SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શાહજાદ સલીમ. ૨૩૫ ચાલતા હોવાથી તેમાં ફલિભૂત થશો નહિ. સલીમ! તારા સ્થળે જે કોઈ બીજો શમ્સ હોત, તે મેં તેને શાહનશાહ વિરૂદ્ધ ખટપટ કરવાના ગુન્હા માટે કયારને એ ફાંસીને લાકડે લટકાવી દીધું હેત; પરંતુ તું મારો બેટે છે-અતિ વહાલો બેટે છે અને તેથી તેને સંપૂર્ણ શિક્ષા કરવાને મારું હૃદય ચાલતું નથી. શાહનશાહતના રક્ષણને માટે ન્યાયદષ્ટિએ મારે તને સખ્તમાં સખ્ત એટલે કે દેહાંત દંડની શિક્ષા કરવી જોઈએ અને તારાં અનિષ્ટ આચરણો જોતાં તું એવી શિક્ષાને લાયક છે; પરંતુ પ્યારા બેટા ! તારા માટે મારા હૃદયમાં એટલો બધો અગાધ પ્રેમ ભર્યો છે કે હું તેમ કરી શક્ત નથી. સલીમ! કાંઈક સમજ અને વિચાર કરો કે તું કેણ છે? તું કે બેટે છે? તારા બાબા કોણ છે? તારે આધકાર છે છે? અને તારૂં મહત્વ શું છે? તું પોતે ભવિષ્યને શહેનશાહજ છે અને તેથી દિનરાત શરાબના નિસામાં અને દુષ્ટ સ્ત્રીઓના સહવાસમાં પડ્યા રહેવાનું તને મેગ્ય છે? વહાલા બેટા ! બરોબર વિચાર કરીને મને જવાબ આપ કે તને તારૂં હાલનું વર્તન ઉચિત છે?” શહેનશાહનાં પ્રેમાળ અને શિક્ષાનાં વચનો સાંભળીને શાહજાદા સલીમનું હૃદય ભેદાઈ ગયું અને તેથી તેની આંખોમાંથી અશ્રઓની ધારા વહેવા લાગી. તેણે તેના બાબાના કદમ ઉપર પડીને ગદ્ગદિત અવાજે કહ્યું. “પ્યારા બાબા ! આપના આ બેવફા બેટાને ફાંસીના લાકડે લટકાવી દે, કારણ કે તેને એજ શિક્ષા ગ્ય છે.” બાદશાહ અકબરે સલીમને હાથ પકડીને ઉભે કર્યો અને તે પછી પુનઃ પ્રેમાળ સ્વરથી કહ્યું. “સલીમ ! બેટા! તું મતની શિક્ષાને યોગ્ય નથી; કિન્તુ આગ્રાના જગવિખ્યાત તખ્ત ઉપર બેસીને લાખો મનુષ્યને મેગ્ય ન્યાય આપવાને લાયક છે. મારે તને ખાસ કરીને આગ્રહ છે કે તું તારા હાલના દુષ્ટ ચારિત્રને સુધાર અને ખરાબ દોસ્તને ત્યાગ કર અને પછી જે કે તારી આબરૂ કેટલી બધી વધી જાય છે. માણસ માત્ર ભૂલને પાત્ર છે અને તેથી આજ સુધી તે કરેલી ભૂલેને તને જે હવે બરાબર પશ્ચાત્તાપ થતું હોય, તે તેજ શિક્ષા તને પૂરતી છે. બેલ તને પશ્ચાત્તાપ થાય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy