Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
તૈજસબંધનનો વિશેષાધિક, તેથી ઔદારિક કાર્યણબંધનનો વિશેષાધિક, તેથી ઔદારિક તૈજસ કાર્યણ બંધનનામકર્મનો વિશેષાધિક, તેથી તૈજસ તૈજસબંધનનો વિશેષાધિક, તેથી તૈજસકાર્મણબંધનનો વિશેષાધિક, અને તેથી કાર્પણ કાર્પણ બંધનનામકર્મનો વિશેષાધિક દવિભાગ છે.
૫૭
સંસ્થાનનામકર્મમાં પહેલા અને છેલ્લાને છોડી વચલા ચાર સંસ્થાન નામકર્મનું પ્રદેશપ્રમાણ અલ્પ છે, સ્વસ્થાને ચારેનું પરસ્પર તુલ્ય છે. તેથી સમચતુરસ્રનામકર્મનું વિશેષાધિક, અને તેથી હુંડકસંસ્થાન નામકર્મનું પ્રદેશપ્રમાણ વિશેષાધિક છે. તથા સંઘયણ નામકર્મમાં આદિના પાંચે સંઘયણ નામકર્મનો દળવિભાગ અલ્પ છે, સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. અને તેથી છેવા સંઘયણ નામકર્મનો દળવિભાગ વિશેષાધિક છે. તથા અંગોપાંગ નામકર્મમાં આહારક અંગોપાંગનું પ્રદેશપ્રમાણ અલ્પ છે, તેથી વૈક્રિયઅંગોપાંગનું વિશેષાધિક, અને તેથી ઔદારિક અંગોપાંગ નામકર્મનું પ્રદેશપ્રમાણ વિશેષાધિક છે.
વર્ણનામકર્મમાં કૃષ્ણવર્ણનામકર્મનું પ્રદેશપ્રમાણ અલ્પ છે. તેથી નીલવર્ણનું વિશેષાધિક, તેથી લોહિતવર્ણનું વિશેષાધિક, તેથી પીતવર્ણ નામકર્મનું વિશેષાધિક, અને તેથી શ્વેતવર્ણનામકર્મનું દળ પ્રમાણ વિશેષાધિક છે. તથા ગંધનામકર્મમાં સુરભિગંધ નામકર્મનું પ્રદેશપ્રમાણ અલ્પ છે અને તેથી દુરભિગંધનામકર્મનું વિશેષાધિક છે. તથા રસનામકર્મમાં કટુકરસ નામકર્મનો દલવિભાગ અલ્પ, તેથી તિક્ત રસનો વિશેષાધિક, તેથી કષાયરસનો વિશેષાધિક, તેથી આમ્લરસ નામનો વિશેષાધિક, અને તેથી મધુ૨૨સનો વિશેષાધિક દલવિભાગ છે. તથા સ્પર્શનામકર્મમાં કર્કશ અને ગુરુસ્પર્શનામકર્મનો અલ્પ દલવિભાગ છે, સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. તેથી મદુ અને લઘુસ્પર્શ નામનો વિશેષાધિક છે; સ્વસ્થાને બંનેનો પરસ્પર તુલ્ય છે. તેથી રુક્ષ અને શીતસ્પર્શનામકર્મનો વિશેષાધિક છે, સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. તેથી સ્નિગ્ધ અને ઉષ્ણસ્પર્શનામકર્મનો વિશેષાધિક દલવિભાગ છે, સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે.
આનુપૂર્વિનામકર્મમાં દેવાનુપૂર્વિ અને નરકાનુપૂર્વિનું પ્રદેશપ્રમાણ અલ્પ છે, સ્વસ્થાને બંનેનું પરસ્પર તુલ્ય છે. તેથી મનુષ્યાનુપૂર્વિનું વિશેષાધિક, અને તેથી તિર્થગાનુપૂર્વિનામકર્મનું દળપ્રમાણ વિશેષાધિક છે.
ત્રસ નામકર્મનું પ્રદેશપ્રમાણ અલ્પ છે, તેથી સ્થાવરનામકર્મનું વિશેષાધિક છે. તથા પર્યાપ્તનામકર્મનું પ્રદેશપ્રમાણ અલ્પ છે, તેથી અપર્યાપ્ત નામકર્મનું વિશેષાધિક છે. એ પ્રમાણે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સૌભાગ્ય-દૌર્ભાગ્ય, આદેય-અનાદેય, સૂક્ષ્મ-બાદર, અને પ્રત્યેક સાધારણના સંબંધમાં અલ્પબહુત્વ કહેવું. તથા અપયશઃકીર્દિ નામકર્મનું પ્રદેશાગ્ર અલ્પ છે, તેથી યશઃકીર્દિનામકર્મનું સંખ્યયગુણ છે. અને શેષ આતપ, ઉદ્યોત, પ્રશસ્ત-અપ્રશસ્ત વિહાયોગતિ, સુસ્વર-દુઃસ્વર, આ સઘળી પ્રકૃતિઓનું ઉત્કૃષ્ટપદે પ્રદેશપ્રમાણ પરસ્પર સરખું છે.
નિર્માણ, ઉચ્છ્વાસ, ઉપઘાત, પરાઘાત, અગુરુલઘુ અને તીર્થંકરનામકર્મ આટલી પ્રકૃતિઓનું વિરોધી પ્રકૃતિઓના અભાવે અલ્પબહુત્વ નથી. કારણ કે અલ્પબહુત્વ સ્વજાતીય અન્ય પ્રકૃતિઓની અપેક્ષાએ વિચારાય છે, જેમ કૃષ્ણાદિવર્ણ નામનું શેષ વર્ણોની અપેક્ષાએ. પંચ૦૨-૮