Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૧૬
પંચસંગ્રહ-૨ ઉત્તર–તમારી શંકા અયોગ્ય છે. કેમકે જ્ઞાનાવરણીયાદિ ઉદય બંધાત્કૃષ્ટ છે, અને આતપનામ અનુદય બંધાત્કૃષ્ટ છે. અનુદય બંધાત્કૃષ્ટ પ્રકૃતિઓની અનુદય સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની જેમ અંતર્મુહૂર્ત ન્યૂન જ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે.
- હવે એ આપ નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણાનો વિચાર કરે છે–ઉત્કૃષ્ટ સંક્લેશે વર્તમાન ઈશાન સુધીના દેવો જ એકેન્દ્રિય પ્રાયોગ્ય આતપ, સ્થાવર અને એકેન્દ્રિય જાતિ નામની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે, અન્ય કોઈ બાંધતા નથી. તે દેવો આતપ નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી અંતર્મુહૂર્ત પર્યત દેવભવમાં જ મધ્યમ પરિણામે રહી કાળ કરીને ખર બાદર પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પન્ન થઈને શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા બાદ આતપ નામના ઉદયે વર્તમાન તેની ઉદીરણા કરે છે, માટે આપ નામની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય થાય એમ કહ્યું છે. આતપનું ગ્રહણ ઉપલક્ષણ છે, તેથી અન્ય-સ્થાવર, એકેન્દ્રિય જાતિ, નરકદ્ધિક, તિર્યદ્ગિક, ઔદારિક સપ્તક, છેવટું સંઘયણ, નિદ્રા પંચકરૂપ ઓગણીસ અનુદાય બંધાત્કૃષ્ટ પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય છે એમ સમજવું. તેમાં સ્થાવર અને એકેન્દ્રિયજાતિની ભાવના આતપની જેમ જ સમજવી.
- નરકદ્ધિક માટે કહે છે–પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્ય નરકદ્ધિકની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા પછી અંતર્મુહૂર્ત વ્યતીત થયા બાદ નીચેની પાંચમી છઠ્ઠી અને સાતમીમાંથી કોઈપણ નરકમૃથ્વીમાં ઉત્પન્ન થાય. તેને જે સમયે નરકાયુનો ઉદય થાય તે જ સમયે અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી સાગર પ્રમાણ નરકગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા યોગ્ય થાય છે. માત્ર નરકાનુપૂર્વીની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિની ઉદીરણા વિગ્રહગતિમાં જ હોય છે.
તથા કોઈ એક નારકી ઔદારિક સપ્તક, તિર્યદ્ગિક, અને અન્ય સંઘયણ એ કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી ત્યારબાદ મધ્યમ પરિણામવાળો થઈ ત્યાં જ અંતર્મુહૂર્ત રહી તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય. તિર્યંચગતિમાં ઉત્પન્ન થયેલો તે આત્મા અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિની ઉદીરણા કરે છે.
તથા નિદ્રાપંચકની પણ અનુદયે ઉત્કૃષ્ટ સંક્લેશે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી અંતર્મુહૂર્ત ગયા બાદ નિદ્રાના ઉદયે વર્તતા અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિની ઉદીરણા કરે છે. નિદ્રાનો જ્યારે
૧. આ ત્રણ નરક પ્રાયોગ્ય નરકગતિ લાયક કર્મ બાંધતાં નરકદ્ધિકની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થાય છે. અન્ય નરક પ્રાયોગ્ય બાંધતાં મધ્યમ સ્થિતિ બંધાય છે, માટે નીચેની ત્રણ નરક લીધી છે.
છેલ્લા અંતર્મુહૂર્તમાં પોતાના આયુના ચરમ સમય પર્વત મનુષ્ય કે તિર્યંચ નરકગતિ યોગ્ય બંધ કરે છે, પરંતુ તેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા નથી એમ જણાય છે. કેમ કે અંતર્મુહૂર્ત પર્યત મધ્યમ પરિણામી થઈ ત્યાં જ રહી નરક ગતિમાં ઉત્પન્ન થવાનું લખે છે. આ ઉપરથી એમ સમજાય છે કે નરકગતિ યોગ્ય બંધના અંતર્મુહૂર્તના પ્રથમ ભાગમાં તેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, બીજા ભાગમાં ન કરે. એટલે જ અંતર્મુહૂર્ત ન્યૂન વીસ કોડાકોડી ઉદીરણા યોગ્ય થાય. જો છેલ્લા સમય સુધી બંધ થતો હોય તો બે આવલિકા ન્યૂન ઉદીરણા યોગ્ય થાય. આ સિવાય આ રીતે જ્યાં કહ્યું હોય ત્યાં અન્યત્ર પણ યથાયોગ્ય રીતે આ પ્રમાણે સમજી લેવું. જેમ કે દેવગતિના વિષયમાં.