SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ નેહ સ્વીકાર ૨૧૧ મહારાણા! મને ક્ષમા કરજે, પરંતુ મારે કહેવું જોઈએ છે કે આપનું કથન સત્ય નથી. મેવાડના ઉદ્ધાર માટે આપે ભેગવિલાસને ત્યાગ કર્યો હોય તે ભલે કર્યો કારણ કે દેશના કલ્યાણને માટે એના જેવું બીજું એક ઉત્તમ કાર્ય નથી, પરંતુ તેથી કેઈપણ કુમારી બાળાનો આપને ચાહવાને અધિકાર શું ચાલ્યા જાય છે કે જેથી આપ તેને ઉતાવળ કહે છે ?” અલકાસુંદરીએ સામે, પ્રશ્ન કર્યો. - “અલકાસુંદરીના આ પ્રશ્નને શે ઉત્તર આપો, એની પ્રતા પસિંહને ખબર પડી નહિ અને તેથી તેણે કહ્યું. “અલકાસુંદરી ! તમારે એ પ્રશ્ન ઘણેજ કઠિન છે અને તેથી તેને ખરો અને વ્યા જબી ઉત્તર શો આપ, એની મને સમજણ પડતી નથી, પરંતુ તેમ છતાં તમે મને ચાહવામાં ઉતાવળ કરી છે એટલું જ નહિ, પણ મને ચાહવામાં તમે ભૂલે છે, એમ કહ્યા સિવાય મને ચાલતું નથી. ” અલકાએ તેને પ્રતિવાદ કરતાં કહ્યું. “મહારાણા! આ૫ જ્યારે મારા પ્રશ્નને વ્યાજબી ઉત્તર આપી શકતા નથી, ત્યારે આ પને ચાહવામાં મેં ઉતાવળ કરી છે અથવા તો તેમ કરવામાં હું ભૂલું છું એમ આપ શા ઉપરથી કહો છો ?” તમે વિચાર કરો કે જ્યારે સર્વ ભેગવિલાસને ત્યાગ કરીને સાધુજીવન ગુજારવાનો નિશ્ચય કર્યો છે અને જ્યાં સુધી મેવાઅને પુનરૂદ્ધાર ન થાય, ત્યાં સુધી મારાથી સંસારનાં સુખને સ્વીકાર થાય નહિ, જ્યારે મારી આવી પ્રતિજ્ઞા છે, ત્યારે આવી સ્થિતિમાં તમે મને ચાહીને શું કરશે? તમે મને ચાહો કે ન ચાહે એ બને સરખું જ છે, કારણકે મારા વર્તમાન સાધુ-જીવનમાં હું તમારો સ્વીકાર કરી શકું તેમ નથી અને તેથી જ હું કહું છું કે તમે મને ચાહવામાં ઉતાવળ કરી છે. મેવાડના મહારાણાને મેહીને જે તમે મને ચાહતા હે, તે તેમાં પણ તમારી ભૂલ થાય છે, કારણકે મેવાડના મહારાણાનું પદ હું ખોઈ બેઠે છું અત્યારે મેવાડનું એક નગર, એક કિલે કે એક નાનું સરખું ગામડું પણ મારા કબજામાં નથી. એ ઉપરાંત મારાં ધન-દેલત-સુખ-સંપત્તિ ઇત્યાદિને પણ નાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy