરાબર આજ ક્ષણે ઓરડાનાં બંધ કરેલાં બારણું ઉઘડી ગયાં અને એક મજબુત બાંધાના હિન્દુ જેવા જણાતા પુરૂષે એરડામાં ધીમેથી પ્રવેશ કર્યો. એક અજાણ્યા હિન્દુ જેવા જણાતા પુરૂષને બેધડકતાથી એરડામાં પ્રવેશ કરતે જોઈને વિજય આશ્ચર્ય પામી ગયે; પરંતુ ચાલાક રજીયા એ અજાણ્યા પુરૂષની મુખચય જોઈને તેને તુરતજ ઓળખી ગઈ અને તેથી પિતાના મહેડા ઉપર બુરખે નાખીને ઓરડાના બીજા દ્વારથી એકદમ પલાયન થઈ ગઈ. આ આકસ્મિક ઘટનાથી વિજય ગભરાઈ ગયે, તે એટલે સુધી કે રજીઆએ આપેલે કાગળ પિતાના હાથમાંથી પડી ગયે અને તે આવેલા પુરૂષે લઈ લીધે, એ પણ તે જાણે કે જોઈ શક્યો નહિ. તે પુરૂષ માનાપમાનની કાંઈ પણ દરકાર કર્યા વિના વિજયની સામે એક આસન ઉપર ધીમે રહીને બેઠો અને પોતાની વિલક્ષણ રીતે ચળકતી અને વિજયની આંખો સાથે મેળવીને કહ્યું! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy