Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૭૨
પંચસંગ્રહ-૨ મિશ્રમોહનીયની પ્રથમ ગુણસ્થાનકવર્તી એકેન્દ્રિયાદિ સઘળા જીવો ઉદ્ધલના કરે છે. માટે તેઓ આ બે પ્રકૃતિઓની દેશોપશમનાના સ્વામી છે. અને વૈક્રિય સપ્તક, દેવદ્ધિક તથા નરકદ્ધિક આ અગિયાર પ્રકૃતિઓની ઉદ્ધલના એકેન્દ્રિયો જ કરતા હોવાથી તેઓ તેની દેશોપશમનાના સ્વામી છે.
મનુષ્યદ્ધિક અને ઉચ્ચ ગોત્રની ઉદ્ધલના તેઉકાય તેમજ વાયુકાય જીવોમાં થતી હોવાથી તેઉકાય અને વાયુકાય આ ત્રણ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ દેશોપશમનાના સ્વામી છે.
જો કે આમાંની કેટલીક તેમજ બીજી કેટલીક પ્રવૃતિઓની ક્ષપકજીવો નવમા ગુણસ્થાનકે પણ ઉદ્ધલના કરે છે. પરંતુ દેશોપશમના આઠમાં ગુણસ્થાનક સુધી થાય છે, માટે નવમા ગુણસ્થાનકવાળા જીવો તેના સ્વામી નથી. અનુભાગ દેશોપશમના
આ દેશોપશમના પણ મૂળ તથા ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી બે પ્રકારે અને પુનઃ તે દરેક ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બબ્બે પ્રકારે છે.
ત્યાં મૂળ તથા ઉત્તરપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના જે જીવો સ્વામી છે, તે જ જીવો ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના પણ સ્વામી છે. એટલે સર્વ અશુભ પ્રકૃતિઓની જેમ ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામી યુગલિક તેમજ આનતાદિ દેવો વર્જી શેષ સઘળા એકેન્દ્રિયાદિ મિથ્યાષ્ટિ જીવો છે. તેમ ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના પણ સ્વામી છે. અને કેટલીક શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામી અપૂર્વકરણ ગુણસ્થાનકથી ઉપરના જીવો છે. પરંતુ દેશોપશમના આઠમા ગુણસ્થાનક સુધી જ થાય છે. માટે જે જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામી આઠમા ગુણસ્થાનક પછી બતાવેલ છે તે સઘળી શુભ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશનાના સ્વામી ક્ષેપક અપૂર્વકરણ ગુણસ્થાનક-ચરમ સમયવર્તી જીવો હોય છે. પરંતુ ઔદારિક સપ્તક, મનુષ્યદ્રિક, વજઋષભનારાચસંઘયણ, આપ અને ઉદ્યોત આ બાર પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામી જેમ સમ્યગ્દષ્ટિ તથા મિથ્યાદષ્ટિ છે. તેમ ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના સ્વામી પણ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિઓ છે.
ત્રણ શુભ આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમની જેમ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ જીવો ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના સ્વામી છે.
જે જીવો તીર્થકર નામકર્મના જઘન્ય અનુભાગ સંક્રમના સ્વામી છે તે જ જઘન્ય અનુભાગ દેશોપશમના સ્વામી છે. શેષ શુભ-અશુભ સઘળી પ્રકૃતિઓના જઘન્ય અનુભાગ દેશોપશમનાના સ્વામી ઘણો અનુભાગ સત્તામાંથી હણી નાખેલ છે જેણે એવા અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિમાં વર્તમાન એકેન્દ્રિયો અને તેટલી જ જઘન્ય અનુભાગ સત્તાવાળા પ્રથમ બંધ આવલિકાના ચરમ સમય સુધીના બેઇન્દ્રિયાદિ જીવો જઘન્ય અનુભાગ દેશોપશમનાના સ્વામી છે.'
જો કે પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય, સંજવલન ચતુષ્ક અને નવ નોકષાય આ ૨૭ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ સંક્રમ ક્ષપકશ્રેણિમાં પોતપોતાના સંક્રમના