SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ પરિણામ. એમાંથી ક્ષણે ક્ષણે અશ્રુઓ સરી પડતાં હતાં. અમાશ વાંચક - હાશયેનાં હૃદયમાં એવો પ્રશ્ન ઉપસ્થિત થશે કે આવા ગગનચું બિત મહાલયમાં વસનારી આ અપૂર્વરૂપ લાવણયસંપન્ન બાળાને શું દુઃખ હશે? અમને પિતાને પણ એજ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પતુ સંસારસાગરની અવનવી ઘટનાઓને જ્યારે અમે વિચાર કરીએ છીએ, ત્યારે અમારા એ પ્રશ્નનું આપ આપનિરાકરણ થઈ જાય છે. તે સુંદરી બાળા આવી સ્થિતિમાં કેટલે સમય પસાર કરત એ અમે કહી શકતા નથી, પરંતુ તે સમયે એક યુવકે આવી તેને બેલાવી કે તુરતજ તે સાવધ થઈ ગઈ અને તે આવનાર યુવક સામે જેવા લાગી. તે આવનાર યુવકની અવસ્થા વીશેક વર્ષની હતી. તેને તેજસ્વી અને મૃદુતાભર્યો ચહેરે દીપકના પ્રકાશથી અતિ આકર્ષક લાગતું હતું. તે યુવકના વસ્ત્રો સાદાં હતાં, પરંતુ તેના શરીરને બાંધે એ તે મજબુત અને સુંદર હતું કે તેને જેનારાં પુરૂષ અને સ્ત્રીઓ આશ્ચર્ય પામતાં હતાં અને તેના તરફ સ્નેહભાવ દર્શાવવાને લલચાતાં હતાં. તે યુવક પિતાની સામે ઉભેલી બાળાને ઉદાસ અને નિસ્તેજ જોઈને ખીન્ન થતાં બે. ચંપા! હંમેશાં હું જ્યારે જયારે તે મારી પાસે આવું છું, ત્યારે ત્યારે તમારું સુંદર મુખ હસતું જોઉં છું પણ અત્યારે તમને આ શું થયું છે? તમે ઉદાસ કેમ જણાએ છે?” તે બાળા કે જેનું નામ ચંપા હતું, તે નિરૂત્તર રહી. તે અનિમેષ નેત્રે યુવક સામે જોઈ રહી હતી. ચંપાને નિરૂત્તર રહેલી જોઈને તે યુવકે ફરીથી પૂછયું. “ચંપા ! તમને મારા ઉપર કાંઈ રીસ ચડી છે, કે તમારી તબિયત અસ્વસ્થ છે? જે સત્ય વાત હોય તે મને તુરત કહે, કેમકે તમને ચિંતાતુર જઈને મારું અંતઃકરણ દુઃખાય છે.” યુવકના આજ વતાયુક્ત શબ્દ સાંભળી ચંપાનું મુખ્ય વિશેષ ઉદાસ થયું. તેણે ધીમે પણ ઉંડે નિઃશ્વાસ નાખે અને તેનાં બને વિશાળ લેશનમાંથી અશ્રુરૂપ મુકતાફળ ઉભરાવા લાગ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy