Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૦૬
પંચસંગ્રહ-૨
करणाय नोवसंतं संकमणोवट्टणं तु दिट्ठितिगं । .' मोत्तुण विलोमेणं परिवडई जा पमत्तोत्ति ॥८५॥ करणाय नोपशमन्तं संक्रमापवर्त्तनं तु दृष्टित्रिकम् ।
मुक्त्वा विलोमेन प्रतिपतति यावत् प्रमत्त इति ॥८५॥
અર્થ-ત્રણ દૃષ્ટિને મૂકીને ઉપશમેલું દલિક કરણને યોગ્ય થતું નથી. ત્રણ દૃષ્ટિમાં સંક્રમણ અને અપવર્તન થાય છે. ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થયા પછી વિલોમે યાવત્ પ્રમત્ત સંયત સુધી પડે છે.
ટીકાનુ–આ ગુણસ્થાનકે મોહનીયકર્મની એકે એક પ્રકૃતિ ઉપશમેલી છે એટલે તેની અંદર કોઈપણ કરણની યોગ્યતા રહેતી નથી. એટલે કે ઉપશમેલી તે પ્રકૃતિઓમાં સંક્રમણ, ઉદ્વર્તના, અપવર્તના, નિદ્ધત્તિ, નિકાચના અને ઉદીરણા કરણો પ્રવર્તતાં નથી, તેમ જ તેનો ઉદય પણ થતો નથી. માત્ર સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, અને મિથ્યાત્વમોહનીયને છોડીને. કારણ કે તે ત્રણમાં અપવર્તન અને સંક્રમ થાય છે. તેમાં સંક્રમ મિથ્યાત્વ અને મિશ્રમોહનીયમાં પ્રવર્તે છે, અને અપવર્તના ત્રણેમાં થાય છે. આ પ્રમાણે જેણે ક્રોધના ઉદયથી શ્રેણિ આરંભી હોય તેને આશ્રયી સમજવું.
જ્યારે માનના ઉદયથી શ્રેણિ પ્રાપ્ત કરે ત્યારે માનને વેદતો નપુંસકવેદમાં કહેલ ક્રમે ત્રણે ક્રોધને ઉપશમાવે છે. ત્યાર પછી ક્રોધના શ્રેણિનો આરંભ કરનારાએ જે ક્રમે ત્રણ ક્રોધ ઉપશમાવ્યા હતા તે ક્રમે ત્રણે માનને ઉપશમાવે છે.
જ્યારે માયાના ઉદયે શ્રેણિ પ્રારંભે ત્યારે માયાને વેદતો પહેલાં નપુંસકવેદના ક્રમે ત્રણ ક્રોધને ઉપશમાવે છે, ત્યારપછી ત્રણ માન ઉપશમાવે છે ત્યારપછી ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનાર જે ક્રમે ત્રણ ક્રોધ ઉપશમાવે છે તે ક્રમે ત્રણ માયા ઉપશમાવે છે.
જ્યારે લોભના ઉદયે શ્રેણિ પ્રાપ્ત કરે ત્યારે લોભને વેદતો પહેલાં નપુંસકને શાન્ત કરતાં જે ક્રમ કહ્યો છે તે ક્રમે ત્રણ ક્રોધને, ત્યાર પછી ત્રણ માનને, અને ત્યારપછી ત્રણ માયાને ઉપશમાવે
૧. માનના ઉદયે શ્રેણિ આરંભનારને સંજ્વલન ક્રોધનો બંધ વિચ્છેદ ક્યાં થાય છે તે જણાવ્યું નથી. પરંતુ એમ જણાય છે કે ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનારને જ્યાં ક્રોધનો બંધ વિરછેદ થાય ત્યાં જ માનના ઉદયે શ્રેણિ આરંભનારને પણ ક્રોધનો બંધવિચ્છેદ થાય અને ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનારને જેમ તેનો બંધ વિચ્છેદ થયા પછી બે સમયનૂન બે આવલિકામાં બંધાયેલું ઉપશમ્યા વિનાનું બાકી રહે છે તેમ માનના ઉદયે શ્રેણિ આરંભનારને પણ ક્રોધનો બંધવિચ્છેદ થયા પછી બે સમયગૂન બે આવલિકા કાળનું બંધાયેલું અનુપશાન્ત રહે અને તે તેટલા જ કાળે માન ભોગવતાં ઉપશમાવે. એમ માયાના ઉદયે શ્રેણિ આરંભનારને ક્રોધ અને માન માટે સમજવું એટલે કે માયાના ઉદયે શ્રેણિ માંડનારને સંજ્વલન ક્રોધનો બંધવિચ્છેદ થયા પછી જે સમયજન બે આવલિકા કાળનું બંધાયેલું અનપશાંત છે તે તેટલા જ કાળે માનને ઉપશમાવતાં સાથે જ ઉપશમાવે, અને માનનો બંધવિચ્છેદ થયા પછી જે બે સમયનૂન બે આવલિકા કાળનું બંધાયેલું માનનું જે દળ અનુપશાંત છે તે તેટલા જ કાળે માયાને વેદતાં ઉપશમાવે છે એમ લોભના ઉદયે શ્રેણિ માંડનાર ક્રોધના અવશિષ્ટને માન સાથે, માનના અવશિષ્ટને માયા સાથે ઉપશમાવે, અને માયાને અવશિષ્ટને લોભ વેદતાં ઉપશમાવે છે એમ જણાય છે. તત્ત્વ કેવલીગમ્ય.